વનસ્પતિ અશ્વગંધા

અશ્વગંધા અથવા આસંધ એક વનસ્પતિ છે જે ખાનદેશ, બરાર, પશ્ચિમ ઘાટ તથા અન્ય અનેક સ્થાનોમાં જોવા મળે છે.

હિંદીમાં આ છોડને સામાન્ય રીતે અસગંધ કહેવામાં આવે છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊઁચાઈ ધરાવતો હોય છે. વિશેષ કરીને વર્ષા ઋતુમાં પેદા થાય છે, પરંતુ કેટલાંક સ્થાનો પર બારે માસ ઉગતા હોય છે. આ વનસ્પતિના છોડ પર અનેક શાખાઓ નિકળતી હોય છે અને ઘુંઘચી જેવા લાલ રંગનાં ફળ વરસાદના અંત અથવા શિયાળાના પ્રારંભમાં જોવા મળે છે. એનાં મૂળ લગભગ એક ફુટ લાંબા, મજબુત, ચિકણાં અને કડવાં હોય છે. બજારમાં ગાંધી જેને અશ્વગંધા કે અશ્વગંધાનાં મુળ કહીને વેચતા હોય છે, તે ખરેખર તેનાં મૂળ નહીં, પણ અન્ય વર્ગની વેલનાં મૂળ હોય છે, જેને લૈટિન ભાષામાં કૉન્વૉલ્વુલસ અશ્વગંધા કહેવામાં આવે છે. આ મૂળ ઝેરીલાં નથી હોતાં, પરંતુ અશ્વગંધાનાં મૂળ ઝેરીલાં હોય છે. અશ્વગંધાનો છોડ ચાર પાંચ વર્ષ જીવિત રહેતો હોય છે. તેનાં મૂળમાંથી અશ્વગંધા મળે છે, જે ખુબ જ પુષ્ટિકારક છે.

અશ્વગંધા
વિધાનિયા સોમ્નીફેરા
વનસ્પતિ અશ્વગંધા
તાલકટોરા ઉદ્યાનમાં અશ્વગંધા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
Subkingdom: ટ્રેકેયોનાયોંટા
Division: મેગ્નોલિયોફાઇટા
Class: દ્વિદળી
Subclass: એસ્ટરીડી
Order: સોલેનેલ્સ
Family: સોલેનેસી
Genus: વિધાનિયા (Withania)
Species: સોમ્નીફેરા (W. somnifera)
દ્વિનામી નામ
વિધાનિયા સોમ્નીફેરા (Withania somnifera)
(L.) Dunal
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Physalis somnifera

વનસ્પતિ અશ્વગંધા
Withania somnifera

રાજનિઘંટુ ગ્રંથમાં જણાવ્યા અનુસાર અશ્વગંધા ચરપરી, ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે. તેનાં મુળ પૌષ્ટિક, ધાતુપરિવર્તક તથા કામોદ્દીપક છે; ક્ષયરોગ, બુઢાપાની દુર્બળતા તથા ગઠિયાના રોગમાં પણ આ લાભદાયક છે. અશ્વગંધા વાતનાશક તથા શુક્રવૃદ્ધિકર આયુર્વેદિક ઔષધિઓમાં મુખ્ય છે. શુક્રવૃદ્ધિકારક હોવાને કારણે આને શુક્રલા પણ કહેવામાં આવે છે.

રસાયણિક વિશ્લેષણ દ્વારા એમાં સોમ્નિફ઼ેરિન અને એક ક્ષારતત્વ તથા રાળ અને રંજક પદાર્થ મળે છે.

એક ગ્લાસ બકરીના દૂધમાં એટલૂં જ પાણી ઉમરી, એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ ક્ષયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે. જેમનું શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.

સંદર્ભો

આ પણ જુઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મલ્ટિમીટરહુમાયુસંગીત વાદ્યપાટડી (તા. દસાડા)આમ આદમી પાર્ટીગર્ભાવસ્થાસરદાર સરોવર બંધરવિશંકર રાવળજ્વાળામુખીહાફુસ (કેરી)શિશુપાલસ્વામી વિવેકાનંદઈરાનનકશોખાવાનો સોડાવર્ણવ્યવસ્થાજવાહરલાલ નેહરુપાલનપુરનવગ્રહરક્તપિતઇન્સ્ટાગ્રામશનિ (ગ્રહ)સ્વાદુપિંડસિંહાકૃતિરાધાદમણ અને દીવસૂર્યમંડળસંજ્ઞાનિરોધરાણકી વાવભીમદેવ સોલંકીઅમિત શાહઆયુર્વેદઅમિતાભ બચ્ચનકબજિયાતઉત્તરાયણસામાજિક પરિવર્તનતિરૂપતિ બાલાજીરસીકરણકાળકા માતા મંદિર, પાવાગઢમહેસાણા જિલ્લોપાણીપતનું પહેલું યુદ્ધચક્રવાતકલ્પના ચાવલારબરગુજરાતી ભોજનયાયાવર પક્ષીઓસમય માપવાનાં સાધનોનો ઇતિહાસભરવાડકરોડવિજાપુર તાલુકોમહંત સ્વામી મહારાજઓઝોનઅવિભાજ્ય સંખ્યાગુજરાતની ભૂગોળપ્લેટોપશ્ચિમ ઘાટપક્ષીઅમદાવાદની ભૂગોળવલ્લભ ભટ્ટમહિનોભાલણમેઘધનુષતત્વમસિક્ષય રોગકાશી વિશ્વનાથઉંબરો (વૃક્ષ)ખાદીસામવેદદીપિકા પદુકોણમોગલ મામૌર્ય સામ્રાજ્યઠક્કર બાપાવિકિપીડિયાધીરૂભાઈ અંબાણીક્રિકેટનો ઈતિહાસગુજરાતી લિપિ🡆 More