રાજસ્થાન: ભારતનુ એક રાજ્ય

રાજસ્થાન (શાબ્દિક અર્થ રાજાઓનો ભૂમિ) એ ભારતના ઉત્તર ભાગમાં આવેલું એક રાજ્ય છે.

આ રાજ્યનું ક્ષેત્રફળ ૩૪૨,૨૩૯ ચો. કિમી છે તે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારનો ૧૦.૪૦ % ભાગ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે ભરતનું સૌથી રાજ્ય છે અને વસ્તીની ક્ષ્રષ્ટિએતે સાતમું સૌથી મોટું રાજ્ય છે. રાજસ્થાન ભારતની ઉત્તરપશ્ચિમ બાજુ પર આવેલું છે, આ રાજ્યની મોટા ભાગની જમીન વિશાળ અને નિવાસ-પ્રતિકૂળ થારના રણ ("રાજસ્થાન રણ" અને "ભારતના મહાન રણ" તરીકે પણ ઓળખાય છે) દ્વારા રોકાયેલી છે. તેની સીમા સતલજ - સિંધુ નદીની ખીણને સમાંતરે ઉત્તરપશ્ચિમમાં પાકિસ્તાની પંજાબના પ્રાંતને, પશ્ચિમમાં સિંધને સ્પર્ષે છે. આ સિવાય તેની સીમા ભારતના પાંચ અન્ય રાજ્યોને સ્પર્ષે છે: ઉત્તર તરફ પંજાબ ; ઉત્તરપૂર્વમાં હરિયાણા અને ઉત્તર પ્રદેશ ;દક્ષિણપૂર્વમાં મધ્યપ્રદેશ ; અને દક્ષિણપશ્ચિમમાં ગુજરાત .

આ રાજ્યની પ્રમુખ વિશિષ્ટતાઓ :કાલિબંગા અને બલથલમાં આવેલા સિંધુ ખીણની સંસ્કૃતિના ખંડેર; દેલવાડા મંદિરો, પ્રાચીન અરવલ્લી પર્વતમાળામાં આવેલું રાજસ્થાનનું એકમાત્ર ગિરિ મથક, માઉન્ટ આબુ ખાતે આવેલા જૈન યાત્રાધામો; પક્ષી જીવન માટે જાણીતું પૂર્વીય રાજસ્થાનમાં ભરતપુર નજીક આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન (એક વિશ્વ ધરોહર સ્થળ) . રાજસ્થાનમાં ત્રણ રાષ્ટ્રીય વાઘ અભયારણ્યો છે: સવાઈ માધોપુરનું રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન માં ,અલવરનું સરિસ્કા ટાઇગર અભયારણ્ય માં અને કોટાનું મુકુન્દ્રા હિલ ટાઇગર રિઝર્વ છે.

આ રાજ્યની સ્થાપના અંગ્રેજ સાશન હેઠળના રાજપુતાના તરીકે ઓળખાતા રજપુત રજવાડાઓના ક્ષેત્રને ભારતમાં વિલિન કરી, ૩૦ માર્ચ, ૧૯૪૯ ના દિવસે કરવામાં આવી હતી. . તેની રાજધાની અને સૌથી મોટું શહેર જયપુર છે. આ સિવાય અન્ય મહત્વપૂર્ણ શહેરોમાં જોધપુર, કોટા, બિકાનેર, અજમેર અને ઉદયપુર નો સમાવેશ થાય છે.

નામ વ્યુત્પત્તિ

રાજસ્થાનનો શાબ્દિક અર્થ થાય છે "રાજાઓની ભૂમિ" અથવા "રાજાઓનું ઘર" ( રાજા ="રાજા" અને - સ્થાન =જમીન, " સંસ્કૃત ભાષામાંથી " ).

રાજસ્થાનનો સૌથી જૂનો સંદર્ભ ઈ.સ. ૬૨૫ના પત્થરના શિલાલેખમાં જોવા મળે છે. છાપેલા સંદર્ભોમાં "રાજસ્થાન"નો સૌથી ઉલ્લેખ ઈ.સ. 1829ના પ્રકાશન ઍનલ્સ ઍન્ડ એન્ટીક્વીટીસ ઑફ રાજસ્થાનના અથવા સેન્ટલ ઍન્ડા વેસ્ટર્ન સ્ટેટ્સ ઑફ ઈંડિયા માં જોવા મળે છે, જ્યારે આ પ્રદેશના નામ તરીકે "રાજપૂતાના"નો સૌથી જુનો સંદર્ભ જ્યોર્જ થોમસ દ્વારા ઈ.સ ૧૮૦૦ની સાલમા લખાયેલ એક સ્મરણ-ગ્રંથ લશ્કરી યાદો માં જોવા મળે છે. જ્હોન કેયે, તેમના પુસ્તક ઇન્ડિયા: એ હિસ્ટ્રીમાં જણાવ્યું હતું કે બ્રિટીશરો દ્વારા ઈ.સ. ૧૮૨૯માં "રાજપૂતાના"ની રચના કરવામાં આવી હતી. જ્હોન બ્રિગ્સે, ફરિશ્તાનાઇસ્લામિક ભારતના પ્રારંભિક ઇતિહાસનું ભાષાંતર કરતા, "ભારતીય રાજકુમારો "ઉલ્લેખ કરવાને બદલે "રજપૂત રાજકુમારો" શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ઇતિહાસ

પ્રાચીન

હાલના રાજસ્થાનના ભાગો અંશતઃ વૈદિક સંસ્કૃતિ અને સિંધુ ખીણની સંસ્કૃતિનો ભાગ હતા. હનુમંગઢ જીલ્લામાં આવેલું કાલિબંગન, સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાંતીય રાજધાની શહેર હતું. . ઉદયપુર જિલ્લાના બાલાથલ સ્થળ પરના પુરાતત્ત્વીય ખોદકામ કરતાં ત્યાં, ઈ. પૂ. ૩૦૦૦ થી ૧૫૦૦0 સુધીના હડ્ડપા સંસ્કૃતિના સમકાલીન વસાહત મળી આવી છે.

રાજ્યના બુંદી અને ભીલવાડા જિલ્લામાં ૫૦૦૦ થી ૨૦૦,૦૦૦ વર્ષોથી પુરાણી પાષાણ યુગના શસ્ત્રો - સાધનો મળી આવ્યા છે.

ભારતની વૈદિક સંસ્કૃતિના કાળનું મત્સ્ય સામ્રાજ્ય રાજસ્થાનનું જયપુર રજવાડું, સમગ્ર અલવર અને ભરતપુરના ભાગો આવરી લેતું હતું. વિરાટનગર (આધુનિક-બૈરાત) મત્સ્ય સામ્રાજ્યની રાજધાની હતું, તેનું નામ તેના તેના સ્થાપક રાજા વિરાટના નામ ઉપર રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

ભાર્ગવ અનુસાર વેદિક કાળના બ્રહ્મર્વત રાજ્ય ઝુનઝુનુ અને સીકર જિલ્લો, જયપુરના અમુક ભાગો, હરિયાણાના રેવારી અને મહેન્દ્રગઢ જિલ્લાના ભાગોને આવરી લેતું હતું. ભાર્ગવ હાલના કાળની સાહેબી નદીને વેદિક સમ્યની દ્રિશદ્વાતી નદી તરીકે પણ ઓળખાવે છે, આ નદી સરસ્વતી નદી સાથે વૈદિક કાળનબ્રહ્મવર્ત વૈદિકની સરહદ બનાવતી હતી. મનુ અને ભૃગુએ આ વિસ્તારમાં જ શ્રોતાઓને મનુસ્મૃત્તિ સંભળાવી હતી. વૈદિક મુની ભૃગુ અને તેના પુત્ર ચ્યવન ઋષિ, (જેમના માટે ચ્યવનપ્રાશ બનાવ્વામાં આવ્યું હતું) ના આશ્રમો ધોશી તેકરીઓ નજીક હતાં. આ ધોશી ટેકરીઓનો અમુક ભાગ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના ધોશી ગામની બાજુમા અને અમુક ભાગ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં આવેલો છે. ઇન્ડો-સિથિયન લોકોના અનુગામી, પશ્ચિમી ક્ષત્રપો (ઈ. પૂ. ૪૦૫-૩૫)એ, ભારતના પશ્ચિમી ભાગના શક શાસકો હતા. તેઓ કુષાણોના સમકાલીન હતા, તેમણે બન્નેએ ભારતીય ઉપખંડના ઉત્તરીય ભાગ પર શાસન કર્યું હતું. ઇન્ડો-સિથિયન લોકોએ ઉજ્જૈન ક્ષેત્ર પર આક્રમણ કર્યું અને શક યુગ (શક પંચાંગ સાથે )ની સ્થાપના કરી, આ સાથે લાંબા કાળ સુધી શાસિત પશ્ચિમી શક ક્ષાત્રપ રાજ્યની શરૂઆત થઈ.

શાસ્ત્રીય

રાજસ્થાન: નામ વ્યુત્પત્તિ, ઇતિહાસ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ 
બારોલી મંદિર સંકુલમાં ઘટેશ્વર મહાદેવ મંદિર. આ મંદિરો ૧૦ મી અને ૧૦ મી સદીઓ વચ્ચે ગુર્જરા-પ્રતિહાર રાજવંશ દ્વારા બંધાવવામાં આવ્યા હતા .

ગુર્જરો

આ રાજ્યના અમુક અંશો પર ગુર્જરોના ઘણાં રાજવંશોએ શાસન સાશન કર્યું, તેમની હેઠળનો પ્રદેશ ગુજરાત્ર તરીકે જાણીતો હતો. દસમી સદી એડી સુધી, ઉત્તર ભારત લગભગ તમામ ઉત્તર કન્નૌજ ખાતે તેમની સત્તા બેઠક સાથે, ગુર્જર્સની સર્વોચ્ચતાને સ્વીકાર્યું.

ગુર્જર-પ્રતિહાર

ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યએ ૮ મીથી ૧૧ મી સદી સુધી ભારતવર્ષ પર ચડી આવતા આરબ આક્રમણકારો સામે અવરોધ તરીકે કામ કર્યું હતું. ગુર્જર- પ્રતિહાર સામ્રાજ્ય,ની મુખ્ય સિદ્ધિ જુનેદ થી શરૂ થયેલા, પશ્ચિમમાંથી આવતા વિદેશી આક્રમણખોરોનો સફળ પ્રતિકાર કરવામાં રહી. ઇતિહાસકાર આર. સી. મજુમદાર કહે છે કે આ આરબ લેખકો દ્વારા જાહેરમાં સ્વીકારાઈ છે. તેમણે આગળ નોંધ્યું છે કે ભારતના ઇતિહાસકારોએ ભારતમાં મુસ્લિમ આક્રમણકારોની ધીમી પ્રગતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, કેમકે વિશ્વના અન્ય ભાગોમાં તેમનો ફેલાવો આ તુલનામાં ખૂબ ઝડપી હતો. હવે એ વિષે અલ્પ શંકા રહી કે ગુર્જર પ્રતિહાર લશ્કરે અસરકારક રીતે આરબ આક્રમણકારોની પ્રગતિને સિંધ ક્ષેત્રમાં જ બાધિત રાખી, જે ૩૦૦ વર્ષમાં તેમની એક માત્ર જીત હતી.

મધ્યયુગ અને પ્રારંભિક આધુનિક

પરંપરાગત રીતે રાજપૂતો, ગુર્જરો, જાટ, મીણા, આદિવાસી ભીલો, રાજપુરોહીતો, ચારણો, યાદવો, બિશ્નોઇઓ, મેઘવાળો, સેરમલ, રાજપૂત માળીઓ ( સૈનીઓ ) અને અન્ય જાતિઓએ રાજસ્થાન રાજ્યની રચનામાં મહાન ફાળો આપ્યો હતો. આ બધી જાતિઓને તેમની સંસ્કૃતિ અને જમીનના રક્ષણ માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમની ભૂમિને બચાવવા માટે હજારો લોકો માર્યા ગયા હતા.

પૃથ્વીરાજ ચૌહાણે ઈ.સ. ૧૧૯૧ માં તરાઈ પ્રથમ યુદ્ધમાં આક્રમણકારી મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો. ઈ.સ. ૧૧૯૨માં, મુહમ્મદ ઘોરીએ તરાઈને બીજા અને નિર્ણયાત્મક યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને રીતે હરાવ્યો હતો. ઈ.સ. ૧૧૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણની હાર પછી, રાજસ્થાનનો એક ભાગ મુસ્લિમ શાસન હેઠળ આવ્યો હતો. નાગૌર અને અજમેર તેમની સત્તાના પ્રમુખ કેન્દ્રો હતા. રણાથંભોર પણ તેમની આધિપત્ય હેઠળ હતું. ૧૩મી સદીની શરૂઆતમાં, રાજસ્થાનના રજવાડાઓમાં સૌથી પ્રખ્યાત અને શક્તિશાળી રાજ્ય મેવાડ હતું. રજપૂતોએ ભારતમાં મુસ્લિમ આક્રમણનો પ્રતિકાર કર્યો હતો, જો આગળ જતાં ઘણા રાજપૂત સામ્રાજ્યો આખરે દિલ્હી સલ્તનતના ખંડિયા બન્યા હતા.

રાજપૂતોએ ઇસ્લામિક આક્રમણને સદીઓથી તેમના યુદ્ધ અને દુશ્મનાવટને જીવંત રાખી પ્રતિકાર કર્યો. મેવાડના રાજાઓએ અન્ય રાજ્યોને એકત્રિત કરી પરદેશી આક્રમણો સામેના રતિકારની આગેવાની લીધી હતી. રાણા હમીર સિંઘે તુગલક રાજવંશને હરાવી રાજસ્થાનનો એક મોટો ભાગ પાછો મેળવ્યો. અજેય રાણા કુંભાએ માલવા અને ગુજરાતના સુલ્તાનને હરાવ્યા અને મેવાડાને ભારતનું સૌથી શક્તિશાળી રાજપૂત સામ્રાજ્ય બનાવ્યું. મહત્વાકાંક્ષી રાણા સાંગાએ વિવિધ રાજપૂત કુળોને એકઠા કર્યા અને ભારતમાં વિદેશી સત્તા સામે લડ્યા. રાણા સંગાએ દિલ્હીના અફઘાન લોદી સામ્રાજ્યને હરાવ્યું અને માલવા અને ગુજરાતના તુર્કી સલ્તનતોને કચરી નાખી. ત્યાર પછી રાણા સાંગા ભારતીય સામ્રાજ્ય બનાવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રથમ મોગલ સમ્રાટ બાબર સામેના ખનુઆની લડાઈમાં તેનો પરાજય થયો. રાઈસેનના તોમર રાજા સિલહાદીએ દગો કર્યો જેથી રાણા સાંગાનો પરાજય થયો. રાણા સંગાના મૃત્યુ પછી મોગલ સામ્રાજ્યના ઝડપી વિસ્તરણને રોકી રાખનાર કરનાર કોઈ પણ નહોતું.

ઈ.સ. ૧૫૦૧માં હિંદુ શાસક હેમચંદ્ર વિક્રમાદિત્યનો જન્મ અલવર જિલ્લાના માછેરી ગામમાં થયો હતો. તેમણે રાજસ્થાનના અજમેર અને અલવર રાજ્યો સહિત સામે પંજાબ થી બંગાળ સુધી અફઘાનો વિરુદ્ધ ૨૨ લડાઇઓ જીતી હતી. તેમણે ઈ.સ. ૧૫૫૬માં આગરા અને દિલ્હીમાં ખાતે અકબરના દળોને બે વાર હરાવ્યા હતા અને ત્યાર બાદ ટૂંક સમય માટે દીલ્હીના પુરાના કિલ્લા ખાતે ટૂંક સમય ઉત્તર ભારતમાં "હિન્દૂ રાજ"ની સ્થાપના કરીહતી. ૫ નવેમ્બર ૧૧૫૬ ના રોજ મોગલો સામે લડતા પાણીપતના બીજી યુદ્ધમાં હેમચંદ્ર શહીદ થયા.

રાજસ્થાન: નામ વ્યુત્પત્તિ, ઇતિહાસ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ 
ચિત્તોડના ઘેરા (૧૫૬૭-૧૫૬૮) સમયે ચિત્તોડના સેનાપતિ જયમલ પર તમંચા વડે નિશાન સાધતા અકબર ને દર્શાવતું લઘુ ચિત્ર.

અકબરના શાસન દરમિયાન મોટાભાગના રાજપૂત રાજાઓએ મોગલનું આધિપત્ય સ્વીકાર્યું હતું, પરંતુ મેવાડ (રાણા ઉદય સિંહ - ૨ ) અને મારવાડ ( રાઓ ચંદ્રેસેન રાઠોડ ) ના શાસકોએ મોગલો સાથે કોઅઈપણ જોડાણ કે સંધિ નકારી હતી. રાજપુતોને પાઠ ભણાવવા માટે અકબરે ઉદયસિંહ પર હુમલો કર્યો અને ચિત્તોડના રજપૂત સેનાપતિ જયમલ અને મેવાડના નાગરિકોનો મોટી સંખ્યામાં વધ કર્યો. ચિત્તોડમાં અકબરે ૨૦ થી ૨૫,૦૦૦ નિઃશસ્ત્ર નાગરિકોની હત્યા કરી હતી જેના પરિણામે લોકોએ તેની વિરુદ્ધ પ્રતિકારમાં રાજાને સક્રિયપણે મદદ કરી હતી.

મહારાણા પ્રતાપે ચિત્તોડના નાગરિકોનો બદલો લેવા માટે સોગંદ લીધા અને તેમના મૃત્યુ પર્યંત મોગલ સામ્રાજ્યને સામે લડત ચાલુ રાખી હતી અને ચિત્તોડ સિવાયના મોટાભાગના મેવાડબે મોગલ સાશનમાંથી મુક્ત કર્યો હતો . મહારાણા પ્રતાપ ટૂંક સમયમાં રાજસ્થાનના સૌથી પ્રખ્યાત યોદ્ધા બન્યા અને તે તેમના યુદ્ધ અને ઉમદા કાર્યો માટે ભારતભરમાં જાણીતા બન્યા. સતીષચંદ્રના અનુસાર "રાણા પ્રતાપનું જીવન નિર્દય મોગલ સામ્રાજ્યના સામે , લગભગ એકલા અને આદિવાસી ભિલો ના સાથ સહકાર થી અન્ય રાજપૂત રાજ્યો ની મદદ વગર, રાજપૂત બહાદુરી અને મૂલ્યવાન સિદ્ધાંતો માટે સ્વ-બલિદાનની ભવ્ય ગૌરવશાળી ગાથા છે. રાણા પ્રતાપની લડાયક લડાઇના પદ્ધતિઓને પાછળથી દખ્ખણી સેનાપતિ મલિક અંબર, અને શિવાજી દ્વારા વિસ્તૃત કરવામાં આવી હતી. "

રાણા અમર સિંઘ-૧ એ મોગલ રાજા જહાંગીરની સામે તેમના પૂર્વજોની લડાઇ ચાલુ રાખી, તેણે દેવરમાં મુગલ સૈન્યને પાછી ઠેલી. ત્યારબાદ રાજકુમાર ખુર્રમના નેતૃત્વ હેઠળ મેવાડ પર ફરી એક ચડાઈ મોકલવામાં આવી, જેના કારણે મેવાડના જીવન અને સંપત્તિને ભારે નુકસાન થયું. ઘણાં મંદિરોનો નાશ કરવામાં આવ્યો, ઘણા ગામડાઓને બાળી નાખવામાં આવ્યા અને અમર સિંહને શરણાગતિ સ્વીકારાવવા માટે મહિલાઓ અને બાળકોને પકડીને બંદી બનાવી રંજાડવામાં આવ્યા.

ઔરંગઝેબ શાસન દરમ્યાન, તેના અસહિષ્ણુતા સામે રાણા રાજ સિંહ ૧ અને વીર દુર્ગદાસ રાઠોડ પ્રમુખ વિરોધીઓ હતા. તેઓએ અરવલ્લી પર્વતોનો લાભ લઈ રાજસ્થાન કબજે કરવાનો પ્રયાસ કરનારા મોગલ સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું.

ઔરંગઝેબના મૃત્યુ બાદ બહાદુર શાહે ૧ એ રાજસ્થાનને તેના પૂર્વજોની જેમ હસ્તગત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે અમ્બર, ઉદયપુર અને જોધપુરના ત્રણ રાજપૂત રાજાઓએ મોગલોનો સંયુક્ત પ્રતિકાર કર્યો ત્યારે બહાદુર શાહ-૧ ને પીછેહઠ કરવી પડી. રાજપૂતોએ સૌપ્રથમ જોધપુર અને બાયનાના મોગલ સુબાઓને કાઢી મૂક્યા હતા અને રાતના હુમલાથી આમેર હસ્તગત કર્યો. ત્યારબાદ તેઓએ મેવાતના સુબા સૈયદ હુસૈન ખાન બરહા અને અન્ય ઘણા મોગલ અધિકારીઓને મારી નાખ્યા. તે સમયે દખ્ખણ ગયેલા બહાદુર શાહ પહેલાને રાજપૂતો સાથે સંધિ કરવાની ફરજ પડી હતી. સુરજ મલના નેતૃત્વ હેઠળા જાટોએ મોગલ લશ્કરને આગરામાં કચરી દીધું અને તેમની સાથે તાજ મહેલમાં પ્રવેશ કરાવતા બે મહાન ચાંદીના પ્રખ્યાત દરવાજા લઈ ગયા. પાછળથી ૧૭૬૩માં સુરજમલે તેને ઓગાળાવી દીધા હતા.

ત્યાર બાદના વર્ષોમાં, મોગલોમાં આંતરિક વિવાદો થવા લાગ્યા, જેને લીધે તેઓ મોટે ભાગે વિખવાદમાં રહેતા. મોગલ સામ્રાજ્ય નબળુ પડવા લાગ્યું, અને ૧૮ મી સદીના અંતમાં મુગલ સામ્રાજ્યના પતન સાથે, રાજપૂતાના મરાઠાના સામ્રાજ્યના પ્રભાવ હેઠળ આવ્યું. ભારતીય મહાદ્વીપના સત્તાધીશ તરીકે મોગલ સામ્રાજ્યનું સ્થાન મરાઠા સામ્રાજ્યે લીધું અને તેને અંતે ૧૮૧૮ માં સત્તા બ્રિટીશ સામ્રાજ્યના હાથમાં ગઈ.

૧૯મી સદીમાં સતત યુદ્ધો પછી અને મરાઠા સામ્રાજ્ય દ્વારા લાદવામાં આવતી ભારે ખંડણીને કારણે તેમને માનવશક્તિ અને આર્થિક સંપત્તિમાં ઓટ આવી અને રજપૂત સામ્રાજ્યોનો અંત આવ્યો. અસ્થિરતા, બળવાખોરો અને બહારવટેયાના ત્રાસથી તેમના સામ્રાજ્યને બચાવવા માટે, રાજપૂત રાજાઓએ ૧૯મી સદીની શરૂઆતમાં બ્રિટિશરાજ સાથે સંધિઓ કરી, આંતરિક સ્વાયત્તતાની બદલામાં બ્રિટીશ આધિપત્ય સ્વીકાર્યું.

આધુનિક

આધુનિક રાજસ્થાનમાં રાજપૂતાનાના મોટાભાગનો સમાવેશ થાય છે, જેમાં અગાઉના 19 રજવાડાઓ, બે મુખ્ય શાસકો અને અજમેર-મેરવાડનો બ્રિટીશ જિલ્લાનો સમાવેશ થાય છે. જેસલમેર, મારવાડ (જોધપુર), બિકાનેર, મેવાડ (ચિત્તોડગઢ), અલવર અને ધુંધર (જયપુર)એ મુખ્ય રાજપૂત રજવાડાઓ હતા. ભરતપુર અને ધોલપુર જાટ રજવાડાઓ હતા જ્યારે ટોંક એક મુસ્લિમ નવાબ હેઠળ રજવાડું હતું.

થારનું રણ અને અરવલ્લી પર્વતમાળા રાજસ્થાનની ભૌગોલિક વિશેષતાઓ છે. અરવલ્લી પર્વામાળા રાજ્યના નૈઋત્યથી ઈશાનમાં લગભગ એક છેડાથી બીજા છેડા સુધી ૮૫૦ કિમી જેટલી લંબાઈમાં પથરાયેલી છે. માઉન્ટ આબુ અરવલ્લી પર્વતશ્રેણીનાવાયવ્ય ખૂણે આવેલું છે, પશ્ચિમબનાસ નદીને કારણે માઉન્ટ આબુ અરવલ્લીની મુખ્ય પર્વતમાળાથી જુદું પડે છે. આ પર્વતની ખંડિત શિખર શ્રેણીઓ દિલ્હીની દિશામાં હરિયાણામાં પણ ફેલાયલી દેખાય છે, જ્યાં તે રાઈસીના ટેકરીઓ અને અન્ય ટેકરીઓ સ્વરૂપે ફરી ઉત્તર દિશામાં જોવા મળે છે. રાજસ્થાનનો લગભગ ત્રણ-પંચમાંશ ભાગ અરવલ્લીની વાયવ્ય તરફ ફેલાયેલું છે અને બાકીનું બે-પંચમાંશભાગ પૂર્વ અને દક્ષિણ દિશામાં વસેલું છે.

રાજસ્થાનનો વાયવ્ય ભાગ સામાન્ય રીતે રેતાળ અને સુષ્ક છે. આ પ્રદેશનો મોટો ભાગ થારના રણ દ્વારા આચ્છાદિત છે તેનો અમુક ભાગ પાકિસ્તાનમાં પણ ફેલાયેલો છે. અરવલ્લી પર્વતમાળા અરબી સમુદ્રથી આવતા ભેજવાળા નૈઋત્યના મોસમી પવનને અટકાવે છે, કારણ કે તે આવતા ચોમાસી પવનોની પવનની સમાંતર દિશામાં ફેલાયેલી છે. આને કારણે વાયવ્ય પ્રદેશ વર્ષા છાયા ક્ષેત્ર બની જાય છે. થારનું રણ ઓછી ધરાવે છે; જોધપુર રણમાં સૌથી મોટું શહેર છે અને થાર રણના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. આ રણમાં જોધપુર, જેસલમેર, બારમેર, બિકાનેર અને નાગોર જેવા કેટલાક મુખ્ય જિલ્લા છે. સંરક્ષણની દ્રષ્ટિએ આ ક્ષેત્ર મહર્ર્વનું છે. જોધપુરએ ભારતની સૌથી હવાઈ છાવણી છે. આ સાથે અહીં સ્થળ સેના અને સીમા સુરક્ષા દળની છાવણીઓ છે. જોધપુરમાં સિંગલ સિવિલ એરપોર્ટ પણ આવેલું છે. થારના રણાઅસપાસ, રણ અને અરવલ્લીની વચ્ચેના પટ્ટામાં, વાયવ્યના કાંટા ઝાંખરાના જંગલો આવેલા છે. આ પ્રદેશ 400 થી ઓછા મેળવે છે   આ ક્ષેત્ર વર્ષમાં સરેરાશ ૪૦૦ મિમી કરતાં પણ ઓછો મેળવે છે અને ઉનાળામાં તાપમાન કેટલીકવાર ૫૪ °સે (૧૨૯°ફે) કરતા વધી શકે છે  શિયાળામાં તાપમાન ઠારબિંદુ કરતાં પણ નીચે જાય છે.

જોધપુર શહેર સાથે ગોદ્વાર, મારવાડ અને શેખાવટી પ્રદેશ કાંટા ઝાંખરાના જંગલો ના વિસ્તારમાં આવેલા છે. લુણી નદી અને તેની ઉપનદીઓ એ ગોદવાડ અને મારવાડ પ્રદેશની મુખ્ય નદી પ્રણાલી છે, જે અરવલ્લીની પશ્ચિમી ઢોળાવથી વહી અને પડોશી ગુજરાત રાજ્યના કચ્છના મોટા રણમાં ઠલવાય છે. આ નદી તેની નીચલી પહોંચમાં ખારી બને છે અને બારમેડ જિલ્લામાં ફક્ત બલોતરા સુધી જ પીવાલાયક રહે છે. હરિયાણામાંથી ઉદ્ભતી ઘાગર નદી એક આંતરિક પ્રવાહ છે જે રાજ્યના ઉત્તરીય ખૂણામાં થાર રણની રેતીમાં અદૃશ્ય થઈ જાય છે અને પ્રાચીન સરસ્વતી નદીના અવશેષ તરીકે જોવામાં આવે છે.

અરવલ્લી પર્વતમાળા અને તેની પૂર્વ તથા દક્ષિણપૂર્વ ક્ષેત્રની જમીન વધુ ફળદ્રુપ અને સિંચાઈ ધરાવે છે. આ પ્રદેશ કાઠિયાવાડ-ગીરના સૂકા પાનખર જંગલો જેવું પર્યાવરણ ધરવે છે, તે સાથી અહીં ઉષ્ણકટીબંધીય સૂકા પહોળા પાંદળા ધરાવતા વૃસોના જંગલો પણ છે જેમાં સાગ, બાવળ અને અન્ય વૃક્ષો ઉગે છે. દક્ષિણ રાજસ્થાનમાં ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલો પર્વતીય પ્રદેશ વાગડ અરીકે ઓળખાય છે, અહીં ડુંગરપુર અને બંસવાડા શહેરો આવેલા છે. માઉન્ટ અબુને બાદ કરતા, વાગડ રાજસ્થાનનું સૌથી વર્ષા મેળવતો પ્રદેશ છે, અને અહીં ઘાઢ જંગલો આવેલા છે. ઉત્તર વાગડ ક્ષેત્ર મેવાડ વિસ્તારમાં આવે છે; અહીં ઉદયપુર અને ચિત્તોડગઢ જેવા શહેરો આવેલાં છે. મધ્ય પ્રદેશ સાથે સરહદ પર, અગ્નિ દિશામાં હડોતી પ્રદેશ આવેલો છે. ઉત્તર હડોતી અને અને મેવાડનો ઉત્તર ક્ષેત્ર ધૂંધર પ્રદેશ પણ કહેવાય છે, રાજસ્થનની રાજધાની જયપુર આ ક્ષેત્રમાં આવે છે. રાજસ્થાનનો સૌથી પૂર્વીય વિસ્તાર, મેવાત તરીકે ઓળખાય છે; તેની સીમા હરિયાણા અને ઉત્તર પ્રદેશને સ્પર્ષે છે. પૂર્વીય અને દક્ષિણપૂર્વીય રાજસ્થાનમાં બનાસ અને ચંબલ નામની ગંગાના ઉપનદીઓ વહે છે.

અરવલ્લી પર્વતમાળા આ રાજ્યની વાયવ્યમાં આવેલા ગુરૂ શિખર (માઉન્ટ આ, ઊંચાઈ ૧૭૧૧ મીટર, ૫૬૫૦ ફૂટ) થી ઈશાનમાં ખેત્રી સુધી ફેલાયેલી છે. આ પર્વતમાળા રાજસ્થાનને બે ભાગમાં વહેંચે છે; રાજ્યનો ૬૦% ભાગ વાયવ્યમાં અને ૪૦% અગ્નિ દિશામાં વહેંચાઈ જાય છે. ઉત્તરપશ્ચિમ ભાગ રેતાળ અને અલ્પ પાણી ધરાવતો અને બિનઉત્પાદક છે પરંતુ પશ્ચિમથી અને ઉત્તર તરફ જતાં તે ફળદ્રુપ અને પૂર્વ તર્ફ તે વસવાટ લાયક બને છે. આ ૬૦% વિસ્તારમાં થરના રણનો સમાવેશ થાય છે. દક્ષિણ-પૂર્વીય વિસ્તાર ( દરિયાઈ સપાટીથી ૧00 થી ૩૫૦ મીટર ઉપર) વધુ ફળદ્રુપ, ખૂબ વૈવિધ્યસભર છે. તેની દક્ષિણમાં મેવાડનો પર્વતીય પ્રદેશ આવેલો છે. દક્ષિણપૂર્વમાં, કોટા અને બુંદી જિલ્લાઓ ઉચ્ચપ્રદેશ આવેલો છે. ચંબલ નદીની આસપસાર ઉત્તરપૂર્વમાં એક નિર્જન ભૂમિ પ્રદેશ આવેલો છે. ઉત્તરમાં તરફ જતાં જમીન સપાટ થતી જાય છે. ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં ભરતપુર જીલ્લો સપાટ મેદાન એ કાંપવાળી ફલદ્રુપ ક્ષેત્રનો ભાગ છે. રાજસ્થાનના ભૌગોલિક કેન્દ્રમાં મેડતા શહેર આવેલું છે.

વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ

રાજસ્થાન રાજ્યના પ્રતીકો
રચના દિવસ ૧ નવેમ્બર
રાજ્ય પ્રાણી ચિંકારા અને ઊંટ
રાજ્ય પક્ષી ઘોરાડ
રાજ્ય ફૂલ રોહિડા
રાજ્ય વૃક્ષ ખીજડો
રાજસ્થાન: નામ વ્યુત્પત્તિ, ઇતિહાસ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ 
ઘોરાડ ૨૦૧૧ થી તેને સંકટગ્રસ્ત પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

અહીં કુલ વિસ્તારનો મોટો ભાગ રણ પ્રદેશ છે, તેમ છતાં પણ રાજસ્થાન સમૃદ્ધ અને વૈવિધ્યસભર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ ધરાવે છે. અહીંની કુદરતી વનસ્પતિને ઉત્તરીય કાંટાણા રણ જંગલો (ચેમ્પિયન ૧૯૩૬) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ વનસ્પતિઓ નાના ગુચ્છોમાં ખુલ્લા સ્વરૂપે ફેલાયેલીજોવા મળે છે. પૂર્વતરફ જતાં વરસાદમાં વધારો થવાથી તેની ઘનતા અને કદ વધે છે.

જેસલમેરનું રણ રાષ્ટ્રીય ઉદ્યાન (ડીઝર્ટ નેશનલ પાર્ક) 3,162 square kilometres (1,221 sq mi) વિસ્તારમાં ફેલાયલું છે , થાર ડિઝર્ટ તેના વિવિધ પ્રાણીઓના નિવસન તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. આ પાર્કમાં મળેલા શંખલા અને વૃક્ષના ટુકડાઓના જીવાશ્મ રણના ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસને દર્શાવે છે. આ પ્રદેશ રણના સ્થળાંતર કરનારા અને રણ નિવાસી પક્ષીઓ માટે એક આદર્શ આશ્રયસ્થાન છે. અહીં ઘણી જાતિના ગરુડ, પટ્ટાઈ (હેરિયર્સ), બાજ, બઝાર્ડ, કેસ્ટ્રેલ અને ગીધ જોઈ શકાય છે . ટૂંકા-પંજા ધરાવતી સર્પ સમડીઓ (Circaetus gallicus), પિંગટ ગરૂડ (Aquila Rapax), ટીપકીઓ ધરાવતા ગરુડ (Aquila clanga), લેગર બાજ (Falco jugger) અને ;લઘુ બાજ (kestrels) જોવા મળે છે.

સવાઇ માધવપુરમાં આવેલ રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, દેશનું જાણીતું વાઘ અભયારણ્યના છે, 1973 માં તે પ્રોજેક્ટ ટાઇગરનો એક ભાગ બન્યો.

જુનજુનુ જિલ્લામાં આવેલી ધોશી ટેકરી ચ્યવન ઋષિના અશ્રમ તરીકે જાણીતી છે અહીં ચ્યવનપ્રાશની પ્રથમ વખત રચના કરવામાં આવી હતી, આજે અહીં વધતી અનન્ય અને અલભ્ય જડેબુટીઓ ઉગાડવામાં આવે છે.

અલવર જિલ્લામાં સરિસ્કા વાઘ અભયારણ્ય, આવેલું છે. તે ૮૦૦ ચો. કિમી ક્ષેત્રફળ ધરાવે છે. આ સ્થળ દિલ્હીથી ૨૦૦ કિમી જયપુરથી આશરે ૧૨૦કિમી દૂર આવેલું છે. આ વિસ્તારને ૧૯૭૯ માં રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવ્યો હતો.

તાલ છપ્પર અભયારણ્યએ ચુરુ જીલ્લાના 210 kilometres (130 mi) સુજાંગઢમાં આવેલું એક નાનું અભયારણ્ય છે તે શેખવાટી પ્રદેશમાં આવેલા જયપુરથી ૨૧૦ કિમી દૂર આવેલું છે. આ અભયારણ્ય કાળિયાર મોટી વસતી ધરાવે છે. અહીં રણના શિયાળ અને હેણોતરો, નિવસનના સર્વોચ્ચ શિકારીઓ છે. તેને રણના લિનક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે અહીં પાર્ટ્રિજ, પટ્ટાઈ, ઇસ્ટર્ન ઇમ્પિરિયલ ઇગલ, ઉજળી પટ્ટાઈ, માર્શ હેરિયર, શોર્ટ-ટુડ ઇગલ, ટ્વેની ઇગલ, સ્પેરો હૉક, ક્રેસ્ટ્ડ લાર્ક, ડેમોઇઝેલ કરકરો, સ્કાયલાર્કસ, ગ્રીન બી-ઈટર, બ્રાઉન ડવ, બ્લેક આઇબિસ અને સેન્ડ ગ્રૂસ જેવા પક્ષીઓ પણ જોવા મળે છે. સ્થાનિક લોકોમાં ગોડવન તરીકે ઓળખાતું ઘોરાડ અહીંનું રાજ્ય પક્ષી છે, ૨૦૧૧ થી તેને અતિશય ભયગ્રસ્ત પ્રજાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

વન્યજીવન સંરક્ષણ

રાજસ્થાન: નામ વ્યુત્પત્તિ, ઇતિહાસ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ 
વાઘ, રંથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

રાજસ્થાન તેના રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યપ્રાણી અભયારણ્યો માટે પણ જાણીતું છે. ત્યાં ચાર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્ય છે : કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ( ભરતપુર), સરિસ્કા ટાઇગર રિઝર્વ (અલવર), રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન (સવાઈ માધોપુર), અને ડેઝર્ટ નેશનલ પાર્ક (જેસલમેર) છે. જોધપુરમાં શુષ્ક જંગલ સંશોધન સંસ્થા (એરીડ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ - એ. એફ. આર. આઈ.) નામની રાષ્ટ્રીય કક્ષાની વન મંત્રાલયની એક સ્વાયત સંસ્થા આવેલી છે. આ સંસ્થા રણ વનસ્પતિ અને તેમના સંવર્ધન ક્ષેત્રમાં સતત કામ કરે છે.

રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન, સવાઈ માધોપુર રેલ્વે સ્ટેશનથી ૭ કિ.મી. દૂર આવેલું છે. તે વાઘની વસ્તી માટે વિશ્વભરમાં જાણીતું છે. જંગલીના પ્રેમીઓ અને ફોટોગ્રાફરો બંને દ્વારા વાઘને જોવા માટેનું આ એક શ્રેષ્ઠ સ્થાન ગણવામાં આવે છે. એક તબક્કે, શિકાર અને બેદરકારીને લીધે, સરિસ્કામાં વાઘ લુપ્ત થઈ ગયા હતા, હવે પાંચ વાઘને ત્યાં પુન: વસાવવામાં આવ્યા છે. માઉન્ટ આબુ અભ્યારણ્ય, ભેંશ્રોદ ગઢ અભયારણ્ય, દર્રાહ અભ્યારણ્ય, જયસમંદ અભયારણ્ય, કુંભલગગઢ વન્યપ્રાણી અભયારણ્ય, જવાહર સાગર અભયારણ્ય અને સીતા માતા વન્યપ્રાણી અભયારણ્ય એ અહીંના પ્રાણી અભયારણ્ય છે.

દૂર સંચાર

રાજસ્થાનમાં એરટેલ, ડેટા ઈન્ફોસીસ લિમિટેડ, રિલાયન્સ લિમિટેડ, જિઓ, રેઇલટેલ, સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઑફ ઇન્ડિયા (એસ. ટી. પી. આઈ.), ટાટા ટેલિકોમ અને વોડાફોન સહિતની મોટી આઇ. એસ. પી. અને ટેલિકોમ કંપનીઓ સેવાઓ આપે છે. ડેટા ઈન્ફોસિસ એપ્રિલ ૧૯૯૯ માં રાજસ્થાનમાં ઇન્ટરનેટ લાવનાર પ્રથમ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર (આઈ. એસ. પી) હતી અને ઓ. એ. એસ. આઈ. એસ. (ઓયાસીસ) પ્રથમ ખાનગી મોબાઇલ ટેલિફોન કંપની હતી.

સરકાર અને રાજકારણ

રાજસ્થાનના રાજકારણમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું વર્ચસ્વ છે.

વહીવટી વિભાગ

રાજસ્થાન: નામ વ્યુત્પત્તિ, ઇતિહાસ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ 
પિછોલા તળાવમાં લેક પેલેસ અને જગ મંદિર, ઉદયપુર.

રાજસ્થાનના ૩૩ જિલ્લાઓને સાત વિભાગમાં વહેંચવામાં આવ્યા છે

વિભાગ જીલ્લાઓ
જયપુર
જોધપુર
અજમેર
ઉદયપુર
બિકાનેર
કોટા
ભરતપુર

અર્થતંત્ર

રાજસ્થાન: નામ વ્યુત્પત્તિ, ઇતિહાસ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ 
જયપુર મેટ્રો એક મહત્વપૂર્ણ શહેરી પરિવહન સેવા.

રાજસ્થાનની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ અને પશુપાલન આધારિત છે. અહીં મોટા વિસ્તારોમાં ઘઉં અને જવનું વાવેતર થાય છે તે સાથે કઠોળ, શેરડી અને તેલીબિયાં જેવા પાકો પણ લેવાય છે. કપાસ અને તમાકુ એ આ રાજ્યના રોકડિયા પાક છે. રાજસ્થાન ભારતમાં ખાદ્યતેલોના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક છે અને તેલીબિયાંના ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમાંકે આવે છે. રાજસ્થાન ભારતમાં સૌથી મોટું ઊન ઉત્પાદક રાજ્ય છે. આ સાથે તે દેશમાં અફીણનો સૌથી ઉત્પાદન અને ગ્રાહક છે. અહીં પાકની મુખ્યત્વે ઋતુઓ છે. સિંચાઇ માટેનું પાણી કુવાઓ અને તળાવોમાંથી આવે છે. ઈન્દિરા ગાંધી નહેર ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સિંચાઈ પૂરી પાડે કરે છે.

રાજસ્થાન: નામ વ્યુત્પત્તિ, ઇતિહાસ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ 
રાજસ્થાનના બડા બાગ પાસે પવનચક્કીઓ (વિન્ડ ટર્બાઇન્સ)

અહીંના મુખ્ય ઉદ્યોગો ખનિજ આધારિત, કૃષિ આધારિત અને કાપડ આધારિત છે. રાજસ્થાન ભારતમાં પોલિએસ્ટર ફાઇબરનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. દક્ષિણ રાજસ્થાનના કોટા શહેરમાં અનેક અગ્રણી રાસાયણિક અને ઇજનેરી કંપનીઓ આવેલી છે. રાજસ્થાનમાં ખાણકામ પન મહત્ત્વનો ઉપયોગ છે. તાજમહેલ જે સફેદ આરસથી બનાવવામાં આવ્યો હતો તે રાજસ્થાનના મકરાણા નામના એક શહેરથી કાઢવામાં આવ્યો હતો . આ રાજ્ય ભારતમાં સિમેન્ટનો બીજો સૌથી મોટો સ્રોત છે. આ રાજ્યના સંભારમાં મીઠાના વિપુલ ભંડાર છે. ખેત્રી, ઝુનઝુનુ માં તાંબાની તથા તારીબા, ઝવાર અને ભિલવાડા નજીક રામપુરા અગુચા (ખુલ્લી) ખાતેની ઝીંકની ખાણો આવેલી છે. રાજસ્થાનમાં પરિમાણીય પથ્થરનું ખાણકામ પણ હાથ ધરવામાં આવે છે. જોધપુરના રેતીનો પત્થરો મોટાભાગે ઘણા સ્મારકો, મહત્વપૂર્ણ ઇમારતો અને રહેણાંકોમાં વપરાય છે. આ પથ્થરને "ચિત્તર પથ્થર" તરીકે ઓળખવામાં આવે છે. જોધપુર હસ્તકલા અને ગવાર ગમ ઉદ્યોગમાં આગળ છે. રાજસ્થાન એ મુંબઇ-દિલ્હી ઔદ્યોગિક કોરિડોરનો (ડી.એમ.આઇ.સી.)એક ભાગ છે જે રાજ્યને આર્થિક રીતે લાભ પહોંચાડવાની તૈયારીમાં છે. રાજ્યનો ૩૯% ભાગ ડી.એમ.આઇ.સી.નો ફાયદો મેળવશે જેમાં જયપુર, અલવર, કોટા અને ભિલવારા મુખ્ય જિલ્લાઓ છે.

રાજસ્થાનમાં પણ નિમ્ન-સિલિકા ધરાવતા ચૂનાના પત્થરોનો ભંડાર છે.

કૃષિ ઉત્પાદન

રાજસ્થાન ભારતમાં જવ, રાઈ, બાજરી, ધાણા, મેથી અને ગુવારનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. રાજસ્થાનમાં વિશ્વની ૭૨% થી વધુ ગવાર અને ભારતના ૬૦% જવનું ઉત્પાદન કરે છે. રાજસ્થાન એલોવેરા, આમલા, નારંગી નો મુખ્ય ઉત્પાદ્ક છે આ તે સાથે મકાઈ, મગફળીના ઉત્પાદનમાં અગ્રણી ઉત્પાદક છે. રાજસ્થાન સરકારે ઇઝરાયેલના તકનીકી સહયોગથી અહીં ઓલિવ (જૈતૂન)ની ખેતી શરૂ કરી. રાજ્યમાં હાલમાં ઓલિવનું ઉત્પાદન વાર્ષિક ૧૦૦-૧૧૦ ટન જેટલું થાય છે. રાજસ્થાન ભારતનું બીજું સૌથી મોટું દૂધ ઉત્પાદક દેશ છે. રાજસ્થાનમાં ૧૩૮૦૦ સહકારી દુગ્ઘ મંડળીઓ છે.

પરિવહન

રાજસ્થાન દેશ સાથે ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા જોડાયેલું છે. તેમાં સૌથી વધુ પ્રખ્યાત રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ છે, જે ભારતનો પહેલો ૪-૮ માર્ગિકાઓ ધરાવતો (લેન) હાઇ-વે છે. રાજસ્થાનમાં રેલ્વે અને બસ એમ બંનેની સ્વરૂપની આંતર-શહેર પરિવહન પ્રણાલી છે. બધા મુખ્ય શહેરો હવા, રેલ્વે અને સડક માર્ગ દ્વારા જોડાયેલા છે.

હવાઈ માર્ગ

રાજસ્થાનમાં છ મુખ્ય હવાઇમથકો છે - જયપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક, જોધપુર એરપોર્ટ, ઉદયપુર એરપોર્ટ અને તાજેતરમાં અજમેર એરપોર્ટ, બિકાનેર એરપોર્ટ અને જેસલમેર એરપોર્ટ શરૂ થયા છે. આ એરપોર્ટ રાજસ્થાનને ભારતના મોટા શહેરો જેવા કે દિલ્હી અને મુંબઇ સાથે જોડે છે. કોટામાં બીજું એક વિમાનમથક છે પરંતુ તે હજી વ્યાપારી/નાગરિક ઉડ્ડયન માટે ખુલ્લું નથી.

રેલ્વે

રાજસ્થાન રેલ્વે દ્વારા ભારતના મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. જયપુર, કોટા, અજમેર, જોધપુર, ભરતપુર, બીકાનેર, અલવર, આબુ રોડ અને ઉદેપુર રાજસ્થાનના મુખ્ય રેલ્વે સ્ટેશન છે. કોટા શહેર વિદ્યુતીકૃત રેલ્વે લાઈન ધરાવે છે જ્યાંથી ત્રણ રાજધાની ટ્રેનો પસાર થાય છે. થાર એક્સપ્રેસ નામની એક આંતરરાષ્ટ્રીય રેલ્વે જોધપુર થી કરાચી (પાકિસ્તાન) સુધી ચાલે છે. જો કે, આ વિદેશી નાગરિકો માટે ખુલી નથી.

સડકો

રાજસ્થાન તેમજ દેશના દિલ્હી, અમદાવાદ અને ઇન્દોર જેવા મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલા છે અહીંની રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (RSRTC) સરકારી બસ સેવા પૂરી પાડે છે

સંદર્ભ

Tags:

રાજસ્થાન નામ વ્યુત્પત્તિરાજસ્થાન ઇતિહાસરાજસ્થાન વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિરાજસ્થાન દૂર સંચારરાજસ્થાન સરકાર અને રાજકારણરાજસ્થાન વહીવટી વિભાગરાજસ્થાન અર્થતંત્રરાજસ્થાન પરિવહનરાજસ્થાન સંદર્ભરાજસ્થાનઉત્તર પ્રદેશગુજરાતપંજાબ (પાકિસ્તાન)પંજાબ, ભારતપાકિસ્તાનભારતમધ્ય પ્રદેશસિંધસિંધુહરિયાણા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અલ્પેશ ઠાકોરભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોલોકસભાના અધ્યક્ષખેતીમુસલમાનચીપકો આંદોલનરવિશંકર રાવળગિરનારબનાસકાંઠા લોક સભા મતવિસ્તારચામુંડાદિલ્હીગોગા મહારાજપ્રમુખ સ્વામી મહારાજભાથિજીમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજામુંબઈમેડમ કામાકલાપીપોળોનું જંગલવિક્રમ સંવતઆંકડો (વનસ્પતિ)નાગેશ્વરટાઇફોઇડધારાસભ્યઅગિયાર મહાવ્રતદ્વારકાસિકલસેલ એનીમિયા રોગગુજરાત વિદ્યાપીઠધ્રુવ ભટ્ટસ્વામિનારાયણસમાજરાષ્ટ્રીય મતદાતા દિવસરામનારાયણ પાઠકહોમી ભાભાપાણીપતની ત્રીજી લડાઈઆદિ શંકરાચાર્યમેઘવંદે માતરમ્મિથ્યાભિમાન (નાટક)ક્રિકેટનું મેદાનબારડોલી સત્યાગ્રહપાકિસ્તાનવીર્યધ્યાનબિરજુ મહારાજગુજરાતી સાહિત્યપટેલગુજરાતીગરબાશ્રીનિવાસ રામાનુજનકચ્છનું નાનું રણકચરાનો પ્રબંધસમાજશાસ્ત્રકર્કરોગ (કેન્સર)૧૮૫૭ની ભારતીય ક્રાંતિલોકનૃત્યઅયોધ્યાનરેન્દ્ર મોદીસોડિયમઉશનસ્મહારાષ્ટ્રભારતીય ધર્મોકરોડજવાહરલાલ નેહરુમાધવપુર ઘેડરાણકી વાવમૌર્ય સામ્રાજ્યકાદુ મકરાણીમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)મહાકાળેશ્વર જ્યોતિર્લિંગજયંત પાઠકનાટ્યશાસ્ત્રવેદગાયકવાડ રાજવંશકિરણ બેદીમંગળ (ગ્રહ)🡆 More