વાઘેલા વંશ

વાઘેલા વંશ ભારતીય રાજપૂત કુળ હતું જેણે ગુજરાતમાં ઇસ ૧૨૪૩ થી ૧૨૯૯ દરમિયાન ટૂંકુ શાસન કર્યું હતું.

આ સામ્રાજ્ય અમદાવાદના હાલના ધોળકામાં કેન્દ્રિત હતું અને મુસ્લિમ શાસન પહેલા આ વિસ્તારનું છેલ્લું હિંદુ રાજ્ય હતું.

વાઘેલા વંશ
૧૨૪૪–૧૩૦૪
રાજધાની ધોળકા
ભાષાઓ અપભ્રંશ, જૂની ગુજરાતી, પ્રાકૃત
ધર્મ હિંદુ, જૈન ધર્મ
સત્તા રાજાશાહી
પ્રમુખ
 •  c. ૧૨૪૪ - c. ૧૨૬૨ વિરધવલ (વિશાલ)
 •  c. ૧૨૬૨ - c. ૧૨૭૫ અર્જુનદેવ (વિશળદેવ)
 •  c. ૧૨૭૫ - c. ૧૨૯૭ સારંગદેવ
 •  c. ૧૨૯૭-૧૩૦૪ કર્ણદેવ દ્વિતિય
ઇતિહાસ
 •  સ્થાપના ૧૨૪૪
 •  અંત ૧૩૦૪
પહેલાનું શાસન
પછીની સત્તા
વાઘેલા વંશ સોલંકી વંશ
દિલ્હી સલ્તનત વાઘેલા વંશ
ખિલજી વંશ વાઘેલા વંશ
વાઘેલા વંશ is located in ભારત
વાઘેલા વંશ
Abu
વાઘેલા વંશ
Ahmedabad
વાઘેલા વંશ
Amran (Amaran)
વાઘેલા વંશ
Anavada
વાઘેલા વંશ
Bharana
વાઘેલા વંશ
Dabhoi
વાઘેલા વંશ
Desan (Muralidhar Temple in Bhiloda taluka)
વાઘેલા વંશ
Girnar
વાઘેલા વંશ
Kadi
વાઘેલા વંશ
Kantela
વાઘેલા વંશ
Khambhat (Cambay)
વાઘેલા વંશ
Khokhra
વાઘેલા વંશ
Mangrol
વાઘેલા વંશ
Patan (Vaidyanatha Mahadeva Temple)
વાઘેલા વંશ
Porbandar
વાઘેલા વંશ
Rava (Rav)
વાઘેલા વંશ
Sampla
વાઘેલા વંશ
Somanatha (Cintra praśasti)
વાઘેલા વંશ
Vanthali
વાઘેલા વંશ
Veraval
વાઘેલા વંશના લખાણો મળી આવેલ સ્થળોનો નકશો.

વાઘેલા પરિવારના શરૂઆતના સભ્યોએ ૧૨મી સદીમાં ચાલુક્ય રાજ્યની સેવા કરી હતી અને તે વંશની શાખા હોવાનો દાવો કર્યો હતો. ૧૩મી સદીમાં ભીમદેવ દ્વિતીયના શાસન દરમિયાન વાઘેલા સેનાપતિ લવણપ્રસાદ અને તેમના પુત્ર વિરધવલ ખૂબ જ શક્તિશાળી બન્યા. ૧૨૪૦ના દાયકાની મધ્યમાં વિરધવલના પુત્ર વિશળદેવે સિંહાસન પર કબજો જમાવી લીધો. દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખીલજીએ ૧૩૦૪માં કર્ણ વાઘેલાને હરાવી વાઘેલા શાસનનો અંત આણ્યો.

ઉદ્‌ગમ

વાઘેલા રાજપૂતોએ ગુજરાતના ચાલુક્યો પાસેથી સત્તા મેળવી હતી. ૧૪મી સદીના ઇતિહાસકાર મેરુતુંગાના જણાવ્યા અનુસાર, વાઘેલા પરિવારના સૌથી જૂના જ્ઞાત સભ્ય 'ધવલે' ચાલુક્ય રાજા કુમારપાળની માતૃપક્ષની કન્યા સાથે લગ્ન કર્યા હતા. વાઘેલા દરબાર કવિ સોમેશ્વરે વાઘેલા પરિવારને ચાલુક્ય પરિવારની શાખા ગણાવી હતી.

વાઘેલા પોતાને ચાલુક્ય તરીકે ઓળખાવતા હતા અને ચાલુક્યો જેવા જ પૌરાણિક વંશનો દાવો કરતા હતા. પ્રથમ વાઘેલા રાજા વિશળદેવનો ખંભાત શિલાલેખ આ પૌરાણિક કથાનું આ પ્રમાણે વિવરણ આપતા જણાવે છે કે : એક વાર બ્રહ્મા વિચારી રહ્યા હતા કે દિતીના પુત્ર (એટલે કે દૈત્ય કે રાક્ષસો)નો નાશ કોણ કરશે. અચાનક બ્રહ્માના 'ચુલુક'માંથી એક યોદ્ધો દોડ્યો. ચાલુક્ય નામના આ નાયકે ચાલુક્ય વંશને જન્મ આપ્યો, જેમાં અર્ણોરાજા વાઘેલાનો જન્મ થયો હતો.

રાજવંશનું નામ "વ્યાગ્રપલ્લી" અને તેનું ટૂંકુ સ્વરૂપ "વાઘેલા" વ્યાઘ્રપલ્લી ("વાઘની બોડ") નામના ગામના નામ પરથી આવ્યું છે.

ઇતિહાસ

વાઘેલાઓ સોલંકી વંશ, જેણે ગુજરાતમાં ૧૦મી થી ૧૩મી સદી સુધી શાસન કર્યું, તેમની શાખા અને તેમના શાસન નીચે હતા. વાઘેલ ગામ પરથી આ વંશનું નામ પડ્યું હતું. આ જમીન સોલંકી વંશના રાજા કુમારપાળ (૧૧૪૩-૧૧૭૪) દ્વારા અનાકને આપવામાં આવી હતી, જેઓ વિરધવલના દાદા હતા. વિરધવલે વાઘેલા વંશની સ્થાપના ઇસ ૧૨૪૩માં કરી હતી. ૧૩મી સદી દરમિયાન સોલંકીઓ નબળા પડ્યા અને ૧૨૪૩માં વાઘેલાઓએ ગુજરાત પર પોતાની પકડ મજબૂત બનાવી. ઇસ ૧૨૫૩ના "ડભોઇ પથ્થર" પરનું લખાણ, લવાણા પ્રસાદ, ભીમદેવ બીજા (૧૧૭૮-૧૨૪૨)ના મંત્રીનો ઉલ્લેખ કરે છે જેણે પોતાનો સ્વતંત્ર વંશ સ્થાપ્યો હતો.

૧૩મી સદીના બીજા ભાગમાં તેમણે ગુજરાતમાં સ્થિરતા લાવી. તેઓનું શાસન ધોળકામાં કેન્દ્રિત હતું. વાઘેલા વંશના શાસનનો અંત ઇસ ૧૨૯૯માં કર્ણદેવ વાઘેલાના અલાદ્દીન ખિલજી સામેના પરાજય વડે થયો અને દિલ્હી સલ્તનતનું શાસન ગુજરાતમાં શરૂ થયું.

તેમના શાસન દરમિયાન ધનિક વેપારી અને મંત્રી અને સેનાપતિ, વસ્તુપાળ અને તેજપાલ, દ્વારા અનેક મંદિરોનું નિર્માણ થયું હતું, જેમાં માઉન્ટ આબુના દેલવાડા મંદિરો અને ગિરનાર જૈન મંદિરોનો સમાવેશ થાય છે. રાજવી ધર્મગુરુ સોમેશ્વરદેવ (૧૧૭૯-૧૨૬૨) દ્વારા લખાયેલ વસ્તુપાલના જીવનચરિત્ર કિર્તિકામુદી વાઘેલા વંશના ઇતિહાસનો મહત્વનો સ્ત્રોત છે.

પ્રારંભિક સદસ્ય

અર્ણોરાજા

ધવલના પુત્ર અર્ણોરાજા રાજકીય મહત્ત્વ મેળવનાર વાઘેલા પરિવારના પ્રથમ સભ્ય હતા. તેમણે કુમારપાળની સેવા કરતી વખતે સૌરાષ્ટ્રમાં લશ્કરી અભિયાનમાં ભાગ લીધો હોય તેવું લાગે છે. ભિલોડા તાલુકાના દેસાણ ગામમાંથી મળી આવેલ મુરલીધર મંદિરનો શિલાલેખ સૌરાષ્ટ્ર પ્રદેશ જીતવાનો શ્રેય અર્ણોરાજાને આપે છે. મધ્યયુગીન ઇતિહાસકાર ઉદયપ્રભા સૂરીના જણાવ્યા અનુસાર, કુમારપાળે પોતાની સેવા માટે અર્ણોરાજાને ભીમપલ્લી ગામ આપ્યું હતું. શક્ય છે કે કુમારપાળના સૌરાષ્ટ્ર અભિયાનમાં તેમની ભૂમિકા બદલ અર્ણોરાજાને આ ગામ મળ્યું હોય. તેમણે કદાચ આ અભિયાનમાં ઉપ સેનાપતિ તરીકે સેવા આપી હતી, જોકે વાઘેલા સાહિત્યએ તેમની ભૂમિકા વધારીને દર્શાવે છે. ઇતિહાસકાર એ. કે. મજુમદારના જણાવ્યા અનુસાર, ભીમપલ્લી ગામ કદાચ વ્યાઘ્રપલ્લી ગામ જેવું જ હશે, જેમાંથી વંશનું નામ પ્રાપ્ત થયું છે.

કુમારપાળના વંશજ ભીમદેવ દ્વિતીયના શાસનકાળ દરમિયાન અર્ણોરાજા અગ્રણી બન્યા હતા. ભીમદેવની નાની ઉંમરનો ફાયદો ઉઠાવીને પ્રાંતીય રાજ્યપાલોએ તેમની વિરુદ્ધ બળવો કર્યો. અર્ણોરાજા રાજાને વફાદાર રહ્યા અને મેવાડના શાસકો અને ચંદ્રાવતીના પરમારો સહિત બળવાખોરોને હરાવ્યા હોય તેવું લાગે છે. ભીમદેવ પાસે પ્રતાપમલ્લ અને જગદદેવ જેવા અન્ય વફાદાર અધિકારીઓ હતા, પરંતુ વાઘેલા વિવરણ બળવો દબાવવાનો સમગ્ર શ્રેય આર્ણોરાજાને આપે છે.

લવણપ્રસાદ

લવણપ્રસાદ (ઉર્ફ લાવણ્યપ્રસાદ) અર્ણોરાજા અને સલખણાદેવીના પુત્ર હતા. મેરુતુંગા દ્વારા ઉલ્લેખ કરાયેલી એક દંતકથા અનુસાર, જ્યારે અર્ણોરાજા કુમારપાળની સેવામાં 'સામંત' હતા ત્યારે લવણપ્રસાદનો જન્મ થયો હતો. જ્યારે કુમારપાળે દરબારમાં બાળકના જન્મના સમાચાર સાંભળ્યા ત્યારે તેમણે જાહેર કર્યું કે અર્ણોરાજાના પુત્રનું ભવિષ્ય ઉજ્જ્વળ રહેશે. ભીમદેવ દ્વિતીયના સામંત તરીકે તેમને 'મહામંડલેશ્વર' અને 'રાણકા' શ્રેણીમાં રાખવામાં આવ્યા હતા. ધવલકક્કા (વર્તમાન ધોળકા) તેમની જાગીર હતી. ડભોઈના શિલાલેખમાં તેમને ગુર્જરદેશના રાજા તરીકે વર્ણવવામાં આવ્યા છે.

વીરધવલ

વિરધવલલ લવણપ્રસાદ અને મદનરજનીના પુત્ર હતા. મેરુતુંગાના વર્ણન મુજબ, મદનરજનીએ લવણપ્રસાદને છોડીને દેવરાજ સાથે રહેવાનું શરૂ કર્યું, જે તેમની મૃત બહેનના પતિ હતા. મદનરજની વિરધવલને પોતાની સાથે લઈ ગયા, પરંતુ જ્યારે તે યુવાન થયો ત્યારે તેના પિતા લવણપ્રસાદ પાસે પાછો ફર્યો અને આ પરિસ્થિતિથી શરમ અનુભવવા લાગ્યો.

ભીમદેવ દ્વિતીયના શાસનકાળ દરમિયાન લવણપ્રસાદ અને વિરધવલે દુશ્મન આક્રમણોનો સફળતાપૂર્વક સામનો કરી ચાલુક્ય રાજ્યને બચાવ્યું હતું. વિરધવલ કદાચ ભીમદેવ (દ્વિતીય)ના શાસનકાળમાં મૃત્યુ પામ્યા હતા, કારણ કે તેમનો પુત્ર વિશળદેવ ઈ.સ. ૧૨૩૯ સુધીમાં મહામંડલેશ્વર રાણકા બની ગયો હતો.

વિરમ

વિશળદેવના ઉત્તરાધિકારીનો વિરોધ વિરમ નામની એક વ્યક્તિએ કર્યો હતો. ઈ.સ. ૧૨૩૯ (વિક્રમ સંવત ૧૨૯૬)ની એક હસ્તપ્રત મુજબ વિરમે ભીમદેવ દ્વિતીયના તાબાહેઠળ 'મહામંડલેશ્વવર રાણકા'નું બિરુદ મેળવ્યું હતું. તેમના રજવાડાની મુખ્ય રાજધાની વિદ્યુતપુરામાં આવેલી હતી.

મધ્યયુગીન ઇતિહાસકાર રાજશેખરસૂરીના જણાવ્યા અનુસાર, વિરમ વિશળદેવના નાના ભાઈ હતા. રાજશેખરનું વિરમનું વર્ણન આ રીતે છે : એક વખત એક 'વણિક' (વેપારી)એ વિરમ કરતાં વૈષ્ણવ મંદિરને મોંઘી ભેટ આપી હતી. આનાથી નારાજ વિરમે વણિક પર અત્યાચાર ગુજાર્યો. સજા તરીકે વિરધવલે વિરમને વિરમગામ નામના સ્થળે નિષ્કાશિત કર્યો. વિરધવલના મૃત્યુ પછી મંત્રી વાસ્તુપાળે વિશળદેવને તેમના પિતાના અનુગામી બનવામાં મદદ કરી. વિરમે ઉત્તરાધિકારી પદ માટે લડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. તેઓ જવલીપુરા (આધુનિક જાલોર)માં નિવૃત્ત થયા, જ્યાં તેમણે પોતાના સસરા ઉદયસિંહ પાસેથી આશ્રય લીધો હતો. જોકે, વસ્તુપાળે ઉદયસિંહ પર વિરમની હત્યા કરાવવાનું દબાણ કર્યું હતું.

રાજશેખરના વંશાવલીના વર્ણનમાં ઘણી બધી ભૂલોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક પુરાવા દર્શાવે છે કે વિરમ વાસ્તવમાં વિરધવલનો ભાઈ (અથવા સાવકો ભાઈ) હતો અને આ રીતે વિશળદેવના કાકા હતા. વાઘેલાના દસ્તાવેજો મુજબ વિશળદેવના ભાઈનું નામ પ્રતાપમલ્લ હતું. ઇતિહાસકાર એ. કે. મજુમદારે રાજાશેખરના વિરમના મૃત્યુના વર્ણનને નકારી કાઢ્યું છે. મજમુદારની થિયરી મુજબ ઉદયસિંહે ચાલુક્ય સત્તાને પડકાર ફેંક્યો અને વિરમ ભીમદેવ દ્વિતીયના વફાદાર તરીકે તેમની સાથે લડ્યો. રાજશેખરના દાવા મુજબ વિરમ વસ્તુપાળના આદેશ પર નહિ પરંતુ ઉદયસિંહ સાથેના યુદ્ધમાં માર્યો ગયો હતો.

વંશાવલી

વાઘેલા રાજાઓની યાદી:

  • વિરધવલ (વિશાલ) (c. ૧૨૪૪ - c. ૧૨૬૨)
  • અર્જુનદેવ (વિશાલદેવ) (c. ૧૨૬૨ - c. ૧૨૭૫)
  • સારંગદેવ (c. ૧૨૭૫ - c. ૧૨૯૭)
  • કર્ણદેવ (બીજો) (c. ૧૨૯૭-૧૩૦૪)

આ પણ જુઓ

સંદર્ભ

પુસ્તક

Tags:

વાઘેલા વંશ ઉદ્‌ગમવાઘેલા વંશ ઇતિહાસવાઘેલા વંશ પ્રારંભિક સદસ્યવાઘેલા વંશ વંશાવલીવાઘેલા વંશ આ પણ જુઓવાઘેલા વંશ સંદર્ભવાઘેલા વંશ પુસ્તકવાઘેલા વંશઅમદાવાદગુજરાતધોળકારાજપૂતહિંદુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનકુંભ રાશીગુજરાતી થાળીકેન્સરચંદ્રયાન-૩ઑડિશાગ્રામ પંચાયતવિનોબા ભાવેકમળોશાહરૂખ ખાનગાંધારીતાલુકા મામલતદારજોગીદાસ ખુમાણકુન્દનિકા કાપડિયાવિષાણુઓઝોનઅમૂલધ્યાનચંદ્રગુપ્ત પ્રથમક્ષેત્રફળકાલ ભૈરવમારુતિ સુઝુકીકુતુબ મિનારતુલસીજનરલ સામ માણેકશાઅડાલજની વાવવિરામચિહ્નોઇસ્લામઆહીરટુંડાલીશનિદેવવાઘરીમિથુન રાશીગુજરાતી વિશ્વકોશભારતીય રૂપિયોજ્યોતિર્લિંગકચ્છનું રણતુર્કસ્તાનસંજુ વાળાવીર્ય સ્ખલનપાંડુરંગ શાસ્ત્રી આઠવલેભારત છોડો આંદોલનરા' નવઘણરુધિરાભિસરણ તંત્રલીમડોકુંવરબાઈનું મામેરુંઘોરખોદિયુંઉનાળોહોમરુલ આંદોલનવડકરીના કપૂરપારસીબદનક્ષીનિરોધસપ્તર્ષિબાવળબારીયા રજવાડુંમટકું (જુગાર)શિવખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મરાઠા સામ્રાજ્યરામદેવપીરપ્રહલાદ જેઠાલાલ પારેખભારતનો ઇતિહાસઝેર તો પીધાં છે જાણી જાણીલક્ષ્મી નાટકજયપ્રકાશ નારાયણભારત સરકારમગફળીઉપનિષદપાંડુદ્રાક્ષરવીન્દ્ર જાડેજાગાંધીધામચામુંડાગ્રીનહાઉસ વાયુ🡆 More