માર્ચ ૨૩: તારીખ

૨૩ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૨મો(લિપ વર્ષ દરમ્યાન ૮૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૯ – મિર્ઝા ગુલામ અહમદે બ્રિટિશ ભારતના કાદિયાનમાં અહમદિયા મુસ્લિમ સમુદાયની સ્થાપના કરી.
  • ૧૯૦૩ – રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનની શોધના હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
  • ૧૯૧૯ – મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
  • ૧૯૩૧ – ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા માટે ફાંસી આપવામાં આવી.
  • ૧૯૩૩ – એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો '૧૯૩૩ નો સમર્થનકારી કાયદો' પસાર થયો.
  • ૧૯૪૦ – અખિલ ભારતીય મુસ્લિમ લીગના વાર્ષિક સામાન્ય અધિવેશનમાં લાહોર ઠરાવ (કરાર્દ-એ-પાકિસ્તાન અથવા કરર્દાદ-એ-લાહોર) રજૂ કરવામાં આવ્યો.
  • ૧૯૪૨ – બીજું વિશ્વ યુદ્ધ : હિંદ મહાસાગરમાં, આંદામાન ટાપુઓ પર જાપાને કબ્જો કર્યો.
  • ૧૯૫૬ – પાકિસ્તાન દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ)
  • ૧૯૯૬ – તાઇવાન તેની પ્રથમ સીધી ચૂંટણીઓ યોજે છે અને રાષ્ટ્રપતિ તરીકે લી તેંગ-હુઇની પસંદગી કરે છે.
  • ૨૦૦૧ – રશિયન અવકાશ મથક "મિર"નો નાશ કરાયો, તેમને ફિજી નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગર ઉપર વાતાવરણમાં તોડી પાડવામાં આવ્યું.
  • ૨૦૦૮ – ભારતના હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું સત્તાવાર ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.
  • ૨૦૧૯ – કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નૂર-સુલતાન કરવામાં આવ્યું.
  • ૨૦૨૦ – વડા પ્રધાન બોરિસ જ્હોનસને કોવિડ-૧૯ની પરિસ્થિતિને પહોંચી વળવા યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય લોકડાઉનમાં જાહેર કર્યું.

જન્મ

  • ૧૬૧૪ – જહાંઆરા બેગમ, મુઘલ રાજકુમારી (અ. ૧૬૮૧)
  • ૧૮૯૩ – જી.ડી.નાયડુ (G. D. Naidu) (ગોપાલસ્વામી દોરાયસ્વામી નાયડુ), ભારતના 'એડિસન' તરીકે પ્રખ્યાત ભારતીય સંશોધક અને ઇજનેર (અ. ૧૯૪૭)
  • ૧૯૧૦ – રામ મનોહર લોહિયા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા (અ. ૧૯૬૭)
  • ૧૯૧૯ – સુભદ્રા જોશી, ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસદસભ્ય (અ. ૨૦૦૩)
  • ૧૯૨૩ – હેમુ કાલાણી, ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૩)
  • ૧૯૨૪ – વસુબહેન, ગુજરાતના વાર્તા લેખિકા, નવકથાકાર અને અભિનેત્રી (અ. ૨૦૨૦)
  • ૧૯૫૩ – કિરણ મઝુમદાર-શો, ભારતીય પ્રાણીશાસ્ત્રી અને બિઝનેસવુમન
  • ૧૯૭૬ – સ્મૃતિ ઇરાની, ભારતીય અભિનેત્રી, નિર્માતા અને રાજકારણી
  • ૧૯૮૬ – કંગના રનૌત, ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૯૩૧ – ભગત સિંહ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
  • ૧૯૩૧ – સુખદેવ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૭)
  • ૧૯૩૧ – રાજગુરુ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૮)
  • ૧૯૬૫ – સુહાસિની ગાંગુલી, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની (જ. ૧૯૦૯)
  • ૧૯૯૧ - પ્રકાશસિંહ, વિક્ટોરીયા ક્રોસ પ્રાપ્તકર્તા ભારતીય સૈનિક. (જ. ૧૯૧૩)
  • ૨૦૧૫ – લી ક્વાન યૂ, સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન (જ. ૧૯૨૩)

તહેવારો અને ઉજવણીઓ

  • શહીદ દિવસ
  • પાકિસ્તાન દિવસ – (પ્રજાસત્તાક દિવસ)
  • વિશ્વ હવામાનવિજ્ઞાન દિવસ

બાહ્ય કડીઓ


Tags:

માર્ચ ૨૩ મહત્વની ઘટનાઓમાર્ચ ૨૩ જન્મમાર્ચ ૨૩ અવસાનમાર્ચ ૨૩ તહેવારો અને ઉજવણીઓમાર્ચ ૨૩ બાહ્ય કડીઓમાર્ચ ૨૩ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અબુલ કલામ આઝાદમહીસાગર જિલ્લોવિરામચિહ્નોવીર્ય સ્ખલનભારતના વડાપ્રધાનધરતીકંપસાયના નેહવાલકાકાસાહેબ કાલેલકરસિવિલ હોસ્પિટલ, અમદાવાદશક સંવતનરસિંહ મહેતાનવઘણ કૂવોગાંધી આશ્રમવેદકલ્પના ચાવલાભારતીય સિનેમાવાઘેલા વંશગુજરાતી અંકઅડાલજની વાવમહાકાળી મંદિર, પાવાગઢગુજરાતના જિલ્લાઓજામનગર જિલ્લોક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીહોમી ભાભાહિંમતનગર તાલુકોબેટ (તા. દ્વારકા)કુંભારિયા જૈન મંદિરોપાણી (અણુ)પાર્શ્વનાથગુજરાત સાહિત્ય અકાદમીપલ્લીનો મેળોભારતના રાજ્ય વૃક્ષોની યાદીપક્ષીશૂન્ય પાલનપુરીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧કુંભકર્ણધ્વનિ પ્રદૂષણમોહરમવલ્લભીપુરભરવાડતાપી જિલ્લોપાલીતાણાના જૈન મંદિરોકચ્છનો ઇતિહાસગીર ગાયકુપોષણપ્લૂટોઍન્ટાર્કટિકાઅયોધ્યાખીજડોબ્રહ્મોસમાજજ્ઞાનપીઠ એવોર્ડવાયુ પ્રદૂષણવસ્તીમહારાષ્ટ્રસંસ્થાસુનામીહિમાલયમંદિરવર્લ્ડ વાઈડ વેબમુઘલ સામ્રાજ્યધીરુબેન પટેલગુજરાતી સાહિત્ય પરિષદદાહોદ જિલ્લોછોટાઉદેપુર જિલ્લોચંદ્રકાંત બક્ષીરતિલાલ બોરીસાગરઇસરોસમાનાર્થી શબ્દોહડકવારાજપૂતમધ્ય પ્રદેશમિઆ ખલીફાતારોઅસહયોગ આંદોલનસુરેન્દ્રનગરસુભાષચંદ્ર બોઝઅલ્પેશ ઠાકોર🡆 More