શીખ

શીખ ધર્મને અનુસરે તેને શીખ (પંજાબી: ਸਿੱਖ) કહેવાય છે.

શીખ ધર્મનો (પંજાબીમાં શીખી) ઉદભવ 15મી સદીમાં દક્ષિણ એશિયાના પંજાબ પ્રદેશમાં થયો હતો. હાલમાં આ ધર્મ વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા મહત્વના ધર્મ પૈકીનો એક છે. 'શીખ' શબ્દ સંસ્કૃતનાં શબ્દ પરથી ઉતારી આવ્યો છે, જેમાં તેનો અર્થ 'અનુયાયી, શીખનાર' અથવા આદેશ એવો થાય છે.

શીખ
પંજાબી:ਸਿੱਖ
શીખ
નિશાન સાહેબ, શીખોની ધજા
કુલ વસ્તી
૨,૫૦,૦૦,૦૦૦ (૨.૫ કરોડ)
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
શીખ India      19,215,730
નોંધપાત્ર વસ્તી ધરાવતાં અન્ય સ્થળો:
શીખ United Kingdom750,000
શીખ Canada278,000
શીખ United States200,000
શીખ Malaysia100,000
શીખ Italy70,000
શીખ Thailand70,000
શીખ Australia22,000
શીખ Pakistan20,000
શીખ Kuwait20,000
શીખ Netherlands12,000
શીખ Indonesia15,000ઢાંચો:Lower&high
શીખ France10,000
શીખ Singapore9,733
શીખ New Zealand9,507
શીખ Germany8,000
શીખ   Nepal5,890
5,000
શીખ Fiji4,674
શીખ Afghanistan3,000
શીખ Austria2,794
શીખ Ireland1,200
ભાષાઓ
શીખ વિખિરણમાં અંગ્રેજી, હિંદી, ઉર્દુ, સ્વાહિલી, મલય, થાઇ, ફારસી, પષ્તો અને અન્ય.
ધર્મ
શીખ ધર્મ

૨૦૦૪ સુધીનાં અંદાજીત આંકડા.
ઈંડોનેશિયાનો કાયદો શીખ ધર્મને અલગ માન્યતા નથી આપતો, માટે શીખ લોકો તેમના ઓળખપત્રો, પાસપોર્ટ તથા જન્મ અને લગ્નનાં દાખલાઓમાં પોતાને શીખ તરીકે ન ઓળખાવી શકતાં, હિંદુ તરિકે ઓળખાવે છે.

"રેહત મર્યાદા"નાં (શીખ ધર્મની આચાર સંહિતા) લેખ-૧માં જણાવવામાં આવ્યા અનુસાર, "એકમાત્ર અમર શક્તિ, ગુરૂ નાનક દેવથી લઈને શ્રી ગુરુ ગોવિંદસિંહ સુધીના દસ ગુરૂ, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, દસ ગુરૂની વાતો અને શિખામણ અને દસમાં ગુરૂએ વારસામાં આપેલી ધર્મ સંસ્કારની વિધિમાં શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ ધરાવનાર અને અન્ય કોઈ પણ ધર્મમાં નિષ્ઠા નહિ ધરાવનારા કોઈ પણ વ્યક્તિને શીખ તરીકે અર્થબદ્ધ કરવામાં આવી છે. કાપ્યાં વિનાના વાળ (પુરૂષોની દાઢી સહિત) અને પાઘડી એ તમામ શીખોનું સર્વસામાન્ય ઓળખચિહ્ન છે.

બૃહદ પંજાબ પ્રાંત શીખ ધર્મની ઐતિહાસિક માતૃભૂમિ છે. વિશ્વભરમાં શીખ લોકોની બહુ મોટી સંખ્યા હોવા છતાં, મોટાભાગના શીખ પંજાબી છે અને પંજાબ પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. શીખ ધર્મની એક ધર્મ તરીકેની રચનામાં પંજાબીઓ અને પંજાબ પ્રદેશનો ઇતિહાસ અનેરૂં મહત્વ ધરાવે છે. શીખ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને વારંવાર વિસરાઈ જતો ખ્યાલ એ છે કે આ ધર્મ કોઈ જાતિ, જૂથમાં માનતો નથી તેમજ તમામ માનવ વંશ, જે તેમના ગુરુ (શિક્ષકો) તેમની પાછળ છોડી ગયા છે, તેમની વચ્ચે કોઈ ભેદ રાખતો નથી અને તમામને સમાન દ્રષ્ટિએ જુએ છે. પંજાબી અસરને કારણે જ શીખ ઘણીવાર ભારત બહાર વંશીયધાર્મિક તરીકે ઓળખાય છે.

આધ્યાત્મ

શીખ ધર્મની મુખ્ય આધ્યાત્મ પવિત્ર ગુરૂ ગ્રંથ સાહિબની પ્રારંભની સ્તુતિ પરથી જાણી શકાય છે.

There is one supreme eternal reality; the truth; immanent in all things; creator of all things; immanent in creation. Without fear and without hatred; not subject to time; beyond birth and death; self-revealing. Known by the Guru’s grace.

આ ધર્મના સ્થાપક ગુરૂ નાનકે શીખ જીવનશૈલીના આધારને ત્રણ શરતમાં ટૂંકમાં વર્ણવ્યો છે : નામ જપો, કિરત કરની અને વંદ કે શકો, એટલે કે પવિત્ર વહેગુરૂનું નામ જપવું, ખંત તથા પ્રમાણિકતાથી કામ કરવું અને વહેચીને ખાવું.

શીખ ધર્મના લોકો ગુરૂ ગ્રંથ સાહિબ પ્રત્યે પોતાના સર્વોચ્ચ ગુરૂ તરીકે પૂજ્યભાવ ધરાવે છે, કારણ કે આ ગ્રંથ શીખ ધર્મના ગુરુઓની આજ્ઞાનું લેખિત સ્વરૂપ છે. શીખ ધર્મના દસમાં ગુરૂએ ગુરૂ ગ્રંથ સાહિબની પોતાના ઉત્તરાધિકારી તરીકે વરણી કરી હતી. શીખ ગુરુ દ્વારા તૈયાર કરાયેલા અને તેના મૂળ સ્વરૂપમાં સચવાયેલા ગુરૂ ગ્રંથ સાહિબને શીખો તેમના સર્વોચ્ચ માર્ગદર્શક તરીકે પૂજે છે. શીખ ધર્મની પ્રાર્થનાસભાઓ અને સમારોહમાં બિન-શીખ લોકો ભાગ લઇ શકે છે. તેમની દૈનિક પ્રાર્થનાઓમાં સમગ્ર માનવજાતિની ભલાઈની વાતનો સમાવેશ થાય છે.

શીખ ધર્મના ૯મા શ્રી ગુરૂ તેગ બહાદુરજી ધાર્મિક દમન સામે હિંદુઓનું રક્ષણ કરતા ૧૧ નવેમ્બેર, ઈ.સ. ૧૬૭૫ નાં રોજ દિલ્હીમાં શહાદત વહોરી હતી, જે એક અનુકરણ કરવા જેવું ઉદાહરણ છે.

શીખ લોકોએ દુનિયાનો ત્યાગ કરવાની જરૂર નથી અને તેઓ સામાન્ય જીવન જીવવાની કામના ધરાવે છે. શીખ લોકોની ભક્તિમાં સેવા એક અભિન્ન હિસ્સારૂપ છે, જેને કોઈ પણ ગુરુદ્વારામાં સરળતાથી જોવા મળી શકે છે. જ્યાં લંગર ચાલતું હોય ત્યાં કોઈ પણ ધર્મ અથવા સામાજિક-આર્થિક પરિસ્થિતિના લોકો આવકાર્ય હોય છે. શીખ લોકો કેટલાક ભગત અથવા સંત પ્રત્યે પણ પૂજ્યભાવ ધરાવે છે. આ ભગતો વિવિધ સામાજિક પૂર્વભૂમિકા ધરાવતા હતા. આ લોકોના કાર્યને ગુરૂ ગ્રંથ સાહિબમાં સંપાદિત કરવામાં આવ્યા છે, જેમને ભગત-બાની (ભગતનો પવિત્ર ઉપદેશ) તરીકે ઓળખવામાં આવે છે, તેની સામે શીખ ગુરૂના ઉપદેશને ગુર-બાની (ગુરુનો પવિત્ર ઉપદેશ) તરીકે ઓળખવામાં આવે છે. શીખ લોકો તરફથી પૂજ્યભાવ પ્રાપ્ત કરનારાઓમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે:

  • ભાઈ મર્દાના: (ગુરૂ નાનકના સૌપ્રથમ અનુયાયીઓ પૈકીના એક અને તેમના આજીવન સાથીદાર)
  • ભાઈ બાલા: (ગુરૂ નાનકના સૌપ્રથમ અનુયાયીઓ પૈકીના એક અને તેમના આજીવન સાથીદાર)
  • બાબા બુધ્ધા: (શીખ સંત, જેઓ શીખ ધર્મમાં ઉચ્ચ ગ્રંથિનું પદ ધરાવતા હતા)
  • બાબા બંદા સિંઘ બહાદુર: (જેમને પંજાબના મોગલ સુબા વઝીર ખાન સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યો હતો અને પંજાબમાં શીખ દળની સ્થાપના કરી હતી)
  • બાબા દીપ સિંઘ: (શીખ સંત, જેમને ખુદનું મસ્તક હાથમાં રાખીને સુવર્ણ મંદિરની રક્ષા કરી હતી)
  • ભાઈ મણિ સિંઘ (શીખ વિદ્વાન, જેમણે દસમ ગ્રંથને સંપાદિત કર્યો હતો)
  • ભાઈ તરુ સિંઘ (તેઓ ગરીબોના મહાન આશ્રયદાતા હતા)
  • ભાઈ ગુરદાસ (તેઓ પવિત્ર ઉપદેશના અર્થઘટન માટે જાણીતા છે)
  • ભાઈ કન્હૈયા (તેઓ રેડ ક્રોસની ગતિવિધિનો પ્રારંભ કરવા માટે જાણીતા છે)
  • ભાઈ માતીદાસ (તેઓ શ્રદ્ધા ખાતર પોતાના જીવનું બલિદાન આપવા માટે જાણીતા છે)
  • ભાઈ સતીદાસ (તેઓ શ્રદ્ધા ખાતર પોતાના જીવનું બલિદાન આપવા માટે જાણીતા છે)
  • ભાઈ દયાળ (તેઓ શ્રદ્ધા ખાતર પોતાના જીવનું બલિદાન આપવા માટે જાણીતા છે)
  • ભાઈ બચીત્તર સિંઘ (તેઓએ યુદ્ધના મેદાનમાં દારૂ પીને મદમસ્ત કરાયેલા એક બખ્તરધારી હાથીને ભાલા વડે વીંધી નાખીને, વીરતાપૂર્વક યુદ્ધમાં વીરગતિને પામવા માટે જાણીતા છે)

શીખ ધર્મના પ્રારંભિક વિદ્વાનોમાં ભાઈ સંતોખ સિંઘ, ભાઈ વીર સિંઘ અને ભાઈ કહાણ સિંઘ નભનો સમાવેશ થાય છે.

ઉપદેશ

શીખ ધર્મ એકમાત્ર સર્વોચ્ચ ઈશ્વરમાં વિશ્વાસ ધરાવે છે. ગુરૂ નાનક દ્વારા શરુ કરાયેલી વિચારધાર શાળામાં જાતિ અને વંશની સમાનતા, વહેંચણી, પરિશ્રમ અને પ્રમાણિકતા, સંતોષ, નિઃસ્વાર્થ સેવા, મધુર વાણી, નામની ઉપાસના, સારી રીતભાત, પરંપરા, પ્રાર્થના, ધ્યાન, મિરી-પિરીનો ખ્યાલ, સંત-સૈનિક/યોદ્ધાનો ખ્યાલ, તમામ કામમાં હમેશા ઈશ્વરને યાદ કરવા, સારી સોબત રાખવી, યોગ્ય જાતીય વર્તણૂક, અપરિણીત સાધુ બનીને સંસારનો ત્યાગ કરવાને બદલે ગૃહસ્થ જીવનના ગુણ દયા-કરુણા, આસ્થા, ન્યાય, નિપૂણતા, સદાચાર, બહાદુરી, હિંમત, ઇશ્વર માટે પ્રેમ, માનવતા, મોક્ષ, મૃત્યુ બાદનું જીવન, કર્મનો સિદ્ધાંત (કરમ) જે ધર્મના સિદ્ધાંત (ધરમ)થી વિપરિત છે, સખાવત, અને માનવતા પ્રત્યે સદભાવનાના પાઠ શીખવવામાં આવે છે. આ ઉપરાંત ઈશ્વરની સર્વવ્યાપકતા, સર્વોપરિતા, સર્વશક્તિમાન અને સર્વવિજ્ઞાન જેવી બાબતોનું જ્ઞાન પણ આપવામાં આવે છે.

શીખ વૈચારિક શાળા પુનર્જન્મ તેમજ અનેક સ્વર્ગ અને નર્કનાં ખ્યાલમાં વિશ્વાસ ધરાવે છે. આ ઉપરાંત શીખ સંપ્રદાય મૂલ્યો, નીતિમત્તા અને સદગુણમાં પણ વિશ્વાસ ધરાવે છે તથા ચમત્કાર સ્વીકારે છે. શીખ લોકો મૃત્યુની પરિ (યમ, યમરાજ, અઝરેલ જે મૃત્યુ બાદ શરીરમાંથી આત્માને નવજીવન માટે કાઢી લેનારા મોતના ફરિશ્તાઓમાં માને છે. શીખ લોકોએ સવારમાં (પરોઢે 1થી સવારે 6 વચ્ચે)પાંચ પ્રાર્થના (જપજ, આનંદ સાહિબ, જાપ સાહિબ, તાવ-પ્રસાદ સવૈયે, ચૌપાઈ (શીખધર્મની) અને અરદાસ) કરવાની હોય છે. આ ઉપરાંત સાંજે એક પ્રાર્થના - રેહરાસ અને અરદાસ (સાંજે 5-7ની વચ્ચે) તથા એક પ્રાર્થના સુતા પહેલા - કીર્તન સોહીલા અને અરદાસ (રાત્રે 8-10ની વચ્ચે) કરવાની હોય છે.

શીખ ધર્મના પવિત્ર લેખોમાં ઓછું ખાવું, ઓછી ઊંઘ લેવી, ઓછું બોલવું, બને તેટલો ઓછો વપરાશ કરવો (કઠોર નહીં પરંતુ મધ્યમસરનો) અને ભક્તિભાવયુક્ત સંત અને એક યોદ્ધા જેવું જીવન જીવવું વગેરે જેવા ઉપદેશ દ્વારા સંયમનનાં પાઠ શીખવવામાં આવે છે. શીખ ધર્મ માણસને (પાંચ દુર્ગુણ), (કામ, ક્રોધ, લોભ, મોહ અને હંકાર) અભિમાન, ગર્વ, ગુસ્સો, જાતીય લોભ, દુન્યવી આકર્ષણો, લાલચને દૂર કરવાનો અને સુખવાદ તેમજ જડવાદ અને અનહદ ભોગવિલાસનો વિરોધ કરવાનો ઉપદેશ આપે છે. શીખ ધર્મ શિક્ષક અને વિદ્યાર્થીને સમાન દરજ્જો આપે છે. શીખ ધર્મના ખ્યાલ અનુસાર, એક શ્રેષ્ઠ વિદ્યાર્થી પોતાના ગુરૂનો પણ ગુરૂ હોય છે. ફ્રાન્સની ક્રાંતિ બાદ પશ્ચિમી વિશ્વમાં આ ખ્યાલને અપનાવવામાં આવ્યો હતો.

શીખ ધર્મ શીખવે છે કે સમગ્ર માનવજાતિનું એક જ ઈશ્વરે સર્જન કર્યું છે, જેના અનેક નામ અને સ્વરૂપ છે. શીખ ધર્મ અન્ય તમામ ધર્મ (સહિષ્ણુ)ને આદર આપવાની શીખ આપે છે. શીખ ધર્મની શિખામણ અનુસાર, શીખ અનુયાયીઓએ માત્ર પોતાના ધર્મનો જ નહિ, પરંતુ અન્ય લોકોના ધર્મ અને વિશ્વાસનો પણ માનવ અધિકારની દ્વષ્ટિએ આદર કરવો જોઈએ. શીખ ધર્મની પ્રર્થ્નોના અંતમાં સમગ્ર માનવજાતિને મદદ કરવાની પ્રાર્થનાનો સમાવેશ થાય છે. શીખ ધર્મ માનવ આત્મા (આત્મ (આધ્યાત્મિકતા) અથવા અંતરાત્મા અથવા આત્મા અથવા અપાર્થિવ શરીર)માં માને છે. શીખ અનુયાયીઓ એવી માન્યતા ધરાવે છે કે તેઓ ઈશ્વર સાથે એકાકાર અને એકાત્મ થઇ શકે છે કારણકે ચૈતન્ય ઇશ્વર (સર્વોચ્ચ ચૈતન્ય)માં ભળે છે.

શીખ ધર્મના ઉપદેશમાં બ્રહ્માંડ અને સૃષ્ટિના સંબંધની વાત કહેવામાં આવી છે. આશરે 500 વર્ષ પૂર્વે, શીખ ગુરૂ નાનક અન્ય ગ્રહો તથા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સચોટ અંતર જેવા બ્રહ્માંડના સિદ્ધાંતો, પર્વતમાં જીવ હોવો વગેરે જેવા રહસ્યો પ્રગટ કર્યા હતા. શીખ ધર્મમાં કેટલાક એવા ખ્યાલ પ્રવર્તે છે કે જે આધુનિક વિજ્ઞાનમાં પૂરવાર થયા નથી. દાખલા તરીકે 84 લાખ ભવ અને પરગ્રહવાસીઓનું અસ્તિત્વ વગેરે. શીખ તેમના ઉગેલા વાળ કેશ કપાવતા નથી( તેને પાઘડી દ્વારા ઢાંકવામાં આવે છે. તમામ માનવીની વાળની જડ ચેતા સાથે જોડાયેલી હોય છે, જેનું કાર્ય સંપૂર્ણપણે સમજી શકાયુ નથી તેવા અંગને દૂર ન કરવું. માટે તેને આદ્યાત્મિક અંગ માનવામાં આવે છે, ઇશ્વરનું સન્માન કરવા, ગુરૂના આદેશ, સન્માન, શૌર્ય, સાધુપણુ અને રેડિયન્સ ઓરાના પ્રતીક, ત્રીજી આંખ, દસમદ્વાર, સ્વર્ગ આંખ, દસમ દ્વાર, દસમો દ્વાર, બ્રહ્મદ્વાર, સાતમું ચક્ર (ચક્ર, યોગ), વિચાર ગ્રંથી, પિચ્યુટરી ગ્રંથી, મુગટ ચક્ર, આંતરિક આંખ, મગજની આંખના પ્રતીક). પશ્ચિમી દેશોમાં કુંડલિની યોગ શીખવતા થ્રીએચઓમાં આ આચરણ વધુ મજબૂત થયું હતું.

ભારતમાં સામ્રાજ્યોના ઇતિહાસના કપરાં સમયગાળા દરમિયાન શીખ ચળવળનો પ્રારંભ થયો હતો. આ પૈકીનું એક સામ્રાજ્ય મોગલ સામ્રાજ્ય હતું જેણે બહુમતી હિંદુ સમાજ ઉપર ઈસ્લામિક દ્વષ્ટિકોણ સાથેના કાયદા તથા વ્યવસ્થા લાગુ કર્યા હતા. આ સમયે હિંદુ સમાજમાંથી બૌદ્ધ ધર્મ નામશેષ થઈ ચૂક્યો હતો. શીખ સંપ્રદાયે ભક્તિ ચળવળ, આધ્યાત્મવાદ અને સૂફીવાદ સાથે મોગલ સામ્રાજ્યની સમાંતર ચાલ્યો હતો.[સંદર્ભ આપો] શીખ ધર્મમાં નશો ચડાવનારા માદક દ્રવ્યો, કેફી પદાર્થ, દારૂ, સિગારેટ, નશીલા દ્રવ્યો અને શરીરને નુકશાન કરે તેવા અન્ય કોઈ પણ બાહ્ય પદાર્થોનું સેવન કરવા સામે સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે.

શીખ ધર્મમાં એવી શીખામણ આપવામાં આવેલી છે કે માનવ જીવન અત્યંત અમૂલ્ય છે. માનવ જીવનને કિંમતી હિરા સાથે સરખાવવામાં આવ્યું છે. માનવ જીવન સંસારની 84 લાખ જીવ યોનિમાંથી પસાર થયા બાદ કેટલીય પવિત્ર કાર્યો અને પુણ્યો દ્વારા પ્રાપ્ત થાય છે. આથી જ, શીખ ઉપદેશોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે માનવ જીવન પ્રાપ્ત કરવાનો મતલબ ઈશ્વરને મળવા બરાબર છે. સંસારમાં એકમાત્ર સત્ય ઈશ્વર છે અને બાકીનું બધું છેતરામણું છે તે વાસ્તવિકતાને નજર સમક્ષ રાખીને શીખ લોકો માયા અને વાસ્તવિકતાના ખોટાં ખ્યાલથી દૂર રહે છે.[સંદર્ભ આપો]

પાંચ પ્રતીકો

શીખ ધર્મના દસમાં ગુરૂએ 1699માં બૈસાખી અમૃત સંસ્કારના દિવસે આપેલા આદેશ પ્રમાણે, ધર્મ દીક્ષા પામેલા તમામ શીખોએ (ખાલસા શીખ) શ્રદ્ધાના પ્રતીકરૂપ પાંચ ક અથવા પંજ કક્કર/કક્કે આજીવન પોતાના શરીર ઉપર હંમેશા ધારણ કરવાના રહે છે. શીખ ધર્મનાં પ્રમાણિક્તા, સમાનતા, ઈમાનદારી, લડાયકતા, ઈશ્વરનું ચિંતન અને જુલમ સામે ક્યારેય ઝૂકવું નહિ વગેરે જેવા આદર્શોની ઓળખાણ અને પ્રતિનિધિત્વ કરવા માટે આ પ્રતીકોને ધારણ કરવાના હોય છે.

આ પાંચ પ્રતીકો નીચે પ્રમાણે છે:

  • કેશ (કાપ્યા વિનાના વાળ જે સામાન્ય રીતે શીખ પાઘડી – દસ્તરની અંદર બાંધીને લપેટેલા હોય છે.)
  • કંગા (લાકડાનો કાંસકો, સામાન્ય રીતે દસ્તરની અંદર હોય છે.)
  • કચ્છેરા (ટૂંકું આંતરવસ્ત્ર, સામાન્ય રીતે સફેદ રંગનું)
  • કડા (લોહ ધાતુનું કડું, જે શાશ્વતપણાંનું પ્રતીક છે)
  • કિરપાણ (એક મરોડદાર તલવાર જેવું શસ્ત્ર, જે અલગ અલગ કદમાં મળે છે. દાખલા તરીકે યુ.કે.ના શીખો નાની કટારી ધારણ કરે છે, જ્યારે પંજાબના શીખો એકથી ત્રણ ફીટની લંબાઈ ધરાવતી પરંપરાગત મરોડદાર તલવાર ધારણ કરે છે.)

ઇતિહાસ

શીખ 
શીખ સમ્રાટ યોદ્ધાનું માથાનું યુદ્ધ કવચ
શીખ 
હરમંદિર સાહેબ
શીખ 
માણિકારન ખાતે હર્ષભેર આવી રહેલા શીખ શ્રદ્ધાળુઓ

શીખ ધર્મને વિશિષ્ટ રાજકીય જૂથના સંદર્ભમાં જોઈએ તો, શીખ ઇતિહાસનો મહત્ત્વનો હિસ્સો 1606માં શીખ ધર્મના પાંચમા ધર્મગુરૂ, ગુરૂ અર્જન દેવની શહીદી સાથે શરૂ થાય છે. ગુરૂ ગોબિંદસિંઘજીએ 1699માં ખાલસા (ਖ਼ਾਲਸਾ)ની સ્થાપના કરીને શીખ વર્ગને વધુ મજબૂત બનાવ્યો. પંજાબમાં પંદરમી સદી દરમિયાન ગુરૂ નાનક એક ધાર્મિક મોભી અને સામાજિક સુધારક તરીકે ઊભરતાની સાથે જ શીખ ધર્મનો વિકાસ શરૂ થયો. ગુરૂ ગોબિંદ સિંઘે 30મી માર્ચ, 1699ના રોજ ધાર્મિક વિધિઓને ઔપચારિક સ્વરૂપ આપ્યું. ગુરૂ ગોબિંદ સિંઘે ખાલસાની રચના કરવા માટે સમાજના અલગ અલગ વર્ગોના પાંચ લોકોને દીક્ષા આપી. પ્રથમ પાંચ શુદ્ધ લોકોને બાદમાં ગુરૂ ગોબિંદસિંઘજીએ ખાલસા સંપ્રદાયની દીક્ષા અપાવી હતી. આમ એક સંગઠિત જૂથ તરીકે શીખ ધર્મનો ધાર્મિક ઇતિહાસ આશરે 400 વર્ષનો છે.

સામાન્યપણે, શીખ ધર્મ અન્ય ધર્મો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ ધરાવતો આવ્યો છે. જો કે, ભારતમાં મોગલ શાસન (1556-1707) દરમિયાન, ઉભરી રહેલા શીખ ધર્મ અને મોગલ શાસકો વચ્ચેના સંબંધ ખટાશભર્યાં હતા. લઘુમતી ધાર્મિક સમાજના મોગલ શહેનશાહોના જુલમનો વિરોધ કરતા જાણીતા શીખ ગુરૂઓ શહીદીને વર્યાં હતા. ત્યારબાદ મોગલોના વર્ચસ્વનો સામનો કરવા માટે શીખ ધર્મએ લશ્કરીકરણ અપનાવ્યું હતું. મહારાજા રણજિત સિંઘના શાસન હેઠળ શીખ સામ્રાજ્યનો ઉદભવ થયો હતો, જેમાં ધાર્મિક સહિષ્ણુતા હતી અને ઘણાં ખ્રિસ્તીઓ, મુસ્લિમો અને હિંદુઓ પણ સત્તામાં સમાન હોદ્દા ધરાવતા હતા. શીખ સામ્રાજ્યની સ્થાપનાને શીખ ધર્મના રાજકીય વિકાસની પરાકાષ્ટા માનવામાં આવે છે. આ ગાળા દરમિયાન શીખ સામ્રાજ્યમાં કાશ્મીર, લદાખ અને પેશાવરનો સમાવેશ થતો હતો. શીખ સૈન્યના સરસેનાપતિ હરિ સિંઘ નાલવાએ શીખ સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ સીમા ઉપરાંત, ખૈબર ઘાટના પ્રવેશદ્વાર સુધી વિસ્તાર્યો હતો. આ સામ્રાજ્યનો વહીવટ બિનસાંપ્રદાયિક હતો અને તેણે સૈન્ય, આર્થિક અને સરકારને લગતા નવીન સુધારા કર્યા હતા. 1947માં ભારતના વિભાજન વખતના મહિનાઓમાં, પંજાબમાં શીખો અને મુસ્લિમો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું, જે દરમિયાન પશ્ચિમ પંજાબમાંથી નોંધપાત્ર સંખ્યામાં પંજાબી શીખો અને હિંદુઓનું ધાર્મિક સ્થળાંતર જોવા મળ્યું. આ બાજુ પૂર્વ પંજાબમાંથી પંજાબી મુસ્લિમોનું ધાર્મિક સ્થળાંતર થયું.

1960ના દશક દરમિયાન ભારતીય શીખો અને હિંદુઓ વચ્ચે વેર અને અથડામણો વધવા લાગી. ભાષાઓના આધારે ભારતમાં અન્ય રાજ્યની રચના થઈ હોવાથી એ જ રીતે ભાષાના આધારે પંજાબ રાજ્યની રચના માટે શીખોએ ચળવળ કરતા અથડામણો થઈ હતી. ભારતની સ્વતંત્રતા માટેની વાટાઘાટો દરમિયાન શીખોના રાજકીય ટેકાના બદલામાં નેહરૂએ શીખ આગેવાન સરદાર તારા સિંઘને અલગ પંજાબ રાજ્યની રચનાની બાંયધરી આપી હતી. શીખોને પંજાબ મળ્યું, પરંતુ કેટલાક પંજાબી બોલતા વિસ્તારો હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં રહ્યાં અને ચંદીગઢને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો જે હરિયાણા અને પંજાબનું સંયુક્ત પાટનગર છે. પંજાબની રચના 1 નવેમ્બર, 1966ના રોજ થઈ હતી.

1970ના દશકના આખરી ભાગમાં ફરી સાંપ્રદાયિક તનાવ સર્જાયો, જેમાં બિનસાંપ્રદાયિક નીતિ ધરાવતા શાસકપક્ષ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા પક્ષપાત અને ભેદભાવ રખાતો હોવાના શીખોના દાવા તથા ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ અપનાવેલી ‘આપખુદશાહી’એ બળતામાં ઘી હોમ્યું. ફ્રેન્કની દલીલ છે કે 1975માં ઈન્દિરા ગાંદી દ્વારા કટોકટીની સત્તા ધારણ કરવામાં આવતા તેને પરિણામે સરકારનું કાયદાકીય અને ન્યાયિક તંત્ર નબળું પડ્યું. ઈન્દિરા ગાંધીમાં પોતાનો વિરોધ કરી રહેલા જૂથો નુકશાન કરશે તેવો વહેમ અને અવિશ્વાસની વૃત્તિ વધતી જતી હતી જેના કારણે તેઓ રાજકીય લાભ માટે જાતિઓ, ધર્મો અને રાજકીય જૂથોને એકબીજા પર જુલમ વરસાવે એવી નીતિ ખેલવા પ્રેરાયા. આના પરિણામસ્વરૂપે શીખ આગેવાન સંત જરનૈલ સિંઘ ભિંદરાનવાલેનો ઊદભવ થયો જેણે શીખ સમુદાયની ન્યાય માટેની લાગણીને વાચા આપી અને શીખ રાષ્ટ્ર ખાલિસ્તાનની રચના કરવાની તરફેણ કરી. આ ઘટનાક્રમે પંજાબને સાંપ્રદાયિક હિંસાઓનું રાજ્ય બનાવી દીધું. સંત જનરૈલ સિંઘ ભિંદરાનવાલેને હરાવવા માટેના ઈન્દિરા ગાંધીના પ્રયત્નરૂપે 1984માં ઓપરેશન બ્લ્યુસ્ટાર હેઠળ સુવર્ણ મંદિર ઉપર આક્રમણ કરવામાં આવ્યું અને આખરે ઈન્દિરા ગાંધીના શીખ અંગરક્ષકોએ જ તેની હત્યા કરી. આના પરિણામે ભારતભરમાં શીખ જાતિ વિરુદ્ધમાં હિંસા ફાટી નીકળી, જેમાં સેંકડો શીખોની હત્યા કરાઈ; શીખોની સામુહિક હત્યાનું વર્ણન કરતા ખુશવંત સિંઘે કહ્યું હતું કે, ‘હું મારા દેશમાં જ નિરાશ્રિતની લાગણી અનુભવતો હતો. હકીકતમાં, હું નાઝી જર્મનીમાંના યહુદીની લાગણી અનુભવું છું.’ વધતી જતી આર્થિક સમૃદ્ધિને લીધે 1984 બાદથી શીખો અને હિંદુઓ વચ્ચેના સંબંધો ફરી સુલેહભર્યા બન્યા છે; જો કે, 2002માં જમણેરી હિંદુ સંગઠન આરએસએસે એવો દાવો કર્યો હતો કે “શીખ લોકો એ હિંદુ છે”, જેના કારણે શીખ લાગણીને ઠેસ પહોંચી હતી. હિંસાનો શિકાર બનેલા લોકોને ન્યાય મળે અને પંજાબની રાજકીય અને આર્થિક જરૂરીયાત ખાલિસ્તાન ચળવળમાં રહેલી છે તેવા વિચાર સાથે હજું પણ ઘણાં શીખો અભિયાન ચલાવી રહ્યાં છે.

1996માં, કમિશન ઓન હ્યુમન રાઈટ્સ ઓન ફ્રીડમ ઓફ રિલીજીઅન ઓર બિલીફનાં સ્પેશ્યલ રેપોર્ટીયર, અબ્દેલફત્તાહ આમરે (ટ્યુનિશિયા, 1993-2004) ધાર્મિક ભેદભાવ ઉપર એક અહેવાલ તૈયાર કરવા માટે ભારતની મુલાકાત લીધી હતી. 1997માં, આમરે એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે, “ધાર્મિક ક્ષેત્રોમાં શીખોની પરિસ્થિતિ સંતોષજનક છે એવું જણાય છે, પરંતુ રાજકીય (વિદેશી હસ્તક્ષેપ, આતંકવાદ વગેરે), આર્થિક (ખાસ કરીને પાણીની વહેંચણીના સંદર્ભમાં) અને વ્યવસાયના ક્ષેત્રોમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે. બિનસરકારી સ્રોતો પાસેથી મળેલી માહિતી એ વાત તરફ સંકેત કરે છે કે જાહેર વહીવટના કેટલાક ભાગોમાં ભેદભાવ પ્રવર્તે છે; જેના ઉદાહરણોમાં પોલિસ દળમાં શીખોની ઘટતી જતી સંખ્યા અને ઈન્દિરા ગાંધીની હત્યા બાદ અંગત અંગરક્ષકમાં શીખોની ગેરહાજરીનો સમાવેશ થાય છે.”

શીખ સંગીત અને વાદ્યો

શીખોએ તેમના આગવા સાધનો વિકસાવ્યા છે : રબાબ, દિલરૂબા, તાવસ, જોરી અને સરિંદા. સારંગીને ગુરૂ હર ગોબિંદ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રબાબનો સૌપ્રથમવાર ભાઈ મર્દાના દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો કેમ કે તેઓ ગુરૂ નાનક દેવની યાત્રામાં તેમની સાથે જોડાયા હતા. જોરી અને સરિંદા બન્નેની રચના ગુરૂ અર્જન દેવે કરી હતી. તાવસ ગુરૂ હર ગોબિંદે બનાવ્યું હતું. એવું કહેવાય છે કે તેમણે એક મોરને ટહુકા કરતો સાંભળીને મોરની જેવો સૂર કાઢી શકે તેવા વાદ્યની રચના કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પર્શિયન ભાષામાં મોરને તાવસ કહેવામાં આવે છે. ગુરૂ ગોબિંદ સિંઘે તેમના શીખ લોકોની વિનંતીને માન આપીને દિલરૂબાની રચના કરી હતી. સતત ચાલતા યુદ્ધોને કારણે તાવસ ઊંચકવામાં અને જાળવણી કરવામાં મુશ્કેલ હતું તેથી શીખ લોકોએ એક નાના વાદ્યની વિનંતી કરી હતી. જપજી સાહિબ બાદ ગુરૂ ગ્રંથ સાહિબમાંના તમામ શબદો રાગમાં લખાયેલા છે. સામાન્ય રીતે શબદને કોઇ કાસ રાગ પ્રમાણે જ ગાવામાં આવે છે. ગાયનની આ શૈલીને ગુરમત સંગીત તરીકે ઓળખવામાં આવે છે.

યુદ્ધ સમયે કૂચ કરતી વેળાએ, શીખો તેમનો જુસ્સો અને માનસિક સભાનતા વધારી શકે તે માટે નગારૂં વગાડવામાં આવતું. આને રણજિત નગારા (વિજયનું નગારૂં) તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધ સમયે વગાડવામાં આવતા વિશાળ રચના ધરાવતા ઢોલને નગારા કહેવામાં આવે છે, જેનો ધ્વનિ પ્રચંડ હોય છે. આ નગારા વિશાળ, 2-3 ફૂટનો વ્યાસ ધરાવતા હોય છે અને તેને બે લાકડી વડે વગાડવામાં આવે છે. ભૂતકાળના યુદ્ધોમાં ઉપયોગમાં લેવાયેલા વિશિષ્ટ અથવા મૂળ રણજિત નગારા પાંચ ફૂટ સુધીનો વ્યાસ ધરાવે છે. આ વિશાળ નગારાનો પ્રચંડ પડઘમનો સામાન્ય રીતે સૈન્ય યુદ્ધ તરફ કૂચ કરી રહ્યું છે એવો મતલબ એવો થાય. અમુકવાર આ નગારાને યુદ્ધમાં પણ લઈ જવાતું હતું. કૂચમાં શીખ સૈન્યનું નિશાન સાહિબ ઊંચે રખાતું. નગારાંના અવાજ અને નિશાન સાહિબ પરથી સામેના દળો જાણી જતા કે શીખ સૈન્ય આવી રહ્યું છે. આ નગારા અને નિશાન સાહિબથી સિંઘોનો જુસ્સો બુલંદ રહેતો, અને સામેનાં દળોનાં હાજા ગગડી જતાં.

વિસ્તરણ

ચિત્ર:Indias Sikh Pop Chart02.jpg
ભારતના શીખનું કુલ વસતી અને ભારતીય વસતીમાં તેમની ટકાવારી દર્શાવતો આલેખ

વિશ્વભરમાં શીખોની સંખ્યા આશરે 2.70 કરોડની છે, આમ શીખ સમુદાય વિશ્વની વસતીના 0.39 ટકા સુધીના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પૈકીના 83 ટકા શીખો ભારતમાં વસે છે. ભારતના શીખ સમુદાય પૈકીના 1.92 કરોડ લોકો અથવા તમામ ભારતીય શીખો પૈકીના 76 ટકા શીખ ભારતના ઉત્તરીય રાજ્ય પંજાબમાં વસે છે. પંજાબની વસતીમાં શીખો 70.9 ટકાના હિસ્સા સાથે બહુમતીમાં છે. બે લાખથી વધુ શીખ વસતી ધરાવતા ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરાંચલ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે.

19મી સદીના ઉત્તરાર્ધમાં બ્રિટીશરો અને પંજાબનું જોડાણ પૂરું થયું તે સમયગાળાથી બ્રિટીશ ઈન્ડિયામાં શીખોનું સ્થળાંતર સાચા અર્થમાં શરૂ થયું. બ્રિટીશ રાજે ઈન્ડિયન સિવિલ સર્વિસ અને ખાસ કરીને બ્રિટીશ હિંદના સૈન્યમાં શીખોની વધારે કરીને ભરતી કરી હતી, જેના પરિણામે બ્રિટીશ હિંદ અને બ્રિટીશ સામ્રાજ્યના વિવિધ ભાગોમાં શીખોનું સ્થળાંતર થયું. બ્રિટીશ રાજના સમયગાળા દરમિયાન, કૌશલ્ય ધરાવતા શીખ કારીગરોને પંજાબથી બ્રિટીશ પૂર્વ આફ્રિકામાં રેલવેના બાંધકામમાં મદદ માટે લઈ જવામાં આવ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ બાદ, ભારત અને પાકિસ્તાન- બન્નેમાંથી શીખો પરદેશમાં વસવાટ માટે જવા લાગ્યા, આ પૈકીના મોટા ભાગના લોકો યુનાઈટેડ કિંગડમ ગયા, જો કે ઘણા લોકો ઉત્તર અમેરિકા પણ ગયા. પૂર્વ આફ્રિકામાં સ્થાયી થયેલા શીખો પૈકીના કેટલાકને 1972માં યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને હાંકી કાઢ્યાં હતા. ત્યારપછી, શીખ લોકોના સ્થળાંતર માટેનું મુખ્ય ‘પ્રેરક’ પરિબળ આર્થિક રહ્યું છે. આજે યુનાઈટેડ કિંગડમ, કેનેડા, યુનાઈટેડ સ્ટેટ્સ, મલેશિયા, પૂર્વ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડમાં નોંધપાત્ર પ્રમાણમાં શીખ લોકો વસે છે.

શીખ 
વૈશ્વિક સ્તરે શીખની વસતી અને ઐતિહાસિક સ્થાળાંતરણ શૈલી દર્શાવતો નકશો (Est. 2004).

પંજાબમાંથી શીખોના સ્થળાંતરનો દર ઊંચો રહ્યો છે. અંગ્રેજીભાષી રાષ્ટ્રોમાં, ખાસ કરીને યુનાઈટેડ કિંગડમ, શીખ લોકોનું સ્થળાંતર વધું રહ્યું છે એમ પરંપરાગત રીતે જોવા મળ્યું છે. પાછલા એક દશક દરમિયાન પરદેશગમનની પ્રક્રિયાના ચુસ્ત નિયમોની જેવા કારણોને લીધે આ પરંપરા હવે બદલાઈ છે. મોલિનર (2006)માં જણાવવામાં આવ્યું છે કે, 1970ના દશકના ઉત્તરાર્ધથી યુકેમાં શીખ લોકોનું સ્થળાંતર અશક્ય જેવું બન્યું છે, તેના પરિણામે શીખો હવે યુરોપ ખંડમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. ઈટાલી હવે શીખોનું જ્યાં સૌથી ઝડપી સ્થળાંતર થતું હોય તેવા દેશ તરીકે ઉભરી આવ્યો છે. ઈટાલીના રેજિયો એમિલિયા અને વિસેન્ઝા પ્રાંત શીખ સમુદાયની નોંધાત્ર વસતી ધરાવતા વિસ્તારો બન્યાં છે. ઈટાલીમાં રહેનારા શીખો સામાન્યતઃ કૃષિ, એગ્રો-પ્રોસેસિંગ, મશીન ટૂલ્સ અને હોર્ટિકલ્ચરના ક્ષેત્રે પ્રવૃત્ત છે.

મુખ્યત્વે સામાજિક-આર્થિક પરિબળોને કારણે, ભારતીય શીખો 16.9 ટકાનો (1991-2001) ભારતના મહત્ત્વના ધાર્મિક જૂથો પૈકીનો સૌથી ઓછો એડજસ્ટેડ ડિકેડલ વૃદ્ધિ દર ધરાવે છે. જ્હોન્સન એન્ડ બેરેટે (2004) એવો અંદાજ મૂક્યો છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શીખોની વસતીમાં દર વર્ષે 3,92,633 લોકોની વૃદ્ધિ થાય છે. 2004ના આંકડાના અધારે વસતીમાં દર વર્ષે 1.7 ટકાની આગેકૂચ થાય છે. જન્મ, મૃત્યુ અને ધર્મ પરિવર્તન જેવા પરિબળોને ધ્યાનમાં લીધા બાદ આ વૃદ્ધિદર મેળવવામાં આવ્યો છે.

પ્રતિનિધિત્વ

શીખ 
યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કર્યા બાદ અમેરિકાના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ ડીક ચેની સાથે હાથ મિલાવતા વડાપ્રધાન મનમોહનસિંઘ, હાઉસના ભૂતપૂર્વ સ્પીકર ડેનીસ હેસ્ટર્ટ તેમની તરફ જોઇ રહ્યાં છે.

ભારતના હાલનાં વડાપ્રધાન મનમોહન સિંઘ ભારતીય રાજકારણમાં શીખોનું પ્રતિનિધત્વ કરે છે, તેઓ સરકારના વડાં છે તથા પરમાણું બટન સહિતની સર્વોચ્ચ સત્તા ધરાવે છે. મનમોહન સિંઘ ઉપરાંત ભારતીય આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંઘ આહલુવાલિયા પણ આ સંપ્રદાયમાંથી આવે છે. પંજાબના હાલના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંઘ બાદલ શીખ છે. ભારતના ભૂતપૂર્વ શીખ રાજકારણીઓમાં ભારતના રાષ્ટ્રપતિ (ભૂતપૂર્વ)જ્ઞાની ઝૈલ સિંઘ, ભારતીય સંસદના અધ્યક્ષ ડો. ગુરદયાલ સિંઘ ધિલ્લોનનો સમાવેશ થાય છે. ભૂ.પૂ. કેન્દ્રીય પ્રધાન, ભારતના સ્વાધિનતા સંગ્રામના પ્રસિદ્ધ શીખ નેતા અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પ્રતાપસિંઘ કૈરોંનો પણ સમાવેશ થાય છે.

શીખ સંપ્રદાયના જાણીતા રાજકારણીઓમાં યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં ચૂંટાનારા સૌપ્રથમ એશિયન અમેરિકન દલિપ સિંઘ સૌંદ, ડ્યુન્ડિનની ભૂતપૂર્વ મોયેરસ સુખી ટર્નર, હાલનાં યુકે પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી પરમજીત ધંડા એમપી અને કોમનવેલ્થ રાષ્ટ્રોના ઇતિહાસમાં કોઇ સંસદમાં એક સાથે બેસનારા સૌપ્રથમ દંપતી ગુરમંત ગ્રેવાલ અને નિના ગ્રેવાલ અને કેનેડિયન શેડો સોશિયલ ડેવલપમેન્ટ પ્રધાન રૂબી ધલ્લા એમપીનો સમાવેશ થાય છે. વિક ધિલ્લોન કેનેડાના પ્રસિદ્ધ શીખ રાજકારણી છે અને ઓન્ટેરિયોની ધારાસભાનાં વર્તમાન સભ્ય છે. ઉજ્જલ દોસંજાહ જુલાઈ 2004થી લઈને ફેબ્રુઆરી 2005 દરમિયાન બ્રિટીશ કોલમ્બિયાની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના વડા રહ્યાં હતા, અને હાલમાં તેઓ ઓટ્ટાવામાં લિબરલ ફ્રન્ટબેન્ચ એમપી તરીકે સેવા આપે છે. મલેશિયામાં, 2008ની સામાન્ય ચુંટણીમાં બે શીખ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ બેમાં કરપાલ સિંઘ (બુકિટ જેલ્યુગર) અન તેમના પુત્ર ગોબિંદ સિંઘ દેવ (પુચોંગ)નો સમાવેશ થાય છે. જ્યારે, અન્ય બે શીક ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે જેમાં જગદીપ સિંઘ દેવ (દાતુક કેરામત) અને કેશવિંદરસિંઘ (માલિમ નવાર)નો સમાવેશ થાય છે.

અમેરિકામાં, સાઉથ કેરોલિના ગ્યુબેરેટોરિયલ રેસમાં મોખરે રહેલા રિપબ્લિકન નોમિની નિક્કી હેલે શીખ મૂળના છે.

ભારતીય સૈન્યની તમામ રેન્કમાં શીખોનું પ્રતિનિધિત્વ આશરે 10-15 ટકા અને સૈન્યના ઓફિસરોમાં 20 ટકા જેટલું છે. ભારતની વસતીમાં શીખોનો ફાળો માત્ર 1.87 ટકા છે, તેમછતાં કોઈ પણ સામાન્ય ભારતીયની તુલનાએ ભારતીય સૈન્યમાં શીખોની સૈનિક અથવા અધિકારી બનવાની શક્યતા આશરે 10 ગણી વધુ હોય છે. શીખ રેજિમેન્ટ સૌથી વધુ ઉચ્ચ કક્ષાના સન્માનો ધરાવે છે અને તેને ભારતીય સૈન્યની સૌથી બહાદુર, શક્તિશાળી અને કૌશલ્યસભર રેજિમેન્ટ માનવામાં આવે છે. આ રેજિમેન્ટને 73 યુદ્ધ સન્માનો, 14 વિક્ટોરિયા ક્રોસ, 21 ફર્સ્ટ ક્લાસ ઈન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ (વિક્ટોરિયા ક્રોસને સમકક્ષ) , 15 થિયેટર ઓનર્સ, 5 સીઓએએસ યુનિટ સાઈટેશન, 2 પરમવીર ચક્ર, 14 મહાવીર ચક્ર, 5 કિર્તી ચક્ર, 67 વીર ચક્ર અને 1596 અન્ય વીરતા પુરસ્કારો મળેલા છે. ભારતીય વાયુ સેનાના ઇતિહાસમાં સૌથી ઉચ્ચ હોદ્દો મેળવનાર જનરલ પંજાબી શીખ હતા, જેમનું નામ હતું માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન સિંઘ. એમઓડીના ઈનફન્ટ્રીની સુધારણા કરવાની યોજનાના ભાગરૂપે જૂન 2007માં યુકે શીખ રેજિમેન્ટ વિખેરી નાખવામાં આવી હતી, જેને લીધે યુકેના શીખ સમાજ અને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સને હતાશા સાંપડી હતી.

શીખ 
અલબર્ટા, કેનેડામાં ગુરુદ્વારા તરીકે ઓળખાતું શીખ મંદિર

ઐતિહાસિક દૃષ્ટિએ, મોટાભાગના ભારતીયો ખેડૂત છે અને આજે પણ બે તૃતીયાંશ અથવા 66 ટકા ભારતીયો ખેડૂત છે. ભારતના શીખો પણ આ પ્રવાહથી અલગ નથી અને તેઓ ખેતીવાડીના કારોબારમાં રોજગાર મેળવે છે. 2001ની ભારતની વસતી ગણતરીમાં જણાઈ આવ્યું હતું કે પંજાબની કામ કરતી વસતીનો 39 ટકા હિસ્સો (રાષ્ટ્રીય સરેરાશથી નીચે) આ ક્ષેત્રે રોજગારી મેળવે છે. 1960ના દશકમાં ભારતે હરિયાળી ક્રાંતિ દ્વારા કૃષિ ક્ષેત્રે સફળતા મેળવી હતી અને અછતમાંથી છતની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ક્રાંતિને લીધે ભારતે કૃષિ ક્ષેત્રે આત્મસમ્માન હાંસલ કર્યું હતું. આ સફળતા શીખોની બહુમતી ધરાવતા પંજાબ રાજ્યમાં સર્જાઈ હતી, જેને કારણે આ રાજ્ય ભારતના “ઘઉંનાં કોઠાર” તરીકે ઓળખાવા લાગ્યું. શીખોની બહુમતી ધરાવતું પંજાબ રાજ્ય આંકડાની દૃષ્ટિએ ભારતનું સૌથી સમૃદ્ધ (માથાદીઠ) રાજ્ય પણ છે. રાજ્યનો સરેરાશ પંજાબી સૌથી ઊંચી માથાદીઠ આવક મેળવે છે, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ 3 ગણી વધુ છે. ભારતીય ખેડૂતો તેમની ખેતીવાડીની પદ્ધતિમાં વધુ અસરકારક બનાવે અને યાંત્રિક ટેકનિક્સ સ્વીકારે તે બાબતને હરિત ક્રાંતિમાં કેન્દ્રસ્થાને રખાઈ હતી. અત્રે નોંધનીય છે કે હરિત ક્રાંતિમાં પંજાબમાં વીજકરણ, સહકારી ધિરાણ, નાનાં હોલ્ડિંગ્સનું એકીકરણ અને બ્રિટીશ રાજે વિકસાવેલી વર્તમાન કેનાલ સિસ્ટમનો પણ ફાળો હતો. સ્વીડનનાં પોલિટિકલ સાયન્ટિસ્ટ, ઈશ્તિઆક અહેમદ જણાવે છે કે, ભારતની હરિત ક્રાંતિની સફળતામાં ‘શીખ ખેડૂત, ઘણું કરીને જાટ લોકો કારણભૂત હતા જેમની હિંમત, ખંત-ધૈર્ય, સાહસિકતાનો જુસ્સો તથા બાહુબળ નિર્ણાયક સાબિત થયું હતું.’ જો કે, હરિત ક્રાતિના તમામ પાસા લાભદાયી નહોતા. ભારતીય ભૌતિકશાસ્ત્રી વંદના શિવા એવી દલીલ કરે છે કે હરિત ક્રાંતિએ કુદરત તથા સમાજ ઉપર વિજ્ઞાનની નકારાત્મક અને વિનાશક એવી અદ્રશ્ય અસર કરી છે; thus having been separated from their material and political roots in the science system, when new forms of scarcity and social conflict arose they were linked not to traditional causes but to other social systems e.g. religion. તેથી જ શિવાની એવી દલીલ છે કે હરિત ક્રાંતિ વડે અનાજની વિપુલતામાં વધારો થયો હતો, તેમ છતાં આ ક્રાંતિ પંજાબી શીખ અને હિંદુ વચ્ચેના સાંપ્રદાયિક તણાવનું કારણ બની હતી.

પંજાબી શીખો વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છે જેમ કે વૈજ્ઞાનિક, ઈજનેર અને ડોક્ટર; આ પ્રકારના નામાંકિત પંજાબી શીખોમાં મેનહટન પ્રોજેક્ટમાં કામ કરનારા અણુ વૈજ્ઞાનિક પ્રોફેસર પ્યારા સિંઘ ગિલ, ઓપ્ટિક સાયન્ટિસ્ટ (ફાઈબર ઓપ્ટિક્સના પિતામહ) ડો. નરિન્દરસિંઘ કપાની, ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાન લેખક/ પ્રસારણકર્તા સિમોન સિંઘ તથા કૃષિ વૈજ્ઞાનિક પ્રોફેસર બલદેવસિંઘ ધિલ્લોનનો સમાવેશ થાય છે.

વેપારના ક્ષેત્રે, યુકે-સ્થિત ન્યૂ લૂક અને થાઈલેન્ડ-સ્થિત જસપાલ જેવી ક્લોથિંગ રીટેઈલર્સ/ બ્રાન્ડ્સ શીખો દ્વારા શરૂ કરવામાં આવી છે. ભારતની સૌથી વિશાળ ફાર્માસ્યુટિકલ કંપની રેનબેક્સી લેબોરેટરીઝનું નેતૃત્વ શીખ લોકો કરે છે. યુકે-સ્થિત તમામ ધાર્મિક સંપ્રદાયો પૈકી યુકેમાં રહેનારા શીખોનો ઘર માલિકીનો દર સૌથી ઊંચો-82 ટકા છે. યુકેમાં રહેતા તમામ ધર્મના લોકો પૈકી યહુદીઓ બાદ શીખો સહુથી સમૃદ્ધ છે. તેમની કુલ હાઉસહોલ્ડ સંપત્તિ 229,000 પાઉન્ડ છે. સિંગાપોરમાં, કરતાર સિંઘ ઠકરાલે પોતાના કુટુંબનો ટ્રેડિંગ કારોબારમાંથી 1.4 બિલિયન ડોલર જેટલી કુલ સંપત્તિ ધરાવતી એક વાણિજ્યિક સંસ્થા, ઠકરાલ હોલ્ડિંગ્સ/કોર્પ ઊભી કરી છે. ઠકરાલ સિંગાપોરના 25માં સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે. બોબ સિંઘ ધિલ્લોન સૌપ્રથમ ઈન્ડો-કેનેડિયન અબજોપતિ છે અને તેઓ એક શીખ છે. ઉત્તર અમેરિકામાં, ખાસ કરીને કેલિફોર્નિયાની ફળદ્રુપ સેન્ટ્રલ વેલીમાં, સ્થળાંતર કરી ગયેલો શીખો જેટલી પ્રગતિ અને સફળતા શીખ સંપ્રદાયમાં કોઈને મળી નથી. શીખોની ખેતીવાડીની આવડત અને કડક મહેનત કરવાની તેમની તૈયારીને લીધે તેઓ મામૂલી પરદેશી કામદારોમાંથી કેલિફોર્નિયાની અધિકાંશ ખેતીવાડી સંભાળનારા જમીન માલિકો બન્યાં છે. આજે હરભજનસિંઘ સામરા અને દિદારસિંઘ બૈંસ જેવા અમેરિકન શીખ ખેડૂતો કેલિફોર્નિયાના કૃષિક્ષેત્ર પર નિયંત્રણ ધરાવે છે તથા તેઓ સામાન્ય બોલચાલની શૈલીમાં અનુક્રમે “ઓકરા” અને “પીચ” કિંગ્સ તરીકે ઓળખાય છે.

શીખ ધર્મનાં ખ્યાતનામ બૌદ્ધિકો, રમતવીરો અને કલાકારોમાં પીઢ લેખક ખુશવંત સિંઘ, ઈંગ્લેન્ડનાં ક્રિકેટર મોન્ટી પાનેસર, 400 મીટરનો ભૂતપૂર્વ વિશ્વ વિક્રમ સર્જક મિલ્ખા સિંઘ, અને ભારતનાં સૌથી સફળ ઓફ સ્પીનર ક્રિકેટર હરભજન સિંઘ, પરમિંદર નાગરા, નમ્રતા સિંઘ ગુજરાલ, આર્ચી પંજાબી જેવા કલાકારો અને ગુરિંદર ચડ્ઢા જેવા નિર્દેશકોનો સમાવેશ થાય છે.

શીખોએ વિશ્વનાં મોટાભાગના હિસ્સાઓમાં સ્થળાંતર કરેલું છે અને તેમના વ્યવસાયો તેમનાં દેખાવની જેટલા જ વૈવિધ્યસભર છે. ભારતીય ઉપખંડનો શીખ સમુદાય વિવિધ લોકોના જૂથોનો બનેલો છે કારણકે શીખ ગુરુઓએ વંશીય અને સામાજિક સુમેળનો ઉપદેશ આપ્યો હતો. શીખ સમાજમાં વિવિધ વંશના લોકો, જાતિઓ અને સામાજિક-આર્થિક જૂથોનો સમાવેશ થાય છે. મુખ્ય સમુદાયોમાં (1,000થી વધુ સભ્યો ધરાવતા) :આહલુવાલિયા, અરૈન, અરોરા, ભાત્ર શીખ(રૌધ), બૈરાગી, બનીયા, બસિથ, બાવરીયા, બાઝીગર, ભાબ્રા, બ્રાહ્મણ, ચમાર, છીમ્બા, દરજી, ધોબી, ગુજર, જાટ, ઝીંવાર, કહાર, કમ્બોજ, ખત્રી, કુંભાર, લબાણા, લુહાર, માહતમ, મઝહબી, મેઘ, મિરાઝી, મોચી, નાઈ, રાજપૂત, રામગરીયા, સૈની, સરેરા, સિકલિગર, સુનાર, સુધ, તારખન અને ઝારગરનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો] ભારતમાં, જાટ અને ખત્રી લોકોનું જૂથ 11,855,000ની વસતી ધરાવે છે, ત્યારપછીના ક્રમે અનુક્રમે મઝહબી 2,701,000ની વસ્તી, તરખાન 1,091,000 લોકોની વસતી, શીખ રાજપુતો 7,69,000ની વસતી અને ખત્રીઓની વસતી 2,90,000 લોકોની છે. આહલુવાલિયા, ખત્રી, જાટ, લુહાર, કંબોજ, ગુજ્જર, રાજપુત અને રામઘરિયા એકબીજા સાથે સંબંધ ધરાવે છે અને તેઓ ઈન્ડો-સાયથિનીયન મૂળ તેમજ દંતકથારૂપ આર્ય મૂળના લોકો છે.

પંજાબી શીખોનું એક એવુ પણ જૂથ ઉભર્યુ છે જે તેમની જાતને અકાલી તરીકે ઓળખાવે છે. આ જૂથ મહારાજા રણજિત સિંહના સમયથી અસ્તિત્વમાં છે. તેમના નેતા જનરલ અકાલી ફુલા સિંઘની નેતૃત્ત્વ હેઠળ તેઓ શીખ સામ્રાજ્ય માટે ઘણી લડાઇઓ જીત્યા હતા.

ભારત અને બ્રિટીશ સૈન્યમાં શીખો

પ્રથમ વિશ્વયુદ્ધનાં પ્રારંભ સમયે, બ્રિટીશ હિંદ સૈન્યમાં શીખોની કુલ સંખ્યા આશરે 1,00,000 હતી, જે બ્રિટીશ હિંદ સૈન્યના 20 ટકા હિસ્સા જેટલી હતી. 1945 સુધીમાં, શીખોને 14 વિક્ટોરિયા ક્રોસ એનાયત કરાયા. શીખ રેજિમેન્ટનું કદ નજર સમક્ષ રાખીએ તો તે એક વિક્રમ છે. 2002માં, લંડન ખાતેના બંકિંગહામ મહેલની નજીકની કોન્સ્ટિટ્યુશન હિલ ઉપરનાં મેમોરિયલ ગેટ્સનાં પેવેલિયન સ્મારક ઉપર તમામ શીખ વિક્ટોરિયા ક્રોસ અને જ્યોર્જ ક્રોસ વિજેતાઓના નામ અંકિત કરીને આ તમામ વિજેતાઓનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. આ સ્મારક ભવન પાછળ પંજાબી ભારતીય અને બીજા વિશ્વયુદ્ધનાં નાયક તથા પીઢ સૈનિક અને એક્સ-સર્વિસ લીગ (પંજાબ અને ચંદીગઢ)નાં પ્રમુખ લેફ્ટનન્ટ કર્નલ છનન સિંઘ ધિલ્લોને (નિવૃત્ત) મુખ્ય ભૂમિકા ભજવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, શીખ બટાલિયને ઈજિપ્ત, પેલેસ્ટાઈન, મેસોપોટેમિયા, ગાલીપોલી અને ફ્રાન્સમાં યુદ્ધ ખેલ્યાં હતા. બીજા વિશ્વયુદ્ધમાં શીખ રેજિમેન્ટની છ બટાલિયનો મોકલવામાં આવી હતી, જેમણે અલ અમીન અને બર્મા, ઈટાલી તથા ઈરાકમાં સેવા આપી હતી અને 27 યુદ્ધના બહુમાનો મેળવ્યાં હતા.

વિશ્વભરમાં શીખોની અંતિમક્રિયા કોમનવેલ્થ અંતિમક્રિયા સ્થળમાં કરવામાં આવે છે.

    "In the last two world wars 83,005 turban wearing Sikh soldiers were killed and 109,045 were wounded. They all died or were wounded for the freedom of Britain and the world, and during shell fire, with no other protection but the turban, the symbol of their faith."|General Sir Frank Messervy
    "British people are highly indebted and obliged to Sikhs for a long time. I know that within this century we needed their help twice [in two world wars] and they did help us very well. As a result of their timely help, we are today able to live with honour, dignity, and independence. In the war, they fought and died for us, wearing the turbans."|Sir Winston Churchill

સરાગરહીનું યુદ્ધ

શીખ સૈન્યના ઇતિહાસમાં સારાગરહીનું યુદ્ધ સૌથી મોટા યુદ્ધો પૈકીનું એક માનવામાં આવે છે. 12 સપ્ટેમ્બર, 1897ના રોજ, હવાલદાર ઈશર સિંઘની આગેવાની હેઠળ 36 શીખ્સનાં 21 સૈનિકોની ટુકડીએ 10,000 અફઘાનોના હુમલાનો કલાકો સુધી સામનો કર્યો હતો. શરણે જવાને બદલે તમામ 21 સૈનિકોએ લડીને મરવાનું પસંદ કર્યું હતું. તેમનાં આ બલિદાનની સરાહનારૂપે, બ્રિટીશ સંસદે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને તે પૈકીના પ્રત્યેકને ઈન્ડિયન ઓર્ડર ઓફ મેરિટ (વિક્ટોરિયા ક્રોસની સમકક્ષ) એનાયત કર્યો હતો. દર વર્ષે 12 સપ્ટેમ્બરના દિવસે વિશ્વભરના શીખો આ યુદ્ધને સારાગરહી ડેના રૂપે યાદ કરે છે.

સ્વાતંત્રતા પૂર્વે : સ્વતંત્રતા સંગ્રામમાં શીખોનું યોગદાન અને તેમને અપાયેલા વચનો

બ્રિટીશરોથી સ્વતંત્ર બનવા માટે ભારતના સંઘર્ષમાં શીખોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શીખોએ પોતાની વસ્તીની તુલનાએ ખૂબ વધારે બલિદાન આપ્યું હતું (ભારતની કુલ વસતીમાં શીખોનું પ્રતિનિધિત્વ 2 ટકા કરતા પણ ઓછું છે).

નીચેના આંકડા સ્વતંત્રતા સમયે કોંગ્રેસ પક્ષના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા.

  • બ્રિટીશરોના જુલમ દરમિયાન માર્યા ગયેલા 2,125 ભારતીયો પૈકી, 1550 (73 ટકા) શીખો હતા.
  • આંદમાન ટાપુ (જ્યાં બ્રિટીશરો રાજકીય અને રીઢા ગુનેગારોને દેશનિકાલ કરતા હતા) પર આજીવન કેદની સજા માટે મોકલી અપાયેલા 2,646 ભારતીયો પૈકી, 2147 (80 ટકા) શીખો હતા.
  • ફાંસીએ ચઢાવાયેલા 127 ભારતીયો પૈકી, 92 (80 ટકા) શીખો હતા.
  • જલિયાવાલાં બાગ ખાતે માર્યા ગયેલા 1,302 પુરૂષ, સ્ત્રી અને બાળકો પૈકી, 799 (61 ટકા) શીખો હતા.
  • ઈન્ડિયન લિબરેશન આર્મીની 20,000 રેન્ક્સ તથા અધિકારીઓ પૈકી, 12,000 (60 ટકા) શીખો હતા.
  • સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન માર્યા ગયેલા 121 લોકો પૈકી, 73 (60 ટકા) શીખો હતા.
  • સત્તાનાં હસ્તાંતરણ માટે બ્રિટીશરો સાથેની વાટાઘાટોમાં શીખો ત્રીજા પક્ષ તરીકે સામેલ હતા. જો કે, શીખોની અપૂરતી નેતાગીરી, ખોટા સ્થાને મૂકાયેલા ભરોસાં અને ખોટાં વચનોને લીધે શીખોએ સત્તા ઉપર તેમનો દાવો ગુમાવી દીધો હતો.
  • 1929માં, લાહોરમાં શીખો દ્વારા એક વિશાળ શાંતિપ્રિય સ્વાધિનતા રેલી યોજવામાં આવી હતી. ટાઈમ્સના શબ્દોમાં કહીએ તો, 5,00,000 લોકોના મજબૂત સરઘસે “કોંગ્રેસને શરમમાં મૂકી દીધી હતી.” ગાંધી અને નહેરૂ શીખ આગેવાનોને મળ્યાં અને તેમણે શીખ-હિંદુ એકતા, એક ભારત દેશ કે જેમાં શીખોની તમામ લાગણીઓ (સામાજિક, આર્થિક અને ધાર્મિક)ની સંભાળ રખાશે, એવો વિચાર આગળ વધાર્યો અને નીચે પ્રમાણેના પ્રભાવી વચન આપવામાં આવ્યાં.

નીચે મુજબના વચનો આપવામાં આવ્યા હતાઃ

  • “ચાલો, ઈશ્વરને એક એવા જોડાણનો સાક્ષી બનાવીએ કે જે મને અને કોંગ્રેસને આપની સાથે જોડી દે. અમને દગો થશે એવી દહેશત અમારા શીખ મિત્રોએ રાખવી જોઈએ નહી. જો એવું હોય પણ, તો એકમાત્ર કોંગ્રેસ જ નહી, પરંતુ સમગ્ર દેશનું નુકશાન થશે. વધુમાં, શીખો બહાદુર લોકો છે. તેઓ જાણે છે કે જો જરૂરત ઉભી થાય તો ઇશ્વર અને માનવને ધ્યાનમાં રાખીને હથિયારોનો ઉપયોગ કરીને પોતાના અધિકારોની રક્ષા કેવી રીતે કરવી."(યંગ ઈન્ડિયા 19 માર્ચ 1931)
  • “શીખોને સંતોષ ન થાય તેવું કોઈ પણ બંધારણ કોંગ્રેસને સ્વીકાર્ય હશે નહીં” (કલેક્ટેડ વર્કસ ઓફ એમ. કે. ગાંધી, વોલ્યૂમ 58, પેજ 192)
  • “પંજાબના બહાદુર શીખો ખાસ વિચારણાના અધિકારી છે. જ્યાં શીખો આઝાદીની રોનક માણી શકે એવો ઉત્તરમાં એક વિસ્તાર અને એક માળખું રચવામાં મને કશું ખોટું જણાતું નથી.” (જવાહરલાલ નહેરૂ, કોંગ્રેસની બેઠકઃ કલકત્તા- જુલાઈ, 1944)
  • આઝાદી બાદ શીખોની માતૃભુમિ પંજાબ વિભાજિત થઈ ગઈ અને શીખોને ભારે નુકશાન થયું. નાનકાના સાહિબ, પંજા સાહિબ અને અન્ય ઘણાં શીખ ધર્મસ્થળો સહિત પંજાબનું પાટનગર લાહોર પાકિસ્તાનને આપી દેવામાં આવ્યું. શીખોની માલિકીની મોટાભાગની ફળદ્રુપ જમીન પૈકીની આશરે 75 ટકા જમીન પાકિસ્તાન લઈ ગયું. ભાગલા દરમિયાન 5,00,000 પૂરૂષો, સ્ત્રીઓ અને બાળકોએ જીવ ગુમાવ્યા હતા.

પશ્ચિમી વિશ્વમાં શીખ ધર્મ

શીખ 
ટોરોન્ટો, કેનેડામાં શીખ નવું વર્ષ ઉજવતા શીખ

શીખો પાઘડી પહેરે છે (જે મધ્ય પૂર્વીય પાઘડીઓ કરતાં જો કે જૂદી છે) અને શીખોની સંખ્યા ઓછી છે, તેથી પશ્ચિમી દેશોમાં વસતા શીખો સાથે ઘણીવાર એવા પ્રસંગો બન્યાં છે કે જેમાં તેમને મધ્ય પૂર્વીય મુસ્લિમ શખ્સ તરીકે ધારી લેવામાં આવે છે. આના કારણે પશ્ચિમી દેશોમાં વસતા શીખોની વિરુદ્ધમાં ગેરસમજપૂર્ણ વ્યવહાર થયો છે. ખાસ કરીને ૯/૧૧ના આંતકવાદી હુમલા અને તાજેતરનાં ઈરાક યુદ્ધના સંદર્ભમાં આવી ઘટનાઓ બની હતી.

11 સપ્ટેમ્બર, 2001 હુમલા બાદ, કેટલાક લોકોએ શીખોને આતંકવાદીઓ અથવા તાલિબાનનાં સભ્યો સાથે સંલગ્ન હોવાનું જણાવ્યું હતું. આ હુમલાના અમુક દિવસ બાદ બલબીર સિંઘ સોઢી નામનાં એક શીખ વ્યક્તિની ફ્રેન્ક રૂક નામના માણસે ગોળી મારીને હત્યા કરી હતી. ફ્રેન્કને જાણવા મળ્યું હતું કે મૃતક અલ-કાયદા સાથે જોડાણ ધરાવતો હતો. સીએનએનએ જણાવ્યા પ્રમાણે, યુનાઈટેડ સ્ટેટ્સ અને યુકેમાં શીખ વ્યક્તિઓ વિરુદ્ધ તિરસ્કારપૂર્ણ ગુનાઓમાં વધારો થયો છે.

શીખ ધર્મમાં ક્યારેય સક્રિય ધર્માંતરણની માગ કરવામાં આવી નથી, શીખો માનવતામાં માનનારાં સજાતીય સમૂહ તરીકે રહ્યાં છે.[સંદર્ભ આપો] જો કે, હરભજન સિંઘ યોગીની કુંડલિની યોગ કેન્દ્રી થ્રીએચઓ(હેપ્પી, હેલ્થી, હોલિ) ઓર્ગેનાઈઝેશનની ગતિવિધિઓને કારણે, શીખ ધર્મના બિન-ભારતીય અનુયાયીઓમાં સામાન્ય વધારો થયો છે. 1998માં થ્રીએચઓના શીખો, કે જેમને સામાન્ય બોલચાલની ભાષામાં ‘ગોરા’ (ਗੋਰਾ) અથવા ’સફેદ’ શીખ તરીકે ઓળખવામાં આવે છે, તેમની સંખ્યા કુલ 7,800ની હોવાનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. આ સંસ્થાના શીખો મુખ્યત્વે ઈસ્પાનોલા, ન્યુ મેક્સિકો, લોસ એન્જિલસ અને કેલિફોર્નિયાની આસપાસ વસે છે. તાજેતરમાં, ઓરેગોનમાં શિક્ષકો અને સરકારી અધિકારીઓ દ્વારા પાઘડી ધારણ કરવા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાને બદલવા માટે શીખો તથા કાઉન્સિલ ઓન અમેરિકન-ઈસ્લામિક રિલેશન્સ એકસાથે મળીને કામગીરી કરી રહ્યાં છે.

કલા અને સંસ્કૃતિ

શીખ 
હરમિન્દર સાહિબ, સિર્કા 1870

શીખ કલા અને સંસ્કૃતિ અને પંજાબ પ્રદેશ એકબીજાના સમાનાર્થી છે. ગ્રીક, મોગલ અને પર્શિયન જેવી સંસ્કૃતિઓના આક્રમણોને લીધે અનેક સંસ્કૃતિઓનો સંગમ ધરાવતા પંજાબ રાજ્યને ભારતનું ‘મેલ્ટિંગ પોટ’ (અહીં નવરચનાની ભૂમિ) કહેવામાં આવે છે. પંજાબ રાજ્યનું નામ પાંચ નદીઓના સંગમ પરથી પડ્યું છે, આમ પંજાબની સંસ્કૃતિ અને પંજાબ એકબીજાના પર્યાયરૂપ છે. તેથી જ, શીખ સંસ્કૃતિ વિવિધ સંસ્કૃતિઓથી મહદઅંશે માહિતગાર છે.

શીખ ધર્મે સ્થાપત્યનાં એક આગવા સ્વરૂપની રચના કરી છે જેને ભટ્ટી ‘ગુરૂ નાનકનાં સર્જનાત્મક આધ્યાત્મવાદ’થી પ્રેરિત હોવાનું વર્ણવે છે. આ પ્રકારના વ્યવહારિક આધ્યાત્મિકતા આધારિત શીખ સ્થાપત્યો ‘સર્વગ્રાહી માનવતાવાદનાં મૂક ઉદઘોષક છે'. શીખ સ્થાપત્યનું મુખ્ય પાસું છે ગુરદ્વારા જે અનેક સંસ્કૃતિઓનો સંગમ ધરાવતી પંજાબી સંસ્કૃતિનું મૂર્તિમંત સ્વરૂપ છે. ગુરુદ્વારામાં ઈસ્લામિક, સૂફી અને હિંદુ પ્રભાવ જોવા મળે છે. શીખ સામ્રાજ્યના સત્તાકાળમાં શીખ ધર્મની આગવી અભિવ્યક્તિના સર્જનનું સૌથી મોટું માધ્યમ હતું. મહારાજા રણજિત સિંઘે જેને શીખ શૈલી ના કહી શકાય તેવા કિલ્લાઓ, મહેલો, બંગા (રહેવા માટેના સ્થળો), કોલેજો વગેરેના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શીખ સ્થાપત્યના લક્ષણોમાં સોનાનો ઢોળ ધરાવતા અંદરથી પોલા ગુંબજ, નાના ઘુમ્મટ, કિઓસ્ક અને ચોરસ છત અને ફાનસ ધરાવતી પત્થરની અતિઅલંકૃત થાંભલીઓની હારનો સમાવેશ થાય છે. હરમિંદર સાહિબ શીખ શૈલી ના મુગટમાં મોરપિચ્છ સમાન છે.

શીખ સંસ્કૃતિમાં લશ્કરને છાજે એવી રીતરસમોનું નોંધપાત્ર પ્રભુત્વ છે જેનું ખાંડા સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે. શીખ ગુરૂઓનાં અવશેષો સિવાય મોટાભાગની શીખ કલાઓને લશ્કરની થીમ ધરાવે છે તેમાં કોઈ જ નવાઈ નથી. હોલા મોહલ્લા અને વૈશાખી જેવા શીખ ઉત્સવોમાં આ બાબત જોવા મળે છે. બન્ને તહેવારોમાં કૂચ અને શૌર્ય-બહાદુરી જોવા મળે છે.

શીખ ડાયસપોરાની કળા અને સંસ્કૃતિ અન્ય ઇન્ડો-ઇમિગ્રન્ટ જૂથ સાથે ભળી ગઇ છે જેમ કે 'બ્રિટીશ એશિયન', 'ઇન્ડો કેનેડીયન' અને 'દેશી સંસ્કૃત', પરંતુ એક વિશિષ્ટ સાંસ્કૃતિક ઘટના ઉભરી છે જેને 'રાજકીય શીખ' કહી શકાય. અમરજીત કૌર નંધ્રા અને અમૃત અને રવિન્દર્ કૌર સિંઘ ('ધ સિંગ ટ્વિન્સ') જેવા અગ્રણી ડાયસપોરા શીખની કળામાં શીખવાદ અને પંજાબની તાજેતરની બાબતો અંગે માહિતી આપવામાં આવી છે.

ભાંગડા અને ગિધા એ પંજાબી લોક નૃત્યકલાના બે સ્વદેશી સ્વરૂપ છે જેને પંજાબી શીખોએ પોતાને યોગ્ય, અનુકૂળ બનાવ્યું તથા તેમાં ફેરફાર કર્યાં છે. ભાંગડા એ શીખ નહી પણ પંજાબી નૃત્ય છે તેમછતાં પંજાબી શીખોએ આ નૃત્યકલાના સ્વરૂપને વિશ્વના ખૂણેખૂણામાં એ હદે ફેલાવ્યું છે કે ભાંગડાને શીખ સંસ્કૃતિથી અલગ પાડવું અશક્ય છે."

આધુનિક સમયમાં જાણીતા શીખ

શીખ 
ભારતના વડાપ્રધાનમનમોહન સિંહ યુ.એસ.એ.ના પ્રમુખ બરાક ઓબામા સાથે.
શીખ 
ઈંગ્લેન્ડના ક્રિકેટર મોન્ટી પાનેસર
શીખ 
ભારતીય અર્થશાસ્ત્રી અને સનદી અધિકારી, મોન્ટેકસિંહ આહલૂવાલિયા
  • અભિનવ બિન્દ્રા – ઓલિમ્પિકમાં વ્યક્તિગત રીતે (શૂટિંગમાં) સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય
  • અજીત સૈની – પંજાબી લેખક
  • એલેક્સી સિંઘ ગ્રેવાલ – ઓલિમ્પિકમાં સાયક્લિંગમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ અમેરિકન
  • અમૃતા શેરગિલ - જાણીતા શીખ લેખક, કવિ.
  • અર્જન સિંઘ – ભારતીય વાયુ દળના માર્શનલ, ભૂતપૂર્વ ચીફ ઓફ એર ફોર્સ સ્ટાફ
  • બળદેવ સિંઘ – ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા
  • બલતેજ સિંઘ ધિલ્લોન - રોયોલ કેનેડીયન માઉન્ટેડ પોલીસના પ્રથમ પાઘડીધારી સભ્ય
  • શહીદ ભગત સિંઘ – ભારતીય સ્વતંત્રતા ચળવળના ક્રાંતિકારી નેતા અને શહીદ
  • ભાઈમ મોહન સિંઘ સભરવાલ - બિઝનેસ દિગ્ગજ. રેનબેક્સી લેબોરેટરીઝ, ઇન્ડિયાના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન
  • ભાઈ સાહિબ ભાઈ વીર સિંઘ જી - જાણીતા શીખ લેખક, કવિ, દ્રષ્ટા, ઇતિહાસકાર.
  • બિશન સિંઘ બેદી - ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન
  • કેપ્ટન મોહન સિંઘ – ભારતીય રાષ્ટ્રીય લશ્કરના સ્થાપક
  • ધરમ સિંહ હયાતપુર – શીખ ક્રાંતિકારી નેતા
  • ધર્મેન્દ્ર – બોલીવૂડ અભિનેતા
  • ફૌજા સિંઘ – 99 વર્ષીય શીખ મેરેથોન દોડવીર
  • ગુરબક્ષ ચહલ – અમેરિકાનો ઉદ્યોગસાહસિક અને વિશ્વનો સૌથી નાની ઉંમરનો જાતે બનેલો અબજોપતિ
  • ગુરદયાલ સિંઘ ધિલ્લોન - ભારતીય લોકસભાના સ્પીકર (સંસદનું નીચલું ગૃહ).
  • હરચંદ સિંઘ લોંગોવાલ - 1870 અને 80ના દાયકામાં પંજાબમાં માનવ અધિકાર અને પંજાબના અધિકાર માટે અહિંસકલ લડત ચલાવનાર શીખ નેતા
  • હરભજન સિંઘ – ભારતીય ક્રિકેટર અને ટેસ્ટ મેચમા હેટ ટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર
  • હરભજન સિંઘ યોગી - શીખ ઉપદેશના શિક્ષક, થીએચઓ ફાઉન્ડેશનના સ્થાપક, શાંતિવાદી, સફળ ઉદ્યોગસાહસિક
  • હરદીપ સિંઘ કોહલી – સ્કોટલેન્ડના શીખ લેખક, પ્રસારણકર્તા અને ઉદઘોષક
  • જગજીત સિંઘ – ભારતીય ગઝલ ગાયક
  • જય સીન - યુકેનો પ્રખ્યાત પોપ સિંગર
  • દારા સિંઘ - વિશ્વનો પ્રખ્તાય કુસ્તીબાજ અને બોલીવૂડ કલાકાર
  • જીવ મિલખા સિંઘ – જાણતા ગોલ્ફર અને ઓલિમ્પિયન એથલિટ મિલખા સિંઘના પૂત્ર
  • જનરલ જોગિન્દર જસવંત સિંઘ – ભારતીય સૈન્ય ચીફ ઓફ આર્મી સ્ટાફ
  • કરતાર સિંઘ સરભા – ભારતની સ્વતંત્રતા ચળવળના નેતા અને શહીદ
  • કરપાલ સિંઘ - મલેશિયન અગ્રણી વિપક્ષ નેતા DAP
  • ખુશવંત સિંઘ - ભારતીય નવલકથાકાર અને પત્રકાર
  • ડો. મનમોહન સિંઘ – ભારતના વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી
  • માસ્ટર તારા સિંઘ – શીખ અને ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા
  • મિલખા સિંઘ (ફ્લાઇંગ શીખ ) – પદ્મશ્રી વિજેતા, ભૂતપૂર્વ 400 મીટર ટ્રેક વિક્રમ ધારક, સુવર્ણ ચંદ્રક (440 યાર્ડસ) '58 કોમનવેલ્થ ગેમ્સ ખાતે, સુવર્ણ ચંદ્રક (200 & 400 મીટર) '58 એશિયન ગેમ્સ ખાતે અને સુવર્ણ ચંદ્રક (200 મીટર) '62 એશિયન ગેમ્સમાં
  • મોહન સિંઘ કોકા કોલા, દિલ્હીના માલિક અને મૂળ ફ્રેન્ચાઇઝી માલિક, બિલ્ડર અને કોન્ટ્રાક્ટર.
  • મોન્ટેક સિંઘ આહલુવાલિયા - અર્થશાસ્ત્રી, ભારતીય આયોજન પંચના ઉપાધ્યક્ષ
  • મોન્ટી પાનેસર – અંગ્રેજી ક્રેકેટર
  • ડો. નરિન્દર સિંઘ કપાની – ઓપ્ટિક્સ વૈજ્ઞાનિક અને ફિલાન્થ્રોપિસ્ટ
  • નેહા ધૂપિયા – બોલીવૂડ અભિનેત્રી
  • પ્રોફેસર પ્યારા સિંઘ ગિલ – પરમાણુ વૈજ્ઞાનિક
  • સરદાર પ્રતાપ સિંઘ કૈરોન – શીખ અને ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા
  • રંજ ધારિવાલ (રણધિર સિંઘ ધારિવાલ), સુરે, બ્રિટીશ કોલમ્બિયા, કેનેડાના ક્રાઇમ ફિક્શન લેખક
  • રૌનક સિંઘ - ભારત સ્ટીલ ટ્યુબ્સ અને એપોલો ટાયર્સના સ્થાપક/ભૂતપૂર્વ ચેરમેન, બિઝનેસ દિગ્ગજ
  • રવિ બોપારા – અંગ્રેજી ક્રિકેટર
  • સરદાર હૂકમ સિંઘ - લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર
  • શાર્દુલ સિંઘ કવીશર – ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા
  • સંત જરનૈલ સિંઘ ભંદરાનવાલે – ખાલિસ્તાન ચળવળના નેતા
  • શહીદ ભગત સિંઘ - ભારતીય સ્વતંત્રતાની લડાઇના શહીદ
  • સાઇમોન સિંઘ - ગણિત અને વિજ્ઞાનના મુદ્દાઓ પરના લેખક
  • સન્ની દેઓલ – બોલીવૂડ અભિનેતા
  • શહીદ ઉધમ સિંઘ – ભારતીય ક્રાંતિકારી અને શહીદ
  • ઉજ્જલ સિંઘ - સંસદીય સચિવ 1937-1942, રાજ્યપાલ - તામિલનાડુ 1956-1961.
  • ઝૈલ સિંઘ - ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
  • કેપ્ટન અમરિન્દર સિંઘ પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી
  • પ્રકાશ સિંઘ બાદલ પંજાબના મુખ્યમંત્રી

લશ્કરમાં બહુમાન કરાયેલા પંજાબી શીખ

  • સુબેદાર-મેજર બહાદુર જગિન્દર સૈની, ઓબીઆઇ - સેકન્ડ ક્લાસ ઓર્ડર ઓફ મેરિટ અને સેકન્ડ ક્લાસ ઓર્ડર ઓફ બ્રિટીશ ઇન્ડિયા, લૂના યુદ્ધના નાયક, બેલ્જિયમ, પ્રથમ વિશ્વયુદ્ધ
  • કેપ્ટન ઇશ્વર સિંઘ – વિક્ટોરીયા ક્રોસ મેળવનાર પ્રથમ શીખ
  • બ્રિગેડીયર સુરિન્દર સિંઘ ટોન્ક - વિશિષ્ટ સેવા મંડળ, સેના મેડલ
  • કેપ્ટન ગુરબચન સિંઘ સલારીયા - મરણોત્તર પરમ વીર ચક્ર, કોન્ગોની કટોકટીની લડાઈ
  • વિંગ કમાન્ડર કરતાર સિંઘ ટોન્ક - શૌર્ય માટે બહુમાન મેળવનાર પ્રથમ આઇએએફ પર્સનલ
  • સુબેદાર-મેજર બહાદુર જાગિન્દર સિંઘ સૈની, ઓબીઆઇ - સેકન્ડ ક્લાસ ઓર્ડર ઓફ મેરિટ અને સેકન્ડ ક્લાસ ઓર્ડર ઓફ બ્રિટીશ ઇન્ડિયા, લૂના યુદ્ધના નાયક, બેલ્જિયમ, પ્રથમ વિશ્વયુદ્ધ
  • સુબેદાર જોગીન્દર સિંઘ - પરમ વીર ચક્ર, 1962 ભારત-ચીન યુદ્ધ નાયક
  • સિપાહી બન્ટા સિંઘ સૈની - બેટલ ઓફ ન્યુવે ચેપલ યુદ્ધ સ્મારક સમારંભ, પ્રથમ વિશ્વયુદ્ધ
  • લેફ્ટનન્ટ જનરલ હરબક્સ સિંઘ - શ્રેષ્ઠ શૌર્ય યોદ્ધો, 1947માં શ્રીનગર બચાવ્યું, જનરલ જે. એન. ચૌધરીના આદેશ અનુસરવાનો ઇનકાર કરી ખેમકરનનું યુદ્ધ જીત્યું, પાકિસ્તાનના મોટા આક્રમણ સામે લડાઇ આપી, 1965નું યુદ્ધ. તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભુષણ અને વીર ચક્ર એનાયત કરાયા હતા.
  • લેફ્ટનન્ટ જનરલ હરભજન સિંઘ બાંગા - પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
  • જ્ઞાન સિંઘ – વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો
  • મેજર હવાલદાર પ્રકાશ સિંઘ – વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો
  • નંદ સિંઘ – વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો
  • ગુરમુખ સિંઘ સૈની - ક્રોસ ઓફ સેન્ટ જ્યોર્જ એનાયત કરાયો
  • મેજર જનરલ હરદેવ સિંઘ ક્લેર –1965ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભૂમિકા માટે અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક એનાયત કરાયો અને ત્યાર બાદ 1971ના યુદ્ધમાં મહા વીર ચક્ર એનાયત કરાયો
  • લેફ્ટનન્ટ કરમજીત સિંઘ જજ – વિક્ટોરીયા ક્રોસ એનાયત કરાયો
  • બાના સિંઘ – પરમ વીર ચક્ર એનાયત કરાયો
  • કેપ્ટન ગુરુબચન સિંઘ સલારીયા – પરમ વીર ચક્ર એનાયત કરાયો
  • ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંઘ સેખોન – પરમ વીર ચક્ર (ભારતીય વાયુ દળનો આ બહુમાન મેળવનાર એક માત્ર ઓફિસર)
  • લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંઘ અરોરા – 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં 90000થી વધુ પાકિસ્તાની સૈનિકોની શરણાગતિ પર નજર રાખી.
  • જોગીન્દર સિંઘ (સુબેદાર) – પરમ વીર ચક્ર એનાયત કરાયો
  • લાન્સ કરમ સિંઘ – પ્રથમ વિશ્વયુદ્ધમાં મિલીટરી એવોર્ડ અને બાદમાં પરમ વીર ચક્ર એનાયત કરાયા (પરમ વીર ચક્ર મેળવનાર બીજી વ્યક્તિ)
  • શમશેર સિંઘ શેરી – કમ્યુનિસ્ટ નેતા

બહુમાન કરાયેલા અન્ય શીખ સૈનિકો

  • ઉદય સિંઘ ટોન્કને પરપલ હાર્ટ અને બ્રોન્ઝ સ્ટાર એનાયત કરાયા, અમેરિકન લશ્કરના ભાગ તરીકે ઇરાક યુદ્ધમાં મૃત્યુ પામનાર પ્રથમ ભારતીય
  • કરતાર સિંઘ ટોન્ક – ડિસ્ટીંગ્યુશ્ડ ફ્લાઇંગ ક્રોસ, શૌર્ય માટે બહુમાન કરાયેલ રોયલ ઇન્ડિયન ફોર્સનો સૌ પ્રથમ સૈનિક

સંદર્ભ અને નોંધો

વધુ વાંચન

  • ધ શીખ ઇન હિસ્ટરીઃ એ મિલેનીયમ સ્ટડી સંગત સિંઘ, નોએલ ક્વિન્ટન કિંગ દ્વારા ન્યૂ યોર્ક 1995. ISBN 81-7304-025-7
  • એ હિસ્ટરી ઓફ ધ શીખ્સ: વોલ્યૂમ 1: 1469–1838 ખુશવંત સિંઘ દ્વારા ઓક્સફોર્ડ ઇન્ડિયા પેપરબેક્સ (જાન્યુઆરી 13, 2005). ISBN 0-6709-1497-5.
  • ધ શીખ્સ પતવંત સિંઘ દ્વારા ઇમેજ (જુલાઈ 17, 2001). ISBN 0-907061-05-0
  • ધ શીખ્સ ઓફ ધ પંજાબ જે. એ. ગ્લેવાલ દ્વારા કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત(ઓક્ટોબર 28, 1998). ISBN 0-907061-05-0
  • ધ શીખ્સઃ હિસ્ટરી, રિલીજીયન એન્ડ સોસાયટી ડબલ્યુ. એચ. મેકલીઓડ દ્વારા કોલમ્બીયન યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત (એપ્રિલ 15, 1989). ISBN 0-907061-05-0
  • ધ શીખ ડાયસપોરા: ટ્રેડિશન એન્ડ ચેન્જ ઇન એન ઇમિગ્રન્ટ કમ્યુનિટી (એશિયન અમેરિકન્સ — રિકન્સેપ્ચ્યુલાઇઝેશન કલ્ચર, હિસ્ટરી, પોલિટિક્સ) માઇકલ એન્જીલો દ્વારા રુટલેજ દ્વારા પ્રકાશિત (સપ્ટેમ્બર 1, 1997). ISBN 0-907061-05-0

બાહ્ય કડીઓ

Tags:

શીખ આધ્યાત્મશીખ ઉપદેશશીખ પાંચ પ્રતીકોશીખ ઇતિહાસશીખ સંગીત અને વાદ્યોશીખ વિસ્તરણશીખ પ્રતિનિધિત્વશીખ ભારત અને બ્રિટીશ સૈન્યમાં ોશીખ પશ્ચિમી વિશ્વમાં ધર્મશીખ કલા અને સંસ્કૃતિશીખ આધુનિક સમયમાં જાણીતા શીખ સંદર્ભ અને નોંધોશીખ વધુ વાંચનશીખ બાહ્ય કડીઓશીખપંજાબસંસ્કૃત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દમણઅહલ્યાપુરાણરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાઅકબરડોંગરેજી મહારાજએપ્રિલ ૧૯ઓખાહરણકુદરતસુરેશ જોષીરુધિરાભિસરણ તંત્રસાપુતારાધ્વનિ પ્રદૂષણરાજીવ ગાંધીસંસ્કૃતિવિશ્વ વેપાર સંગઠનજાડેજા વંશસ્ટેચ્યુ ઓફ યુનિટીકાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનહાફુસ (કેરી)આદિ શંકરાચાર્યઆણંદ જિલ્લોસામાજિક સમસ્યાત્રિકોણમહાત્મા ગાંધીવલ્લભી વિશ્વવિદ્યાલયસોનુંપટેલહૃદયરોગનો હુમલોપાલીતાણાના જૈન મંદિરોમહેસાણા જિલ્લોહાઈકુગુજરાત ટાઇટન્સચેસમુસલમાનગોવાગુદા મૈથુનજેસોર રીંછ અભયારણ્યતત્વમસિપ્રેમાનંદતકમરિયાંવ્યાસભારતીય રિઝર્વ બેંકદ્વાપરયુગનરેન્દ્ર મોદી સ્ટેડિયમખાંટ રાજપૂતઅશોકદેવાયત પંડિતહોમિયોપેથીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાદશરથપ્રકાશસંશ્લેષણગુજરાતની નદીઓની યાદીમહિષાસુરરામસેતુપશ્ચિમ બંગાળકમ્પ્યુટર હાર્ડવેરગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવાંદરોપક્ષીરમત-ગમતરાવણશિવભૌતિકશાસ્ત્રહનુમાન મંદિર, સાળંગપુરદ્વારકાધીશ મંદિરસ્નેહલતાડીસાકલમ ૩૭૦ઈંડોનેશિયાભાથિજીબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમનમોહન સિંહખાદ્ય પદાર્થની સાચવણીપરબધામ (તા. ભેંસાણ)મધ્ય પ્રદેશ🡆 More