અમદાવાદ જિલ્લો: મધ્ય ગુજરાતનો જિલ્લો

અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે.

અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૭૨,૦૮,૨૦૦ છે.

અમદાવાદ જિલ્લો
જિલ્લો
અમદાવાદ જિલ્લા પંચાયત
અમદાવાદ જિલ્લા પંચાયત
ગુજરાતમાં અમદાવાદનું સ્થાન
ગુજરાતમાં અમદાવાદનું સ્થાન
દેશઅમદાવાદ જિલ્લો: ઇતિહાસ, વસ્તી, તાલુકાઓ ભારત
રાજ્યગુજરાત
સરકાર
 • જિલ્લા કલેક્ટરસંદીપ જે. સગાલે
વિસ્તાર
 • કુલ૭,૧૭૦ km2 (૨૭૭૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૭૨,૦૮,૨૦૦
 • ઉનાળુ બચત સમય (DST)IST (UTC+05:30)
વાહન નોંધણીGJ-1, GJ-27, GJ-38
વેબસાઇટahmedabad.gujarat.gov.in

અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, આણંદ, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.

ઇતિહાસ

અમદાવાદ જિલ્લો: ઇતિહાસ, વસ્તી, તાલુકાઓ 
૧૮૭૭માં બ્રિટિશ શાસન સમયનો અમદાવાદ જિલ્લાનો નકશો

આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી આશાવલ નામ પડયું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું.

અમદાવાદ જિલ્લો બ્રિટિશ શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.

વસ્તી

વસ્તી ૭૨,૦૮,૨૦૦ (૨૦૧૧ની ગણતરી પ્રમાણે)
વસ્તીની ગીચતા ૮૯૦ માણસો પ્રતિ વર્ગ કી.મી.
સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર ‌૯૦૩ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએ
સાક્ષરતાનો દર ૮૬.૬૫%

તાલુકાઓ

અમદાવાદ જિલ્લો: ઇતિહાસ, વસ્તી, તાલુકાઓ 
અમદાવાદ જિલ્લાના તાલુકાઓ

અમદાવાદ જિલ્લામાં ૧૧ તાલુકાઓનો સમાવેશ થાય છે.

તાલુકો વસ્તી વિસ્તાર (ચો.કિમી.) ગામોની સંખ્યા ગ્રામ પંચાયતની સંખ્યા સાક્ષરતા દર
૨૦૧૧ ૧૯૯૧
અમદાવાદ શહેર પૂર્વ ૫,૫૭૦,૫૮૫ ૪૬૪.૧૬ ૮૯.૬૨%
અમદાવાદ શહેર પશ્ચિમ
બાવળા ૧૨૪૦૦૦ ૯૦૪૦૮ ૪૧૪.૮૦ ૪૮ ૪૮ ૭૭.૧૨%
દસ્ક્રોઇ ૨૩૩૯૨૫ ૧૭૫૦૮૦ ૩૫૭.૪૪ ૬૪ ૬૩ ૮૦.૦૧%
દેત્રોજ-રામપુરા ૭૬૫૫૫ ૬૮૭૩૪ ૪૫૦.૦૦ ૫૧ ૪૬
ધંધુકા ૭૪૯૬૦ ૬૬૧૦૩ ૪૬ ૪૦
ધોલેરા ૫૦૮૨૧ ૯૪૨૧ ૩૩ ૩૪
ધોળકા ૧૬૬૬૪૧ ૧૪૦૧૧૩ ૮૨૮.૫૮ ૭૧ ૬૫ ૭૨.૪૫%
માંડલ ૫૮૦૬૪ ૪૯૯૭૭ ૩૨૫.૨૯ ૩૭ ૩૬ ૭૬.૨૦%
સાણંદ ૧૯૫૦૦૫ ૧૩૬૭૭૭ ૪૪૩.૫૨ ૬૭ ૬૯ ૮૩.૯૧%
વિરમગામ ૧૩૧૬૮૦ ૯૩૯૮૨ ૧,૨૫૫.૭૨ ૬૮ ૬૫ ૭૧.૫૬%

રાજકારણ

વિધાનસભા બેઠકો

અમદાવાદ જિલ્લામાં ૨૧ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૩૯ વિરમગામ હાર્દિક પટેલ ભાજપ
૪૦ સાણંદ કનુભાઇ પટેલ ભાજપ
૪૧ ઘાટલોડિયા ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ મુખ્યમંત્રી ઉમેદવાર
૪૨ વેજલપુર અમીત ઠાકર ભાજપ
૪૩ વટવા બાબુસિંહ યાદવ ભાજપ
૪૪ એલિસબ્રિજ અમિત શાહ ભાજપ
૪૫ નારણપુરા જીતુ ભગત ભાજપ
૪૬ નિકોલ જગદીશ વિશ્વકર્મા ભાજપ
૪૭ નરોડા પાયલ કુકરાણી ભાજપ
૪૮ ઠક્કરબાપા નગર કંચનબેન રાબડિયા ભાજપ
૪૯ બાપુનગર દિનેશસિંહ કુશવાહા ભાજપ
૫૦ અમરાઇવાડી ડો. હસમુખ પટેલ ભાજપ
૫૧ દરિયાપુર કૌશિક જૈન ભાજપ
૫૨ જમાલપુર-ખાડિયા ઇમરાન ખેડાવાળા કોંગ્રેસ
૫૩ મણિનગર અમુલ ભટ્ટ ભાજપ
૫૪ દાણીલીમડા (SC) શૈલેષ પરમાર કોંગ્રેસ
૫૫ સાબરમતી હર્ષદ પટેલ ભાજપ
૫૬ અસારવા (SC) દર્શના વાઘેલા ભાજપ
૫૭ દસક્રોઇ બાબુભાઇ પટેલ ભાજપ
૫૮ ધોળકા કિરિટસિંહ ડાભી ભાજપ
૫૯ ધંધુકા કાળુભાઇ ડાભી ભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

અમદાવાદ જિલ્લો ઇતિહાસઅમદાવાદ જિલ્લો વસ્તીઅમદાવાદ જિલ્લો તાલુકાઓઅમદાવાદ જિલ્લો રાજકારણઅમદાવાદ જિલ્લો સંદર્ભઅમદાવાદ જિલ્લો બાહ્ય કડીઓઅમદાવાદ જિલ્લોઅમદાવાદગુજરાતભારતલાલ દરવાજા, અમદાવાદસાબરમતી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બાવળભારત છોડો આંદોલનસમય માપવાનાં સાધનોનો ઇતિહાસદરિયાઈ પ્રદૂષણયુનિફોર્મ રિસોર્સ લોકેટરવિશ્વ બેંકસ્વાદુપિંડકૃષ્ણમાઉન્ટ આબુ વન્યજીવ અભયારણ્યસંચળફુગાવોરામનવમીઔદ્યોગિક ક્રાંતિએરિસ્ટોટલજયંત પાઠકસ્વામિનારાયણ મંદિર, અમદાવાદગઝલઆશાપુરા માતાખેતીધ્રુવ ભટ્ટબારડોલી લોક સભા મતવિસ્તારહાથીપ્રાણીમોરારજી દેસાઈશંકરસિંહ વાઘેલાઉંઝાઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળતુલા રાશિરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યદાહોદસમાનાર્થી શબ્દોસીદીસૈયદની જાળીમાયાવતીએ (A)ગલગોટાપિત્તાશયસિદ્ધરાજ જયસિંહખાવાનો સોડાનારાયણ સ્વામી (ભજનીક)મહાવિરામવિક્રમ સંવતપટેલશરણાઈમહાવીર સ્વામીબનાસ ડેરીભારતનું સર્વોચ્ચ ન્યાયાલયનાઝીવાદસૂર્યમંડળવલ્લભી વિશ્વવિદ્યાલયઅમૂલચંદ્રકાંત બક્ષીમુખ મૈથુનઅશ્વગંધા (વનસ્પતિ)ઉપરકોટ કિલ્લોહિંદુસ્વામિનારાયણહીજડાઆલ્બર્ટ આઇન્સ્ટાઇનઅડાલજની વાવવિજયનગર સામ્રાજ્યએકમઘર ચકલીશુક્ર (ગ્રહ)ઓએસઆઈ મોડેલમિઆ ખલીફાપ્રભાશંકર પટ્ટણીસોમનાથકુમારપાળમનમોહન સિંહકાંકરિયા તળાવભારતમાં પરિવહનવૈશ્વિક આબોહવા પરિવર્તનગુજરાતના લોકસભા મતવિસ્તારોલૂઈ ૧૬મોજ્યોતિર્લિંગદલપતરામ🡆 More