ગુજરાતી ભોજન: ગુજરાત-ગુજરાતી લોકોનું ભોજન

ગુજરાતી ભોજન એટલે ભારત, પાકિસ્તાન અને વિશ્વમાં ગમેતે સ્થળે વસતા ગુજરાતી લોકોનું ભોજન, જેઓની પશ્ચિમ ભારત અને દક્ષિણ પાકિસ્તાન (મોટા ભાગે સિંધ)માં બહુમતી છે.આ ભોજન પ્રાથમિક રીતે શાકાહારી હોય છે.

એક શુદ્ધ ગુજરાતી થાળીમાં રોટલી, શાક, ભાત કે ખીચડી, દાળ કે કઢી હોયજ છે. આ ભોજન સ્વાદ અને ગરમીની બાબતે ઘણું વિશાળ હોય છે, જેનો આધાર દરેક કુટુંબની સ્વાદની પસંદગી અને તેઓ ગુજરાતનાં કયા પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે તે પર આધારીત હોય છે. ઉત્તર ગુજરાત, કચ્છ-કાઠિયાવાડ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ચાર ગુજરાતનાં મુખ્ય વિભાગો છે જે દરેક પોતાની અલગ ભોજન શૈલી ધરાવે છે. ઘણી ગુજરાતી વાનગી એકજ સમયે ગળી, ખારી અને તમતમતી મસાલેદાર સ્વાદ ધરાવતી પણ હોઇ શકે છે. ગુજરાતી ભોજન ક્યારેક વધુ પડતું તૈલી હોય છે.

ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ
વિવિધ વાનગીઓથી ભરપુર ગુજરાતી થાળી
ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ
ગુજરાતી ભોજનની ચાર સામાન્ય વાનગીઓ: દાળ (ડાબે), ભાત (નીચે), રોટલી (ઉપર), શાક (જમણે)
ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ
ગુજરાતી ભોજનની વાનગીઓ: દાળ (ડાબે), છાસ (ડાબે ઉપર), (થાળીમાં ઘડિયાળ ના કાંટાની દિશામાં ડાબેથી) અથાણું, રોટલી, કેળાના ટુકડા, શાક
ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ
(ઘડિયાળ ના કાંટાની દિશામાં ડાબેથી) કઢી, શાક અને ભાત

ગુજરાતી ભોજનમાં, મુખ્ય ભોજનની સાથે અથાણાં, છાશ, ફરસાણ, મીઠાઈ વગેરે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભોજનમાં ઋતુઓ પ્રમાણે, શાકભાજીની ઉપલબ્ધતા અને ઠંડી-ગરમી જેવી આબોહવા મુજબ, ફેરફાર કરવામાં આવે છે. એજ રીતે મસાલાઓનો ઉપયોગ પણ ઋતુઓને ધ્યાનમાં રાખીને વધુ ઓછો કરવામાં આવે છે. જેમકે ઉનાળામાં ગરમ મસાલાઓનો ઉપયોગ ઓછો કરાય છે.

ધાર્મિક કે આરોગ્યના કારણોસર કરવામાં આવતા ઉપવાસ, કે જે ગુજરાતી સમાજમાં સામાન્ય હોય છે, દરમિયાન મહદઅંશે દૂધ, ફળ, સુકો મેવો વગેરેનો ઉપયોગ ભોજન માટે કરાય છે જેને ફરાળ (ફળાહાર) કહેવાય છે.

આધુનિક સમયમાં ઘણા ગુજરાતીઓ ખુબજ તીખા,તમતમતા અને તળેલાં ભોજનનાં શોખીન થતા જાય છે. ઘણાં રસોઇયાઓ ગુજરાતી ભોજન અને પાશ્ચાત્ય ભોજનનો સમન્વય કરીને અવનવી વાનગીઓ તૈયાર કરે છે.

શિયાળામાં સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારોમાં પૌષ્ટિક ભોજન રૂપે, ભાખરી કે રોટલા, લસણવાળી ચટણી અને છાશ, ખુબજ પ્રખ્યાત ગણાય છે. આ ભોજન ઉર્જાનો ભરપુર સ્ત્રોત ગણાય છે, જે ગરીબ ગ્રામ્ય જનોને ઠંડીનાં સમયમાં ખેતરોમાં કામ કરવાની શક્તિ પુરી પાડે છે.

મીઠાઈમાં પણ મોટાભાગે સ્થાનિક વસ્તુઓ જેવીકે ગોળ, દૂધ, ખાંડ, દૂધનો માવો તથા બદામ, પિસ્તા જેવા સુકા મેવાનો ઉપયોગ કરાય છે. મિઠાઇ મોટાભાગે લગ્ન પ્રસંગો, તહેવારો, ખાસ ઉજવણીઓ, તેમજ લાંબા પ્રવાસો કે યાત્રા સમયે તુરંત શક્તિ અને પોષણ આપનાર ભોજન તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

મુખ્ય ભોજન

ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ 
સેવ ટામેટાંના શાક સાથે પીરસવામાં આવેલી ભાખરી (જમણે)
ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ 
ફૂલકા રોટલી, વરાળથી ફૂલેલી રોટલી

શાક

શાક એટલે કે રોટલીને બચકે ખાઈ શકાય તેવી વાનગી. સામાન્ય રીતે ભોજનનાં આ વ્યંજનને શાક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જરૂરી નથી કે તે હંમેશા લીલા શાકનું જ બનેલું હોય. શાક અને કઠોળ બંને આ શ્રેણીમાં મુકવામાં આવે છે.

શાક

લીલા કે સુકા શાક સિવાય, ફળો અને અન્ય લોટમાંથી પણ શાક બનાવવામાં આવે છે.

રસાવાળાં શાક કોરા શાક શાક વગરનાં શાક ભાજીઓ દાળ
બટાકાનું શાક ભિંડાનું શાક ગાંઠિયાનું શાક મેથીની ભાજી તુવેરની દાળ
ટામેટા-બટાકાનું શાક ભરેલા ભિંડાનું શાક બેસન તાંદળજાની ભાજી મગની દાળ
સેવ-ટામેટાનું શાક રીંગણાનો ઓળો વડી-પાપડનું શાક પાલકની ભાજી અડદની દાળ
ઊંધિયું બટાકાની સુકી ભાજી મેથી-ચોખાનું શાક લુણીની ભાજી ચણાની દાળ
કારેલાનું શાક મેથી-પાપડનું શાક સુવાની ભાજી
કંકોડાનું શાક

કઠોળ

દાળની જેમ શાક તરિકે પણ કઠોળનો ઉપયોગ થાય છે, ફરક માત્ર તેની તરલતાનો હોય છે. જો પાતળું બનાવવામાં આવે તો તેનો ઉપયોગ દાળની અવેજીમાં અને કોરૂં કે લચકા પડતું બનાવવામાં આવે તો શાકની અવેજીમાં ખાવામાં આવે છે. મોટે ભાગે ભોજનની વ્યવસ્થામાં શાક સાથે દાળ જ્યારે કઠોળ સાથે કઢી બનાવવાનો રિવાજ છે. કઠોળમાં જ આપણે દાળોનો પણ સમાવેશ કરીશું.

  • મગ અને મગની દાળ
  • ચણા અને ચણાની દાળ
  • વાલ અને વાલની દાળ
  • તુવેર (અને ક્યારેક તુવેરની દાળ)
  • વટાણા
  • મઠ
  • ચોળા

દાળ

રોજીંદા ગુજરાતી ભોજનમાં રોટલી, દાળ, ભાત અને શાકનો સમાવેશ હોય છે. આ પૈકીની દાળ, દાળ, કઢી કે કઠોળ રૂપે હોઈ શકે છે.

દાળ

પાતળી, સબડકા ભરી શકાય તેવી દાળો મુખ્યત્વે નીચેની બને છે.

  • તુવેરની દાળ
  • મગની મોગર દાળ
  • મગની ફોતરાવાળી દાળ
  • અડદની દાળ
  • મસુરની દાળ
  • ચણાની દાળ

કઠોળ

ઉપરની દાળોની જેમ, પાતળા અને સબડકા ભરી શકાય તેવા કઠોળો મુખ્યત્વે નીચેના બનાવવામાં આવે છે, જેમાં વિસ્તાર પ્રમાણે વિવિધતા હોઈ શકે છે.

  • મગ
  • રાજમા
  • મઠ
  • ચોળા
  • તુવેર
  • વટાણા
  • વાલ

નાસ્તો

ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ 
વિવિધ ગુજરાતી નાસ્તા
ગુજરાતી ભોજન: મુખ્ય ભોજન, શાક, દાળ 
દાળ ઢોકળી

સૂકો નાસ્તો (ફરસાણ)

તાજો નાસ્તો

મીઠાઈ

અથાણાં

  • કેરીનું અથાણું
  • લીંબુનું અથાણું
  • ગરમરનું અથાણું
  • ગુંદાનું અથાણું
  • ચણા-મેથીનું અથાણું
  • કેરડાનું અથાણું
  • ગળ્યું અથાણું
  • છૂંદો
  • મુરબ્બો
  • કટકી કેરી
  • આથેલી હળદર
  • આથેલાં મરચાં
  • રાયતા મરચાં

સંદર્ભ

(gujarati food=rashoedhar);

Local dish= local vendor;Gujarati$=dhali;

Healthierlife=street food;

Localdish price=123rs.


બાહ્ય કડીઓ

Tags:

ગુજરાતી ભોજન મુખ્ય ભોજનગુજરાતી ભોજન શાકગુજરાતી ભોજન દાળગુજરાતી ભોજન નાસ્તોગુજરાતી ભોજન મીઠાઈગુજરાતી ભોજન અથાણાંગુજરાતી ભોજન સંદર્ભગુજરાતી ભોજન બાહ્ય કડીઓગુજરાતી ભોજનકઢીખીચડીગુજરાતગુજરાતીથાળીદાળપાકિસ્તાનભારતરોટલી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મુસલમાનમાનવ શરીરએપ્રિલ ૧૫ખાવાનો સોડાહનુમાન જયંતીપાટડી (તા. દસાડા)સાબરકાંઠા જિલ્લોઅડાલજની વાવદાંડી સત્યાગ્રહબહુચર માતાહિતોપદેશકુંભ રાશીગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઅઠવાડિયુંએપ્રિલ ૧૬ચંદ્રયાન-૩અબ્દુલ કલામહવામાનરાજા રામમોહનરાયનર્મદા નદીશબ્દકોશમટકું (જુગાર)મધ્ય પ્રદેશઅરવલ્લીચોરસહિંદુ ધર્મવૃષભ રાશીગેની ઠાકોરફેસબુકવલસાડ જિલ્લોહેમચંદ્રાચાર્યમનુભાઈ પંચોળીઅજંતાની ગુફાઓપ્રાથમિક શાળારઘુવીર ચૌધરીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસભારત રત્નભારતીય ભૂમિસેનાદ્વારકાપ્રાણીગાંધીનગરસરિતા ગાયકવાડજશોદાબેનમોહેં-જો-દડોબહુકોણસિંધુ ખીણની સંસ્કૃતિવર્ણવ્યવસ્થાગુજરાત વિધાનસભાસમાજશાસ્ત્રભાથિજીસલમાન ખાનસ્વાદુપિંડનવકાર મંત્રગુજરાત સલ્તનતદલિતસૂર્યનમસ્કારશિવાજીહરદ્વારસ્વપ્નવાસવદત્તાસિકલસેલ એનીમિયા રોગચેતક અશ્વભારતીય સ્વતંત્રતા ચળવળહોકાયંત્રગુજરાતી સિનેમાસૂર્યમંદિર, મોઢેરાલોથલગોળમેજી પરિષદવર્તુળની ત્રિજ્યાઇન્દ્રઆખ્યાનસાર્વભૌમત્વઅભિમન્યુનારાયણ સ્વામી (ભજનીક)વશમુંબઈલસિકા ગાંઠવિક્રમાદિત્યભુજબારડોલી સત્યાગ્રહ🡆 More