સામવેદ

સામવેદ (સંસ્કૃત: सामवेद:)ની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે.

સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ (ગાન) અને વેદ (જ્ઞાન)નો બનેલો છે. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે. સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે, તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે. મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યા છે અને ભારતના જુદા-જુદા ભાગોમાંથી તેની વિવિધ હસ્તપ્રતો મળી આવૉ છે. તે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે. આ વેદ તેમ જ એનો ઉપવેદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે. અ વેદની પત્નીનું નામ શિવા છે .

અમુક સંશોધનકારોનું માનવું છે કે ભલે સામવેદનો જૂનામાં જૂનો ભાગ છેક ઇ.પૂ. ૧૭૦૦ (ઋગ્વેદનો કાળ) જેટલો જૂનો છે, પણ હાલમાં પ્રાપ્ત સ્વરૂપ ઋગ્વેદ પછીના કાળનું વૈદિક સંસ્કૃત ધરાવે છે, એટલે કે ઇસ.પૂ. ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસનું અને તે પણ અથર્વવેદ અને યજુર્વેદની સાથેસાથેના કાળનું. છાંદોગ્યોપનિષદ (છાંદોગ્ય) અને કેનોપનિષદ (કેન) ઉપનિષદ એ સામવેદની અંદર રહેલા ૧૦૮ ઉપનિષદો પૈકીના બે મુખ્ય ઉપનીષદો છે, જે હિંદુ ધર્મનો અભ્યાસ કરનારાઓ મહદંશે ભણતા હોય છે તથા હિંદુ તત્વજ્ઞાનના દર્શનશાસ્ત્ર પર વિશેષ પ્રભાવ ધરાવે છે, ખાસ કરીને વેદાંત દર્શન પર. ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ તેમના મૂળ સામવેદના મંત્રો અને ગાનને ગણાવે છે.

ઋગ્વેદના મોટા ભાગના મંત્રોને ઉદ્દત્ત, અનુદાત્ત અને સ્વરિત શ્રેણીમાં મૂકી સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ. આ વેદમાં સંગીત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચારનાં લક્ષણો તેમાં આપવામાં આવ્યા છે અને સૂરાવલિનો તેમાં પ્રવેશ થયો છે. એટલો જ તેનામાં અને ઋગ્વેદમાં અંતર છે. આ વેદ પૂર્વ અને ઉત્તર એમ બે ભાગમાં વહેંચાયેલો છે. તેનું પરિમાણ ઉપનિષદ્ સહિત ૮,૦૧૪ છે. આ વેદની ૧,૦૩૦ શાખા હતી. તેમાંની હમણાં જે ઉપલબ્ધ થઈ શકે છે તેમનાં નામો આ પ્રમાણે છે: રાણાયનીય, સાત્યમુપ્રય, કાલાપ, મહાકાલાપ, લાંગબિક, શાર્દૂલીય ને કૌથુળ. કૌથુળશાળાના છ ભેદ છે. તે આવી રીતે: આસુરાયણ, વાતાયન, પ્રાંજલીય, વૈનધૂત, પ્રાચીનયોગ્ય ને નેગેય. આ વેદનાં બ્રાહ્મણો હમણાં મળી શકે છે. તેમનાં નામો: પ્રૌઢ, ષડ્વિંશ, સામવિધાન, મંત્રબ્રાહ્મણ, આર્ષેય, દેવતાધ્યાય, વંશ, સંહિતોપનિષદ બ્રાહ્મણ. આ સામવેદ બહુધા ઋગ્વેદના નવમા મંડળના મંત્રોને મળતો આવે છે અને તે જ્ઞાનમય છે. તેમાં સમગ્ર ઋચા ૧,૫૪૯ છે. તેમાંનો કાંઈક પાઠ સાંપ્રતના ઋગ્વેદના પાઠથી ભિન્ન છે. તે પાઠ ભિન્ન ભિન્ન શાખામાંનો હશે એમ જણાય છે. ૧,૫૪૯ ઋચામાં ૭૮ ઋચા ઋગ્વેદની નથી, પણ ભિન્ન છે. યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ સામવેદીય ઋત્વિજ કરે છે અને તે ઉદ્ગાતા કહેવાય છે.

ગ્રંથો

સામવેદ 
વૈદિક કાળની ઋચાઓનું ભૌગોલિક વિતરણ. સામવેદના કૌથુમ (ઉત્તર ભારત) અને જૈમિનિય (મધ્ય ભારત) સંસ્કરણોનો વિસ્તાર, તેમની હસ્તપ્રતો ભારતના વિવિધ ભાગમાંથી મળી આવી છે

સામવેદ તે ગાયનનો વેદ છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો "ગાઈ શકાય તેવા શ્લોકોનું સંકલન". ફ્રિટ્સ સ્ટાલ નામના સંશોધકના મતે તે સંગીતબદ્ધ કરેલો ઋગ્વેદ જ છે. તેમાં ઋગ્વેદ કરતા ઘણા ઓછા શ્લોકો છે, પણ ગ્રંથની દૃષ્ટિએ તે મોટો છે કેમકે તેમાં બધાજ મંત્રો અને વિધીઓનું સંકલન છે.

સામવેદમાં સ્વરલેખિત રાગોનો સમાવેશ થયેલો છે, અને એ આજે ઉપલબ્ધ એવા સંકલનોમાંનું વિશ્વનું સૌથી જુનું સંકલન છે. સામવેદની જુદી-જુદી શાખાઓમાં મોટેભાગે સ્વરલેખન સામવેદના શ્લોકો/ઋચાઓની તરત ઉપર કે તેમની અંદર કરેલું જોવા મળે છે, અને તે પણ શાખાને આધારે શાબ્દિક રીતે કે પછી અંક દ્વારા વર્ણવવામાં આવેલું છે.

સંસ્કરણો

સામવેદ ગ્રંથના ત્રણ સંસ્કરણો છે:

કાળગણના અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય

માઇકલ વિત્ઝેલ નામક સંશોધકનું કહેવું છે કે સામવેદ અને અન્ય વૈદિક ગ્રંથોનો નિશ્ચિત કાળ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. તે સામવેદની સંહિતાઓને કાળગણનામાં ઋગ્વેદ પછી મૂકે છે અને તેને અથર્વવેદ તથા યજુર્વેદનો સમકાલીન ગણાવે છે કે, એટલે કે ઇસ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ના ગાળામાં.

સામવેદના મંત્રોનું ઉચ્ચારણ કે ગાયન આશરે દસ-બાર શૈલિઓમાં થતું આવ્યું છે, પણ એક મત મૂજબ હાલમાં હયાત એવી ત્રણ પ્રણાલીઓમાં જૈમિનીય પ્રણાલીમાં તે મૂળ શૈલિની સૌથી વધુ નજીક છે.

રચના

સામવેદ
વૈદિક શાખા બ્રાહ્મણ ઉપનિષદ શૌત સુત્રો
કૌથુમીય-રાણાયનીય પંચવિંશ ષડ્‌વિંશ છાંદોગ્ય ઉપનિષદ લાત્યાયન દ્રહ્યાયન
જૈમિનીય કે તાલાવકાર જૈમિનીય કેન ઉપનિષદ
જૈમિનીય ઉપનિષદ
જૈમિનીય

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

સામવેદ ગ્રંથોસામવેદ કાળગણના અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યસામવેદ આ પણ જુઓસામવેદ બાહ્ય કડીઓસામવેદ સંદર્ભસામવેદઋગ્વેદભારતસંસ્કૃતહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહેન્દ્ર સિંઘ ધોનીભરતનાટ્યમશિક્ષકગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમનમોહન સિંહમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭એપ્રિલ ૨૭પાટણમેરઅશ્વત્થામાસામવેદસિંધુ ખીણની સંસ્કૃતિતાંબુંકેનેડાવિધાન સભાહનુમાન મંદિર, સાળંગપુરહોકીપંચમહાલ જિલ્લોસરસ્વતીચંદ્રસામ પિત્રોડાસમાજશાસ્ત્ર૦ (શૂન્ય)હૃદયરોગનો હુમલોવાંસગુજરાત ટાઇટન્સગુપ્ત સામ્રાજ્યહાઈકુકચ્છ જિલ્લોસુવર્ણ મંદિર, અમૃતસરખ્રિસ્તી ધર્મસુરત જિલ્લોઆદિ શંકરાચાર્યભારતીય ધર્મોસૂર્યમંદિર, મોઢેરાહરે કૃષ્ણ મંત્રવિક્રમ સારાભાઈવર્ણવ્યવસ્થાનવસારી લોક સભા મતવિસ્તારનાટ્યકલાનવસારીવીર્ય સ્ખલનપુરાણઅગિયાર મહાવ્રતધીરૂભાઈ અંબાણીતત્વમસિબિકાનેરદાદુદાન ગઢવીઅસહયોગ આંદોલનઅમરેલી જિલ્લોશાહજહાંજાવા (પ્રોગ્રામિંગ ભાષા)વડોદરાસિકલસેલ એનીમિયા રોગસુરતવિશ્વ વેપાર સંગઠનભીમદેવ સોલંકીભારતનું બંધારણનક્ષત્રચંદ્રગુપ્ત મૌર્યચીનનો ઇતિહાસજાડેજા વંશઅંગ્રેજી ભાષામૌર્ય સામ્રાજ્યઅમદાવાદની ભૂગોળકર્ણાટકઝૂલતા મિનારાસંત દેવીદાસધનુ રાશીવિનોબા ભાવેઔદ્યોગિક ક્રાંતિગર્ભાવસ્થારઘુવીર ચૌધરીરાહુલ ગાંધીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યા🡆 More