વર્લ્ડ વાઈડ વેબ

વર્લ્ડ વાઇડ વેબ (સામાન્ય રીતે ટૂંકમાં વેબ તરીકે બોલાય છે) એ ઇન્ટરનેટ દ્વારા આંતરિક રીતે જોડાયેલા હાઇપરટેક્સ્ટ દસ્તાવેજોમાં પ્રવેશ કરવાની પદ્ધતિ છે.

વેબ બ્રાઉઝર દ્વારા, વ્યક્તિ લખાણ, ચિત્રો, વિડીઓ અને અન્ય મલ્ટિમિડીયા ધરાવતા વેબ પેજીસ જોઇ શકે છે અને હાઇપરલિંકનો ઉપયોગ કરીને તેનું સંચાલન કરી શકે છે. હાઇપરટેક્સ્ટ પદ્ધતિની અગાઉની વિભાવનાનો ઉપયોગ કરીને વર્ષ 1989માં અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક અને હાલમાં વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમના ડિરેક્ટર સર ટિમ બર્નર્સ-લી દ્વારા વર્લ્ડ વાઇડ વેબની શોધ કરવામાં આવી અને બાદમાં બેલ્જિયમના કોમ્પ્યુટર વૈજ્ઞાનિક રોબર્ટ કૈલિઆયુએ મદદનીશ તરીકેની ભૂમિક ભજવી, ત્યારે બંને સ્વિત્ઝરલેન્ડના જિનીવા ખાતે સીઇઆરએનમાં કામ કરતા હતા. વર્ષ 1990માં, તેમણે નેટવર્ક પર બ્રાઉઝર્સ દ્વારા જોવામાં આવેલા હાઇપરટેક્સ્ટ પેજીસનો સંગ્રહ કરી "વેબ ઓફ નોડ્સ"ની રચના કરવાનું સૂચન કર્યુ હતું, અને ડિસેમ્બરમાં તે વેબની રજૂઆત કરી હતી. હાલના ઇન્ટરનેટ દ્વારા જોડાયેલી, અન્ય વેબસાઇટ્સનું સર્જન કરવામાં આવ્યું, જેમાં ડોમેઇન નેમ અને એચટીએમએલ ભાષા માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો ઉમેરવામાં આવ્યા હતા. ત્યારથી, બર્નર્સ-લીએ વેબના ધારાધોરણોના વિકાસને આગળ ધપાવવામાં સક્રીય ભૂમિક ભજવી છે (જેમકે વેબ પેજીસ જેમાં કમ્પોઝ કરવામાં આવે છે તેવી માર્કઅપ ભાષા), અને તાજેતરના વર્ષોમાં તેણે સિમેન્ટીક વેબની તેની કલ્પનાનું સમર્થન કર્યું છે.

વર્લ્ડ વાઈડ વેબ
વેબના ઐતિહાસિક લોગોની ડિઝાઇન રોબર્ટ કૈલિઆયુ દ્વારા કરવામાં આવી હતી.

વર્લ્ડ વાઇડ વેબે ઇન્ટરનેટ પર ઉપયોગ માટે સરળ અને લવચિક માળખા દ્વારા માહિતીના વિસ્તરણને શક્ય બનાવ્યું છે. આથી તેણે ઇન્ટરનેટના ઉપયોગને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. લોકપ્રિય વપરાશમાં ક્યારેક આ બે શબ્દો સંકલિત લાગતા હોવા છતાં, વર્લ્ડ વાઇડ વેબઇન્ટરનેટ નો સમાનાર્થી નથી. વેબ એ ઇન્ટરનેટના ટોચના ભાગે રચાયેલી એક એપ્લીકેશન છે.

ઇતિહાસ

માર્ચ 1989માં, બર્નર્સ લીએ તેણે 1980માં બનાવેલા ડેટાબેઝ અને સોફ્ટવેર પ્રોજેક્ટ, એન્ક્વાયરના સંદર્ભ સાથે એક દરખાસ્ત લખી હતી અને માહિતી સંચાલન પદ્ધતિની વધુ વિસ્તૃત રીતે છણાવટ કરી હતી. રોબર્ટ કૈલિઆયુની મદદથી, તેમણે માહિતીનો સંગ્રહ કરવા માટે "હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ" સાથે "વેબ ઓફ નોડ્સ" તરીકે "વર્લ્ડ વાઇડ વેબ" (એક શબ્દ "w૩" પણ) તરીકે ઓળખાતા "હાઇપરટેક્સ્ટ પ્રોજેક્ટ"નું સર્જન કરવા માટે વધુ ઔપચારિક દરખાસ્તો (12 નવેમ્બર, 1990ના રોજ) પ્રકાશિત કરી હતી. આ માહિતી "ઇન્ટરનેટ અને ડીઇસીનેટ પ્રોટોકોલ વર્લ્ડ્ઝ"ને જોડતા "એક્સેસ પ્રોટોકોલ"નો ઉપયોગ કરીને કોમ્પ્યુટર નેટવર્ક પર વિવિધ બ્રાઉઝર્સ (લાઇન-મોડ અથવા ફુલ સ્ક્રીન) દ્વારા "હાઇપરટેક્સ્ટ પેજીસ"માં (વેબપેજીસ) જોઇ શકાય છે.

ઇબીટીના (ઇલેક્ટ્રોનિક બુક ટેક્નોલોજી, બ્રાઉન યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ રિસર્ચ એન્ડ સ્કોલરશીપનું આનુષંગિક પરિણામ) ડાઇનાટેક્સ્ટ એસજીએમએલ રિડર બાદ દરખાસ્તને નમૂનાનું સ્વરૂપ આપવામાં આવ્યું, જેને સીઇઆરએન દ્વારા પરવાનો આપવામાં આવ્યો હતો. ડાઇનાટેક્સ્ટ પદ્ધતિ તકનીકી રીતે અદ્યતન (HyTimeમાં એસજીએમએલ આઇએસઓ 8879:1986માંથી હાઇપરમિડીયમાં વિસ્તરણ માટે મહ્ત્વની પદ્ધતિ) હોવા છતાં તેને ખૂબ ખર્ચાળ ગણવામાં આવતી હતી અને સામાન્ય એચઇપી (હાઇ એનર્જી ફિઝીક્સ) સમુદાયના ઉપયોગ માટે અયોગ્ય પરવાના નીતિ સાથે દરેક દસ્તાવેજ માટે ફી હતી અને પ્રત્યેક સમયે દસ્તાવેજમાં ફેરફાર થતો હતો. NeXT કોમ્પ્યુટરનો ઉપયોગ બર્નર્સ-લી દ્વારા વિશ્વના પ્રથમ વેબ સર્વર તરીકે તથા પ્રથમ વેબ બ્રાઉઝર, વર્લ્ડવાઇડવેબ લખવા માટે પણ વર્ષ 1990માં કરવામાં આવ્યો હતો. વર્ષ 1990ની ક્રિસમસ સુધીમાં, બર્નર્સ-લીએ વેબના કામકાજ માટે જરૂરી બધા જ સાધનો વિકસાવી દીધા હતા: પ્રથમ વેબ બ્રાઉઝર (જે સાથે-સાથે વેબ એડિટર પણ હતું), પ્રથમ વેબ સર્વર, અને પ્રથમ વેબ પેજીસ જે પ્રોજેક્ટની જાતે મહિતી આપે છે.

6 ઓગસ્ટ, 1991ના દિવસે, તેમણે વર્લ્ડ વાઇડ વેબની ટૂંક માહિતી alt.hypertext newsgroup પર મુકી. આ દિવસે જ ઇન્ટરનેટ પર જાહેર લોકો માટે પ્રાપ્ય સેવા તરીકે વેબની રજૂઆત થઇ હતી. યુરોપની બહાર પ્રથમ સર્વરની સ્થાપના એસએલએસી ખાતે ડિસેમ્બર 1991માં કરવામાં આવી હતી. હાયપરટેક્સ્ટની મહત્વની કલ્પના 1960 માંથી જૂના પ્રોજેક્ટથી ઉત્પન્ન થઇ છે. જેમ કે બ્રાઉન યુનિવર્સિટી પરની હાયપરટેક્સ્ટ એડિટિંગ સિસ્ટમ (HES)--- અન્ય માંથી ટેડ નેલ્સન અને એન્ડ્રિસ વેન ડેમ --- ટેડ નેલ્સનનો પ્રોજેક્ટ ક્સેનેડુ અને ડોગલાસ એન્જેલબાર્ટનું ઓન-લાઇન સિસ્ટમ (NLS). નેલ્સન અને એન્જલબર્ટ બંનેએ વેન્નેવર બુશની માઇક્રોફિલ્મ આધારિત "મેમેક્સ"માંથી પ્રેરણા લીધી હતી, જેનું નિદર્શન વર્ષ 1945માં નિબંધ "એઝ વી મે થીન્ક"માં કરવામાં આવ્યું હતું. બર્નર્સ-લીની શોધથી હાઇપરટેક્સ્ટને ઇન્ટરનેટ સાથે જોડી દીધું હતું. તેમના પુસ્તક વિવીંગ ધ વેબ માં, તેમણે જણાવ્યું હતું કે તેમણે બંને તકનીકી સમુદાયના સભ્યો સમક્ષ બે તકનીકોના જોડાણ અંગે વારંવાર જણાવ્યું હતું, પરંતુ કોઇ પણ સભ્યએ તેમના આમંત્રણનો સ્વીકાર ન કરતા તેમણે પોતે જ આ પ્રોજેક્ટ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો હતો. તે પ્રક્રિયામાં તેમણે વેબ અને અન્ય જગ્યા પર રિસોર્સીસ માટે વૈશ્વિક યુનિક આઇડેન્ટીફાયર પદ્ધતિનો વિકાસ કર્યો હતો: યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટીફાયર.

વર્લ્ડ વાઇડ વેબ અન્ય હાઇપરટેક્સ્ટ પદ્ધતિઓ કરતા ઘણી બધી રીતે અલગ હતી, જે પદ્ધતિઓ પાછળથી પ્રાપ્ય બની હતી. વેબમાં બેમાર્ગીય લિન્કના સ્થાને એકમાર્ગીય લિન્કની જરૂર હોય છે. તેને પગલે કોઇ વ્યક્તિ માટે તે રિસોર્સના માલિક દ્વારા કોઇ પગલા લીધા વિના અન્ય રિસોર્સ સાથે જોડવાનું શક્ય બને છે. તે (અગાઉની પદ્ધતિઓની સરખામણીએ) વેબ સર્વર્સ અને બ્રાઉઝર્સની અમલીકરણ સમયે થતી તકલીફોમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો કરે છે, પરંતુ તેની સામે તે લિન્ક રોટની મોટી સમસ્યા પણ ઉભી કરે છે. હાઇપરકાર્ડ જેવી અન્ય પૂરોગામી પદ્ધતિઓ સામે વર્લ્ડ વાઇડ વેબ એ ખાનગી માલિકીની ન હતી અને તેને પગલે સર્વર્સ અને ગ્રાહકોમાં સ્વતંત્ર રીતે વધારો કરવાનું અને પરવાનાના પ્રતિબંધો વગર એક્સ્ટેન્શન ઉમેરવાનું કાર્ય શક્ય બનતું હતું. 30 એપ્રિલ, 1993ના રોજ, સીઇઆરએને એવી જાહેરાત કરી કે વર્લ્ડ વાઇડ વેબ કોઇ પણ બાકી ફી સિવાય બધા માટે વિના મૂલ્યે રહેશે. ગોફર પ્રોટોકોલનો ઉપયોગ હવે વિનામૂલ્યે થઇ શકશે નહીં, તેવી જાહેરાતના બે મહિના બાદ મોટા પાયે લોકો ગોફર છોડી વેબની સાથે સાથે જોડાવા લાગ્યા. અગાઉ ViolaWWW લોકપ્રિય વેબ બ્રાઉઝર હતું, જે હાઇપરકાર્ડ પર આધારિત હતું.

વિદ્વાનો સામાન્ય રીતે એવું માને છે કે વર્લ્ડ વાઇડ વેબ માટે વર્ષ 1993માં મોઝેઇક વેબ બ્રાઉઝરની રજૂઆત ટર્નીંગ પોઇન્ટ સાબિત થઇ, જે ગ્રાફીકલ બ્રાઉઝરની રચના અર્બાના-કેમ્પેઇનમાં (NCSA-UIUC) આવેલી યુનિવર્સિટી ઓફ ઇલ્લિનોઇઝ ખાતે માર્ક એન્ડ્રીસેનની આગેવાની હેઠળ નેશનલ સેન્ટર ફોર સુપરકોમ્પ્યુટીંગ એપ્લીકેશનની ટીમે કરી હતી. મોઝેઇક માટેનું ભંડોળ અમેરિકના સેનેટર અલ ગોર દ્વારા કેટલાક કોમ્પ્યુટીંગ ડેવલોપમેન્ટ માટે લેવામાં આવેલા કેટલાક પગલાઓના ભાગરૂપે હાઇ પર્ફોર્મન્સ કોમ્પ્યુટીંગ એન્ડ કોમ્યુનિકેશન એક્ટ, 1991 દ્વારા શરૂ કરવામાં આવેલા ભંડોળ કાર્યક્રમ, હાઇપર્ફોર્મન્સ કોમ્પ્યુટીંગ એન્ડ કોમ્યુનિકેશન્સ ઇનિશિયેટીવ તરફથી આવતું હતું. મોઝેઇકની રજૂઆત પહેલા, વેબ પેજીસમાં ચિત્રો સાથે શબ્દો સૂપૂર્ણ રીતે મુકી શકાતા ન હતા અને ઇન્ટરનેટ પર વપરાશમાં તેની લોકપ્રિયતા ગોફર અને વાઇડ એરિયા ઇન્ફોર્મેશન સર્વર્સ (ડબ્લ્યૂએઆઇએસ) જેવા અન્ય પ્રોટોકોલની સરખામણીએ ઘણી ઓછી હતી. મોઝેઇકની ગ્રાફીકલ યુઝર ઇન્ટરફેસે વેબને સૌથી વધુ લોકપ્રિય ઇન્ટરનેટ પ્રોટોકોલ બનાવી દીધું હતું.

ટીમ બર્નર્સ-લીએ ઓક્ટોબર, 1994માં યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિઅર રિસર્ચ (સીઇઆરએન)ને છોડ્યા બાદ વર્લ્ડ વેબ કોન્સોર્ટિયમની સ્થાપના કરી. તેની સ્થાપના મેસ્સાકુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી લેબોરેટરી ફોર કોમ્પ્યુટર સાયન્સ (એમઆઇટી/એલસીએસ) ખાતે ઇન્ટરનેટની શોધની પહેલ કરનારી ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી (ડીએઆરપીએ) અને યુરોપિયન કમિશનના સહકારથી કરવામાં આવી હતી. વર્ષ 1994ના અંત સુધી, વેબસાઇટ્સની કુલ સંખ્યા હાલના ધારાધોરણોની સરખામણીએ ઘણી ઓછી હતી, છતાં નોંધપાત્ર સંખ્યામાં નામાંકિત વેબસાઇટ્સ અગાઉથી સક્રિય હતી, જેમાંથી ઘણી બધી સાઇટ્સ આજની સૌથી લોકપ્રિય સેવાની અગ્રદૂત અથવા પ્રેરણાત્મક ઉદાહરણ હતી.

તે કેવી રીતે કાર્ય કરે છે

ઇન્ટરનેટ અને વલ્ડ વાઇડ વેબ જેવા શબ્દનો ઉપયોગ હવે સામાન્ય બોલચાલમાં થાય છે. જોકે, ઇન્ટરનેટ અને વલ્ર્ડવાઇડ વેબ એકસમાન નથી. ઇન્ટરનેટ એ ગ્લોબલ ડેટા કોમ્યુનિકેશન્સ સિસ્ટમ છે. બે કોમ્પયુટર વચ્ચે હાર્ડવેર અને સોફટવેર માળખાથી કોમ્પ્યુટર્સ વચ્ચે જોડાણ થાય છે. બીજી તરફ વેબએ ઇન્ટરનેટથી સંપર્ક સાધતી સર્વિસ છે. તે હાઇપરલિન્ક્સ અને યુઆરએલ દ્વારા ગ્રથિત આંતરિક રીતે જોડાયેલા અને અન્ય સ્રોતોનો એક સંગ્રહ છે. ટૂંકમાં વેબ ઇન્ટરનેટ પર ચાલતી એક એપ્લીકેશન છે.

વર્લ્ડ વાઇડ વેબ પર વેબ પેજ જોવાની શરૂઆત વેબ બ્રાઉઝરમાં પેજની યુઆરએલ ટાઇપ કરીને અથવા પેજ અથવા સ્રોત પર આપવામાં આવેલી હાઇપરલિન્કને અનુસરીને થાય છે. ત્યાર બાદ વેબ બ્રાઉઝર પરિણામ મેળવવા અને તેને દર્શાવવા માટે પડદા પાછળ કોમ્યુનિકેશન મેસેજની શ્રેણીની શરૂઆત કરે છે. પ્રથમ, ડોમેઇન નેમ સિસ્ટમ અથવા ડીએનએસના નામે ઓળખાતા વૈશ્વિક રીતે વહેંચાયેલા ઇન્ટરનેટ ડેટાબેઝનો ઉપયોગ કરીને યુઆરએલનો સર્વરના નામ વાળો ભાગ આઇપી એડ્રેસમાં રૂપાંતર પામે છે. આ આઇપી એડ્રેસ વેબ સર્વરનો સંપર્ક કરે તે જરૂરી હોય છે. ત્યારબાદ બ્રાઉઝર કોઇ ચોકક્સ એડ્રેસ પર વેબ સર્વરને એચટીટીપી રિક્વેસ્ટ મોકલીને સ્રોતને વિનંતી કરે છે. વિશિષ્ટ વેબ પેજના કિસ્સામાં, પેજની એચટીએમએલ પેજને પ્રથમ વિનંતી મોકલવામાં આવે છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે વેબ બ્રાઉઝર દ્વારા તેનું પૃથ્થકરણ થાય છે, જે ત્યારબાદ ચિત્રો અને પેજના ભાગની રચના કરતી અન્ય ફાઇલ્સ માટે વધારાની વિનંતી કરે છે. વેબસાઇટની લોકપ્રિયતાનું આંકડાકીય માપ સામાન્ય રીતે 'પેજ વ્યૂ'ની સંખ્યા અથવા ફાઇલ માટે વિનંતી કરતી સંબંધિત સર્વરની "હિટ્સ" દ્વારા મેળવવામાં આવે છે.

વેબ સર્વરમાંથી જરૂરી ફાઇલ્સ મેળવ્યા બાદ, બ્રાઉઝર ત્યારબાદ તેના એચટીએમએલ, સીએસએસ અને અન્ય વેબ લેંગ્વેજીસ દ્વારા નક્કી કરાયા મુજબ સ્ક્રીન પર પેજની રજૂઆત કરે છે. વપરાશકર્તા જૂએ છે તેવા ઓન-સ્ક્રીન વેબ પેજને રજૂ કરવા માટે કોઇ પણ ચિત્ર અને અન્ય સ્રોત એકબીજામાં ભળી જાય છે. મોટા ભાગના વેબ પેજીસ પોતે અન્ય સંબંધિત પેજીસ સાથે હાઇપરલિન્ક ધરાવે છે અને કદાચ ડાઉનલોડ, સોર્સ ડોક્યુમેન્ટ્સ, ડેફિનીશન્સ અને અન્ય વેબ રિસોર્સીસ પણ ધરાવી શકે. હાઇપરટેક્સ્ટ લિન્ક્સ દ્વારા આંતરિક રીતે જોડાયેલો ઉપયોગી અને સંબંધિત સ્રોતોના સંગ્રહને માહિતીની "વેબ" કહેવામાં આવે છે. ઇન્ટરનેટ પર પ્રાપ્ય આ માહિતીના સર્જનને ટીમ બર્નર્સ-લીએ નવેમ્બર, 1990માં પ્રથમ વર્લ્ડ વાઇડ વેબ (તેના અસલ કેમલકેસમાં, જેનો પાછળથી નાશ કરવામાં આવ્યો હતો) કહ્યું હતું.

એજેક્સ અપડેટ્સ

જાવાસ્ક્રિપ્ટ એ સ્ક્રિપ્ટીંગ લેન્ગ્વેજ છે, જે શરૂઆતમાં વર્ષ 1995માં બ્રેન્ડન ઇચ દ્વારા વિક્સાવવામાં આવી હતી અને નેટસ્કેપમાં વેબ પેજીસમા આંતરિક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધારાધોરણો અનુસારની આવૃત્તિ ECMAScript છે. ઉપર દર્શાવેલા પેજ દર પેજ મોડેલની કેટલીક મર્યાદાઓ દૂર કરવા માટે, કેટલાક વેબ એપ્લીકેશન્સમાં એજેક્સ એસીન્ક્રોનસ જાવાસ્ક્રીપ્ટ અને એક્સએમએલનો ઉપયોગ કરવામાં આવે છે. જાવાસ્ક્રીપ્ટ એ પેજ સાથે આપવામાં આવે છે, જે માઉસ-ક્લિક્સ જેવા વપરાશકર્તાના પ્રયત્નો સામે અથવા સમય પસાર થવાને આધારે સર્વરને વધારાની એચટીટીપી વિનંતી કરી શકે છે. સર્વર્સના રિસ્પોન્સીસનો ઉપયોગ ચાલુ પેજમાં ફેરફાર કરવા તેમજ પ્રત્યેક રિસ્પોન્સ સામે નવા પેજની રચના કરવા માટે થાય છે. આથી સર્વરને ફક્ત મર્યાદિત કે વધારાની માહિતી આપવાની જરૂર પડે છે. જ્યારથી એકથી વધુ એજેક્સ વિનંતીઓ એક જ સમયે સ્વીકારવાની શરૂઆત થઇ ત્યારથી વપરાશકર્તાઓ માહિતી દુરસ્ત થતી હોય ત્યારે પણ પેજ સાથે પ્રક્રિયાઓ કરી શકે છે. કેટલાક વેબ એપ્લીકેશન્સ નિયમિત રીતે નવી માહિતી ઉપ્લબ્ધ છે કે નહીં તે જાણવા માટે સર્વરને પ્રશ્નો કરે છે.[સંદર્ભ આપો]

વેબ એડ્રેસીસની આગળ WWW ઉમેરવામાં આવ્યું

ઘણા વેબ એડ્રેસીસના નામ તેઓ પૂરી પાડતા સેવાઓ પ્રમાણે ઇન્ટરનેટ હોસ્ટ્સ (સર્વર્સ)ના નામ આપવાની લાંબી પરંપરાને કારણે www થી શરૂ થાય છે. આથી વેબ સર્વરનું હોસ્ટ નેમ મોટે ભાગે WWW હોય છે, કેમકે તો એફટીપી સર્વર માટે એફટીપી અને USENET ન્યૂઝ સર્વર વગેરે માટે ન્યૂઝ અથવા એનએનટીપી હોય છે. આ હોસ્ટ નેમ ડીએનએસ સબડોમેઇન નામ તરીકે દેખાય છે, જેમકે "www.example.com". કોઇ તકનીકી કે નીતિવિષયક ધારાધોરણો માટે આ પ્રકારના સબડોમેઇન નામોના ઉપયોગની જરૂર નથી, ખરેખર તો પ્રથમ વેબ સર્વર "nxoc01.cern.ch", નામથી ઓળખાયું હતું અને ઘણી વેબ સાઇટ્સ www સબડોમેઇન ઉપસર્ગ વિના, અથવા "www2", "secure" જેવા અન્ય ઉપસર્ગ સાથે હાલમાં અસ્તિત્વ ધરાવે છે. આ સબડોમેઇન ઉપસર્ગનું કોઇ મહત્વ હોતું નથી, તેઓ ફક્ત નામોની પસંદગી કરે છે. ઘણા વેબ સર્વર્સની સ્થાપના એવી રીતે કરવામાં આવી છે કે જેથી બંને ડોમેઇન પોતાની રીતે (દા.ત., example.com) અને www સબડોમેઇન (દા.ત., www.example.com) એક જ સાઇટ સાથે સંબંધ ધરાવે છે, અન્યને એક માળખા અથવા બીજાની જરૂર પડે છે, અથવા તેઓ વિવિધ વેબ સાઇટ્સ સાથે ગોઠવણ કરી શકે.

અડ્રેસ બારમાં જ્યારે એક શબ્દ ટાઇપ કરવામાં આવે અને રિટર્ન કી દબાવવામાં આવે ત્યારે, કેટલાક વેબ બ્રાઉઝર્સ આપમેળે તેની શરૂઆતમાં "www." અને શક્યત: અંતમાં ".com", ".org" અને ".net" જેવા શબ્દો ઉમેરવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, 'microsoft' ટાઇપ કરવાથી http://www.microsoft.com અને 'openoffice' ટાઇપ કરવાથી http://www.openoffice.org મળી શકે. વર્ષ 2003ની શરૂઆતમાં આ લાક્ષણિકતાઓ શરૂમાં મોઝિલ્લા ફાયરફોક્સની પ્રારંભિક આવૃત્તિઓમાં ઉમેરવામાં આવી હતી. (જ્યારે તે 'Firebird' વર્ક ટાઇટલ ધરાવતી હતી) એવું નોંધવામાં આવ્યું હતું કે માઇક્રોસોફ્ટને સમાન વિચાર માટે વર્ષ 2008માં યુએસ પેટન્ટ આપવામાં આવી હતી, પરંતુ તે ફક્ત મોબાઇલ ડિવાઇસીસ સુધી સિમીત હતી.


વેબ એડ્રેસીસના 'http://' અથવા 'https://' જેવા ભાગો અર્થ ધરાવે છે : તે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અને એચટીટીપી સિક્યોરનો અર્થ દર્શાવે છે અને આથી તે કોમ્યુનિકેશન પ્રોટોકોલને વ્યાખ્યાયિત કરે છે જેનો ઉપયોગ પેજ અને તેના બધા જ ચિત્રો અને અન્ય સ્રોત માટે વિનંતી કરવા અને મેળવવા માટે થાય છે. એચટીટીપી નેટવર્ક પ્રોટોકોલ એ વર્લ્ડ વાઇડ વેબ જે માર્ગે કાર્ય કરે છે તેનો પાયો છે, અને પાસવર્ડ તથા બેન્કની વિગતો જેવી ગુપ્ત માહિતીઓનું જાહેર હિત માટે આદાન-પ્રદાન થતું હોય ત્યારે એચટીટીપીસમાં સમાયેલું ઇન્ક્રીપ્શન આવશ્યક રક્ષણ પુરૂ પાડે છે. જો તે કાઢી નખાયુ હોય, તો અનેક વાર વેબ બ્રાઉઝર આ 'સ્કિમ ભાગને URLના શરૂઆત પર જોડે છે. વ્યાપક રીતે, નીચેનું ફોર્મ મેળવવા RFC 2396 વેબ URLs ની વ્યાખ્યા કરેલી છે: ://? #.

"www"નું ઉચ્ચારણ

અંગ્રેજીમાં www નું ઉચ્ચારણ અક્ષરોના નામનો વ્યક્તિગત ઉચ્ચાર કરીને થાય છે (ડબલ-યુ ડબલ-યુ ડબલ-યુ ). કેટલાક તકનીકી વપરાશકર્તાઓ તેનો ઉચ્ચાર ડબ-ડબ-ડબ તરીકે કરતા હોવા છતાં તે બહુ પ્રચલિત નથી. અંગ્રેજી લેખક ડગ્લાસ એડમ્સે એક વાર કટાક્ષ કર્યો હતો કે:

The World Wide Web is the only thing I know of whose shortened form takes three times longer to say than what it's short for.

— Douglas Adams, The Independent on Sunday, ૧૯૯૯

એ ખૂબ રસપ્રદ વાત છે કે મેન્ડેરિન ચાઇનીઝમાં, વર્લ્ડ વાઇડ વેબ નું ફોનો-સિમેન્ટીક મેચીંગ દ્વારા wàn wéi wǎng (万维网 જેવું ભાષાંતર કરવામાં આવ્યું, જે www ને પૂરતો ન્યાય આપે છે અને તેનો અર્થ અદ્દલ "માયરાઇડ ડાઇમેન્શનલ નેટ" જેવો થાય છે, જે એવું ભાષાંતર છે જે વર્લ્ડ વાઇડ વેબના વિચાર અને વિકાસનું સચોટ પ્રતિબિંબ પુરૂ પાડે છે. ટીમ બર્નર્સ-લીનું વેબ-સ્પેસ એવું દર્શાવે છે કે વર્લ્ડ વાઇડ વેબ સત્તાવાર રીતે ત્રણ જૂદા શબ્દોથી લખવામાં આવશે, જેમાં કોઇ સંયોગચિહ્ન આવશે નહીં. આ ઉપરાંત વેબ (કેપિટલ W સાથે)નો ઉપયોગ એ તેનું સંક્ષિપ્ત રૂપ સૂચવે છે.

ધારાધોરણો

ઘણા ઔપચારિક ધારાધોરણો અન્ય વિગતવાર વર્ણન વર્લ્ડ વાઇડ વેબ, ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન એક્સચેન્જના વિવિધ પાસાઓની કામગીરીને વ્યાખ્યાયિત કરે છે. મોટા ભાગના દસ્તાવેજો બર્નર્સ-લીની અધ્યક્ષતા હેઠળના વર્લ્ડ વાઇડ વેબ કોન્સોર્ટિયમ (W3C)નું કાર્ય છે, પરંતુ કેટલાક દસ્તાવેજો ઇન્ટરનેટ એન્જિનિયરીંગ ટાસ્ક ફોર્સ (IETF) અને અન્ય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે, જ્યારે વેબના ધારાધોરણોની ચર્ચા કરવામાં આવે છે, ત્યારે નીચેના પ્રકાશનોને પાયા તરીકે જોવામાં આવે છે:

  • W3Cમાંથી વિશેષ રૂપે એચટીએમએલ અને એક્સએચટીએમએલ જેવી માર્કઅપ લેન્ગ્વેજીસ માટે ભલામણ. તે હાઇપરટેક્સ્ટના માળખા અને અર્થઘટનને વ્યાખ્યાયિત કરે છે.
  • W3Cમાંથી વિશેષ રૂપે સીએસએસ જેવી સ્ટાઇલશીટ માટે ભલામણો.
  • એક્મા ઇન્ટરનેશનલમાંથી એક્માસ્ક્રીપ્ટ (સામાન્ય રીતે જાવાસ્ક્રીપ્ટના સ્વરૂપમાં) માટે ધારાધોરણો.
  • W3Cમાંથી ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ માટે ભલામણો.

વધારાના પ્રકાશનો વર્લ્ડ વાઇડ વેબ માટેની અન્ય આવશ્યક તકનીકોની નીચે સહિતની પરંતુ મર્યાદિત વ્યાખ્યા પૂરી પાડે છે:

  • યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટીફાયર (URI) એ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ અને ચિત્રો જેવા સ્રોતોનો સંદર્ભ આપવાની વિશ્વવ્યાપક પદ્ધતિ છે. ઘણી વાર યુઆરએલના નામે ઓળખાતી યુઆરઆઇને આઇઇટીએફના આરએફસી 3986 / એસટીડી 66 દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય : યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટીફાયર (યુઆરઆઇ): જેનરિક સિન્ટેક્સ , તેમજ તેની પૂરોગામી અને સંખ્યાબંધ યુઆરઆઇ સ્કીમ આરએફસીને વ્યાખ્યાયિત કરે છે;
  • હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (એચટીટીપી) , તે વિશેષ રૂપે આરએફસી 2616: એચટીટીપી/ 1.1 અને આરએફસી 2617: એચટીટીપી ઓથેન્ટીકેશન , જે બ્રાઉઝર અને સર્વર એકબીજા સાથે કેવી રીતે પ્રસ્થાપન કરે છે તે દર્શાવે છે.

ખાનગી

સમય અને નાણાનો બચાવ કરતા અને સગવડતા તથા મનોરંજન મેળવતા કોમ્પ્યુટર વપરાશકર્તાઓ વેબ સહિતની સંખ્યાબંધ તકનીકોના ઉપયોગ માટેના વિનિમયમાં ખાનગીપણાના હકને જતો કરે અથવા ન પણ કરે. સમગ્ર વિશ્વમાં, અડધા અબજથી વધુ લોકોએ સોશિયલ નેટવર્ક સર્વિસીઝનો ઉપયોગ કર્યો છે અને વેબની સાથે વિકાસ પામેલા અમેરિકનોમાંથી અડધા ભાગના લોકોએ ઓનલાઇન પ્રોફાઇલ બનાવી છે અને તેઓ પેઢીગત પરિવર્તનના એક ભાગ છે, જે નિયમો બદલી શકે છે. યુ.એસ.ના કોલેજના વિદ્યાર્થીઓથી માંડી ફેસબુક આજે 70% બિન-યુએસ નાગરિકો સુધી પહોંચી છે અને એક અંદાજ પ્રમાણે તેમાંથી ફક્ત 20% સભ્યો પ્રાઇવસી સેટીંગ્સનો ઉપયોગ કરે છે.


60 દેશનો ખાનગી પ્રતિનિધીઓએ ઉદ્યોગમાં સ્વનિયંત્રણ માટેના કાયદા, વેબનો ઉપયોગ કરતા બાળકો અને અન્ય સગીર વયના લોકો માટે યોગ્ય શિક્ષણ અને સોશિયલ નેટવર્ક્સનો ઉપયોગ કરતા લોકો માટે અચૂક રક્ષણની માગ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ એમ પણ માને છે કે વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતીને માહિતી માટેનું રક્ષણ પૂરુ પાડવાથી તે માહિતીના વેચાણની સરખામણીએ ઉદ્યોગને વધુ ફાયદો કરાવી આપશે. વપરાશકર્તાઓ સ્થાનિક રીતે તેમની વ્યક્તિગત હિસ્ટરીઝને દૂર કરવા અને કેટલીકે કૂકીઝ તથા જાહેરાતના નેટવર્કને બ્લોક કરવા માટે બ્રાઉઝર્સમાં પ્રવેશ કરી શકે છે, પરંતુ તેમની માહિતી હજુ વેબસાઇટના સર્વર લોગ અને વિશેષરૂપે વેબ બિકન્સમાં હોય છે. બર્નર્સ-લી અને તેના સાથીદારો વેબની રચનાને નીતિવિષયક જાગરૂકતા, કદાચ ઓડિટ લોગીંગ, રિઝનર્સ અને એપ્લાયન્સીસ સુધી વિસ્તૃત કરીને ઉત્તરદાયિત્વ અને યોગ્ય ઉપયોગના લક્ષ્યને સિદ્ધ કરી શકાય છે.


જાહેરાત માટે નાણાં ચૂકવવામાં આવે છે તેવી સાઇટ્સમાં યાહૂ વ્યાપારી વેબસાઇટ્સના વપરાશકર્તાઓ વિષે સૌથી વધુ માહિતી એકઠી કરી શકે છે, જેમાં તેની સાઇટ અને તેની સંબંધિત એડવર્ટાઇઝીંગ નેટવર્ક સાઇટ્સના પ્રત્યેક વપરાશકર્તા અંગે દર મહિને માહિતીની 2,500 બિટ્સનો સમાવેશ થાય છે. યાહૂ બાદ તેનાથી અડધા હિસ્સા સાથે માયસ્પેસ અને ત્યારબાદ એઓએલ - ટાઇમવોર્નર, ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ અને ઇબેનો સમાવેશ થાય છે.

સલામતી

વેબ એ મેલવેરનો ફેલાવો કરવા ગુનેગાર માટે પસંદગીનું સાધન બની ગયું છે. વેબ પર કરવામાં આવતા સાઇબરક્રાઇમમાં ઓળખની ચોરી, છેતરપિંડી અને જાસૂસી તથા માહિતીના એકત્રીકરણનો સમાવેશ થાય છે. વેબ આધારિત ભેદ્યતા હવે કોમ્પ્યુટરની સલામતીના પારંપરિક કારણોથી વધુ ગંભીર બની ગઇ છે અને ગૂગલની ગણતરી પ્રમાણે પ્રત્યેક 10માંથી એક વેબ પેજ ખરાબ વૃત્તિના હેતું સાથેના કોડ ધરાવતું હોય તેવી શક્યતા છે. મોટા ભાગના વેબ આધારિત હુમલાઓ કાયદેસરની વેબસાઇટ્સ પર થાય છે અને સોફોસના મતે મોટા ભાગની સાઇટ્સનું મૂળ યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને રશિયામાં હોય છે.


મેલવેરના ખતરામાં સૌથી સામાન્ય વેબસાઇટ્સ સામે એસક્યૂએલ ઇન્જેક્શનનો હુમલો છે. એચટીએમએલ અને યુઆરઆઇ દ્વારા વેબ જાવાસ્ક્રીપ્ટના આગમન બાદના ક્રોસ-સાઇટ સ્ક્રીપ્ટીંગ જેવા હુમલાઓ સામે લાચાર હતું અને વેબ 2.0 અને એજેક્સ વેબ ડિઝાઇન દ્વારા તેની મુશ્કેલીમાં વધારો નોંધાયો હતો, જે સ્ક્રીપ્ટના ઉપયોગની તરફેણ કરતા હતા. આજે એક અંદાજ પ્રમાણે, 70%થી વધુ વેબસાઇટ્સ તેમના વપરાશકર્તાઓ પર એક્સએસએસ હુમલા માટે ખુલ્લી છે.


સૂચિત ઉકેલોમાં ઘણી રીતે અલગ પડતા હતા. મેકાફી જેવા મોટા સલામતી આપતા વેપારીઓએ અગાઉથી 9/11 બાદના નિયમનો પૂર્ણ કરવા માટે ડિઝાઇન વ્યવસ્થા અને કાયદા પાલનની રચના કરી છે અને ફિંજને તેના કોડ અને તેના સ્રોતના પ્રકારને ધ્યાનમાં લીધા વિના તેની સક્રિય વાસ્તવિક તપાસની ભલામણ કરી છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે ખર્ચ કેન્દ્રને સ્થાને સલામતીને વેપારની એક તક તરીકે જોતી કંપનીઓ માટે, સંસ્થાઓ દ્વારા આંતરમાળખામાં સર્વવ્યાપક, હંમેશા ડીજીટલ રાઇટ્સ મેનેજમેન્ટના સમાવેશનું દબાણ કરવામાં આવે છે, જે આજે માહિતી અને નેટવર્કને સલામતી આપતી હજારો કંપનીમાં હોવી જોઇએ. જોનાથન ઝીટ્ટરેઇને જણાવ્યું હતું કે કોમ્પ્યુટરની સલામતી અંગે વપરાશકર્તાઓમાં જવાબદારીની ફાળવણી એ ઇન્ટરનેટને લોક કરવા કરતા વધુ સારી બાબત છે.

પ્રવેશવાની ક્ષમતા

વેબનો ઉપયોગ દ્રષ્ટિ, શ્રવણશક્તિ, શારિરીક, બોલવાની ક્રિયા,જ્ઞાન અને ચેતાકીય સહિતની અક્ષમતા ધરાવતા હોય તે સિવાયના દરેક વ્યક્તિ કરી શકે છે. પ્રવેશ કરવાની ક્ષમતાની લાક્ષણિકતાઓ તૂટેલા હાથ અને ઉંમરમાં વધારો થવાથી થતી સમસ્યાઓ જેવી કામચલાઉ અક્ષમતાઓ પણ મદદરૂપ થાય છે. વેબનો ઉપયોગ માહિતી મેળવવા તેમજ માહિતી પૂરી પાડવા અને લોકો સાથે વાતચીત કરવા માટે થાય છે, જેને પગલે અક્ષમતા ધરાવતા લોકોને પણ યોગ્ય પ્રવેશ આપવા અને સમાન તક આપવામાં આવે તે જરૂરી છે.

The power of the Web is in its universality. Access by everyone regardless of disability is an essential aspect. —Tim Berners-Lee

ઘણા દેશોએ વેબમાં પ્રવેશ કરવાની ક્ષમતાને વેબસાઇટ્સ માટે જરૂરિયાત તરીકે નિયંત્રિત કરી છે. W3C વેબ એક્સેસિબિલીટી ઇનિયેશિટીવમાં આંતરરાષ્ટ્રીય સહકારમાં સરળ માર્ગદર્શિકા આપવામાં આવી હતી, જેનો ઉપયોગ મદદનીશ તકનીકનો ઉપયોગ કરતી કે ન કરતી વ્યક્તિ વેબનો ઉપયોગ કરી શકે તે માટે વેબ કન્ટેન્ટના લેખકો તેમજ સોફ્ટવેરનો વિકાસ કરતા વ્યક્તિઓ કરી શકે છે.

આંતરરાષ્ટ્રીયકરણ

W3C આંતરરાષ્ટ્રીયકરણ પ્રવૃત્તિ એવી ખાતરી આપે છે કે વેબ તકનીક બધી જ ભાષાઓ, સ્ક્રિપ્ટ્સ અને સંસ્કૃતિમાં કામ કરશે. વર્ષ 2004 અથવા 2005 ની શરૂઆતમાં યુનિકોડના ફેલાવાની શરૂઆત થઇ અને પરિણામે ડિસેમ્બર 2007માં તેણે વેબના સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા કેરેક્ટર એનકોડીંગ તરીકે એએસસીઆઇઆઇ અને વેસ્ટર્ન યુરોપિયન બંનેને પાછળ રાખી દીધા હતા. અસલમાં આરએફસી 3986 યુએસ-એએસસીઆઇઆઇના સબસેટમાં સ્રોતને યુઆરઆઇ દ્વારા ઓળખની મંજૂરી આપે છે. આરએફસી 3987 વધુ અક્ષરો અને બધા જ અક્ષરોનો યુનિવર્સલ કેરેક્ટર સેટમાં મંજૂરી આપે છે અને હવે સ્રોતની ઓળખ કોઇ પણ ભાષામાં આઇઆરઆઇ દ્વારા ઓળખી શકાય છે.

આંકડા

વર્ષ 2001માં કરવામાં આવેલા અભ્યાસ મુજબ, વેબ પર 550 અબજથી વધુ દસ્તાવેજો હતા, જે મુખ્યત્વે અદ્રશ્ય વેબ અથવા ડીપ વેબમાં હતા. 2,024 મિલિયન વેબ પેજીસનું વર્ષ 2002નું સર્વેક્ષણ દર્શાવે છે કે મોટા ભાગના વેબ કન્ટેન્ટની ભાષા અંગ્રેજી હતી: 56.4%; ત્યારબાદ પેજીસમાં જર્મન (7.7%), ફ્રેન્ચ (5.6%) અને જાપાનીઝ (4.9%) નો સમાવેશ થાય છે. વેબને સરળ બનાવવા માટે વેબ સર્ચીઝને 75 વિવિધ ભાષાઓમાં ઉપયોગ કરનારા તાજેતરના અભ્યાસમાં એવુ તારણ નીકળ્યું કે જાન્યુઆરી 2005ના અંત સુધીમાં પબ્લીકલી ઇન્ડેક્સેબલ વેબમાં 11.5 અબજ વેબ પેજીસ હતા. As of March 2009, ઇન્ડેક્સેબલ વેબ ઓછામાં ઓછા 25.21 અબજ પેજીસ ધરાવે છે. 25 જૂલાઇ, 2008 ના રોજ ગૂગલના સોફ્ટવેર એન્જિનિયરો જેસી એલ્પર્ટ અને નિસ્સાન હજાજે એવી જાહેરાત કરી હતી કે ગૂગલ સર્ચે એક ટ્રિલિયન યુનિક યુઆરએલની શોધ કરી હતી.

As of May 2009, 109.5 મિલિયન વેબસાઇટનું સંચાલન કરવામાં આવતું હતું. જેમાંથી 74% વ્યાપારી હેતું માટેની હતી અને અન્ય સાઇટ્સ .com જેનરિક ટોપ-લેવલ ડોમેઇનમાં સંચાલિત હતી.

ઝડપ અંગેના મુદ્દાઓ

ઇન્ટરનેટ આંતરમાળખામાં ધસારાને મુદ્દે હતાશા અને ધીમા બ્રાઉઝીંગ પાછળ કારણભૂત ઉચ્ચ સુપ્તતાને કારણે વર્લ્ડ વાઇડ વેબ માટે વૈકલ્પિક, નિંદાત્મક શબ્દનું નિર્માણ થયું: વર્લ્ડ વાઇડ વેઇટ . પિયરીંગ અને ક્યૂઓએસ તકનીકોના ઉપયોગ પર ઇન્ટરનેટની ઝડપમાં વધારો કરવો એ હાલમાં ચાલી રહેલી ચર્ચા છે. વર્લ્ડ વાઇડ વેઇટમાં ઘટાડો કરવા માટેના અન્ય નિરાકરણો W3C ખાતે શોધી શકાય.

આદર્શ વેબ રિસ્પોન્સ ટાઇમ માટેની પ્રમાણભૂત માર્ગદર્શિકા નીચે પ્રમાણે છે:

  • 0.1 સેકન્ડ (સેકન્ડનો દસમો ભાગ).

આદર્શ રિસ્પોન્સ ટાઇમ. વપરાશકર્તા કોઇ ખલેલ અનુભવતો નથી.

  • 1 સેકન્ડ. સર્વોચ્ચ સ્વીકૃત રિસ્પોન્સ ટાઇમ.

ડાઉનલોડ પ્રવૃત્તિમાં 1 સેકન્ડથી વધુનો સમય વપરાશકર્તાના અનુભવમાં ખલેલ પહોંચાડે છે.

  • 10 સેકન્ડ્સ. અસ્વીકાર્ય રિસ્પોન્સ ટાઇમ.વપરાશકર્તાના અનુભવમાં ખલેલ પહોંચી છે અને વપરાશકર્તા સાઇટ અથવા સિસ્ટમ છોડી જાય તેવી શક્યતા છે.

કેશિંગ

વપરાશકર્તા જો નાનકડા અંતરાલ બાદ વેબ પેજની ફરી મુલાકાત લે, તો પેજની માહિતી સોર્સ વેબ સર્વરમાંથી ફરી મેળવવાની જરૂરિયાત રહેતી નથી. લગભગ બધાજ વેબ બ્રાઉઝર્સ કેશ તાજેતરમાં મેળવવામાં આવેલી માહિતી સામાન્ય રીતે સ્થાનિક હાર્ડ ડ્રાઇવમાં હોય છે. બ્રાઉઝર દ્વારા મોકલવામાં આવેલી એચટીટીપી વિનંતીઓ સામાન્ય રીતે ફક્ત એવી માહિતી માગે છે જેમાં છેલ્લા ડાઉનલોડ બાદ ફેરફાર થયો હોય. સ્થાનિક કેશ્ડ માહિતી તાજી હોય તો તેનો ફરી ઉપયોગ કરવામાં આવે છે.

કેશિંગ ઇન્ટરનેટ પર વેબના ધસારામાં ઘટાડો કરવામાં મદદ કરે છે. પ્રત્યેક ડાઉનલોડેડ ફાઇલ માટે સમાપ્તિ અંગેનો નિર્ણય સ્વતંત્ર રીતે કરવામાં આવે છે, પછી તે ચિત્ર, સ્ટાઇલશીટ, જાવાસ્ક્રીપ્ટ, એચટીએમએલ અથવા સાઇટ દ્વારા પૂરા પાડવામાં આવતા અન્ય કન્ટેન્ટ હોય. આથી ઉચ્ચ ક્રિયાશીલ કન્ટેન્ટ ધરાવતી સાઇટ્સ પર પણ મોટા ભાગના પાયાના સ્રોતને બહુ ઓછા પ્રસંગોએ રિફ્રેશ કરવાની જરૂર પડે છે. વેબ સાઇટ ડિઝાઇનર કેટલીક સાઇટ-વાઇડ ફાઇલ્સમાં સીએસએસ ડેટા અને જાવાસ્ક્રીપ્ટની જેમ સ્રોતોની યોગ્ય રીતે ગોઠવણી કરવાનું કાર્ય યોગ્ય માને છે, કે જેથી તેને કાર્યક્ષમ રીતે કેશ્ડ કરી શકાય. તેને પગલે પેજના ડાઉનલોડ સમયમાં ઘટાડો થાય છે અને વેબ સર્વર પરની માગમાં પણ ઘટાડો કરે છે.

ઇન્ટનેટના અન્ય એવા ભાગો છે કે જેઓ વેબ કન્ટેન્ટને કેશ કરી શકે છે. કોર્પોરેટ અને શૈક્ષણિક ફાયરવોલ્સ કોઇ એક વપરાશકર્તા દ્વારા બધાના લાભ માટે કરવામાં આવેલી વિનંતીથી વેબ સ્રોતોને કેશ કરે છે. (કેશિંગ પ્રોક્સી સર્વર પણ જૂઓ.)ગૂગલ અને યાહૂ જેવા સર્ચ એન્જિન્સ પણ વેબસાઇટ્સ પરથી કેશ્ડ કન્ટેન્ટને સ્ટોર કરે છે.

વેબ સર્વર્સમાં સર્જવામાં આવેલી સગવડો કે જે ફાઇલ ક્યારે અપડેટ કરવામાં આવશે અને તેથી ફરી મોકલવાની જરૂર છે કે નહીં તેનો નિર્ણય કરી શકવા ઉપરાંત ગતિશીલતાથી ઉત્પન્ન કરવામાં આવતા વેબ પેજીસના ડિઝાઇનર્સ વિનંતી કરતા વપરાશકર્તાઓને પરત મોકલવામાં આવેલા એચટીટીપી હેડર્સને નિયંત્રણમાં લઇ શકે છે, કે જેથી ક્ષણિક અથવા સંવેદનશીલ પેજીસ કેશ્ડ ન થઇ શકે. ઇન્ટરનેટ બેન્કિંગ અને ન્યૂઝ સાઇટ્સ વારંવાર આ સગવડનો ઉપયોગ કરે છે. એચટીટીપી 'GET' સાથે વિનંતી કરવામાં આવેલી માહિતીને અન્ય શરતો પૂર્ણ થાય તો કેશ્ડ કરી શકાય; 'POST' ની પ્રતિક્રિયામાં મેળવેલી માહિતી પોસ્ટેડ માહિતી પર આધારિત હોવાનું માનવામાં આવે છે અને તેથી તે કેશ્ડ થતી નથી.

લિન્ક રોટ અને વેબ આર્કાઇવલ

સમય જતા, હાઇપરલિન્ક્સ દ્વારા દર્શાવવામાં આવેલા ઘણા વેબ રિસોર્સિસ અદ્રશ્ય થઇ જાય છે, ફરી સ્થાન મેળવે છે અથવા અન્ય તેનું સ્થાન અન્ય કન્ટેન્ટ લઇ લે છે. આ અસાધારણ ઘટનાને કેટલાક સર્કલ્સમાં "લિન્ક રોટ" કહેવામાં આવે છે અને તેના દ્વારા અસર પામેલી હાઇપરલિન્ક્સને સામાન્ય રીતે "ડેડ લિન્ક્સ" તરીકે ઓળખવામાં આવે છે. વેબની ક્ષણિક પ્રકૃતિએ વેબ સાઇટ્સને આર્કાઇવ કરવા માટેના ઘણા પ્રયત્નોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે.ઇન્ટરનેટ આર્કાઇવ એ સૌથી શ્રેષ્ઠ જાણીતો પ્રયત્ન છે; તે વર્ષ 1996 થી સક્રિય છે.

વધુ જુઓ

  • ડીપ વેબ
  • ઇલેક્ટ્રોનિક પબ્લિશીંગ
  • વેબ સર્ચ એન્જિન
  • વેબ 1.0
  • વેબ 2.0
  • વેબ આર્કાઇવીંગ
  • વેબ બ્રાઉઝર
  • વેબ ડિક્શનરી
  • વેબ સંચાલન પદ્ધતિ
  • વેબ સર્વિસીઝ

નોંઘ


Sophos

સંદર્ભો


બ્રાહ્ય લિન્ક્સ

Tags:

વર્લ્ડ વાઈડ વેબ ઇતિહાસવર્લ્ડ વાઈડ વેબ તે કેવી રીતે કાર્ય કરે છેવર્લ્ડ વાઈડ વેબ વેબ એડ્રેસીસની આગળ WWW ઉમેરવામાં આવ્યુંવર્લ્ડ વાઈડ વેબ wwwનું ઉચ્ચારણવર્લ્ડ વાઈડ વેબ ધારાધોરણોવર્લ્ડ વાઈડ વેબ ખાનગીવર્લ્ડ વાઈડ વેબ સલામતીવર્લ્ડ વાઈડ વેબ પ્રવેશવાની ક્ષમતાવર્લ્ડ વાઈડ વેબ આંતરરાષ્ટ્રીયકરણવર્લ્ડ વાઈડ વેબ આંકડાવર્લ્ડ વાઈડ વેબ ઝડપ અંગેના મુદ્દાઓવર્લ્ડ વાઈડ વેબ કેશિંગવર્લ્ડ વાઈડ વેબ લિન્ક રોટ અને વેબ આર્કાઇવલવર્લ્ડ વાઈડ વેબ વધુ જુઓવર્લ્ડ વાઈડ વેબ નોંઘવર્લ્ડ વાઈડ વેબ સંદર્ભોવર્લ્ડ વાઈડ વેબ બ્રાહ્ય લિન્ક્સવર્લ્ડ વાઈડ વેબઇન્ટરનેટચિત્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હરિભાઈ પાર્થિભાઈ ચૌધરીભારત સરકારવલ્લભી વિશ્વવિદ્યાલયસ્વપ્નવાસવદત્તાસમાજશાસ્ત્રહનુમાન મંદિર, સાળંગપુરભગવદ્ગોમંડલવશતત્ત્વબારડોલી સત્યાગ્રહભારતના રાષ્ટ્રપતિસમય માપવાનાં સાધનોનો ઇતિહાસસ્વાદુપિંડરેવા (ચલચિત્ર)બાબાસાહેબ આંબેડકરતાલુકા વિકાસ અધિકારીઅકબરઅમિત શાહઑડિશાઇસ્લામીક પંચાંગરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘભારતના રાજ્ય વૃક્ષોની યાદીઆચાર્ય દેવ વ્રતબહુચર માતાસામાજિક પરિવર્તનકચ્છ જિલ્લોઓખાહરણતુલસીઇન્ટરનેટભરૂચ જિલ્લોપંચાયતી રાજદક્ષિણ ગુજરાતભાષા૦ (શૂન્ય)વૈશ્વિકરણજય શ્રી રામચંદ્રગુપ્ત મૌર્યકાળો ડુંગરગુજરાતના તાલુકાઓવાઘરીતકમરિયાંકાલિદાસઅંબાજીયજુર્વેદમાધુરી દીક્ષિતમિથુન રાશીવીંછુડોસંત કબીરજળ શુદ્ધિકરણનેપાળશ્રીમદ્ ભાગવતમ્ફેસબુકગંગા નદીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમિથ્યાભિમાન (નાટક)નર્મદા જિલ્લોકન્યા રાશીશુક્ર (ગ્રહ)શાસ્ત્રીજી મહારાજરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિસાપુતારાપોલિયોવલ્લભાચાર્યમોહમ્મદ રફીવિઘાદમણઅમદાવાદ જિલ્લોજલારામ બાપાવીર્ય સ્ખલનઉપેન્દ્ર ત્રિવેદીપોલીસસોમનાથવર્ણવ્યવસ્થામણિબેન પટેલચીનનો ઇતિહાસવડોદરા🡆 More