રક્તપિત

રક્તપિત, હેન્સેન્સ રોગ તરીકે પણ ઓળખાય છે (HD), એ એક લાંબાગાળાનો ચેપ છે જે માયોબેક્ટેરીયમ લેપ્રે અને માયોબેક્ટેરીયા લેપ્રોમેટોસિસ બેક્ટેરીયા દ્વારા થાય છે.

શરૂઆતમાં, ચેપો કોઇ લક્ષણો વિના અને 5 થી 20 વર્ષ સુધી પ્રાથમિક રીતે આમ જ રહે છે. વિકાસ થાય તેવા લક્ષણોમાં મજ્જાતંતુ, શ્વસનમાર્ગ, ત્વચા અને આંખો દાણાદાર થવાનો સમાવેશ થાય છે. પરિણામે દુઃખાવાનો અનુભવ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને આમ વારંવાર ઇજાઓના કારણે અથવા બેધ્યાન ઘાવોના કારણે ચેપથી અવયવો ગુમાવવાનું જોખમ ઊભું થાય છે. નબળાઇ અને નબળી દ્રષ્ટિ જેવા પણ લક્ષણો જણાઇ શકે છે.

રક્તપિત
રક્તપિત્તને કારણે છાતી અને પેટ પર જોવા મળતા ચાઠા

લોકો વચ્ચે રક્તપિત ફેલાય છે. એવું માનવામાં આવે છે કે ઉધરસ મારફતે અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના નાકના પ્રવાહી સાથે સંપર્કમાં આવવાથી તે થાય છે. ગરીબાઇમાં જીવતા લોકોમાં ખુબ સામાન્ય રીતે રક્તપિત થાય છે અને શ્વસનમાર્ગના ટીપાં મારફતે ફેલાય છે તેવું માનવામાં આવે છે. પ્રચલિત માન્યતાથી વિપરીત, તે ખુબ ચેપી નથી. આ બે મુખ્ય પ્રકારના બેક્ટેરીયાની સંખ્યાની હાજરી પર રોગ આધારીત છેઃ પૌસીબેસીલરી અને મલ્ટીબેસીલરી. નબળાં રંગસુત્રો, સંવેદનશૂન્ય ત્વચા ઘાવની હાજરી, સાથે પાંચ અથવા ઓછાં પૌસીબેસીલરી અને પાંચ અથવા વધુ મલ્ટીબેસીલરીની સંખ્યા વડે બે પ્રકારોને અલગ કરવામાં આવે છે. ત્વચાની બાયોપ્સીમાં એસિડ-ફાસ્ટ બેસીલી ની તપાસ દ્વારા અથવા પોલીમર્સ ચેઇન રીએક્શનનો ઉપયોગ કરી DNA તપાસ દ્વારા નિદાનની પુષ્ટિ થાય છે.

મલ્ટીડ્રગ થેરાપી (MDT) તરીકે જાણીતી સારવાર સાથે રક્તપિતની સારવાર થઇ શકે છે. ડેપસોન અને રીફામ્પાઇસીન દવાઓ વડે છ મહિના સુધી પૌસીબેસીલરી રક્તપિતની સારવાર થાય છે. મલ્ટીબેસીલરી રક્તપિતની સારવારમાં રીફામ્પાઇસીન, ડેપાસોન, અને ક્લોફાઝીમાઇનનો ૧૨ મહિના માટે સમાવેશ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ સારવારો વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. સંખ્યાબંધ અન્ય એન્ટિબાયોટીક્સનો પણ ઉપયોગ થઇ શકે છે. ૧૯૮૦માં આશરે ૫.૨ કરોડની સરખામણીએ, ૨૦૧૨માં વૈશ્વિક સ્તરે, રક્તપિતના ગંભીર કેસોની સંખ્યા ૧,૮૯,૦૦૦ હતી. નવાં કેસોની સંખ્યા ૨,૩૦,૦૦૦ હતી. ભારતમાં અડધાંથી વધુ સાથે, ૧૬ દેશોમાં નવાં કેસો થયાં છે. છેલ્લાં ૨૦ વર્ષમાં, વિશ્વસ્તરે ૧.૬ કરોડ લોકોની રક્તપિત માટે સારવાર થઇ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રતિ વર્ષ આશરે ૨૦૦ કેસો નોંધાયા છે.

રક્તપિતે હજારો વર્ષો સુધી માનવજાતને પ્રભાવિત કરી છે. રોગનું નામ લેટિન શબ્દ લેપ્રા પરથી પડયું છે, જેનો અર્થ છે “પોપડી”, જ્યારે ”હેન્સેન્સ રોગ” નામ ગેરહાર્ડ આર્મર હેન્સેન પરથી પડ્યું. અલગ વસોહતોમાં પીડિત લોકોને મૂકવાનું ભારત, ચીન, અને આફ્રિકા જેવા સ્થળોમાં હજુ ચાલુ છે. જોકે, રક્તપિત ખુબ ચેપી ન હોવાથી મોટાભાગની વસાહતો બંધ કરવામાં આવી છે. ઇતિહાસમાં મુખ્યત્વે સામાજિક લાંછન રક્તપિત સાથે જોડાયેલ છે, જે સ્વ-જાણકારી અને વહેલી સારવાર માટે સતત અડચણરૂપ બને છે. લેપર શબ્દને અમુક આક્રમક માને છે, “રક્તપિતથી અસરગ્રસ્ત વ્યક્તિઓ” શબ્દસમૂહ પસંદ કરે છે. રક્તપિતથી અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે ૧૯૫૪થી ૩૦ જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત દિવસની શરૂઆત થઇ છે.

સંદર્ભો

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ફેસબુકનવરાત્રીવિશ્વકર્માજેસોર રીંછ અભયારણ્યબીજોરાઅંગ્રેજી ભાષાવાતાવરણઆંતરરાષ્ટ્રીય મહિલા દિનબનાસકાંઠા લોક સભા મતવિસ્તારઆઠમપશ્ચિમ ઘાટપશ્ચિમ બંગાળદિપડોપન્નાલાલ પટેલપરશુરામશૂર્પણખારમાબાઈ આંબેડકરરાધાથરાદહળદરકુમારપાળપ્રદૂષણમહેસાણા જિલ્લોરઘુપતિ રાઘવ રાજા રામમોરબી રજવાડુંદ્રૌપદીપાકિસ્તાનજંડ હનુમાનમિઆ ખલીફાગુજરાત વિધાનસભાભારતનું સર્વોચ્ચ ન્યાયાલયહિંદુપોલીસમીન રાશીપાટણ જિલ્લોરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)મુંબઈગ્રામ પંચાયતઅશોકબ્રહ્માંડગોળમેજી પરિષદશેત્રુંજયઅશ્વગંધા (વનસ્પતિ)ભારતના નાણાં પ્રધાનજીમેઇલકળિયુગસુભાષચંદ્ર બોઝભારતીય ચૂંટણી પંચજાપાનદાસી જીવણગુજરાતી ભાષાલોકનૃત્યહિંદુ ધર્મના ઉત્સવોજય શ્રી રામવાંદરોસ્વાદુપિંડકમ્પ્યુટર હાર્ડવેરહોલોસ્વસ્તિકદુબઇમનમોહન સિંહનક્ષત્રભાવનગર રજવાડુંરાજીવ ગાંધીવર્તુળક્ષય રોગવ્યાસગાંધીનગર જિલ્લોસવિતા આંબેડકરમુસલમાનવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનવલ્લભભાઈ પટેલસત્યના પ્રયોગો અથવા આત્મકથાશક સંવતગરમાળો (વૃક્ષ)મકરંદ દવેગુરુ (ગ્રહ)પીઠનો દુખાવો🡆 More