ઓડિયા ભાષા: ભારતીય ભાષા

ઓડિયા (ଓଡ଼ିଆ Oṛiā (મદદ·માહિતી); કે જે અગાઉ ઓરિયા તરીકે ઓળખાતી હતી) એ ભારતના ઓડિશા રાજ્યમાં બોલાતી એક ઈન્ડો-આર્યન (ભારત-આર્યન) ભાષા છે.

તે ઓડિશા (જે અગાઉ ઓરિસ્સા તરીકે ઓળખાતું હતું) ની સત્તાવાર ભાષા છે, જ્યાં ભાષાના મૂળ વક્તાઓ વસ્તીના ૮૨% છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રના ભાગોમાં પણ આ ભાષા બોલાય છે. ઓડિયા ભારતની ઘણી સત્તાવાર ભાષાઓમાંની એક છે; તે ઓડિશાની સત્તાવાર ભાષા અને ઝારખંડની બીજી સત્તાવાર ભાષા છે. છત્તીસગઢમાં ઓછામાં ઓછા ૧૦ લાખ લોકોની વસ્તી દ્વારા પણ આ ભાષા બોલાય છે.

લાંબી સાહિત્યિક ઇતિહાસ ધરાવતા અને અન્ય ભાષાઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉધાર લીધા ન હોવાના આધારે ઓડિયા એ ભારતમાં ક્લાસિકલ લેંગ્વેજ (પ્રમાણિત ભાષા) તરીકે નિયુક્ત કરવામાં આવેલી છઠ્ઠી ભારતીય ભાષા છે.ઓડિયાને ૨૦૧૪માં ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો અપાયો હતો. ઓડિયામાં સૌથી પ્રાચીન શિલાલેખ એ ૧૦ મી સદીનો છે.

ભૌગોલિક વિતરણ

ભારત

ઓડિયા મુખ્યત્વે પૂર્વ ભારતના ઓડિશા રાજ્યમાં બોલાય છે, પરંતુ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢ જેવા પડોશી રાજ્યોમાં નોંધપાત્ર ઓડિયાભાષી વસ્તી છે; તેમજ ત્રિપુરા અને પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ તેઓ વસેલા છે.

મજૂરીના કારણે વધતા સ્થળાંતરને લીધે, પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં પણ ઓડિયા બોલનારાઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ઇતિહાસ

ઓડિયા ભાષા: ભૌગોલિક વિતરણ, ઇતિહાસ, ભાષાના નમૂના 
ભારતનું લિપી વૃક્ષ

ઓડિયા એ ભારત-આર્યન ભાષા પરિવાર સાથે સંકળાયેલી પૂર્વીય ભારત-આર્યન ભાષા છે. એવું માનવામાં આવે છે કે તે સીધી જ મગધિ પ્રાકૃતમાંથી ઉદ્ભવી હતી. અર્ધ મગધિ જેવી જ રીતે મગધિ પ્રાકૃત પણ પૂર્વ ભારતમાં ૧૫૦૦ વર્ષ પહેલાં બોલાતી હતી અને હજુ પણ પ્રારંભિક જૈન ગ્રંથોમાં વપરાતી પ્રાથમિક ભાષા છે. ફારસી અને અરબીની અન્ય મુખ્ય ઉત્તર ભારતીય ભાષાઓ પર અસર જોતા, તેમની સરખામણીમાં ઓડિયા પર સૌથી ઓછી અસર હતી એવું દેખાય છે.

ભાષાના નમૂના

ઓડિયામાં માનવાધિકારની સાર્વત્રિક ઘોષણાત્મક લેખનો પ્રથમ લેખ

ମନୁଷ୍ୟ ଜନ୍ମକାଳରୁ ସ୍ୱାଧୀନ. ମର୍ଯ୍ୟାଦା ଓ ଅଧିକାର ସମାନ. ପ୍ରଜ୍ଞା ଓ ବିବେକ ନିହିତ ଅଛି. ପରଷ୍ପର ପ୍ରତି ଭ୍ରାତୃଭାବ ପୋଷଣ କରି କାର୍ଯ୍ୟ କରିବା ଦରକାର.

બધા મનુષ્ય મુક્ત છે અને સમાન માન અને અધિકારમાં જન્મે છે. તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને તેથી ભાઈચારાની ભાવનાથી એક બીજા પ્રત્યે વર્તવું જોઈએ.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઓડિયા ભાષા ભૌગોલિક વિતરણઓડિયા ભાષા ઇતિહાસઓડિયા ભાષા ભાષાના નમૂનાઓડિયા ભાષા સંદર્ભઓડિયા ભાષા બાહ્ય કડીઓઓડિયા ભાષાOr-ଓଡ଼ିଆ.ogaen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેઑડિશાચિત્ર:Or-ଓଡ଼ିଆ.ogaભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તાના અને રીરીઓઝોનવીમોપેરિસધ્વનિ પ્રદૂષણચિખલી તાલુકોપક્ષીમણિશંકર રત્નજી ભટ્ટગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોસ્વીડિશઅશફાક ઊલ્લા ખાનશહીદ દિવસઅબ્દુલ કલામનવસારી જિલ્લોઑસ્ટ્રેલિયાઅમદાવાદ બીઆરટીએસરવિશંકર રાવળઅંકલેશ્વરવાંસસોલંકી વંશદીનદયાલ ઉપાધ્યાયસ્વામિનારાયણપાલીતાણાના જૈન મંદિરોખ્રિસ્તી ધર્મઔદ્યોગિક ક્રાંતિભુચર મોરીનું યુદ્ધપરબધામ (તા. ભેંસાણ)૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાજલારામ બાપામોરારીબાપુવર્ણવ્યવસ્થાશ્રીલંકાપ્લાસીની લડાઈવડવલ્લભીપુરમહીસાગર જિલ્લોગુજરાતના શક્તિપીઠોઆંધ્ર પ્રદેશરથયાત્રાપ્રવાહીમહાભારતગાંધી સમાધિ, ગુજરાતહોમી ભાભાનાતાલબાળાજી બાજીરાવનર્મદજયશંકર 'સુંદરી'ચીનનો ઇતિહાસજવાહરલાલ નેહરુજ્ઞાનપીઠ એવોર્ડઅર્જુનએન્ટાર્કટીકાગૂગલયુટ્યુબખેડા જિલ્લોપ્રેમાનંદમરાઠી ભાષામાનવીની ભવાઇજયંત પાઠકમોબાઇલ ફોનરવિશંકર વ્યાસપાટણઅમૂલધોળાવીરાસતાધારગબ્બરરામમહાત્મા ગાંધીજામનગર જિલ્લોસંસ્થાઉદ્‌ગારચિહ્નગુજરાત સાહિત્ય અકાદમીધીરુબેન પટેલમિઝોરમનવરાત્રીભારતીય જીવનવીમા નિગમઝિંઝુવાડા (તા. દસાડા)ભારતમાં પરિવહન🡆 More