નર્મદા નદી: ભારતની એક નદી

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે.

નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૩૧૨ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચ નજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા
રેવા
નર્મદા નદી: સરદાર સરોવર બંધ, મહાત્મ્ય, આ પણ જુઓ
નર્મદા નદી: સરદાર સરોવર બંધ, મહાત્મ્ય, આ પણ જુઓનર્મદા નદી: સરદાર સરોવર બંધ, મહાત્મ્ય, આ પણ જુઓ
નર્મદા નદી દર્શાવતો નકશો
સ્થાન
દેશભારત
રાજ્યમધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર
શહેરોજબલપુર, માંધાતા, બરવાણી, ઓમકારેશ્વર, બરવાહા, માહેશ્વર, મંડલા, ભરૂચ, રાજપીપળા, ધરમપુરી
ભૌગોલિક લક્ષણો
સ્રોતનર્મદા કુંડ
 ⁃ સ્થાનઅમરકંટક ઉચ્ચપ્રદેશ, અનૂપપુર જિલ્લો, મધ્ય પ્રદેશ
 ⁃ અક્ષાંસ-રેખાંશ22°40′0″N 81°45′0″E / 22.66667°N 81.75000°E / 22.66667; 81.75000
 ⁃ ઊંચાઇ1,048 m (3,438 ft)
નદીનું મુખખંભાતનો અખાત (અરબી સમુદ્ર)
 • સ્થાન
ભરૂચ જિલ્લો, ગુજરાત
 • અક્ષાંશ-રેખાંશ
21°39′3.77″N 72°48′42.8″E / 21.6510472°N 72.811889°E / 21.6510472; 72.811889
 • ઊંચાઈ
0 m (0 ft)
લંબાઇ1,312 km (815 mi) અંદાજીત
સ્રાવ 
 ⁃ સરેરાશ1,447 m3/s (51,100 cu ft/s)
સ્રાવ 
 ⁃ સ્થાનગરૂડેશ્વર
 ⁃ સરેરાશ1,216 m3/s (42,900 cu ft/s)
 ⁃ ન્યૂનતમ10 m3/s (350 cu ft/s)
 ⁃ મહત્તમ11,246 m3/s (397,100 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેબુરહનેર નદી, બંજર નદી, શેર નદી, શક્કર નદી, દુધી નદી, તવા નદી, ગંજાલ નદી, છોટા તવા નદી, કાવેરી નદી, કુંડી નદી, ગોઇ નદી, કરજણ નદી
 • જમણેહિરણ નદી, તેંડોની નદી, ચોરલ નદી, કોલાર નદી, મન નદી, ઉરી નદી, હાતની નદી, ઓરસંગ નદી

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

સરદાર સરોવર બંધ

નર્મદા નદી: સરદાર સરોવર બંધ, મહાત્મ્ય, આ પણ જુઓ 
સરદાર સરોવર બંધ, ચોમાસામાં.

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૮.૬૮ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વીજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો હતા. મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલને બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.

મહાત્મ્ય

નર્મદા નદી: સરદાર સરોવર બંધ, મહાત્મ્ય, આ પણ જુઓ 
આરસપહાણની શીલાઓ પરથી વહેતી નર્મદા
  • નર્મદા દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકીની એક ગણાય છે.
  • નર્મદા નદીનું પ્રાચીન નામ રેવા છે.
  • હિંદુ ધર્મ પ્રમાણે, નર્મદા ૭ કલ્પોથી વહે છે.
  • આ નદી છોટા છોટા ઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે.
  • કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે. તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલા અને દક્ષિણના મહાન રાજા રાજરાજા ચોલાએ બનાવેલા બૃહદેશ્વર મંદિરમાં સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે.
  • નર્મદા નદીને કાંઠે શ્રી આદી શંકરાચાર્ય તેમના ગુરૂ ગોવિંદ ભગવત્‌પાદને મળ્યા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
  • ચાલુક્ય રાજા પુલકેશી બીજાએ નર્મદા નદીને કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો.
  • આખા વિશ્વ મા એકમાત્ર નર્મદા નદી ની જ પરિક્રમા થાય છે. નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે. જેમાં યાત્રળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે છેક સમુદ્ર પર આવે છે. આ યાત્રા કરતાં આશરે એક થી બે વર્ષ લાગે છે.
  • જબલપુરમાં ચિત્રકળાનું શિક્ષણ આપતા જાણીતા ચિત્રકાર અમૃતલાલ વેગડે નર્મદાની પરિક્રમા પગપાળા ચાલીને કરેલી છે. તેમના યાત્રા ના વર્ણનો પુસ્તકો રૂપે ઉપલબ્ધ છે.
  • નર્મદા નદી સંશોધન માટે પણ મહત્વની છે. તેની ખીણમાંથી રાજાસોરસ નામનાં ડાયનાસોરનાં અવશેષો મળી આવેલાં છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

નર્મદા નદી સરદાર સરોવર બંધનર્મદા નદી મહાત્મ્યનર્મદા નદી આ પણ જુઓનર્મદા નદી સંદર્ભનર્મદા નદી બાહ્ય કડીઓનર્મદા નદીઅરબી સમુદ્રઆરસ ખડકોખંભાતનો અખાતગંગા નદીગુજરાતજબલપુરભરૂચભારતમધ્ય પ્રદેશમહારાષ્ટ્રયમુનાવિંધ્યાચલસાતપુડા પર્વતમાળા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સમાજશાસ્ત્રખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ઔરંગઝેબશિવમલેરિયામીરાંબાઈકન્યા રાશીસંખેડાજગન્નાથપુરીમરકીલોક સભાગુજરાતી સિનેમાજૈન ધર્મઑસ્ટ્રેલિયાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'લોખંડઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરખેતીગોધરામતદાનબુર્જ દુબઈગુજરાત દિનભારતમાં આરોગ્યસંભાળહિતોપદેશકમ્પ્યુટર હાર્ડવેરશિક્ષકરાવજી પટેલનિર્મલા સીતારામનલીમડોમાઉન્ટ આબુમાળિયા (મિયાણા) તાલુકોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૭ગુજરાતના જિલ્લાઓઆયોજન પંચઅલ્પેશ ઠાકોરજલારામ બાપાઉપગ્રહ પ્રક્ષેપણ યાનગુજરાત સાહિત્ય અકાદમીજાપાનમાળવાનો ઉચ્ચપ્રદેશપર્યુષણલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)બનાસકાંઠા લોક સભા મતવિસ્તારભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકાઠિયાવાડી ઘોડાકર્કરોગ (કેન્સર)ટ્વિટરસીતાસામાજિક ક્રિયાસરસ્વતી નદીક્ષેત્રફળપટેલબીલીમળેલા જીવઝંડા (તા. કપડવંજ)ગુજરાત વડી અદાલતરાધાપાંડુરંગ શાસ્ત્રી આઠવલેફેફસાંધ્યાનગુજરાતી સાહિત્ય પરિષદબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાહિંદુધ્રુવ ભટ્ટમહારાષ્ટ્રહાથીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકચ્છનું મોટું રણગુજરાતના લોકસભા મતવિસ્તારોસુંદરમ્ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨સલામત મૈથુનક્રોમાકબજિયાત🡆 More