દ્રાક્ષ: એક ફળ

દ્રાક્ષ એ એક બેરી (ઠળીયા વિનાના રસાળ ફળ) પ્રજાતિનું ફળ છે.

વનસ્પતિ શાસ્ત્ર અનુસાર આ એક climacteric fruit અને તેની વેલની પ્રજાતિ Vitis છે. આ ફળ એક લાકડા જેવી કઠણ અને નિત્ય લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને સીધી ખાઈ શકાય છે. ઉપરાંત જામ, રસ, જેલી, વિનેગર, વાઇન, બીજ અર્ક, સૂકી દ્રાક્ષ (કિસમિસ), ગોળની રસી/ કાકવી(મોલાસીસ), દ્રાક્ષ બીજનું તેલ વગેરે પદાર્થો બનાવવા માટે દ્રાક્ષનો ઉપયોગ થાય છે.

દ્રાક્ષ, કાળી અને લીલી
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ288 kJ (69 kcal)
કાર્બોદિત પદાર્થો
18.1 g
શર્કરા15.48 g
રેષા0.9 g
0.0 g
નત્રલ (પ્રોટીન)
0.72 g
વિટામિનો
થાયામીન (બી)
(6%)
0.069 mg
રીબોફ્લેવીન (બી)
(6%)
0.07 mg
નાયેસીન (બી)
(1%)
0.188 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(1%)
0.05 mg
વિટામિન બી
(7%)
0.086 mg
ફૉલેટ (બી)
(1%)
2 μg
વિટામિન બી૧૨
(0%)
0 μg
વિટામિન સી
(13%)
10.8 mg
વિટામિન કે
(21%)
22 μg
મિનરલ
કેલ્શિયમ
(1%)
10 mg
લોહતત્વ
(3%)
0.36 mg
મેગ્નેશિયમ
(2%)
7 mg
મેંગેનીઝ
(3%)
0.071 mg
ફોસ્ફરસ
(3%)
20 mg
પોટેશિયમ
(4%)
191 mg
સોડિયમ
(0%)
3.02 mg
જસત
(1%)
0.07 mg
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા
કાળી દ્રાક્ષ
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા
લીલી દ્રાક્ષ કે જેને વ્હાઈટ ટેબલ ગ્રેપ્સ કહે છે.

ઇતિહાસ

દ્રાક્ષનું વાવેતર ૬૦૦૦-૮૦૦૦ વર્ષ પહેલાં પૂર્વી યુરોપ ક્ષેત્રમાં શરૂ થયું હતું. માનવ જાતને જ્ઞાત એવા સૌથી પ્રાચીન જીવાણુઓમાંના એક એવા યીસ્ટ દ્રાક્ષની સપાટી પર પ્રાકૃતિક રીતે મળી આવે છે, જેને પરિણામે વાઇન જેવા નવા પીણા શોધાયા. વાઇનના અસ્તિત્વના સૌથી પ્રાચીન અવશેષ આર્મેનિયામાં મળી આવે છે. અહીં ઈ.પૂ. ૪૦૦૦ વર્ષ પહેલાંની વાઇનરી મળી આવી છે. ૯મી સદી સુધીમાં શિરાઝ નામનું શહેર તેની શ્રેષ્ઠ વાઇન માટે મધ્ય પૂર્વમાં પ્રખ્યાત બન્યું હતું. આના પરથી એમ કહેવાય છે કે સાયરા રેડ વાઇનનું નામ સિરાઝ શહેર પરથી પડ્યું હશે. પ્રાચીન ઈજીપ્તની ચિત્ર લિપીઓમાં જાંબુડી રંગની દ્રાક્ષ (કાળી દ્રાક્ષ) ઉગાડાતી હોવાનું વર્ણન આવે છે અને પ્રાચીન ગ્રીક, ફોનીશિયન અને પ્રાચીન રોમવાસીઓ પણ દ્રાક્ષ ખાતા હોવાનું અને વાઇન બનાવતા હોવાનું જણાયું છે. ત્યાંથી દ્રાક્ષનું વાવેતર યુરોપ, ઉત્તર અફ્રિકા અને ઉત્તર અમેરિકામાં ફેલાયું.

વિટેસ પ્રજાતિની સ્થાનીય જાંબુડી કે કાળી દ્રાક્ષ સમગ્ર ઉત્તર અમેરિકાના વનવગડામાં ફેલાઈ હતી અને તે અમેરિકાના મૂળ રહેવાસીઓના ભોજનનો ભાગ હતી. પણ તેને અમેરિકન વસાહતીઓ દ્વારા વાઇન માટે અયોગ્ય ગણાઈ હતી.

વર્ણન

દ્રાક્ષ એ ૧૫ થી ૩૦૦ના ઝુમખામાં ઉગે છે. તેમનો રંગ લીલો, પીળો, કાળો, ઘેરો ભૂરો, કેસરી કે ગુલાબી હોઈ શકે છે. "સફેદ દ્રાક્ષ"ના ધંધાદારી નામથી પ્રચલિત દ્રાક્ષ આમ તો લીલા કે પીળાશ પડતાં રગની હોય છે. તેમનું નિર્માણ જાંબુડી દ્રાક્ષમાંથી કરાયું છે. રંગ અર્પિત કરનારા બે જિન્સમાં ફેરફાર થવાથી એન્થોસ્યાનીન નામનું રંગદ્રવ્ય નિર્માણ રોકાતાં દ્રાક્ષ લીલી બની હતી. રેડ વાઇનની વિવિધ ઝાંયનો આધાર દ્રાક્ષના આ એન્થોસ્યાનીનની હાજરી પર રહેલું છે. અમુક પ્રકારની પીપર બનાવવા પણ દ્રાક્ષ વપરાય છે. દ્રાક્ષ મોટે ભાગે લંબગોળ હોય છે જો કે ગોળાકાર દ્રાક્ષ પણ જોવા મળે છે.

દ્રાક્ષના વેલા

દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા 
યકાતી દ્રાક્ષ ઈરાન ૨૦૦૮.

મોટા ભાગની દ્રાક્ષ વિટિસ વિનિફેરા કુળની હોય છે. આ મધ્ય એશિયા અને ભૂમધ્ય ક્ષેત્રની પ્રજાતિ છે. આ સિવાયની એશિયા અને ઉત્તરી અમેરિકાની પ્રજાતિ પણ અલ્પ પ્રમાણમાં મળે છે.

વિતરણ અને ઉત્પાદન

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર વિશ્વની ૭૫,૮૬૬ ચો. કિ.મી. ભૂમિ દ્રાક્ષના ઉત્પાદનને સમર્પિત છે. વિશ્વના કુલ દ્રાક્ષ ઉત્પાદનનો ૭૧% ભાગ વાઇન બનાવવા માટે વપરાય છે, ૨૭ ફળ તરીકે અને ૨% ભાગ સૂકો મેવો બનાવવા વપરાય છે. દ્રાક્ષનો અમુક ભાગ દ્રાક્ષનો રસ બનાવવામાં થાય છે જે આગળ જઈ સાકરમુક્ત પદાર્થો બનાવવા માટે કે ૧૦૦% પ્રાકૃતિક પદાર્થો બનાવવા માટે થાય છે. વાઇન યાર્ડ તરીકે સમર્પિત ક્ષેત્રમાં દર વર્ષે ૨%નો વધારો થાય છે.

દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા 
ઉત્તર અમેરિકા ની કોન્કોર્ડ પ્રજાતિની લેબ્રુસ્કા દ્રાક્ષ

નીચેના કોઠામાં પ્રમુખ વાઇન ઉત્પાદક દસ દેશો દ્વારા આરક્ષિત દ્રાક્ષ ઉત્પાદન ક્ષેત્ર:

દેશ સમર્પિત ભૂક્ષેત્ર
સ્પેન ૧૧,૭૫૦ ચો. કિ.મી.
ફ્રાન્સ ૮,૬૪૦ ચો. કિ.મી.
ઈટલી ૮,૨૭૦ ચો. કિ.મી.
ટર્કી ૮,૧૨૦ ચો. કિ.મી.
યુ.એસ.એ. ૪,૧૫૦ ચો. કિ.મી.
ઈરાન ૨,૮૬૦ ચો. કિ.મી.
રોમાનિયા ૨,૪૮૦ ચો. કિ.મી.
પોર્ટુગલ ૨,૧૬૦ ચો. કિ.મી.
આર્જેન્ટીના ૨,૦૮૦ ચો. કિ.મી.
ચીલી ૧,૮૪૦ ચો. કિ.મી.
ઓસ્ટ્રેલિયા ૧,૬૪૨ ચો. કિ.મી.
આર્મેનિયા ૧,૪૫૯ ચો. કિ.મી.
લેબેનાન ૧,૧૨૨ ચો. કિ.મી.
વિશ્વના પ્રમુખ ૧૦ દ્રાક્ષ ઉત્પાદકો – ૮ ઓક્ટોબર ૨૦૦૯
દેશ ઉત્પાદન (ટન) નોંધ
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  ઈટલી ૮૫,૧૯,૪૧૮ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  ચીન ૬૭,૮૭,૦૮૧ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  યુ.એસ.એ. ૬૩,૮૪,૦૯૦ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  ફ્રાન્સ ૬૦,૪૪,૯૦૦ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  સ્પેન ૫૯,૯૫,૩૦૦ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  ટર્કી-તુર્કસ્તાન ૩૬,૧૨,૭૮૧ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  ઈરાન ૩૦,૦૦,૦૦૦ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  આર્જેન્ટીના ૨૯,૦૦,૦૦૦ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  ચીલી ૨૩,૫૦,૦૦૦ F
દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા  ભારત ૧૬,૬૭,૭૦૦ F
વિશ્વ ૬,૭૨,૨૧,૦૦૦ A
સંજ્ઞાહીન = અધિકૃત આંક, P = અધિકૃત આંક, F = FAOSTAT 2007, * = અનધિકૃત/અર્ધ અધિકૃત/પ્રતિરૂપ માહિતી, C = ગણેલો આંક, A = અંદાજીત (અધિકૃત, અર્ધ અધિકૃત કે અડસટ્ટે);

સ્રોત: સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા: વાણિજ્ય અને સામાજિક ખાતું: આંકડાશાસ્ત્ર વિભાગ.

દ્રાક્ષની જાત અનુસાર તેના ઉત્પાદનની માહિતી આપે એવો કોઈ સ્રોત હાલ ઉપલબ્ધ નથી. એમ માનવામાં આવે છે કે સુલતાના કે થોમ્પસન તરીકે ઓળખતી બીજરહિત દ્રાક્ષનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે. આ જાતિ ૩૬૦૦ ચો. કિ.મી.માં રોપાય છે. બીજા ક્રમે આવતી પ્રજાતિ છે એઈરિન. અન્ય જાણીતી પ્રજાતિ છે કેબરનેટસોવીગ્નોન, સોવીગ્નોન બ્લાંક, કેબરનેટ ફ્રાંક,, મેરલોટ, ગ્રેનાચ, ટેમ્પ્રાનીલો, રેઈસલિંગ, ચર્ડોનેય.

ટેબલ દ્રાક્ષ અને વાઇન દ્રાક્ષ

દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા 
વેલા પર વાઇન દ્રાક્ષ

ધંધાદારી રીતે ઉત્પાદન કરવામાં આવતી દ્રાક્ષના બે પ્રકાર પડે છે ટેબલ દ્રાક્ષ અને વાઇન દ્રાક્ષ. આ પ્રકાર તેના વપરાશ પર આધારિત હોય છે,

ફળ તરીકે ખવાતી દ્રાક્ષને ટેબલ દ્રાક્ષ કહેવાય છે અને વાઇન બનાવવા માટે વપરાતી દ્રાક્ષને વાઇન દ્રાક્ષ કહેવાય છે. આ દરેક દ્રાક્ષ એક જ પ્રજાતિ, વિટિસ વિનિફેરાની હોય છે. તેમ છતાં ટેબલ અને વાઇન દ્રાક્ષના ખાસ ઉછેરને કારણે તેમાં ફરક પડે છે. ટેબલ દ્રાક્ષ મોટી, બીજ વગરની અને પાતળી છાલ ધરાવતી હોય છે. જ્યારે વાઇન દ્રાક્ષ નાની, બીજવાળી અને જાડી છાલ ધરાવતી હોય છે. (આ ગુણ વાઇન બનાવવા ઉપયોગી છે કેમ કે વાઇનને રંગ અને સુગંધ છાલ દ્વારા મળે છે.) વાઇન દ્રાક્ષ અત્યંત મીઠી હોય છે. જ્યારે તેના રસમાં વજનના ૨૪% સાકર થાય ત્યારે તેની કાપણી થાય છે. આની સરખામણીએ દ્રાક્ષરસ મેળવવા માટે મેળવાતી દ્રાક્ષમાં ૧૫% સાકર થતાં જ તેને કાપી લેવાય છે.

બીજરહિત દ્રાક્ષ

દ્રાક્ષના બીજમાં ઘણાં પોષક તત્વો હોય છે તેમ છતાં ઘણાં લોકો બીજ વગરની દ્રાક્ષ ખાવાનું પસંદ કરે છે. આજકાલ ખાદ્ય દ્રાક્ષના વાવેતરોમાં મોટે ભાગે બીજરહિત દ્રાક્ષનું જ વાવેતર થાય છે. દ્રાક્ષના વેલાની શાખાના કટકાને રોપીને નવો વેલો પ્રાપ્ત કરી શકાતો હોવાથી બીજરહિત દ્રાક્ષ વાવવામાં કોઈ જોખમ રહેતું નથી. એ તો વાવેતર કરનારની પસંદગી પર છે કે તેઓ જનેતા વૃક્ષ તરીકે બીજ વાપરીને વાવેતર કરે છે કે ટીશ્યુ કલ્ચર પદ્ધતિ દ્વારા.

બીજરહિત દ્રાક્ષના પણ ઘણાં પ્રકારો છે. આ સર્વ ધંધાદારી પ્રજાતિઓ થોમ્પસન સીડલેસ, રશિયન સીડલેસ અને બ્લેક મોનુકા જેવી પ્રજાતિમાંની કોઈ એકમાંથી મેળવાયેલી હોય છે. આ દરેક પ્રકાર વિટીસ વિનીફેરા કુળનાં જ છે. આજ કાલ બીજરહિત દ્રાક્ષની ડઝન જેટલી જાત ઉપલબ્ધ છે. તેમાંની અમુક, જેમકે ઈનસેટ સીડલેસ, રિલાયન્સ, અને વિનસ પ્રજાતિને યુ.એસ.એ. અને દક્ષિણ ઓરાન્ટીયોના ઠંડા વાતવરણ સહન કરવા અને સખતાઈ વધારવાના ઉદ્દેશથી વિકસાવાઈ છે. .

બીજરહિત ખાદ્ય દ્રાક્ષનો વિકાસ થતાં દ્રાક્ષનાં બીજમાંથી મળતા ફાયટો કેમીકલ પોષક તત્વો ન મળવાની ખોટ ગઈ છે.

સૂકી દ્રાક્ષ(કિસમિસ), કરંટ અને સુલતાના

દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા 
સૂકી દ્રાક્ષ

ભારતમાં સૂકી દ્રાક્ષને કિશમિશ, કિસમિસ કે મનુકા કહેવાય છે, અંગ્રેજીમાં આને રેસીન કહે છે. યુ.કે.માં આની ત્રણ વિવિધ જાતો હોય છે, આથી યુરોપિયન યુનિયનમાં આનો "ડ્રાઈડ વાઇન ફ્રુટ" તરીકે ઉલ્લેખ થાય છે. કિસમિસ એટલે નાના દાણાની બી વિનાની રાતી સૂકી દ્રાક્ષ. કરંટ એ સૂકી ઝાન્તે કે બ્લેક કોરીન્થ દ્રાક્ષ હોય છે. આ શબ્દ ફ્રેંચ શબ્દ રેસીન ડી કોરીન્થનો અપભ્રંશ છે. બ્લેકકરંટ અને રેડકરંટ નામને એ દ્રાક્ષથી અસંલગ્ન એવી બેરી માટે પણ કરંટ શબ્દ વપરાય છે.

તુર્કી મૂળની સુલતાના (થોમ્પસન સીડલેસ) દ્રાક્ષમાંથી બનતી કિસમિસને સુલતાના કહેવાય છે. પણ આ શબ્દ હવે લીલી દ્રાક્ષ(વાઈટ ગ્રેપ્સ)ને બ્લીચ(રંગરહિત) કરીને બનાવાતી દરેક કિસમિસ માટે વપરાય છે.

સ્વાસ્થ્ય દાવા

ફ્રેંચ વિરોધાભાસ

પાશ્ચાત્ય દેશોના ખાનપાનની સરખામણી કરતાં જણાયું છે કે ફ્રેંચ લોકો વધુ પ્રમાણમાં પ્રાણીજ ચરબીનું સેવન કરતાં હોવા છતાં ત્યાં હૃદય રોગનું પ્રમાણ ઓછું છે. આ ઘટનાને ફ્રેંચ વિરોધાભાસ (French Paradox) કહે છે, અને તેનું કારણ વાઇનનું નિયમિત સેવન માનવામાં આવે છે. મદ્યાર્કના પ્રત્યક્ષ ફાયદા, જેમકે રક્ત કણોની આક્રમકતામાં અને નસોના પહોળા થવા (વસોડિલેશન)માં ઘટાડો. સિવાય દ્રાક્ષની છાલમાં રહેલા પોલીફીનોલ (દા.ત રીસર્વેરાટ્રોલ) વધારે ફાયદાઓ આપે છે જેમ કે:

  • રક્તવાહિનીના અણુ સંરચનામાં બદલાવ , જેને કારણે કોઈ પણ રક્તવાહિનીના નુકશાન પ્રત્યે સંરક્ષણ.
  • એન્જીઓટેન્સીનની પ્રક્રિયામાં ઘટાડો, એક યોજના હોર્મોન જે રક્તવાહીનીને સંકોચીને રક્તદાબ વધારે છે.
  • વેસોડીલેટર નામના હોર્મોન અને નાઈટ્રિક ઓક્સાઈડ(એંડોથીલિયમ આધારિત આરામપ્રદાયી કારક) માં વધારો.

ઘણાં સ્વાસ્થ્ય સંગઠનો દ્વારા વાઇનના પ્રયોગને સમર્થન નથી અપાતું, પણ મોટા ભાગના સંશોધનો જણાવે છે કે મર્યાદિત પ્રમાણમાં, દા.ત. સ્ત્રીઓ માટે પ્રતિદિન રેડ વાઇનનો એક ગ્લાસ કે પુરુષો માટે બે ગ્લાસ, સ્વાસ્થ્ય વર્ધક છે. નવા સંશોધનો જણાવે છે કે વાઇન પોલીફીનોલ, જેમકે રીસર્વેરાટ્રોલ, શારીરિક ફાયદા આપે છે અને તે સાથે રહેલા મદ્યાર્કના ગુણો રુધિરાભિસરણ તંત્ર પર ફાયદાકારક છે.

રીસર્વેટ્રોલ

દ્રાક્ષના ફાયટોકેમિકલ જેમકે રીસર્વેટ્રોલ (એક પોલીફીનોલ એન્ટીઓક્સિડેન્ટ)ની કેન્સર, હૃદય રોગ, ચેતાતંત્રના ખવાણનો રોગ, વિષાણું સંક્રમણ, અને અલ્ઝાઈમર રોગના તંત્ર વગેરે પર સકારાત્મક અસર ધરાવે છે.

રીસર્વેટ્રોલનું મુખ્ય કાર્ય એન્ટિઓક્સિડેન્ટ મારફતે જીનોમનું સંરક્ષણ કરવાનો હોઈ શકે છે. પ્રાયોગિક અભ્યાસમાં રીસર્વેટ્રોલ આપવાથી હૃદય, મગજના સ્નાયુઓ, અને મગજને કેલેરી રોકની અસરને વધારે છે. ઉંમર વધારાને કારણે થતી હૃદય અને મગજની પેશીઓ પરની અસરને આ પદાર્થ હળવી કરે છે અને ઉંમર વધારાને લીધે થતાં હૃદયરોગને તે રોકે છે.

રીસર્વેટ્રોલની માનવ પર ચકાસણી ચાલુ છે, તેમાંની એક સૌથી આગળ ચાલી રહેલી તપાસ એક વર્ષના ખાસ ખોરાકની, અલ્ઝાઈમરથી પીડિત વૃદ્ધો માટે, ત્રીજા તબકકામાં ચાલુ છે.

ઘણી વનસ્પતિ દ્વારા સંયોજાતું રીસર્વેટ્રોલ ફૂગરોધી છે અને અન્ય ઔષધીય ગુણો પણ ધરાવે છે. ખાદ્ય રીસર્વેટ્રોલ દ્વારા લીપીડનું (ચરબીઓ) ચયાપચય, ઓછી ઘનતા ધરાવતા લીપોપ્રોટીનનું ઓક્સિડેશન અને રક્તકણોની આક્રમકતાને નિયંત્રીત કરે છે.

દ્રાક્ષમાં તેની જાત અનુસાર રીસર્વેટ્રોલનું પ્રમાણ બદલાતું રહે છે. આ તત્વ મૂળ રીતે તેની છાલ અને બીજમાં મળે છે. તેના ગર (માવો) કરતાં છાલમાં આનું પ્રમાણ ૧૦૦ ગણું વધુ હોય છે. તાજી દ્રાક્ષની છાલના પ્રતિ એક ગ્રામમાં ૫૦ થી ૧૦૦ માઈક્રોગ્રામ રીસર્વેટ્રોલ હોય છે.

એન્થોસાયનીન અને અન્ય ફેનોલીક

દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા 
દ્રાક્ષનો આડછેદ તેના ભાગના નામ સાથે

કાળી કે જાંબુડી દ્રાક્ષમાં એન્થોસાયનીન એ મુખ્ય પોલીફિનોલ હોય છે જ્યારે ફ્લેવન-૩-ol (એટલે કે કેથેચીન) એ લીલી દ્રાક્ષમાં મુખ્ય પોલીફિનોલ હોય છે. લીલી દ્રાક્ષના મુકાબલે કાળી દ્રાક્ષમાં ફેનોલીકનું પ્રમાણ વધુ હોય છે. આ એન્થોસ્યાનીન નામના તત્વની માનવ સ્વાસ્થ્ય પર અસરના વિષયે વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું કર્યું છે. દ્રાક્ષના વાવેતર અનુસાર તેમાં ફેનોલીક પદાર્થનું પ્રમાણ બદલાય છે. તે સિવાય માટીનું બંધારણ, વાતાવરણ, ભોગોલિક ક્ષેત્ર અને વાવેતર પદ્ધતિ કે રોગનો મુકાબલો કે ફૂગનું સંક્રમણ આદિને કારણે પણ ફેનોલિક પદાર્થનું પ્રમાણ બદલાય છે.

સફેદ વાઇન કરતાં લાલ વાઇન તેમાં રહેલાં તત્વોને કારણે વધુ ફાયદાકારક હોય છે. કેમકે લાલ વાઇનની બનાવટમાં દ્રાક્ષની છાલ સાથે તેને આથવામાં આવે છે. આમ કરતાં તેમાં રીસર્વેટ્રોલની માત્રા વધે છે. સામાન્ય રીતે મસ્કેડાઈન સિવાયની લાલ વાઇન ૦.૨ થી ૫.૮ મિ.ગ્રા/લિટર રીસર્વેટ્રોલ ,ધરાવે છે. કેમકે આ વાઇનને તેની છાલ સાથે આથવામાં આવે છે. આની સરખામણીએ સફેદ કે રંગહીન વાઇનમાં ફેનોલેક તત્વ ઓછું હોય છે કેમકે તેને છાલ કાઢીને થાય છે.

મસ્કેડાઈન દ્રાક્ષમાંથી બનતી વાઇન ૪૦ મિ.ગ્રા/લિટર જેટલું ફેનોલીક તત્વ ધરાવે છે. આ મસ્કેડાઈનની છાલમાં, ઈલેજીક એસીડ, માઈરીસેટીન, ક્વેરસેટીન, કીમ્પ્ફેરોલ અને ટ્રાન્સ-રીસર્વેટ્રોલ જેવા મુખ્ય ફીનોલિક્સ હોય છે. પહેલાંના પરિણામો કરતા, ઈલેજીક એસીડ અને નોન રીસર્વેટ્રોલ જેવા તત્વો મસ્કેડાઈન દ્રાક્ષના મુખ્ય ફેનોલીક તત્વો હોય છે.

અમુક ખાસ ફ્લેવોનોલ જેમકે સીરીંજેથીન,સીરીંજેથીન 3-O-ગેલેક્ટોસાઈડ, લેરીસીટ્રીન અને લેરીસીટ્રીન 3-O-ગેલેક્ટોસાઈડ એ કાળી દ્રાક્ષમાં મળે છે જે લીલી દ્રાક્ષમાં ગેરહાજર હોય છે.

. ડૉ પંકજ નરમ (M.D, PhD) મધ્યમ વાઇન પીવાના ફાયદા નવી વૈજ્ઞાનિક થી સંશોધન કરયા છે.

બીજમાંના પોષક તત્વો

૧૯૮૦થી ચાલી રહેલા દ્રાક્ષના બીજના અભ્યાસમાંથી જણાયું છે કે તેઓ ઘણાં એન્ટીઓક્સિડેન્ટ ધરાવે છે..અમુક પ્રકારના ટેનીન, પોલીફીનોલમ્ અસંતૃપ્ત પોલી ફેટીએસીડ જેવા તત્વો સાથે દ્રાક્ષના બીયાં પ્રાયોગિક ધોરણે અમુક રોગ, જેમ કે કેન્સર, હૃદય વિકાર, અને ઓક્સિડેટીવ તાણ સંબંધીત, સામે ફાયદાકારક સાબિત થઈ છે.

દ્રાક્ષના બીયાંમાંથી મેળવાતા દ્રાક્ષ બીજ તેલનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને ત્વચા સંબંધીત પ્રસાધનો બનાવવા વપરાય છે અને તેઓ સ્વાસ્થ્ય માટે ફાયદા કારક મનાય છે. દ્રાક્ષ બીજ તેલ તેમાં રહેલા ઉચ્ચ ટોકોફીરોલ (વિટામીન ઈ). ફાયટોસ્ટેરોલ અને અસંતૃપ્ત પોલી ફેટીએસિડ જેમકે લીનોલીઈક એસીડ, ઓલેઈક એસીડ, આલ્ફા લીનોલીઈક એસીડ માટે જાણીતું છે.

કોન્કોર્ડ દ્રાક્ષનો રસ

કોન્કોર્ડ પ્રજાતિના દ્રાક્ષના રસના સ્વાસ્થ્ય ફાયદા ઉપર સંશોધન થયું છે. તે સંશોધનમાં જણાયું છે કે કેન્સરના શરૂઆતી તબક્કાના ઇલાજમાં, રક્તકણની આક્રમકતાના ઇલાજમાં અને એથીરોસ્ક્લેરોસીસના અન્ય જોખમો સામે, શારિરીક શક્તિના હ્રાસ સામે તથા ઉંમર વધતા થતી માનસિક તકલીફો સામે, માનવ હાયપરટેન્શન સામે. આ રસ ઉપયોગી છે.

ધાર્મિક મહત્વ

દ્રાક્ષ: ઇતિહાસ, વર્ણન, દ્રાક્ષના વેલા 
૧૭મી સદીની દ્રાક્ષ એમ્બ્રોઇડરી.

બાઈબલમાં એવો ઉલ્લેખ આવે છે કે નોઆહે પોતાની વાડીમાં દ્રાક્ષ ઉગાડી હતી. (Genesis 9:20-21). વાઇન સંબંધીત સૂચનાઓ બુક ઑફ પ્રોવર્બસ અને બુક ઓફ ઈસાઈહ માં આપી છે (Isaiah 5:20-25 અને Deuteronomy 18:3-5,14:22-27,16:13-15) જે જ્યૂ કાળ (યહૂદી કાળ) દરમ્યાન વાઇનના વપરાશની માહિતી આપે છે. પ્રાચીન ગ્રીસ અને પ્રાચીન રોમન સામ્રાજ્યમાં પણ દ્રાક્ષ જાણીતી હતી અને તેમના ખેતીના દેવ ડોનીસસ જે પ્રાયઃ દ્રાક્ષ અને વાઇન સાથે દર્શાવાતા તેના માથે દ્રાક્ષના વેલાનો મુગટ હતો. ખ્રિસ્તી ધર્મમાં પણ દ્રાક્ષનું ધાર્મિક મહત્વ છે, તેઓ તેમની યુકેરીસ્ટ નામની ઉજવણીમાં લાલ વાઇન વાપરે છે. ખ્રિસ્તી કલામાં દ્રાક્ષ ઈશુનું લોહી પ્રદર્શિત કરે છે.

ચિત્રમાળા

આ પણ જુઓ

સ્રોત

    નોંધ

પૂરક વાચન

  • Creasy, G.L. / Creasy, L.L. (2009). Grapes (Crop Production Science in Horticulture). CABI. ISBN 9781845934019

બાહ્ય કડીઓ

Tags:

દ્રાક્ષ ઇતિહાસદ્રાક્ષ વર્ણનદ્રાક્ષ ના વેલાદ્રાક્ષ વિતરણ અને ઉત્પાદનદ્રાક્ષ ટેબલ અને વાઇન દ્રાક્ષ બીજરહિત દ્રાક્ષ સૂકી (કિસમિસ), કરંટ અને સુલતાનાદ્રાક્ષ સ્વાસ્થ્ય દાવાદ્રાક્ષ ધાર્મિક મહત્વદ્રાક્ષ ચિત્રમાળાદ્રાક્ષ આ પણ જુઓદ્રાક્ષ સ્રોતદ્રાક્ષ પૂરક વાચનદ્રાક્ષ બાહ્ય કડીઓદ્રાક્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિશ્વ વન દિવસકાળો ડુંગરખજૂરરવિન્દ્રનાથ ટાગોરશુક્લ પક્ષબિન-વેધક મૈથુનગીતા રબારીઅડી કડી વાવગોળમેજી પરિષદક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭મલેરિયાઘોડોભગવદ્ગોમંડલગુરુ (ગ્રહ)એશિયાઇ સિંહગુજરાતની ભૂગોળદાહોદ જિલ્લોવિરાટ કોહલીખ્રિસ્તી ધર્મચંદ્રકાંત બક્ષીઅમિતાભ બચ્ચનવાછરાદાદાલંબચોરસપર્યાવરણીય શિક્ષણરતન તાતાભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલઅરડૂસીકલમ ૩૭૦મંગલ પાંડેમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)પંચાયતી રાજકબડ્ડીકાકાસાહેબ કાલેલકરભારતના રાષ્ટ્રપતિઓની યાદીસંસ્થાપાકિસ્તાનહરદ્વારક્રિકેટઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનરવિ પાકસંત કબીરચેતક અશ્વભારતનો રાષ્ટ્રધ્વજસંસ્કારનક્ષત્રશિક્ષકજેસોર રીંછ અભયારણ્યઝાલાહોકાયંત્રકલાપીકૃષ્ણતરબૂચગુજરાત વડી અદાલતસંદેશ દૈનિકનરેન્દ્ર મોદીઅમદાવાદની પોળોની યાદીગુજરાતી થાળીઇન્ટરનેટચોઘડિયાંઆયુર્વેદરક્તપિતગુજરાતયહૂદી ધર્મભજનઉષા મહેતાગરમાળો (વૃક્ષ)દશરથભાવનગર જિલ્લોક્ષત્રિયપાણી (અણુ)ભારતીય ધર્મોડાયનાસોરપૃથ્વીરાજ ચૌહાણગુજરાત સાયન્સ સીટી૧૮૫૭ની ભારતીય ક્રાંતિમહીસાગર જિલ્લોહનુમાન મંદિર, સાળંગપુર🡆 More