વૌઠાનો મેળો

વૌઠાનો મેળો ગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં એક મહત્વનો મેળો છે.

વૌઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના તથા ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદ પર આવેલું છે. વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લામાં ભરાતા મેળામાં સૌથી મોટો મેળો છે.

સ્થળ

અમદાવાદના ધોળકા તાલુકાના વૌઠા ગામે વૌઠાનો મેળો ભરાય છે. મેળાનું સ્થળ સપ્તસંગમ - સાત નદીઓના સંગમ તરીકે ઓળખાય છે, હકીકતમાં, તો વૌઠા આગળ માત્ર સાબરમતી અને વાત્રક નદી જ મળે છે. આ બે નદીઓને એ અગાઉ સાબરમતી, હાથમતી નદી અને વાત્રકમાં ખારી, મેશ્વો, માઝમ અને શેઢી નદીઓ મળે છે, તેથી અહીં સાત નદીઓનો સંગમ થાય છે.

સમય

આ મેળો કારતક સુદ અગીયારસથી કારતક સુદ પૂનમ (દેવ દિવાળી) સુધી ચાલે છે.

ઇતિહાસ

ગુજરાતના મધ્યમાં આવેલા આ સ્થળનું મહત્વ પુરાણોમાં છે. મહાભારતના વિરાટનગર જે અત્યારનું ધોળકામાં છે, જ્યાં પાંડવો તેર વર્ષના લાંબા વનવાસ પછીનો અજ્ઞાતવાસ પસાર કરવા માટે રોકાયા હતા. વૌઠામાં આવેલા આ મહાદેવના પ્રાચીન મંદિર વિષે ઘણીબધી માન્યતાઓ પ્રવર્તે છે કે ભગવાન શંકરના મોટા પુત્ર કાર્તિક સ્વામી જેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે તેઓ કાર્તિક પૂર્ણિમાને દિવસે ભરતા મેળામાં પવિત્ર સ્નાન કરવા માટે આવતા હોય છે. વૌઠામાં આજે પણ કાર્તિકની ચરણપાદુકાનું પૂજન થાય છે.

મહત્ત્વ

કાર્તિકી પૂર્ણિમા સપ્તસંગમમાં સ્નાન કરવું ખુબ પવિત્ર મનાય છે અને તે દિવસે સ્નાન કરીને લોકો અધ્યાત્મિક આનંદ અનુભવે છે. વૌઠાના આ મેળામાં અનેક નાની-મોટી દુકાનો, મનોરંજનના સાધનો, મદારી, જાદુગરો,નટ, ભવૈયા તેમજ સર્કસ,ચકડોળ વગેરે મનોરંજનના સાધનો હોય છે. રાત્રે ભજન મંડળી ઉપરાંત તાલુકા પંચાયત ધોળકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે.

ભાલ અને નળકાંઠાના તેમજ ઠાકોર, રાણા, દરબાર, કાછીયા પટેલ અને રાજપૂત કોમના લોકો ત્યાં પાલ એટલે કે છાવણી નાખી બે-ત્રણ દિવસ માટે રોકાતા હોય છે.

ગધેડા નું બજાર

આ મેળાનું મુખ્ય આકર્ષણ ગધેડાનું બજાર છે. અહી સારામાં સારા અને ઊંચી જાતના ગધેડા વેચાણ માટે લાવવામાં આવે છે, વણઝારાનો સમુદાય અહી ચાર હજાર કરતાં પણ વધુ ગધેડાઓને વેચાણ માટે લઈ આવે છે. વૌઠાના મેળામાં ઊંટનો પણ વેપાર થાય છે. ગધેડાઓને લાલ, ગુલાબી અને કેસરી રંગ ગળા અને પીઠના ભાગ પર લગાડવામાં આવે છે.

સંદર્ભો

Tags:

વૌઠાનો મેળો સ્થળવૌઠાનો મેળો સમયવૌઠાનો મેળો ઇતિહાસવૌઠાનો મેળો મહત્ત્વવૌઠાનો મેળો સંદર્ભોવૌઠાનો મેળોઅમદાવાદ જિલ્લોખેડા જિલ્લોધોળકા તાલુકોમાતર તાલુકોવૌઠા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિવાજીપાલનપુર રજવાડુંતત્વમસિજેસોર રીંછ અભયારણ્યઆનંદીબેન પટેલઅમદાવાદના દરવાજાસંત રવિદાસભારતીય રૂપિયા ચિહ્નભૂપેન્દ્ર પટેલરા' ખેંગાર દ્વિતીયજય શ્રી રામગુજરાત વિધાનસભાનરેશ કનોડિયાબાબાસાહેબ આંબેડકરગુરુત્વાકર્ષણત્રિકમ સાહેબગાંધી આશ્રમપન્નાલાલ પટેલમહેસાણાસીદીએપ્રિલ ૧૭આમ આદમી પાર્ટીભારતના ભાગલાહમીરજી ગોહિલધરતીકંપઅમરનાથ (તીર્થધામ)ગુજરાત વિદ્યા સભાસુંદરમ્પ્રયાગરાજમેષ રાશીભારત રત્નભગવદ્ગોમંડલયુટ્યુબસાબરકાંઠા જિલ્લોગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ખીજડોગોરખનાથમિથુન રાશીસરખેજ રોઝાકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીએપ્રિલ ૧૯ઇ-મેઇલવીમોHIV/AIDS વિશે ગેરમાન્યતાઓફેસબુકએશિયાઇ સિંહકરીના કપૂરખલીલ ધનતેજવીવ્યાસશબરીવૃષભ રાશીપોલિયોબાવળમાઉન્ટ આબુસિવિલ હોસ્પિટલ, અમદાવાદભારતના નાણાં પ્રધાનભારતનું સર્વોચ્ચ ન્યાયાલયમદનલાલ ધિંગરાઉપદંશચાંપાનેરમોરબી રજવાડુંવલ્લભી વિશ્વવિદ્યાલયમહારાષ્ટ્રગાંધીનગરબુધ (ગ્રહ)ભારતીય ધર્મોગુજરાતી લોકોચંદ્રયાન-૩નવગ્રહઅયોધ્યાપટેલમંગલ પાંડેરાજકોટઇડર🡆 More