હસ્તમૈથુન

હસ્તમૈથુન એટલે વ્યક્તિના યૌન અંગોને કામાવેશની ચરમસીમા સુધી ઉત્તેજીત કરવાની ક્રિયા.

ઉત્તેજીના જાગૃત કરવાની આ ક્રિયા હાથ વડે, કામ ક્રીડા સમાન અનુભવ આપતા કોઈ અન્ય સાધનો કે વસ્તુઓ દ્વારા અથવા તો આ બંનેના સહીયારા ઉપયોગ દ્વારા મેળવવામાં આવે છે. કસ્ત મૈથુન કે વધુ ચોકસાઈ પૂર્વક કહીયે તો સ્વહસ્તમૈથુન એ સ્વલૈંગિકૌત્તેજના નો સર્વસામાન્ય પ્રકાર છે. જોડીદાર સાથે મળી કરાતું પારસ્પારીક હસ્તમૈથુન પણ સામાન્ય છે.

હસ્તમૈથુન
ગુસ્તાવ લીમીતનું ચિત્રવુમન સીટેડ વીથ થાઈઝ્ અપાર્ટ (૧૯૧૬).

પુરુષોની અને સ્ત્રીઓની હસ્ત મૈથુન કરવાની મૂળ વિધી તેમના યૌન અંગ અનુસાર એક જ સમાન હોય છે, જો કે તે ઉત્તેજના કેવી રીતે અથવા કયા માધ્યમ દ્વારા મેળવવી તે વિષે દરેક ની વૈયત્તિક પસંદ ના અલગ હોઈ શકે પસંદ હોય છે. હાથે ધરાયેલ અભ્યાસ પરથી જણાયું છે માનવ જાતિના બંને લિંગોમાં અને આયુઓમાં હસ્ત મૈથુન અવારનવાર પ્રયોગમા લેવાતી પ્રવૃત્તિ છે, જોકે તેમાં આવર્તન સંબંધી વિવિધતા હોઈ શકે છે. સામાન્ય રીતે કામ ક્રીડા અને ખાસકરીને હસ્ત મૈથુનને ઘણાં વૈદીક અને માનસિક ફાયદાઓનું શ્રેય અપાયું છે,અને હસ્તમૈથુનનો કોઈ શારીરિક કે માનસિક વ્યાધિ નો સંબંધ હોય તેવું કોઈ સમીકરણ આજ સુધી સાબિત કરી શકાયું નથી. સમગ્ર વિશ્વના કલા જગતમાં હસ્તમૈથુન પ્રાગૈતિહાસિક કાળથી સક્રીય વિષય રહ્યો છે. જોકે ઇતિહાસમાં એક સમય એવો પણ હતો કે જ્યારે( ૧૮મી સદીના અંતથી ૨૦મી સદીની શરૂઆત સુધી) હસ્તમૈથુનને વેદકીય દ્રષ્ટિએ અને રૂઢિચુસ્ત સામાજના તરફથી ઠપકો મળતો. જોકે આજે આને સામાન્ય અને તંદુરસ્ત જીવનનો એક ભાગ મનાય છે. આજ કાલ તો માસ્ટરબેથોન નામે હસ્તમૈથુન તરફ જાગૃતિ લાવવા એક સમુહ દોડ (મેરેથોન) નું આયોજન થાય છે અને "એક દૈનિક કામોત્તેજના રાખે ડોક્ટરને દૂર." જેવા સૂત્રો પણ પ્રચલિત કરાયા છે. આજકાલના સંગીતમાં , ટેલિવિઝન પર અને ફીલ્મોમાં તેનો ઉલ્લેખ કરાય છે.

જંગલમાં કે બંધિયાર વાતાવરણમાં રહેતા પ્રાણીઓમાં આ પ્રકારની પ્રાણીજ હસ્તમૈથુન વૃત્તિ હોવાનું નોંધાયં છે.

વ્યુત્પત્તિ

હસ્તમૈથુન આ શબ્દ બે શબ્દોનું જોડકું છે. હસ્ત એટલે હાથ અને મૈથુન એટલે લૈંગિક અવયવોને ઉત્તેજિત કરી આનંદ મેળવવાની વૃતિ.

પદ્ધતિઓ

બંને લિંગમાં સામાન્ય હોય એવી હસ્ત મૈથુન પદ્ધતિઓ છે: લૈંગિક અવયવોને ઘસવું અથવા દબાવવા, યાતો આંગળીઓથી અથવાતો ઓશિકા જેવા સાધનો વડે; આંગળી કે અન્ય સાધનને ગુદામાં ધુસાડવી (અન્ય શબ્દ?)(જુઓગુદા હસ્તમૈથુન); અને શિશ્ન કે સ્ત્રી જનનેંદ્રીયના પ્રવેશના હોઠને વિદ્યુત વાઈબ્રેટરથી ઉત્તેજિત કર અથવા તેને યોનિ કે ગુદામાં ઘુસાડવા. બંને લિંગના વ્યક્તિઓ સ્તનની ડીંટીકે અન્ય કામોત્તેજના જાગૃત કરનાર અવયવો ને સ્પર્ષ કરવો, પંપળવો કે ચીમટી કાઢવી આદિને પણ પસંદ કરે છે. ઉત્તેજના વધારવા માટે બંને લિંગના વ્યક્તિઓ ક્યારેક ચીકણા પદાર્થો નો ઉપયોગ પણ કરે છે.

કામુક સાહિત્ય વાંચવું કે જોવું કે કામુક કલ્પના કરવી એ ઉત્તેજના મેળવવાના સામાન્ય ઉદ્દીપકો છે. ઘણી વખત લોકો હસ્ત મૈથુન કરતી વખતે જુની યાદોને પણ યાદ કરે છે. હસ્તમૈથુનની ક્રિયા મોટે ભાગે એક નિયમીત વિધી કે નિયમસમાન સમાન બની જાય છે.ઘણી વખત હસ્તમૈથુનમાં ઘણી વખત વિચિત્ર લૈંગિક કલ્પનાઓ અને પૅરાફીલીયા પણ ભાગ ભજવી શકે છે. આમાં ઘણી હાનિકારક અને જીવલેણ પણ હોઈ શકે છે જેમ કે ઑટોઈરોટીક એફીક્સેશન કે સેલ્ફ બોન્ડેજ. હસ્તમૈથુનમાં ઘણી કે ઈચ્છાઓ પણ ભાગ ભજવતા છે

અમુક વ્યક્તિઓ મૂત્ર નલિકાના ઈલાજમાં વપરાતા સાધનો કે જેમનો આકાર નર લિંગને મળતો આવે છે યુરેથ્રલ સાઉંડીગ સાધનોને શિશ્નમાં આવેલું છીદ્ર યુરેથ્રામાં ( નળી કે જેમાંથી મૂત્ર અને માણસોમાં વીર્ય આદિ વહે છે) ઘૂસાડીને, યુરેથ્રલ પ્લે કે સાઉંડીંગ તરીકે ઓળખાતા પ્રકારે મૈથૂનનો આનંદ લે છે. અન્ય વસ્તુઓ જેમકે બોલ પોઈંટ પેન અને થર્મોમીટર આદિનો પન ક્યારેક ક્યારે ક ઉપયોગ કરાય છે, જો કે આ પ્રકાર ઈજા પહોંચાડી શકે છે કે ચેપકે સંક્રમણ પણ લાગી શકે છે. અમુક લોકો ફકીંગ મશીન તરીકે ઓળખાતા સાધન કે જે કૃત્રિમ સંભોગનો અનુભવ કરાવે છે તે વાપરે છે .

ઘણાં પુરુષો કે સ્ત્રીઓ કામાવેગની પરાકાષ્ઠા સુધી હસ્ત મૈથુન કરે છે થોડી ક્ષણ થોભી આવેગ શાંત પાડી ફરી હ્સ્ત મૈથુન કરી લાંબા સમય સુધી કામાવેગ માણે છે. તેઓ આ ચક્ર ઘણી વખત ચલાવે છે. આ પદ્ધતી થોભો અને ચાલો તરીકે ઓળખાય છે. આ પદ્ધતિ ઘણી વખત તીવ્ર રતિક્ષણ લાવવા મદદ કરે છે. જૂજ વ્યક્તિઓ હસ્ત મૈથૂન દરમ્યાન શક્તિના સ્તરને જાળવવા રતિક્ષણની અમુક ક્ષણ પહેલાંજ હસ્ત મૈથુન છોડી દે છે કે જે રતિક્ષણ પછી ઓછી થઈ જાય છે. . આમ કરવાથી અમુક સમયે રક્ત સંચરણનો ભરાવો થઈ જતાં પેડુમાં દુખાવો પણ થઈ શકે છે.

મહિલા

હસ્તમૈથુન 
ડીલ્ડોનામનું સાધન વાપરી હસ્ત મૈથુન કરતી મહિલા.
હસ્તમૈથુન 
હાથની મદદથી સ્ત્રી હસ્તમૈથુન

મહિલાઓ દ્વારા હસ્ત મૈથુનનો આનંદ મોટે ભાગે તેમની યોનિ માર્ગ અને ખાસ કરીને ભગ્નશિશ્નને (ક્લિટોરિસ) પ્રથમ કે દ્વીતીય આંગળીની મદદ વડે ઘસી કે રગળીને મેળવવામાં આવતો હોય છે. અમુક સમયે એક કે વધુ આંગળીઓને યોની માર્ગમાં ધકેલી ઘસરકા મારીને યોનિમાર્ગની દિવાલ પર આવેલા ગ્રેફેનબર્ગ સ્પોટ કે જી-સ્પોટ તરીકે ઓળખાતા ભાગને ઉત્સેજીત કરે છે. મૈથુન સાધનો જેમ કે વાઈબ્રેટર ]], ડીલ્ડો અથવા બેન વા બોલ્સ જેવા સાધનો વાપરીને પણ યોનિ અને ક્લિટોરસને ઉત્સેજીત કરવામાં આવે છે. અમુક મહિલાઓ તેમના સ્તન કે ડીંટી (નિપલ)ને પંપાળે છે જો તે તેમને કામુક રીતે ઉત્તેજીત કરતી હોય તો. અમુક મહિલાઓ ગુદા ક્ષેત્રમાં ઉત્તેજનાને પણ પસંદ કરે છે. અમુક સમયે નિજી લ્યુબ્રીકેશન (ઉઁજણ - તેલ કે અન્ય શ્લેષ્મ પદાર્થ) નો ઉપયોગ પણ કરવામાં આવે છે, ખાસ કરીજે જ્યારે કોઈ વસ્તુ આદિને છીદ્રમાં ઘુસાડીને આનંદ લેવાતો હોય ત્યારે. જો કે આ વપરાશ સાર્વત્રિક નથી ઘણે મહિલાઓમે તેમની યોનિમાંથી કામોત્તેજના સમયે થતો સ્ત્રાવ (યોની સ્ત્રાવ) પુરતો થઈ પડે છે.


આ ક્રિયાઓ ચત્તા કે ઊંધા સૂઈને, બેસીને, ઊભકણા બેસીને, ઘૂટણીંયે કે ઊભે ઊભે કરવામાં આવે છે. સ્નાન કે ફુવારા નીચે મહિલાઓ પાણીની ધાર સીધા યોનિ હોષ્ટ કે ક્લિટોરસ (ભગ્ન શિશ્ન) પર કરી ઉત્તેજના અનુભવે છે. પેટ પર પડ્યે પડ્યે મહિલા તેમના હાથ વાપરી, કે બે પગ વચ્ચે તકિયો રાખી, પલંગની કિનાર વાપરીને, સાથીનો પગ વાપરી અમુક કપડાનો ગોળો આદિ દ્વારા યોનિ હોઠ અને ક્લિટોરસને ઉત્તેજિત કરી બિન-વેધક મૈથુનનો આનંદ લઈ શકે છે ઊભે ઊભે કોઈ ખુરશી, કે અન્ય રાચરચિલાનીએ વસ્તુ કે અન્ય સાધનનો ખૂણો કે ધાર આદિ દ્વારા વસ્ત્રો સહીત યોનિ ઓષ્ઠ કે ક્લિટોરસ (ભગ્ન શિશ્ન)ને ઉત્તેજિત કરાય છે. અમુક મહિલાઓ માત્ર દબાણ વાપરીને કોપણ સંપર્ક કર્યા વગર ક્લિટોરસને ઉત્તેજિત કરવાનું પસંદ કરે છે. દા.ત. હથેળી કે દડા દ્વારા આંતરિક વસ્ત્રો કે અન્ય વસ્ત્રો સહિત દબાણ આપવું ઈત્યાદિ.

૧૯૨૦માં હેવલોક એલિસએ નોંધ્યું હતું કે તે સમયના પ્રચલિત એવા ટર્ન ઓફ ધ સેંચુરી સીમસ્ટ્રેસીસ ના પગે ચલાવાતા સીલાઈ મશીન વાપરી તેઓ ખુરશીને કિનારે બેસી રતિક્ષણ (ઓર્ગેઝમ) પ્રાપ્ત કરી લેતા હતાં.

સ્ત્રીઓ તેમના પગની સખત આંટીવાળી તેમના પગના સ્નાયુઓને તાણ આપી યોનિ ક્ષેત્ર પર દબાણ આપીને પોતાને ઉત્તેજીત કરી શકે છે. આ વસ્તુ જાહેરમાં કોઈ પણ વ્યક્તિની નોટંધમાં આવ્યાં વગર કરી શકાય છે. વિચારોૢ કલ્પનાઓ અને ઉત્તેજનાની કોઈ જૂની ઘટનાની યાદદાસ્ત પણ મૈથૂન ઉત્તેજના લાવી શકે છે. અમુક સ્ત્રીઓ માત્ર ઈચ્છા શક્તિથી રતિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. જોકે આને હસ્ત મૈથુન ન ગણી શકાય કેમકે તેમાં કોઈ ભૌતિક સ્પર્ષ શામેલ નથી.

મતુન ચિકિત્સકો અમુક વખત એવું જણાવે છે કે મહિલા દર્દીઓ હસ્ત મૈથુન દ્વાર રતિ ક્ષણ સુધી પહોંચવા સમય લે છે ખાસ કરીને તેવા મામલામાં જ્યારે તેમણે આવું પહેલાં ક્યારેય કર્યું ન હોય.

પુરુષો

હસ્તમૈથુન 
શિશ્ન પરની ચામડીને ઉપરનીચે ઘસડી હસ્ત મૈથુન કરતો ખસી ન કરેલ જનનેદ્રીય ધરાવતો માણસ

પુરુષ હસ્તમૈથુન વિધિઓ ઉપર ઘણા પરિબળો અને નિજી પસંદગીઓની અસર પડે છે. ખસી કરેલ વ્યક્તિઓ દ્વારા અઅને ખસી ન કરેલ વ્યક્તિ દ્વારા થતી હસ્ત મૈથુનની વિધી બદલાય છે. કોઈ એક વ્યક્તિ દ્વારા અપનાવાતી વિધી બીજી વ્યક્તિ માટે ખૂબજ ત્રાસ દાયક કે તકલીફ દાયક હોય છે. પુરુષ હસ્ત મૈથુનની સૌથી સામાન્ય વિધી જનનેંદ્રીયને હાથની હથેળીની હળવી મુઠ્ઠીમાં લઈને હાથને લિંગ પર ઉપર નીચે ઘસવાની છે. સર્વ સામાન્ય રીતેરતિક્ષણ અને વીર્યસ્ખલન મેળવવા આ પ્રકારની ઉત્તેજના વિધી પર્યાપ્ત હોય છે. હાથના ચલનની ગતિ વ્યક્તિ દર વ્યક્તિ બદલાય છે. એ વાત પણ સામાન્ય છે કે સ્ખલન ક્ષણ જેમજેમ નજીક આવે છે તેમ તેમ ગતિ વધતી જાય છે અને મૂળ સ્ખલનના સમયે તે ઘટી જાય છે. જ્યારે સુન્નત ન કરેલ હોય તેવા પુરુષોમાં જનનેંદ્રીયની ઉત્તેજના શિશ્ન પરની ચામડીના (શિસ્ન ત્વચા) હલન ચલનથી મેળવાય છે, તેમાં શિશ્ન ત્વચાને પકડીને શિશ્ન પર ઉપરનીચે સરકાવાય છે, અને શિશ્ન ત્વચાની લંબાઈ અનુસાર શિશ્નને ઝડપી હલનચલન વડે ત્વચા દ્વારા શિશ્નને પૂર્ણ અથવા અપૂર્ણ રીતે ઢંકાય છે અને બહાર કઢાય છે. આ સમય દરમ્યાન, વધતી ઉત્તીજના સાથે શિશ્નનું કદ અને લંબાઈ વધી શકે છે, સિશ્ન થોડું ઘેરા રંગનું પણ બને છે. શિશ્ન ત્વચા પરની ત્વચા ઝડપી હલન ચલન સમયે શિશ્ન પર ઘર્ષણ ઘટાડે છે. સુન્નત કે ખસી કરેલા પુરુષોનું શિશ્ન અર્ધ જે સંપૂર્ણ રીતે ત્વચાના આવર રહિત હોય છે, આને લીધે આ પ્રકારના હસ્ત મૈથુનમાં શિશ્ન નો સરખામણીએ વધુ ભાગ હાથના સીધા સંપર્કમાં આવે છે. આ પ્રકારે શિશ્ન પ્રના વધુ ઘર્ષણને લીધે થતી બળતરા ટાળવા ઘણાં પુરુષો નીજી તૈલી પદાર્થો કે વ્યક્તિગત શ્લેષ્મ પદાર્થઉપયોગ કરે છે..

સુન્નત કરેલ કે ન કરેલ પુરુષોમાં હસ્ત મૈથુન ની એક અન્ય રીત પ્રચલિત છે. તે અનુસાર પ્રથમ આંગળી અને અંગુઠાથી તેની અડધી લંબાઈએ ઈંદ્રીયને પકડી ઈંદ્રીય (સ્તંભ) પરની ત્વચાને ઉપરનીચે સરકાવવામાં આવે છે. આમાં એક અન્ય પ્રકારે વાંસડી વગાળતા હોય તેમ ઈંદ્રીયને આંગળીઓ અને અંગૂઠાથી પકડીને સ્તંભની ત્વચાને સરકાવીને પણ હસ્તમૈથુન કરવામાં આવે છે. એક અન્ય વિધીમાં પેટ પર ઊંધા સૂઈ કોઈ સુ ંવાઈ સપાટી જેમ કે ગાદીૢ તકિયો આદિ સાથે ઈંદ્રીયને રગડીને પણ હસ્તમૈથુન કરાય છે. આના વિવિધરૂપ તરીકે કૃત્રિમ યોનિ અથવા સીમ્યુલાક્રમ (simulacrum), આદિ વાપવામાં છે. ધણી વખત આવા સાધનો આદિની ગેરહાજરીમાં પુરુષો મોટેભાગે તેઓ કોઈ સાથી સાથે કામ ક્રીડામાં હોવાની કલ્પના કરે છે અથવા કામોત્તેજક ચિત્રોનો આસરો લઈ હસ્તમૈથુન કરે છે.

આ સિવાય પણ પુરુષ હસ્ત મૈથુનમાં ઘણાં વિવિધ પ્રકાર હોય છે. પુરુષો શિશ્ન અથવા શિશ્નની કિનારી કે અધોશિશ્ન ભાગ (અંગ્રેજી ફ્રેન્યૂલર ડેલ્ટા frenular delta) જેવા ભાગ પર માલિશ કરી કે આંગળી વડે રગડીને ઉત્તેજના મેળવે છે. અમુક માણસો પોતાના બન્ને હાથ ઈંદ્રીય કે સ્તંભ પર મૂકે છે જ્યારે અમુક માણસો એક હાથ વડે ઈંદ્રીય ઉત્તેજના મેળવે છે અને બીજા હાથ વડે તેમના વૃષણ, સ્તન ડીંટી કે શરીરના અન્ય કોઈ અંગને પંપાળીને આનંદ મેળવે છે. સ્તન ડીંટીએ શરીરના ઉત્તેજના ક્ષેત્રોમાંનું એક છે. તેને તીવ્રતાથી ઉત્તેજીત કરતાં સામાન્ય રીતે મેળવાતી ઈંદ્રીયની ઉત્તેજના કરતાં વધુ ઝડપથી ઈંદ્રીય ઉત્તેજીત થાય છે. અમુક લોકો તેમનો હાથ સ્થિર રાખી પેડુના ભાગના હલન ચલન દ્વારા સંભોગ સમયે કરાતી ગતિવિધીની નકલ સમાન હોય છે. અમુક લોકો કંપન યંત્ર (વાઈબ્રેટર) જે સ્ત્રીઓ દ્વરા વપરાતા અન્ય સાદનો વડે પણ હસ્ત મૈથુન કરે છે. અમુક અત્યંત લચીલું શરીર ધરાવતા માણસો તેમના જ હોઠ કે જીભ વડે તેમની ઈંદ્રીયને ઉત્તેજીત કરે છે જેને સ્વમુખમૈથુન (અંગ્રેજી ઓટોફીલાટીઓ autofellatio) કહે છે

પ્રેસ્ટેટ ગ્રંથિ એ વીર્યને તરલ કે પ્રવાહી માધ્યમ પુરું પાડે છે. આ ગ્રંથિ સ્પર્ષ પ્ર્ત્ય સંવેદન શીલ હોય છે. આથ અમુક માણસો ખૂબ જ સારી રીતે તેલ જેવા ચેકણા માધ્યમમાં ચીકણી કરેલ આંગળી કે ડીલ્ડોને ગુદામાં ઘુસાડીને મળાશયની બાજુમાં આવેલ ગ્રંથિને ઉત્તેજીત કરે છે. બહારથી બે સાથળની વચ્ચેના અને વૃષણ તથા ગુદા વચ્ચે આવેલ ભાગ પેરીનીયમ પર બહારથી દબાણ આપવું પણ આનંદ પ્રદાયી હોઈ શકે છે. અમુક વ્યક્તિઓ ગુદા મૈથુનને પણ પસંદ કરે છે. તેઓ આંગળી કે અન્ય વસ્તુ વાપરી પ્રોસ્ટેટને ઉત્તેજીત કર્યા સિવાય માત્ર ગુદાની ઉત્તેજનાનો પણ આનંદ માણે છે.

સ્ખલનને અટકાવવાની અમુક વિવાદસ્પદ રીત પણ ઘણાં માણસો વાપરે છે. આમાં તેઓ, વૃષણ તથા ગુદા ની લગભગ મધ્યમાં આવેલ પેરીનીયમ ક્ષેત્ર પર સ્ખલનથી પહેલાં દબાણ આપે છે. જોકે આમ કરવા જતાં વીર્ય મૂત્રાશયમાં પહોંચી જવાનો ભય રહેલો છે. આને પ્રતિગામી સ્ખલન (retrograde ejaculation) કહે છે.

પારસ્પારિક હસ્ત મૈથુન

હસ્તમૈથુન 
જોહાન નેપોમુક જીગર,પાણી રંગો, ૧૮૪૦.

પારસ્પારિક હસ્ત મૈથુન એ એક મૈથુન ક્રીડા (sexual act) છે જેમાં બે કે વધ્ય લોકો પોતાને અથવા એકબીજાને કામુક રીતે, મોટે ભાગે હાથ વડે ઉત્તેજીત કરે છે.

આ કોઈ પરિપૂર્ણ મૈથૂન નો એક હિસ્સો હોઈ પણ હોઈ શકે છે. આને સંભોગ ની પૂર્વ ક્રીડા કે વિરામ ક્રીડા કે વેધક મૈથુનનો એક વિકલ્પ પણ હોઈ શકે છે. અમુક વ્યક્તિઓ માટે બિન-વેધક મૈથુન એ અન્ય કોઈ પણ વિકલ્પની સરખામણીએ પ્રાથમિક પસંદગી હોય છે. જે સહભાગીઓ પૂર્ણ સંભોગ ન ચાહતા હોય તેઓ આ રીત સંભોગનો મહદ અંશે પૂર્ણ આનંદ લઈ શકે છે.

દરેક પ્રકારની કામ વૃત્તિ ધરાવરા લોકો દ્વારા પારસ્પારિક મૈથુન વાપરવામાં આવે છે. જ્યારે શિશ્ન-યોનિ સંભોગ ના વિકલ્પ તરીકે પારસ્પારિક મૈથુન કરાય છે ત્યારે તેનો ઉદ્દેશ્ય કૌમાર્ય (virginity)નું સંરક્ષણ અથવા ગર્ભધારણ નું ટાળવું હોઈ શકે છે. અમુક લોકો આને ક્વચિત મૈથુન (casual sex) ના વિકલ્પ તરીકે પસંદ કરે છે કેમેકે આમાંથી ખરેખર સંભોગ ન કરવા ચતાં સંભોગનો સંતોષ મળે છે.

અમુક લોકો માટે મિત્રો સાથે કરેલ હસ્ત મૈથુન દ્વારા સંભોગ અને તે પરિસ્થિતિ સંબંધે તેમના મનમાં રહેલ અવરોધ દૂર કરવામાં મદદ મળે છે. આને કારણે તેમને તેમની રતિક્ષણ વિકસાવવામાં મદદ મળે છે, તેનો આનંદ વધે છે અને તેમને વધુ હસ્ત મૈથુન કરવા પ્રેરે છે.

પારસ્પારિક હસ્ત મૈથુન સ્ત્રીઓ કે પુરુષો દ્વારા જોડીમાં કે જૂથમાં અન્ય વ્યક્તિને વાસ્તવિક રીતે સ્પર્શ કરીને અથવા કર્યા સિવાય નીચેની સ્પર્શ કે બિન સ્પર્શિ રીતે નીચેની પરિસ્થિતીમાં સંભવે છે:

  • બિન-સ્પર્ષી પારસ્પારિક હસ્તમૈથુન - એકબીજાની હાજરીમાં હસ્ત મૈથુન કરતી બે વ્યક્તિઓ પણ કોઈ સ્પર્ષ નહીં.
  • સ્પર્શી પારસ્પારિક હસ્તમૈથુન - એક વ્યક્તિઓ દ્વારા બીજી કે અન્ય વ્યક્તિને કરી અપાતું હસ્ત મૈથુન. બીજી વ્યક્તિ દ્વારા તેનું પુનરાવર્તન.
  • બિન-સ્પર્ષી જૂથ હસ્તમૈથુન - બે કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા એક બીજાની હાજરીમાં એક બીજાને સ્પર્શ્યા સિવાય કરાતું હસ્ત મૈથુન.
  • સ્પર્ષી જૂથ હસ્તમૈથુન - બે કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા એક બીજાને સ્પર્ષ કરીને કરી અપાતું હસ્ત મૈથુન.
  • પારસ્પારિક હસ્તમૈથુન પૂર્વક્રીડા - એક બીજાની જનનેંદ્રીયોને હાથ દ્વારા કરાતી ઉત્તેજના જે છેવટે મૂળ કામ ક્રીડા તરફ લઈ જાય છે.

પુનરાવર્તન, આયુ, અને લિંગ

હસ્તમૈથુનના પુનરાવર્તનનો આધાર ઘનાં પરિબળો પર રહેલો છે દા.ત. કોઈ વ્યક્તિની મૈથુન તણાવ સામે ની પ્રતિરોધ ક્ષમતા, કામુક ઉત્તેજના ઉત્પન્ન કરતાં સ્ત્રાવોનું સ્તર, મૈથુન આદતો, મૈત્રાચારીની અસર, તબિયત અને સાંસ્કૃતિક પરિબળો દ્વારા હસ્ત મૈથુન સંબધી રચાયેલી મનની ગ્રંથિ વગેરે. અમુક વૈદક કારણો પણ હસ્ત મૈથુન સાંથે સંકળાયેલા હોવાનું જણાયું છે.

વિવિધ અભ્યાસ દરમ્યાન જણાયું છે કે માનવ જાતમાં હસ્તમૈથુન એક સામાન્ય વાત છે. ૧૯૫૦ દરમ્યાન આલ્ફ્રેડ કીંસે દ્વારા હાથ ધરાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના અભ્યાસમાં જણાવ્યું કે ૯૨% પુરુષો અને ૬૨% સ્ત્રીઓએ તેમના જીવન દરમ્યાન હસ્ત મૈથુન કર્યું હતું. ૨૦૦૭ દરમ્યાન ૧૯ થી ૪૪ વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિઓના હાથ ધરાયેલ એક બ્રિટિશ સર્વેક્ષણમં પણ આવું જ તારણ આવ્યું હતું, તે અનુસાર ૯૫% પુરુષો અને ૭૧% સ્ત્રીઓએ તેમના જીવનમાં કોઈક સમયે હસ્ત મૈથુન કર્યું હતું. ૭૩% પુરુસો અને ૩૭% સ્ત્રીઓ એ પાચલા ચાર અઠવાડીયામાં અને ૫૩% પુરુસો અને ૧૮% સ્ત્રીઓ એ પાછલા અઠવાડીયેજ હસ્ત મૈથુન કરેલ હોવાનું જણાવ્યું હતું.

૨૦૦૯માં નેધરલેંડ અને અન્ય યુરોપીય દેશોની સાથે યુ કેની સરકાર પણ કુમાર વયનાઓને દરરોજ એક વખત હસ્ત મૈથુન કરવા પ્રેરિત કર્યાં. આ દેશોના સ્વાસ્થ્ય સંબંધિ ફરફરિયામાંરતિક્ષણના આનંદને દરેક વ્યક્તિનો મૂળભૂત હક્ક મનાયો છે. આ પગલું માહિતી અને અન્ય યુરોપિય દેશોના અનુભવને આશારે લેવાયું છે જ્યાં કૌમાર્ય ગર્ભાવસ્થા અને કુમારોમાં યૌન રોગ સંક્ર્મણ વધતા ચાલ્યાં છે.


સ્ટ્રોંગ, ડેવોલ્ટ અને સયદ દ્વારા લખાયેલ પુસ્તક હ્યુમન સેક્શ્યુઆલીટી: ડાયવરસીટી ઈન કંટેમ્પરરી અમેરિકા, માં તેઓ લખે છે કે, "કોઈ બાળક તેના ગોળેયામાં પોતાના લિંગ સાથે રમતા રમતા હસતું હોય છે ". "નાની બાલિકાઓ અમુક સમયે અત્યંક આક્રમક રીતે તેમનું શરીર તાલમાં હલાવે છે જાણેક રતિક્ષણનો આનંદ લેતી હોય.." ઈટાલિયન ગર્ભ તજ્ઞજ (ગાયનેકોલોજીસ્ટ) ગોર્ગીઓ ગોર્ગી અને માર્કો સીકાર્ડીએ ગર્ભજ બાલિકાનું અલ્ટ્રા ધ્વની તપાસ દ્વારા નોંધ્યું કે તે સંભવતઃ રતિક્ષણ અનુભવી રહી હતી.

એમ પણ લાગે છે કે સક્રીય વિજાતીય મૈથુન ધરાવતી મહિલાઓ પુરુષોની સરખામણીએ ઓછું હસ્ત મૈથુન કરે છે. એક સામાન્ય માન્યતા અનુસાર સક્રીય લૈંગિક સંબંધમાં રહેલી વ્યક્તિની સરખામણીએ આવા સંબંધ ન ધરાવતી વ્યક્તિઓ હસ્ત મૈથુનનો વધુ વપરાશ કરે છે. જોકે ઘણી વખત આ સત્ય નથી હોતું. મોટે ભાગે સાથીને કરી અપાતું હસ્ત મૈથુન સંબંધનો એક ભાગ હોય છે. પારંપારિક ડહાપણથી વિપરીત અમુક અભ્યાસ હસ્ત મૈથુન નું પુનરાવર્તન અને સંભોગના પુનરાવર્તન વચ્ચે સકારાત્મક સંબંધ જણાયો છે. એક અભ્યાસમાં સમલૈંગિક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધમાં હસ્ત મૈથુનનું પ્રમાણ વધું જણાયું છે.

ઉત્ક્રાંતિક સાધન

હસ્ત મૈથુન સંભોગ સમયની ફળશ્રુતીને વધારમામ મદદ પણ કરે છે. ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયામાં કરેલ સર્વેક્ષણ માં એવું જણાઈ આવ્યું કે દરરોજ કરાતું હસ્તમૈથુન એ વીર્યના સ્વાસ્થ્ય અને ગતિશીલતા નું એક મહત્વપૂર્ણ કારક છે.

સ્ત્રીઓમાં યોનિૢ સર્વીક્સ (ગર્ભાશયની ડોક) અને ગર્ભાશય આદિની અવયોવામાં સંભોગ સમયે એવા ફેરફાર થાય છે જે ગર્ભધારણ માઁ સહાય ભૂત હોય છે. સ્ત્રીઓ દ્વારા કરાતા હસ્ત મૈથુન દ્વારા પણ સમય અનુસાર તેમની યોનિૢ સર્વીક્સ (ગર્ભાશયની ડોક) અને ગર્ભાશય આદિની સ્થિતિમાં આવા જ ફેરફાર આવે છે. યોનિમા વીર્યસેચનની એક મિનિટ પહેલાં કે તેની ૪૫ મિનિટ સુધી જો સ્ત્રી રતિક્ષણ અનુભવે તો વીર્યની સ્ત્રી બીજ સુધી પહોંચમાં સહાયભૂત થાય છે. દા.ત જો કોઈ માદાએ બે કે વધુ નર સાથે સંભોગ કર્યો હોય તો આવા સહાયભૂત રતિક્ષણને કારણે અવયવોની સક્રીયતા ને લીધે ગર્ભધારણની શક્યતા વધી જાય છે . સ્ત્રી હસ્ત મૈથુન સર્વીકલ સઁક્રમણ સામે પણ રક્ષણ આપે ચે કેમ કે હસ્ત મૈથુન ને કારણે સર્વીક્સમાંથી બિન જરુરી કચરાનો નિકાલ થાય છે અને સર્વીકલ સ્ત્રાવમાં એસિડીટીનું પ્રમાણ વધી જાય છે .

પુરુષોમાં હસ્ત મૈથુન તેમના જનન માર્ગમાં રહેલ ઓછી ગતિશીલતા ધરાવતા વીર્યને હટાવવામાં મદદ કરે છે. બાદના સ્ખલનમાં વધુ તાજા વીર્ય હોય છે આવા વીર્યમાં સંભોગ સમયે ગર્ભધારણ કરવાની તેમની સંભાવના વધુ હોય છે. જો એક કરતાઁ વધુ નર કોઈ માદા સાથે સંભોગ કરે તો વધુ ગતિશીલતા ધરાવનાર વીર્ય દ્વાર ગર્ભ ધારણ થવાની શક્યતા વધુ હોય છે.

સ્વાસ્થ્ય અને માનસિક અસર

હસ્તમૈથુન 
એગન શીલેનું હસ્ત મૈથુન દર્શાવતું પોતાનું ચિત્ર

ફાયદા

ઘણા માનસિક સ્વાસ્થ્ય વર્તુળોમાઁ મનાય છે કે હસ્તમૈથુન હતાશાથી મુક્ત થવામં મદદ કરે છે અને તેને કારણે પોતાનું માનસિક સ્વમાન ઊંચે જાળવવામાં મદદ મળે છે . એવા સંબંધો જેમાં એક સાથીની કામુકતા બીજા કરતાં વધુ હોય છે તેવા સંબંધોમાં હસ્તમૈથુન કામુક જરુરિયાતોનું સમતોલન જાળવવામાં મદદ કરે છે અને સંબંધ સુસંગત રહે છે.

પારસ્પારિક હસ્ત મૈથુન બે સાથીઓ એક બીજાની હાજરીમાં ઉત્તેજીત કરે છે. આવી ક્રીડાથી તેઓ એકબીજાના આનંદ કેઁદ્રોથી અવગત થાય છે. અન્ય સાથીને હસ્ત મૈથુન કરતા જોઈને બીજો સાથે એ જાણી શકે છે કે હયો સ્પર્શ તેના સાથીને વધુ આનંદ પ્રદાયી છે. ઘણી વખત ઘણી વ્યક્તિઓ માટે માત્ર યૌન સંભોગ દ્વારા શરિરીક આનંદ પ્રપ્ત કરવો એ અગવડ ભર્યું અને અસંગત હોય છે. પારસ્પારિક મૈથુન કે સહમૈથુન દ્વારા સાથીઓ એકબીજાનો સહવાસ માણી શકે છે અને કોઈ અગવડ કે સંભોગ સાથે રહેલ ખતરા વગર ચાહે તેટલી વખત મૈથુનનો આનંદ માણી શકે છે.

૨૦૦૩માં ગ્રેહામ ગાઈલ્સ ની આગેવાની હેઠળ ધ કેન્સર કાઉંસીલ ઑફ ઑસ્ટ્રેલિયા એ એક સર્વેક્ષણ કર્યું અને એવું શોધી કઢ્યું કે જે પુરુસો તેમની વીસ વર્ષની આયુ દરમ્યાન અઠવાડીયે સરેરાશ પાંચ જેટલી વખત હસ્ત મૈથુન કરતાં તેમને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા ઓછી હતી. જો કે આવુમ થવા વચ્ચે કોઇ સીધું કારક તેઓ ન સમજાવી શક્યાં. આ અભ્યાસમાં એમ પણ જણાવાયુઁ હતુઁ કે યૌન સંભોગ કરતાં હસ્ત મૈથુન દ્વારા કરેલા સ્ખલન વધ્ય ફાયદા કારક છે કેમકે તેમ કરતાં યૌન રોગ સંક્રમણ થવાની શક્યતા ઘટી જાય છે. અને તે સંક્રમણ દ્વારા થતા સર્વીકલ કેન્સરની શક્યતા પણ ઓછી થઈ જાય છે . જોકે, આ ફાયદો આયુ સાથે પણ સંબંધીત હોઈ શકે છે. ૨૦૦૮ના એક અભ્યાસમાં એવું જણયું કે ૨૦થી ૪૦ વર્ષની ઉઁમર દરમ્યાન વધુ પડતા સ્ખલનને કારણે પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના વધે છે. તે જ અભ્યસમાં આગળ એવું પણ શોધાયું છે કે ૫૦ વર્ષ બાદ વધુ સ્ખલન આવર્તન પ્રોસ્ટેટ કેંસરને ઘટાડવામાં સહાયભૂત હોય છે.

૧૯૯૭માં પ્રસિદ્ધ થયેલ એક અભ્યાસમાં

હૃદય ધમની સંબંધી રોગ અને રતિક્ષણના પુનરાવર્તન વચ્ચે વ્યસ્ત ચલન હોવાનુઁ જણાયું છે. વળી એમ પણ જણાયું છે કે સંભોગ ક્રીડા હૃદયના સ્નાયુને રક્તની આપૂરતિ બંધ કરતી સ્થિતિ અથવા હાર્ટ એટેક ની પરિસ્થિતિ જન્માવી શકે છે.

૨૦૦૮ના ટેબ્રીઝ યુનિવર્સિટિના એક અભ્યાસ અનુસાર સ્ખલન નાકના સોજા પામેલ નસોનો સોજા ઓછી કરવામાં મદદ કરે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. આનું કારણ હમદર્દી ચેતાતંત્રની ઉત્તેજના છે અને આના પરિણામો લાંબા સમય સુધી રહે છે. આને કારણે નાકના નસોની સોજાથી પીડાતા દર્દીઓને તેમના દર્દની તીવ્રતા અનુસાર સ્ખલન કે હસ્ત મૈથુન ગોઠવવા જોઈએ એવી સલાહ અપાઈ છે.


હસ્ત મૈથુન યૈનરોગની સામે રક્ષણ આપતું એક પરોક્ષ હથિયાર પણ મનાય છે. આવા મતનું સમર્થન કરવા બદ્દલ અને તેને અમિરિકન યૌન શિક્ષણનો ભાગ બનાવવા જતામ અમિરિકાના ક્લિંટન સરકારે ત્યાઁના સર્જન જનરલ જોયસેલન એલ્ડર્સને પદભ્રષ્ટ કર્યા હતાં. યુરોપીય દેશો હસ્ત મૈથુનને તેમના યૌન અભ્યાસમાં શામિલ કરે છે અને તેનો પ્રચાર પ્ર્સાર પણ કરે છે.

હસ્ત મૈથુન કે અન્ય રીતે થયેલ મૈથુનની સમાપ્તિ વ્યક્તિને એક સંતોષ અને આરામનો અનુભવ કરાવે છે. આના પછી મોટેભાગે ઘેન ચડે છે કે ઊંઘ આવે છે. ખાસ કરીને ત્યારે જ્યરે પલંગ પર હસ્ત મૈથુન કરાય છે


અમુક વ્યવસાયિકો હસ્ત મૈથુનને કર્ડીયોવેસ્ક્યુલર (સવાયુ) કસરતનો વિકલ્પ માને છે. જો કે આના વિષે પૂર્ણ સંશોધન બાકી છે પણ એવા વ્યક્તિઓ જેઓ રક્તસંચરણ સંબંધી વ્યાધિ કે હૃદય વ્યાધિઓથી પીડાતા હોય તેમણે હળવે હળવે આ વસ્તુઓની શરૂઆત કરવી જોઈએ.

ભય

જે લોકો હસ્ત મૈથુન કરતાં અમુક બાહ્ય પદાર્થો ઈઁદ્રીયમાં ઘુસાડે છે તેમને તેમ કરતા તે બાહ્ય પદાર્થ અંદર તૂટીને ફસાઈ જવાનો ભય રહેલો છે. દાત. આઁતરડામામ અટવાયેલ બાહ્ય પદાર્થ. સ્ત્રીઓ પણ આનો ભોગ બની શકે છે. એક વખત જર્મનીમાઁ એક મહિલાને હોસ્પીટલમાઁ દાખલ કરાઈ હતી. તેના મૂત્રાશયમાં બે પેંસીલના ટુકડા ફસાયેલા હતાં. તેણીએ હસ્ત મૈથુન કરતાં તેને મૂત્ર નલિકામાં ઉતારી હતી.

રક્ત દબાણ

સંભોગ અને હસ્ત મૈથુન બંને શરીરમાં રક્ત દબાણ ઓછું કરે છે. એક નાનકડા અભ્યાસ્માં જનાઈ આવ્યું હતું કે સૌથી વધુ તનાવ ભરી સ્થિતિમાં જેમણે હાલમાં સંભોગ કરેલ હતો તેમનું દબાણ સરાસરી નીચા સ્તરે હતું. કોઈ પણ મૈથુન ક્રીયા ન કરેલ વ્યક્તિ કરતાં હસ્ત મૈથુન કરનારાનું સરાસરી રક્ત દબાણ નીચું હતું.

ગર્ભાવસ્થા

સ્ત્રી અને પુરુષ દ્વારા સાથે કરાયેલ હસ્ત મૈથુન કે (જુઓ બિન-વેધક મૈથુન) ને પરિણામે ગર્ભાધાન ત્યારે જ થઈ શકે છે જ્યારે વીર્ય સ્ત્રીના યોનિ હોષ્ટ સુધી પહોંચે. સૈદ્ધાંતિક રીતે સાથી સાથે કરાયેલ હસ્ત મૈથુનના પરિણામે શારિરીક દ્રવની આપલે થતાં યૌન રોગોની શક્ત્યતા રહે છે.

પુરુષ હસ્તમિથુનનો ઉપયોગ વીર્ય મેળવીને કૃત્રિમ વીર્ય સેચન અને બાહ્ય ફલીકરણ (In vitro fertilization-IVF) જેવા તૃતીય પાર્ટી ગર્ભધારણ પદ્ધતિઓ કાર્યરત કરાય છે.

વીર્ય બેઁકોમાઁ એક અલાયદો ઓરડો રખય છે જેમાં પુરુષો હસ્ત મૈથુન કરી વીર્ય દાન કરી શકે છે. આવા ઓરડાને યુ. એસ. માં હસ્તમૈથુનાલય (માસ્ટરબેટોરિયમ) અને યુ. કે. માં મેન્સ પ્રોડક્શન રુમ (માણસોનો ઉત્પાદન કક્ષ) કહે છે. આવા કક્ષોમાં બેસવા માટે પલંગ કે સોફા સાથે કામુક ફીલ્મો અને અન્ય સાહિઓત્ય ઉપલબ્ધ હોય છે.

પુરુષોની તકલીફો

હસ્ત મૈથુન કે સંભોગ દરમ્યાન નો કોઈ પુરુષને ઈંદ્રીય પર મૂઢમારૢ વધુ પડતો વળાઁક કે કોઈ અન્ય ઈજા થાય તો તેઓ ભાગ્યેજ ઈંદ્રીયના સ્નાયુઓની તિરાડથી બચી શકે છે અથવા તો તેઓ પેયોરાઈન્સ ડીસીઝ (જેમામ ઈંદ્રીય ઉપર તરફ વક્રાકાર ધારણ કરે છે) તરીકે ઓળખાતી સ્થિતિથી પીડાય છે. એક અન્ય તકલીફ તંગ શિશ્નત્વચા (ફીમોસીસ-Phimosis) તરીકે ઓળખાય છે જેમાં પુરુષોની શિશ્ન ઉપરની ત્વચા પાછળ ખસી શકતી નથી અથવા તેમ કરતાં ખૂબ દુખાવો થાય છે. આવી પરિસ્થિતિમાં ઈંડ્રીય પરનો કોઈ પણ બળ પ્રયોગ ખતરનાક હોઈ શકે છે.

દુર્નિવાર હસ્તમૈથુન (હસ્તમૈથુનની લત)

હસ્તમૈથુન અને હોઈ પણ પ્રકારના માનસિક રોગ વચ્ચે સંબંધ હોવાનો કોઈ વૌજ્ઞાનિક પુરાવો મળતો નથી. આત્યંતિક કે દુર્નિવાર મૈથુનિક વ્યવહાર એ કોઈ માનસિક તણાવની નિશાની હોવાનું મનાય છે નહીં કે તેનું પરિણામ.

હસ્તમૈથુનની લત કે અન્ય દુર્નિવાર વર્તન એ કોઈ ભાવનાત્મક તકલીફની નિશાની હોઈ શકે છે. અને આવા કિસ્સામાં માનસિક રોગના તજ્ઞની સલાહ કારગર નિવડે છે. કોઈ પણ હતાશા લત ની જેમ ("nervous habit"),હસ્ત મૈથુનની આદત દબાવી દેવા કરતાં તેનું કારક શોધવાની જરૂર છે.


વ્યાવસાયિકો અને અન્ય રસ ધરાવતા એકમો વચ્ચે એ ચર્ચાનો વિષય છે કે મૈથુન લત (sexual addiction) જેવી કોઈ વસ્તુ ખરેખર અસ્તિત્વમાં હોય પણ છે કે કેમ?. મૈથુન લત સંકલ્પના વિહરમાન હોવાનું સમર્થન કરનારા હસ્તમૈથુનને મૈથુન લતની એક નિશાની માને છે.

ઇતિહાસ અને સમાજમાં

હસ્તમૈથુન 
૧૯મી સદીના શુંગ ભાતમાં દર્શાવેલ હસ્તમૈથુન - કુનિશદા.
હસ્તમૈથુન 
હસ્તમિથુન કરતો સાતિર. છઠ્ઠી શતાબ્દીના ગ્રીક વાડકા પરનું ચિત્ર

સમગ્ર વિશ્વમાં પુરુષ હસ્તમૈથુન કરતી પ્રાગૈતિહાસિક ખડક ચિત્રકારી મલી આવી છે. સૌથી પ્રાચીન લોકો મૈથુનને પ્રાકૃતિની વિપુલતા સાથે જોડતા. માલ્ટા દ્વીપની એક મંદિર સ્થળે ૪થી શહ્સ્ત્રાબ્દીની એક માટીની પ્રતિમા એક મહિલને હસ્તમૈથુન કરતી બતાવે છે. જોકે , અર્વાચીન કાળમાં હસ્તમૈથુન કરતા પુરુષોનું પ્રદર્શન વધુ પ્રચલિત છે.


હાસ્ત મૈથુન સંબંધી સૌથી પ્રાચીન નોંધ મેસોપોટેમિયાના રાજા સુમેરના કાળમાં મળે છે. મૈથુન વિષે તેમનો મત ખૂબ ઉદારવદી હતો અને એકલા અથવા સાથી સાથે કરેલ હસ્તમૈથુન ને કામ શક્તિ વધારવાની વિધી મનાતી હતી.

પ્રાચીન ઈજીપ્તમાંતો પુરુષ હસ્તમૈથુનને વધુ મહત્ત્વપૂર્ન સ્થાન મળ્યું હતું. જ્યારે દૈવી શક્તિ દ્વારા આ ક્રિયા કરાતી ત્યારે આને રચનાત્મક કે જાદુઈ કાર્ય ગણાતું. કહે છે ઑટમ નામના ગ્રીક દેવએ આ વિશ્વની રચના હસ્ત મૈથુન દ્વારા વીર્ય સ્ખલન કરીને કરી હતી, નાઈલમાઁ પાણીની ભરતી અને પ્રવાહને તેમના સ્ખલનની આવૃત્તિ મનાતી હતી. આ માન્યતાને પરિણામે ઈજીપ્તના ફેરો (રાજા) એ એક ક્રિયાકાંડમાઁ હસ્તમૈથુન કરી નાઈલ નદીમાં વીર્ય સ્ખલન કરવું પડતું હતું .


ભારતની પ્રાચીન ઐતિહાસિક હિંદુ રચના કામસૂત્રમાં હસ્તમૈથુન કરવાની આદર્શવિધીનું વર્ણન છે તે અનુસાર; "તમારા સાધનને સિંહની તરાપની જેમથી વલોવો: પગને એકબીજાથી ૯૦ અંશને ખૂણે ફેલાવીને બેસો, તેમની વચ્ચે તમારા હાથને જમીન પર રોપો અને તેમની વચ્ચે તેને નાખો. ".

ઈજિપ્ત કરતાં પ્રાચીન ગ્રીકો હસ્તમૈથુન પ્રત્યે વધુ ઉદારવાદી હતાં તેઓ આને મૈથુનની અન્ય ક્રીડાઓની જેમજ એક સામાન્ય અને સ્વસ્થ વિકલ્પ ગણતાં. વિનાશ કારક એવી મૈથુન હતશા સામે તેઓ હસ્ત મૈથુનને એક સલામત ઉપાય ગણતા. ગ્રીકોએ તેમની કલા અને લેખન બંનેમાં મહિલા હસ્તમૈથુનનો સમાવેશ કર્યો છે.

ડેઓજીંસ નામના એક ગ્રીક તત્વ ચિઁતકે જેસ્ટ સાથે વાત કરતાં હસ્તમૈથુનની રચનાનુઁ શ્રેય હર્મીસનામના ગ્રીક દેવને આપ્યું: તે દેવનો પુત્ર પૅન એકો નામની મહિલાને આકર્ષવા અને ઉત્તેજિત કરવામાં નિષ્ફળ નીવડ્યો હતો તેના પર દયા આવતાં તેનો તણાવ દૂર કરવાના ઉપાય રૂપે તેમણે આ ક્રિયા પૅનને શેખવી જેણે આગળ જતાં અન્ય યુવા ભરવાડોને આ ક્રિયા શીખવી.

સત્તરમી સદીના અંત સુધી યુરોપમાં દાદીઓ દ્વારા તેમની દેખરેખ હેઠળના નાના નર બાળકને સુવડાવવા માટે આ ક્રીયા ઉપયોગમાં લેવાતી હતી. પણ પછીના સમયમા આક્રીયા પ્રત્યેની સહીષ્ણુતા ઝડપથી ઘટી ગઈ. હસ્તમૈતુન માટે "ઓનેઈઝમ" તરીકે પ્રચલિત શબ્દ ૧૭૧૬માં લંડનમાં વેંચાયેલા એક અજ્ઞાત ફરફરીયામાં ઓનેનિયા તરીકે કરયો હતો. આને કારણે હ્સ્તમૈથુન સાથે એક પાપ કે હિન કાર્યની લાગણી જોડાતી ગઈ, અને આગળ જતાં તે ઘૃણાસ્પદ પાપ અને સ્વ-પ્રદૂષક ક્રિયા ગણાવા લાગી. એવી પણ ચેતવણીઓ અપાઈ હતી કે જે આવી ક્રિયાઓ કરશે તેઓ નપુંસકતા, ગોનોરિઆ, અપસ્માર કે ફેફરું(epilepsy) અને પુત્ર જન્માવવાની શક્તિનો નાશ થી પીડાશે. આ ફરફરિયુઁ આગળ જતાં આની અસ્રકારક દવા તરીકે "બલવર્ધક દ્રાવણ" ૧૦ શિલિઁગ અને "ફળપ્રદ ભસ્મ" ૧૨ શિલિંગની એક થેલી સ્થાનીય દુકાનમાં મળતી હોવાનો માહિતી આપે છે

હસ્તમૈથુન 
હસ્તમૈથુન રોકવા માટે તૈયાર કરેલ પેટંટ દ્વારા સુરક્ષીત યંત્રણા. જેમાં પહેરનાર પર વિદ્યુત આંચકા પડતા, ઘંટડી વાગતાં, ઈઁદ્રીય ઘુસાડવાની નળી પર આવેલી જીણી સોય દ્વારા આ કાર્ય પાળ પડાતું.

હસ્તમૈથુનને ઓનાનીઆ પાપ તરીકે વર્ણવી અને તેના ભયંકર પરિણામોને દર્શાવતું એક પ્રકાશન ૧૭૬૦ સ્વીસ ચિકિત્સક સેમ્યુઅલ ઑગસ્ટી ટીસોટએ પ્રસિદ્ધ કર્યું હતું. તેમના ઔસેન સ્વીત્ઝરલેંડ નાયુવાન વયના નર દર્દીઓના અનુભવને આધાર માનીને તમણે કારણ કે પુરાવો તરીકે ગણી તેમણે કહ્યું હતું કે વીર્ય એક "અનિવાર્ય તેલ" કે "ઉદ્દીપક " છે જેને શરીરમાંથી વધુ પ્રમાણમાં ગુમાવતાં શરીરમાંથી શક્તિૢ યાદદાસ્ત અને સમજણનો ઘટાડો થાય છે આ સાથે ધુંધળી દ્રષ્ટી અને ચેતા તંત્રના અન્ય રોગૢ સંધિવાૢ ઈંદ્રીયનું નબળું પડવું, પેશાબમાં રક્ત પડવું, ભૂખ ન લાગવી, માથાનો દુઃખાવો અને અગણિત અન્ય બિમારીઓ થઈ શકે છે.

અલબત આજે ટીસોટના ખયાલો આજે એક કલ્પના જ મનાય છે, તે સમયે પ્રાયોગિક વેદક શાસ્ત્ર નું અસ્તિત્વ જ ન હોવાથી આને તે સમયે એક હોશિયર વૈજ્ઞાનીક કાર્ય મનાતું. તેમના દ્વારા જનાવેલ વાતોને કેંટ અને વોલ્ટેર જેવાપ્રભાવશાલી વ્યક્તિમત્વનું સમર્થ પ્રાપ્ત થયું આને કારણે આગળી બે સદી સુધી હસ્ત મૈથુનને એક કમજોરી પ્રદાયક બિમારી જ ગણતી રહી. વિક્ટોરિયન કાળ દરમ્યાન પણ આ માન્યતા જારી રહી જેમાં મૈથુનિક વ્યવહારનું જાહેર પ્રદર્શન અયોગ્ય અને પરંપરાથી વિરુદ્ધ ગણાવું સામાન્ય છે. તે સમયે એવી પેંટો સીવડાવવાની ભલામણ કરાતી આવતી જેથી બાળકો તેમના ખિસ્સામાંથી લિંગને સ્પર્ષી ન શકે , શાળામાં જતાં બાળકોને એવી ખાસ પાટલી પર બેસાડવામાં આવતાં કે જેથી તેઓ પોતાના પગ એક બીજાની ઉપર છેદીને ન બેસી શકે અને બાલિકાઓને ઘોડેસવારી અને સાયકલ સવારી કરવા પર પ્રતિબંધ રખાતો કેમકે તેમ કરતાં હસ્તમૈથુન જેવી પરિસ્થિતીબનતી. તેમ છતાં જે બાળકો કે પુરુષો આ ક્રિયા કરતાં તેમને નબળ મગજના મનાતા. હસ્તમૈથુનના સુધારા તરીકે ઘણાં ઉપચારો પણ શોધાયાં જેમાઁ સૌમ્ય નિરામિષ આહાર લેવો પણ એક ઈલાજ હતો. આ ઉપચાર ડૉ જહોન હેવરી દ્વારા ફેલાવાયો હતો જેમણે કોર્નફ્લેક્સ અને સીલ્વીસ્ટર ગ્રહામની શોધ કરી. તે સમયના વૈદક સાહિત્યમાં હસ્તમૈથુનની બિમારી જા ઈલાજ તરીકે વિદ્યુત ઝટકા, ખસી, રોધક સાધન જેમકે શિયળ પટ્ટો અને સ્ટ્રેટજેકેટ(લાંબી બાંયનો જભ્ભો જે પહેરી હાથ છાતી પર વાળી તેની લાંબી બાંયને પીઠે બાંધી દેવાતી), ડામ દેવો કે – છેવટના ઉપાય તરીકે – ઈંદ્રીયનું છેદન. સામાન્યરીતે બાળવયે કરાતી સુન્નત યુનાયટેડ સ્ટેટ્સ અને યુનાયટેક કિંગડમપ્રચલિત હતી કેમકે એમ મનાતું કે તે હસ્તમૈથુનની અસરને પ્રતિરોધે છે ( આપણ જુઓ પુરુષ સુન્નતનો ઇતિહાસ). તે પછીના દાયકામાંતો હસ્થમૈથુન ને રોકવા વધુ ઉગ્ર માનસિક ઈલાજો અપનાવાયા , જેમકે ચેતવણી કે હસ્તમૈથુન કરતાં અંધાપો આવે છે, તેને કારણે હાથ વાળવાળા ઉગે છે અથવા શારિરીએક વિકાસ અટકે છે. આમાંની અન્ય અમુક બાબતો આજે પણ માન્યતા તરીકે સજીવ છે.

હસ્તમૈથુન 
શિયળ પટ્ટાનું ચિત્ર પેટંટ દસ્તાવેજ પરથી.], 2, 3, 4, 5, 6

તેજ સમયે હીસ્ટેરીયા કે તણાવ તરીકે ઓળખાતી પરિસ્થિતો ઈલાજ કરવા સ્ત્રી હસ્તમૈથુનનો સહારો લઈ દવા અપાતી. આ પરિસ્થિતિ તે સમયના કંપકો વાપરતી અને યોનિને પ્લૅસીબો ક્રીમ દ્વારા પરસાવાતી.

હસ્તમૈથુન સંબંધી અભિગમ ૨૦મી સદીની શરુઆતમાં બદલાવાનો શરિમ્થયો જ્યારે એચ હેવલોક એલીસ એ તેમના ૧૮૯૭ના લેખન મૈથુનની માનસિકતાનો અભ્યાસ ( Studies in the Psychology of Sex ) માં ટીસોટના વિચારો પર પ્રશ્ન કર્યો. તેમને રમૂજી રીતે જણાયું કે તેકાળનો પ્રચલિત માણસ કે જે પોતે હસ્ત મૈથુન કરતો અને તેનો વિરોધ કરતો. ત્યાર બાદ દરેક રોગને કે જેને હસ્તમૈથુનને કારણે જણાવાતો તેને વખોડ્યો હતો. "આપણે એમ તારવીએ ", તેણે લખ્યું, "કે સ્વસ્થ જન્મેલા લોકો માં કરેલ મધ્યમ હસ્તમૈથુનથી હમેંશ ભયંકર પરિણામ આવે તે જરૂરી નથી."

સ્કાઉટ એસોસીયેશન ના સંસ્થાપક રોબર્ટ બેડન પોવેલ એ ૧૯૧૪માં લકેલ પુસ્તકમાં સ્કાઉટીંગ ફોર બોય્ઝ નામના પુસ્તકમાં હસ્તમૈથુનના ભય વિષે એક ફકરો લખ્યો હતો.. આ ફકરામાં એમ લખાયું હતું કે હસ્તમૈથુન કરવાની લાલચથી બચવા માટે સ્કાઉટોએ સખત પરિશ્રમ કરી એટલા થાકી જવું કે હસ્તમૈથુન કરવાનું મન જ ન થાય. ૧૯૩૦માં સ્કાઉટરના સંપાદક ડૉ. એફ ડબલ્યૂ ડબલ્યૂ ગ્રીફીન એ રોવર સ્કાઉટ્સ માટે એક પુસ્તક લખ્યું ધ સ્કાઉટર તેમાં તેમણે લખ્યું કે હસ્તમૈથુનની ઈચ્છા થવી એ વિકાસનો એક સામાન્ય ટપ્પો છે અને એચ હેવલોકનું કાર્ય ટાંકીને કહ્યું કે તેનો સંપૂર્ણ બાધ એક બંભીર ભૂલ છે.

વીલ્હેમ રીચ નામના એક ઓસ્ટ્રેલિયન માનસવિશ્લેશલે ૧૯૨૨ના પોતાના ખાસ પ્રકારના હસ્ત મૈથુન (Concerning Specific Forms of Masturbation )ને લાગતા એક લેખમાં હસ્તમૈથુનની સ્વસ્થ અને હાનિકરક વિધી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે હસ્ત મૈથુન માટે અપનાવાતી વિધી સાથે વિજાતીય લિંગની વ્યક્તિ પ્રત્યે ના આકર્ષણની તીવ્રતા અને તેમની માનસિક-મૈથુન રોગ કે વિકૃતિ વચ્ચેનો સંબંધ શોધવા પ્રયત્ન કર્યો.


આલ્ફ્રેડ કીંસી નામના મૈથુનવિદ - (સેક્સોલોજીસ્ટ) દ્વારા કરાયલા ૧૯૪૦ અન એ૧૯૫૦ દરમ્યાન કરાયેલ સંશોધનમાં તેમણે નોંધ્યું કે સ્ત્રી અને પુરુષ બંનેમાંહસ્તમૈથુન એ એક જન્મજાત સહજ વૃત્તિ છે. ફૉલાપ પોલ સર્વેને ટાંકતા તેમણે કહ્યું કે આ વાત યુનાયટેડ સ્ટેટ્સમાં કેટલી સામાન્ય હતી. અમુક ટીકાકારોએ કહ્યું કે તેમણે જણાવેલ સિદ્ધાંત પૂર્વગ્રહી હતો અને ગૉલઅપ પોલ રીત કોઈ "પ્રાકૃતિક વર્તન" શોધવા નકામી રીત હતી.

૧૯૯૪માં યુનયટેડ સ્ટેટ્સના સર્જન જનરલ ડો યોયસીલીન એલ્ડર્સ જ્યારે તેવું જણાવ્યું કે હસ્ત મૈથુન સ્વસ્થ અને સલામત છે તેવું શાળાના અભ્યાસમાં શામિલ કરવામાં આવે ત્યારે તેમને રાજીનામું આપવા મજબૂર કરાયા હતાં, તેમના વિરોધીઓએ એમ કહ્યું કે તેણી હસ્ત મૈથુન કેમ કરવું તેનો પ્રચાર કરતા હતા.

ધાર્મિક દ્રષ્ટિકોણ

હસ્તમૈથુન 
મધ્ય પ્રદેશ ખજૂરાહોના મંદિરની એક કોતરણી, જેમાં એક યુગલ કામક્રીડા માં વ્યસ્ત છે અને તેની બંને તરફ એક સ્ત્રી અને એક પુરુષ હસ્ત મૈથુન કરે છે.

હસ્તમૈથુન વિષે ધાર્મિક મતો એકદમ ચુસ્ત બાધિત મતથી લઈ (રોમન કેથોલિક) ) આને પ્રોત્સાહન આપતાં ધર્મો પણ છે જેમકે નીઓતંત્ર અને તઓઈસ્ટ મૈથુન ક્રિયા.

દા.ત. ,થોમસ અક્વીનસ,નામના ચર્ચના સૌથી જાણીતા ડોક્ટરે લખ્યું કે, હસ્તમૈથુન એ, "અપ્રાકૃતિક દુર્ગુણ" જે વાસના નું બાળક છે અને તે નરાધમતાની અને ગુદામૈથુન કક્ષાનું પાપ (sodomy), " કોઈપણ યુગ્મ ન બનાવતા ફક્ત શારિરીક આનંદમાટે વીર્ય વહાવવું એ પાપી આત્માનું લક્ષણ છે જેને અમુક લોકો બાયલાપણું પણ ગણાવે છે. [Latin: mollitiem, lit. 'softness, unmanliness']."

કાયદો

કાયદાની દ્રષ્ટીએ ઇતિહાસમાં હસ્તમૈથુન ને અમર્યાદિત સ્વીકાર્યથી લઈને સંપૂર્ણ ગેરકાયદેસર ગણાવાયું છે. ૧૭મી સદીના ન્યુ હેવન કનેક્ટીકટના પ્યુરીટન કોલોની ના કાયદા અનુસાર "ઈશ્વરનિંદકો, સમલિંગકામી અને હસ્તમૈથુન કરનારા" ફાંસીની સજાને પાત્ર હતાં.

સાંસ્કૃતિક દ્રષ્ટીકોણ અને રિતીઓ

માસ્ટરબે-થોન

હસ્તમૈથુન 

હસ્તમૈથુનને આજકાલ મૈથુનનો આનંદ મેળવવાની એક સ્વસ્થ અને સલામત રીત માનવામાં આવે છે. તેના દ્વારા સંભોગ કરતાં જે ભય કે રોગ આદિનો ભોગ બનવાની શક્યતા હોય તે ટાળી શકાય છે. તેનો સામાનિક સ્વીકાર થવા માંડ્યો છે અને અમુક વર્તુળોમાં તે વિષે ઉત્સવ પણ મનાવાય છે. ઈંટરનેટ પર સામૂહીક હસ્તમૈથુન કરવાના ઘણા મોકા સામે આવે છે. સમગ્ર વિશ્વમાં હસ્તમૈથુનનું સમર્થન કરતી લાંબી દોડ - માસ્ટરબેથોનનું આયોજન કરવામાં આવે છે. આવી દોડના આયોજન દ્વારા હસ્તમૈથુનને સહેમત વાતાવરણ સમર્થન મળે છે જેથી નાના મોટા સૌ કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર મુકત રીતે આનો આનંદ માણી શકે. આના સહભાગીઓ મુકત રીતે હસ્ત મૈથુન કરતાં દર્શકો સમક્ષ આના વિષે વાત કરે છે અને આની વિવિધ પદ્ધત્તિઓ આનંદ અને ફાયદા વિષે જણાવે છે.. માસ્ટરબેથોન એ ધર્માદા આયોજન હોય છે જેના દ્વારા લોકોને સલામત મૈથુનની વિધીઓથી અવગત કરાવવામં આવે છેૢ હતમૈથુન વિષે વાત કરવામાં આવે છે અને આ વિષય સંબંધી નિષેધ પૂર્વગ્રહ ને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે." મૈથુન પ્રત્યે સકારાત્મક વલણ ધરાવતી સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ મે મહિનાને હસ્તમૈથુન મહિના તરીકે ઉજવે છે જેમ કે બેટ્ટી ડોડસનૢ જૉની બ્લેંકૢ સુજાન બ્લોક અને કેરોલ ક્વીન.

પ્રોત્સાહિત હસ્તમૈથુન

૨૦૦૯માં યુ.કે.શેફીલ્ડમાં ત્યાંની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ સેવા દ્વારા એક ફરફરિયું બહાર પાડવામાં આવ્યું જેમાં સૂત્ર હતું કે, "દિવસે એક હસ્તમૈથુન ડોક્ટરને દૂર રાખે છે". તે એમ પણ કહે છે: " સ્વાસ્થ્ય સમર્થક વિદ્વાનો ૫ ભાગ શાક અને ફળો દર અઠવાડીએ ત્રણ વખત ૩૦ મિનિટની કસરત ની ભલામણ કરે છે. તો મૈથુન કે હસ્તમૈથુન વિષે શું અઠવાડીયે બે વખત?" આ ફરફરિયું વડીલોૢ માતા-પિતાઓૢ શિક્ષકો અને યુવા કાર્યકરો માં વેચવામાં આવ્યું અને આનો ઉદ્દેશ્ય મોટી વયના વિદ્યાર્થીઓમાં આનંદપ્રદાયી મૈથુન વિષે જણકારી વધારવાનો છે. આમાં લેખકોએ જણાવ્યું છે કે ઘણાં લાંબા સમય સુધી વિશારદો સલામત મૈથુન અને વફાદાર જાતીય સંબંધો ઉપર ભાર મુકત આવ્યાં છે પણ લોકો શામટે મૈથુન ચાહે છે તેના કારણ પર કોઈએ ભાર નથી મુક્યો. આ ફરફરિયાનું શીર્ષક છે આનંદ. કુમાર વયમાં મૈથુન આનંદ પ્રાપ્ત કરવાથી વિપરીત આ ફરફરિયું, યુવા વિદ્યાર્થીઓને તેમના કૌમાર્ય ભ6ગને શક્ય તે ટલું મોડું કરવાની સલાહ આપે છે કે જ્યાં સુધી તેઓ સંભોગ નો પૂર્ણ આનંદ મેળવવા સક્ષમ ન થાય ત્યાં સુધી.

એક્સ્ટ્રીમેડુરા નામના એક સ્પેનીશ ક્ષેત્રમાં ૧૪થી ૧૭ વર્ષની વચ્ચેની વ્યક્તિઓમાં મૈથુન સ્વાનંદ અને સ્વ-શોધ માટેનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. € ૧૪,૦૦૦નો ખર્ચ ધરાવતી આ યોજનામાં ફરફરિયાં, ઉડતાં માહિતીપટો, a "ફેનઝીન" (ફેન નું મેગેઝીન- પ્રેમી સામાયિક), અને યુવા લોકોમાટે કાર્ય શાળા નું આયોજન કરાયું કે જેમાં તેમને હસ્તમૈથુનની વિધી સહિત ગર્ભનિરોધ અને સ્વમાન વિષે અવગત કરાયા. આ પ્રયોજન કે જેનું સૂત્ર હતું, "આનંદ - તમારા પોતાના હાથમાં છે " તેને કારણે અહીંના જમણેરી રાજનિતૈકો ક્રોધે ભરાયા કેમકે આ રોમન કૅથોલોક દ્રષ્ટીકોણની વિરોધમાં હતો. બાજુના પ્રાંત એંડાલ્યુસિયાના વહીવટકારોએ પ ન આવી પોજના અમલમાં મુકવામાં રસ બતાવ્યો હતો.. શામક સેવા સંભાળ: જીવનના અંતે ગુણવત્તાભરી સેવા નામનામના એક પાઠ્યપુસ્તક માં જણાવ્યું છે, "જીવનાંત બિમારીઓ ધરાવતા રોગીઓ હસ્તમૈથુનની આદતો સંબંધે સામાન્ય વ્યક્તિઓથી જરાય અલગ નથી હોતાં. શામક સેવા આપનારાઓએ નિયમિત રીતે તેમના દર્દીઓને તેમની હસ્તમૈથુન કરવાની ક્ષમતામાં આડે આવતું હોય તેની જાણકારી રાખવી જોઈએ અને જો તે શોધાઈ જાય તો દર્દી સાથે મળી તેને સુધારવા મદદ કરવી જોઈએ."

અમુક સંસ્કૃતિઓ જેમકે એરોઝોનાની હોપી, ઓસિનિયાની વોજેનો અને આફ્રીકાના દાહોમીંસ અને નામુ માં સામાન્ય હસ્તમૈથુનને સહીત પુરુષો વચ્ચે કરતા હસ્તમૈથુનને ઉત્તેજન અપાય છે. અમુક મેલાનેશિયન જાતિઓમાં આ ક્રીયા મોટી અને નાની ઉઁમરના યુવા છોકરાઓ વચ્ચે ઈચ્છનીય હોય છે. ન્યૂ ગિનિની સામ્બા ટોળી એક વિચિર રસપ્રદ વળાંક ધરાવે છે. આ ટોળેઓમાં નરપણું પામવાના વર્ષોમાં કોઈ ક્રિયાકાંડ હોય છે જે અમુક વર્ષો સુધી ચાલે છે. તેમાં શિશ્ન ચૂષણ દ્વારા દિવસમાં ઘણી વખત સ્ખલન કરાવડાવમાં આવે છે. આમાં વીર્યને મૂલ્યવાન માનવામાં આવે છે આથી વીર્યના વ્યયને તુચ્છ રીતે જોવાય છે પછી ભલેને પરંપરિત સ્ખલન ને ઉત્તેજન અપાતું હોય. વીર્ય સ્ખલન કરવાની શ્ક્તિ અને જરોરિયાતને બાલ વયથી શિશ્ન ચુષણ દ્વારા પોષિત કરાય છે જેથી આનો વ્યય કરવા કરતાં આને આરોગિ જવાય. વીર્યને શક્તિવર્ધક ગણાય છે અને આને માતાના દૂધ જેટલું પવિત્ર મનાય છે.

સ્ખલન નો હક્ક

અમુક સંસ્કૃતિમાં પુરુષત્વમાં પ્રવેશ એક વિધી દ્વારા મનાવાય છે જેમાં કુમર કે યુવકનું પ્રથમ સ્ખલન જૂથના સરદાર દ્વારા કરાય છે. અમુક જનજાતિઓ જેમકે અગ્તા, ફીલીપાઈંસમાં, બાળ વયથીજ ઈંડ્રીયની ઉત્તેજના કરવાને પ્રોત્સાહન અપાય છે. તરુણાવસ્થા પ્રાપ્ત કરતાજ , તરુણને ડાહ્યા સરદાર અથવા મેલી વિદ્યા જાણનાર સાથે મોકલી દેવાય છે જે હસ્તમૈથુન વિધી દ્વારા તે તરુણને વિધી માટે સ્ખલન માટે તૈયાર કરાવે છે. આ વિધીમાં ઉજવણી પહેલા જાહેર માં સ્ખલન કરાવડાવવામાં આવે છે. આ વીર્યને એક ચામડાના ચીંથરામાં સાચવ્આય છે જેને પાછળથી પહેરવાના ઉપયોગમાં લેવાય છે જેથી બાળકોઇ થવામાં મદદ મળે છે એવી માન્યતા છે. આ અને અન્ય પ્રજાતિઓમાં પૌરષત્વનું પ્રમાણ વીર્યનું પ્રમાણ અને સ્ખલન કરવાની તે માણસની જરુરિયાત મનાય છે નહીં કે લિંગનું કદ. યુવા વયમાં હસ્ત મૈથુન દ્વારા કેળવેલી વારંવાર સ્ખલન કરવાની આદત મોટી ઉંમરમાં પણ સારી રીતે જાય છે.


હળવી પર્યાયોક્તિઓ

આ ક્રિયા માટે હસ્તમૈથુન આ શબ્દ પ્રચલિત છે જેને અંગ્રેજીમાં માસ્ટરબેશન (masturbation) કહે છે. આ સિવાય આને અન્ય નામે પણ ઓળખાય છે. સુસંસ્કૃત ભાષામાં આને સ્વાનંદ અને તુચ્છભાષામાં આને મુઠીયા મારવા" અને અંગ્રેજીમાં વૅન્કીંગ (wanking) કહે છે. and jerking off. આ સિવાય પણ ઘણા સૌમ્ય શબ્દો પ્રચલિત છે.

અન્ય પ્રજાતિઓમાં હસ્તમૈથુન

હસ્તમૈથુન વર્તન ઘણી પ્રજાતિઓમાં જણાઈ આવ્યું છે. અન્ય પ્રજાતિઓના અમુક પ્રાણીઓ હસ્તમૈથુન કરવા અમુક સાધનોનો ઉપયોગ કરતા હોવાનું પણ શોધાયું છે.

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

હસ્તમૈથુન વ્યુત્પત્તિહસ્તમૈથુન પદ્ધતિઓહસ્તમૈથુન પારસ્પારિક હસ્ત મૈથુનહસ્તમૈથુન પુનરાવર્તન, આયુ, અને લિંગહસ્તમૈથુન ઉત્ક્રાંતિક સાધનહસ્તમૈથુન સ્વાસ્થ્ય અને માનસિક અસરહસ્તમૈથુન ઇતિહાસ અને સમાજમાંહસ્તમૈથુન સાંસ્કૃતિક દ્રષ્ટીકોણ અને રિતીઓહસ્તમૈથુન હળવી પર્યાયોક્તિઓહસ્તમૈથુન અન્ય પ્રજાતિઓમાં હસ્તમૈથુન આ પણ જુઓહસ્તમૈથુન સંદર્ભહસ્તમૈથુન બાહ્ય કડીઓહસ્તમૈથુનસ્વલૈંગિકૌત્તેજના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ચિત્તોડગઢલૂઈ ૧૬મોઆહીરગુજરાત વિદ્યાપીઠજમ્મુ અને કાશ્મીરરક્તના પ્રકારપાલીતાણાએઇડ્સશામળાજીબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીઅટલ પેડેસ્ટ્રીયન બ્રિજગોહિલ વંશકલમ ૩૭૦મલેરિયાઅદ્વૈત વેદાંતઅશ્વત્થામામહિનોકૃષ્ણકુમારસિંહ ગોહીલકુંભ રાશીગુજરાતના લોકમેળાઓસોમનાથમહાત્મા ગાંધીગઝલજીરુંધ્યાનધીરૂભાઈ અંબાણીબીજોરાકર્ણાટકશિવાજીઆલ્બર્ટ આઇન્સ્ટાઇનનરસિંહ મહેતાઆંકડો (વનસ્પતિ)પંચતંત્રતિરૂપતિ બાલાજીએરિસ્ટોટલહોકાયંત્રછંદપ્રજાસત્તાક દિન (ભારત)એપ્રિલ ૨૪દ્વારકાહિંદુ ધર્મકન્યા રાશીમનોવિજ્ઞાનઝંડા (તા. કપડવંજ)પર્યાવરણીય શિક્ષણલેપ્ટોસ્પાઇરોસિસભારતીય ધર્મોઅલંગકાંકરિયા તળાવપાટણ જિલ્લોબર્બરિકકૃત્રિમ વરસાદપ્રાથમિક શાળાહમીરજી ગોહિલસ્વામી વિવેકાનંદઅંકિત ત્રિવેદીસરપંચમાતાનો મઢ (તા. લખપત)અમરેલી જિલ્લોઆઇઝેક ન્યૂટનવૃશ્ચિક રાશીમાઉન્ટ આબુઉત્તરરંગપુર (તા. ધંધુકા)પાલનપુરગેની ઠાકોરખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ગણિતઅભિમન્યુતલાટી-કમ-મંત્રીસિદ્ધરાજ જયસિંહપાંડુરંગ શાસ્ત્રી આઠવલેજશોદાબેનસુરેન્દ્રનગર જિલ્લોયુનિફોર્મ રિસોર્સ લોકેટરપાટડી (તા. દસાડા)ચીનહીજડા🡆 More