સામાજિક સમસ્યા

સામાજિક સમસ્યા એક એક એવી સામાજિક પરિસ્થિતિ છે કે જે સમૂહ અથવા સમાજની નોંધપાત્ર જનસંખ્યાને અસરકર્તા હોય છે, જેમાં તેમના મહત્ત્વના એક કે તેથી વધુ સામાજિક મૂલ્યો કે ધોરણોનો ભંગ કે અનાદર થાય છે અથવા તેમનું અસ્તિત્વ જોખમાય કે તેમ થવાનો ગંભીર ભય ઊભો થાય છે.

ઉદાહરણ તરીકે ગુનાખોરી, બેરોજગારી, નશાખોરી, અસ્પૃશ્યતા, વસ્તીવધારો, બાળ અપરાધ, આત્મહત્યા, વેશ્યાવ્યવસાય, કોમવાદ, ભાષાવાદ, શિક્ષણને લગતી સમસ્યાઓ, સ્ત્રીજીવનને લગતી સમસ્યાઓ, પ્રદુષણ વગેરે સામાજિક સમસ્યાઓ છે.

સામાજિક સમસ્યા એ સમાજના સભ્યો માટે સર્જાતી એક અનિચ્છનીય સ્થિતિ છે, જેને સુધારી શકાય છે એવું સમાજના સભ્યો માનતા હોય છે. સામાજિક સમસ્યાઓને લીધે સામાજિક સંબંધો તથા કાર્યોમાં વિક્ષેપ પડે છે અથવા પડવાનો ભય ઊભો થાય છે, તેથી સંબંધિત લોકોને આ પરિસ્થિતિ અનિચ્છનીય અને નુકસાનકારક લાગે છે, આવી પરિસ્થિતિનો ભોગ બનેલ વ્યક્તિઓ તેનું નિવારણ થઈ શકે તેમ છે એવું માનતા હોય છે, અને નિવારણ માટે સામૂહિક રીતે કોઈક ને કોઈક અસરકારક પગલાં ભરવાં જોઈએ એવી ઓછેવત્તે અંશે તીવ્ર લાગણી તેમનામાં ફેલાય છે અને એ માટે તેઓ સક્રિય બને છે.

સામાજિક સમસ્યાની વિભાવના સાપેક્ષ છે તેમજ સંબંધિત સમાજની આત્મલક્ષી બાબત છે. એક સમાજની સમસ્યાત્મક પરિસ્થિતિ અન્ય સમાજ માટે સામાન્ય અને બિનસમસ્યાત્મક હોઈ શકે છે. એક જ સમાજમાં પણ એક સમયે જે પરિસ્થિતિ સામાન્ય હોય તે જ પરિસ્થિતિ બીજા સમયે મૂલ્યો, ધોરણો, જરૂરિયાતો જેવા સંદર્ભો બદલાતાં સામાજિક સમસ્યારૂપ બની શકે છે.

સંદર્ભો

પૂરક વાચન

  • દવે, હર્ષિદા એચ. (૨૦૧૬). સામાજિક સમસ્યાઓ (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. ISBN 978-93-85344-42-8.

Tags:

આત્મહત્યાસમાજસમૂહસામાજિકસામાજિક ધોરણો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વેદપુરાણખાવાનો સોડાજીરુંતાપમાનદ્વારકાધીશ મંદિરબ્રાહ્મણરાજેન્દ્ર શાહમહાકાળેશ્વર જ્યોતિર્લિંગઅંબાજીગુજરાત મેટ્રોતત્ત્વશિખરિણીએ (A)નરસિંહ મહેતા એવોર્ડતાલુકા મામલતદારગુજરાતના મુખ્યમંત્રીઓપીપળોમાધ્યમિક શાળાભૂપેન્દ્ર પટેલભારતની નદીઓની યાદીતિરૂપતિ બાલાજીકેદારનાથ જ્યોતિર્લિંગધારાસભ્યબાવળગુજરાતસમાન નાગરિક સંહિતાતીર્થંકરતરબૂચદુબઇકલમ ૩૭૦ભુજનરેન્દ્ર મોદી સ્ટેડિયમચાવડા વંશસાપુતારામહેસાણા જિલ્લોહૈદરાબાદશિવાજી જયંતિઉત્તર પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેરનાઝીવાદમીટરગ્રહગુંદા (વનસ્પતિ)ગુજરાતીકર્ક રાશીસુરત જિલ્લોબનાસકાંઠા જિલ્લોઅમિત શાહઉત્તરવાહિની નર્મદા પરિક્રમામટકું (જુગાર)ચંદ્રઈંટકન્યા રાશીભારતીય ચૂંટણી પંચગાંધારીપોલિયોસાર્થ જોડણીકોશકેનેડાતકમરિયાંગિરનારવસ્તીવિશ્વની અજાયબીઓફણસખેડા જિલ્લોરાવણ૧૮૫૭ની ભારતીય ક્રાંતિયોગ (મનોશારીરીક જીવનશૈલી)પર્વતમીરાંબાઈમાનવીની ભવાઇપાણીપતની ત્રીજી લડાઈહિંદુ ધર્મભારતીય તત્વજ્ઞાનધ્રુવ ભટ્ટવાઘેલા વંશ🡆 More