જુનાગઢ

જુનાગઢ કે જૂનાગઢ (ઉચ્ચારણ (મદદ·માહિતી)) (અંગ્રેજી: Junagadh) ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે.

પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં "જીર્ણગઢ" તરીકે કર્યો છે. જુનાગઢનો સામાન્ય અર્થ "જૂનો ગઢ" થાય છે. જુનાગઢ રજવાડાનો ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.

જૂનાગઢ
શહેર
જુનાગઢ
જુનાગઢ
જુનાગઢ
જુનાગઢ
જુનાગઢ
ઉપરથી: જુનાગઢ શહેરનો દરવાજો, નરસિહ મહેતા, ગિરનારની ટેકરીઓ, મહાબત મકબરો
જૂનાગઢ
જૂનાગઢ
જૂનાગઢ
જૂનાગઢ
જૂનાગઢ
જૂનાગઢ
જૂનાગઢ
જૂનાગઢ (India)
અક્ષાંશ-રેખાંશ: 21°31′12″N 70°27′47″E / 21.520°N 70.463°E / 21.520; 70.463
દેશજુનાગઢ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોજુનાગઢ જિલ્લો
સરકાર
 • માળખુંજુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
 • મેયરધીરુભાઇ ગોહેલ
 • મ્યુનિસિપલ કમિશ્નરરાજેશ એમ તન્ના
 • વિધાનસભ્યસંજય કોરડિયા
 • સંસદસભ્યરાજેશ ચુડાસમા
વિસ્તાર
 • કુલ૧૬૦ km2 (૬૦ sq mi)
વિસ્તાર ક્રમ૭મો
ઊંચાઇ
૧૦૭ m (૩૫૧ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩,૧૯,૪૬૨
 • ક્રમ137
 • ગીચતા૨૦૦૦/km2 (૫૨૦૦/sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
૩૬૨ ૦૦X
ટેલિફોન કોડ૦૨૮૫
વાહન નોંધણીGJ-11
ભાષાગુજરાત, હિંદી
વેબસાઇટwww.junagadhmunicipal.org

ઈતિહાસ

જૂનાગઢ શહેરનો પ્રાચીન ઇતિહાસ છે. મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્ત જૂનાગઢના શરૂઆતના રાજાઓમાંના એક હતા. રાજા ચંદ્રગુપ્તે ઈ.સ.પૂ. 319 ઉપરકોટનો કિલ્લો બનાવ્યો હતો. ઉપરકોટ મૌર્ય સામ્રાજ્યનો અભિન્ન ભાગ બની ગયો હતો, પરંતુ આખરે તેને 300 વર્ષથી વધુ સમય માટે છોડી દેવામાં આવ્યો હતો. અનુગામી રાજાઓએ ઈ.સ.પૂ. 976 આસપાસ ઉપરકોટને ફરીથી સક્રિય કર્યું. ચંદ્રગુપ્તના પૌત્ર, મહાન રાજા અશોકે, કિલ્લા પર પોતાનું શાહી ચિહ્ન કોતરીને ઉપરકોટ પર પોતાની છાપ છોડી દીધી હતી. રાજા અશોકે જૂનાગઢની આસપાસના ગિરનાર પર્વતમાળામાં મોટા પથ્થરો પર ચૌદ આજ્ઞાઓ પણ લખી હતી. 475 અને 767 વચ્ચે, મૈત્રક વંશે જૂનાગઢ અને આસપાસના પ્રદેશ પર શાસન કર્યું. 1573 પછી, જૂનાગઢ મુઘલ સામ્રાજ્યનો એક ભાગ બની ગયું. 1730 માં નવાબ જૂનાગઢના શાસક બન્યા, તેમના વંશજો 1948 સુધી શાસન કરતા રહ્યા.

કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા.

જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ.

ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જુનાગઢ નગરપાલિકાની વસ્તી ૩,૧૯,૪૬૨ હતી. જાતિ પ્રમાણ ૯૫૫ અને ૯ ટકા વસ્તી ૬ વર્ષથી ઓછી ઉંમરની હતી. જુનાગઢમાં સાક્ષરતા દર ૮૮%; જેમાં પુરુષ સાક્ષરતા દર ૯૨.૪૬% અને સ્ત્રી સાક્ષરતા દર ૮૩.૩૮% હતો.

રાજકોટ જેવા શહેરોની સરખામણીમાં જુનાગઢમાં જમીન સસ્તી છે. શહેરની વિકાસ ઝડપી બનતા જુનાગઢ નગરપાલિકાની હદમાં પ્રાપ્ત જમીન મર્યાદિત છે. જુનાગઢમાં કુલ વિસ્તારના ૧૯.૫ ચો.કિમી. વિસ્તાર ઝૂંપડપટ્ટીમાં આવે છે.

જુનાગઢમાં મૂળ આફિક્રાના વતની સીદીઓ રહે છે. ગુજરાતમાં તેમની કુલ સંખ્યા ૮,૮૧૬ છે. તેમાંના ૬૫% જુનાગઢ શહેરમાં રહે છે.

પરિવહન

જુનાગઢમાં જુનાગઢ રેલ્વે જંકશન આવેલું છે. તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8D દ્વારા ગુજરાતના અન્ય શહેરો સાથે જોડાયેલું છે.

જોવાલાયક સ્થળો

  • ઉપરકોટનો કિલ્લો
    • જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી વલભીના શાસકોના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લાનો જીર્ણોદ્ધાર ચુડાસમા રાજાઓ દ્વારા થયો. જે અનુક્રમે ચુડાસમા, સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો. ઉપરકોટના કિલ્લામાં અડી કડી વાવ, નવઘણ કૂવો, ઉપરકોટની ગુફાઓ, રાણકદેવીનો મહેલ (જામા મસ્જીદ), નિલમ તથા કડાનાળ તોપ, અનાજના કોઠારો તથા સાત તળાવ તરીકે ઓળખાતો વોટર ફિલ્ટર પ્લાન્ટ જોવાલાયક સ્થળો છે.
  • ભીમકુંડ અને સૂરજ કુંડ
    • ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલ ગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
  • કપિલધારા કુંડ અને કમંડલ કુંડ
    • સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રેય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
  • સીતા કુંડ અને રામ કુંડ
    • હનુમાનધારા નજીક સીતામઢી અને રામચંદ્રજીનું મંદિરની નજીક આ કુંડ આવેલા છે.
  • ગિરનાર પર્વત
    • ગિરનાર જૈન મંદિરો - ગિરનાર પર આવેલા જૈન મંદિરો.
    • ગિરનાર ઉડનખટોલા - એશિયાનો સૌથી મોટો રોપ-વે (ઉડનખટોલા)
    • દાતાર શિખર - ૨,૭૭૯ ફૂટ(૮૪૭ મી.) ઉંચો પર્વત જે ગિરનાર પર્વતમાળાનો ભાગ છે. આ પર્વત પર દાતાર બાપુની જગ્યા આવેલી છે, ત્યાં જવા માટે આશરે ૩૦૦૦ પગથિયા છે.
  • નરસિંહ મહેતાનો ચોરો
  • સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય
  • દામોદર કુંડ
  • ભવનાથ
  • મહાબત મકબરો
  • વિલિંગ્ડન બંધ
  • ખાપરા-કોડીયાની ગૂફાઓ
  • બાબા પ્યારેની ગુફાઓ
  • અશોકનો શિલાલેખ
  • બાબી મકબરો
  • બહાઉદીન મકબરો
  • બારાસાહેબ
  • સાયન્સ મ્યુઝિયમ-તારામંડળ (પ્લેનેટોરિયમ)
  • દરબાર હૉલ મ્યુઝિયમ (કચેરી)
  • ગાયત્રી મંદિર - વાઘેશ્વરી મંદિર
  • અક્ષર મંદિર
  • સ્વામિનારાયણ મંદિર (જૂનું)

છબીઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

જુનાગઢ 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

જુનાગઢ ઈતિહાસજુનાગઢ વસ્તીજુનાગઢ પરિવહનજુનાગઢ જોવાલાયક સ્થળોજુનાગઢ છબીઓજુનાગઢ સંદર્ભજુનાગઢ બાહ્ય કડીઓજુનાગઢJunagadh.oggen:Wikipedia:Media helpઆ ધ્વનિ વિશેગિરનારચિત્ર:Junagadh.oggજુનાગઢ જિલ્લોજુનાગઢ શહેર તાલુકોજૂનાગઢ રજવાડુંદયારામનવેમ્બર ૯

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બગદાણા (તા.મહુવા)હૃદયરોગનો હુમલોમકરધ્વજહાથીવિરાટ કોહલીભરતહિંદુ ધર્મભારતના રજવાડાઓની યાદીગીર કેસર કેરીએ (A)રામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાસિદ્ધપુરપાણીપતની ત્રીજી લડાઈC (પ્રોગ્રામિંગ ભાષા)સમય માપવાનાં સાધનોનો ઇતિહાસતાલુકા મામલતદારભારતમાં આવક વેરોદ્વારકાધીશ મંદિરવર્ણવ્યવસ્થાજય જિનેન્દ્રગુજરાત સાહિત્ય અકાદમીભારતના ઉપરાષ્ટ્રપતિબિલ ગેટ્સબ્રાઝિલગુજરાતની વસતીગણતરી ૨૦૧૧લોકશાહીમિઝોરમએકાદશી વ્રતબારોટ (જ્ઞાતિ)ગુપ્તરોગગુજરાતી લિપિક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીદિવ્ય ભાસ્કરગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨બહુચરાજીડભોઇઓએસઆઈ મોડેલતાવપાંડવખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)ઝવેરચંદ મેઘાણીપાટીદાર અનામત આંદોલનકુંભકર્ણપાંડુરંગ શાસ્ત્રી આઠવલેગુજરાતી બાળસાહિત્યમહિષાસુરમદનલાલ ધિંગરાકાચબોઅંજીરભારતના વડાપ્રધાનતરણેતરમોગલ માઉજ્જૈનભારતીય ધર્મોનિવસન તંત્રકાશ્મીરકોળુંહિંદુવિક્રમ ઠાકોરસલામત મૈથુનવર્તુળનો પરિઘગરબાકચ્છનો ઇતિહાસઅવિભાજ્ય સંખ્યાલાલ બહાદુર શાસ્ત્રીકચ્છ ઘોરાડ અભયારણ્યઅભિમન્યુપ્રાથમિક શાળામ્યુચ્યુઅલ ફંડમહાત્મા ગાંધીખરીફ પાકએપ્રિલ ૧૭ગુજરાતનાં હવાઈમથકોપાવાગઢસ્વામી સચ્ચિદાનંદનળાખ્યાન (પ્રેમાનંદ)વલ્લભી વિશ્વવિદ્યાલયમનમોહન સિંહગાંઠિયો વા🡆 More