તા. દ્વારકા બેટ: કચ્છના અખાતમાં આવેલો ટાપુ

બેટ (તા.

દ્વારકા) અથવા બેટદ્વારકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા તેમજ ત્રણ બાજુએથી દરિયા વડે ઘેરાયેલા ઓખામંડળ તરીકે ઓળખાતા દ્વારકા તાલુકામાં આવેલું એક ગામ અને ટાપુ છે.

બેટ (તા. દ્વારકા)
—  ગામ  —
બેટદ્વારકાનો નકશો
બેટદ્વારકાનો નકશો
બેટ (તા. દ્વારકા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°26′58″N 69°7′2″E / 22.44944°N 69.11722°E / 22.44944; 69.11722
દેશ તા. દ્વારકા બેટ: ભૂગોળ, ઇતિહાસ, પુરાતત્વ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો દ્વારકા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ભૂગોળ

આ ટાપુ કચ્છના અખાતમાં ઓખાથી 3 km (2 mi) અંતરે આવેલો છે. ટાપુ ઉત્તરપૂર્વ થી દક્ષિણપશ્ચિમ 13 km (8 mi) અને પૂર્વ-પશ્ચિમ સરેરાશ 4 km (2 mi) અંતર ધરાવે છે. દ્વારકાથી તે 30 km (19 mi) અંતરે ઉત્તરે આવેલો છે.

ઇતિહાસ

તા. દ્વારકા બેટ: ભૂગોળ, ઇતિહાસ, પુરાતત્વ 
સિંધુ સંસ્કૃતિના અન્ય સ્થળો સાથે બેટ દ્વારકા (ઇ.સ. પૂર્વે ૧૯૦૦-૧૩૦૦)

બેટ દ્વારકા ભારતીય મહાકાવ્ય મહાભારત અને સ્કંદ પુરાણમાં વર્ણવેલ પ્રાચીન દ્વારકા નગરનો ભાગ ગણાય છે. ગુજરાતી વિદ્વાન ઉમાશંકર જોષીએ સૂચન કર્યું હતું કે મહાભારતના સભા પર્વમાં વર્ણવેલ અંતરદ્વિપ બેટ દ્વારકા તરીકે ગણી શકાય છે, કારણ કે યાદવોને દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. બેટ દ્વારકાનું નામ શંખોધર પણ છે, કારણ કે અહીં મોટી સંખ્યામાં શંખ મળી આવે છે. દરિયામાં મળેલા પુરાવા હડપ્પીય સંસ્કૃતિ પછીના સમયની સિંધુ સંસ્કૃતિનો સમય દર્શાવે છે. તે મૌર્ય વંશના સમયના છે એમ ચોક્કસ કહી શકાય છે. તે ઓખામંડળ અથવા કુશદ્વિપ વિસ્તારનો ભાગ હતા. દ્વારકાનો ઉલ્લેખ ઇ.સ. ૫૭૪ના તામ્રપત્રમાં મળે છે, જે મૈત્રકોના શાસન હેઠળના વલભીના મંત્રી સિંહદિત્યનો છે. સિંહદિત્ય દ્વારકાના રાજા વરાહદાસનો પુત્ર હતો.

તા. દ્વારકા બેટ: ભૂગોળ, ઇતિહાસ, પુરાતત્વ 
બેટ દ્વારકા બરોડા રાજ્ય હેઠળ અમરેલી વિભાગમાં, ૧૯૦૯

આ ટાપુ, ઓખામંડળ વિસ્તારની સાથે બરોડા રાજ્યના ગાયકવાડના શાસન હેઠળ હતો. ૧૮૫૭ના વિપ્લવ દરમિયાન, વાઘેરોએ આ વિસ્તાર કબ્જે કર્યો હતો. ત્યારબાદ બ્રિટિશરો, ગાયકવાડ અને અન્ય રજવાડાઓની સંયુક્ત સેનાઓએ ૧૮૫૯માં ટાપુ પાછો મેળવ્યો હતો.

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી તેનો સમાવેશ સૌરાષ્ટ્ર રાજ્યમાં થયો. પછીથી સૌરાષ્ટ્ર રાજ્ય બોમ્બે રાજ્યમાં ભળી ગયું. જ્યારે બોમ્બે રાજ્યમાંથી ગુજરાત રાજ્ય રચવામાં આવ્યું ત્યારે બેટ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવ્યું. ૨૦૧૩માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી રચવામાં આવ્યો અને બેટ દ્વારકા તેનો ભાગ બન્યું.

પુરાતત્વ

૧૯૮૦ના દાયકામાં સંશોધન દરમિયાન હડપ્પીય સંસ્કૃતિના માટીના વાસણો અને અન્ય વસ્તુઓ સીદી બાવા પીર દરગાહની નજીક મળી આવી હતી. ૧૯૮૨માં દરિયાના તોફાનથી જળગ્રસ્ત થયેલ ૫૮૦ મીટર લાંબી રક્ષણ દિવાલ મળી હતી, જે ઇ.સ. ૧૫૦૦ના સમયની હોવાનું અંદાજાયું છે. મળી આવેલ અવશેષોમાં હડપ્પીય મુદ્રા, લખાણ ધરાવતો ઘડો અને માછલી પકડવાનો તાંબાનો કાંટો વગેરેનો સમાવેશ થાય છે. વહાણોના અવશેષો અને પથ્થરના લંગરો મળી આવ્યા છે, જે પ્રાચીન ભારતીય-રોમન વ્યાપાર સંબંધોનું સૂચન કરે છે. ટાપુ પરના મંદિરો ૧૮મી સદીના અંતના સમયમાં બાંધવામાં આવ્યા છે.

છબીઓ

સંદર્ભ

દ્વારકા તાલુકાનાં ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

Tags:

તા. દ્વારકા બેટ ભૂગોળતા. દ્વારકા બેટ ઇતિહાસતા. દ્વારકા બેટ પુરાતત્વતા. દ્વારકા બેટ છબીઓતા. દ્વારકા બેટ સંદર્ભતા. દ્વારકા બેટગુજરાતદેવભૂમિ દ્વારકા જિલ્લોદ્વારકા તાલુકોસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વલ્લભી વિશ્વવિદ્યાલયશહેરીકરણજામા મસ્જિદ, અમદાવાદઇન્સ્ટાગ્રામપ્રજાસત્તાક દિન (ભારત)મધુ રાયમિઆ ખલીફારથયાત્રામોટરગાડીરાજ્ય સભાશુક્ર (ગ્રહ)ભારતીય સંગીતસંસ્થાગુજરાત સરકારજેસલ જાડેજાઅવિભાજ્ય સંખ્યાગુજરાતી ભાષાડેન્ગ્યુઉપેન્દ્ર ત્રિવેદીકોળીહંસવલ્લભાચાર્યસુભાષચંદ્ર બોઝઆદિવાસી૨૦૦૧ ગુજરાત ધરતીકંપબજરંગદાસબાપાવિનોદિની નીલકંઠકાશ્મીરતાપમાનસુંદરમ્ભારતનો રાષ્ટ્રધ્વજવિશ્વ વેપાર સંગઠનપ્રાચીન ઇજિપ્તભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબરદેવાયત પંડિતભૂગોળકમ્પ્યુટર નેટવર્કકારડીયાકળથીસોપારીશનિદેવનવસારી લોક સભા મતવિસ્તારરણજિતરામ સુવર્ણચંદ્રકશહીદ દિવસબિન્દુસારભારતનું સર્વોચ્ચ ન્યાયાલયગીર કેસર કેરીરવિન્દ્રનાથ ટાગોરગુજરાતડાકોરદમણવ્યાયામઉત્તરાયણશિક્ષણનું સમાજશાસ્ત્રનવગ્રહલોકસભાના અધ્યક્ષભુજહોકાયંત્રરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘગુજરાતી થાળીદાંડી સત્યાગ્રહભારતીય ચૂંટણી પંચચાંપાનેરતારક મેહતા કા ઉલ્ટા ચશ્માપૂર્ણ વિરામહિંદુમાછલીઘરનર્મદા જિલ્લોસૂર્યમંડળમાનવ શરીરનિવસન તંત્રભારતીય બંધારણ સભાપાંડવરાજસ્થાનસિંહ રાશી🡆 More