સુખદેવ: ભારતિય ક્રાંતિકારી

સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા.

તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએશનના અગ્રણી સભ્ય હતા. તેમણે ભગત સિંહ અને રાજગુરુ સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ બ્રિટિશ અધિકારીઓએ ૨૩ વર્ષની ઉંમરે તેમને ફાંસી આપી હતી.

સુખદેવ
સુખદેવ: પ્રારંભિક જીવન, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, વિરાસત
જન્મ૧૫ મે ૧૯૦૭ Edit this on Wikidata
લુધિયાણા Edit this on Wikidata
મૃત્યુ૨૩ માર્ચ ૧૯૩૧ Edit this on Wikidata
લાહોર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • નેશનલ કોલેજ ઓફ આર્ટ્સ Edit this on Wikidata
વ્યવસાયક્રાંતિકારી Edit this on Wikidata

પ્રારંભિક જીવન

સુખદેવ થાપરનો જન્મ ૧૫ મે, ૧૯૦૭ના રોજ બ્રિટિશ ભારતના લુધિયાણા, પંજાબમાં રામલાલ થાપર અને રલ્લી દેવીને ત્યાં ખત્રી પરિવારમાં થયો હતો.

પિતાના અવસાન પછી તેમના કાકા લાલા અચિંતરામે તેમનો ઉછેર કર્યો હતો.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓ

હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએશન

સુખદેવ હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય હતા અને પંજાબ અને ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં ક્રાંતિકારી કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેઓ એસોસિયેશનના પંજાબ એકમના વડા હતા અને નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.

સુખદેવે અસંખ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો; ૧૯૨૯માં જેલની ભૂખ હડતાળ અને લાહોર ષડયંત્ર કેસ (૧૯૨૯-૩૦)માં તેમના હુમલા માટે જાણીતા છે. પીઢ નેતાલાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેના જવાબમાં ભગત સિંહ અને શિવરામ રાજ્યગુરુ દ્વારા ૧૭ ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ સહાયક પોલીસ અધિક્ષક જે.પી. સોન્ડર્સની હત્યામાં તેમની સંડોવણી માટે તેમને સૌથી વધુ યાદ કરવામાં આવે છે.

લાહોર ષડયંત્ર કેસ

સુખદેવ ૧૯૨૯ના લાહોર ષડયંત્ર કેસમાં મુખ્ય આરોપી હતા, જેનું સત્તાવાર શીર્ષક "ક્રાઉન વિરુદ્ધ સુખદેવ અને અન્ય" હતું. એપ્રિલ ૧૯૨૯માં સ્પેશિયલ મેજિસ્ટ્રેટ આર.એસ.પંડિતની કોર્ટમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક હેમિલ્ટન હાર્ડિંગ દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસના પ્રથમદર્શી અહેવાલ (એફઆઈઆર)માં સુખદેવનો આરોપી નંબર ૧ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં તેમને સ્વામી (ગ્રામીણ), રામ લાલના પુત્ર, જાતિ થાપર ખત્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે. નવી દિલ્હી (૮ એપ્રિલ ૧૯૨૯)માં સેન્ટ્રલ એસેમ્બલી હોલ બોમ્બ ધડાકા બાદ સુખદેવ અને તેના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમને દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.[સંદર્ભ આપો]

સુખદેવ: પ્રારંભિક જીવન, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, વિરાસત 
ફાંસીની જાહેરાત કરતું ધ ટ્રિબ્યુન (ચંદીગઢ) નું પ્રથમ પાનું

૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ થાપરને લાહોર સેન્ટ્રલ જેલમાં ભગત સિંહ અને શિવરામ રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી. તેમના મૃતદેહોના ગુપ્ત રીતે સતલજ નદીના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ફાંસીની સજા પર પ્રતિક્રિયાઓ

કરાચી ખાતેના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વાર્ષિક સંમેલનની પૂર્વ સંધ્યાએ આ ફાંસી અપાઈ હતી. વર્તમાનપત્રોમાં ફાંસીની સજાની વ્યાપક જાણ કરવામાં આવી હતી. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો:

સંયુક્ત પ્રાંતના કવનપોર (કાનપુર) શહેરમાં આતંકનું શાસન અને કરાચીની બહાર એક યુવાન દ્વારા મહાત્મા ગાંધી પર હુમલો એ ભગત સિંહ અને તેમના બે સાથી હત્યારાઓને ફાંસી આપવા બદલ ભારતીય ચરમપંથી જૂથના પ્રત્યાઘાતો હતા.

બી. આર. આંબેડકરે તેમના અખબાર જનતાના સંપાદકીયમાં લખતા, ક્રાંતિકારીઓને મજબૂત લોકપ્રિય સમર્થન હોવા છતાં ફાંસીની સજા સાથે આગળ વધવાના નિર્ણય માટે બ્રિટિશ સરકારને દોષી ઠેરવી હતી. તેમને લાગ્યું કે ત્રણેયને ફાંસીની સજા આપવાનો નિર્ણય ન્યાયની સાચી ભાવનાથી લેવામાં આવ્યો નથી, પરંતુ લેબર પાર્ટીની આગેવાની હેઠળની બ્રિટિશ સરકારના કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી પ્રતિક્રિયાના ડર અને ઇંગ્લેન્ડમાં પ્રજામતને ખુશ કરવાની જરૂરિયાતથી પ્રેરિત હતો. ફાંસીના થોડા અઠવાડિયા પહેલા જ હસ્તાક્ષર કરાયેલી ગાંધી-ઇરવિન સમજૂતીને કન્ઝર્વેટિવ્સ દ્વારા બ્રિટિશ સામ્રાજ્યની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી હોવાનું માનવામાં આવતું હતું. આવી પરિસ્થિતિમાં, જો બ્રિટિશ સરકાર અથવા ભારતના વાઇસરોય બ્રિટિશ પોલીસકર્મીની હત્યાના દોષિત ત્રણેયને આપવામાં આવેલી ફાંસીની સજામાં ફેરફાર કરે તો તેણે કન્ઝર્વેટિવ્સ પક્ષને સંસદમાં પહેલેથી જ નબળી બ્રિટિશ સરકારની ટીકા કરવા માટે વધુ દારૂગોળો પૂરો પાળ્યો હોત.

વિરાસત

સુખદેવ: પ્રારંભિક જીવન, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, વિરાસત 
સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુના સન્માનમાં રાષ્ટ્રીય શહીદ સ્મારક

હુસૈનીવાલા ખાતે આવેલા રાષ્ટ્રીય શહીદ સ્મારકમાં ભગતસિંહ અને રાજ્યગુરુ સાથે સુખદેવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની યાદમાં દર વર્ષે ૨૩ માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે અને સ્મારક પર શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

દિલ્હી યુનિવર્સિટીની એક ઘટક કોલેજ શહીદ સુખદેવ કોલેજ ઓફ બિઝનેસ સ્ટડીઝનું નામ સુખદેવની યાદમાં રાખવામાં આવ્યું છે. તેની સ્થાપના ઓગસ્ટ ૧૯૮૭ માં કરવામાં આવી હતી.

અમર શહીદ સુખદેવ થાપર ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ સુખદેવના જન્મસ્થળ લુધિયાણા શહેરનું મુખ્ય બસ સ્ટેન્ડ છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

સુખદેવ પ્રારંભિક જીવનસુખદેવ ક્રાંતિકારી પ્રવૃત્તિઓસુખદેવ વિરાસતસુખદેવ આ પણ જુઓસુખદેવ સંદર્ભસુખદેવભગત સિંહમાર્ચ ૨૩મે ૧૫રાજગુરુ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

જયંતિ દલાલબ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીરાષ્ટ્રીય ધોરીમાર્ગ 1 (ભારત)ભારતનો ઇતિહાસદાંડી સત્યાગ્રહચાવડા વંશરામાયણબહુચરાજીસોલંકી વંશભુચર મોરીનું યુદ્ધસોનુંતકમરિયાંશ્રીરામચરિતમાનસઉદ્‌ગારચિહ્નભારતીય બંધારણ સભાગુપ્ત સામ્રાજ્યચંદ્રકાંત બક્ષીગુજરાતના શક્તિપીઠોગણિતભાષામહાત્મા ગાંધીનું કુટુંબવિકિપીડિયાસંત દેવીદાસકમ્પ્યુટર નેટવર્કકર્ણાટકઅહમદશાહબાવળભારતપાકિસ્તાનગોળમેજી પરિષદછેલ્લો દિવસ (ચલચિત્ર)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યપીપળોઅબ્દુલ કલામપ્રમુખ સ્વામી મહારાજગોહિલ વંશપાટણદેવચકલીમહાવીર સ્વામીનવનિર્માણ આંદોલનનિવસન તંત્રહનુમાન ચાલીસાવિરામચિહ્નોગુજરાતના મુખ્યમંત્રીઓપન્નાલાલ પટેલગૂગલમાનવ શરીરપ્રજાસત્તાક દિન (ભારત)આદિ શંકરાચાર્યરાજા રવિ વર્માગોકુળલતા મંગેશકરગુજરાતી અંકસિતાંશુ યશશ્ચન્દ્રવાઘઆવળ (વનસ્પતિ)ભજનસાઇરામ દવેખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ભારતમાં પરિવહનભાથિજીઆહીરઉપનિષદમકર રાશિકાદુ મકરાણીદેવાયત પંડિતવાઘરીરતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યઠાકોરવિશ્વ વેપાર સંગઠનમોટરગાડીહૃદયરોગનો હુમલોચિત્રલેખાનિરોધજય જય ગરવી ગુજરાતસ્વપ્નવાસવદત્તાબાલમુકુન્દ દવે🡆 More