અથર્વવેદ

અથર્વવેદ (સંસ્કૃત: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે, જે અન્ય ત્રણ વેદો પછીથી લખાયો હોવાનું માનવામાં આવે છે.

અથર્વવેદનો અર્થ થાય છે અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે. આ વેદમાં આવી કુલ ૫૯૮૭ ઋચાઓ છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ સંહિતાઓ (સ્કંધ)માં વહેંચાયેલી છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મી સંહિતા સિવાયની બધી જ સંહિતા પદ્ય સ્વરૂપે રચાયેલી છે. ૨૦મી સંહિતામાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.

અથર્વવેદ
અથર્વવેદ સંહિતાની હસ્તપ્રતમાંથી એક પાનું

અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી હતી. અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.

અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે. જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઋગ્વેદસંસ્કૃત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉંઝાડેન્ગ્યુગુજરાતસાબરમતી નદીમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાવડનવસારી લોક સભા મતવિસ્તારભુજગોવાઈંટતત્ત્વખેતીસીતાદાદરા અને નગર હવેલી અને દમણ અને દીવઅંકિત ત્રિવેદીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદગુરુત્વાકર્ષણપ્લેટોઅદ્વૈત વેદાંતબિન્દુસારભારતીય ધર્મોએ (A)લોથલભરવાડસિતાંશુ યશશ્ચન્દ્રપાવાગઢરામદેવપીરઅલ્પેશ ઠાકોરનેપોલિયન બોનાપાર્ટગાંધારીદિવ્ય ભાસ્કરહાથીલોકમાન્ય ટિળકરાહુલ ગાંધીભારત સરકારપાણીપતની ત્રીજી લડાઈઅમદાવાદના દરવાજાઅમદાવાદહિંદુ ધર્મએલિઝાબેથ પ્રથમકોણાર્ક સૂર્ય મંદિરગુજરાત યુનિવર્સિટીયુનાઇટેડ કિંગડમવૈશ્વિક આબોહવા પરિવર્તનહવામાનજયંત પાઠકવિનોદ ભટ્ટમોરઉશનસ્ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસગુજરાતી લિપિરાવણભારતના રાષ્ટ્રપતિપાટીદાર અનામત આંદોલનકાકાસાહેબ કાલેલકરવાયુનું પ્રદૂષણભાષાનેપાળએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમકુમારપાળ દેસાઈગુજરાતી વિશ્વકોશપોરબંદરમોરારીબાપુજય વસાવડાવિક્રમ સંવતધારાસભ્યઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારપાંડવશાહબુદ્દીન રાઠોડપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)માધવરાયનો મેળો (માધવપુર ઘેડ)યુગજયંતિ દલાલજુનાગઢશરણાઈઅડાલજની વાવપર્યાવરણીય શિક્ષણભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓ🡆 More