કસ્તુરબા: મોહનદાસ કરમચંદ ગાંધીના પત્ની

કસ્તુરબા અથવા કસ્તુર મોહનદાસ ગાંધી (૧૧ એપ્રિલ ૧૮૬૯ –૨૨ ફેબ્રુઆરી ૧૯૪૪), જેમને પ્રેમથી બધા બા કહેતા, તેઓ મહાત્મા ગાંધીના ધર્મપત્ની હતા.

તેમના લગ્ન ૧૩ વર્ષની ઉંમરે થયા હતા. લગ્ન સમયે તેઓ નિરક્ષર હતા, બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.

કસ્તુરબા ગાંધી
કસ્તુરબા: મોહનદાસ કરમચંદ ગાંધીના પત્ની
કસ્તુરબા, ૧૯૧૫માં
જન્મની વિગત
કસ્તુરબાઈ ગોકુળદાસ કાપડિયા

(1869-04-11)11 April 1869
મૃત્યુ22 February 1944(1944-02-22) (ઉંમર 74)
આગા ખાન પેલેસ, પુણે
અન્ય નામોકસ્તુર મોહનદાસ ગાંધી
કસ્તુરબા
વ્યવસાયસ્વતંત્રસેનાની
જીવનસાથી
સંતાનો

જીવન

કસ્તુરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં એપ્રિલ ૧૮૬૯માં થયો હતો. ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તુરબાઈ ‘કસ્તુરબા’ તરીકે પ્રખ્યાત થયાં. એમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુમારી હતું. માત્ર ૧૩ વર્ષની ઉંમરે એમનું લગ્ન મોહનદાસ ગાંધી સાથે થયું હતું. ગાંધીજી કરતાં ઉંમરમાં એ ૬ મહિના મોટા હતા.

વિવાહ સમયે કસ્તુરબાને અક્ષરજ્ઞાન ન હતું. ગાંધીજીના પ્રેમાગ્રહને લીધે કસ્તુરબાએ ભણવાની વ્યક્તિગત પ્રવૃત્તિ સહિતની અનેકવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખભેખભો મિલાવીને સહકાર આપ્યો. ગાંધીજીએ કંઈકેટલીય બાબતોમાં કસ્તુરબાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે. સત્યાગ્રહના જે અહિંસક શસ્ત્રથી ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એ સત્યાગ્રહના પાઠ એમને કસ્તુરબાએ જ ભણાવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન બાએ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્ત્વ પણ કરેલું. જ્યારે ૯ જાન્યુઆરી ૧૯૧૫ના રોજ ભારત પરત આવ્યા પછી બાપુએ સ્થાપેલા સાબરમતી આશ્રમની વ્યવસ્થા બાએ જ સંભાળી હતી. ગાંધીજીએ નોંધ્યું છે કે, એમનામાં એક ગુણ સૌથી સારો હતો કે જે દરેક હિન્દુ પત્નીમાં ઓછાવત્તા અંશે હોય જ છે- ઈચ્છા કે અનિચ્છાએ અથવા જાણે-અજાણ્યે એ મારા પદચિહ્નો પર ચાલવામાં ધન્યતા અનુભવતા હતા.

ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા માટે જે કોઈ પણ આંદોલનો શરુ કર્યા એમાં કસ્તુરબાએ પણ એક સજ્જ સૈનિક તરીકે ભાગ લીધો. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ગાંધીજીએ સ્થાપેલા આશ્રમ અને એના રસોડાની જવાબદારી એમણે સ્વીકારી લીધી. સભા સરઘસમાં ભાગ લેવાને લીધે જેલવાસ પણ ભોગવ્યો. ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજીની સાથે ૭૩ વર્ષની જૈફ વયના કસ્તુરબાને પણ પૂનાની આગાખાન જેલમાં બંદી બનાવવામાં આવ્યા. ત્યાં એમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું. આખરે બાવીસમી ફેબ્રુઆરી ૧૯૪૪ના રોજ ૭૫ વર્ષીય કસ્તુરબાનું અવસાન થયું.

Tags:

એપ્રિલ ૧૧ફેબ્રુઆરી ૨૨મહાત્મા ગાંધી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રવિન્દ્રનાથ ટાગોરચંદ્રકાન્ત શેઠતાલુકા વિકાસ અધિકારીમહેન્દ્ર સિંઘ ધોનીસોજીકર્કરોગ (કેન્સર)કાકાસાહેબ કાલેલકરજગન્નાથપુરીમુકેશ અંબાણીકુરુક્ષેત્ર યુદ્ધપાટીદાર અનામત આંદોલનભુજભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪પાણીપતની ત્રીજી લડાઈ૦ (શૂન્ય)કૃત્રિમ વરસાદગુજરાતના લોકસભા મતવિસ્તારોડાકોરપક્ષીસોલંકી વંશઅંગ્રેજી ભાષાકાળો ડુંગરકેન્દ્રશાસિત પ્રદેશસ્વામિનારાયણ સંપ્રદાયગુજરાત યુનિવર્સિટીશ્રીમદ્ ભગવદ્ ગીતાવાઘકૃષ્ણકુમારસિંહ ગોહીલકિષ્કિંધાનવનિર્માણ આંદોલનમુસલમાનજમ્મુ અને કાશ્મીરદરિયાઈ પ્રદૂષણકોમ્પ્યુટર વાયરસપૃથ્વીરાજ ચૌહાણભારતમાં મહિલાઓભારતીય દંડ સંહિતાઝંડા (તા. કપડવંજ)દાસી જીવણઅશ્વગંધા (વનસ્પતિ)ભારતીય રૂપિયોસ્વચ્છતાસિકંદરચીનસંસ્કૃતિઅક્ષાંશ-રેખાંશવિકિમીડિયા ફાઉન્ડેશનગંગાસતીભારતની નદીઓની યાદીનળાખ્યાન (પ્રેમાનંદ)કલાનરેન્દ્ર મોદી સ્ટેડિયમબોટાદ જિલ્લોગલગોટાપ્રથમ વિશ્વ યુદ્ધઆદિ શંકરાચાર્યઔદ્યોગિક ક્રાંતિચામાચિડિયુંહેમચંદ્રાચાર્યમતદાનલાલ બહાદુર શાસ્ત્રીલાખહનુમાન ચાલીસામહાત્મા ગાંધીનું કુટુંબમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરવૌઠાનો મેળોગંગા નદીમોટરગાડીદેવાયત પંડિતદ્વારકાકોણાર્ક સૂર્ય મંદિરગુજરાતના લોકમેળાઓગાંઠિયો વાધીરુબેન પટેલઆદિવાસીપાટણ🡆 More