બહુચરાજી: ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

બહુચરાજી અથવા બેચરાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને તે બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક પણ છે.

અહીં આવેલુ શ્રી બહુચરાજી માતાનુ મંદિર ખુબ પ્રખ્યાત છે, જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે.

બેચરાજી
—  નગર  —
બહુચરાજી માતાનું મંદિર, બહુચરાજી
બહુચરાજી માતાનું મંદિર, બહુચરાજી
બેચરાજીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°29′53″N 72°02′35″E / 23.498°N 72.043°E / 23.498; 72.043
દેશ બહુચરાજી: ઇતિહાસ, અર્થતંત્ર, પરિવહન ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી

• ગીચતા

૯૨,૦૯૬ (૨૦૦૧)

• 230/km2 (596/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૮૪૨૧૩
    વાહન • જીજે-૨

ઇતિહાસ

બહુચરાજીનું નામ અહીં આવેલા બહુચરાજી માતાના મંદિર પરથી પડ્યું છે. અહીં આજુબાજુનો વિસ્તાર ચુવાલ તરીકે ઓળખાય છે. બેચર ગામ મંદિરની ૧ કિમી દક્ષિણે આવેલું છે, જ્યારે સંખલપુર ગામ મંદિરથી ઉત્તરમાં ૨ કિમી આવેલું છે. આધુનિક બહુચરાજી નગર આ બંને ગામની વચ્ચે વિકાસ પામ્યું છે.

નગરના વિકાસ માટે વડોદરાના શાસક સયાજીરાવ ગાયકવાડે ગાયકવાડ બરોડા સ્ટેટ રેલ્વે (GBSR)ને બહુચરાજી સુધી વિસ્તારી હતી.

અર્થતંત્ર

બહુચરાજી તીર્થસ્થાન હોવાને કારણે એક વેપારી મથક પણ બની રહ્યું છે. અહીં આવેલા પેટા માર્કેટ-યાર્ડમાં અનાજ, કપાસ વગેરેનું વેચાણ થાય છે. નગરમાં ઑઇલ એન્જિનનાં સમારકામ માટેનાં ત્રણ કારખાનાં તથા ખેતીવાડીનાં સાધનો બનાવવાનું એક કારખાનું છે. અહીં પ્રાથમિક-માધ્યમિક શાળા, કૉલેજ, સાર્વજનિક પુસ્તકાલય, પોસ્ટઑફિસ, ટેલિફોન અને તાર-ઑફિસની સગવડો છે. માંડલ બેચરાજી સ્પેશિયલ ઇકોનોમિક ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં મારુતિ સુઝુકી સહિત ઓટોમોબાઇલ્સ ઉદ્યોગો આવેલા છે, જે દર વર્ષે ૧૦ લાખ કારની ઉત્પાદન કરે છે.

ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે રાજ્યસરકારે યાત્રાધામ વિકાસ બૉર્ડની રચના કરી છે અને બહુચરાજીના વિકાસની સર્વગ્રાહી યોજના હાથ ધરવામાં આવી છે.

પરિવહન

બહુચરાજી રેલમાર્ગ દ્વારા તથા રાજ્ય-પરિવહનની બસો દ્વારા નજીકનાં મુખ્ય શહેરો અને નગરો સાથે જોડાયેલું છે. બહુચરાજી રાજ્યમાર્ગે અમદાવાદ (૧૧૦ કિમી), મહેસાણા (૪૦ કિમી) અને વિરમગામ (૪૭ કિમી) સાથે જોડાયેલું છે.

સંદર્ભ

Tags:

બહુચરાજી ઇતિહાસબહુચરાજી અર્થતંત્રબહુચરાજી પરિવહનબહુચરાજી સંદર્ભબહુચરાજીગુજરાતચૈત્ર સુદ ૧૫બહુચરાજી માતાબેચરાજી તાલુકોભારતમહેસાણા જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નળ સરોવરબનાસકાંઠા લોક સભા મતવિસ્તારચૈત્રદિવ્ય ભાસ્કરકન્યા રાશીબાળકરવિન્દ્રનાથ ટાગોરઆયોજન પંચમૂળરાજ સોલંકીરક્તના પ્રકારવિદ્યાગૌરી નીલકંઠકફોત્પાદક ગ્રંથિગ્રહબાવળભૂપેન્દ્ર પટેલભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસરાધનપુરસીદીસૈયદની જાળીરાજા રવિ વર્માબીલીસંજ્ઞાખોડિયારકલમ ૩૭૦અવતરણ ચિહ્નમલેરિયાઇતિહાસમહમદ બેગડોવિંધ્યાચલવનરાજ ચાવડાપેન્શનસુભાષચંદ્ર બોઝરાજ્ય સભાદ્વારકામધ્ય પ્રદેશમનોજ ખંડેરિયાઈરાનઆંગણવાડીમિથુન રાશીશાકભાજીગોહિલ વંશચાણક્યસુરતસત્યવતીહાર્દિક પંડ્યાક્ષેત્રફળતાંજાવુરપ્રાણીઝવેરચંદ મેઘાણીશ્રીમદ્ ભગવદ્ ગીતાવશમહર્ષિ દયાનંદતત્ત્વવસાવા બોલીકાદુ મકરાણીકેન્દ્રશાસિત પ્રદેશસીતાHTMLપીઠનો દુખાવોહરે કૃષ્ણ મંત્રપંચતંત્રહસ્તમૈથુનસ્વામિનારાયણ મંદિર, અમદાવાદસપ્તર્ષિલીંબુચંદ્રગાંધીધામકાઠિયાવાડી ઘોડાગુજરાતના લોકસભા મતવિસ્તારોખીજડોજુનાગઢકાંકરિયા તળાવઅમદાવાદ જિલ્લોકસ્તુરબાઅમદાવાદન્યાયશાસ્ત્રસરિતા ગાયકવાડહિમાંશી શેલત🡆 More