હનુમાન

હનુમાન (સંસ્કૃત: हनुमान्) એ હિંદુ દેવતા અને રામના પરમ ભક્ત અને સાથી છે.

તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે. તેઓ બળ,બુદ્ધિ, વિદ્યા અને ભક્તિ ના દેવતા મનાય છે. રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે. તેઓ અંજની અને કેસરીના પુત્ર તેમજ વાયુદેવના પુત્ર છે. તેમનો જન્‍મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની હનુમાન જયંતી તરીકે ઉજવણી થાય છે.

હનુમાન
શક્તિ,બુદ્ધિ અને ભક્તિ ના દેવતા
હનુમાન
હનુમાનજી
જોડાણોરામદૂત, પવનપુત્ર
રહેઠાણઅયોધ્યા
મંત્ર ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખમ્ કુરુ ફટ સ્વાહા
શસ્ત્રગદા, વજ્ર અને ધ્વજા
પ્રતીકગદા
દિવસશનિવાર
વર્ણલાલ, સિંદુર
ઉત્સવોહનુમાન જયંતી, રામનવમી
વ્યક્તિગત માહિતી
બાળકોમકરધ્વજ(પરોક્ષ)
માતા-પિતારાજા કેસરી (વાસ્તવિક પિતા), વાયુદેવ (આઘ્યાત્મિક પિતા) અંજના
હનુમાન
કષ્ટભંજનદેવ સાળંગપુર, ગુજરાત

રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે.

તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.

સંદર્ભ


Tags:

અંજનીકેસરીચૈત્ર સુદ ૧૫મહાભારતરામરામાયણસંસ્કૃત ભાષાહનુમાન જયંતી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પારસીઔદિચ્ય બ્રાહ્મણયુનિફોર્મ રિસોર્સ લોકેટરરાધાગર્ભાવસ્થાચિત્તભ્રમણાજ્યોતિર્લિંગબુર્જ દુબઈપાણીપતનું પહેલું યુદ્ધપાર્શ્વનાથસિદ્ધરાજ જયસિંહસુરેન્દ્રનગરરાહુલ ગાંધીધનુ રાશીઉમાશંકર જોશીમકર રાશિસ્વાધ્યાય પરિવારસામાજિક દરજ્જોરૂપિયોહનુમાન જયંતીતાના અને રીરીમકરધ્વજઅલ્પ વિરામવિશ્વ બેંકચિનુ મોદીઅડાલજની વાવગુજરાતી ફિલ્મોની યાદીપૂર્વરંગપુર (તા. ધંધુકા)પૃથ્વીરાજ ચૌહાણજાડેજા વંશવિકિપીડિયાગુજરાતના મુખ્યમંત્રીઓજાંબલી શક્કરખરોઅજંતાની ગુફાઓવેણીભાઈ પુરોહિતપ્રાણાયામરસીકરણઈરાનલોકસભાના અધ્યક્ષકોમ્પ્યુટર વાયરસપુરાણરામેશ્વરમસંજુ વાળાદક્ષિણ ગુજરાતમાનવ શરીરકાઠિયાવાડી ઘોડાઅખેપાતરલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગુજરાતના તાલુકાઓદૂધભરવાડકનૈયાલાલ મુનશીગાંધીનગર લોક સભા મતવિસ્તાર૨૦૦૧ ગુજરાત ધરતીકંપસ્વામીનારાયણ મંદિર, ગઢડાપ્રત્યાયનભરૂચસપ્તર્ષિસોમાલાલ શાહમાધ્યમિક શાળાઅમરસિંહ ચૌધરીસંગણકધરતીકંપગ્રામ પંચાયતસુભાષચંદ્ર બોઝઉજ્જૈનસંસ્કૃતિદર્શના જરદોશવિશ્વ વેપાર સંગઠનજળ શુદ્ધિકરણપાળિયાહનુમાન ચાલીસારાજકોટ જિલ્લોશિવાજી જયંતિહરદ્વાર🡆 More