આહીર

આહીર મુખ્યત્વે એક પ્રાચીન ભારતીય યદુવંશી ક્ષત્રિય જાતિ છે, જેમના સદસ્યો ને યાદવ સમુદાયના નામથી પણ ઓળખવામાં આવે છે તથા અહીર, યાદવ અને રાવ સાહબ કહેવામાં આવે છે, કેમકે આ શબ્દો ને એક બીજાના પર્યાયવાચી મનાય છે.

અત્યાર સુધી ની ખોજ અનુસાર અહીર, આભીર અથવા યદુવંશ નો ઇતિહાસ ભગવાન વિષ્ણુ, અત્રિ, ચંદ્ર, તારા, બુધ, ઈલા, પુરુરવા-ઉર્વશી ઇત્યાદિ થી સંબંધિત છે. ટોડની 36 રોયલ રેસ ની સૂચિમાં પણ આહીરો શામેલ છે.

આહીર/યાદવ/અહીર/ગવળી/રાવ/આપા/આતા

ભારતીય તોપખાના રેજીમેન્ટ(વીર આહીર) 1945
વર્ગીકરણ ચંદ્રવંશી યદુવંશી ક્ષત્રિય
ધર્મો હિંદુ
ભાષાઓ ગુજરાતી, ભોજપુરી, મરાઠી, હરિયાણવી, હિન્દી
વસ્તીવાળા રાજ્યો ભારત, નેપાળ અને પાકિસ્તાન
ઉપશાખાઓ રાવ, યાદવ, જાધવ, જાદવ, જાદમ, ગવળી, ઘોશ, આભીર, અભીરા
આહીર
મધ્ય એશીયા (ઇ.સ. ૫૦૦) શક્યત: આહીરોની માતૃભૂમિ દર્શાવે છે.

આહીર એક પ્રાચીન લડાયક જાતિ છે, કે જે અભીરા અથવા અભીર તરીકે પણ ઓળખાય છે. ભારતની આહીર જાતિ પ્રાચીન કાળથી ભારત અને નેપાળના વિભિન્ન ભાગોના શાસનકર્તાઓ પૈકીની એક છે. અભીરાનો અર્થ નિડર થાય છે. શાક્યો, હૂણો અને સાયથિઅન્સ (૬૦૦૦ ઈ.પૂ.)ના સમયમાં, આહીરો લડાયક યોદ્ધાઓ હતા. એ પૈકીના કેટલાક ખેડુતો તેમ જ પશુપાલકો પણ હતા. આહીર જનજાતિના લોકો પરંપરાગત રીતે ગૌપાલક તેમ જ ગોવાળો છે. પવિત્ર ગાયો સાથેના આ સંબંધે એમને વિશેષ દરજ્જો આપ્યો છે. તેઓ સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. આમ તો તેઓ પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રમાં જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળમાં પણ જોવા મળે છે. આહીરો ભારતના ધનગર જાતિની પેટા જ્ઞાતિ ગણાય છે. આહીર સમુદાય તરાઈમાં મોટી સંખ્યામાં મોજુદ છે, જે દક્ષિણ ભાગમાં આવે છે. આહીરોનો જાટ સાથે નજીકનો ગોત્ર સંબંધ જોવા મળે છે. તેઓનો શારિરીક બાંધો પણ એકસરખો જોવા મળે છે. આહીરોનો મુખ્ય તહેવાર દિવાળી અને જન્માષ્ટમી છે. ભારત માં આશરે ૪ કરોડ આહીરો છે.

મૂળ

આહીર મહારાજ યદુ ના વંશજ છે જે એક ઐતિહાસિક ચંદ્રવંશી ક્ષત્રિય રાજા હતા. આહીરો ને એક જાતિ, વર્ણ, અથવા નસલના રૂપમાં વર્ણિત કરવામાં આવે છે, જેમણે ભારત અને નેપાળ પર રાજ કર્યું હતું.

આહીરોનો ઉદ્ગમ વિવાદાસ્પદ રહ્યો છે. વિવિધ વિદ્વાનો વિવિધ મતો પ્રદર્શિત કરે છે. અમુક ઇતિહાસકારો માને છે કે તેઓ મધ્ય એશિયના શક્તિશાળી ગોપાલક હતા.

ઇતિહાસકારો જાટને ગેતી, આહીરને અવાર (યુરેશિયન અવાર), શકને સાઈથીલ, ગુજ્જર અને ખત્રીને "ખઝાર", ઠાકુર અને ટરખન (પંજાબ)ને ટુખારીયન, સૌરાષ્ટ્રને સૌરા માટી કે સર્માટીયન્સ, સીસોદીયાને "સેસાનીયન" પરથી ઉતરી આવેલા માને છે.

ઇતિહાસ

આહીરોની ઐતિહાસિક ઉત્પત્તિ પર વિભિન્ન ઇતિહાસકારો એકમત નથી. પણ મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા નાં યુગમાં પણ યાદવોનાં અસ્તિત્વની અનુભૂતિ થાય છે તથા એ યુગમાં પણ તેમને આભીર, અહીર, ગોપ અથવા ગ્વાળ જ કહેવાતું હતું. અમુક વિદ્વાન આહીરોના શારીરિક ગઠન ના અનુસાર તેમને આર્ય માને છે. પૌરાણિક દૃષ્ટિથી, આહીર અથવા આભીર યદુવંશી રાજા આહુકનાં વંશજ છે. શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યયાતિની બે પત્નીઓ હતી- દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીથી યદુ અને તુર્વશૂ નામક પુત્રો થયા. યદુનાં વંશજ યાદવ કહેવાયા. યદુવંશીય ભીમ સાત્વતનાં વૃષ્ણિ આદિ ચાર પુત્રો થયા અને એમની જ ઘણી પેઢીઓ પછી રાજા આહુક થયા, જેમના વંશજ આભીર અથવા આહીર કહેવાયા.

आहुक वंशात समुद्भूता आभीरा इति प्रकीर्तिता। (શક્તિ સંગમ તંત્ર, પૃષ્ઠ 164)

આ પંક્તિથી સ્પષ્ટ થાય છે કે યાદવ અને આભીર મૂળભૂત રીતે એકજ વંશના ક્ષત્રિય છે તથા "હરિવંશ પુરાણ" માં પણ આ તથ્યની પુષ્ટિ થાય છે.

ભાગવતમાં પણ વાસુદેવજીએ આભીર-પતિ નંદ બાબાને તેમના ભાઈ કહીને સંબોધિત કર્યું છે અને શ્રીકૃષ્ણએ નંદજી ને મથુરા થી વિદા થતા સમયે ગોકુળવાસીઓ ને સંદેશ દેતા ઉપનંદ, વૃષભાન આદિ આહીરોને પોતાના સજાતીય કહીને સંબોધિત કર્યા છે. વર્તમાન આહીર પણ સ્વયંને યદુવંશી આહુકનાં સંતાન માને છે.

ઐતિહાસિક દૃષ્ટિકોણથી, આહીરોએ 108 A. D. માં મધ્ય ભારત માં સ્થિત 'અહીર બાટક નગર' અથવા 'અહીરોરા' અને ઉત્તર પ્રદેશના ઝાંસી જીલ્લામાં અહીરવાળાની નિવ રાખી હતી. રુદ્રમૂર્તિ નામક આહીર અહીરવાળાનાં સેનાપતિ હતા જે સમય જતાં રાજા બન્યાં. માધુરીપુત્ર, ઈશ્વરસેન અને શિવદત્ત આ વંશના પ્રખ્યાત રાજાઓ થયા.

કોફ (કોફ 1990,73-74) નાં અનુસાર - આહીર પ્રાચીન ગોપાલક પરંપરા વાળી કૃશક જાતિ છે જેમણે પોતાના પારંપરિક મૂલ્યોને હંમેશા રાજપૂત પ્રથાનાં અનુરૂપ વ્યક્ત કર્યું છે.

મેગાસ્થનીજનાં વૃતાંત અને મહાભારતનાં વિગતવાર અભ્યાસ કર્યા પછી રુબેન આ નિશ્ચય પર પહોંચ્યા કે " ભગવાન કૃષ્ણ એક ગોપાલક નાયક હતા તથા ગોપાલકોની જાતિ આહીર જ કૃષ્ણના અસલી વંશજ છે, ન કે કોઈ બીજું રાજવંશ."

અમુક વિદ્વાનો, ચુડાસમા, જાડેજા અને દેવગિરીનાં યાદવોને આભીર જ માને છે.

ગુજરાતના આહીરો

આહીર 
કચ્છ જિલ્લો, ગુજરાત

ગુજરાતમાં આહીરોની ઘણી વસ્તી છે. ગુજરાતમાં આહીરોની મુખ્ય પાંચ જાતિઓ છે: પરથારિયા, પંચોળી, મચ્છોયા, બોરીચા અને સોરઠિયા. ભારતના ૧.૮ કરોડ આહીરોમાંના ૩ લાખ જેટલા આહીરો કચ્છમાં વસે છે. આ જાતિઓ મુખ્યત્વે ખેડૂતો છે જે એક સમયે દૂધ અને ઘી વેચતા હતાં પણ વરસાદની અનિયમિતતાને કારણે હવે તેમણે પોતાનો ધંધો ટ્રાંસપોર્ટ અને મીઠાનો વ્યવસાય અપનાવ્યો છે. તેમની માતૃભાષા ગુજરાતી છે. ગુજરાતના જાતિ કલ્યાણ વિભાગમાં આહીરનો સમાવેશ શેક્ષણિક રીતે અન્ય પછાત વર્ગોમાં થયો છે.

પરથારિયા આહીરો પૂર્વી કચ્છમાં રહે છે અને તેમણે એક વ્રજવાણી નામે ગામ સ્થાપ્યું હતું. મચ્છોયા અને બોરીચા આહીરો ચોરડ ક્ષેત્રમાં રહેતાં (સાતલપુર). પરથારિયા આહીરો રતનાલ, ચોબારી, રામવાવ, કુડા, ગવરીપર, કણખૉઇ, અમરાપર, રતનપર, ખેંગારપર, લોડાઇ, ધ્રંગ, ધોરી, સુમરાસર, મમુઆરા, વાંગ, દાદોર, કુનેરીયા, નોખણીયા, લાખાપર, સતાપર, હીરાપર, પશુડા, લુણવા જેવા અનેક ગામો માં રહે છે. મચ્છોયા આહીર અલિયાબાડા, વાવડી, નેસડા રાજયર, પાધર, વાઘુરા, ટપ્પર, પડાણા અને ભુવડ ગામોમાં રહે છે. સોરઠીયા આહીર અંજાર, જામનગર, ભાવનગર, તાવિડા, રાજકોટ, જુનાગઢ,પોરબંદર, અમદાવાદ, લીંબડીમાં રહે છે. નાગોર અને શિયાણીમાં રહે છે. બોરીચા આહીર અંજાર, મેઘપર-બોરીચી, મિઠીરોહર, ભારાપર વીરા, મોડસર, ખોખરા, કાન્યાબે, જુમ્ખા, બળદિયા અને કેરામાં રહે છે.

પોરબંદરથી દ્વારકા જતા માર્ગ પર હર્ષદથી દ્વારકા અને જામનગર તેમજ ભાણવડ સુધીના વિસ્તારમાં સોરઠીયા આહીરની વસ્તી તેમજ સમગ્ર ગામો આવેલ છે. તેમજ પોરબંદરથી ઉના તેમજ જુનાગઢ વિસ્તારમાં સોરઠીયા તેમજ મચ્છોયા આહીરોની વસ્તી રહેલી છે. તેમજ મોરબી વિસ્તારમાં બોરીચા તેમજ મચ્છોયા આહીરોની વસ્તી રહેલી છે.

ગુજરાત રાજ્યમાં વસતા આહીરોના નામમાં વપરાતી અટકો

ગુજરાતમાં આહીર મુખ્ય જ્ઞાતિમાં ઓળખાય છે, તેમની પેટા જ્ઞાતિઓ પૈકી,

  1. મચ્છુ નદી ને કાંઠે વસ્યા તેથી મચ્છોયા કહેવાયા.
  2. સોરઠમાં રહેવા લાગ્યા તેથી સોરઠીયા કહેવાયા.
  3. કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા.
  4. પાંચાલમાં વસ્યા તે પંચોળી કહેવાયા.

આ ઉપરાંત આહીર જ્ઞાતિ દ્વારા વપરાતી અમુક અટકો (કક્કાવારી પ્રમાણે) નીચે મુજબ છે.

મહારાષ્ટ્રમાં આહીરો

મહારાષ્ટ્ર રાજ્યમાં વસતા આહીરો જાદવ, જાધવ, ગવલી કે ગવળી તરીકે ઓળખાય છે.

ચંદ્રવંશી/યદુવંશી ક્ષત્રિયો

ટોડ અને કે. સી. યાદવ જેવા ઇતિહાસકારો દાવો કરે છે કે આહીર પુરુરવાના ચંદ્રવંશી ક્ષત્રિય કુળના યાદવોના વંશજો છે. તેઓ માને છે કે તેમનો પ્રાચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.

તેજ પ્રમાણે, ગુજરાતમાં મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદીશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે.

મહાભારતના સભા પર્વ અને ભીષ્મ પર્વ ખંડમાં અભીરા નામના એક રાજ્યનું નામ આવે છે, જે પ્રાચીન સિંધમાં સરસ્વતી નદીને કિનારે વસેલું હતું. પ્રાચીન લીપીઓમાં શુરા અને અભિરાઓને સંયુક્ત રીતે શુરભીરા કહેવાતા[સંદર્ભ આપો]. પાછળથી તે બે શબ્દો નો અલગ અર્થ ન રહ્યો. ઘણાં વિદ્વાનો ભારતના અભીરા અને સુરભીર શબ્દોને બાયબલના સંદર્ભના ઓપ્ફીર અને સોપ્ફીર લોકો સાથે સંબંધીત માને છે[સંદર્ભ આપો].

ઐતિહાસિક યાદવ (આહીર) રાજાઓ અને કુળ સંચાલકો

  • પુરનમલ આહીર, અહીર દેશ, માલવા, મધ્ય પ્રદેશ
  • ઠકુરાઇન લરાઈ ડુલાયા, નાઇગાવ રિબાઈ, મધ્ય પ્રદેશ
  • ઠાકુર લછમન સિંહ, નાઇગાવ રિબાઈ, મધ્ય પ્રદેશ
  • કુંવર જગત સિંહ, નાઇગાવ રિબાઈ, મધ્ય પ્રદેશ
  • લાલજી, દેવગુરડિયા, માલવા, મધ્ય પ્રદેશ
  • ચૂરામન આહીર, મંડલા, મધ્ય પ્રદેશ
  • રાવ ગુજરમલ સિંહ, રેવાડી, અહીરવાલ
  • રાવ તેજ સિંહ, રેવાડી
  • રાવ ગોપાલદેવ સિંહ, રેવાડી, અહીરવાલ
  • મહાક્ષત્રપ ઈશ્વર દત્ત, પ્રાચીન પશ્ચિમ ભારત
  • પ્રાણ સુખ યાદવ, નીમરાના, અહીરવાલ
  • રુદ્રામૂર્તિ આહીર, અહીરવાળા, ઝાંસી, યુ. પી.
  • રાજા બુધ,બદાયૂ, ઉત્તર પ્રદેશ
  • આદિ રાજા , અહીછત્ર ,ઉત્તર પ્રદેશ
  • રાજા દિગપાલ, મહાબન, ઉત્તર પ્રદેશ
  • રાણા કતીરા,ચિત્તોડ, રાજસ્થાન
  • વીરસેન આહીર, જલગાવ, મહારાષ્ટ્ર
  • રાવ રુડા સિંહ, રેવાડી, અહીરવાલ
  • રાવ રામ સિંહ, રેવાડી
  • રાવ સાહબાજ સિંહ, રેવાડી
  • રાવ નંદરામ, રેવાડી
  • રાવ બલકીશન,રેવાડી
  • ભકતમન આહીર, નેપાળ
  • ભુવન સિંહ , નેપાળ
  • બારા સિંહા , નેપાળ
  • રાવ છિદદુ સિંહ, ભરૌતી, ઉત્તર પ્રદેશ
  • રાજમાતા જીજાઉ, મહારાષ્ટ્ર
  • રાજા ખરક સિંહ અને રાજા હરિ સિંહ, તિરહુત, બરેલી ઉત્તર પ્રદેશ
  • અભિસાર, જમ્મુ-કાશ્મીર
  • રાવ મિત્રસેન આહીર, રેવાડી
  • રાવ તુલારામ સિંહ, અહીરવાલ
  • રાવ કિશન ગોપાલ, રેવાડી
  • આહીર રાણા નવઘણ, જૂનાગઢ
  • દેવાયત બોદર આહીર
  • આહીર રાણા ગૃહરીપુ, જૂનાગઢ
  • અશા આહીર, અસીરગઢ દુર્ગ
  • રુદ્રભૂતિ
  • ઈશ્વરસેન, નાસિક
  • માધુરીપુત્ર
  • આલ્હા અને ઉદલ, મહોબા
  • રાજા દિગપાલ આહીર, મહાબન, મથુરા
  • બદન આહીર, હમીરપુર
  • અમર સિંહ, પીલીભીત
  • હીર ચંદ યાદવ, જૌનપુર
  • બીજા સિંહ આહીર (બીજા ગાવલી), બીજગઢ
  • ગૌતમી આહીર, માંડૂ
  • રનસુર અને ધમસુર, દેવગઢ
  • વસૂસેન, નાગર્જુનકુંડ
  • વીર અલગૂ(અઝગૂ) મૂથુ કોણે
  • ઠાકુર હરજ્ઞાન સિંહ યાદવ, ખલ્થૌન, ગ્વાલિયર

દેવગિરિ સેઉના યાદવ

ખાનદેશ અવશેષો ના પુરાતત્વીય વિશ્લેષણ થી આ સિદ્ધ થાય છે કે એ યદુવંશી આહીરો નો ગઢ હતો. આ રાજવંશના નિમ્ન પ્રમુખ શાસક થયા -

  • દૃઢપ્રહા
  • સેઉના ચંદ્ર પ્રથમ
  • ઢાઇડિયપ્પા પ્રથમ
  • ભિલ્લમ પ્રથમ
  • રાજગી
  • વેડુગી પ્રથમ
  • ઢાઇડિયપ્પા દ્વિતીય
  • ભિલ્લમ દ્વિતીય (સક 922)
  • વેશુગ્ગી પ્રથમ
  • ભિલ્લમ ત્રિતીય (સક 948)
  • વેડુગી દ્વિતીય
  • સેઉના ચંદ્ર દ્વિતીય (સક 991)
  • પરામદેવ
  • સિંઘણ
  • મલુગી
  • અમરગાંગેય
  • અમરમાલગી
  • ભિલ્લમ પંચમ
  • સિંઘણ દ્વિતીય
  • રામ ચંદ્ર

ત્રિકુટા આહીર સામ્રાજ્ય

ત્રિકુટા સામ્રાજ્ય સામાન્ય રીતે આભીર (આહીર) સામ્રાજ્યના રૂપ માં માન્ય છે તથા ઇતિહાસ માં ત્રિકુટા આહીર સામ્રાજ્ય નામ થી જાણીતું છે. વૈષ્ણવ ત્રિકુટા આહીર હૈહય શાખા ના યાદવ મનાય છે દહરસેન એ અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો. આ રાજવંશના નિમ્ન પ્રમુખ શાસક થયા -

  • મહારાજ ઇન્દ્રદત્ત
  • મહારાજ દહરસેન
  • મહારાજ વ્યાઘ્રરસેન

કલચૂરી સામ્રાજ્ય

કલચુરી રાજવંશના બે (ઉત્તરી અને દક્ષિણી) સામ્રાજ્ય થયા છે. ઇતિહાસમાં દક્ષિણી કલચુરિયો ને આહીર જાતિ ના મનાય છે. દક્ષિણી કલચુરિયોના નિમ્ન શાસકો પ્રમુખ હતા. 248-49 ઈસ્વી થી પ્રારંભ થવા વાળી કલચુરી-ચેદી સંવતની પ્રચલન પણ આભીર(આહીર) સમ્રાટ ઈશ્વરસેન એ કરી હતી.

  • કૃષ્ણ
  • બિજ્જલા
  • સોમેશ્વર
  • સંગમા

સંદર્ભ

Tags:

આહીર મૂળઆહીર ઇતિહાસઆહીર ગુજરાતના ોઆહીર મહારાષ્ટ્રમાં ોઆહીર ચંદ્રવંશીયદુવંશી ક્ષત્રિયોઆહીર ઐતિહાસિક યાદવ () રાજાઓ અને કુળ સંચાલકોઆહીર સંદર્ભઆહીરક્ષત્રિયયદુવંશીયાદવરાવ સાહેબ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વીર્યસ્વામિનારાયણવિરાટ કોહલીઉનાળોમુંબઈ શેર બજારધ્રાંગધ્રાજવાહરલાલ નેહરુજળ શુદ્ધિકરણપીડીએફભારતના રાષ્ટ્રપતિમિથુન રાશીમેડમ કામાતાપમાનઘઉંછંદઔદિચ્ય બ્રાહ્મણનર્મદઅર્જુનવિષાદ યોગગોરખનાથભારતીય એક્સપ્રેસમાર્ગોપ્રમુખ સ્વામી મહારાજહાર્દિક પંડ્યામુસલમાનભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમુખ મૈથુનકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ભારતનું બંધારણભારતીય રૂપિયા ચિહ્નનાણાકીય વર્ષરવિન્દ્રનાથ ટાગોરભારતીય ભૂમિસેનાગુજરાતી લોકોચેન્નઈસ્ત્રીચરોતરી બોલીઋગ્વેદમાધ્યમિક શાળાગાંધીનગરગુજરાત વિદ્યાપીઠબિન-વેધક મૈથુનકલમ ૩૭૦પુ્ષ્ટિમાર્ગ બેઠકવસ્તીદુલા કાગબુધ (ગ્રહ)વર્તુળનો વ્યાસપાલીતાણારવિ પાકશાકભાજીગુજરાતી લિપિચોઘડિયાંરમત-ગમતમહેન્દ્ર સિંઘ ધોનીપ્રીટિ ઝિન્ટાહાથીઅગિયાર મહાવ્રતગરબારાવજી પટેલદુબઇભાસનાઝીવાદડોંગરેજી મહારાજયુનાઇટેડ કિંગડમઅંબાજીપત્રકારત્વતુલસીમેગ્નેશિયમકાલરાત્રિશબ્દકોશપ્રાણીપર્યાવરણીય શિક્ષણભાવનગર જિલ્લોગુજરાતી સાહિત્યકારોની યાદીદેલવાડામહારાષ્ટ્રદીપિકા પદુકોણસંસ્કારગાયત્રીસાંચીનો સ્તૂપ🡆 More