અખેપાતર: બિંદુ ભટ્ટનું પુસ્તક

અખેપતાર એ બિંદુ ભટ્ટ દ્વારા લખાયેલ ગુજરાતી નવલકથા છે.

ઈ.સ. ૨૦૦૩ માં આ પુસ્તકને ગુજરાતી માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. મનસુખ સલ્લા અને ચન્દ્રકાન્ત ટોપીવાળા સહિત ઘણા ગુજરાતી લેખકો દ્વારા આ પુસ્તકના ટીકાત્મક વખાણ કરવામાં આવ્યા હતા.

અખેપાતર
લેખકબિંદુ ભટ્ટ
અનુવાદકવિનોદ મેઘાણી
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકારનવલકથા
પ્રકાશિત૧૯૯૯
પ્રકાશકઆર આર શેઠ ઍન્ડ કં. પ્રા. લિ.
માધ્યમ પ્રકારમુદ્રિત (કાચું પૂઠું)
પાનાં૨૭૧
પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૩)
ISBN978-93-81336-18-2
OCLC85482597
દશાંશ વર્ગીકરણ
891.473
પહેલાનું પુસ્તકમીરા યાજ્ઞિકની ડાયરી (૧૯૯૨) 

પ્રકાશનનો ઇતિહાસ

આ પુસ્તક સૌ પ્રથમ વાર સપ્ટેમ્બર ૧૯૯૯ માં આર. આર. શેઠ ઍન્ડ કું, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું પુનઃમુદ્રણ જાન્યુઆરી ૨૦૦૭, મે ૨૦૧૧ અને ઑગસ્ટ ૨૦૧૨ માં કરવામાં આવ્યું હતું. પુસ્તકની ચોથી આવૃત્તિમાં બે વિવેચનાત્મક લેખો પણ શામેલ કરવામાં આવ્યા છે. વીરેન્દ્ર નારાયણ સિંહ દ્વારા તેનો હિંદીમાં અનુવાદ કરવામાં આવ્યો છે અને ૨૦૧૧ માં તે અક્ષયપાત્ર નામે પ્રકાશિત થયો હતો.

પૃષ્ઠભૂમિનો સારાંશ

નવલકથાની શરૂઆત ૧૯૮૦ના દાયકામાં કંચન નામની વૃદ્ધ મહિલાના સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં તેના વતન પરત ફરવા સાથે થાય છે. તે બ્રાહ્મણ કુટુંબની મહિલા છે, જેનાં પૂર્વજો ગામના પુજારી અને કર્મકાંડ કરાવી આપતાં હતા. સ્વ સાથે સમય વીતાવવા તથા ભાવી અને વર્તમાનને એક સાથે પકડવા માટે ગામ પરત ફર્યા બાદ, તે ગામના એક હિન્દુ મંદિરમાં રહે છે અને પોતાના ભૂતકાળને યાદ કરે છે. વાર્તા ભૂતકાળ અને વર્તમાનની ઘટનાઓ ચિતરતી આગળ વધે છે. આ નવલકથા નાયિકાના અંગત તેમજ પારિવારિક જીવનમાં ઉથલપાથલનો ઇતિહાસ દર્શાવે છે. તેના લગ્ન એક સાહસિક બ્રાહ્મણ યુવાન સાથે થયા હતા, જે ભારતના ભાગલા પૂર્વે કરાચી સ્થળાંતર કરી ચૂક્યો હતો. આ વાર્તા કંચનના ભૂતકાળને ઘણા કાળ સ્તરો પર ઉજાગર કરે છે: આઝાદી પૂર્વેનો યુગ ખાસ કરીને સામાજિક સંદર્ભમાં, ભાગલાના દિવસોનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય અને એક સામાન્ય કૌટુંબિક મનુષ્યના સામાજિક-સાંસ્કૃતિક જીવન પર ભાગલાની અશાંતિનું પરિણામ (આ ભાગમાં તેની કિશોરાવસ્થા અને લગ્ન, માતૃત્વના વર્ષોના વિકાસનું વર્ણન છે), ભાગલાના હિંસક પરિણામોનું આબેહૂબ ચિત્રણ, સાંપ્રદાયિક ઝઘડાથી બચી ગયેલા શરણાર્થીઓની લડત, તેમની વિચિત્ર હિલચાલ, વિભાજન અને પુનર્જોડાણો તેમજ સામાજિક-આર્થિક ઉથલપાથલનો તેમને વ્યક્તિગત અને સામૂહિક રીતે કરવો પડેલો સામનો અને છેવટે વિકાસ અને નવજીવનનો યુગ જે ગ્રામીણ ગુજરાતમાં ફેલાયો. વાર્તા આમ કંચનના કુળની ચાર પેઢીને આવરે છે. ભાગલા પછીના વર્ણનમાં વિચિત્ર ઘટનાઓ, અણધાર્યા વળાંક અને નાયિકા કંચનની હંમેશા બદલાતી મૂંઝવણ સહિતના ખૂબ જ મજબૂત વાર્તા તત્વોનું વર્ચસ્વ ધરાવે છે. આ સમગ્ર નવલકથામાં કરાંચીની, ઝાલાવાડની બોલીઓ, કહેવતો અને લોકભાષાઓનો ઇતિહાસના જુદા જુદા સમય અનુસાર, ઉપયોગ થયો છે. અખેપતાર શીર્ષક મૂળ એક સંસ્કૃત શબ્દ અક્ષયપત્ર નો અપભ્રંશ છે (દેવનાગરી: अक्षयपात्र) જેનો અર્થ છે: અક્ષત પાત્ર (વસણ). આ પુસ્તકના વિષયને યોગ્ય શીર્ષક એક તરફ માનવ જીવનમાં આવતી ભાવનાની તીવ્ર હિંમત અને અજેયતાને દર્શાવે છે, અને અનંત મુશ્કેલીઓ તેમજ મનુષ્યના, ખાસ કરીને ભારતની સ્ત્રીના, અદ્ભુત ધૈર્યનો સંકેત આપે છે.

વિવેચન

ઘણા ગુજરાતી લેખકોએ આ પુસ્તક સમીક્ષા કરી વખાણ્યું છે. મનસુખ સલ્લાએ તેમના એક લેખમાં આ પુસ્તક વિશે નોંધ્યું છે કે, "બિંદુ ભટ્ટે નવલકથાના રૂપનો અસાધારણ ઉપયોગ કર્યો". ચન્દ્રકાન્ત ટોપીવાળાએ નોંધ્યું હતું કે, અખેપાતરમાં સ્ત્રી ચેતનાના વિષયને ઇલા આરબ મહેતા લિખિત બત્રીસ પુતળીની વેદના (૧૯૮૨) અને કુંદનિકા કાપડીયા દ્વારા લિખિત સાત પગલાં આકાશમાં (૧૯૮૪) કરતા વધારે સારી આલેખાઈ છે.

સન્માન

આ પુસ્તકને ૨૦૦૩ માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સ્થાપિત પ્રિયકાંત પરીખ પ્રાઇઝ (૧૯૯૯) પણ એનાયત કરાયો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

અખેપાતર પ્રકાશનનો ઇતિહાસઅખેપાતર પૃષ્ઠભૂમિનો સારાંશઅખેપાતર વિવેચનઅખેપાતર સન્માનઅખેપાતર સંદર્ભઅખેપાતર બાહ્ય કડીઓઅખેપાતરગુજરાતી ભાષાચન્દ્રકાન્ત ટોપીવાળાબિંદુ ભટ્ટસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આર્યભટ્ટપાવાગઢરામેશ્વરમહિંમતનગરતરબૂચએપ્રિલઉદયપુરરામાયણપ્રાણીગરમાળો (વૃક્ષ)વિજય રૂપાણીબુધ (ગ્રહ)પ્રીટિ ઝિન્ટાગુજરાત સલ્તનતવિક્રમાદિત્યપત્નીહનુમાન જયંતીઆરઝી હકૂમતઆંતરરાષ્ટ્રીય યોગ દિવસઅજંતાની ગુફાઓખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ભારતીય સંસદઅખેપાતરસાપમુનસર તળાવલસિકા ગાંઠગૌતમ બુદ્ધગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ભારતીય અર્થતંત્રગૌતમ અદાણીશ્રમણરામદેવપીરબહારવટીયોપ્રમુખ સ્વામી મહારાજગુજરાતના શક્તિપીઠોઆણંદમંથરાઆસનચામુંડાઆયુર્વેદઆહીરક્રોમાવિકિપીડિયાહેમચંદ્રાચાર્યરાજ્ય સભારિસાયક્લિંગમોબાઇલ ફોનમુખપૃષ્ઠગુજરાતના જિલ્લાઓલોકસભાના અધ્યક્ષસ્વાદુપિંડગુજરાતી ફિલ્મોની યાદીજટાયુ (કવિતા સંગ્રહ)મગજપુરાણપર્યાવરણીય શિક્ષણદેવાયત પંડિતભારત સરકારપૃથ્વી દિવસપક્ષીવીમોકચ્છનું રણઘોરખોદિયુંઅંકિત ત્રિવેદીરમાબાઈ આંબેડકરતીર્થંકરઘૃષ્ણેશ્વરમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)માટીકામએ (A)ઉદ્‌ગારચિહ્નબજરંગદાસબાપાગ્રહવિષ્ણુનારિયેળકમળઅભિમન્યુવલ્લભી વિશ્વવિદ્યાલયગુજરાત વિદ્યાપીઠ🡆 More