સંચળ

સંચળ ભારત દેશમાં બનતું, અને વિવિધ ભારતીય વાનગીઓ બનાવવામાં વપરાશમાં લેવાતો એક જાતનો મસાલો છે જેને ખાદ્ય લવણ અથવા મીઠું અથવા નમકની શ્રેણીમાં મુકી શકાય.

સંચળનો ઉપયોગ ચાટ, ચટણી, રાઈતું અને બીજાં પણ ઘણાં ભારતીય વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. ભારતીય ચાટ મસાલા, એની સુગંધ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર રહે છે.

સંચળ
સંચળના સ્ફટીક

બનાવવાની રીત

વાસ્તવિકતામાં સંચળ એક ખનીજ છે, જે રીતે સિંધવ ખડક રૂપે મળી આવે છે, તે જ રીતે સંચળ પણ ખડક રૂપે મળી આવે છે.

સંચળ 
Kala Namak


હિંદી અને અંગ્રેજી વિકિપીડિયામાં વર્ણવ્યા મુજબઃ સંચળ બનાવવા માટે ખારા પાણીમાં હરડેનાં બી નાંખીને તેને ઉકાળવામાં આવે છે. ઉકાળીને બધુજ પાણી ઉડાડી દેતાં ફક્ત ક્ષાર (મીઠા)નાં સ્ફટિક અવશેષ રૂપે રહે છે, આ ક્ષાર ગટ્ઠા સ્વરૂપે ઘેરા મરૂણ રંગનું હોવાથી ક્યારેક કાળું હોવાનો ભાસ થાય છે, માટે હિંદીમાં તેને કાલા નમક (काला नमक) કહે છે, અને હિંદી પરથી પડેલું તેનું અંગ્રેજી નામ છે, Black Salt. જ્યારે આ ગાંગડાને વાટવામાં કે દળવામાં આવે તો પરિણામ રૂપે મળતો ભુકો (પાવડર) ગુલબાશ પડતા રંગનો હોય છે.

રાસાયણીક દ્રષ્ટિએ જેમ મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ, તે રીતે સંચળ એટલે સોડિયમ સલ્ફાઇડ અને માટે જ સંચળની જે વાસ છે તે મુખ્યત્વે સલ્ફર (ગંધક) જેવી છે, સંચળમાં આ ઉપરાંત અન્ય ખનીજ તત્વો પણ હોય છે. સોડિયમ થાયોસલ્ફેટનાં ઔદ્યોગિક ઉત્પાદન દરમ્યાન આડ પેદાશ રૂપે પણ સંચળ મળે છે.

ઉપયોગ

સંચળને આયુર્વેદમાં ઠંડી પ્રકૃતીનું માનવામાં આવે છે તથા તેનો ઉપયોગ રેચક અને પાચન સહાયક દ્રવ્ય તરિકે કરવામાં આવે છે. અપચા અને પેટનાં દુખાવામાં વપરાતાં ઔષધ 'ભાસ્કર લવણ'માં પણ સંચળ એક ઘટક તરિકે રહેલું હોય છે. માથામાં કફ ભરાયો હોય અને તાવ આવતો હોય ત્યારે માથામાં રહેલા કફને બહાર કાઢવા માટે, લીંબુનો રસ, આદુનો રસ, સિંધવ અને સંચળને શેકીને તેને છીંકણીની જેમ સુંઘવાની સલાહ આપવામાં આવે છે.. આ ઉપરાંત કરમીયા માટે પણ અન્ય ઔષધો, જેવાંકે, ઈન્દ્રજવ, ત્રિફળા, ઇલાયચી, લવિંગ વિગેરેની સાથે સંચળનો પણ ઉપયોગ થાય છે.

વિદેશમાં અને હવે તો ભારતમાં પણ, શાકાહારીઓ થી અલાયદો એક સમુદાય વિગન (Vegan), કે જેઓ કોઈ પણ પ્રાણીજન્ય પદાર્થ (દૂધ, મધ, વિગેરે પણ) ખાતા નથી, તેઓને સંચળની વાસ ઇંડા જેવી લાગે છે, અને માટે ખોરાકમાં વગર ઇંડા ઉમેર્યે, ઇંડા જેવો સ્વાદ કે સુગંધ મેળવવા માટે તેઓ સંચળનો ઉપયોગ કરતા થયા છે.

સંદર્ભ

Tags:

ચટણીચાટચાટ મસાલોભારતરાઈતું

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સલામત મૈથુનકાચબોઆંકડો (વનસ્પતિ)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યરણજીતસિંહત્રિપિટકએલર્જીશિવાજીહિમાલયમહુડોમિથુન રાશીમેડમ કામાગુજરાતની નદીઓની યાદીગૌતમ અદાણીઅમિતાભ બચ્ચનકથકવેણીભાઈ પુરોહિતમરાઠા સામ્રાજ્યડુમખલ (તા.ડેડીયાપાડા)મરકીહરદ્વારભજનચામાચિડિયુંઅષ્ટાધ્યાયીક્રોહનનો રોગસીદીસૈયદની જાળીબાણભટ્ટડભોઇચુનીલાલ મડિયાડાકોરમુઘલ સામ્રાજ્યચેટીચંડવાયુનું પ્રદૂષણસંસ્કૃત વ્યાકરણગુજરાતી લિપિએપ્રિલસામાજિક ન્યાયઉબુન્ટુ (ઓપરેટિંગ સિસ્ટમ)ગુજરાતના લોકસભા મતવિસ્તારોપ્રેમભારતનો ઇતિહાસબુર્જ દુબઈસિદ્ધપુરહેમચંદ્રાચાર્યખંડદ્વારકાધીશ મંદિરકંસઅમિત શાહઇસરોભૂસ્ખલનનવસારીએલોન મસ્કસાપકે. કા. શાસ્ત્રીતારાબાઈગૂગલજામનગરસૂર્યમંડળમોરબીએકમવલ્લભાચાર્યવિશ્વ બેંકસીતાદલિતદયારામઅહોમઆંતરરાષ્ટ્રીય મહિલા દિનઆયુર્વેદભીષ્મગુજરાત વિદ્યાપીઠસ્વામિનારાયણ મંદિર, અમદાવાદવિજ્ઞાનગીતાંજલિબ્લૉગજ્ઞાનપીઠ એવોર્ડવાઘેરરાજકોટ🡆 More