આતંકવાદ

આતંકવાદ ની ચોક્કસ વ્યાખ્યા બાબતે નોંધપાત્ર મતમતાંતરો હોવા છતાં, મોટા ભાગે નિદોર્ષો, નિઃશસ્ત્રો અને સરકારો તરફ વ્યવસ્થિત રીતે ડર ફેલાવવા માટે અને તેમ કરીને પોતાના રાજકીય, સૈદ્ધાન્તિક અથવા ધાર્મિક હેતુઓ માટે પ્રસાર માધ્યમોનું ધ્યાન ખેંચવા માટે જાણીજોઈને આચરવામાં આવેલી હિંસા અથવા હિંસાની ધમકી/ભયને આતંકવાદ તરીકે ઓળખવામાં આવે છે, અને તેને જુલમગાર માનવામાં આવે છે.

આ માનદંડોમાંથી અનેક અથવા તમામ સાથે મળતી ક્રિયાને મોટા ભાગે આતંકવાદ કહેવામાં આવે છે. આ શબ્દપ્રયોગ સરકાર અથવા ધાર્મિક નેતાઓને માટે વપરાઈ શકે કે કેમ અને યુદ્ધકાળની ગતિવિધિઓને તેના અર્થમાં સમાવિષ્ટ કરવી કે નહીં તે બાબતે નોંધપાત્ર મતભેદો છે. વધુમાં, આતંકવાદ/ત્રાસવાદ અને અપરાધ વચ્ચેનો ભેદ પણ ચોક્કસ રીતે દર્શાવવો અઘરો છે.


આ શબ્દનો રાજકીય અને ભાવનાત્મક રીતે ઉપયોગ કરવામાં આવે છે અને તે સખત નકારાત્મક અર્થછટાઓ ધરાવે છે. તેને વાપરનારની વિચારસરણી અને તે જે સંદર્ભમાં પ્રયોજાયો હોય તેના પર મોટા ભાગે તેના અર્થનો આધાર રહે છે. આ શબ્દની એકસોથી વધુ વ્યાખ્યાઓ અભ્યાસુઓને મળી છે. અત્યારે, આંતરરાષ્ટ્રીય ધોરણે સ્વીકૃત હોય તેવી કોઈ વ્યાખ્યા નથી. સરકારો પ્રતિપક્ષોને તેમની બિનકાયદેસરતા પુરવાર કરવા માટે આતંકવાદીઓ તરીકે સંબોધે છે. કેટલાકના મતે આતંકવાદી શબ્દ એટલી પ્રત્યયાત્મક સમસ્યાઓથી ઘેરાયેલો છે કે તેના બદલે હિંસાત્મક બિન-રાજકીય કર્તા શબ્દપ્રયોગ વધુ સારો પ્રયોગ છે.[સંદર્ભ આપો] આતંકવાદ ખૂબ લાંબો ઇતિહાસ ધરાવે છે અને જમણેરી અને ડાબેરી એમ બંને રાજકીય પક્ષો, રાષ્ટ્રવાદી જૂથો, ધાર્મિક સમુદાયો, ક્રાંતિકારીઓ, અપરાધીઓ અને અન્યો દ્વારા તે પ્રયોજાતો આવ્યો છે.

શબ્દનો ઉદ્ભવ

ઢાંચો:Terrorism "ટેરર (આતંક)" શબ્દ લૅટિનના ટેરેરે એટલે કે "ભય પમાડવું" પરથી બન્યો છે. 105 ઈ.સ.પૂર્વે, રોમમાં કિમ્બ્રી સમુદાયના યૌદ્ધાઓના આક્રમણના પ્રતિભાવમાં જે ભય અને કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી તેને તેઓ ટેરર કિમ્બ્રીકસ કહેતા. જેકોબિનોએ ફ્રેન્ચ ક્રાંતિ દરમ્યાન આતંકનું સામ્રાજય સ્થાપતી વખતે આ પૂર્વાધાર લીધો હતો. જેકોબિનોએ સત્તા ગુમાવી, તે પછી "આતંકવાદી" શબ્દ નિંદા માટે વપરાતો શબ્દ બની રહ્યો. અલબત્ત, આતંકનું સામ્રાજય સરકાર દ્વારા સ્થાપવામાં આવ્યું હોવા છતાં, આધુનિક સમયમાં "આતંકવાદ" શબ્દ, સામાન્ય રીતે કોઈ ખાનગી જૂથ દ્વારા નિર્દોષ લોકોની હત્યા કરીને પ્રસાર-માધ્યમોનું ધ્યાન ખેંચવાના અર્થમાં વાપરવામાં આવે છે. શબ્દની આ અર્થછટા છેક સરગેય નેચાયેવ, કે જેણે પોતાની જાતને એક "આતંકવાદી" ગણાવી હતી, ત્યાં સુધી જોઈ શકાય છે. 1869માં નેચાયેવે "પીપલ્સ રિટ્રીબ્યુશન (લોકોનો પ્રતિશોધ - Народная расправа)" નામનું પહેલવહેલું રશિયન આતંકવાદી જૂથ સ્થાપ્યું હતું.


નવેમ્બર 2004માં, યુનાઈટેડ નેશન્સ સિકયોરિટી કાઉન્સિલના એક રિપોર્ટમાં આતંકવાદને કોઈ પણ એવી ગતિવિધિ ઠરાવી હતી કે "જે પ્રજાને ડરાવવા/ધમકાવવાના અથવા સરકાર કે આંતરરાષ્ટ્રીય સંગઠનને કશુંક કરવા કે કશું કરવાથી રોકવા માટે ફરજ પાડવાના હેતુથી સામાન્ય નાગરિકો કે નિઃશસ્ત્ર લોકોની હત્યા કરવાનો કે તેમને ગંભીર શારીરિક હાનિ પહોંચાડવાનો ઈરાદો રાખે છે"..


ઘણા દેશોમાં, અન્ય હેતુઓ માટે કરાતા અપરાધો કરતાં આતંકવાદી પ્રવૃત્તિઓને કાયદેસર જુદી પાડવામાં આવી છે, અને "આતંકવાદ"ને ધારાસભામાં કાયદો બનાવીને સ્પષ્ટ કરવામાં આવ્યો છે; ચોક્કસ વ્યાખ્યાઓ માટે જુઓ આતંકવાદની વ્યાખ્યા . આતંકવાદની કાયદા મુજબની વ્યાખ્યાઓમાંના સામાન્ય સિદ્ધાન્તો તેના અર્થ બાબતે સર્વસંમતિ સધાતી જોવા મળે છે અને તે જુદા જુદા દેશોમાંના કાયદાનું અમલીકરણ કરનારી વ્યકિતઓ વચ્ચે સહકારના સંબંધો પોષે છે. આ વ્યાખ્યાઓમાંથી કેટલીકમાં અતિક્રમણ કરાયેલા દેશમાં, નાગરિકો દ્વારા આક્રમણખોરો સામે હિંસાનો ઉપયોગ કાયદેસરની ગણવા બાબતેની શકયતાને કયાંય જોવામાં જ નથી આવતી. બીજી વ્યાખ્યાઓ માત્ર પ્રતિરોધ ચળવળો કે જે હિંસાત્મક પગલાંથી આક્રમણખોરોનો વિરોધ કરે છે અને જેમાં સામાન્ય નાગરિકો અને નિઃશસ્ત્રોનો કોઈ ભેદભાવ વિના ભોગ લેવાય છે તેને જ આતંકવાદી જૂથો તરીકે લેબલ કરવામાં આવે છે, અને આમ હિંસાના ન્યાયસંગત અને ગેરકાયદેસર ઉપયોગ વચ્ચે ભેદ સ્પષ્ટ કરે છે. છેવટે, આ તફાવત એ માત્ર રાજકીય નિર્ણય જ છે.

મુખ્ય માનદંડ

અધિકૃત વ્યાખ્યાઓ પ્રતિ-આતંકવાદ નીતિ નિશ્ચિત કરે છે, અને મોટા ભાગે તેના માટે જ વિકસાવવામાં આવી હોય છે. મોટા ભાગની સરકારી વ્યાખ્યાઓમાં નીચેના મુખ્ય માનદંડોનો સમાવેશ થાય છેઃ લક્ષ્ય, ઉદ્દેશ, ચાલકબળ/પ્રયોજન, ગુનેગાર, અને જે-તે પ્રવૃત્તિની કાયદેસરતા અથવા ન્યાયસંગતતા. ગુનેગારોના નીચેના વિધાન પરથી પણ મોટા ભાગે આતંકવાદને ઓળખી શકાય છે.


હિંસા - સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના વૉલ્ટર લાકયુઈયર મુજબ, "આતંકવાદની સામાન્ય લાક્ષણિકતા અંગે સહમતિ સધાઈ શકી હોય તેવી એક માત્ર લાક્ષણિકતા એ છે કે આતંકવાદમાં હિંસા અથવા હિંસાની ધમકી/ભય શામેલ હોય છે." જો કે, માત્ર હિંસાના માનદંડ પરથી કોઈ ઉપયોગી વ્યાખ્યા રચાઈ શકતી નથી, કારણ કે તે સામાન્ય રીતે જેને આતંકવાદ ગણવામાં આવતો નથી તેવી બીજી અનેક પ્રવૃત્તિઓમાં શામેલ હોય છે, જેમ કેઃ યુદ્ધ, રમખાણ, સંગઠિત અપરાધ, અથવા એકદમ સામાન્ય હુમલો. જેમાં જાનહાનિ ન હોય તેવા માલમિલકતના વિનાશને પણ સામાન્ય રીતે હિંસાત્મક અપરાધ ગણવામાં આવતો નથી, પરંતુ અર્થ લિબરેશન ફ્રન્ટ(પૃથ્વી મુકિત મોરચો) અને એનિમલ લિબરેશન ફ્રન્ટ (પ્રાણી મુકિત મોરચો) જેવા કેટલાકના મતે માલમિલકતના નુકસાન/વિનાશને પણ હિંસા અથવા આતંકવાદ તરીકે વર્ણવવામાં આવે છે; ઈકો-ટેરરિઝમ પણ જોશો.


માનસિક અસર અને ડર - સૌથી મહત્તમ તીવ્રતામાં અને લાંબા સમયગાળા સુધી માનસિક અસર ઊભી થાય તે રીતે હુમલો કરવામાં આવે છે. આતંકવાદનો પ્રત્યેક બનાવ એ એક એવો "દેખાવ" છે જેને ઘણા વિશાળ પ્રેક્ષકગણ પર અસર ઊભી કરવા માટે રચવામાં આવ્યો હોય છે. આતંકવાદીઓ પોતે જે દેશ કે સમાજના વિરોધી છે તેના પાયાને હચમચાવી નાખવા અને પોતાની શકિતનું પ્રદર્શન કરવા માટે રાષ્ટ્રીય પ્રતીકો પર હુમલો કરતા પણ જોવા મળે છે. આવા બનાવોથી સરકારને નકારાત્મક અસર પહોંચે, જયારે આ આતંકવાદી પ્રવૃત્તિ પાછળ જેનો હાથ હોય તે આતંકવાદી સંગઠન અને/અથવા તેની વિચારસરણીની પ્રતિષ્ઠા વધે તેમ બની શકે છે.


રાજકીય હેતુ સિદ્ધ કરવા માટેનું અપરાધીકૃત્ય - આતંકવાદનાં ઘણાં બધાં કૃત્યોમાં જે સામાન્ય જોવા મળ્યું છે તે છે રાજકીય હેતુ. પત્ર-લેખન અથવા વિરોધ પ્રદર્શન જેમ જ આતંકવાદ પણ એક રાજકીય યુકિત છે; જયારે બીજા કશાથી પોતે જેવી ઇચ્છે છે તેવી અસર ઊભી નહીં થઈ શકે એમ ચળવળકારો માનતા હોય ત્યારે તેઓ કોઈ રાજકીય યુકિતની જેમ આતંકવાદનો ઉપયોગ કરે છે. તેઓ જે બદલાવ ઇચ્છતા હોય છે તે એટલો આગ્રહપૂર્વક ઇચ્છતા હોય છે કે બદલાવ ન હાંસલ કરી શકવાની નિષ્ફળતા તેમને સામાન્ય નાગરિકોના મૃત્યુ કરતાં વધુ વસમું પરિણામ લાગે છે. જયારે આતંકવાદ અને ધર્મ સંકળાયેલા જોવા મળે છે ત્યાં મોટા ભાગે આવો આંતરિક-સંબંધ જોવા મળે છે. જયારે કોઈ રાજકીય સંઘર્ષ ધાર્મિક અથવા "વૈશ્વિક/બ્રહ્માંડી" સંઘર્ષનું સ્વરૂપ પકડે છે, જેમ કે પૂર્વજોના વતન પર નિયંત્રણ મેળવવું, ઉદાહરણ તરીકે ઈઝરાયેલ અને જેરુસલામ, આવા કિસ્સામાં રાજકીય લક્ષ્ય (રાષ્ટ્રવાદ) હાંસલ કરવામાં નિષ્ફળતા એ આધ્યાત્મિક નિષ્ફળતા સમાન બને છે, અને આ લક્ષ્ય પ્રતિ ખૂબ સમર્પિતોને તે પોતાના અથવા નિદોર્ષ સામાન્ય નાગરિકોના મૃત્યુ કરતાં વધુ વસમી લાગે છે. જયોર્જ સી. માશર્લ સેન્ટર ફોર યુરોપિયન સિકયોરિટી સ્ટડીઝ ખાતે કારસ્ટેન બોકસ્ટેટેએ આ ચાવીરૂપ લાક્ષણિકતાઓને એકસાથે સાંકળીને એક વ્યાખ્યા તૈયાર કરી છેઃ

Terrorism is defined as political violence in an asymmetrical conflict that is designed to induce terror and psychic fear (sometimes indiscriminate) through the violent victimization and destruction of noncombatant targets (sometimes iconic symbols). Such acts are meant to send a message from an illicit clandestine organization. The purpose of terrorism is to exploit the media in order to achieve maximum attainable publicity as an amplifying force multiplier in order to influence the targeted audience(s) in order to reach short- and midterm political goals and/or desired long-term end states."


ઈરાદાપૂર્વક નિઃશસ્ત્રોને નિશાન બનાવવા - સામાન્ય નાગરિકોને પોતાના સીધાં નિશાન બનાવવાનું ઈરાદાપૂર્વક નક્કી કરવું તે આંતકવાદનું વિશિષ્ટ લક્ષણ છે. વિશેષરૂપે, જયારે નવજાત શિશુઓ, બાળકો, માતાઓ અને અન્ય વડીલોની હત્યા કરવામાં આવે છે કે તેમને જખમી કરવામાં આવે છે અને તેમને હાનિની મધ્યમાં ધકેલવામાં આવે છે ત્યારે તેમનો અપરાધી મનસૂબો સ્પષ્ટ જણાઈ આવે છે. મોટા ભાગના વખતે, આતંકવાદના ત્રાહિતોને તેઓ ભયનું કારણ છે એટલા માટે નહીં પરંતુ આતંકવાદીઓ વિશ્વ માટેની જે ચોક્કસ દૃષ્ટિ ધરાવે છે તેમાં તેમની નજરે તેઓ ચોક્કસ "પ્રતીકો, સાધનો, પ્રાણીઓ અથવા ભ્રષ્ટ માણસો" છે એટલા માટે પસંદ કરવામાં આવે છે. તેમને પીડા આપીને આતંકવાદીઓ ભય ફેલાવવાનો, પોતાનો સંદેશ બહાર પ્રેક્ષકોને પહોંચાડવાનો અથવા તો પછી મોટા ભાગે પોતાની ક્રાંતિકારી ધાર્મિક માંગો અને રાજકીય હેતુઓ સંતોષવાનો હેતુ પૂરો કરે છે.


ગેરકાયદેસરતા અથવા બિન-ન્યાયસંગતતા - આતંકવાદની કેટલીક અધિકૃત (નોંધપાત્ર રીતે સરકારી) વ્યાખ્યાઓ ગેરકાયદેસરતા અથવા ન્યાયસંગત ન હોવાને એક માનદંડ તરીકે ઉમેરવામાં આવ્યો છે, જેથી સરકાર દ્વારા અધિકૃત ગતિવિધિઓ (અને તેથી "કાયદેસર") અને અન્ય વ્યકિતઓ અને નાના જૂથો દ્વારા થતી ગતિવિધિઓને જુદી પાડી શકાય. આ માપદંડ અનુસાર, એવાં કૃત્યો જે અન્ય માનદંડો અનુસાર આતંકવાદ ઠરી શકે, તે માત્ર સરકાર દ્વારા માન્ય હોવાને કારણે આતંકવાદ ગણાતાં નથી. ઉદાહરણ તરીકે, અમુક ધ્યેય માટે નાગરિકોનો ટેકો દર્શાવતા શહેર પર બૉમ્બવર્ષા કરવી, તે જો સરકાર માન્ય હોય તો તે આતંકવાદ ગણાશે નહીં. આ માનદંડ મૂળભૂત રીતે સમસ્યાજનક છે અને તેને વૈશ્વિક રીતે સ્વીકારવામાં આવ્યો નથી, કારણ કેઃ તે રાજય તરફથી કોઈ આતંકવાદ હોઈ શકે તેવી શકયતાને નકારે છે; એક જ કૃત્યને, તે "ન્યાયસંગત" સરકારી પગલું છે કે નહીં તેના આધારે તેને આતંકવાદ તરીકે કે બિનઆતંકવાદી કૃત્ય તરીકે ઠેરવવામાં આવી શકે નહીં; "ન્યાયસંગતતા" અને "કાયદેસરતા" એ વયૈકિતક છે, જે એક કે બીજી સરકારના પરિપ્રેક્ષ્ય પર આધારિત છે; અને તે આ શબ્દપ્રયોગના ઐતિહાસિક રીતે સ્વીકૃત અર્થ અને ઉદ્ભવથી વેગળો છે. આ કારણોસર, આ માનદંડને વૈશ્ચિક રીતે સ્વીકારવામાં આવ્યો નથી; મોટા ભાગના શબ્દકોશોમાંની આ શબ્દની વ્યાખ્યાઓમાં આ માનદંડનો સમાવેશ થતો નથી.

નિંદાત્મક ઉપયોગ

ઢાંચો:POV-section "આતંકવાદ" અને "આતંકવાદી" (આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તે) શબ્દો ખૂબ સખત નકારાત્મક અર્થછટાઓ ધરાવે છે. આ શબ્દો મોટા ભાગે રાજકીય લેબલો તરીકે વપરાય છે, અમુક લોકો દ્વારા આચરાયેલી હિંસા અથવા હિંસાની ધમકીને અનૈતિક, નિરંકુશ, ગેરવાજબી/અનુચિત ગણાવી તે માટે એ લોકોને અથવા તો વસતિના તે સમગ્ર વર્ગને વખોડી કાઢવા માટે તેમનો ઉપયોગ થતો હોય છે. પોતાના વિરોધીઓ દ્વારા "આતંકવાદી"નું બિરુદ પામેલા લોકો ભાગ્યે જ પોતાને આતંકવાદી ગણાવે છે, અને પોતાની ઓળખ દર્શાવવા લાક્ષણિક ઢબે અન્ય શબ્દો અથવા તો તેમની પરિસ્થિતિને અનુરૂપ શબ્દપ્રયોગો વાપરે છે, જેમ કે અલગતાવાદી, સ્વાતંત્ર્ય સેનાની, મુકિતદાતા, ક્રાંતિકારી, તકેદાર, યૌદ્ધા, અર્ધલશ્કરી, ગેરિલા, બળવાખોર, દેશભકત, અથવા તેમની ભાષાઓ અને સંસ્કૃતિમાં તે માટેના સમાન અર્થના કોઈ પણ શબ્દ. જેહાદી, મુજાહિદ્દીન, અને ફિદાયીન એ એવા જ અરબી શબ્દો છે, જે હવે અંગ્રેજી શબ્દકોશમાં સમાવી લેવામાં આવ્યા છે. એકબીજાને આતંકવાદી તરીકે દર્શાવવા બંને પક્ષો વચ્ચે સંઘર્ષ રહે તે સામાન્ય છે.


અમુક આતંકવાદી કૃત્યોને, જેમ કે સામાન્ય નાગરિકોને રહેંસી નાખવાને અમુક ચોક્કસ સંજોગોમાં ઓછા અનિષ્ટભર્યા કે ઓછા શેતાની ગણી શકાય કે કેમ તે પ્રશ્ન બાબતે ફિલસૂફોએ જુદા જુદા દષ્ટિકોણો વ્યકત કર્યા છેઃ જયારે ડેવિડ રોડીનના મતે, ઉપયોગિતાવાદી ફિલસૂફો એવા કિસ્સાઓની કલ્પના કરી શકે છે (થિયરીમાં) કે જેમાં આતંકવાદની અનિષ્ટકારી અસરો, સારી બાબતો કરતાં ચડી જાય છે, જે નૈતિક રીતે આનાથી ઓછી કિંમતે મેળવી શકાય તેમ નથી હોતી, પ્રત્યક્ષ રીતે "ગુપ્ત રીતે એકઠા થવાની નિઃશસ્ત્રોની કાયદેસરની મુકિતની હાનિકારક અસરો એ અમુક આતંકવાદી કૃત્યોથી સધાતી સારી બાબતોથી ચડી જતી માનવામાં આવે છે." બિન-ઉપયોગિતાવાદી ફિલસૂફોમાંથી, માઈકલ વાલ્ઝર દલીલ કરી હતી કે માત્ર એક જ ચોક્કસ કિસ્સામાં આતંકવાદને નૈતિક રીતે વાજબી ઠેરવી શકાય તેમ છેઃ જયારે "કોઈ દેશ અથવા સમુદાયને માથે સંપૂર્ણ વિનાશનો ભય તોળાતો હોય અને તેમાંથી ઉગરવાનો અને પોતાને બચાવવાનો એક માત્ર રસ્તો નિઃશસ્ત્રોને ઈરાદાપૂર્વક નિશાન બનાવવાનો રહેતો હોય, ત્યારે તેમ કરવું નૈતિક રીતે યોગ્ય છે."


બ્રુસ હોફમૅને પોતાના પુસ્તક ઈનસાઈડ ટેરરિઝમ માં આતંકવાદ શબ્દ કેમ વિકૃત બન્યો છે તેની સ્પષ્ટતા આપી છેઃ

On one point, at least, everyone agrees: terrorism is a pejorative term. It is a word with intrinsically negative connotations that is generally applied to one's enemies and opponents, or to those with whom one disagrees and would otherwise prefer to ignore. 'What is called terrorism,' Brian Jenkins has written, 'thus seems to depend on one's point of view. Use of the term implies a moral judgment; and if one party can successfully attach the label terrorist to its opponent, then it has indirectly persuaded others to adopt its moral viewpoint.' Hence the decision to call someone or label some organization terrorist becomes almost unavoidably subjective, depending largely on whether one sympathizes with or opposes the person/group/cause concerned. If one identifies with the victim of the violence, for example, then the act is terrorism. If, however, one identifies with the perpetrator, the violent act is regarded in a more sympathetic, if not positive (or, at the worst, an ambivalent) light; and it is not terrorism.


આ શબ્દની નિંદાત્મક અર્થછટાઓને આ કહેવતમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવી છે, "એક માટે જે ત્રાસવાદી છે તે બીજા માટે સ્વાતંત્ર્ય સેનાની છે." જયારે એક જૂથ રાજયની શેહમાં તેમના બંનેના શત્રુ સામે નિયમથી વિરુદ્ધ લશ્કરી પદ્ધતિઓ વાપરે છે, પણ પછી પાછળથી રાજયની જ સામે પડે છે અને પોતાના જૂના મિત્ર સામે એ જ પદ્ધતિઓનો ઉપયોગ કરવા માંડે એ તેનું ઉદાહરણ છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, માલયન લોકોના પ્રતિ-જાપાનિઝ લશ્કરે બ્રિટિશ સાથે મિત્રતાનો સંબંધ બાંધ્યો હતો, પણ માલયન કટોકટી દરમ્યાન, તેના વારસના સભ્યો(માલાયન વંશ મુકિત લશ્કર)ને અંગ્રેજોએ "આતંકવાદી" તરીકે ખપાવ્યા. વધુ તાજેતરનો કિસ્સો જોઈએ તો રોનાલ્ડ રેગન અને અમેરિકી શાસનના અન્યોએ સોવિયેત યુનિયન સામેની તેમની લડાઈમાં અફઘાન મુજાહિદ્દીનને વારંવાર "સ્વાતંત્ર્ય સેનાનીઓ" તરીકે ઓળખાવ્યા હતા, છતાં વીસ વર્ષ પછી, જયારે અફઘાનની નવી પેઢીએ જેને તેઓ પરદેશી શકિતઓએ સ્થાપેલું રાજયતંત્ર માને છે તેની સામે લડવું શરૂ કયુર્ં ત્યારે જયોર્જ ડબ્લ્યુ. બુશે તેમના હુમલાઓને "આતંકવાદ" કહ્યા. આતંકવાદ માટે જેમને દોષિત ઠેરવવામાં આવે છે તે જૂથો સ્વાભાવિક રીતે પોતાની પ્રવૃત્તિ માટે કાયદેસરની લશ્કરી અથવા સૈદ્ધાન્તિક પ્રવૃત્તિ પ્રતિબિંબિત કરતા શબ્દને પસંદ કરે છે. ઓટ્ટાવાની કારલેટન યુનિવર્સિટી ખાતે જાણીતા આતંકવાદ સંશોધક અને કૅનેડિયન સેન્ટર ઓફ ઈન્ટેલિજન્સ એન્ડ સિકયોરિટી સ્ટડીઝના નિર્દેશક પ્રોફેસર માર્ટિન રુદ્નેર "આતંકવાદી કૃત્યો"ને રાજકીય અથવા અન્ય સૈદ્ધાન્તિક લક્ષ્યો માટે સામાન્ય નાગરિકો પર કરાયેલો હુમલો ગણાવે છે, અને કહે છેઃ

There is the famous statement: 'One man's terrorist is another man's freedom fighter.' But that is grossly misleading. It assesses the validity of the cause when terrorism is an act. One can have a perfectly beautiful cause and yet if one commits terrorist acts, it is terrorism regardless.


"મુકિત"ના સંઘર્ષમાં સંકળાયેલાં કેટલાંક જૂથોને, પશ્ચિમી સરકારો અથવા પ્રસાર-માધ્યમોએ "આતંકવાદી" કહ્યા હતા. પાછળથી, જયારે એ જ વ્યકિતઓ સ્વતંત્ર થયેલા દેશના નેતાઓ બન્યા, ત્યારે એ જ સંગઠનોએ તેમને "કુશળ રાજનીતિજ્ઞ" કહ્યા. આ પ્રકારના બનાવોના બે ઉદાહરણો છે નોબલ શાંતિ પુરસ્કાર વિજેતાઓ મેનાચેમ બિગીન અને નેલ્સન મંડેલા.


કયારેક મિત્રરાજયો પણ, ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકારણના અમુક કારણોસર અમુક સંગઠનના સભ્યો આતંકવાદી છે કે નહીં તે બાબતે અસહમત થઈ શકે છે. ઉદાહરણ રૂપે, ઘણાં વર્ષો સુધી યુનાઈટેડ સ્ટેટ્સ સરકારના કેટલાક વિભાગોએ આઈરિશ રિપબ્લિકન આર્મી (આઈઆરએ - IRA)ના સભ્યોને આતંકવાદી ગણાવવાને નકારી કાઢ્યું હતું, કે જયારે આઈઆરએ યુનાઈટેડ સ્ટેટ્સના ગાઢ મિત્રરાજય (બ્રિટન) સામે જ આ પદ્ધતિઓ અખત્યાર કરી રહ્યું હતું, જેને બ્રિટને આતંકવાદ જાહેર કર્યો હતો. કિવન વિરુદ્ધ રોબીનસનના કિસ્સામાં આ બાબતને ભારપૂર્વક દર્શાવવામાં આવી હતી.


આ અને અન્ય કારણોસર, પ્રસાર-માધ્યમો આ તેમના શબ્દપ્રયોગ બાબતે કાળજી રાખવાનો પ્રયત્ન કરે છે અને તેમ કરીને નિષ્પક્ષપાતીપણાની પોતાની છાપ જાળવી રાખવા માગે છે.

પ્રકારો

1975ની શરૂઆતમાં, ફોજદારી ગુનાઓના ન્યાય તોળવા બાબતેના ધોરણો અને ધ્યેય નક્કી કરવા માટે યુનાઈટેડ સ્ટેટ્સના સહાયક કાયદા અમલીકરણ ખાતાએ રાષ્ટ્રીય સલાહકાર સમિતિની રચના કરી હતી. આ સમિતિએ જે પાંચ ખંડો લખ્યા તેમાંથી એકનું શીર્ષક ગેરવ્યવસ્થા અને આતંકવાદ હતું, જે કાર્ય વિશેષ દળના નિર્દેશક એચ.એચ.એ. કૂપરની દોરવણી હેઠળ અવ્યવસ્થા અને આતંકવાદ અંગેના કાર્ય વિશેષ દળ દ્વારા રચવામાં આવ્યું હતું. આ કાર્ય વિશેષ દળે આતંકવાદને કુલ છ વિભાગોમાં વર્ગીકૃત કર્યું હતું.

  • મુલકી અવ્યવસ્થા - સમુદાયની શાંતિ, સલામતી અને રોજિંદા કામકાજમાં ખલેલ ઊભી કરતું હિંસાનું સંગઠિત સ્વરૂપ.
  • રાજકીય આતંકવાદ - રાજકીય હેતુસર, જે-તે સમુદાય અથવા તેના મહત્ત્વના હિસ્સામાં પ્રાથમિક રીતે ડર ઊભો કરવા માટે જ કરવામાં આવેલાં હિંસાત્મક અપરાધી કૃત્યો.
  • બિન-રાજકીય આતંકવાદ - રાજકીય હેતુ પાર પાડવા માટે નહીં, પરંતુ જે આતંકવાદ "છેવટે જુલમગાર હેતુઓને લઈને ખૂબ ઊંડો ભય ફેલાવવા અને જાળવી રાખવા માટે જ ઈરાદાપૂર્વક કરવામાં આવ્યો હોય, અને જેના મૂળમાં કોઈ રાજકીય ઉદ્દેશ નહીં પરંતુ તેના બદલે વૈયકિતક અથવા સંગઠિત સ્વાર્થ હોય."
  • કવાસી-આતંકવાદ - સાચા આતંકવાદ સમાન સ્વરૂપ અને પદ્ધતિઓ ધરાવતી એવી પ્રવૃત્તિઓ જેમાં આકસ્મિક રીતે હિંસાત્મક અપરાધ સામેલ હોય છે, પરંતુ જેમાં આતંકવાદના આવશ્યક ઘટકનો અભાવ હોય છે. કવાસી-આતંકવાદીઓનો મુખ્ય હેતુ, સાચા આતંકવાદમાં હોય છે તેમ, પોતાના નિકટતમ શિકારમાં ભય ઊભો કરવાનો હોતો નથી, છતાં આ કવાસી-આતંકવાદી, સાચા આતંકવાદી જેવી જ બાહ્ય પદ્ધતિઓ અને તકનિકો અખત્યાર કરે છે અને એકસમાન પરિણામો અને પ્રત્યાઘાતો ઊભા કરે છે. ઉદાહરણ તરીકે, મૃત્યુદંડની સજાને પાત્ર અપરાધી ભાગવા માટે અમુક જણને બાનમાં લેનાર કવાસી-આતંકવાદી છે, પણ તેની પદ્ધતિઓ સાચા આતંકવાદીને મળતી આવે છે, અલબત્ત તેના હેતુઓ તદ્દન જુદા હોય છે.
  • સીમિત રાજકીય આતંકવાદ - ક્રાંતિકારી અભિગમ એ સાચા રાજકીય આતંકવાદની લાક્ષણિકતા છે; સીમિત રાજકીય આતંકવાદ એ "આતંકવાદના એવાં કૃત્યો છે જે અમુક વિચારસરણી અથવા રાજકીય હેતુઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે પણ જે રાજય પર નિયંત્રણ હાંસલ કરવાના સંપીલા અભિયાનનો હિસ્સો નથી."
  • સરકારી અથવા રાજ્ય આતંકવાદ - "આતંકવાદની તોલે આવે અથવા એટલી માત્રામાં ભય અને દમનથી જે દેશોમાં શાસન ચલાવવામાં આવે છે તેને દર્શાવે છે." તેને બંધારણીય આતંકવાદ , એટલે કે બૃહદ રીતે, રાજકીય હેતુઓ હાંસલ કરવા માટે, મોટા ભાગે પોતાની વિદેશ નીતિના ભાગરૂપે સરકારો જ દ્વારા આચરાતાં આતંકવાદી કૃત્યો તરીકે પણ સંબોધી શકાય.


યુ.એસ.ના ગુપ્ત તંત્રે તૈયાર કરેલા એક પૃથક્કરણમાં ચાર પ્રકારો દર્શાવવામાં આવ્યા છે.

  • રાષ્ટ્રવાદી-અલગતાવાદી
  • ધાર્મિક કટ્ટરવાદી
  • નવા ધાર્મિક
  • સામાજિક ક્રાંતિકારી

લોકશાહી અને આંતરિક આતંકવાદ

આંતરિક આતંકવાદ અને લોકશાહી વચ્ચેનો સંબંધ ખૂબ જટિલ છે. જે રાષ્ટ્રોમાં મધ્યવર્તી રાજનૈતિક સ્વતંત્રતા છે ત્યાં આતંકવાદ સૌથી સામાન્યપણે અને મોટા ભાગના લોકશાહી ધરાવતાં રાષ્ટ્રોમાં લઘુત્તમ સામાન્ય પ્રમાણમાં આતંકવાદ જોવા મળે છે. જો કે, એક અભ્યાસ મુજબ આત્મઘાતી આતંકવાદ આ સામાન્ય નિયમમાં અપવાદ રૂપ હોઈ શકે છે. આ ચોક્કસ પદ્ધતિના ઉપયોગથી ફેલાવાતા આતંકવાદના પુરાવાઓ સ્પષ્ટ કરે છે કે આતંકવાદનું દરેક આધુનિક આત્મઘાતી અભિયાને લોકશાહીને નિશાન બનાવી છે- લોકશાહી એટલે કે નોંધપાત્ર પ્રમાણમાં રાજકીય સ્વતંત્રતા ધરાવતું રાષ્ટ્ર. 1980 અને 1990ના દાયકામાં આતંકવાદીઓને આત્મઘાતી હુમલાઓ માટે અપાયેલી છૂટછાટથી તેમના હુમલાઓનું પ્રમાણ વધ્યું છે એવું એક અભ્યાસ સૂચવે છે.


બિન-લોકશાહી રાષ્ટ્રોમાંના "આતંકવાદ"ના કેટલાંક ઉદાહરણો જોઈએ તો તેમાં સ્પેનમાં ફ્રાન્સિસકો ફ્રાન્કોની આગેવાનીમાં ઈટીએ (ETA), પેરુમાં આલ્બર્ટો ફુજિમોરી હેઠળ શાયનિંગ પાથ, તુર્કીમાં જયારે લશ્કરી નેતાઓનું શાસન હતું ત્યારે કુર્દીસ્તાન વકર્સ પાર્ટી અને દક્ષિણ આફ્રિકામાંના એએનસી (ANC)-નો સમાવેશ થાય છે. યુનાઈટેડ કિંગડ્મ, યુનાઈટેડ સ્ટેટ્સ, ઈઝરાયેલ, ઈન્ડોનેશિયા, ભારત અને ફિલિપાઈન્સ જેવાં લોકશાહી રાષ્ટ્રોએ પણ આંતરિક આતંકવાદનો સામનો કર્યો છે.


નાગરિક અધિકારોને વરેલું લોકશાહી રાષ્ટ્ર, અન્ય રાજયતંત્રો કરતાં વધુ ઊંચા નૈતિક આધાર ધરાવવાનો દાવો કરી શકે, પણ જયારે આવા રાષ્ટ્રમાં આતંકવાદી કૃત્ય ઘટે છે ત્યારે તેનાથી રાષ્ટ્ર સમક્ષ એક દ્વિધા જરૂર ઊભી થાય છેઃ કાં તો પોતાના નાગરિક અધિકારોને વળગી રહેવું અને તેથી આતંકવાદની સમસ્યા સાથે કામ પાર પાડવામાં પોતાની બિનઅસરકારક છબિ ઉપસે તેનું જોખમ ઉપાડવું; અથવા વિકલ્પ રૂપે, નાગરિક અધિકારો પર કાપ મૂકવો અને તેથી નાગરિક અધિકારોને ટેકો આપતા હોવાનો પોતાનો દાવો ખોટો છે તેવી છબિ ઉપસે તેનું જોખમ ઉપાડવું. અમુક સામાજિક વિચારકોએ નિષ્કર્ષ આપ્યા અનુસાર, આ દ્વિધા આતંકવાદી(ઓ)ના શરૂઆતના આયોજનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે; એટલે કે, રાષ્ટ્ર ખોટું છે.

ધાર્મિક આતંકવાદ

ધાર્મિક આતંકવાદ એ જૂથ અથવા વ્યકિતઓ દ્વારા કરાતાં આતંકવાદી કૃત્યો છે, જેની પાછળનું ચાલકબળ લાક્ષણિક રીતે ધાર્મિક માન્યતાઓમાં દઢ થયેલા વિશ્વાસમાં સમાયેલું હોય છે. સદીઓથી અમુક માન્યતા, દષ્ટિકોણ અથવા મત ફેલાવવા અથવા પરાણે મનાવવાની આશામાં ધાર્મિક આધારો પર આતંકવાદી કૃત્યો આચરાતાં આવ્યાં છે. ધાર્મિક ત્રાસવાદ પોતાનામાં કોઈ ચોક્કસ ધાર્મિક દષ્ટિબિંદુ અથવા દષ્ટિકોણ હોય તે જરૂરી નથી, પણ તેના બદલે સામાન્ય રીતે કોઈ વ્યકિત અથવા કોઈ જૂથનો દષ્ટિકોણ અથવા તો શ્રદ્ધા/આસ્થાની શીખ અંગેના તેમના અર્થઘટનો રજૂ કરતો હોય છે.

અપરાધીઓ

આતંકવાદી કૃત્યો કરનારા અપરાધીઓ વ્યકિતઓ, જૂથો અથવા રાજય/રાષ્ટ્રો હોઈ શકે છે. કેટલીક વ્યાખ્યાઓ અનુસાર, છહ્મ અથવા અર્ધ-છહ્મ વેશમાં રાજયના શાસકો પણ યુદ્ધની સ્થિતિના દાયરાની બહાર રહીને આતંકવાદી કૃત્યો આચરતાં હોઈ શકે છે. જો કે આતંકવાદની સૌથી સામાન્ય છાપ એ છે કે તે નાના અને છૂપા જૂથો દ્વારા પાર પડાતો હોય છે, જે અમુક ચોક્કસ ધ્યેયને મેળવવા માટે ખૂબ પ્રેરિત હોય છે. તાજેતરના સમયના સૌથી ભયંકર ત્રાસવાદી હિલચાલોમાંથી મોટા ભાગની ગાઢ મિત્રો, પરિવારના સભ્યો અને અન્ય મજબૂત સામાજિક સંબંધોના તાંતણે બંધાયેલા વ્યકિતઓની બનેલી એકાદ ટોળકી દ્વારા અમલમાં મૂકાઈ છે, જેમ કે સપ્ટેમ્બર ૧૧નો હુમલો, લંડન ભૂગર્ભ રેલવે બોમ્બમારો અને ૨૦૦૨નો બાલિ બોમ્બમારો. આ જૂથોને મુકત રીતે ઉપલબ્ધ માહિતીનો પ્રવાહ અને વાતચીત માટે કાર્યક્ષમ ટેલિકમ્યુનિકેશન વ્યવસ્થાઓનો ફાયદો મળ્યો હતો અને પરિણામે તેઓ સફળ થયા હતા, જયારે એ પહેલાંના અન્ય પ્રયત્નો નિષ્ફળ રહ્યાં હતા.


વર્ષોથી, અનેક લોકોએ ત્રાસવાદીનું ચરિત્રાત્મક રેખાચિત્ર આપવાનો પ્રયત્ન કર્યો છે અને તેમ કરીને આ વ્યકિતઓની માનસિક સ્થિતિ અને સામાજિક સંજોગોના આધારે તેમનાં કૃત્યોને સમજાવટ આપવાનો પ્રયત્ન કર્યો છે. જયારે રોડ્રીક હિન્દેરી જેવા કેટલાકે આતંકવાદી દ્વારા વપરાતી પ્રચાર યુકિતઓ બારીકીથી સમજવા માટે આ રેખાચિત્રો માગ્યા હતા. અમુક સુરક્ષા સંગઠનો આવાં જૂથોને હિંસાત્મક બિન-રાષ્ટ્રીય કર્તાઓ (વાયોલન્ટ નોન-સ્ટેટ એકટર્સ) તરીકે ઓળખાવે છે.


ઓળખ છતી ન થઈ જાય તે માટે એક ત્રાસવાદી છેક પોતાને સોંપાયેલું મિશન પાર પાડવાની ક્ષણ સુધી પોતાનો દેખાવ, કપડાં અને વર્તન એકદમ સામાન્ય રાખે છે. વ્યકિતત્વ, શારીરિક અથવા સામાજિક લાક્ષણિકતાઓના આધારે ત્રાસવાદીઓનું રેખાચિત્ર ઉપસાવવાના પ્રયત્નો ઉપયોગી નથી એવો કેટલાકનો દાવો છે. એક આતંકવાદીનું શારીરિક અને વર્તનનું વિવરણ લગભગ કોઈ પણ સામાન્ય માણસને મળતું આવે છે. જો કે, મોટા ભાગના આતંકવાદી હુમલાઓ લશ્કરી આયુના પુરુષો, એટલે કે 16–40 વર્ષના પુરુષો દ્વારા કરવામાં આવે છે.

આતંકવાદી/ત્રાસવાદી જૂથો

આતંકવાદ 
યુ.એસ. રાજકારણીઓને પત્રોની અંદર એન્થ્રેકસ ટપાલથી મોકલવાનું કામ માત્ર એક અટૂલા વુલ્ફ આતંકવાદીનું કામ હતું તેવું અનુમાન છે.

રાજય પ્રાયોજક

આતંકવાદી સંગઠનને નાણા અથવા આશ્રય આપીને રાષ્ટ્ર પોતે આતંકવાદને શેહ આપતું હોઈ શકે. રાષ્ટ્ર દ્વારા થતાં હિંસાના કૃત્યોમાંથી કયાં રાજય-પ્રોત્સાહિત આતંકવાદ છે તે અંગે અત્યંત જુદા જુદા મત જોવા મળે છે. જયારે રાષ્ટ્રો કેટલાક જેને આતંકવાદી માને છે એવાં જૂથોને નાણા પૂરા પાડતા હોય છે ત્યારે તે ભાગ્યે જ તેમનો તેવી રીતે સ્વીકાર કરતા હોય છે.

સરકારી આતંકવાદ

ઢાંચો:Cquote2


"આતંકવાદ"ની જેમ જ "સરકારી આતંકવાદ"નો ખ્યાલ પણ વિવાદાસ્પદ છે. યુનાઈટેડ નેશન્સના પ્રતિ-આતંકવાદ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે આ વિષય પર થયેલા 12 આંતરરાષ્ટ્રીય સંમેલનો બાબતે સમિતિ સભાન છે, અને તેમાંથી એક પણમાં રાજય/સરકારી આતંકવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તે આંતરરાષ્ટ્રીય કાયદાકીય વિભાવના નથી. જો રાજય પોતે પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, તો યુદ્ધને લગતા અપરાધો, આંતરરાષ્ટ્રીય માનવ અધિકારો અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા બાબતેના આંતરરાષ્ટ્રીય સંમેલનો સમક્ષ તેમનો નિર્ણય લેવાવો જોઈએ. યુનાઇટેડ નેશન્સના ભૂતપૂર્વ મહાસચિવ કોફી અન્નાને કહ્યું હતું કે "કહેવાતા 'રાજય/સરકારી આતંકવાદ' અંગેના વિવાદોને બાજુ પર મૂકી દેવાનો સમય થઈ ગયો છે. રાજય દ્વારા બળના ઉપયોગનો મુદ્દો સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય કાયદાઓ હેઠળ નિયંત્રિત છે જ" જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, "આતંકવાદની વ્યાખ્યાના મુદ્દે સરકારો વચ્ચે મતભેદો બાજુ પર મૂકીએ, તો જે સ્પષ્ટ છે અને જે બાબતે આપણે સૌ સહમત થઈ શકીએ તેમ છીએ તે છે નિર્દોષ નાગરિકો પર કરાયેલો ઈરાદાપૂર્વકનો કોઈ પણ હુમલો, પછી તે કરનારનો હેતુ ગમે તે હોય, અસ્વીકાર્ય છે અને તે આતંકવાદની વ્યાખ્યા સાથે બંધબેસે છે."


સરકારી એજન્ટો અથવા દળો દ્વારા આચરાતા આતંકવાદી કૃત્યો દર્શાવવા માટે રાજય/સરકારી આતંકવાદ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. તેમાં રાજયની વિદેશ નીતિ અંતર્ગત નિયુકત રાજયના સ્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે આતંકવાદી કૃત્યો કરવા માટે સીધો તેના લશ્કરનો ઉપયોગ કરવો. રાજયશાસ્ત્રના પ્રોફેસર માઈકલ સ્ટોહી તેના માટે જર્મનીએ લંડન પર કરેલા બૉમ્બ વિસ્ફોટ અને બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન અમેરિકાએ હિરોશીમા પર કરેલા અણુબૉમ્બમારાનાં ઉદાહરણ ટાંકે છે. તેમની દલીલ છે કે, "આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભય ફેલાવતી યુકિતઓનો પ્રયોગ સામાન્ય છે અને રાજય, વિદ્રોહીઓ કરતાં આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં આતંકવાદને આશરો આપનાર હોય તેવી શકયતા વધુ છે." આના સ્વરૂપ તરીકે તેમણે પહેલા હુમલા(First strike)ના વિકલ્પને "જુલમગાર મુત્સુદ્દીગીરીનો આતંક"નું ઉદાહરણ ટાંકયું છે, જે વિશ્વ આખાને બાનમાં રાખી "કટોકટીના વ્યવસ્થાપન" વખતે અણુશસ્ત્રો વાપરવાની ગર્ભિત ધમકી સમાન છે. તેમની દલીલ છે કે બીજા વિશ્વ યુદ્ધ પછી જે બદલાવો આવ્યા તેના પરિણામે આતંકવાદનું સંસ્થાગત રૂપ અસ્તિત્વમાં આવ્યું છે. આ વિશ્લેષણમાં, સરકારી આતંકવાદને સામૂહિક વિનાશ માટેનાં શસ્ત્રોના અસ્તિત્વ અને ઉપયોગને વાજબી ઠેરવતી વિદેશી નીતિના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે, અને આવી હિંસાત્મક વર્તનૂકને કાયદાકીય કે વાજબી ઠેરવવાથી રાજય/રાષ્ટ્રની આવી વર્તણૂક વધુ ને વધુ સ્વીકાર્ય બનતી જાય છે.

આતંકવાદ 
શું એડોલ્ફ હિટલર એક આતંકવાદી હતો?તેણે કરોડો લોકોની હત્યા કરી; નરસંહાર અથવા ડેમોસાઈડ એ આતંકવાદનો એક પ્રકાર છે એવું કેટલાક વિચારકો સૂચવે છે.

શાંતિકાળ દરમ્યાન સરકારી એજન્ટોની ગતિવિધિઓને દર્શાવવા, જેવી કે પાન એમ ફલાઈટ 103 પર બૉમ્બમારો, માટે પણ સરકારી/રાજય આતંકવાદ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. આઈરિશ ભૂમિ યુદ્ધ દરમ્યાન, ચાર્લ્સ સ્ટેવર્ટ પાર્નેલે 1881માં તેના "નો-રેન્ટ મેનિફેસ્ટો"માં વિલિયમ ગ્લાડસ્ટોનના આઈરિશ જુલમગાર કાયદાને આતંકવાદ ગણાવ્યો હતો. આ વિભાવનાનો ઉપયોગ સરકારો તેમની પોતાની નાગરિક પ્રજામાં ડર ફેલાવવા માટેના હેતુથી જે રાજકીય દાબદમન આચરે છે તે દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સામાન્ય નાગરિકોને બાનમાં લેવા અને રાખવા અથવા ન્યાયની સીમાઓને ઓળંગતા અભિયાનો ચલાવવાને પ્રચલિતપણે "આતંક" અથવા આતંકવાદ કહેવામાં આવે છે, રેડ ટેરર અથવા ગ્રેટ ટેરર દરમ્યાન એવા ઉદાહરણ જોવા મળ્યા હતા. આ પ્રકારનાં કૃત્યોને ઘણીવાર ડેમોસાઈડ(democide) અથવા નરસંહાર પણ કહેવામાં આવે છે, જે રાજય/સરકારી આતંકવાદને સમકક્ષ હોવાની દલીલ કરવામાં આવી હતી. આ વિષય પરના આનુભાવિક અભ્યાસો અનુસાર લોકશાહીઓમાં ભાગ્યેજ ડેમોસાઈડ જોવા મળે છે.

નિધિયન

રાજય/રાષ્ટ્ર પ્રયોજકો નિધિયન માટેના મોટા સ્રોત સમાન પુરવાર થાય છે; ઉદાહરણ તરીકે, પીએલઓ (PLO), ડીએફએલપી (DFLP) અને બીજાં કેટલાંક આતંકવાદી જૂથોને સોવિયેત યુનિયન દ્વારા જરૂરી નાણાભંડોળ મળતું રહ્યું હતું.


નિધિયન માટેનો તેમનો બીજો મોટો સ્રોત છે "ક્રાંતિકારી કર", જે આવશ્યક રીતે "બચાવ/સંરક્ષણ માટેના પૈસા" માટે વપરાતી સૌમ્યોકિત છે. ક્રાંતિકારી કર લાક્ષણિક ઢબે ઉદ્યોગો પાસેથી બળજબરીપૂર્વક વસૂલવામાં આવે છે, અને આમ તેઓ પણ "નિશાન બનાવાયેલી પ્રજાને ડરાવવા માટે ગૌણ ભૂમિકા ભજવી નિમિત્ત બને છે".


અપહરણ કરીને ખંડણી વસૂલવી, દાણચોરી, છેતરપિંડી અને લૂંટફાટ એ નિધિયન માટેના અન્ય મુખ્ય સ્રોતો છે.

વ્યૂહરચના

આતંકવાદ 
સપ્ટેમ્બર 16, 1920ના મધ્યાહ્ને વોલ સ્ટ્રીટ કરવામાં આવેલા બોમ્બવિસ્ફોટે આડત્રીસ લોકોનો ભોગ લીધો અને સેંકડોને ઘાયલ કર્યા.અપરાધીઓનો કદી પત્તો ન લાગ્યો.

આતંકવાદ એ એક અસમતુલિત યુદ્ધસ્થિતિ છે, અને જયારે બે બળોની શકિતમાં બહુ મોટો ફેર હોય અને તેથી સીધું, રૂઢિગત યુદ્ધ અસરકારક ન હોય ત્યારે વધુ જોવા મળતો હોય છે.


ત્રાસવાદી દાવપેચોનો ઉપયોગ મોટા ભાગે બહોળા-પાયે, વણઉકેલાયેલી રાજકીય સંઘર્ષમાં થતો હોય છે. આ સંઘર્ષના પ્રકાર વ્યાપકપણે જુદા જુદા જોવા મળે છે; તેના ઐતિહાસિક ઉદાહરણોમાં સમાવિષ્ટ છેઃ

  • નવું સાર્વભૌમ રાજય રચવા માટે જે-તે પ્રદેશ પર કબજો
  • વિવિધ વંશીય સમુદાયો દ્વારા કોઈ પ્રદેશ અથવા સ્રોતો પર વર્ચસ્વ જમાવવું
  • અમુક ચોક્કસ પ્રકારની સરકાર સ્થાપવી
  • વસતિનું આર્થિક વંચિતપણું
  • ગૃહ સરકારનો વિરોધ અથવા લશ્કર દ્વારા કબજો
  • ધાર્મિક ઝનૂન


મોટા ભાગના આતંકવાદી હુમલાઓ ડર અને પ્રચાર કરવાના લક્ષ્યાંક સાથે કરવામાં આવે છે, અને તેમાં સામાન્ય રીતે વિસ્ફોટકો અથવા ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે. આતંકવાદી હુમલામાં બહોળા પાયે વિનાશ કરતાં શસ્ત્રોના ઉપયોગ અંગે ચિંતા સેવાઈ રહી છે. આતંકવાદી સંગઠનો સામાન્ય રીતે હુમલા માટે ઝીણવટપૂર્વકનું આગોતરું આયોજન કરતાં હોય છે, અને તેના માટે તેમાં સામેલ લોકોને તાલીમ આપવાનું, છૂપા એજન્ટો નીમવાનું અને ટેકેદારો પાસેથી પૈસા એકઠા કરવાનું અથવા સંગઠિત અપરાધ કરવાનું ગોઠવે છે. પ્રત્યાયન માટે તેઓ આધુનિક ટેલિકમ્યુનિકેશનનાં સાધનો અથવા તો જૂના-જમાનાની કુરિયર/આંગડિયા જેવી સવલતોનો ઉપયોગ કરી શકે છે.

પ્રતિભાવો

આતંકવાદને પ્રતિભાવનું ફલક ઘણું વિશાળ છે. તેમાં રાજકીય વર્ણપટની ફેર-ગોઠવણી અને મૂળભૂત મૂલ્યોનું ફેર-મૂલ્યાંકનનો સમાવેશ થઈ શકે છે. જયારે પ્રતિ-આતંકવાદ શબ્દપ્રયોગ પ્રમાણમાં સીમિત અર્થ ધરાવે છે, જેમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરનારાઓ સુધી વાત મર્યાદિત રહે છે.


અમુક ચોક્કસ પ્રકારના પ્રતિભાવોમાં સમાવિષ્ટ છેઃ

  • લક્ષિત કાયદાઓ, અપરાધીઓ માટેની કાર્યવાહીઓ, દેશનિકાલ અને પોલીસની સત્તામાં વધારો
  • લક્ષ્યને અવરોધો સર્જી રક્ષવું, જેમ કે દરવાજાઓ બંધ કરી દેવા અથવા ટ્રાફિક અવરોધો વધારવા
  • આગોતરી અથવા પ્રત્યાઘાતરૂપી લશ્કરી કાર્યવાહી
  • ગુપ્તતંત્રની પ્રવૃત્તિઓ તથા જાપ્તો વધારવો
  • આગોતરી માનવતાવાદી પ્રવૃત્તિઓ
  • વધુ સઘન પૂછતાછ અને બંધનમાં રાખવા અંગેની નીતિઓ

સમૂહ પ્રસાર-માધ્યમો

ત્રાસવાદી પ્રવૃત્તિઓ ચલાવનારાઓનું મુખ્ય ધ્યેય પ્રસાર-માધ્યમોમાં છવાઈ જવાનું હોઈ શકે છે, જે સમસ્યાઓ સામાન્ય રીતે પ્રસાર-માધ્યમોમાં ઉપેક્ષિત હોય છે, તેને આ રીતે સામે લાવવાનો હોઈ શકે છે. કેટલાક આને પ્રસાર-માધ્યમોનો ચાલાકીભર્યો ઉપયોગ અને શોષણ કહે છે. બીજા કેટલાક આતંકવાદ/ત્રાસવાદને અત્યંત નિયંત્રિત પ્રસાર-માધ્યમોનું જ સંતાન કહે છે, જે તે સિવાય બીજા વૈકલ્પિક દષ્ટિકોણોને સ્થાન આપતા નથી; ત્રાસવાદ માટે નિયંત્રિત પ્રસાર-માધ્યમો જ જવાબદાર છે એ અર્થનું કહેનારા પોલ વોટસન મુજબ, કારણ કે "તમે બીજી કોઈ રીતે તમારી માહિતી મેળવી શકતા નથી." પોલ વોટસનના સંગઠન સિ શિપહર્ડને "ઈકો-ટેરિરિસ્ટ" તરીકે ખ્યાતનામ બન્યું છે, જો કે કોઈ પણ પ્રકારની જાન-માનની હાનિ ન કર્યાનો તેનો દાવો છે.


પોતાનો સંદેશો ફેલાવવા ઇચ્છતા સમુદાયો માટે ઈન્ટરનેટે એક નવો માર્ગ ખોલ્યો છે. ત્રાસવાદી ઝુંબેશોના ટેકામાં અને વિરોધમાં પગલાં અને પ્રતિ-પગલાં લેવાનું એક આખું ચક્ર આનાથી રચાયું છે. યુનાઈટેડ નેશન્સે સુદ્ધાં પોતાનો ઓનલાઈન પ્રતિ-ત્રાસવાદ સ્રોત ઊભો કર્યો છે.


ભવિષ્યમાં ત્રાસવાદને હતોત્સાહ કરવાના હેતુથી, પ્રસાર-માધ્યમો, અમુક વખતે આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સંગઠનોને (સ્વ-અંકુશ અથવા નિયમો અનુસાર) પ્રતિબંધિત કરે છે. જો કે, આનાથી એ સંગઠનોને વધુ ત્રાસવાદી આત્યંતિક પગલાં લેવાનું પ્રોત્સાહન મળી શકે, કે જે પ્રસાર-માધ્યમોએ પ્રસારિત કરવા જ પડે. તેનાથી વિપરીત, જેમ્સ એફ. પાસ્ટર આતંકવાદ અને પ્રસાર-માધ્યમો વચ્ચેનો નોંધપાત્ર સંબંધ સમજાવે છે અને તેમાં બંનેને એકબીજાથી મળતા ફાયદાઓ નીચે લીટી દોરે છે.

ઢાંચો:Epigraph 

ઇતિહાસ

2009ના આતંકવાદી બનાવો (જાન્યુઆરી-જૂન)


"આતંકવાદ / ત્રાસવાદ" શબ્દનો પ્રયોગ મૂળે ફ્રેન્ચ ક્રાંતિમાં "આતંકનું વર્ચસ્વ" દરમ્યાન જેકોબિન કલબની પ્રવૃત્તિઓનું વિવરણ આપવા માટે કરવામાં આવ્યો હતો. જેકોબિન નેતા મૅકસીમિલિઈન રોબેસ્પીઈરેના શબ્દોમાં, "ત્રાસવાદ ન્યાય, ઉશ્કેરાટ, કઠોર, અક્કડથી વિશેષ કશું જ નથી. 1795માં, ફ્રાન્સના ઈડમુન્ડ બુર્કેએ જેકોબિન્સને "લોકોના ભોગેત્રાસવાદીઓ તરીકે ઓળખાતા હજારો શિકારી-કૂતરાઓને" રહેવા દેવા માટે વખોડી કાઢ્યા હતા.


જાન્યુઆરી 1858માં, ઈટાલિયન દેશભકત ફેલિસ ઓર્સિનીએ ત્રણ બોમ્બ ફેંકીને ફ્રેન્ચ સમ્રાટ નેપોલિયન ત્રીજાની હત્યા કરવાની કોશિશ કરી હતી. જેમાં આઠ પ્રેક્ષકો માર્યા ગયા હતા અને 142 ઘાયલ થયા હતા. આ ઘટનાએ રશિયાના શરૂઆતના ત્રાસવાદી સમુદાયોની રચના માટે પ્રેરણા આપવાની ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. 1869માં પીપલ્સ રિટ્રીબ્યુશન (લોકોનો પ્રતિશોધ) નામના સંગઠનની સ્થાપના કરનારા રશિયન સેરગીય નેચાયેવ પોતાને "ત્રાસવાદી" જાહેર કર્યો હતો, જે જૂના સમયમાં આ શબ્દને તેના આધુનિક અર્થમાં પ્રયોજવાનું એક ઉદાહરણ છે. ધ પઝેસ્ડ નામની કાલ્પનિક નવલકથામાં ફાયદોર દોસ્તોવસ્કીએ નેચાયેવના પાત્રને વણ્યું છે. 1880ના દાયકામાં જર્મન વિપ્લવવાદી લેખક જહાન મોસ્ટે "એડવાઈઝ ફોર ટેરરિસ્ટ્સ (ત્રાસવાદીઓ ઉપયોગી સલાહો)" વહેંચી હતી.

વધુ વાંચન

2008, ISBN 978-3-8364-5163-5

  • કોચલેર, હંસ (ed.), ટેરરિઝમ એન્ડ નેશનલ લિબરેશન. આતંકવાદના પ્રશ્ન પર આંતરરાષ્ટ્રીય સેમિનારની કાર્યવાહીઓ. ફ્રેન્કફર્ટ, એ. એમ./બેર્ન/ન્યૂયોર્કઃ પીટર લંગ,1988, ISBN 3-8204-1217-4
  • કોચલેર, હંસ. મનીલા લેકચર્સ 2002. આતંકવાદ અને એક ન્યાયી વિશ્વ વ્યવસ્થાની ખોજ . કવેઝોન સિટી (મનીલા): એફએસજે બુક વર્લ્ડ, 2002, ISBN 0-9710791-2-9
  • લાક્યુયર, વાલ્ટર. નો એન્ડ ટુ વોર - 21મી સદીમાં આતંકવાદ , ન્યૂયોર્ક, 2003, ISBN 0-8264-1435-4
  • લેર્નેર, બ્રેન્દા વિલમોથ અને કે. લી લેર્નેર, eds. ટેરરિઝમઃ એસેન્શિયલ પ્રાયમરી સોર્સિસ. થોમસન ગેલ, 2006. ISBN 978-1-4144-0621-3 કૉંગ્રેસ લાયબ્રેરી. જેફરસન અથવા આદમ્સ બિલ્ડિંગ જનરલ અથવા એરિયા સ્ટડીઝ રિડિંગ રૂમ્સ એલ સી કન્ટ્રોલ નંબર: 2005024002.
  • લેવીસ, જેફ, લેંગવેજ વોર્સઃ ધ રોલ ઓફ મીડિયા એન્ડ કલ્ચર ઈન ગ્લોબલ ટેરર એન્ડ પોલિટિકલ વાયોલન્સ, પ્લુટો બુકસ, લંડન, 2005.
  • લિબેરમેન, ડેવિડ એમ. સોર્ટિંગ ધ રિવોલ્યુશનરી ફ્રોમ ધ ટેરરિસ્ટઃ ધ ડેલિકેટ એપ્લીકેશન ઓફ ધ "પોલિટિકલ ઓફેન્સ" યુ.એસ. પ્રત્યાર્પણ કિસ્સામાંનો અપવાદ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૦૧ ના રોજ વેબેક મશિન, સ્ટાનફોર્ડ લો રિવ્યૂ, વોલ્યુમ 59, ઈસ્યૂ 1, 2006, પૃષ્ઠ 181–૨૧૧
  • માટોવિક, વિઓલેટા, સુસાઈડ બોમ્બર્સ હુ ઈઝ નેકસ્ટ , બેલગ્રેડ, ધ નેશનલ કાઉન્ટર ટેરરિઝમ કમિટિ,ISBN 978-86-908309-2-3
  • સુંગા, લયાલ એસ., યુએસ એન્ટી-ટેરરિઝંમ પોલિસી એન્ડ એશિયાઝ ઓપ્શન્સ, ઈન જોહાનેન, સ્મિથ અને ગોમેઝ,(eds.)સપ્ટેમ્બર 11 એન્ડ પોલિટિકલ ફ્રીડમ્સઃ એશિયન પ્રસ્પેકિટવ્સ (સિલેકટ)(2002) 242–264.
  • અર્નો તૌસ્ચ "અગેઈન્સ્ટ ઈસ્લામોફોબિયા. કવોન્ટિટેટિવ એનાલિસિસ ઓફ ગ્લોબલ ટેરરિઝમ, વર્લ્ડ પોલિટિકલ સાયકલ્સ એન્ડ સેન્ટર પેરિફરી સ્ટ્ર્કચર્સ" હૌપપાઉગે, એન.વાય.: નોવા સાયન્સ પબ્લિશર્સ (માહિતી માટેઃ https://www.novapublishers.com/catalog/), 2007
  • Anderson, Sean; Sloan, Stephen (1995). Historical dictionary of terrorism. Metuchen, N.J.: Scarecrow Press. ISBN 978-0-8108-2914-5.
  • ચાર્લ્સ ટિલ્લી, ટેરર, ટેરરિઝમ, ટેરરિસ્ટસ ઈન સોશિયોલોજિકલ થિયરી (2004) 22, 5-13 ઓનલાઈન
  • સ્ચમિડ, એલેકસ (Ed.) [૪], યુએન ફોરમ ઓન ક્રાઈમ એન્ડ સોસાયટી (અપરાધ અને સમાજ અંગે યુએનનો મંત્રણામંચ). આતંકવાદ પરનો વિશેષ અંક. 2004, વોલ્યુમ 4:1/2.

સંદર્ભો

બાહ્ય કડીઓ

યુનાઈટેડ નેશન્સનાં સંમેલનો

આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદો

આતંકવાદ પરના લેખોમાં તજજ્ઞતા ધરાવતી સમાચાર નિયંત્રણ વેબસાઈટો

વૈશ્વિક આતંકવાદ પર અભ્યાસપત્રો અને લેખો

આતંકવાદ અને યુનાઈટેડ સ્ટેટ્સ અંગેના અભ્યાસપત્રો અને લેખો

આતંકવાદ અને ઈઝરાયેલ અંગે અભ્યાસપત્રો અને લેખો અને ઇતિહાસ

અન્ય


ઢાંચો:War on Terrorism ઢાંચો:Abuse

Tags:

આતંકવાદ શબ્દનો ઉદ્ભવઆતંકવાદ મુખ્ય માનદંડઆતંકવાદ નિંદાત્મક ઉપયોગઆતંકવાદ પ્રકારોઆતંકવાદ ધાર્મિક આતંકવાદ અપરાધીઓઆતંકવાદ નિધિયનઆતંકવાદ વ્યૂહરચનાઆતંકવાદ પ્રતિભાવોઆતંકવાદ સમૂહ પ્રસાર-માધ્યમોઆતંકવાદ ઇતિહાસઆતંકવાદ વધુ વાંચનઆતંકવાદ સંદર્ભોઆતંકવાદ બાહ્ય કડીઓઆતંકવાદ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હમીરજી ગોહિલકબડ્ડીફેબ્રુઆરી ૨૮વાઘેલા વંશવૈશ્વિકરણપલ્લીનો મેળોતક્ષશિલાગુજરાત વિધાનસભાફેફસાંસપ્તર્ષિશ્વેત ક્રાંતિભૂસ્ખલનનિરોધજયંત પાઠકઅશોકમણિશંકર રત્નજી ભટ્ટમાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાભરતરાજ્ય સભાનોબૅલ પારિતોષિકફુગાવોભીમવલ્લભાચાર્યરાવજી પટેલકેદારનાથ જ્યોતિર્લિંગદાહોદ જિલ્લોધ્રુવ ભટ્ટપત્રકારત્વઘઉંસમય માપવાનાં સાધનોનો ઇતિહાસમહમદ બેગડોવૌઠાનો મેળોગ્રહસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીઆંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસસુરેશ જોષીનરેન્દ્ર મોદીપ્રાણીનક્ષત્રકંડલા બંદરશ્યામજી કૃષ્ણ વર્માકુંભ મેળોભારતચામુંડાઉપનિષદકબૂતરવસ્તીજળ ચક્રસિંધુ ખીણની સંસ્કૃતિસરસ્વતીચંદ્રસિદ્ધરાજ જયસિંહસરદાર સરોવર બંધછત્તીસગઢએશિયાઅસહયોગ આંદોલનભારતીય રૂપિયોરાણકી વાવપ્રીટિ ઝિન્ટાભારતનો રાષ્ટ્રધ્વજમહિનોગુજરાતરાજસ્થાનસંયુક્ત રાષ્ટ્રસંઘગુજરાતના જિલ્લાઓરામેશ્વરમગીર સોમનાથ જિલ્લોમૈત્રકકાળઠાકોરસ્વામિનારાયણઅક્ષરધામ (ગાંધીનગર)રતિલાલ બોરીસાગરડાંગ દરબારવસ્તી-વિષયક માહિતીઓબકુલ ત્રિપાઠીમહાવીર સ્વામીજોગીદાસ ખુમાણ🡆 More