વિનેશ અંતાણી: ગુજરાતી લેખક

વિનેશ અંતાણી એ ગુજરાતી નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક અને નિબંધકાર છે.

વિનેશ અંતાણી
વિનેશ અંતાણી: જીવન, રચનાઓ, પુરસ્કારો
જન્મ (1946-06-27) 27 June 1946 (ઉંમર 77)
નવાવાસ, માંડવી નજીક, કચ્છ, ગુજરાત, ભારત
વ્યવસાયનવલથાકાર, ટૂંકી વાર્તા લેખક, કટાર લેખક, ભાષાંતરકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણએમ. એ. (માસ્ટર ઑફ આર્ટ્સ)
સમયગાળોઅનુઆધુનિક ગુજરાતી સાહિત્ય
લેખન પ્રકારોટૂંકી વાર્તાઓ, નવલકથા, નાટક
નોંધપાત્ર સર્જનોધુંધભરી ખીણ (૧૯૯૬)
નોંધપાત્ર પુરસ્કારો
  • સાહિત્ય અકાદમી પુરસ્કાર (૨૦૦૦),
  • ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક

જીવન

વિનેશ દિનકરરાય અંતાણીનો જન્મ ૨૭ જૂન ૧૯૪૬ના રોજ માંડવી (ગુજરાતના કચ્છ જિલ્લામાં) નજીક આવેલા નવાવાસ ખાતે થયો હતો. તેમના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક હતા અને માતાને સાહિત્યમાં રસ હતો. તેમણે નખત્રાણાથી માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૬૨માં એસ.એસ.સી ની પરીક્ષા પાસ કરી. ૧૯૬૭માં ભુજથી તેમણે ગુજરાતી-હિન્દી વિષયમાં સ્નાતક અને ૧૯૬૯ માં ગુજરાતી-સંસ્કૃત વિષયમાં માસ્ટર ઑફ આર્ટ્સનો અભ્યાસ પૂરો કર્યો. તેમણે ભુજની કોમર્સ કોલેજમાં પાંચ વર્ષ ગુજરાત વિષય શીખવ્યો. ૧૯૭૫ માં તેઓ આકાશવાણીમાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે જોડાયા અને સ્વેચ્છાએ સ્ટેશન ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. બાદમાં તેમણે ઈન્ડિયા ટુડે સામાયિકની ગુજરાતી આવૃત્તિ સંપાદિત કરી.

રચનાઓ

તેમણે નગરવાસી (૧૯૭૪), એકાંતદ્વીપ (૧૯૭૫), પલાશવન (૧૯૭૯), પ્રિયજન (૧૯૮૦), આસોપાલવ (અને ચોથા માળે પીપળો) ‍(૧૯૮૦), અનુરવ (૧૯૮૩), બીજુ કોઈ નથી (૧૯૮૩), સૂરજની પાર દરિયો (૧૯૮૪), જીવણલાલ કથમાળા (૧૯૮૬), ફાંસ (૧૯૮૭), કાફલો (૧૯૮૮), સર્પદંશ (૧૯૮૯), નર્વંશ (૧૯૯૦), પતાળગઢ (૧૯૯૨), લુપતનદી (૧૯૯૩), અહીં સુધીનું આકાશ, સરોવર, ધુંધભરી ખીણ (૧૯૯૬), ધાડ (૨૦૦૩), અંતર્ગત (૨૦૦૨), સરોવર (અને ફાર્મ હાઉસ) અને અમે અજાણ્યા (૨૦૦૬), બીજે ક્યાંક, જિંદગી આખી, કેતન અને સુલભાની પ્રેમકથા જેવી નવલકથાઓ લખી છે. તેમના પુસ્તક ધુંધભરી ખીણમાં પંજાબમાં રાજકીય અસ્થિરતા વચ્ચે રહેતા લોકોનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની નવલકથાઓનો હિન્દીમાં નગરવાસી, કફિલા અને ધુંધભરી વાદી અને ઓડિયામાં ધૂમરાભા ઉપાટ્યકા તરીકે ભાષાંતર કરવામાં આવી છે.

અંતાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત ટૂંકી વાર્તાઓથી કરી હતી. હોલારવ (૧૯૮૩), રાંઝણવું (૧૯૮૯), અહીં કોઈ રહેતું નથી, પાછા વળવું અને તને ખબર નથી, નીરુ (૨૦૦૮) એ તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે. પોતપોતાનો વરસાદ (૧૯૯૨), ત્યાં મારૂં ઘર હતું (૨૦૦૪), આત્મની નદીના કાંઠે અને ધુમાડાની જેમ તેમના નિબંધોનો સંગ્રહ છે. ડૂબકી શ્રેણી હેઠળના તેમના નિબંધોમાં ડૂબકી, મરજીવા, કોઈક સ્મિત, સુગંધ અને સ્મૃતિ, સાત સેકન્ડનું અજવાળું, સોનેરી બંડનો સમાવેશ થાય છે. ગુજરાતી નવલિકાચાયન: (૧૯૯૪-૯૫) - ટૂંકી વાર્તાઓ, ૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ (૨૦૦૫ની શ્રેષ્ઠ વાર્તાઓ) અને ગામવાતો (મણિલાલ એચ. પટેલના નિબંધો) તેમના સંપાદનો છે.

તેમણે હિન્દી લેખક નિર્મલ વર્માની કૃતિઓ એક ચિંથરુ સુખ (૧૯૯૭) અને કાગડો અને છૂટકારો તરીકે અનુવાદિત કરી. તેમણે એરિક સેહગલની લવ સ્ટોરીનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે.

તેમણે રેડિયો નાટકો લીલા વાંસનો ટહુકો અને માલિપા લખ્યા છે. તેમણે હિન્દી નાટ્યકાર મણિ મધુકરના નાટકનું ગુજરાતીમાં અંધેરી નગરી તરીકે ભાષાંતર કર્યું છે. તેમનું વાહિયાત્મક નાટક હિંમતલાલ હિંમતલાલ પણ શ્રોતાઓ સામે રજૂ કરાયું છે.

પુરસ્કારો

તેમને ૧૯૯૩માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક અને કે. એમ. મુનશી સુવર્ણ ચંદ્રક એનાયત કરાયા હતા. તેમની કૃતિઓને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના ઇનામો મળ્યા છે. તેમની કૃતિ ધૂંધભરી ખીણ માટે ૨૦૦૦ માં તેમને ગુજરાતી સાહિત્યકારો માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

વિનેશ અંતાણી જીવનવિનેશ અંતાણી રચનાઓવિનેશ અંતાણી પુરસ્કારોવિનેશ અંતાણી સંદર્ભવિનેશ અંતાણી બાહ્ય કડીઓવિનેશ અંતાણી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુંબઈહનુમાન મંદિર, સાળંગપુરસંગણકદુર્યોધનક્ષત્રિયરઘુવીર ચૌધરીગુજરાતી ભાષાજોગીદાસ ખુમાણઝંડા (તા. કપડવંજ)ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલમંદોદરીવીર્યઇન્ટરનેટમરાઠા સામ્રાજ્યમાનવ શરીરગુજરાતના લોકસભા મતવિસ્તારોપ્રભાશંકર પટ્ટણીઅનિલ અંબાણીઝિંઝુવાડા (તા. દસાડા)ઇસ્લામકુરુક્ષેત્ર યુદ્ધઝૂલતા મિનારાજૂનું પિયેર ઘરશિવાજીમાર્કેટિંગવૌઠાનો મેળોઆંતરરાષ્ટ્રીય યોગ દિવસસાબરમતી નદીઉદ્‌ગારચિહ્નવીમોવિધાન સભાબળવંતરાય ઠાકોરફણસજયંત પાઠકતત્વમસિઅશોકસ્વામિનારાયણ સંપ્રદાયશામળાજીપ્રીટિ ઝિન્ટાવિદ્યુતભારક્રિકેટનું મેદાનકમ્પ્યુટર હાર્ડવેરમાળિયા (મિયાણા) તાલુકોઇતિહાસશાહબુદ્દીન રાઠોડભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલએશિયાઇ સિંહરાજસ્થાનીરામાયણભાવનગર જિલ્લોમુનમુન દત્તારાહુલ ગાંધીઅમિત શાહબર્બરિકજ્યોતિર્લિંગકાળો ડુંગરવિનોદ ભટ્ટભારતીય રિઝર્વ બેંકરાજપૂતમોરબી જિલ્લોભારત સરકારહનુમાન જયંતીચંડોળા તળાવમહાવિરામગોવર્ધનરામ ત્રિપાઠીસિંહ રાશીકેન્સરરક્તના પ્રકારચામાચિડિયુંચિત્તોડગઢસુરતહાર્દિક પંડ્યાઆદિવાસીભારતમાં નાણાકીય નિયમનદાહોદગરમાળો (વૃક્ષ)🡆 More