ખંડકાવ્ય

ખંડકાવ્ય એ કાવ્યનો એક પ્રકાર છે.

આ કાવ્ય પ્રકાર સંસ્કૃત સાહિત્ય પરથી ઉતરી આવ્યો છે. આ પ્રકાર જીવનની કોઈ એક ખાસ ઘટના કે ખંડને આવરી લે છે.

અર્થ

ખંડકાવ્યમાં માનવજીવનના એકાદ વૃત્તાંતનું, એના જીવનના અમુક ખંડનું અને ચાર પુરુષાર્થોમાંથી એકાદ પુરુષાર્થનું નિરૂપણ થતું હોય છે. ખંડકાવ્ય એ નર્યા પ્રસંગને નિરૂપતું પ્રસંગકાવ્ય કે કથા-અંશને નિરૂપતું કથાકાવ્ય નથી; પરંતુ વૃત્તાંતનો ટેકો લઈને માનવસંવેદનને (પછી ભલે એ મૃગ કે ચક્રવાકનું કથાપ્રતિક બનીને આવતું હોય) ઉત્કટતાથી આલેખીને જીવનના ખંડપ્રદેશના નિરૂપણ દ્વારા જીવન સમગ્રને આલોકિત કરતું હોય છે.

વ્યાખ્યા

વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં ખંડકાવ્યની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે खण्डकाव्यं भवेत्काव्यस्यैकदेशानुसारि च એવી એની વ્યાખ્યા આપી છે ગુજરાતીમાં ડોલરરાય માંકડે પણ ખંડકાવ્યને રુદ્રટને અનુસરીને લઘુકાવ્ય – પ્રસંગકાવ્ય તરીકે ઓળખાવ્યું છે.

ઇતિહાસ

ગુજરાતી સાહિત્યમાં કથાકાવ્યોની પરંપરા જૂની છે. પરંતુ કવિકાન્તે આ સાહિત્ય પ્રકારને નવો વળાંક આપ્યો. કવિ કાન્તે સંસ્કૃત અને અંગ્રેજી કાવ્યકલાના સુભગ સમન્વયરૂપે આ સાહિત્યપ્રકાર નિપજાવ્યો અને તે કૃતિઓ ‘ખંડકાવ્ય’નામે પ્રચલિત બન્યો. તેમણે લખેલા વૃત્તાંતકાવ્યો (‘વસંત વિજય’, ‘ચક્રવાકમિથુન’, ‘અતિજ્ઞાન’, ‘દેવયાની’)ને ખંડકાવ્યો તરીકે ઓળખાયા છે.

અન્ય નામ

આ કાવ્ય પ્રકારને કવિ નરસિંહરાવ દિવેટિયા ‘પરલક્ષી સંગીતકાવ્ય’ અને ઉમાશંકર જોશી તેને ‘કથનાત્મક ઊર્મિકાવ્ય’ કે ‘કથનોર્મિકાવ્ય’ તરીકે પણ ઓળખાવે છે. પરંતુ ખંડ કાવ્ય આ નામ વધુ પ્રચલિત બન્યું છે.

માળખું

પ્રાયઃ ખંડકાવ્યનો આરંભ પાત્રની ઉક્તિથી કે પરિસ્થિતિ કે પ્રકૃતિના ચિત્રણથી થતો જોવા મળે છે. પાત્રના મનોમંથનમાં થતા બે વિરોધી ચિત્તવૃત્તિઓનું નિરૂપણ તેમાં જોવા મળે છે એમાં સંઘર્ષનું પ્રગટીકરણ થાય છે.

કાન્તનાં ખંડકાવ્યો ગુજરાતીમાં ખંડકાવ્યના ઉત્તમ માનદંડ તરીકે સ્થાપિત થયાં છે.

ઉદાહરણો

સંસ્કૃતમાં મહાકવિ કાલિદાસ રચિત ‘મેઘદૂત’ અને ‘ઋતુસંહાર’ ખંડકાવ્યના ઉદાહરણ છે. ગુજરાતી સાહિત્યમાં ખંડ કાવ્યના ઉદાહરણો આ મુજબ છે:

પૌરાણિક વિષય વસ્તુ

આ ઉપરાંત ‘જટાયુસિતાંશુ યશશ્ચન્દ્ર , બાહુક (ચિનુ મોદી), અશ્વત્થામાની સ્વગતોક્તિ (નલિન રાવળ), ‘શિખંડી’ (વિનોદ જોશી) પૌરાણિક વિષયોનો કથાસંદર્ભ લઈ લખાયેલા અન્ય ખંડ કાવ્યો છે.

ઐતિહાસિક વિષય વસ્તુ

કાલ્પનિક

  • ચક્રવાકમિથુન - કાન્ત
  • સારસી - કલાપી

સંપાદનો

ઈ.સ. ૧૯૫૭માં ‘આપણાં ખંડકાવ્યો’- નામે ધીરુભાઈ ઠાકર, ચિમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટે બે પુરવણીઓમાં ૩૦ ખંડાકાવ્યો સંપાદિત કર્યા હતા. એ પછી ૧૯૮૫માં ‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’- નામે ચિનુ મોદી અને સતીશ વ્યાસે એક સંપાદન બહાર પાડ્યું જેમાં એમણે ૧૪ શિષ્ટ, ૬ વિશિષ્ટ અને ૩ પરિશિષ્ટ એવા ત્રણ વિભાગમાં ખંડકાવ્યો સંપાદિત કર્યાં છે.

સંદર્ભ

Tags:

ખંડકાવ્ય અર્થખંડકાવ્ય વ્યાખ્યાખંડકાવ્ય ઇતિહાસખંડકાવ્ય અન્ય નામખંડકાવ્ય માળખુંખંડકાવ્ય ઉદાહરણોખંડકાવ્ય સંપાદનોખંડકાવ્ય સંદર્ભખંડકાવ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તાપી જિલ્લોસંત કબીરસંચળબાબરસામવેદચીપકો આંદોલનઆણંદ જિલ્લોત્રિપિટકપાવાગઢખાવાનો સોડાશામળ ભટ્ટમકરધ્વજસ્વપ્નવાસવદત્તાઅરિજીત સિંઘછંદમાધ્યમિક શાળાપિત્તાશયગુલાબરેવા (ચલચિત્ર)ઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરભેંસનર્મદા નદીગુજરાતી સાહિત્ય પરિષદસંયુક્ત આરબ અમીરાતસમાન નાગરિક સંહિતામાધવપુર ઘેડએપ્રિલ ૨૫ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલતાલુકા વિકાસ અધિકારીપાટીદાર અનામત આંદોલનગુજરાતના તાલુકાઓપંચતંત્રરબારીકળથીસુરેશ જોષીધરતીકંપભૂપેન્દ્ર પટેલબિન્દુસારપૂજા ઝવેરીઆહીરઆચાર્ય દેવ વ્રતશિવાજીમોહન પરમારજય શ્રી રામભારતીય રૂપિયોગુજરાતના રાજ્યપાલોપુરાણહાજીપીરજયપ્રકાશ નારાયણનરેન્દ્ર મોદી સ્ટેડિયમરાજસ્થાનીજાહેરાતપ્રેમાનંદકામસૂત્રવિશ્વ પર્યાવરણ દિવસરામસચિન તેંડુલકરપોલીસઇસ્કોનકાકાસાહેબ કાલેલકરરાજપૂતઇસ્લામભરૂચ જિલ્લોકાદુ મકરાણીરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાખ્રિસ્તી ધર્મવલ્લભાચાર્યબ્રાઝિલમહેસાણા જિલ્લોડાંગ જિલ્લોયુરોપના દેશોની યાદીમાનવીની ભવાઇગંગાસતીવીર્યપાંડવઆદિવાસીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોક સભા🡆 More