અથર્વવેદ

અથર્વવેદ (સંસ્કૃત: अथर्ववेदः) હિંદુ ધર્મના ચાર વેદો પૈકીનો ચોથો વેદ છે, જે અન્ય ત્રણ વેદો પછીથી લખાયો હોવાનું માનવામાં આવે છે.

અથર્વવેદનો અર્થ થાય છે અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વ એટલે રોજીંદું જીવન, આમ આ વેદમાં રોજબરોજના જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે. વેદ વૈદિક સંસ્કૃત પ્રકારની જ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અથર્વવેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે. આ વેદમાં આવી કુલ ૫૯૮૭ ઋચાઓ છે જે ૭૩૧ સૂક્તોમાં અને ૨૦ સંહિતાઓ (સ્કંધ)માં વહેંચાયેલી છે. અથર્વવેદના લગભગ છઠ્ઠા ભાગના મંત્રો ઋગ્વેદમાંથી લીધેલા છે અને ૧૫ તથા ૧૬મી સંહિતા સિવાયની બધી જ સંહિતા પદ્ય સ્વરૂપે રચાયેલી છે. ૨૦મી સંહિતામાં કુલ ૧૪૩ સૂક્ત છે જે પૈકીના ૧૨ સૂક્તોને બાદ કરતા બધા જ ઋગ્વેદમાંથી લીધેલા છે.

અથર્વવેદ
અથર્વવેદ સંહિતાની હસ્તપ્રતમાંથી એક પાનું

અથર્વવેદની કૂલ ૯ શાખાઓ છે, જેમાંથી હાલમાં ફક્ત બે જ ઉપલબ્ધ છે, પિપ્પલાદ અને શૌનકિય શાખા. પિપ્પલાદ શાખાની હસ્તપ્રતો નાશ પામી હોવાનું માનવામાં આવતું હતું પરંતુ ઇસ. ૧૯૫૭માં ઑડિશામાથી તેની સુસંગ્રહિત તાડપત્ર પર લખાયેલી પ્રમાણભૂત હસ્તપ્રત મળી આવી હતી. અથર્વવેદને ઘણા લોકો કાળોવેદ કહે છે કેમકે તેમાં જાદુટોણા અને મેલીવિદ્યા જેવી વિગતો છે પરંતુ આ વાતનો અનેક વિદ્વાનો વિરોધ કરે છે. વેદમાંથી રચાએલી સંહિતાઓમાં આ પ્રકારનું લખાણ જોવા મળે છે, પરંતુ તેને મૂળ વેદ ન ગણી શકાય.

અથર્વવેદની રચના આશરે ઇ.પૂ. ૧૨૦૦-૧૦૦૦ દરમ્યાન, એટલે કે સામવેદ અને યજુર્વેદની સાથોસાથ થઈ હોવાનું માનવામાં આવે છે. જેમ વેદમાંથી સંહિતાઓ રચાઈ છે તે જ રીતે તે સંહિતાઓ પરથી 'બ્રાહ્મણ' રચાયા છે જેનો અથર્વવેદમાં જ સમાવેશ થાય છે. અથર્વવેદમાંથી ત્રણ અગત્યના ઉપનિષદો મળી આવે છે, જે છે, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઋગ્વેદસંસ્કૃત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કસ્તુરબાપ્રમુખ સ્વામી મહારાજરાષ્ટ્રીય ધોરીમાર્ગો (ભારત)પ્રજાસત્તાક દિન (ભારત)આદમ સ્મિથજાપાનઅદ્વૈત વેદાંતપ્રયાગરાજકનૈયાલાલ મુનશી૨૦૦૧ ગુજરાત ધરતીકંપઠાકોરગોખરુ (વનસ્પતિ)ભજનભાવનગર રજવાડુંપંચાયતી રાજઅનિલ અંબાણીકેદારનાથજામનગર જિલ્લોવિશ્વ વેપાર સંગઠનઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસઉદ્‌ગારચિહ્નવૃશ્ચિક રાશીહનુમાનસામવેદસુખદેવસંસ્થાસાઇરામ દવેભારતીય રૂપિયોગુજરાતી સાહિત્યકારોની યાદીઅશોકકમ્પ્યુટર હાર્ડવેરઉંબરો (વૃક્ષ)ભારતીય ધર્મોઆંગણવાડીમિથુન રાશીનરેન્દ્ર મોદી સ્ટેડિયમદશાવતારભારતીય સંસદસરોજિની નાયડુએલોન મસ્કભારતમાં મહિલાઓકંપની (કાયદો)ઇસુભારતના વડાપ્રધાનદક્ષિણ ગુજરાતતારક મેહતા કા ઉલ્ટા ચશ્માજસ્ટિન બીબરરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)હિંદુ ધર્મઆતંકવાદચુનીલાલ મડિયાસપ્તર્ષિસ્વામિનારાયણવલ્લભભાઈ પટેલશામળાજીસંત રવિદાસકે. કા. શાસ્ત્રીબાવળહિમાચલ પ્રદેશગુજરાતગલગોટામહેન્દ્ર સિંઘ ધોનીવૃષભ રાશીભાભર (બનાસકાંઠા)રાવણકમ્પ્યુટર નેટવર્કભારતીય-યુરોપીય ભાષાસમૂહમુકેશ અંબાણીવિક્રમ ઠાકોરઅમદાવાદ જિલ્લોરતન તાતાસતાધારઇસ્લામપાણીપતની ત્રીજી લડાઈમહેસાણાસામાજિક સમસ્યારા' ખેંગાર દ્વિતીય🡆 More