પીપળો: વૃક્ષ

પીપળો એ એક પહોળાં ગોળ પાન ધરાવતું અતી મોટું અને પવિત્ર ગણાતું ઝાડ છે.

તેને સંસ્કૃતમાં અશ્વત્થ ના નામ થી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં સેક્રેડ ફિગ અથવા બો ટ્રી એવા નામે જાણીતું છે. પીપળાનું ઝાડ ઘણાં વર્ષ જીવે છે.

પીપળો
પીપળો: ધાર્મીક મહત્વ, ચિત્રદર્શન, ઔષધિ તરીકે
પીપળાનું થડ અને પાંદડા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: સપુષ્પ વનસ્પતિ
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: રોઝેલ્સ
Family: મોરેસી
Genus: ફાઇકસ (Ficus)
Species: રિલિજિયોસા (religiosa)
દ્વિનામી નામ
ફાઇકસ રિલિજિયોસા (Ficus religiosa)

ધાર્મીક મહત્વ

હિંન્દુ ધર્મમાં

પીપળો વિષ્ણુને પ્રિય મનાય છે. અને તેની નીચે બેસીને શ્રાદ્ધાદિક કર્મ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાન દેવોના કલ્યાણ માટે પીપળારૂપે પ્રકટ થયા એમ અથર્વણ મુનિનું પિપ્પલાદ મુનિ પ્રત્યે કથન છે. બધા દેવો શંકરનાં દર્શન કરવા ગયા. પ્રથમ તપાસ કરવા માટે અગ્નિ ભિક્ષુકના વેશે ગયેલો, ત્યારે દેવોએ ઉપહાસ કર્યો એમ જાણી પાર્વતીજીએ બધા દેવોને વૃક્ષ થઈ જવાનો શાપ આપ્યો. એથી બ્રહ્મા ખાખરા રૂપે, શંકર વડ રૂપે અને વિષ્ણુ પીપળા રૂપે થયા. તેમ બધા દેવતાઓ પીપળાને વિષે વાસ કરી રહ્યા. દેવાંગનાઓ લતારૂપે અને અપ્સરાઓ સુંગંધી પુપ્ષવાળી માલતી વગેરે લતા થઈ આ કથા સનત્કુમાર સંહિતામાં કાર્તિકમાહાત્મ્ય ખંડમાં વર્ણવી છે. વેદના કાળમાં સોમવલ્લીની પૂજા થતી હતી તેમ અત્યારે આ ઝાડમાં બ્રહ્માનો વાસ માની તેને પૂજ્ય ગણાય છે. કેટલાક ત્રણે દેવતાના વાસનું કહે છે. મુખ્યત્વે વિષ્ણુના કૃષ્ણાવતારનો વાસ છે. આ કારણને લીધે હિંદુ તેની પૂજા કરે છે. પાણી, સાકર, દૂધ, સિદૂર વડે તેને પૂજે છે. તેનો કોઈ પણ ભાગ હિંદુ કાપતા નથી. આ ઉપરાંત બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે.

બૌદ્ધ ધર્મમાં

પીપળો: ધાર્મીક મહત્વ, ચિત્રદર્શન, ઔષધિ તરીકે 
સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીકમાં આવેલું બૌદ્ધિ ઝાડ જે મુખ્ય ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે.

બૌદ્ધ ધર્મમાં આ ઝાડને ઘણું પવિત્ર માનેલું છે. સિલોનમાં અનિરુદ્ધપુર શહેર નજીક એક પીપળાનું ઝાડ છે, જે ઈ.સ. પૂર્વે ૨૮૮માં વવાયું હતું. એમ કહેવાય છે કે જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા, તે ઝાડની ડાળીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયું છે. જયારે ઈ.સ. ૧૮૮૭માં વાવાઝોડાથી આ ઝાડનું મુખ્ય થડ પડી ગયું. ત્યારે ત્યાંના બુદ્ધ ધર્મગુરુઓએ આ ઝાડના બધા પડી ગયેલ ભાગ એકઠા કરી વિધિ પ્રમાણે દાટયા હતા.


ચિત્રદર્શન

ઔષધિ તરીકે

આ વૃક્ષની છાલની રાખ પાણીમાં ઓગાળી, ગાળીને આપવાથી કોગળિયા વગેરે રોગને લીધે થતી ઊલટી બંધ થાય છે. પેપડી વિરેચક અને પાચક છે. મધની સાથે ખાવાથી દમ મટાડે છે. તેની છાલ ઘારાં અને પરુવાળાં અર્બુદ તથા ગૂમડાં રુઝાવે છે. કૂમળી શાખાઓનો રસ હેડકી, અક્ષુધા અને કોગળિયાનો અકસીર ઈલાજ છે. ખાસ કરીને આ ઝાડની છાલની ભૂકી ઔષધિ તરીકે આપવામાં આવે છે. ગુણમાં તે શીતળ, પિત્તહર અને કફઘ્ન છે. બાળકની આંચકી ઉપર પીપળાની વડવાઈ પાણીમાં ઘસીને પાવામાં આવે છે.

પીપળો: ધાર્મીક મહત્વ, ચિત્રદર્શન, ઔષધિ તરીકે 
પીપળાનું પાંદડું

અન્ય ઉપયોગ

એની લાખ રંગવામાં તેમ જ બીજા ઘણા ઉપયોગમાં આવે છે. એનું લાકડું યજ્ઞ સમિધમાં વપરાય છે .

આ પણ જુઓ

ઓક્સિજન નો મોટો સ્રોત છે પીપળો

સ્ત્રોત

Tags:

પીપળો ધાર્મીક મહત્વપીપળો ચિત્રદર્શનપીપળો ઔષધિ તરીકેપીપળો અન્ય ઉપયોગપીપળો આ પણ જુઓપીપળો સ્ત્રોતપીપળો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અજંતાની ગુફાઓદલિતભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીભાવનગર જિલ્લોમનોવિજ્ઞાનઅટલ બિહારી વાજપેયીશરણાઈચોઘડિયાંગૌતમ બુદ્ધપાલીતાણાના જૈન મંદિરોચિનુ મોદીમગરએરિસ્ટોટલદ્વારકાધીશ મંદિરવૃષભ રાશીસિંધુ ખીણની સંસ્કૃતિભારતીય તત્વજ્ઞાનબ્રહ્માંડઇલોરાની ગુફાઓઆખ્યાનઅબ્દુલ કલામલેપ્ટોસ્પાઇરોસિસધોળાવીરામીરાંબાઈઆવળ (વનસ્પતિ)મેકણ દાદાHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઅમરનાથ (તીર્થધામ)મોહેં-જો-દડોગુજરાતી સાહિત્યતક્ષશિલામહાત્મા ગાંધીનું કુટુંબકેદારનાથ જ્યોતિર્લિંગપૂર્ણાંક સંખ્યાઓબીજું વિશ્વ યુદ્ધભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશબ્દકોશકૃત્રિમ વરસાદઉશનસ્નર્મદા નદીકર્ણાટકપ્રાણાયામરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યમાનવીની ભવાઇવર્ષા અડાલજાગરમાળો (વૃક્ષ)વૌઠાનો મેળોસ્વામિનારાયણ મંદિર, અમદાવાદઆણંદ જિલ્લોમાણસાઈના દીવાઆમ આદમી પાર્ટીયુટ્યુબપાયથોન(પ્રોગ્રામિંગ ભાષા)ભારતનો ઇતિહાસદાહોદ જિલ્લોવિષ્ણુ સહસ્રનામકમળોકર્મ યોગભારત છોડો આંદોલનભારતની નદીઓની યાદીમોબાઇલ ફોનઉપગ્રહ પ્રક્ષેપણ યાનઆહીરવીર્ય સ્ખલનસૌરાષ્ટ્રવિરમગામસ્વચ્છતાડેન્ગ્યુયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાડાકોરકોળીભુજચામાચિડિયુંહસ્તમૈથુનભારતીય રિઝર્વ બેંકભારતીય ધર્મોતુલસીદાસ🡆 More