ઉશનસ્: ગુજરાતી ભાષાના કવિ

નટવરલાલ પંડ્યા, જેઓ તેમના ઉપનામ ઉશનસ્ થી વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા.

ઉશનસ્
જન્મનટવરલાલ કુબેરદાસ પંડ્યા
(1920-09-28)28 September 1920
સાવલી, વડોદરા, ગુજરાત, ભારત
મૃત્યુ6 November 2011(2011-11-06) (ઉંમર 91)
વલસાડ, ગુજરાત
વ્યવસાયકવિ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
નોંધપાત્ર પુરસ્કારો

જીવન

તેમનો જન્મ વડોદરા નજીક આવેલા સાવલી ગામમાં ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ થયો હતો. તેમનું શિક્ષણ મહેસાણા, સિદ્ધપુર, સાવલી અને ડભોઇમાં થયું. તેમણે ૧૯૪૨માં સંસ્કૃતમાં બી.એ. અને ૧૯૪૫માં એમ.એ.ની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી તેમણે રોઝરી હાઇસ્કૂલ અને ગરડા કોલેજ, નવસારી તેમજ જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમણે ૧૯૭૯માં ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી. ૧૯૯૧ થી ૧૯૯૩ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.

તેમનું અવસાન ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ વલસાડ, ગુજરાતમાં થયું હતું.

સર્જન

૧૯૫૫માંં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રસૂન પ્રકાશિત થયો હતો. તેમનાં અન્ય સંગ્રહોમાં નેપ્થ્યે (૧૯૫૬), આદ્રા (૧૯૫૯), મનોમુદ્રા (૧૯૬૦), તૃણનો ગ્રહ (૧૯૬૪), સ્પંદ અને છંદ (૧૯૬૮), કિંકિણી (૧૯૭૧), ભારતદર્શન (૧૯૭૪), અશ્વત્થ (૧૯૭૫), રૂપના લય (૧૯૭૬), વ્યાકુલ વૈષ્ણવ (૧૯૭૭), પૃથ્વીને પશ્ચિમ ચહેરે (૧૯૭૯) અને શિશુલોક (૧૯૮૪)નો સમાવેશ થાય છે. વાલાવીબા આવી અને સદમાતાનો ખાંચો તેમના વાર્તા અને કવિતા સંપાદનો છે. તેમણે પંતુજીદોશીની વહુ અને તૃણનો ગ્રહ નાટકો પણ લખ્યાં છે.

પુરસ્કાર

તેમને ૧૯૫૯માં કુમાર ચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ગુજરાત ગૌરવ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. ૧૯૭૨માં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને પ્રાપ્ત થયો હતો. તેમના કાવ્ય સંગ્રહ અશ્વત્થ માટે તેમને ૧૯૭૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

તેમના સન્માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉશનસ્ પુરસ્કાર દર બે વર્ષે કવિઓને અપાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ઉશનસ્ જીવનઉશનસ્ સર્જનઉશનસ્ પુરસ્કારઉશનસ્ સંદર્ભઉશનસ્ બાહ્ય કડીઓઉશનસ્

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શિવવ્યક્તિત્વSay it in Gujaratiઇન્દ્રઘોરખોદિયુંરા' ખેંગાર દ્વિતીયભારતીય રિઝર્વ બેંકદાહોદઅશ્વમેધમંગળ (ગ્રહ)પાંડુઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારઅમૂલવાઘેલા વંશતુલા રાશિસિકંદરકચ્છનું રણનરસિંહ મહેતાનરેન્દ્ર મોદી સ્ટેડિયમવ્યાસપ્રહલાદ બ્રહ્મભટ્ટછેલ્લો દિવસ (ચલચિત્ર)ગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)લીંબુહાર્દિક પંડ્યામંત્રશિવાજી જયંતિબદ્રીનાથસુરતરામદેવપીરનવરાત્રીઅમદાવાદની ભૂગોળપક્ષીએલિઝાબેથ પ્રથમઉપેન્દ્ર ત્રિવેદીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળહાજીપીરબાવળા તાલુકોશબ્દકોશમગરઆઝાદ હિંદ ફોજભારતીય સ્વતંત્રતા ચળવળપાળિયાશાહરૂખ ખાનકરીના કપૂરવેણીભાઈ પુરોહિતપરબધામ (તા. ભેંસાણ)વૃશ્ચિક રાશીપાલીતાણાભારતીય અર્થતંત્રસુરેન્દ્રનગર જિલ્લોઆયોજન પંચબનાસ ડેરીબિરસા મુંડાચામુંડાસોલર પાવર પ્લાન્ટસમાજરાની રામપાલગૂગલગુજરાત મેટ્રોનારિયેળડાકોરવંદે માતરમ્સરસ્વતીચંદ્રરસીકરણભાષાકમ્પ્યુટર હાર્ડવેરતત્ત્વમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭બારડોલી લોક સભા મતવિસ્તારશેત્રુંજયવલ્લભભાઈ પટેલહેમચંદ્રાચાર્યસુંદરમ્પંચમહાલ જિલ્લોપ્રાણીપૃથ્વીરાજ ચૌહાણદેવાયત બોદર🡆 More