યુગ: ચાર ચક્રનો એક ભાગ

હિંદુ ધર્મ પ્રમાણે, યુગ (સંસ્કૃત: युग) એ સમયનું એક માપ છે.

યુગ ચાર છે - સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ - જે દરેક તેના પછીના યુગ કરતા ૧/૪ ભાગનો સમય, ૪:૩:૨:૧ પ્રમાણમાં ધરાવે છે. આ ચારેય યુગ મળીને એક મહાયુગ ચક્ર પૂર્ણ કરે છે.

સૃષ્ટિની ઉત્પત્તિથી વિનાશ સુધીના સમયને એક બ્રહ્મદિન (કલ્પ) કહેવાય છે. એક કલ્પના ચૌદ મન્વન્તર ગણવામા આવે છે. દરેક મન્વન્તરમા ૭૧ ચતુર્યુગીનો સમાવેશ થાય છે. જે પૈકી હાલમાં સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. આ મુજબ અત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થયાને ૧,૯૭,૨૯,૪૯,૧૧૭ વર્ષ થાય.

કલ્પના ચૌદ મનુ માંહેના કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. ચાર યુગ મળીને એક મહાયુગ એટલે ચોકડી થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે. તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો છે, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો છે, સતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે અને તે ચારેનાં એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ ગણાય છે. આવા ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો દહાડો થાય છે. મન્વંતર હમેશા છ વસ્તુઓથી પૂર્ણ કહેવાય છે. જેવી કે, મનુ, દેવો, મનુના પુત્રો, ઇંદ્ર, સપ્તર્ષિઓ અને ભગવાનનો અવતાર. આ છ વસ્તુઓથી સ્વાયંભુવ મનુનો મન્વંતર પણ પૂર્ણ હતો. તે સમયમાં સ્વાયંભુવ પોતે મનુ હતા, તુષિત નામે દેવો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્રો હતા, યજ્ઞ ભગવાન પોતે ઇંદ્ર હતા, મરીચિ વગેરે સપ્તર્ષિઓ હતા અને યજ્ઞ ભગવાન પોતે ભગવાનના અવતારરૂપ હતા.

યુગો

  1. સત્યયુગ (૧૭,૨૮,૦૦૦ વર્ષ)
  2. ત્રેતાયુગ (૧૨,૯૬,૦૦૦ વર્ષ)
  3. દ્વાપરયુગ (૮,૬૪,૦૦૦ વર્ષ)
  4. કળિયુગ (૪,૩૨,૦૦૦ વર્ષ)

મન્વન્તરો

  1. સ્વયંભુ
  2. સ્વરોચિષ
  3. ઔત્તમિ
  4. તામસ
  5. રૈવત
  6. ચાક્ષુષ
  7. વૈવસ્વત
  8. અર્ક સાવર્ણિ
  9. બ્રહ્મ સાવર્ણિ
  10. દક્ષ સાવર્ણિ
  11. ધર્મ સાવર્ણિ
  12. રુદ્ર સાવર્ણિ
  13. રૌચ્ય
  14. ભૌત્ય

સંદર્ભ

Tags:

કળિયુગત્રેતાયુગદ્વાપરયુગસંસ્કૃત ભાષાસત્યયુગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ખંડકાવ્યસિતારછંદઘોડોમુંબઈએડોલ્ફ હિટલરરવિ પાકનવગ્રહમેડમ કામાઆત્મહત્યાજમશેદજી તાતાસંસ્કારકેન્સરમહમદ બેગડોક્રિયાવિશેષણખલીલ ધનતેજવીવિદ્યુતભારજળ ચક્રમકાઈચંદ્રરાવજી પટેલઅમરનાથ (તીર્થધામ)જવાહરલાલ નેહરુવોરન બફેટસામવેદસમાજવાદજ્વાળામુખીવેડછીલાભશંકર ઠાકરહમીરજી ગોહિલતમિલનાડુગૌતમ બુદ્ધમહાકાળી મંદિર, પાવાગઢપ્લૂટોનિવસન તંત્રગિરનાર ઉડનખટોલાકર્ણચોઘડિયાંએરિસ્ટોટલભારતના રાષ્ટ્રપતિભરતનાટ્યમચિત્તોઆર્યભટ્ટ (ઉપગ્રહ)યુટ્યુબઊર્ધ્વમંડળીય ઓઝોનશ્વેત ક્રાંતિગોંડલદ્રૌપદી મુર્મૂરાજકોટ જિલ્લોદ્રાક્ષપક્ષીજામનગરવિક્રમ ઠાકોરઈલેક્ટ્રોનગીર સોમનાથ જિલ્લોસૂર્યગુજરાતી રંગભૂમિહિંમતનગરમલયાનિલજોગીદાસ ખુમાણગુજરાતના મુખ્યમંત્રીઓનર્મદા બચાવો આંદોલનસામ પિત્રોડાઓઝોન અવક્ષયસરિતા ગાયકવાડગુજરાતના રાજ્યપાલોચાર્લ્સ બૅબેજસૂર્ય (દેવ)સ્વામી વિવેકાનંદનર્મદા નદીરામેશ્વરમદેવાયત પંડિતશુક્ર (ગ્રહ)ચાભ્રષ્ટાચારપાયથાગોરસનું પ્રમેયદિવાળીગુજરાતી લોકોઠાકોર🡆 More