બાહુક: ચિનુ મોદી કૃત ગુજરાતી ખંડકાવ્ય

બાહુક એ ગુજરાતી સાહિત્યકાર ચિનુ મોદી રચિત એક દીર્ઘ ખંડકાવ્ય કાવ્ય છે.

આ કાવ્ય છાંદસ અને અછાંદસ એમ બંને પ્રકારની કડીઓનું બનેલું છે. આ કાવ્ય મહાભારતના પાત્ર નળ પર કેન્દ્રિત છે જે વનવાસ દરમ્યાન કર્કોટક નાગના ડંખને કારણે બાહુકમાં પરિવર્તન પામ્યો હતો. આ કૃતિ સંસ્કૃત શૈલીવાળી આલંકારિક ભાષામાં લખાયેલી છે, અને તે ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રશંસા પામેલી કૃતિ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આ કાવ્યને ઉશનસ્ પુરસ્કાર (૧૯૮૨-૮૩) માટે પસંદ કરવામાં આવ્યું હતું.

બાહુક 
મહાભારત આધારિત દીર્ઘ કાવ્ય
રચનાર: ચિનુ મોદી
રચના સાલ૧૯૮૨
પ્રથમ પ્રકાશનજાન્યુઆરી ૧૯૮૩
ચિત્રકારશૈલેષ મોદી
મુખપૃષ્ઠ ચિત્રકારકુરંગ મેહતા
દેશભારત
ભાષાગુજરાતી
સ્વરૂપછાંદસ અને અછાંદસ
છંદસંસ્કૃત વૃત્તો અને માત્રામેળ છંદો
પ્રકાશકઆદર્શ પ્રકાશન, અમદાવાદ
લીટીઓ૩ સર્ગ, ૫૦ પ્રકરણો
પૃષ્ઠ૧૫૨
ISBN978-93-82593-79-9
OCLC249677342
પૂરોગામી રચનાઆંસુ મારો છિન્ન અંશ
અનુગામી રચનાકાલાખ્યાન

પૃષ્ઠભૂમિ અને પ્રકાશન ઇતિહાસ

બાહુક: પૃષ્ઠભૂમિ અને પ્રકાશન ઇતિહાસ, પાત્રો, વિષય 
ચિનુ મોદી

ચિનુ મોદીએ ૧૯૭૧માં બાહુક લખવાનું શરૂ કર્યું. ૧૯૭૯ થી ૧૯૮૧ સુધી તેમને દિલ્હીના સંસ્કૃતિ વિભાગની રચનાત્મક ફેલોશિપ મળતા આ કાર્ય મુલ્તવી રાખ્યું હતું અને ઑક્ટોબર ૧૯૮૨માં કવિતા પૂર્ણ કરી હતી. બાહુકને પુસ્તક સ્વરૂપે જાન્યુઆરી ૧૯૮૩ માં આદર્શ પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને ૧૯૯૯ માં ફરીથી છાપવામાં આવ્યું હતું. ત્રીજી આવૃત્તિ, ટીકાત્મક લેખો સહિત, ઑક્ટોબર ૨૦૧૪ માં પ્રકાશિત કરવામાં આવી હતી.

પાત્રો

  • નળ, નિશધનગરનો રાજા, જેણે તેમના ભાઇ પુષ્કર સાથે શરત લગાડી અને સામ્રાજ્ય હારી ગયા.
  • દમયંતી, વિદર્ભ રાજ્યની રાજકુમારી અને નળની પત્ની.
  • બૃહદશ્વ, ઋષિ.

વનવાસ દરમિયાન પાંડવ રાજા યુધિષ્ઠિરે બૃહદશ્વને પૂછ્યું, "આ જંગલમાં મારા જેવા દુર્ભાગ્યપૂર્ણ બીજો કોઈ સમ્રાટ છે કે?" તે સમયે, બૃહદશ્વએ તેમને નળ અને દમયંતીની કથા સંભળાવીને આશ્વાસન આપ્યું હતું. ચિનુ મોદીની કવિતામાં, ઋષિ બૃહદશ્વ સ્વતંત્ર પાત્ર અને નિરીક્ષક તરીકે દર્શાવ્યા છે.

વિષય

કાવ્યનો વિષય મહાભારતના ત્રીજા પર્વ (વનપર્વ)ના ૨૭મા અધ્યાયમાં આવતી નળ અને દમયંતીની વાર્તા છે. કવિતાનો કેન્દ્રીય વિષય નળ અને તેની પત્ની દમયંતીની માનસિકતા અને સૂક્ષ્મ લાગણીઓ છે. તેના ભાઈ પુષ્કર સાથે લગાડેલી એક શરતમાં પોતાનું સામ્રાજ્ય ગુમાવ્યા પછી, નળ જંગલમાં જતાં પહેલા પોતાની પત્ની દમાયંતી સાથે, તેના શહેર, નિશાદનગરની બહાર ત્રણ દિવસ અને રાત વિતાવે છે. પોતાના શહેરથી દૂર થતાં નળને ભારે એકલતાની અનુભૂતિ થાય છે. આ કવિતામાં આ ત્રણ દિવસ અને રાત દરમિયાન તેમના વ્યક્તિત્વના વિસર્જનને દર્શાવવામાં આવ્યું છે.

રચના અને પ્રયુક્તિઓ

કવિતાને ત્રણ સર્ગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ સર્ગમાં ૧૫ પ્રકરણો, બીજામા ૧૩ પ્રકરણો અને ત્રીજામાં ૨૨ પ્રકરણો છે. કવિતાના ત્રણેય પાત્રો એકબીજા સાથે વાતચીત કરતા નથી, પરંતુ તેમની સ્વતંત્ર રીતે એકોક્તિઓ કાવ્યમાં આવે છે.

એકલ પાત્રોના સંવાદનો ઘટનાક્રમ નીચે મુજબ છે:

  • સર્ગ ૧ : બૃહદશ્વ, નળા, દમયંતી
  • સર્ગ ૨ : બૃહદશ્વ, નળ, દમયંતી
  • સર્ગ ૩ : દમયંતી, બૃહદશ્વ, નળ

પહેલા અને બીજા સર્ગમાં છંદનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. ત્રીજા સર્ગમાં સંસ્કૃત વૃત્તો તેમજ માત્રામેળ છંદો જેવા કે 'પૃથ્વી', 'વસંતતિલિકા', 'મંદાક્રાંતા', 'શિખરિણી', 'ચોપાઈ' અને 'કટાવ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાવ્યમાં સંસ્કૃત રીતીની અને આલંકારિક ભાષાનો ઉપયોગ થયો છે. આ કાવ્યમાં નળ, દમયંતી અને બૃહદશ્વ એમ ત્રણ પાત્રોની લાંબી એકોક્તિઓનો આવે છે. બૃહદશ્વ અને દમયંતીની એકોક્તિઓ મૂળભૂત રીતે નળ અને તેના માનસ પર કેન્દ્રીત છે, જેમાં તેઓનો નળ પ્રત્યેનો પ્રેમ પ્રતિબિંબિત થાય છે. કવિએ મહાભારતની મૂળ કથામાં આવતી બે પ્રમુખ ઘટનાઓ 'કર્કોટક ડંખની ઘટના' અને 'મત્સ્ય સજીવન પ્રસંગ'ને નવા અર્થઘટન સાથે આલેખી છે. મૂળ કથામાં કર્કોટકના ડંખને કારણે નળ બાહુકના રૂપમાં પરિવર્તિન પામે છે. જ્યારે આ કવિતામાં ચિનુ મોદી નળનું બાહુકના રૂપમાં પરિવર્તન કુદરતી ઘટનાઓને કારણે દર્શાવે છે.

પુરસ્કાર

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અ પુસ્તકને ૧૯૮૨–૮૩નો ઉશનસ્ પુરસ્કાર એનાયત કરાયો હતો.

અનુવાદ અને રૂપાંતરણ

ચિનુ મોદીએ ૧૯૯૧ માં આ કવિતાને દ્વિઅંકી ગુજરાતી નાટક તરીકે રૂપાંતરીત કર્યું. તે નાટકમાં હિમાંશુ ત્રિવેદીએ નળની ભૂમિકા ભજવી હતી અને અસ્મા દલાલે દમયંતીની ભૂમિકા ભજવી હતી. કવિતા શર્મા 'જદલી' દ્વારા ૨૦૧૭માં આ કવિતાનો હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું.

સંદર્ભ

પૂરક વાંચન

  • મોદી, ચિનુ; રામાકૃષ્ણન, ઈ.વી. "બાહુક". ભારતીય સાહિત્ય. ૩૮, (૫): ૨૦-૨૯. JSTOR 23335791.CS1 maint: extra punctuation (link) બાહુક: પૃષ્ઠભૂમિ અને પ્રકાશન ઇતિહાસ, પાત્રો, વિષય 

Tags:

બાહુક પૃષ્ઠભૂમિ અને પ્રકાશન ઇતિહાસબાહુક પાત્રોબાહુક વિષયબાહુક રચના અને પ્રયુક્તિઓબાહુક પુરસ્કારબાહુક અનુવાદ અને રૂપાંતરણબાહુક સંદર્ભબાહુક પૂરક વાંચનબાહુકઉશનસ્ગુજરાતી સાહિત્યગુજરાતી સાહિત્ય પરિષદચિનુ મોદીમહાભારતસંસ્કૃત ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતી ફિલ્મોની યાદીરવિશંકર રાવળઇઝરાયલકુંવરબાઈનું મામેરુંસોમનાથઅરદેશર ખબરદારભારતના રાજ્ય ફૂલોની યાદીકામરેજ તાલુકોમુઘલ સામ્રાજ્યજુલાઇએશિયાના દેશોની સૂચિસ્વામી વિવેકાનંદવીર્યયજુર્વેદભાવનગરઅંબાજીપરબધામ (તા. ભેંસાણ)દત્તાત્રેયમણિશંકર રત્નજી ભટ્ટકાકાસાહેબ કાલેલકરકંડલા બંદરવિક્રમ સંવતલિંગ ઉત્થાનગુજરાત વિધાનસભાગુજરાતના તાલુકાઓખોડિયાર મંદિર - માટેલ (ગુજરાત)વ્યાસઘઉંદિવાળીબેન ભીલસંયુક્ત આરબ અમીરાતપાલીતાણાના જૈન મંદિરોધનુ રાશીપાટણસ્વતંત્રતા દિવસ (ભારત)રમેશ પારેખભાવનગર રજવાડુંસમાજશાસ્ત્રપપૈયુંજીસ્વાનહનુમાનનવરોઝવસ્તીહરદ્વારગોવાઈશ્વરઅમદાવાદ બીઆરટીએસભાવનગર જિલ્લોમલેરિયાઉંબરો (વૃક્ષ)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમહાત્મા ગાંધીનું કુટુંબતાલુકા વિકાસ અધિકારીબારડોલી સત્યાગ્રહગરબારામસર સંમેલનકર્ક રાશીહૃદયરોગનો હુમલોકુંતાશી (તા.માળિયા-મિયાણા)લોહાણામન્ના ડેઇ-કોમર્સરાજકોટગુજરાતી સાહિત્યકારોની યાદીગૌતમ અદાણીચાણક્યગુજરાતના જિલ્લાઓડાંગ જિલ્લોડીસાગુજરાતના શક્તિપીઠોઔદ્યોગિક ક્રાંતિભીમદેવ સોલંકીદ્વારકાબ્રહ્માંડસાતપુડા પર્વતમાળાભારતગુજરાતની નદીઓની યાદીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ🡆 More