સામવેદ

સામવેદ (સંસ્કૃત: सामवेद:)ની ગણતરી ત્રીજા વેદ તરીકે થાય છે.

સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દો સામ (ગાન) અને વેદ (જ્ઞાન)નો બનેલો છે. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે. સામવેદ હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે, તે કર્મકાંડને લગતો ગ્રંથ છે, જેની ૧૮૭૫ ઋચાઓ ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે. મૂળ ગ્રંથના ત્રણ સંસ્કરણો બચ્યા છે અને ભારતના જુદા-જુદા ભાગોમાંથી તેની વિવિધ હસ્તપ્રતો મળી આવૉ છે. તે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલો મનાય છે. આ વેદ તેમ જ એનો ઉપવેદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી નીકળ્યા હોવાનું મનાય છે. અ વેદની પત્નીનું નામ શિવા છે .

અમુક સંશોધનકારોનું માનવું છે કે ભલે સામવેદનો જૂનામાં જૂનો ભાગ છેક ઇ.પૂ. ૧૭૦૦ (ઋગ્વેદનો કાળ) જેટલો જૂનો છે, પણ હાલમાં પ્રાપ્ત સ્વરૂપ ઋગ્વેદ પછીના કાળનું વૈદિક સંસ્કૃત ધરાવે છે, એટલે કે ઇસ.પૂ. ૧૨૦૦થી ૧૦૦૦ની આસપાસનું અને તે પણ અથર્વવેદ અને યજુર્વેદની સાથેસાથેના કાળનું. છાંદોગ્યોપનિષદ (છાંદોગ્ય) અને કેનોપનિષદ (કેન) ઉપનિષદ એ સામવેદની અંદર રહેલા ૧૦૮ ઉપનિષદો પૈકીના બે મુખ્ય ઉપનીષદો છે, જે હિંદુ ધર્મનો અભ્યાસ કરનારાઓ મહદંશે ભણતા હોય છે તથા હિંદુ તત્વજ્ઞાનના દર્શનશાસ્ત્ર પર વિશેષ પ્રભાવ ધરાવે છે, ખાસ કરીને વેદાંત દર્શન પર. ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓ તેમના મૂળ સામવેદના મંત્રો અને ગાનને ગણાવે છે.

ઋગ્વેદના મોટા ભાગના મંત્રોને ઉદ્દત્ત, અનુદાત્ત અને સ્વરિત શ્રેણીમાં મૂકી સંહિતાની કવિતાને સંગીતમાં પ્રવાહિત કરવાનો મહાપ્રાચીન અને મહાસમર્થ પ્રયત્ન તે સામવેદ. આ વેદમાં સંગીત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. ઉચ્ચારનાં લક્ષણો તેમાં આપવામાં આવ્યા છે અને સૂરાવલિનો તેમાં પ્રવેશ થયો છે. એટલો જ તેનામાં અને ઋગ્વેદમાં અંતર છે. આ વેદ પૂર્વ અને ઉત્તર એમ બે ભાગમાં વહેંચાયેલો છે. તેનું પરિમાણ ઉપનિષદ્ સહિત ૮,૦૧૪ છે. આ વેદની ૧,૦૩૦ શાખા હતી. તેમાંની હમણાં જે ઉપલબ્ધ થઈ શકે છે તેમનાં નામો આ પ્રમાણે છે: રાણાયનીય, સાત્યમુપ્રય, કાલાપ, મહાકાલાપ, લાંગબિક, શાર્દૂલીય ને કૌથુળ. કૌથુળશાળાના છ ભેદ છે. તે આવી રીતે: આસુરાયણ, વાતાયન, પ્રાંજલીય, વૈનધૂત, પ્રાચીનયોગ્ય ને નેગેય. આ વેદનાં બ્રાહ્મણો હમણાં મળી શકે છે. તેમનાં નામો: પ્રૌઢ, ષડ્વિંશ, સામવિધાન, મંત્રબ્રાહ્મણ, આર્ષેય, દેવતાધ્યાય, વંશ, સંહિતોપનિષદ બ્રાહ્મણ. આ સામવેદ બહુધા ઋગ્વેદના નવમા મંડળના મંત્રોને મળતો આવે છે અને તે જ્ઞાનમય છે. તેમાં સમગ્ર ઋચા ૧,૫૪૯ છે. તેમાંનો કાંઈક પાઠ સાંપ્રતના ઋગ્વેદના પાઠથી ભિન્ન છે. તે પાઠ ભિન્ન ભિન્ન શાખામાંનો હશે એમ જણાય છે. ૧,૫૪૯ ઋચામાં ૭૮ ઋચા ઋગ્વેદની નથી, પણ ભિન્ન છે. યજ્ઞમાં આવાહન કરેલા દેવોને ગાનથી સંતોષ પમાડવાનું કામ સામવેદીય ઋત્વિજ કરે છે અને તે ઉદ્ગાતા કહેવાય છે.

ગ્રંથો

સામવેદ 
વૈદિક કાળની ઋચાઓનું ભૌગોલિક વિતરણ. સામવેદના કૌથુમ (ઉત્તર ભારત) અને જૈમિનિય (મધ્ય ભારત) સંસ્કરણોનો વિસ્તાર, તેમની હસ્તપ્રતો ભારતના વિવિધ ભાગમાંથી મળી આવી છે

સામવેદ તે ગાયનનો વેદ છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો "ગાઈ શકાય તેવા શ્લોકોનું સંકલન". ફ્રિટ્સ સ્ટાલ નામના સંશોધકના મતે તે સંગીતબદ્ધ કરેલો ઋગ્વેદ જ છે. તેમાં ઋગ્વેદ કરતા ઘણા ઓછા શ્લોકો છે, પણ ગ્રંથની દૃષ્ટિએ તે મોટો છે કેમકે તેમાં બધાજ મંત્રો અને વિધીઓનું સંકલન છે.

સામવેદમાં સ્વરલેખિત રાગોનો સમાવેશ થયેલો છે, અને એ આજે ઉપલબ્ધ એવા સંકલનોમાંનું વિશ્વનું સૌથી જુનું સંકલન છે. સામવેદની જુદી-જુદી શાખાઓમાં મોટેભાગે સ્વરલેખન સામવેદના શ્લોકો/ઋચાઓની તરત ઉપર કે તેમની અંદર કરેલું જોવા મળે છે, અને તે પણ શાખાને આધારે શાબ્દિક રીતે કે પછી અંક દ્વારા વર્ણવવામાં આવેલું છે.

સંસ્કરણો

સામવેદ ગ્રંથના ત્રણ સંસ્કરણો છે:

કાળગણના અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય

માઇકલ વિત્ઝેલ નામક સંશોધકનું કહેવું છે કે સામવેદ અને અન્ય વૈદિક ગ્રંથોનો નિશ્ચિત કાળ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. તે સામવેદની સંહિતાઓને કાળગણનામાં ઋગ્વેદ પછી મૂકે છે અને તેને અથર્વવેદ તથા યજુર્વેદનો સમકાલીન ગણાવે છે કે, એટલે કે ઇસ.પૂર્વે ૧૨૦૦થી ૧૦૦૦ના ગાળામાં.

સામવેદના મંત્રોનું ઉચ્ચારણ કે ગાયન આશરે દસ-બાર શૈલિઓમાં થતું આવ્યું છે, પણ એક મત મૂજબ હાલમાં હયાત એવી ત્રણ પ્રણાલીઓમાં જૈમિનીય પ્રણાલીમાં તે મૂળ શૈલિની સૌથી વધુ નજીક છે.

રચના

સામવેદ
વૈદિક શાખા બ્રાહ્મણ ઉપનિષદ શૌત સુત્રો
કૌથુમીય-રાણાયનીય પંચવિંશ ષડ્‌વિંશ છાંદોગ્ય ઉપનિષદ લાત્યાયન દ્રહ્યાયન
જૈમિનીય કે તાલાવકાર જૈમિનીય કેન ઉપનિષદ
જૈમિનીય ઉપનિષદ
જૈમિનીય

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

સામવેદ ગ્રંથોસામવેદ કાળગણના અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યસામવેદ આ પણ જુઓસામવેદ બાહ્ય કડીઓસામવેદ સંદર્ભસામવેદઋગ્વેદભારતસંસ્કૃતહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સચિન તેંડુલકરભારતમાં મહિલાઓક્રિકેટરોમા માણેકપાણીપતની ત્રીજી લડાઈહમીરજી ગોહિલપાલીતાણાલોકસભાના અધ્યક્ષનર્મદા નદીમકર રાશિકલમ ૩૭૦સ્વપ્નવાસવદત્તાબારડોલી સત્યાગ્રહપુરાણબિન-વેધક મૈથુનભારતના રાજ્ય વૃક્ષોની યાદીરાહુલ ગાંધીજલારામ બાપાશાહજહાંવિયેતનામરબારીમોરધોરાજીસોલર પાવર પ્લાન્ટઅમિત શાહચાપ્રાથમિક શાળાદાસી જીવણઘઉંપાકિસ્તાનરામનવમીકન્યા રાશીસામાજિક પરિવર્તનટાઇફોઇડજય જિનેન્દ્રગુજરાતી લોકોહનુમાનમંત્રગેની ઠાકોરકનિષ્કઇસ્લામગુજરાતના મુખ્યમંત્રીઓગોધરાકેરીજયંતિ દલાલપાંડુરંગ શાસ્ત્રી આઠવલેઅલ્પેશ ઠાકોરમોરબીદાંડી સત્યાગ્રહસામાજિક વિજ્ઞાનશ્રીમદ્ ભગવદ્ ગીતાઈન્દિરા ગાંધીપૃથ્વી દિવસકાલિદાસમહેસાણા જિલ્લોજનરલ સામ માણેકશાવિકિમીડિયા ફાઉન્ડેશનહરે કૃષ્ણ મંત્રજામનગરસુરેશભાઈ મહેતાબંગાળી ભાષાધ્વનિ પ્રદૂષણપાટણ જિલ્લોભૂપેન્દ્ર પટેલમહી કાંઠા એજન્સીભારતના રજવાડાઓની યાદીઐશ્વર્યા રાયરવિન્દ્રનાથ ટાગોરમાળિયા (મિયાણા) તાલુકોહિમાલયલગ્નમોગલ માડાંગ દરબારવિરામચિહ્નોતાલુકા મામલતદારબહુચર માતારક્તના પ્રકાર🡆 More