ઉપેન્દ્ર ત્રિવેદી

ઉપેન્દ્ર ત્રિવેદી (૧૪ જુલાઇ, ૧૯૩૬ - ૪ જાન્યુઆરી, ૨૦૧૫) એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા હતા.

તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.

ઉપેન્દ્ર ત્રિવેદી
ઉપેન્દ્ર ત્રિવેદી
જન્મની વિગત(1936-07-14)14 July 1936
ઈંદોર, મધ્ય પ્રદેશ, ભારત
મૃત્યુની વિગત4 January 2015(2015-01-04) (ઉંમર 78)
મુંબઇ,મહારાષ્ટ્ર, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયઅભિનેતા, રાજકારણી
ધર્મહિંદુ
સગાંસંબંધીઅરવિંદ ત્રિવેદી (ભાઈ)

જીવન

ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ૧૯૩૬માં થયેલો. તેમનું કુટુંબ ઇડર નજીકનાં કુકડીયા ગામનું વતની હતું. તેમના માતા-પિતા મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું.

ઉપેન્દ્ર ત્રિવેદી – ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા. તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી. તેમના નાનાભાઈ અરવિંદ ત્રિવેદી પણ જાણીતા અભિનેતા હતા, જેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહીક, રામાયણમાં રાવણનું પાત્ર ભજવેલું. ઉપેન્દ્રભાઈના મોટાભાઈ, ભાલચંદ્ર, શિક્ષણવિદ હતા.

ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.

કારકિર્દી

અભિનય કારકિર્દી

મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા. શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી.

તેમને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ (૧૯૭૧)માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેનો અભિનય જોઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું.

તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ કરેલું. તેમનું માનવીની ભવાઈ (૧૯૯૩), ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારીત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા વિક્રમ સંવત ૧૯૫૬ (ઇ.સ. ૧૯૦૦)ના ભીષણ દુષ્કાળ અને ભૂખમરા સામે લડતા માનવીઓની વ્યથા વર્ણવે છે. તેમણે મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં જાણી જાણી નામક નવલકથા પર આધારીત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું.

તેમણે ૧૯૯૯માં ચલચિત્ર મા બાપને ભુલશો નહીંમાં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો તથા એમની અને સ્નેહલતાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકા માં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.

તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી. આ ઉપરાંત પારિજાત, આતમને ઓઝલમાં રાખ મા જેવા નાટકોમાં અભિનય કર્યો હતો. તેમણે ફ્રેન્ચ ફિલ્મ ‘ફેની’ પરથી રેતીનાં રતન નામક એક નાટક બનાવ્યું હતું જેને આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન, અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા.

તેમના ભાઈ અરવિંદ ત્રિવેદીએ પણ ઘણાં ગુજરાતી અને હિન્દી ચલચિત્રો તથા ટી.વી.શ્રેણીમાં અભિનય કરેલો છે. હિન્દી ચલચિત્ર જંગલમેં મંગલમાં તેમણે પોતાના ભાઈ અરવિંદ ત્રિવેદી સાથે નકારાત્મક ભૂમિકા ભજવેલી.

રાજકીય કારકિર્દી

ઉપેન્દ્ર ત્રિવેદી ૧૯૮૦માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને, રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. તેઓએ ’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી.

અવસાન

૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ વહેલી સવારે, મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને, શ્વાસને લગતી બિમારી (brief respiratory arrest)ને કારણે, ૭૮ વર્ષની આયુમાં, તેમનું અવસાન થયું. તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને મૂકતા ગયા હતા.

સન્માન

તેઓને ૧૯૮૯માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.

ચલચિત્રોની યાદી

અભિનેતા તરીકે

  • જેસલ તોરલ (૧૯૭૧)
  • મહાસતી સાવિત્રી (૧૯૭૩).
  • મા બાપને ભુલશો નહીં (૧૯૯૯)
  • જંગલમેં મંગલ (હિંદી)
  • પાતળી પરમાર
  • માણેકથંભ (૧૯૭૮)
  • સદેવંત સાવળીંગા
  • ગરવો ગરાસિયો
  • રાજા ગોપીચંદ
  • વેરની વસુલાત
  • સુરજ ચંદ્રની સાખે
  • ભાદર તારા વહેતા પાણી
  • અમરસિંહ રાઠોડ
  • હલામણ જેઠવો
  • શેતલને કાંઠે
  • વાછરાદાદાની દિકરી
  • મેહુલો લુહાર
  • ઢોલી તારો ઢોલ વાગે
  • સોરઠની પદમણી
  • સોન કંસારી
  • સોના ઈંઢોણી રૂપા બેડલું
  • મહિયરની ચૂંદડી
  • નાગમતી નાગવાળો
  • હોથલ પદમણી
  • દાદાને વહાલી દિકરી
  • ભવ ભવના ભેરુ
  • માલી મેથાણ
  • કંકુ પગલા
  • માલવપતિ મુંજ
  • વીર માંગળાવાળો
  • મનનો માણીગર
  • રા' નવઘણ

દિગ્દર્શક તરીકે

  • માનવીની ભવાઈ (૧૯૯૩)
  • ઝેરતો પીધા જાણી જાણી

સંદર્ભો

Tags:

ઉપેન્દ્ર ત્રિવેદી જીવનઉપેન્દ્ર ત્રિવેદી કારકિર્દીઉપેન્દ્ર ત્રિવેદી અવસાનઉપેન્દ્ર ત્રિવેદી સન્માનઉપેન્દ્ર ત્રિવેદી ચલચિત્રોની યાદીઉપેન્દ્ર ત્રિવેદી સંદર્ભોઉપેન્દ્ર ત્રિવેદી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમિત શાહશક સંવતગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)રામાયણનાં વિવિધ સંસ્કરણોઇસ્કોનસંજ્ઞાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનખેડા જિલ્લોકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યભારતીય રેલકર્ક રાશીરવિન્દ્રનાથ ટાગોરઈન્દિરા ગાંધીમાર્કેટિંગમહી નદીસુરેશ જોષીરહીમઝૂલતા મિનારાવલ્લભી વિશ્વવિદ્યાલયગણિતઅપ્સરાફુગાવોચોટીલાવૈશાખજહાજ વૈતરણા (વીજળી)શહેરીકરણલોકસભાના અધ્યક્ષમગજઅજય દેવગણકસ્તુરબાભારત સરકારબહુચરાજીઅમદાવાદના દરવાજાશ્રીલંકાબનાસકાંઠા જિલ્લોશિવાજી જયંતિભાવનગર રજવાડુંકુંભ રાશીઅશ્વત્થામામોરબી જિલ્લોસ્વપ્નવાસવદત્તાઅમદાવાદની પોળોની યાદીભારતના રજવાડાઓની યાદીદ્વારકાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળભારતીય તત્વજ્ઞાનઓસમાણ મીરઝરખઅપભ્રંશરમેશ પારેખશ્યામજી કૃષ્ણ વર્માગોધરાતારક મેહતા કા ઉલ્ટા ચશ્મામકર રાશિહનુમાન ચાલીસાવલ્લભભાઈ પટેલરાજસ્થાનગોખરુ (વનસ્પતિ)સીદીસૈયદની જાળીપ્રીટિ ઝિન્ટાધારાસભ્યભારતનું સ્થાપત્યયુરોપના દેશોની યાદીઅરવિંદ ઘોષમેષ રાશીરણજિતરામ સુવર્ણચંદ્રકC++(પ્રોગ્રામિંગ ભાષા)સૂર્યહવામાનવાઘવેદકબજિયાતનેપાળ🡆 More