સાપુતારા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે.

આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.

સાપુતારા
ગિરિમથક
પર્વત પરથી સાપુતારાનો દેખાવ
પર્વત પરથી સાપુતારાનો દેખાવ
સાપુતારા is located in ગુજરાત
સાપુતારા
સાપુતારા
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°34′47″N 73°44′48″E / 20.57972°N 73.74667°E / 20.57972; 73.74667
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોડાંગ
ઊંચાઇ
૧,૦૦૦ m (૩૦૦૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨,૯૬૮
 • ગીચતા૩,૧૫૧/km2 (૮૧૬૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી ભાષા
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૯૪૭૨૦
ટેલિફોન કોડ+૦૨૬૩૧
વાહન નોંધણીGJ-30
સાપુતારા: જોવાલાયક સ્થળો, સાપુતારા આસપાસ પ્રવાસનના સ્થળો, પ્રવાસ માટે માહિતી
સાપુતારા તળાવ

અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

જોવાલાયક સ્થળો

સાપુતારા તળાવ (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.

  • સાપુતારા સંગ્રહાલય: આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે.
  • બગીચા: રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન.

સાપુતારા આસપાસ પ્રવાસનના સ્થળો

  • વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે.
  • ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગરા’ કહેવાય છે.
  • સપ્તશૃંગી ગઢ: સાપુતારાથી ૫૦ કિ.મી. દૂર આવેલ સ્થળ.

પ્રવાસ માટે માહિતી

સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.

  • વિમાનમથક: સુરત ૧૭૨ કિમી દૂર, મુંબઇ ૨૨૫ કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
  • નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ
  • બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: બીલીમોરા
  • ધોરી માર્ગ: સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.

વસ્તી

ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, સાપુતારાના સૂચિત વિસ્તારની વસ્તી ૨,૯૬૮ છે જેમાંથી ૧,૦૩૧ પુરૂષો છે જ્યારે ૧,૯૩૭ સ્ત્રીઓ છે. સાપુતારાનો સાક્ષરતા દર ૮૭.૪% છે. આમ, ડાંગ જિલ્લાના ૭૫.૨%ની સરખામણીમાં સાપુતારામાં સાક્ષરતા દર વધુ છે. સાપુતારામાં પુરૂષ સાક્ષરતા દર ૮૯.૭૩% અને સ્ત્રી સાક્ષરતા દર ૮૬.૨૯% છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ


Tags:

સાપુતારા જોવાલાયક સ્થળોસાપુતારા આસપાસ પ્રવાસનના સ્થળોસાપુતારા પ્રવાસ માટે માહિતીસાપુતારા વસ્તીસાપુતારા સંદર્ભસાપુતારા બાહ્ય કડીઓસાપુતારાઆહવાગુજરાતડાંગ જિલ્લોભારતમહારાષ્ટ્રસહ્યાદ્રિ પર્વતમાળા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાર્વભૌમત્વકલાપીપક્ષીઇન્ટરનેટવૃશ્ચિક રાશીયોગ (મનોશારીરીક જીવનશૈલી)ગણિતહિંદુપૃથ્વીગુજરાત મેટ્રોઅબ્દુલ કલામતાપમાનઇલોરાની ગુફાઓધીરુબેન પટેલલસિકા ગાંઠમાઉન્ટ આબુખરીફ પાકઅખા ભગતગુજરાતી વિશ્વકોશડાકોરઉપનિષદહાફુસ (કેરી)અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારગાંધીનગરગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)નવિન પટનાયકબાંગ્લાદેશબીલીટુંડાલીવલસાડવૈશ્વિકરણમંગળ (ગ્રહ)ભારતમાં મહિલાઓહિમાલયઆણંદકન્યા રાશીવિષ્ણુમગજગુજરાતી સાહિત્યમકરધ્વજપાંડુમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ગાંધી આશ્રમવિદ્યુતભારરાજેન્દ્ર શાહઅશ્વત્થામાકેરળપાણીનું પ્રદૂષણગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'કુંભ રાશીવિઘાઅમદાવાદની ભૂગોળસતાધારહોળીવશવૌઠાનો મેળોગાંધીનગર જિલ્લોઆરઝી હકૂમતકળિયુગપ્રાથમિક શાળાઇન્સ્ટાગ્રામસ્વપ્નવાસવદત્તાવિદ્યુત વિભાજન (ઇલેક્ટ્રોલિસિસ)સંખેડાબાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનમહારાષ્ટ્રમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭હિમાચલ પ્રદેશદિપડોગુજરાતી સિનેમાભારત છોડો આંદોલનવિશ્વની અજાયબીઓપાટણ જિલ્લોવલસાડ જિલ્લોનરસિંહ મહેતા એવોર્ડઇતિહાસચિત્તોડગઢ🡆 More