મહેસાણા જિલ્લો: ગુજરાતનો જિલ્લો

મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે.

જિલ્લાનું વહિવટી વડું મથક મહેસાણા શહેર છે.

મહેસાણા જિલ્લો
જિલ્લો
મહેસાણા જિલ્લા પંચાયત ભવન
મહેસાણા જિલ્લા પંચાયત ભવન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશમહેસાણા જિલ્લો: ઇતિહાસ, ભૂગોળ, વસ્તી ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકમહેસાણા શહેર
વિસ્તાર
 • કુલ૪,૩૩૮ km2 (૧૬૭૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૦,૨૭,૭૨૭
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીGJ -2
મહેસાણા જિલ્લો: ઇતિહાસ, ભૂગોળ, વસ્તી
ઉત્તર ગુજરાતના જિલ્લાઓ

ઇતિહાસ

મહેસાણા જિલ્લો: ઇતિહાસ, ભૂગોળ, વસ્તી 
તોરણવાળી માતાના મંદિરનું પ્રવેશદ્વાર

ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત ૧૪૧૪ ભાદરવા સુદ દસમ (ઇ.સ. ૧૩૫૮) ના રોજ બંધાવ્યું હતું. તેનો ઉલ્લેખ ઇ.સ. ૧૯૩૨ની જયસિંહ બ્રહ્મભટ્ટની કવિતામાં મળે છે. સંવત ૧૮૭૯ના મણિલાલ ન્યાલચંદના પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથમાં પણ તેનો ઉલ્લેખ છે. તેમાં મેહસાજીએ ચામુંડા મંદિર બંધાવ્યું હોવાનું જણાવાયું છે. જોકે એ સ્પષ્ટ છે કે નગરની સ્થાપના રાજપૂત શાસન દરમિયાન થઇ હતી. અન્ય એક કથા અનુસાર મેહસાજીએ નગર વિક્રમ સંવત ૧૩૭૫ (ઇ.સ. ૧૩૯૮)માં કરી હતી.

ગાયકવાડે બરોડા જીતી લીધું અને બરોડા સ્ટેટની સ્થાપના કરી. ઉત્તર ગુજરાતમાં તેમણે તેમનું શાસન વિસ્તૃત કર્યું અને પાટણને મુખ્ય મથક બનાવ્યું, ત્યારબાદ મુખ્ય મથક કડી અને પછી ૧૯૦૨માં મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યું. બરોડા રાજ્યનો ઉત્તર વિભાગ ૮ મહાલોમાં વિભાજીત હતો. ગાયકવાડ રાજ્યે મહેસાણા સાથે વડોદરાને જોડતી રેલ્વે લાઇનની ૨૧ માર્ચ ૧૮૮૭માં શરૂ કરી હતી. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રાજમહલ તરીકે ઓળખાતો મહેલ વિક્રમ સંવત ૧૯૫૬માં તેમના પુત્ર ફતેહસિંહરાવ માટે બંધાવ્યો હતો, જે હવે ડિસ્ટ્રીક કોર્ટ તરીકે વપરાય છે.

ભૂગોળ

મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લો, પશ્ચિમ દિશામાં પાટણ જિલ્લો તથા સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ દિશામાં ગાંધીનગર જિલ્લો તથા અમદાવાદ જિલ્લો તેમ જ પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો આવેલા છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૩૩૮ ચોરસ કિ.મી. છે.

હવામાન

મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે. જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સરેરાશ ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જોવા મળે છે. જિલ્લામાં ગાઢ અને ગીચ જંગલો તેમજ ઉંચા ડુંગરો ન હોવાથી આ વિસ્તા૨ સૂકી અને અર્ધ સૂકી આબોહવા અનુભવે છે. ઘણી વખત આ જિલ્લો ઉષ્ણ કટીબંધિય ચક્રવાતનો ૫ણ ભોગ બને છે. દૈનિક તા૫માનનો ગાળો વધુ ૨હેવાને કા૨ણે પ્રજાની કાર્યક્ષમતા ૫૨ તેની અસ૨ જોવા મળે છે.

મહેસાણા જિલ્લામાં વ૨સાદનું પ્રમાણ સામાન્ય રીતે આશરે ૮૦૦ થી ૧૨૦૦ મી.મી. જેટલુ છે. કચ્છના ૨ણની અસ૨ તેમજ જંગલો અને ઉંચા ડુંગરોનું પ્રમાણ નહિવત હોવાથી મહેસાણા જિલ્લો અનાવૃષ્ટિનો સામનો કરે છે. મોસમી આબોહવા અનુભવતો આ જિલ્લો ઘણી વખત ચક્રવાતનો ભોગ ૫ણ બને છે. વ૨સાદની અનિશ્વિતતા તેમજ સિંચાઈની મર્યાદિત સગવડ હોવાને કા૨ણે લોકો ભુગર્ભ જળનો વધુ ઉ૫યોગ કરે છે.

વસ્તી

મહેસાણા જિલ્લો: ઇતિહાસ, ભૂગોળ, વસ્તી 
જિલ્લાના વિજાપુર નજીક આગલોડ ખાતે આવેલ માણિભદ્ર વીરનું જૈન મંદિર

આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૦,૨૭,૭૨૭ હતી જે પૈકીનાં ૨૨.૪૦% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.

રાજકારણ

મહેસાણામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

વિધાનસભા બેઠકો

ગુજરાત વિધાનસભાની ૭ (સાત) બેઠકો મહેસાણા જિલ્લામાં આવેલી છે.

મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૨૦ ખેરાલુ સરદારભાઇ ચૌધરી ભાજપ
૨૧ ઊંઝા કે. કે. પટેલ ભાજપ
૨૨ વિસનગર ઋષિકેશ પટેલ ભાજપ
૨૩ બેચરાજી સુખાજી ઠાકોર ભાજપ
૨૪ કડી (SC) કરસનભાઇ સોલંકી ભાજપ
૨૫ મહેસાણા મુકેશ પટેલ ભાજપ
૨૬ વિજાપુર સી. જે. ચાવડા કોંગ્રેસ

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

મહેસાણા જિલ્લો ઇતિહાસમહેસાણા જિલ્લો ભૂગોળમહેસાણા જિલ્લો વસ્તીમહેસાણા જિલ્લો રાજકારણમહેસાણા જિલ્લો સંદર્ભમહેસાણા જિલ્લો બાહ્ય કડીઓમહેસાણા જિલ્લોગુજરાતમહેસાણા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વીમોપર્યાવરણીય શિક્ષણઇલોરાની ગુફાઓભારતના વડાપ્રધાનપ્રત્યાયનએશિયાઇ સિંહમનોવિજ્ઞાનસલામત મૈથુનરમણભાઈ નીલકંઠજાંબુ (વૃક્ષ)લસિકા ગાંઠઔદ્યોગિક ક્રાંતિમાધુરી દીક્ષિતતારક મેહતા કા ઉલ્ટા ચશ્માભવભૂતિભારતીય બંધારણ સભામોરબી જિલ્લોચંદ્રશેખર આઝાદમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ભગવતીકુમાર શર્મામીઠુંભરૂચગુજરાતી ફિલ્મોની યાદીસ્વામી વિવેકાનંદનિરોધગોંડલમોબાઇલ ફોનગાંધારીકામસૂત્રઉંબરો (વૃક્ષ)અખેપાતરમુઘલ સામ્રાજ્યભારતીય રૂપિયોરાહુલ ગાંધીબ્રાઝિલભરવાડગાંધીનગર લોક સભા મતવિસ્તારઉચ્ચતર માધ્યમિક શાળાસામાજિક નિયંત્રણસ્વસિકંદરપોલીસઝંડા (તા. કપડવંજ)કાંકરિયા તળાવ૨૦૦૧ ગુજરાત ધરતીકંપચંદ્રગુપ્ત પ્રથમમળેલા જીવસંગણકહર્ષ સંઘવીભારતની નદીઓની યાદીશિવાજીઇસ્કોનપ્રાચીન ઇજિપ્તતાજ મહેલભારતીય સિનેમાઆખ્યાનઅમદાવાદ રેલ્વે સ્ટેશનગુજરાતના રાજ્યપાલોગુજરાત પોલીસખંડકાવ્યરબારીઋગ્વેદમોરારજી દેસાઈપારસીવસ્ત્રાપુર તળાવમુખપૃષ્ઠઅંકશાસ્ત્રદિવાળીબેન ભીલરોકડીયો પાકપ્રાણીમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭પરશુરામદિવાળીમાધ્યમિક શાળાકુતુબ મિનારદુબઇબાબર🡆 More