વીર્ય સ્ખલન

વીર્ય સ્ખલન એ વીર્યનું (મોટેભાગે શુક્રાણુ સહીત) પુરુષના જનન માર્ગ વાટે ઉત્સર્જન છે.

મોટે ભાગે આ ઘટના રતિક્ષણ સાથે જોડાયેલી હોય છે. પ્રાયઃ આ જાતિય ઉત્તેજના (sexual stimulation)નું અંતિમ અને પ્રકૃતિક પરિણામ હોય છે. પ્રાકૃતિક ગર્ભ સંચય માટે એ આવાશ્યક ક્રિયા છે. અમુક પ્રોસ્ટેટ રોગને કારણે સ્ખલન થાય છે. રાત્રિના સમયે નિંદ્રામાં પણ સ્ખલન થઈ શકે છે જેને રાત્રિ સ્ખલન કે સ્વપ્ન દોષ કહે છે. વીર્ય સ્ખલન ન કરી શકવાની સ્થિતિને અસ્ખલન (એનેજેક્યુલેશન) કહે છે.

વીર્ય સ્ખલન
પુરુષના પેડુ અને જનન અંગોની રચના

તબક્કા

ઉત્તેજના

પ્રાયઃ વીર્ય સ્ખલન નું પૂર્વચિન્હ માણસની જાતિય ઉત્તેજના હોય છે, જેને પરિણામે લિંગમાં કડકાઈ (erection) આવે છે. જો કે એ પણ જરૂરી નથી કે કરેક મૈથુન ઉત્તેજના અને લિંગની કડકાઈ સ્ખ્લનમાં પરિણામે. યૌન મૈથુન, મુખ મૈથુન, ગુદા મૈથુન કે હસ્તમૈથુન દરમ્યાન મેળવવામાં આવતી લિંગ ઉત્તેજના પુરુષને રતિક્ષણ અને સ્ખલનના સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે. મોટેભાગે યૌન લિંગ મૈથુન શરુ કર્યા પછી તેમની કે તેમના સાથીની ઈચ્છા અને ને અનુલક્ષીને પુરુષ પાંચથી દસ મિનિટમાં સ્ખલન મેળવી લે છે. મોટા ભાગના પુરુષો પ્રાયઃ ઝડપથી રતિક્ષણ મેળવી શકે છે અથવા ચાહે તો તેને મોડો પણ પાડી શકે છે. પૂર્વ મૈથુન ક્રીડા (ચુંબન, થાબડ કે શરીરના કામોદ્દીપક ક્ષેત્રનુ પંપાળવું) અથવા હસ્તમૈથુન (હાથ ફેરવવા) દ્વારા મેળવાતી નિલંબિત જાતિય ઉત્તેજના સારા પ્રમાણમાં કામોત્તેજના અને વધુ પ્રમાણમાં પૂર્વ ઉત્તેજના સ્ત્રાવ લાવવામાં મદદ કરે છે. પૂર્વ સ્ખલન સ્ત્રાવમાં શુક્રાણુઓની મોજૂદગીની સંભાવના નહિવત છે પણ જનન માર્ગિકામાં આગળ કરેલા સ્ખલન દરમ્યાન રહી ગયેલા શુક્રાણુઓને આ સ્ત્રાવ પોતાની સાથે ખેંચી લાવી શકે છે. વધારામાં રોગના કારકો (એચ.આઇ.વી. સહિત) આવા પૂર્વ સ્ખલન સ્ત્રાવમાં હાજર હોઈ શકે છે.

જ્યારે સ્ખલન ધારેલ સમય પૂર્વે થઈ જય તો તેને ઉતાવળીયું સ્ખલન કહે છે. એક લાંબી મૈથુન પૂર્વ ક્રીડા પછી ઈચ્છા હોવા છતાં પણ જો કોઈ પુરુષ સ્ખલન કરી ન શકે તો તેને વિલંબ સ્ખલન કે એનાર્ગેસ્મિયા કહે છે. રતિક્ષણ કે જેમાં સ્ખલન નથી થતું તેને શુષ્ક રતિક્ષણ કહે છે.

સ્ખલન

વીર્ય સ્ખલનનો વિડીયો.

જ્યારે પરુષ પુરતા પ્રમાણમાં ઉત્તેજના મેળવી લે છેૢ સ્ખલન શરુ થાય છે. તે ક્ષણે, સહાનુભૂતિ ચેતાતંત્ર ના નિયંત્રણ હેઠળ શુક્રાણુ મિશ્રિત વીર્યની નિર્મિતિ થાય છે. આ વીર્ય તાલબદ્ધ સંકોચન સાથે મૂત્ર માર્ગિકામાંથી ઉત્સર્જિત થાય છે. આ લય બધ સંકોચન પુરુષ રતિક્ષણનો એક ભાગ છે. સામાન્ય પુરુષ રતિક્ષણ અમુક સેકંડ સુધી ચાલે છે.

રતિક્ષણની શરુઆત થતાં વીર્યના તરંગો મૂત્રમાર્ગમાંથી વહેવાનું શરુ થાય છે, આ વહેણ ચરમ પ્રવાહ સુધી પહોંચે છે અને ઘટતું જાય છે. એક સામાન્ય પુરુષ રતિક્ષણમાં ૧૦થી ૧૫ સંકોચન હોય છે, જો કે માણસને સભાન રીતે તેની જાણ નથી હોતી. એક વખત પહેલું સંકોચન થાય, ત્યાર બાદ વીર્ય સ્ખલન તેની પૂર્ણતા સુધી એક અનૈચ્છિક ક્રિયા સ્વરૂપે આગળ વધે છે. આ તબક્કે, સ્ખલનને રોકી શકાતું નથી. રતિક્ષણ દરમ્યાન સંકોચનને આવૃત્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે. શરુઆતના સંકોચન સરાસરી ૦.૬ સેકંડના અંતરાલ પર થાય છે જે આગળ વધતા પ્રતિ સંકોચને આવર્તન સમય ૦.૧ સેકંડના વધારા સાથે વધે છે. રતિક્ષણ દરમ્યાન લગભગ દરેક માણસના સંકોચન એ નિયમિત તાલબદ્ધ અંતરાલ પર વધે છે. ઘણાં માણસો રતિક્ષણના અંતે વધારાના અનિયમિત સંકોચન પણ અનુભવે છે.

રતિક્ષણના પહેલા અથવા બીજા સંકોચન સમયે સ્ખલન શરૂ થઈ જાય છે. મોટા ભાગના માણસોમાં બીજા સંકોચન સમયે વીર્યની પીચકારી છૂટે છે. પ્રથમ અને બીજો આવેગ એ પ્રાયઃ સૌથી મોટા હોય છે અને પૂર્ણ સ્ખલન ના ૪૦% કદ ધરાવે છે. આ ચરમ બિંદુ પછી દરેક સ્પંદન સાથે વીર્ય વહેણ ઘટતું જાય છે. જ્યારે વહેણ બંધ થાય છે, ત્યારે પણ કોઈ વધારાની ધાતુના વહેણ સિવાય પણ રતિક્ષણના સંકોચન ચાલુ રહે છે. સાત પુરુષો પર કરાયેલ એક નમૂના અભ્યાસમાં જણાયું કે માણસોને સરસરી વીર્યની ૭ પીચકારી (૫ અને ૧૦ની વચ્ચે) છૂટી હતી જેની પાછળ તેમને કોઈ પણ વીર્ય સ્ખલન સિવાયના સરાસરી ૧૦ (૫ અને ૨૩ વચ્ચે) આવર્તનો અનુભવ્યા. આ અભ્યાસમાં પીચકરીઓની સંખ્યા અને વીર્યના પ્રમાણ વચ્ચે પણ સંબંધ જણયો હતો, i.e., સ્ખલિત વીર્યનું કદ પીચકરીની વધુ સંખ્યાને આભારી હતું નહી કોઈ એક આવેગમાંના વીર્યના કદને.

અલ્ફ્રેડ કીંસીએ અમુક સો માણસોમાં સ્ખલનનું અંતરનો અભ્યાસ કર્યો.. પોણા ભાગના પુરુષોમાં વીર્ય ધીમેથી ઝર્યું, "બાકીના પુરુષોમાં વીર્ય અમુક ઈંચથી માંડીને પાંચ - છ ફૂટ સુધી દૂર ફેંકાયું (ક્યારેક જ આઠ ફૂટ) ". માસ્ટર્સ અને જ જહોનસનના અહેવાલ અનુસાર અ અંતર ૩૦થી ૬૦ સેમીથી વધુ ન હતું. જોકે સ્ખલનના અંતરને મૈથુન કાર્યક્ષમતા સાથે કોઈ સંબંધ નથી વેધક મૈથુનમાં યોનિમાં લિંગ ઉતાર્યા પછી અંતરનો કોઈ પ્રશ્ન નથી રહેતો. ગર્ભસેચન માટે લિંગમાંથી વીર્યનું ઝરપવું પણ પૂરતું હોય છે.

પ્રતિકારક સમય

લગભગ દરેક માણસ રતિક્ષણના અનુભવ પછી પ્રતિકારી સમયનો અનુભવ કરે છે, આ એવો સમય છે જે દરમ્યાન માણસ માટે લિંગમાં કડકાઈ લાવવી શકાતી નથી, અને પ્રતિ દીર્ઘ સમય કે જ્યાં સુધી તેઓ અન્ય સ્ખલન કરી શકતા નથી. આ સમય દરમ્યાન પ્રાયઃ પુરુષો ગહન અને આનંદપ્રદાયક રાહત કે આરામનો અનુભવ કરે છે, આ આનંદ પ્રાયઃ પેડુ અને સાથળ ક્ષેત્રમાં અનુભવવામાં આવે છે. કોઈ એક માણસ માટે પણ આ પ્રતિકારક સમય બદલાતો રહે છે. ઉંમર આમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. યુવાન લોકોનો આ પ્રતિકારક સમય ઓછો હોય છે જ્યારે વધુ ઉંમરધરાવતા લોકોમીં તે લાંબો હોય છે, જોકે આ પણ કોઈ સાર્વત્રિક સત્ય નથી.

જોકે અમુક પુરુષો એક સ્ખલન પછી તુરંત પુરતા પ્રમાણમાં મૈથુન ઉત્તેજના (લિંગમાં કડકાઈ) મેળવી શકે છે, જ્યારે અમુક લોકોમાં આ સમય ન્યૂનત્તમ ૧૫ મિનિટ જેટલો હોઈ શકે છે. ટૂંકો પતિરોધક કાળ માણસને કોઈ અંતરાલ વગર સ્ખલન પછી પણ મૈથુન ક્રીડા જારી રાખવામાં મદદ કરે છે જે દરમ્યાન તેઓ બીજા સ્ખલન માટે તૈયાર થઈ જાય છે. અમુક માણસો પ્રતિરોધન કાળના શરુઆતી સમય દરમ્યાન કોઈપણ પ્રકારના મૈથુન ઉત્તેજનાને અત્યંત અપ્રિય ગણે છે.

અમુક પુરુષો એવા હોય છે જેઓ અનેક રતિક્ષણ પામવા સક્ષમ હોય છે, આવા પુરુષોમાં સામાન્ય એવા સ્ખલન અને ત્યાર બાદના પ્રતિરોધન કાળના ચક્રનો અભાવ હોય છે. આવા માણસો કોઈ પણ પ્રતિરોધન કાળનો અનુભવ ન કરતા હોવાનું કહે છે, અથવા તેઓ સ્ખલન પછી પણ મૈથુન ક્રિડા ચાલુ રાખી પ્રતિરોધન કાળ દરમ્યાન લિંગમાંપૂર્ણ કડકાઈ જાળવી રાખે છે અને બીજું અને ત્રીજું સ્ખલન સુદ્ધા મેળવી શકે છે.

પ્રમાણ (કદ)

વીર્ય સ્ખલન 
સ્ખલનનું ઉદાહરણ

સ્ખલન દરમ્યાન થયેલ ઉત્સર્જીત વીર્યનું કદ અને આવેગ માણસે માણસે બદલાય છે અને તે ૦.૧ થી લઈને ૧૦ મિલી જેટલો હોઈ શકે છે. (સરખામણી કરવી હોય તો એક ચમચીમાં ૫ મિલિ દ્રાવણ આવે અને ચમચા માં ૧૫મિલિ દ્રાવણ આવે) છેલ્લે કરેલ સ્ખલન પછી વિતેલા સમય પર પણ વીર્યના કદનો આધાર રહેલો હોય છે; વધુ લાંબે ગાળે થતા સ્ખલનમાં વીર્યનું પ્રમાણ વધુ હોય છે. એ વાત હજી સ્પષ્ઠ પણે જણાઈ નથી કે વારંવાર કરાતા સ્ખલન ને પરિણામે, reduces or has no effect પ્રોસ્ટ્રેટ કેંસરનું જોખમ વધે છે કે કેમ. મૈથુન ઉત્તેજનાનો સમય પણ વીર્યના કદ પર અસર કરે છે. વીર્ય ની અત્યંત ઓછપ એન હાયપોસ્પર્મીયા કહે છે. આનું એક કારણ વીર્ય નલિકાનો કોઈ અવરોધ હોઈ શકે છે. આયુ સાથે વીર્યના પ્રમાણમાં ઘટાડો થવો એ સામાન્ય વાત છે.

ગુણવત્તા

કોઈ એક સ્ખલનમાં રહેલ શુક્રાણુ (spermatozoo)ઓની સંખ્યામાં, છેલ્લું સ્ખલન અને આ સ્ખલન વચ્ચેના સમય ગાળો,ઉંમર, તણાવનું સ્તર, ટેસ્ટોસ્ટેરોન નું સ્તર સહિત ઘણાં અન્ય કારકો લીધે ઘણી વધ ઘટ જોવા મળે છે. સ્ખલન પૂર્વે જો લાંબા સમય સુધી કામુક ઉત્તેજના કરાય તો શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે.

સામાન્ય શુક્રાનુઓની ઓછપને અને નહી કે વીર્યના કદને ઓલેગોસ્પર્મિયા (oligospermia) કહે છે અને શુક્રાણુઓની ગેરહાજરીને એઝુસ્પર્મિયા (azoospermia) કહે છે.

વિકાસ

તરુણાવસ્થા દરમ્યાન

પ્રાયઃ પુરુષોમાં પ્રથમ સ્ખલન પ્રજનન ક્ષમતા પામવાના અંદાજે એક વર્ષ પહેલાં અનુભવાતો હોય છે, આ સ્ખલન યા તો હસ્તમૈથુન દ્વારા કે રાત્રિય સ્ખલન (સ્વપ્ન દોષ)દ્વારા અનુભવાતો હોય છે. આવા પ્રથમ સ્ખલનમાં વીર્યનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આગલા ત્રણ મહિના દરમ્યાન ના સ્ખલન લગભલ ૧ મિલિ કરતા ઓછું વીર્ય ઉત્સર્જિત કરે છે. પ્રજનન ક્ષમતા કાળની શરૂઆતનું વીર્ય પ્રાયઃ એકદમ સાફ હોય છે. સ્ખલન પછી આ આદિ વીર્ય જેલી જેવું છેકણું રહે છે અને પ્રૌઢ પુરુષોના વીર્યની જેમ વહી શક્તું નથી.. વીર્ય વિકાસની સંક્ષિપ્ત રૂપરેખા કોઠા માં આપેલી છે.

પ્રાયઃ પહેલા સ્ખલનમાં (૯૦%) શુક્રાણુઓનો અભાવ હોય છે. શરૂઆતી કાળના સ્ખલન કે જેમાં શુક્રાણુ હોય તો પણ તેમાં મોટા ભાગના શુક્રાણુઓમાં (૯૭%) ગતિશીલતા નો અભાવ હોય છે અને બાકીના શુક્રાણુ (૩%) ને અસામાન્ય ગતિ હોય છે.

પ્રજનન ક્ષમતા વિકાસ કાળમાં આગળ વધતાં વીર્યમાં પરિપક્વતાના ગુણો આવવા લાગે છે અને તેમાં સામન્ય શુક્રાણુઓની સંખ્યા વધતી જાય છે. પ્રથમ સ્ખલન પછી ૧૨થી ૧૪માં મહિના પછી વીર્ય પ્રવાહીત બનવાની શરુઆત થાય છે. પ્રથમ સ્ખ્લનન પછી ૨૪ મહિના દરમ્યાન નીકળતું વીર્ય એક પ્રૌઢ પરિપક્વ વીર્યની કક્ષાનું હોય છે .

પ્રજનન ક્ષમતા વિકાસ કાળ દરમ્યાન વીર્યનો વિકાસ
પ્રથમ સ્ખલન
પછી સમય (મહિના)
સરાસરી કદ
(મિલીલિટર)
પ્રવાહીતા સરસરી શુક્રાણુઓની સાંદ્રતા
(૧૦ લાખ શુક્રાણુ/મિલીલિટર)
0 0.૫ નાa 0
૧.0 નાa ૨૦
૧૨ ૨.૫ ના/હાb ૫૦
૧૮ ૩.0 હાc ૭૦
૨૪ ૩.૫ હાc ૩૦૦

^a સ્ખલન ચેકણી જેલી જેવું અને વહેવામાં અસમર્થ.
^b મોટા ભાગના નમૂના વહી શકવા સમર્થ. અમુક જેલી જેવા ઘટ્ટ રહ્યાં.
^c એક કલાકમાં સ્ખલન વહી શકવા સમર્થ.

સ્વાસ્થ્ય આયામ

ઢાંચો:Ref improve section

મોટા ભાગના માણસોમાં સ્ખલન કે વારંવાર સ્ખલન કરવાથી કોઈ વિનાશકરી પરિણામ જોવા મળતું નથી જો કે મૈથુન ક્રિડાઓ સામાન્ય પણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યપર અસ્ર કરે છે. બહુ જ અલ્પ મત્રામાં પુરુષો સ્ખલન પછી પોસ્ટ ઓર્ગેસ્મીક ઈલનેસ સિંડ્રોમ જેવી અસર જોવા મળે છે.

અ પણ જુઓ

  • એસ્પર્મિઆ
  • એઝુસ્પર્મિઆ
  • વીર્ય પીચકારી (કમ શોટ)
  • ફલીકરણ
  • અધોગામી સ્ખલન

સંદર્ભ

Tags:

વીર્ય સ્ખલન તબક્કાવીર્ય સ્ખલન વિકાસવીર્ય સ્ખલન સ્વાસ્થ્ય આયામવીર્ય સ્ખલન અ પણ જુઓવીર્ય સ્ખલન સંદર્ભવીર્ય સ્ખલનરાત્રિ સ્ખલનવીર્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરતઅમદાવાદ બીઆરટીએસગણિતગાંધીનગર લોક સભા મતવિસ્તારકચ્છનું રણરબરલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ભારતના વડાપ્રધાનગરુડઉંબરો (વૃક્ષ)રમાબાઈ આંબેડકરલોકસભાના અધ્યક્ષનર્મદા નદીકમ્પ્યુટર હાર્ડવેરદક્ષિણબ્રહ્માંડરોગરસિકલાલ પરીખહનુમાન મંદિર, સાળંગપુરવાતાવરણએપ્રિલ ૨૩પંચાયતી રાજરાજેન્દ્ર શાહપ્રહલાદ બ્રહ્મભટ્ટવિક્રમ ઠાકોરઅશ્વત્થામાવાયુસ્વાદુપિંડપિત્તાશયઉદયપુરભીમહરિયાણાકેરીસીદીસૈયદની જાળીમેકણ દાદાચાવડા વંશમહારાષ્ટ્રસામવેદનવનિર્માણ આંદોલનઅતિસારપાર્શ્વનાથપવનચક્કીગુજરાત સમાચારરવિન્દ્રનાથ ટાગોરમહાવીર જન્મ કલ્યાણકલોક સભાદિપડોશ્રીમદ્ રાજચંદ્રશ્રીમદ્ ભાગવતમ્જન ગણ મનમીરાંબાઈકૃત્રિમ વરસાદપદ્મશ્રીમોરારજી દેસાઈઆસનવિકિપીડિયાઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારબોટાદ જિલ્લોમુખપૃષ્ઠપ્રાથમિક શાળાકૃષ્ણકુમારસિંહ ગોહીલપરશુરામગરમાળો (વૃક્ષ)હિંમતનગરચાપરેશ ધાનાણીઈંડોનેશિયાસુંદરમ્ડાકોરનગરપાલિકામિથુન રાશીઅગિયાર મહાવ્રતભારતીય માનક સમયઐશ્વર્યા રાયભવાઇયુરોપખોડિયારગુજરાતી સાહિત્યકારોની યાદી🡆 More