મલેરિયા

મલેરિયા એક વાહક-જનિત સંક્રામક રોગ છે જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે.

આ મુખ્ય રૂપે અમેરિકા, એશિયા અને અાફ્રીકા મહાદ્વીપોના ઉષ્ણ કટિબંધ તથા ઉપોષ્ણ કટિબંધી ક્ષેત્રોમાં ફેલાયેલો છે. પ્રત્યેક વર્ષ આ ૫૧.૫ કરોડ લોકોને પ્રભાવિત કરે છે તથા ૧૦ થી ૩૦ લાખ લોકોનાં મૃત્યુનું કારણ બને છે જેમાંથી મોટાભાગે ઉપ-સહારા અફ્રીકા ના યુવા બાળકો હોય છે. મલેરિયા ને સામાન્ય રીતે ગરીબીથી જોડીને જોવાય છે પણ આ પોતે પોતાનામાં ગરીબીનું કારણ છે તથા આર્થિક વિકાસનો પ્રમુખ અવરોધક છે.

મલેરિયા
ખાસિયતInfectious diseases, tropical medicine, parasitology Edit this on Wikidata

મલેરિયા સૌથી પ્રચલિત સંક્રામક રોગોમાં એક છે તથા ભંયકર જન સ્વાસ્થ્ય સમસ્યા છે. આ રોગ પ્લાઝમોડિયમ ગણ ના પ્રોટોઝોઆ પરજીવી ના માધ્યમ થી ફેલાય છે. કેવળ ચાર પ્રકાર ના પ્લાઝ્મોડિયમ (Plasmodium) પરજીવી મનુષ્ય ને પ્રભાવિત કરે છે જેમાં સર્વાધિક ખતરનાક પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ (Plasmodium falciparum) તથા પ્લાઝ્મોડિયમ વિવેક્સ (Plasmodium vivax) માનાય છે, સાથે જ પ્લાઝ્મોડિયમ ઓવેલ (Plasmodium ovale) તથા પ્લાઝ્મોડિયમ મલેરિયે (Plasmodium malariae) પણ માનવ ને પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણ સમૂહ ને 'મલેરિયા પરજીવી' કહે છે.

મલેરિયા ના પરજીવી ની વાહક માદા એનોફ઼િલીસ (Anopheles) મચ્છર છે. આના ડંખ મારતા મલેરિયા ના પરજીવી લાલ રક્ત કોશિકાઓમાં પ્રવેશ કરીને બહુગુણિત થાય (વૃદ્ધિ પામે) છે જેથી રક્તહીનતા (એનીમિયા) ના લક્ષણ દેખાય છે (ચક્કર આવવા, શ્વાસ ફૂલાવો, દ્રુતનાડ઼ી ઇત્યાદિ) . આના સિવાય અવિશિષ્ટ લક્ષણ જેમ કે તાવ, સર્દી, ઉબકા, અને શરદી જેવી અનુભૂતિ પણ દેખાય છે. ગંભીર મામલામાં દર્દી મૂર્ચ્છા પામે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.

મલેરિયા ના ફેલાવ ને રોકવા માટે ઘણા ઉપાય કરી શકાય છે. મચ્છરદાની અને કીડા ભગાવવા વાળી દવાઓ મચ્છર ના ડંખથી બચાવે છે, તો કીટનાશક દવા ના છંટકાવ તથા સ્થિર જળ (જેના પર મચ્છર ઈંડા દે છે) ની નિકાસી થી મચ્છરો નું નિયંત્રણ કરી શકાય છે. મલેરિયા ની રોકથામ માટે યદ્યપિ ટીકા/વેક્સિન પર શોધ જારી છે, પણ હજી સુધી કોઈ શોધાઇ નથી. મલેરિયાથી બચવા માટે નિરોધક દવાઓ લામ્બા સમય સુધી લેવી પડે છે અને એટલી મોંઘી હોય છે કે મલેરિયા પ્રભાવિત લોકો ની પહોંચથી મોટેભાગે બાહર હોય છે. મલેરિયા પ્રભાવી ક્ષેત્રો ના મોટાભાગના વયસ્ક લોકો માં વારંવાર મલેરિયા થવાની પ્રવૃત્તિ થતી હોય છે સાથે જ તેમનામાં આની વિરૂદ્ધ આંશિક પ્રતિરોધક ક્ષમતા પણ આવી જાય છે, પણ આ પ્રતિરોધક ક્ષમતા તે સમયે ઓછી થઈ જાય છે જ્યારે તેઓ એવા ક્ષેત્ર માં ચાલ્યા જાય છે જે મલેરિયાથી પ્રભાવિત નથી હોય. જો તે પ્રભાવિત ક્ષેત્ર માં પાછા ફરે છે તો તેમને ફરીથી પૂર્ણ સાવધાની વરતવી જોઇએ. મલેરિયા સંક્રમણ નો ઇલાજ કુનેન કે આર્ટિમીસિનિન જેવી મલેરિયારોધી દવાઓથી કરાય છે યદ્યપિ દવા પ્રતિરોધકતા ના મામલા તેજીથી સામાન્ય થતા જાય છે.

ઇતિહાસ

મલેરિયા 
સર રોનાલ્ડ રૉસ

મલેરિયા માણસો ને ૫૦,૦૦૦ વર્ષોથી પ્રભાવિત કરતો રહ્યો છે કદાચ આ સદૈવથી મનુષ્ય જાતિ પર પરજીવી રહ્યો છે. આ પરજીવી ના નિકટવર્તી સગા આપણા નિકટવર્તી સગામાં એટલેકે ચિમ્પાંજી માં રહે છે. જ્યારથી ઇતિહાસ લખાયો છે ત્યાર મલેરિયા ના વર્ણન મળે છે. સૌથી પુરાણા વર્ણન ચીનથી ૨૭૦૦ ઇસ પૂર્વના મળે છે. મલેરિયા શબ્દ ની ઉત્પત્તિ મધ્યકાલીન ઇટાલિયન ભાષા ના શબ્દો માલા એરિયાથી થઈ છે જેનો અર્થ છે 'ખરાબ હવા'. આને 'કાદવી તાવ' (અંગ્રેજી: marsh fever, માર્શ ફ઼ીવર) કે 'એગ' (અંગ્રેજી: ague) પણ કહેવાતો હતો કેમ કે આ કળણ ક્ષેત્રોમાં વ્યાપક રૂપે ફેલાતો હતો.

મલેરિયા પર પહેલે પહેલ ગંભીર વૈજ્ઞાનિક અધ્યયન ૧૮૮૦ માં થયું હતું જ્યારે એક ફ઼્રાંસીસી સૈન્ય ચિકિત્સક ચાર્લ્સ લુઈ અલ્ફોંસ લેવેરન એ અલ્જીરિયામાં કામ કરતા પહેલી વખત લાલ રક્ત કોશિકા ની અન્દર પરજીવી ને જોયા હતાં. ત્યારે તેણે એમ પ્રસ્તાવિત કર્યું કે મલેરિયા રોગ નું કારણ આ પ્રોટોઝોઆ પરજીવી છે. આ તથા અન્ય શોધો હેતુ તેમને ૧૯૦૭ નું ચિકિત્સા નોબેલ પુરસ્કાર દેવામાં આવ્યું.

આ પ્રોટોઝોઆ નું નામ પ્લાઝ્મોડિયમ ઇટાલિયન વૈજ્ઞાનિકો એત્તોરે માર્ચિયાફાવા તથા આંજેલો સેલી એ રાખ્યું હતું. આના એક વર્ષ બાદ ક્યુબાઈ ચિકિત્સક કાર્લોસ ફિનલે એ પીત્ત તાવ નો ઇલાજ કરતા પહેલી વાર એ દાવો કર્યો કે મચ્છર રોગ ને એક મનુષ્યથી બીજા મનુષ્ય સુધી ફેલાવે છે. કિંતુ આને અકાટ્ય રૂપે પ્રમાણિત કરવાનું કાર્ય બ્રિટેન ના સર રોનાલ્ડ રૉસ એ સિકંદરાબાદમાં કામ કરતા ૧૮૯૮માં કર્યું. આમણે મચ્છરો ની વિશેષ જાતિઓથી પક્ષિઓ ને ડંખ મરાવી તે મચ્છરોની લાળ ગ્રંથિઓથી પરજીવી અલગ કરી બતાવ્યા જેમને તેમણે સંક્રમિત પક્ષીઓમાં પાળ્યા હતા. આ કાર્ય માટે તેમને ૧૯૦૨ નો ચિકિત્સા નોબેલ મળ્યો. પછી ભારતીય ચિકિત્સા સેવાથી ત્યાગપત્ર આપી રૉસ એ નવસ્થાપિત લિવરપૂલ સ્કૂલ ઑફ઼ ટ્રૉપિકલ મેડિસિનમાં કાર્ય કર્યું તથા ઈજીપ્ત, પનામા, યૂનાન તથા મોરિશિયસ જેવા ઘણાં દેશોમાં મલેરિયા નિયંત્રણ કાર્યોમાં યોગદાન આપ્યું. ફિનલે તથા રૉસની શોધોની પુષ્ટિ વૉલ્ટર રીડ ની અધ્યક્ષતામાં એક ચિકિત્સકીય બોર્ડ એ ૧૯૦૦માં કરી. આની આની સલાહોં નું પાલન વિલિયમ સી. ગોર્ગસ એ પનામા નહેર ના નિર્માણ સમયે કર્યું, જેથી હજારો મજૂરોનો જીવ બચી શક્યો. આ ઉપાયો નો પ્રયોગ ભવિષ્યમાં આ બીમારી વિરૂદ્ધ કરવામાં આવ્યો.

મલેરિયા કે વિરૂદ્ધ પહેલો પ્રભાવી ઉપચાર સિંકોના વૃક્ષની છાલથી કરાયો હતો જેમાં કુનેન મળી આવે છે. આ વૃક્ષ પેરુ દેશમાં એંડીઝ પર્વતો ના ઢાળ પર ઉગે છે. આ છાલ નો પ્રયોગ સ્થાનીય લોકો લામ્બા સમયથી મલેરિયા વિરૂદ્ધ કરતાં રહ્યાં હતાં. જીસુઇટ પાદરિઓ એ લગભગ ૧૬૪૦ ઇસ્વીમાં આ ઇલાજ યૂરોપ પહોંચાડ્યો, જ્યાં આ બહુ લોકપ્રિય થયો. પરંતુ છાલથી કુનેન ને ૧૮૨૦ સુધી અલગ ન કરી શકાયો. આ કાર્ય અંતતઃ ફ્રાંસીસી રસાયણવિદો પિયેર જોસેફ પેલેતિયે તથા જોસેફ બિયાંનેમે કેવેંતુ એ કર્યો હતો, આમણે જ કુનેન ને આ નામ આપ્યું.

વીસમી સદી ના પ્રારંભ માં, એન્ટીબાયોટિક દવાઓના અભાવ માં, ઉપદંશ (સિફિલિસ) ના રોગીઓ ને જાણે કરી મલેરિયાથી સંક્રમિત કરાતા હતાં. આ બાદ કુનેન દેવાથી મલેરિયા અને ઉપદંશ બનેં કાબૂમાં આવી જતાં હતાં. યદ્યપિ અમુક દર્દીની મૃત્યુ મલેરિયાથી થઈ જતી હતું, ઉપદંશથી થતી નિશ્ચિત મૃત્યુથી આ નિતાંત બેહતર માનાતુ હતું. યધપિ મલેરિયા પરજીવી ના જીવન ના રક્ત ચરણ અને મચ્છર ચરણની જાણકારી બહુ પહેલાં મળી ગઈ હતી, કિંતુ આ ૧૯૮૦માં જઈ ખબર પડી કે આ યકૃત માં છુપી રૂપેથી મોજૂદ રહે છે. આ શોધથી એ ગુંચવડ ઉકેલાઈ કે કેમ મલેરિયાથી ઉભરેલા દર્દી વર્ષોં બાદ અચાનક રોગથી ગ્રસ્ત થઈ જાય છે.

રોગ નું વિતરણ તથા પ્રભાવ

મલેરિયા પ્રતિવર્ષે ૪૦ થી ૯૦ કરોડ તાવ ના મામલાનું કારણ બને છે, ત્યાં આનાથી ૧૦ થી ૩૦ લાખ મૃત્યુ દર વર્ષે થાય છે, જેનો અર્થ છે પ્રતિ ૩૦ સેકેંડે એક મૃત્યુ. આમાંથી વધુ પડતા પાંચ વર્ષથી ઓછી વર્ષ વાળા બાળકો હોય છે, ત્યાં ગર્ભવતી મહિલાઓ પણ આ રોગ પ્રત્યે સંવેદનશીલ હોય છે. સંક્રમણ રોકવાનો પ્રયાસ તથા ઇલાજ કરવાના પ્રયાસો હોવા છતાં પણ ૧૯૯૨ બાદ આના મામલાઓમાં હજી સુધી કોઈ પડતી નથી આવી. જો મલેરિયાની વર્તમાન પ્રસાર દર બની રહી તો આગલા ૨૦ વર્ષોં માં મૃત્યુ દર બે ગણી થઈ શકે છે. મલેરિયા વિષે વાસ્તવિક આંકડા અનુપલબ્ધ છે કેમકે વધુપડતા રોગી ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે, ન તો તેઓ ચિકિત્સાલય જાય છે અને ન તેમના મામલાનો લેખ જોખ રખાય છે.

મલેરિયા અને એચ.આઈ.વી. નું એક સાથે સંક્રમણ થતા મૃત્યુની સંભાવના વધી જાય છે. મલેરિયા જોકે એચ.આઈ.વી.થી અલગ આયુ-વર્ગમાં થાય છે, માટે આ મેલ એચ.આઈ.વી. - ટી.બી. (ક્ષય રોગ) ના મેલથી ઓછો વ્યાપક અને ઘાતક હોય છે. તથાપિ આ બનેં રોગ એક બીજા ના પ્રસાર ને ફેલાવવામાં યોગદાન દે છે- મલેરિયાથી વાયરલ ભાર વધી જાતા છે, ત્યાં એડ્સ સંક્રમણથી વ્યક્તિની પ્રતિરોધક ક્ષમતા કમજોર થઈ જતાં તે રોગ ની ચપેટ માં આવી જાય છે.

વર્તમાનમાં મલેરિયા ભૂમધ્ય રેખા ની બંને તરફ વિસ્તૃત ક્ષેત્રમાં ફેલાયેલો છે આ ક્ષેત્રોમાં અમેરિકા, એશિયા તથા વધુ પડતું અફ્રીકા આવે છે, પણ આમાંથી સૌથી વધુ મૃત્યુ (લગભગ ૮૫ % થી ૯૦ % સુધી) ઉપ-સહારા અફ્રીકા માં થાય છે. મલેરિયાનું વિતરણ સમઝવુ થોડું જટિલ છે, મલેરિયા પ્રભાવિત તથા મલેરિયા મુક્ત ક્ષેત્ર પ્રાય સાથે સાથે હોય છે. સૂકા ક્ષેત્રોમાં આના પ્રસારનો વર્ષાના પ્રમાણથી ઊંડો સંબંધ છે. ડેંગ્યૂ તાવ ની વિપરીત આ શહરોની અપેક્ષા ગામડામાં વધુ ફેલાય છે. ઉદાહરણાર્થ વિયેટનામ, લાઓસ અને કંબોડિયા ના નગરો મલેરિયા મુક્ત છે, જ્યારે આ દેશો ના ગામડા આનાથી પીડિત છે. અપવાદ-સ્વરૂપ અફ્રીકામાં નગર-ગ્રામીણ બધા ક્ષેત્ર આનાથી ગ્રસ્ત છે, યદ્યપિ મોટા નગરોમાં ખતરો ઓછો હોય છે. ૧૯૬૦ ના દશક બાદ ક્યારેય આના વિશ્વ વિતરણ ને મપાયુ નથી. હાલ માં જ બ્રિટેનની વેલકમ ટ્રસ્ટ એ મલેરિયા એટલસ પરિયોજના ને આ કાર્ય હેતુ વિત્તીય (આર્થિક) સહાયતા આપી છે, જેથી મલેરિયાના વર્તમાન તથા ભવિષ્યના વિતરણ ને બેહતર ઢંગથી અધ્યયન કરી શકાશે.

સામાજિક અને આર્થિક પ્રભાવ

મલેરિયા ગરીબીથી જોડાયેલ તો છે જ, આ પોતાનામાં પોતે પણ ગરીબી નું કારણ છે તથા આર્થિક વિકાસમાં બાધક છે. જે ક્ષેત્રોમાં આ વ્યાપક રૂપે ફેલાય છે ત્યાં આ અનેક પ્રકાર ના નકારાત્મક આર્થિક પ્રભાવ પાડે છે. પ્રતિ વ્યક્તિ જી.ડી.પી ની તુલના જો ૧૯૯૫ ના આધાર પર કરાય (ખરીદ ક્ષમતા ને સમાયોજિત કરી), તો મલેરિયા મુક્ત ક્ષેત્રો અને મલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં આમાં પાંચ ગણા જેટલું અંતર દેખાય આતા છે (૧,૫૨૬ ડોલર/૮,૨૬૮ ડોલર). જે દેશોમાં મલેરિયા ફેલાય છે તેમના જી.ડી.પી માં ૧૯૬૫થી ૧૯૯૦ ની મધ્યમાં કેવળ પ્રતિવર્ષ ૦.૪% ની વૃદ્ધિ થઈ ત્યાં મલેરિયાથી મુક્ત દેશોંમાં આ વૃદ્ધિ ૨.૪% થઈ. યદ્યપિ સાથે હોવા માત્રથી જ ગરીબી અને મલેરિયા ની વચ્ચે કારણ નો સંબંધ ન જોડી શકાય, ઘણાં ગરીબ દેશોંમાં મલેરિયાની રોકથામ કરવા માટે પર્યાપ્ત ધન ઉપલબ્ધ નથી કરી શકાતું. કેવળ અફ્રીકામાં જ પ્રતિવર્ષ ૧૨ અબજ અમેરિકન ડોલર નું નુકશાન મલેરિયા ને લીધે થાય છે, આમાં સ્વાસ્થ્ય વ્યય, કાર્યદિવસોની હાનિ, શિક્ષાની હાનિ, દિમાગી મલેરિયા ને લીધે માનસિક ક્ષમતાની હાનિ તથા નિવેશ એવં પર્યટનની હાનિ શામિલ છે. અમુક દેશોમાં આ કુલ જન સ્વાસ્થય બજટ નો ૪૦% સુધી ખાઈ જાય છે. આ દેશોંમાં હોસ્પીટલોમાં ભર્તી થવાવાળા દર્દીઓમાંથી ૩૦% થી ૫૦% અને બાહ્ય-રોગી વિભાગોમાં દેખતા રોગીઓમાં ૫૦% સુધી રોગી મલેરિયા ના હોય છે. એડ્સ અને તપેદિક ના મુકાબલે ૨૦૦૭ ના નવંબર માસમાં મલેરિયા માટે બમણાથી પણ વધુ ૪૬.૯ કરોડ઼ ડોલર ની સહાયતા રાશિ ખર્ચ કરાઈ.

રોગ ના લક્ષણ

મલેરિયાના લક્ષણોમાં શામિલ છે- તાવ, કપકપી, સાંધામાં દર્દ, ઉલ્ટી, રક્તાલ્પતા (રક્ત વિનાશ થી), મૂત્રમાં હીમોગ્લોબિન અને બેહોશી. મલેરિયાનું સૌથી સામાન્ય લક્ષણ છે અચાનક તેજ કપકપી તે સાથે ઠંડી પડવી, જેની તુરંત બાદ તાવ આવે છે. ૪ થી ૬ કલાક બાદ તાવ ઉતરે છે અને પરસેવો આવે છે. પી. ફૈલ્સીપેરમ ના સંક્રમણમાં આ પૂરી પ્રક્રિયા દર ૩૬ થી ૪૮ કલાકમાં થાય છે અથવા લગાતાર તાવ રહી શકે છે; પી. વિવેવૈક્સ અને પી. ઓવેલથી થતા મલેરિયામાં દર બે દિવસે તાવ આવે છે, તથા પી. મલેરિયેથી દર ત્રણ દિવસે.

મલેરિયા ના ગંભીર મામલા લગભગ હમેંશા પી. ફેલ્સીપેરમથી થાય છે. આ સંક્રમણ કે ૬ થી ૧૪ દિવસ બાદ થાય છે. તિલ્લી અને યકૃત નો આકાર વધવો, તીવ્ર માથાનો દુખાવો અને અધોમધુરક્તતા (રક્તમાં ગ્લૂકોજ઼ ની કમી) પણ અન્ય ગંભીર લક્ષણ છે. મૂત્રમાં હીમોગ્લોબિન નું ઉત્સર્જન, અને આનાથી મૂત્રાશય (કીડની) ની વિફળતા સુદ્ધાં થઈ શકે છે, જેનાથી કાળાપાણી તાવ (અંગ્રેજી: blackwater fever, બ્લૈક વૉટર ફ઼ીવર) કહે છે. ગંભીર મલેરિયાથી મૂર્ચ્છા કે મૃત્યુ પણ થઈ શકે છે, નાના બાળકો તથા ગર્ભવતી મહિલાઓમાં આમ થવાનો ખતરો ઘણો વધુ હોય છે. અત્યંત ગંભીર મામલામાં મૃત્યુ અમુક કલાકો માં થઈ શકે છે. ગંભીર મામલામાં ઉચિત ઇલાજ થતાં પણ મૃત્યુ દર ૨૦% સુધી હોઈ શકે છે. મહામારી વાળા ક્ષેત્ર માં પ્રાય ઉપચાર સંતોષજનક નથી થઈ શકતો, અતઃ મૃત્યુ દર ઘણી ઊંચો હોય છે, અને મલેરિયા કે પ્રત્યેક ૧૦ દર્દીમાંથી ૧ મૃત્યુને પ્રાપ્ત થાય છે.

મલેરિયા નાના બાળકોના વિકાસશીલ મસ્તિષ્ક ને ગંભીર ક્ષતિ પહોંચાડી શકે છે. બાળકોમાં દિમાગી મલેરિયા થવાની સંભાવના અધિક રહે છે, અને આમ થતાં મગજમાં રક્તની આપૂર્તિ ઓછી થઈ શકે છે, અને લગભગ મસ્તિષ્ક ને સીધું નુકશાન પહોંચે છે. અત્યાધિક ક્ષતિ થતાં હાથ-પગ વિચિત્ર રીતે મચકોડાઈ કે વળી કે તૂટી જાય છે. દીર્ઘ કાળમાં ગંભીર મલેરિયાથી ઉભરાયેલા બાળકોમાં લગભગ અલ્પ માનસિક વિકાસ જોવા મળે છે. ગર્ભવતી સ્ત્રીઓ મચ્છરો માટે બહુ આકર્ષક હોય છે અને મલેરિયાથી ગર્ભની મૃત્યુ, નિમ્ન જન્મ ભાર અને શિશુની મૃત્યુ સુદ્ધાં થઈ શકે છે. મુખ્યત આ પી. ફેલ્સીપેરમ ના સંક્રમણથી થાય છે, પણ પી. વિવેક્સ પણ આવું કરી શકે છે. પી. વિવેક્સ તથા પી. ઓવેલ પરજીવી વર્ષોં સુધી યકૃતમાં છુપા રહી શકે છે. અતઃ રક્તથી રોગ મટી જવા છતાં પણ રોગથી પૂર્ણતયા મુક્તિ મળી ગઈ છે એવું માની લેવું ખોટું છે. પી. વિવેક્સ માં સંક્રમણ કે ૩૦ વર્ષ બાદ ફરીથી મલેરિયા થઈ શકે છે. સમશીતોષ્ણ ક્ષેત્રોંમાં પી. વિવેક્સ ના દર પાંચમાંથી એક મામલો ઠંડીના મોસમમાં છુપો રહી બીજા વર્ષે અચાનક ઉભરાય છે.

કારક

મલેરિયા પરજીવી

મલેરિયા પ્લાઝ્મોડિયમ ગણ કે પ્રોટોઝોઆ પરજીવિઓથી ફેલાય છે. આ ગણ કે ચાર સદસ્ય મનુષ્યો ને સંક્રમિત કરે છે- પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ વિવેક્સ, પ્લાઝ્મોડિયમ ઓવેલ તથા પ્લાઝ્મોડિયમ મલેરિયે. આમાંથી સર્વાધિક ખતરનાક પી. ફેલ્સીપેરમ મનાય છે, આ મલેરિયા ના ૮૦ ટકા મામલાઓ અને ૯૦ ટકા મૃત્યુઓ માટે જવાબદાર હોય છે. આ પરજીવી પક્ષીઓ, સરકતા જીવો, વાંદરા, ચિંપાંજીઓ તથા ઉંદરો ને પણ સંક્રમિત કરે છે. અમુક અન્ય પ્રકાર ના પ્લાઝ્મોડિયમથી પણ મનુષ્યમાં સંક્રમણ જ્ઞાત થયું છે પણ પી. નાઉલેસી (P. knowlesi) સિવાય આ નગણ્ય છે. પક્ષીઓમાં જોવા મળતા મલેરિયાથી મુર્ગિઓ મરી શકે છે પણ આનાથી મુર્ગી-પાલકો ને અધિક નુકસાન થતું દેખાતું. હવાઈ દ્વીપ સમૂહમાં જ્યારે મનુષ્ય સાથી આ રોગ પહોંચ્યો તો ત્યાં ની ઘણી પક્ષી પ્રજાતિઓ આનાથી વિનષ્ટ થઈ ગઈ કેમકે આના વિરૂદ્ધ કોઈ પ્રાકૃતિક પ્રતિરોધ ક્ષમતા તેમનામાં ન હતી.

મલેરિયા 
પ્લાઝ્મોડિયમ પરજીવી, મલેરિયા ફેલાવા વાળા મચ્છરની મધ્ય-આંતરડાની અંદરની સપાટીની કોશિકા ના કોશિકાદ્રવ્ય પર સંક્રમણ કરતા, ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શીથી ચિત્રિત.

મચ્છર

મલેરિયા પરજીવીની પ્રાથમિક પોષક માદા એનોફ઼િલીસ મચ્છર હોય છે, જે મલેરિયાના સંક્રમણ ફેલાવવામાં પણ મદદ કરે છે. એનોફ઼િલીસ ગણ ના મચ્છર સમગ્ર દુનિયામાં ફેલાયેલા છે. કેવળ માદા મચ્છર રક્તથી પોષણ લે છે, અતઃ આ જ વાહક હોય છે ના કે નર. માદા મચ્છર એનોફ઼િલીસ રાત ના જ ડંખે છે. સાંજ થતા જ તે શિકાર ની શોધમાં નીકળી પડે છે તથા ત્યાં સુધી ઘૂમે છે જ્યાં સુધી શિકાર મળી નથી જતા. આ સ્થિર પાણી ની અંદર ઈંડા દે છે. ઈંડા અને તેમાંથી નીકળતા લાર્વા બંનેને પાણી ની અત્યંત સખત જરૂર હોય છે. આના અતિરિક્ત લાર્વા ને શ્વાસ લેવા માટે પાણી ની સપાટી પર વારં-વારં આવવું પડે છે. ઈંડા-લાર્વા-પ્યૂપા અને ફરી વયસ્ક થવામાં મચ્છર લગભગ ૧૦-૧૪ દિવસ નો સમય લે છે. વયસ્ક મચ્છર પરાગ અને શર્કરા વાળા અન્ય ભોજ્ય-પદાર્થોં પર નભે છે, પણ માદા મચ્છર ને ઈંડા દેવા માટે રક્તની આવશ્યકતા હોય છે.

પ્લાઝ્મોડિયમ નું જીવન ચક્ર

મલેરિયા પરજીવી નો પહેલા શિકાર તથા વાહક માદા એનોફીલીસ મચ્છર બને છે. યુવા મચ્છર સંક્રમિત માનવ ને ડંખ મારતા તેના રક્તથી મલેરિયા પરજીવી ને ગ્રહણ કરે છે. રક્તમાં મોજૂદ પરજીવી ના જનનાણુ (અંગ્રેજી:gametocytes, ગેમીટોસાઇટ્સ) મચ્છર ના પેટમાં નર અને માદા ના રૂપમાં વિકસિત થઈ જાય છે અને ફરી મળી અંડાણુ (અંગ્રેજી:oocytes, ઊસાઇટ્સ) બનાવી લે છે જે મચ્છરના આંતરડાઓની દીવાલમાં વિકસે છે. પરિપક્વ થતાં આ ફૂટે છે, અને આમાંથી નિકળતા બીજાણુ (અંગ્રેજી:sporozoites, સ્પોરોઝોટ્સ) તે મચ્છરની લાળ-ગ્રંથિઓમાં પહોંચી જાય છે. મચ્છર ફરી જ્યારે સ્વસ્થ મનુષ્ય ને ડંખે છે તો ત્વચામાં લાળ સાથે-સાથે બીજાણુ પણ મોકલી દે છે. માનવ શરીરમાં આ બીજાણુ ફરી વિકાસ પામી જનનાણુ બનાવે છે (નીચે જુઓ), જે ફરી આગળ સંક્રમણ ફેલાવે છે.

આ સિવાય મલેરિયા સંક્રમિત રક્ત ને ચઢ઼ાવવાથી પણ ફેલાઈ શકે છે, પણ આવ્યં થવું બહુત અસાધારણ છે.

માનવ શરીરમાં રોગ નો વિકાસ

મલેરિયા પરજીવી નો માનવમાં વિકાસ બે ચરણોમાં થાય છે: યકૃતમાં પ્રથમ ચરણ, અને લાલ રક્ત કોશિકાઓમાં બીજું ચરણ. જ્યારે એક સંક્રમિત મચ્છર માનવ ને ડંખે છે તો બીજાણુ (અંગ્રેજી: sporozoites, સ્પોરોઝોઇટ્સ) માનવ રક્તમાં પ્રવેશ કરી યકૃતમાં પહોંચે છે અને શરીરમાં પ્રવેશ પામ્યાના ૩૦ મિનટ માં યકૃત ની કોશિકાઓ ને સંક્રમિત કરી દે છે. ફરી આ યકૃતમાં અલૈંગિક પ્રજનન કરવા લાગે છે. આ ચરણ ૬ થી ૧૫ દિવસ ચાલે છે. આ જનનથી હજારો અંશાણુ (અંગ્રેજી: merozoites, મીરોઝોઇટ્સ) બને છે જે પોતાની મેહમાન કોશિકાઓ ને તોડી રક્તમાં પ્રવેશ કરી લે છે તથા લાલ રક્ત કોશિકાઓ ને સંક્રમિત કરવું શુરૂ કરી દે છે.

મલેરિયા 
મલેરિયા પરજીવીનો માનવ શરીરમાં જીવન ચક્ર

આહીંથી રોગ નો બીજો ચરણ શુરુ થાય છે. પી. વિવેક્સ અને પી. ઓવેલ ના અમુક બીજાણુ યકૃત ને જ સંક્રમિત કરી રોકાઇ જાય છે અને સુપ્તાણુ (અંગ્રેજી: hypnozoites, હિપ્નોઝોઇટ્સ) ના રૂપમાં નિષ્ક્રિય થઇ જાય છે. આ ૬ થી ૧૨ માસ સુધી નિષ્ક્રિય રહી ફરી અચાનક અંશાણુઓ ના રૂપમાં પ્રકટ થઈ જાયતે છે અને રોગ પેદા કરી દેતે છે.

લાલ રક્ત કોશિકામાં પ્રવેશ કરી આપરજીવી ખુદ ને ફરીથી ગુણિત કરતા રહે છે. આ વલય રૂપમાં વિકસિત થઈ ફરી ભોજાણુ (અંગ્રેજી: trophozoites, ટ્રોફ઼ોઝોઇટ્સ) અને ફરી બહુનાભિકીય શાઇજ઼ૉન્ટ (અંગ્રેજી: schizont) અને ફરી અનેક અંશાણુ બનાવી દે છે. સમયે સમયે આ અંશાણુ પોષક કોશિકાઓ ને તોડી નવી લાલ રક્ત કોશિકાઓ ને સંક્રમિત કરી દે છે. આવા અનેક ચરણ ચાલે છે. મલેરિયામાં તાવના દૌરા આવવાનું કારણ આ હોય છે હજારો અંશાણુઓ નું એકસાથે નવી લાલ રક્ત કોશિકાઓ ને પ્રભાવિત કરવું.

મલેરિયા પરજીવી પોતાના જીવન નો લગભગ બધો સમય યકૃતની કોશિકાઓ કે લાલ રક્ત કોશિકાઓમાં છુપા રહીને વિતાવે છે, આ માટે માનવ શરીર ના પ્રતિરક્ષા તંત્રથી બચ્યા રહી જાય છે. તિલ્લીમાં નષ્ટ થવાથી બચવા માટે પી. ફૈલ્સીપેરમ એક અન્ય ચાલ ચાલે છે- આ લાલ રક્ત કોશિકાની સપાટી પર એક ચિપકાઊ પ્રોટીન પ્રદર્શિત કરી દે છે જેથી સંક્રમિત રક્ત કોશિકાઓ નાની રક્ત વાહિકાઓમાં ચીટકી જાય છે અને તિલ્લી સુધી પહોંચી નથી શકતી . આ કારણે રક્તધારામાં કેવળ વલય રૂપ જ દેખાય છે, અન્ય બધાં વિકાસ ના ચરણોમાં આ નાની રક્ત વાહિકાઓની સપાટીમાં કીટકી રહે છે. આ ચીકાશને લીધે જ મલેરિયા રક્તસ્ત્રાવ ની સમસ્યા કરે છે.

યદ્યપિ સંક્રમિત લાલ રક્ત કોશિકાની સપાટી પર પ્રદર્શિત પ્રોટીન પીએફઈએમપી૧ (Plasmodium falciparum erythrocyte membrane protein 1, પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ ઇરિથ્રોસાઇટ મેમ્બ્રેન પ્રોટીન ૧) શરીર ના પ્રતિરક્ષા તંત્ર નો શિકાર બની શકે છે, એમ થતું નથી કેમકે આ પ્રોટીનમાં વિવિધતા બહુ વધુ હોય છે. દર પરજીવી પાસે આના ૬૦ પ્રકાર હોય છે વળી બધા પાસે મળી અસંખ્ય રૂપોમાં આ પ્રોટીન ને પ્રદર્શિત કરી શકે છે. તેઓ વારં વાર આ પ્રોટીન ને બદલી શરીર ના પ્રતિરક્ષા તંત્રથી એક કદમ આગળ રહે છે. અમુક અંશાણુ નર-માદા જનનાણુઓમાં બદલાઈ જાય છે અને જ્યારે મચ્છર ડંખે છે ત્યારે રક્ત સાથે તેમને પણ લઇ જાય છે. અહીં તેઓ ફરીથી પોતાનું જીવન ચક્ર પૂરું કરે છે.

નિદાન

ઢાંચો:મલેરિયાનું નિદાન

ઉપચાર

મલેરિયા 
મલેરિયા ફેલાને વાલી માદા એનોફીલીસ મચ્છર

મલેરિયા ના અમુક મામલા આપાતકાલીન હોય છે તથા દર્દી ને પૂર્ણત સ્વસ્થ થવા સુધી નિગરાની માં રાખવું અનિવાર્ય હોય છે, પણ અન્ય પ્રકાર ના મલેરિયામાં આવું આવશ્યક નથી, ઇલાજ બહિરંગ વિભાગમાં કરી શકાય છે. ઉચિત ઇલાજ થતાં દર્દી બિલકુલ ઠીક થઈ જાય છે. અમુક લક્ષણોં નો ઉપચાર સામાન્ય દવાઓથી કરાય છે, સાથે મલેરિયા-રોધી દવાઓ પણ અપાય છે. આ દવાઓ બે પ્રકારની હોય છે- પહેલી જે પ્રતિરોધક હોય છે અને રોગ થતા પહેલા લેતા રોગથી સુરક્ષા કરે છે તથા બીજી તે જે રોગથી સંક્રમિત થયા બાદ પ્રયોગ કરાય છે. અનેક દવાઓ કેવળ પ્રતિરોધ યા કેવળ ઉપચાર માટે ઉપયોગિ હોય છે, જ્યારે અન્ય ઘણી બનેં પ્રકારે પ્રયોગમાં લઈ શકાય છે. અમુક દવાઓ એક-બીજા ના પ્રભાવ ને વધારે છે અને આમનો પ્રયોગ સાથે કરાય છે. પ્રતિરોધક દવાઓ નો પ્રયોગ મોટેભાગે સામૂહિક રૂપે જ કરાય છે.

કુનેન પર આધારિત અનેક ઔષધિઓ ને મલેરિયા નો સારો ઉપચાર સમઝાય છે. આના અતિરિક્ત આર્ટિમીસિનિન જેવી ઔષધિઓ, જે આર્ટિમીસિયા એન્નુઆ (અંગ્રેજી:Artemisia annua) નામક છોડથી તૈયાર થાય છે, મલેરિયા ના ઇલાજમાં પ્રભાવી પમાઈ છે. અમુક અન્ય ઔષધિઓ નો પ્રયોગ પણ મલેરિયા વિરુદ્ધ સફળ થયો છે. અમુક ઔષધિઓ પર પ્રયોગ જારી છે. દવા ના ચુનાવમાં સૌથી પ્રમુખ કારક હોય છે તે ક્ષેત્રમાં મલેરિયા પરજીવી કઈ દવાઓ પ્રતિ પ્રતિરોધ વિકસિત કરી ચુક્યો છે. અનેક દવાઓ જેમનો પ્રયોગ પહેલાં મલેરિયા કે વિરુદ્ધ સફળ સમજવામાં આવતો હતો આજલાલ સફળ નથી મનાતો જાતા કેમકે મલેરિયા ના પરજીવી ધીરે ધીરે તેમના પ્રતિ પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત કરી લે છે.

હોમિયોપેથીમાં મલેરિયા નો ઉપચાર ઉપલબ્ધ છે, જોકે અનેક ચિકિત્સકોનું માનવુ છેકે મલેરિયા જેવી ગંભીર બીમારી નો ઇલાજ એલોપેથિક દવાઓથી જ કરવો જોઈએ , કેમકે આ વૈજ્ઞાનિક શોધ પર આધારિત છે. ત્યાં સુધી કે બ્રિટિશ હોમિયોપેથિક એસોસિએશન ની સલાહ એજ છે કે મલેરિયા ના ઉપચાર માટે હોમિયોપેથી પર નિર્ભર ન રહેવું જોઈએ. આયુર્વેદમાં મલેરિયા ને વિષમ જ્વર કહે છે, અને આના ઉપચાર માટે અનેક ઔષધિઓ ઉપલબ્ધ છે.

ભલે મલેરિયા ના આજે પ્રભાવી ઉપચાર ઉપલબ્ધ છે, પણ વિશ્વ ના અનેક અવિકિસિત ક્ષેત્રોંમાં મલેરિયા પીડિત ક્ષેત્રોમાં યા તો આ મળતા નથી યા તો એટલા મોંઘા હોય છે કે આમ દર્દી આનો ઉપયોગ નથી કરી શકતાં. મલેરિયા ની દવાઓ ની વધતી માંગ ને જોઈ અનેક પ્રભાવિત દેશોમાં મોટા પ્રમાણમાં નકલી દવાઓ નો કારોબાર થાય છે, જે અનેક મૃત્યુઓ નું કારણ બને છે. આજકલ કંપનીઓ નવી તકનીકો નો પ્રયોગ કરી આ સમસ્યાથી નિપટવાનો પ્રયાસ કરી રહી છે.

રોકથામ તથા નિયંત્રણ

મલેરિયા નો પ્રસાર આ કારકો પર નિર્ભર કરે છે- માનવ જનસંખ્યાનું ઘનત્વ, મચ્છરોની જનસંખ્યાનું ઘનત્વ, મચ્છરોથી મનુષ્યો સુધી પ્રસાર અને મનુષ્યોથી મચ્છરો સુધી પ્રસાર. આ કારકોમાંથી કોઈ એક ને પણ બહુત ઓછું કરી દેવાય તો તે ક્ષેત્રથી મલેરિયા ને મીટાવી શકાય છે. આ માટે મલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં રોગ નો પ્રસાર રોકવા હેતુ દવાઓ સાથે-સાથે મચ્છરોનું ઉન્મૂલન અથવા તેના ડંખવાથી બચવા ના ઉપાય કરાય છે. અનેક અનુસંધાન કર્તા દાવા કરે છે કે મલેરિયાના ઉપચારની તુલનામાં તેનાથી બચાવ નો વ્યય દીર્ઘ કાલ માં ઓછો રહેશે. ૧૯૫૬-૧૯૬૦ ના દશક માં વિશ્વ સ્તર પર મલેરિયા ઉન્મૂલન ના વ્યાપક પ્રયાસ કરવામાં આવ્યા (એવા જ જેવા ચેચક ઉન્મૂલન હેતુ કરાયા હતા). પણ તેમાં સફળતા ન મળી શકી અને મલેરિયા આજે પણ અફ્રીકામાં તે સ્તર પર મોજૂદ છે.

મચ્છરોના પ્રજનન સ્થળો ને નષ્ટ કરી મલેરિયા પર બહુ નિયંત્રણ પામી શકાય છે. સ્થાયી પાણીમાં મચ્છર પોતાનું પ્રજનન કરે છે, આવા સ્થાયી પાણી ની જગ્યા ને ઢાંકી રાખવું, સુકાવી દેવું કે વહાવી દેવું જોઈએ અથવા પાણીની સપાટી પર તેલ નાખી દેવું જોઈએ, જેથી મચ્છરોં ના લારવા શ્વાસ ન લઈ શકે. આના અતિરિક્ત મલેરિયા-પ્રભાવિત ક્ષેત્રોમાં મોટેભાગે ઘરોની દીવાલો પર કીટનાશક દવાઓ નો છંટકાવ કરાય છે. અનેક પ્રજાતિઓ ના મચ્છર મનુષ્ય નું ખૂન ચૂસ્યા બાદ દીવાલ પર બેસી આને હજમ કરે છે. આવામાં જો દીવાલો પર કીટનાશકોં નો છંટકાવ કરી દેવાય તો દીવાર પર બેસતા જ મચ્છર મરી જશે, કોઈ અન્ય મનુષ્ય ને ડંખતા પહેલાં જ. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ મલેરિયા પ્રભાવિત ક્ષેત્રોમાં છંટકાવ માટે લગભગ ૧૨ દવાઓ ને માન્યતા દીધી છે. આમાં ડીડીટી સિવાય પરમેથ્રિન અને ડેલ્ટામેથ્રિન જેવી દવાઓ શામિલ છે, ખાસકર એ ક્ષેત્રોંમાં જ્યાં મચ્છર ડીડીટી પ્રતિ રોધક ક્ષમતા વિકસિત કરી ચુક્યાં છે.

મચ્છરદાનિઓ મચ્છરોને લોકોથી દૂર રાખવામાં સફળ રહી છે તથા મલેરિયા સંક્રમણ ને ઘણી હદ સુધી રોકે છે. એનોફિલીસ મચ્છર કેમકે રાત્રે ડંખે છે આ માટે મોટી મચ્છરદાની ને ચારપાઈ/ગાદલાં પર લટકાવી દેતા તથા આના દ્વારા ગાદલાંને ચારે તરફથી પૂર્ણતઃ ઘેરી દેતા સુરક્ષા પૂરી થઈ જાય છે. મચ્છરદાનિઓ પોતે પોતાનામાંને બહુત પ્રભાવી ઉપાય નથી કિંતુ જો તેમને રાસાયનિક રૂપે ઉપચારિત કરી દે તો એ બહુ ઉપયોગી થઈ જાય છે. મલેરિયા-પ્રભાવિત ક્ષેત્રોમાં મલેરિયા પ્રતિ જાગરૂકતા ફેલાવવાથી મલેરિયામાં ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવાયો છે. સાથે જ મલેરિયાના નિદાન અને ઇલાજ જલ્દીથી જલ્દી કરાવવાથી પણ આના પ્રસારમાં કમી આવે છે. અન્ય પ્રયાસોમાં શામિલ છે- મલેરિયા સંબંધી જાનકારી ભેગી કરી તેનું મોટા પ્રમાણમાં વિશ્લેષણ કરી અને મલેરિયા નિયંત્રણની રીતો કેટલી પ્રભાવી છે આની તપાસ કરવી. આવા એક વિશ્લેષણમાં ખબર પડી કે લક્ષણ-વિહીન સંક્રમણ વાળા લોકો નો ઇલાજ કરવો બહુ આવશ્યક હોય છે, કેમકે આમાં બહુ માત્રામાં મલેરિયા સંચિત રહે છે.

મલેરિયા વિરૂદ્ધ ટીકા વિકસિત કરાઈ રહ્યાં છે યદ્યપિ હજી સુધી સફળતા નથી મળી. પહેલી વાર પ્રયાસ ૧૯૬૭માં ઉંદર પર કરાયો હતો જેમને જીવિત કિંતુ વિકિરણથી ઉપચારિત બીજાણુઓ નો ટીકો દેવાયો. આની સફલતા દર ૬૦% હતો. એસપીએફ૬૬ (અંગ્રેજી: SPf66) પહેલો ટીકા હતો જેનું ક્ષેત્ર પરીક્ષણ થયું, આ શરૂમાં સફળ રહ્યો પણ બાદ માં સફલતા દર ૩૦%થી નીચે જવાથી અસફળ માની લેવાયો. આજે આરટીએસ,એસએએસ૦૨એ (અંગ્રેજી: RTS,S/AS02A) ટીકા પરીક્ષણોંમાં સૌથી આગળ ના સ્તર પર છે. આશા કરાય છે કે પી. ફૈલ્સીપરમ ના જીનોમ ની પૂરી કોડિંગ મળી જવાથી નવી દવાઓ નો તથા ટીલાનો વિકાસ એવં પરીક્ષણ કરવામાં આસાની થશે.

ઢાંચો:મલેરિયા

સંદર્ભ

બાહ્ય કડીઓ

ઢાંચો:મલેરિયા ની બાહરી કડીઓ

Tags:

મલેરિયા ઇતિહાસમલેરિયા રોગ નું વિતરણ તથા પ્રભાવમલેરિયા રોગ ના લક્ષણમલેરિયા કારકમલેરિયા માનવ શરીરમાં રોગ નો વિકાસમલેરિયા નિદાનમલેરિયા ઉપચારમલેરિયા રોકથામ તથા નિયંત્રણમલેરિયા સંદર્ભમલેરિયા બાહ્ય કડીઓમલેરિયાઅમેરિકાએશિયા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ધ્યાનચિનુ મોદીજોગીદાસ ખુમાણમકવાણા (અટક)ગુજરાતના રાજ્યપાલોઘોરખોદિયુંરવિન્દ્રનાથ ટાગોરસિદ્ધરાજ જયસિંહપૂર્વમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ઉશનસ્વલ્લભભાઈ પટેલદેવચકલીગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીતુલસીશ્યામસ્વાઈન ફ્લૂઆંકડો (વનસ્પતિ)રિસાયક્લિંગફણસડાકોરધૂમકેતુભારતના રાષ્ટ્રપતિહનુમાનસુનીતા વિલિયમ્સપ્રાણાયામબોટાદ જિલ્લોછંદવાઘેલા વંશભવનાથનો મેળોમહીસાગર જિલ્લોગુજરાતના તાલુકાઓગિરનારચોટીલાસિક્કિમઅમૂલમહેન્દ્ર સિંઘ ધોનીવનસ્પતિઅયોધ્યાજ્ઞાનકોશસ્ટેચ્યુ ઓફ યુનિટીજમ્મુ અને કાશ્મીરમહાત્મા ગાંધીનું કુટુંબડાયનાસોરમહાભારતરા' નવઘણમુસલમાનક્ષય રોગભૂપેન્દ્ર પટેલકુન્દનિકા કાપડિયાજલારામ બાપાઇસુઅરવલ્લી જિલ્લોભારતીય રૂપિયોઅમરેલી જિલ્લોદાહોદ જિલ્લોચંદ્રકાંત બક્ષીમહારાણા પ્રતાપનરસિંહ મહેતાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાસ્વામિનારાયણ સંપ્રદાયગૌતમ બુદ્ધજનમટીપસીદીસૈયદની જાળીભારતીય જનતા પાર્ટીશંકરસિંહ વાઘેલાપાળિયાલોથલવિકિમીડિયા ફાઉન્ડેશનશેત્રુંજયસમાજશાસ્ત્રપુરાણલિંગ ઉત્થાનવિધાન સભાએમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમસેમસંગરામનારાયણ પાઠકઋગ્વેદ🡆 More