કેન્સર કર્કરોગ

કર્કરોગ (કેન્સર) (તબીબી પરિભાષામાં મેલિગ્નન્ટનિયોપ્લાઝમ) એક એવા પ્રકારનો રોગ છે કે જેમાં કોશિકાઓનો નિરંકુશ રીતે વિકાસ થાય છે.(તેનું વિભાજન સામાન્ય વિસ્તાર કરતાં વધારે પ્રમાણમાં થાય છે) અને આક્રમણ (આજુબાજુમાં આવેલા પેશી ઉપર આક્રમણ કરીને તેનો નાશ કરે છે),અને કેટલીક વખત તે મેટાસ્ટેસિસ દર્શાવે છે.(શરીરની પેશીઓ અથવા તો લોહી મારફતે શરીરનાં અન્ય ભાગોમાં પ્રવેશે છે).

કેન્સરનાં ઉપર્યુક્ત ત્રણ જીવલેણ લક્ષણો તેમને પોતાને બિનાઇન ગાંઠોથી અલગ પાડે છે. બિનાઇન ગાંઠો સ્વયં મર્યાદિત હોય છે અને તે આક્રમણ કે અતિક્રમણ કરનારી અથવા તો મેટાસ્ટેટાઇઝ થનારી નથી હોતી. લગભગ તમામ પ્રકારના કેન્સરમાં ગાંઠોની રચના થાય છે પરંતુ લ્યુકેમિયા જેવા કેટલાક કેન્સરમાં ગાંઠ થતી નથી. તબીબી વિજ્ઞાનની જે શાખા કેન્સરના અભ્યાસ, નિદાન, સારવાર અને તેને રોકવા માટે કામ કરે છે તેને ઓન્કોલોજી કહેવામાં આવે છે.

કર્કરોગ (કેન્સર)
ખાસિયતOncology Edit this on Wikidata

કેન્સર ગર્ભસ્થ શીશુ સહિત તમામ ઉંમરની વ્યક્તિ ઉપર અસર કરી શકે છે પરંતુ મોટા ભાગના કેન્સરનું જોખમ ઉંમર સાથે વધતું જાય છે. માનવીઓનાં કુલ મૃત્યુ પૈકી 13 ટકા મૃત્યુ કેન્સરના કારણે થાય છે. અમેરિકન કેન્સર સોસાયટીના જણાવ્યા અનુસાર વર્ષ 2007 દરમિયાન વિશ્વમાં 76 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. કેન્સરની અસર તમામ પ્રાણીઓ ઉપર થઇ શકે છે.

લગભગ તમામ પ્રકારનાં કેન્સર કોશિકાઓના રૂપાંતરણ દરમિયાન સર્જાતી આનુવંશિક તત્વોમાં વિકૃતિ આવવાને કારણે થતાં હોય છે. આ વિકૃતિ તમાકુનું સેવન કે ધુમ્રપાન, કિરણોત્સર્ગ, રસાયણો, અથવા તો શરીરના અંદરના ભાગે ચેપ લગાડનારાં તત્વો જેવા કેન્સર કરતા પદાર્થોને કારણે થવાની શક્યતા રહે છે. અન્ય કેન્સરને ઉત્તેજન આપતી આનુવંશિક વિકૃતિ રંગસૂત્રોની પ્રતિકૃતિમાં ભૂલ થવાને કારણે અથવા તો વારસાગત હોય છે જેના કારણે તે જન્મ સમયથી જ દરેક કોશિકાઓમાં રહેલાં હોય છે. કેન્સર પેદા કરતા પદાર્થો અને યજમાન શરીરના વંશસૂત્રો વચ્ચે થતી જટીલ પ્રક્રિયાને કારણે સામાન્યતઃ કેન્સરની વારસામાં ઉતરવાની ક્ષમતા પર અસર થતી હોય છે. ડીએનએ મિથાયલેશન અને માઇક્રો આરએનએ જેવા કેન્સર પેથોજેનેસિસના આનુવાંશિકીના નવા આયામોનું મહત્ત્વ વધી રહ્યું છે

કેન્સરમાં જોવા મળેલી આનુવંશિક વિકૃતિ જીનના બે સામાન્ય વર્ગ ઉપર અસર કરે છે. કર્કરોગ ફેલાવનારા ઓન્કોજિન્સ (ઓન્કોજિન) કેન્સરના કોશિકાઓમાં સર્કિય હોય છે તે.આ કોશિકાઓને અત્યંત ઝડપી વિકાસ અને વિભાજન, કોશિકાઓનાં નિશ્ચિત મૃત્યુ સામે રક્ષણ, સામાન્ય પેશીની સીમારેખાની અવગણના અને વિવિધ પેશી વચ્ચે પ્રસ્થાપિત થવાની શક્તિ વગેરે જેવાં તત્વો પૂરાં પાડે છે. જેના કારણે ગાંઠોને નાબૂદ કરનારાં વંશસૂત્રો (ગાંઠો નાબૂદ કરનારું વંશસૂત્ર)કેન્સરના કોશિકાઓમાંથી નિષ્ક્રિય બની જાય છે. તેથી જે કોશિકામાં રંગસૂત્રોની પ્રતિકૃતિ વ્યવસ્થિત ધોરણે થતી હોય છે તેવા કોશિકાઓ તેમનું સુવ્યવસ્થિત સંચાલન ગુમાવી દે છે. આમ થવાને કારણે કોશિકાઓનાં જીવનચક્ર ઉપર તેનો કાબૂ આવી જાય છે અને તે પેશી ઉપર ચોંટી જાય છે તેમજ રોગપ્રતિકારક શક્તિના કોશિકાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા લાગે છે.

કર્કરોગના નિદાન માટે સામાન્યતઃ રોગવિજ્ઞાની દ્વારા પેશીના ટૂકડાની હિસ્ટોલોજિક તપાસ કરાવવાની જરૂર રહે છે. તેમ છતાં પણ કર્કરોગના સંકેતો તેનાં લક્ષણો અથવા તો કિરણો (એક્સ રે) દ્વારા ખેંચેલી તસ્વીરમાં દેખાતી અસાધારણતા ઉપરથી મેળવી શકાય છે. મોટાભાગના કેન્સરની સારવાર શક્ય છે અને તેમાંના કેટલાંક મટી પણ શકે છે. જોકે તે કયા પ્રકારના છે, શરીરના કયા ભાગમાં છે અને કયા તબક્કામાં છે તેના ઉપર આધાર રાખે છે. એક વખત નિદાન થયા બાદ સામાન્યતઃ કર્કરોગની સારવાર શસ્ત્રક્રિયા, કિમોચિકિત્સા અને રેડિયોચિકિત્સા દ્વારા કરવામાં આવે છે. જેમ જેમ સંશોધનો વધતાં જાય છે તેમ તેમ વિવિધ પ્રકારનાં કેન્સર માટેની સારવાર વધુને વધુ ચોક્કસ બનતી જાય છે. લક્ષ્યચિકિત્સા પદ્ધતિના વિકાસની તરફ નોંધપાત્ર પ્રગતિ નોંધાવા પામી છે. એ પ્રકારની દવાઓ કે જે તેવા જ પ્રકારની ગાંઠો ઉપર અસર કરે છે કે જેમાં કેન્સરનાં કોશિકાઓ હોય અને તે સામાન્ય કોશિકાઓને થતું નુક્શાન અટકાવે છે. કર્કરોગના દર્દીનું નિદાન તેને કયા પ્રકારનું કેન્સર છે અને તે કયા તબક્કામાં છે અથવા તો શરીરમાં કેટલું ફેલાયેલું છે તેનાથી પ્રભાવિત હોય છે. આ ઉપરાંત ઐતિહાસિક શ્રેણીકરણ અને કેટલાક ચોક્કસ જીવાણુઓની સૂચક હાજરી પણ કેન્સરનાં નિદાનમાં અને તેની વ્યક્તિગત સારવારમાં મદદરૂપ થઇ શકે છે.

પારિભાષિક શબ્દોનો કોશ

અસાધારણ વિકાસનું વર્ણન કરવા માટે તેના અર્થ સાથે નિકટતાથી સંકળાયેલા નીચેના પારિભાષિક શબ્દોનો ઉપયોગ થઇ શકે છે

  • ટ્યુમર અથવા તો ગાંઠ મૂળતઃ તેનો અર્થ થાય છે અસાધારણ સોજો, ગઠ્ઠો અથવા તો જથ્થો જોકે હાલની અંગ્રેજી ભાષા પ્રમાણે ટ્યુમર એટલે કે ગાંઠ શબ્દ એ નિયોપ્લેઝમ અને ખાસ કરીને નક્કર નિયોપ્લેઝમનો પર્યાય બની ગયો છે. એ નોંધવું જરૂરી છે કે લ્યુકેમિયા જેવા કેટલાક નિયોપ્લેઝમ ગાંઠોનું નિર્માણ નથી કરતાં
  • નિયોપ્લેઝમ એક વૈજ્ઞાનિક પરિભાષાનો શબ્દ છે જેનો ઉપયોગ વંશસૂત્રીય કોશિકાનો અસાધારણ વધારો દર્શાવવા માટે કરવામાં આવે છે. નિયોપ્લેઝમ સૌમ્ય અથવા તો કેન્સરગ્રસ્ત હોઇ શકે છે.
    • કેન્સરગ્રસ્ત (મેલિગ્નન્ટ) નિયોપ્લેઝમ અથવા તો મેલિગ્નન્ટ ગાંઠ કર્કરોગ ના સમાનાર્થક છે.
    • સૌમ્ય નિયોપ્લેઝમ કે સૌમ્ય ગાંઠ એવી (નક્કર નિયોપ્લેઝમની ગાંઠ) હોય છે કે જે પોતાની જાતે જ પોતાના વિકાસ અટકાવી દે છે અને તે અન્ય પેશીઓ ઉપર આક્રમણ પણ નથી કરતી કે મેટાસ્ટેસિસનું ઉત્પાદન પણ નથી કરતી
  • અતિક્રમણ કરનારી ગાંઠ એ કર્કરોગ નો અન્ય એક પર્યાયવાચી શબ્દ છે. આ ગાંઠના નામ ઉપરથી ખ્યાલ આવે છે કે તે આજુબાજુની પેશીઓ ઉપર આક્રમણ કરે છે.
  • પૂર્વ મેલિગ્નન્સી , પૂર્વ કર્કરોગ અથવા તો અન્ય કોશિકા ઉપર આક્રમણ નહીં કરનારી ગાંઠ એ પ્રકારનું નિયોપ્લેઝમ છે કે તે આક્રમક નથી પરંતુ જો તેની સારવાર ન કરાવવામાં આવે તો તેની અંદર કેન્સરમાં તબદિલ થવાનું પરિબળ (આક્રામક બનવાનું) રહેલું છે. આ તમામ નુક્શાનકર્તા તત્વોમાં કેન્સર, એટિપિયા, ડિસપ્લેસિયા અને કાર્સિનોમાં ઇન સિટુને વધારવાનું પરિબળ રહેલું હોય છે.

કર્કરોગનું વર્ણન કરવા માટે નીચેના પારિભાષિક શબ્દોનો ઉપયોગ થઇ શકે છે.

  • સ્ક્રિનિંગ તંદુરસ્ત વ્યક્તિઓના શરીરમાં રહેલી ગાંઠોની તપાસ કે જે કેન્સરમાં પરિવર્તિત થાય તે પહેલાં તેને શોધી શકાય મેમોગ્રામ એ સ્ક્રિનિંગ તપાસ છે.
  • નિદાન એ કેન્સરગ્રસ્ત ગઠ્ઠાને પુષ્ટિ આપનારી તપાસ છે. સામાન્યતઃ આના માટે ગાંઠને બાયોપ્સી અથવા તો શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢીને તેની તપાસ રોગવિજ્ઞાની દ્વારા કરવામાં આવે છે.
  • શસ્ત્રવૈદના ઓજાર મારફતે છેદનઃ શસ્ત્રવૈદ દ્વારા શસ્ત્રક્રિયા મારફતે ગાંઠનો શરીરમાંથી નિકાલ
    • શસ્ત્રક્રિયાની સિમાંત તપાસઃ શસ્ત્રવૈદ દ્વારા શરીરની બહાર કાઢવામાં આવેલી પેશીઓની રોગવિજ્ઞાની દ્વારા થતી એક પ્રકારની તપાસ કે જેમાં નક્કી કરવામાં આવે છે કે ગાંઠનો શરીરમાંથી સંપૂર્ણપણે નિકાલ (નકારાત્મક સિમાંત) થયો છે કે હજી પણ ગાંઠનો કેટલોક ભાગ શરીરમાં રહેલો (સકારાત્મક સિમાંત) છે.
  • ક્રમઃ રોગવિજ્ઞાની દ્વારા આપવામાં આવતો ક્રમ (સામાન્યતઃ 3ના આંકડાની ક્રમિક શ્રેણીમાં હોય છે) જેનો ઉપયોગ આજુબાજુની સૌમ્ય પેશીઓ સાથે ગાંઠની સામ્યતા કેટલી માત્રામાં છે તેનું વર્ણન કરવા માટે ઉપયોગી છે.
  • તબક્કોઃ કર્કરોગ તજજ્ઞ દ્વારા આપવામાં આવતો ક્રમ (સામાન્યતઃ 4ની ક્રમિક સંખ્યામાં હોય છે) તેનો ઉપયોગ શરીરમાં રહેલી કેન્સની ગાંઠે શરીરના કેટલા ભાગને નુક્સાન પહોંચાડ્યું છે તેનું વર્ણન કરવા માટે થાય છે.
  • આવર્તનઃ મૂળ ગાંઠનો નિકાલ કરી નાખ્યા બાદ ફરીથી તે જ જગ્યાએ નવી ગાંઠ દેખાય તેના વર્ણન માટે વપરાય છે.
  • મેટાસ્ટેસિસઃ મૂળ ગાંઠથી થોડે દૂર નવી ગાંઠ દેખાય તેના વર્ણન માટે વપરાય છે.
  • મધ્યગાળાનો ટકી રહેવાનો સમયઃ આ એવા પ્રકારનો સમયગાળો છે કે જેનું માપન મહિનાઓ કે વર્ષોમાં કરવામાં આવે છે.આ સમયગાળા દરમિયાન કર્કરોગના 50 ટકા દર્દીઓ જીવિત રહેવાની આશા હોય છે.
  • રૂપાંતરણઃ સમય જતાંની સાથે ઓછા ક્રમની ગાંઠો વધુ ક્રમની ગાંઠોમાં પરિવર્તિત થાય છે. દા. ત. રિશ્ટરનું રૂપાંતરણ
  • કિમોચિકિત્સાઃ દવાઓ દ્વારા અપાતી સારવાર
  • કિરણોત્સર્ગચિકિત્સાઃ કિરણોત્સર્ગ દ્વારા આપવામાં આવતી સારવાર
  • એડજુવેન્ટ ચિકિત્સાઃ શસ્ત્રક્રિયા બાદ વધેલા કેન્સરના કોશિકાઓનો નાશ કરવા માટે કિમોચિકિત્સા અથવા તો કિરણોત્સર્ગ ચિકિત્સા દ્વારા આપવામાં આવતી સારવાર
  • રોગનાં વલણનું પૂર્વાનુંમાનઃ ચિકિત્સા બાદ નિરોગી થવાની સંભાવના સામાન્યતઃ એમ માનવામાં આવે છે કે નિદાન બાદ પાંચ વર્ષ સુધી ટકી રહેવાની શક્યતા હોય છે. વૈકલ્પિક રીતે વર્ષોના આંકડાઓ જ્યારે કેન્સરના 50 ટકા દર્દીઓ જીવિત હોયત્યારે વ્યક્ત કરવામાં આવે છે. બંને પ્રકારના ક્રમ મોટી સંખ્યામાં કેન્સરના દર્દીઓને કાપલાન મેઇરરનો જથ્થો આપ્યા બાદ તેના આંકડાઓને સંચિત કરીને નક્કી કરવામાં આવે છે.
  • સાજા થવું કેન્સરની સારવાર બાદ જો અમુક ચોક્કસ સમયગાળા સુધી સારવાર પામેલા દર્દીઓ પૈકી 95 ટકા જીવિત રહે તો કેન્સરના દર્દી સાજા થયા છે તેમ માનવામાં આવે છે. દા. ત. હોજકિન્સના રોગમાં આ સમયગાળો 10 વર્ષનો છે જ્યારે બર્કિટના લ્યુકેમિયામાં આ ગાળો એક વર્ષનો છે. ઓન્કોલોજીમાં વપરાતો 'સાજા થવું' શબ્દ એ મધ્યગાળાના ટકી રહેવાના સમય તેમજ રોગમુક્ત મધ્યમગાળાનો ટકી રહેવાના સમયના આંકડાઓ ઉપર આધારિત હોય છે.

વર્ગીકરણ

કેન્સર કર્કરોગ 
સ્તનછેદન બાદ લીધેલાં નમૂનાની નળીઓમાં મોટી માત્રામાં આક્રમણ કરનારું કર્કરોગ ફેલાવનારું તત્વ હોય છે.

કર્કરોગનું વર્ગીકરણ કોશિકાના પ્રકારના આધારે કરવામાં આવે છે. એવી પેશીઓ કે જે ગાંઠની સાથે સામ્યતા ધરાવતા હોય છે. તેથી જ આ પ્રકારના કોષમંડળોને ગાંઠના ઉગમ સ્થાનના માની લેવામાં આવે છે. જેને અનુક્રમે ઉતકવિજ્ઞાન અને સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય શ્રેણીના ઉદાહરણોનો સમાવેશ :

  • કર્કરોગ યુક્ત મેલિગ્નન્ટ ગાંઠો ઉપકલા કોશિકાઓમાંથી વ્યુત્પાદિત થઇ છે. આ જૂથ સામાન્ય કેન્સરનું કારક છે. જેમાં કર્કરોગના સામાન્ય રૂપો જેવા કે સ્તન, પુરસ્થ ગ્રંથી, ફેફસા અને મોટાં આંતરડાનાં કેન્સરનો સમાવેશ થાય છે.
  • કર્કરોગ ધરાવતી સારકોમા ગાંઠ જોડાયેલી પેશીઓ કે મિસેનશેમલ કોશિકાઓમાંથી વ્યુત્પાદિત થાય છે.
  • લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવા કર્કરોગ લોહી (રુધિર)નું ઉત્પાદન કરનારા હિમેટોપોઇએટિક કોશિકાઓમાંથી વ્યુત્પાદિત થાય છે.
  • 'જીવાણુ કોશિકાની ગાંઠ[[]]: આ ગાંઠ ટોટિપોટેન્ટ' કોશિકાઓમાંથી વ્યુત્પાદિત થાય છે. પુખ્તવયની વ્યક્તિઓમાં તે વૃષ્ણો અને અંડાશયમાં જોવા મળે છે, ગર્ભસ્થ શીશુઓ, નાના બાળકો અને યુવાન બાળકોમાં તે શરીરની મધ્યરેખા ઉપર ખાસકરીને આંત્રપુચ્છની ટોચ ઉપર અને ઘોડાઓમાં તે ખોપરીના પાયાના ભાગે જોવા મળે છે.
  • બ્લાસ્ટિક ગાંઠ અથવા તો બ્લાસ્ટોમાઃ : સામાન્યતઃ કર્કરોગગ્રસ્ત એવી ગાંઠ છે કે જે અલ્પવિકસિત કે અર્ધવિકસિત પેશીઓ સાથે સામ્યતા ધરાવતી હોય છે. સામાન્યતઃ આ તમામ ગાંઠો પૈકીની મોટાભાગની ગાંઠો બાળકોમાં જોવા મળતી હોય છે.

કર્કરોગના નામ માટે શરીરનાં જે અંગમાં રોગ લાગુ પડ્યો હોય તેના ગ્રીક કે લેટિન નામની પાછળ -કાર્સિનોમાં , - સારકોમા અથવા તો - બ્લાસ્ટોમા જેવા પ્રત્યેય લગાડવામાં આવે છે. દા. ત. યકૃત (લિવર)ના કેન્સર માટે હિપેટોકાર્સિનોમા અને ચરબીના કોશિકાઓનાં કર્કરોગ માટે લિપોસારકોમા શબ્દ વપરાય છે. સામાન્ય પ્રકારનાં કેન્સર માટે અંગોનાં અંગ્રેજી નામનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે અતિ સામાન્ય પ્રકારનાં ગણાતાં સ્તન કેન્સર માટે "ડુક્ટલ કાર્સિનોમા ઓફ ધ બ્રેસ્ટ " અથવા તો સ્તનને લગતું ડુક્ટલ કાર્સિનોમા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ડુક્ટલ વિશેષણ દર્શાવે છે કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોતાં સામાન્ય સ્તનોના કોશિકા સાથે કર્કરોગના કોશિકા સામ્યતા ધરાવે છે.

સૌમ્ય ગાંઠ (કે જે કેન્સરની નથી હોતી) તેના માટે જે અંગમાં તે હોય તે અંગના નામ પાછળ -ઓમા પ્રત્યેય લગાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગર્ભાશયની સુંવાળી માંસપેશીઓ ઉપરની ગાંઠને લિયોમ્યોમા કહેવામાં આવે છે. (ખૂબ જ સામાન્ય ભાષામાં તેને ફાઇબ્રોઇડ કહેવામાં આવે છે.) બદનસીબે કેટલાક કેન્સરના નામ પાછળ પણ -ઓમા પ્રત્યય લગાડવામાં આવે છે. દા. ત. મેલાનોમા અને સેમિનોમા

ચિન્હો અને લક્ષણો

કેન્સર કર્કરોગ 
કર્કરોગનાં લક્ષણો કેન્સરની ગાંઠ શરીરના કયા ભાગમાં આવેલી છે તેના ઉપર આધાર રાખે છે.

કર્કરોગનાં લક્ષણોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવે છેઃ

  • શારીરિક લક્ષણો : અસાધારણ ગઠ્ઠો કે સોજો (ગાંઠ) , હેમરેજ (રક્તસ્ત્રાવ), દુખાવો અને અથવા ચાંદાં પડવાં આજુબાજુની પેશીઓ દ્વારા કરવામાં આવતાં દબાણને કારણે કમળો (આંખો અને ચામડી પીળી પડવી) જેવા લક્ષણો પણ દેખાઇ શકે છે.
  • {મેટાસ્ટેસિસ{0} (રોગ વિસ્તરવા)નાં લક્ષણો: [[}લસિકા કોશિકાનો જથ્થો]] મોટો થવો, કફ અને હિમોફિસિસ થવો, હિપેટોમિગેલી (યકૃત (લિવરનું વિસ્તરણ, હાડકાંનો દુખાવો, અસરગ્રસ્ત થયેલાં હાડકામાં અસ્થિભંગ અને મજ્જાતંતુઓને લગતાં લક્ષણોનો સમાવેશ થાય છે. જોકે વધી ગયેલા કેન્સરમાં પણ દુખાવો થાય છે અને તે ઘણી વખત પહેલાં લક્ષણ તરીકે નથી ગણાતું
  • શરીરતંત્રને લગતાં લક્ષણો : વજન ઘટવું, ભૂખ ઓછી લાગવી, થાક લાગવો, કેચેક્સિયા (વ્યય), વધારે પડતો પરસેવો (રાત્રે પરસેવો થવો), એનિમિયા અને કેટલાક ચોક્કસ પેરાનિયોપ્લાસ્ટિક ફિનોમેના દા. ત. એવી અમુક ચોક્કસ પરિસ્થિતિ કે જે સક્રિય કર્કરોગના કારણે થતી હોય છે જેવી કે થ્રોમ્બોઇસિસ અથવા તો આંતરસ્ત્રાવીય બદલાવો

ઉપરોક્ત સૂચિ પૈકીનાં તમામ લક્ષણો વિવિધ પરિસ્થિતિના કારણે થતા હોય છે. નિદાન વખતે અલગ તારવવા માટે તેની યાદી જોઇ લેવી જોઇએ. દરેક લક્ષણનું સામાન્ય કે અસામાન્ય કારણ કેન્સર હોઇ શકે છે.

કારણો

કેન્સર એ વિશિષ્ટ પ્રકારના વર્ગનો રોગ છે જે તેના કારણો અને જીવવિજ્ઞાનથી ખાસ્સો એવો જુદો પડે છે. કોઇ પણ જીવ એટલે કે છોડને પણ કર્કરોગ થઇ શકે છે. જેમ જેમ કેન્સરના કોશિકામાં થતી ભૂલોનું પ્રમાણ વધતું જાય અને તેનું પરિણામ વધતું જાય તેમ તેમ તમામ પ્રકારના જાણીતા કર્કરોગનો વિકાસ થાય છે. (સામાન્ય પ્રકારની ભૂલો માટે જુઓ રચના તંત્ર વિભાગ)

જે વસ્તુની પ્રતિકૃતિ થાય છે (આપણી કોશિકાઓમાં) સંભવતઃ તેમાં ભૂલ (પરિવર્તન કે ભેદભાવ) થવાની શક્યતા રહેલી છે આ ભેદભાવ કે પરિવર્તનને જ્યાં સુધી સુધારવામાં ન આવે કે તેને રોકવામાં ન આવે ત્યાં સુધી તે શરીરમાં ટકી રહે છે અને તે એક કોશિકા થકી બનનારાં બીજા કોષમાં પણ ઉતરતી રહે છે. સામાન્યતઃ શરીરનું કર્કરોગથી રક્ષણ વિભિન્ન પ્રકારની પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે જેમ કે એપોપ્ટોસિસ, મદદનીશ નાના અંશો (કેટલાક રંગસૂત્રીય પોલિમેરાસિસ) સંભવતઃ વૃદ્ધ થતાં વગેરે. જોકે પરિવર્તન કે ભેદભાવ સુધારવાની આપ્રક્રિયા નાના પાયે ઘણી વખત નિષ્ફળ ગઇ છે. ખાસ કરીને એવાં વાતાવરણમાં કે જેમાં પરિવર્તન કે ભેદભાવ સારી રીતે થઇ અને પ્રસરી શકે છે. દા. ત. કેટલાંક વાતાવરણમાં કાર્સિનોજિન્સ નામના વિધ્વંસક તત્વનો સમાવેશ થતો હોય છે અથવા તો શારીરિક ઇજા અથવા તો એવું વાતાવરણ કે જેમાં શરીરના કોશિકાઓ પ્રતિરોધ કરવા સક્ષમ નથી રહેતાં જેમ કે હાઇપોક્સિયા (જુઓ પેટા વિભાગો) આમ કેન્સર એ ધીરે ધીરે આગળ વધનારો રોગ છે અને ધીમે ધીમે આગળ વધતા આ ભેદભાવો કે પરિવર્તનો ધીમે ધીમે પોતાની પક પ્રાણી ઉપર ત્યાં સુધી જમાવી દે છે કે જ્યાં સુધી તેના શરીરમાં રહેલાં કોશિકા વિપરિત રીતે કાર્ય કરતાં ન થઇ જાય

જે પરિવર્તનો કે ભેદભાવ કર્કરોગનું નિમિત્ત બને છે તે સ્વયં વિસ્તરણ કરનારા હોય છે. કાળક્રમે તેઓ ચક્રવૃદ્ધિ દરે તેમની સંખ્યા વધારી દેતા હોય છે. ઉદાહરણ તરીકે:

  • કોષમાં ભેદભાવ કેપરિવર્તન સુધારવાની જે રચના છે તેમાં ખામી સર્જાવાને કારણે પણ કોષ અને તેના થકી બનનારા બીજા કોશિકાને તે ભેદભાવ ફરી ફરીને ઊભા કરવાની ખામી આવી શકે છે.
  • કોશિકાને સંકેતો આપનારી એન્ડોક્રાઇન મશિનરીમાં ખામી આવવાને કારણે કોશિકા તેમની નજીક રહેલા કોશિકાઓને ભેદભાવ કે પરિવર્તન કરવાના સંકેતો આપે છે.
  • ખામી સર્જાવાને કારણે કોશિકા નિયોપ્લાસ્ટિક બની જાય છે જેના કારણે તેઓ હિજરત કરીને અન્ય તંદુરસ્ત કોશિકાઓનો પણ વિધ્વંસ કરે છે.
  • ખામી સર્જાવાને કારણે કોશિકા અમર કે ચિરંજીવ પણ બની જાય છે (જુઓ ટેલોમિર્સ) જેના કારણે તેઓ તંદુરસ્ત કોશિકાઓનો કાયમ માટે નાશ કરી શકે છે.

ઘણી વખત કેન્સરનો ઉદ્ભવ ચેઇન રિએક્શનમાંથી પણ થતો હોય છે જેમાં થોડી નાની ભૂલો મોટી અને વધારે માત્રાની ગંભીર ભૂલોમાં આકાર લેતી હોય છે. જે ભૂલો વધારે ભૂલોનું સર્જન કરી શકે તે કર્કરોગમાં પરિણમવાને ખૂબ જ અસરકારક હોય છે અને એટલા માટે જ કેન્સરની સારવાર ખૂબ જ કપરી છે.જો કર્કરોગની 10,000,000,000 કોશિકાઓ હોય અને એક જ કોશિકાને તે બધાને મારી શકે તેમ હોય પરંતુ તેમાંથી જો 10 કોશિકાઓ પણ બચી જાય તો તે 10 કોશિકાઓ (કેન્સરના અર્ધ પરિપક્વ કોશિકાઓ સાથે મળીને) તેમની અનેક પ્રતિકૃતિઓ રચીને ભૂલ કરવાના સંકેતો અન્ય કોશિકાઓને મોકલી શકે છે અને આખી પ્રક્રિયા ફરીથી શરૂ થાય છે. બળવાખોરી પ્રકારની આ પ્રક્રિયા અવર્ણનીય છે. તંદુરસ્તી ધરાવનારાનું ટકી રહેનારાની સામે જ ઉત્ક્રાંતિના પરિબળો જ શરીરની રચનાથી વિપરીત અને નિયમન વિરુદ્ધ કામ કરવા માંડે છે. ખરેખર તો એક વખત કેન્સરનો વિકાસ શરૂ થયા બાદ આ કોશિકા કર્કરોગનો સતત વિકાસ ચાલુ રાખે છે. તેને વધુમાં વધુ અતિક્રમણ કરનારા તબક્કાઓ તરફ ધકેલતા જાય છે. જેને ક્લોનલ ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે.[20]

કર્કરોગ વિશે થયેલાં સંશોધનોમાં આપેલા કારણો મુખ્યત્વે નીચેની શ્રેણીમાં આપી શકાય:

  • અસર કરનારા તત્વો (દા. ત. વાઇરસ) અને ઘટનાઓ દા. ત. પરિવર્તન તેઓ જે કોશિકાની નિયતિમાં કેન્સર થવાનું પ્રયોજાયું છે તે કોશિકાઓમાં આનુવંશિક ફેરફાર કરવાની સુવિધા પૂરી પાડે છે
  • અમુક ચોક્કસ પ્રકારની આનુવંશિક ખામીઓ અને જનીનો તેનાથી પ્રભાવિત થાય છે.
  • કેન્સરના કોશિકાને પેદા કરવાની અને તેને ઓળખવાની અસર કોશિકા ઉપર શારીરિક રીતે થતા આનુવંશિક ફેરફારોના જારણે વધુ માત્રામાં જનીની ઘટનાઓનું નિર્માણ થાય છે અને તે કેન્સરના વધારે વિકાસમાં પરિણમે છે.

પરિવર્તનઃ કર્કરોગ પેદા કરનારું રસાયણ

કેન્સર કર્કરોગ 
ફેફસાંનાં કેન્સરને ધુમ્રપાન સાથે ગાઢ સંબંધ છે.સ્રોતઃ એનઆઇએચ.

કેન્સર પેથોજેનિસિસ રંગસૂત્રમાં સર્જાયેલા પરિવર્તનને કારણે કળી શકાય છે. તેની અસર કોશિકાના વિકાસ તેમજ મેટાસ્ટેસિસ ઉપર થાય છે. જેતત્વોના કારણે રંગસૂત્રમાં પરિવર્તન સર્જાય છે તેને મ્યુટાજિન્સ કહે છે અને જે મ્યુટાજિન્સ કર્કરોગનું કારણ બને છે તેને કર્કરોગ પેદા કરનારાં તત્વ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ તત્વો વિવિધ પ્રકારનાં કેન્સર સાથે સંકળાયેલા હોય છે. ધુમ્રપાન વિવિધ પ્રકારનાં કર્કરોગ સાથે સંકળાયેલું છે. ફેફસાંનાં કેન્સર પૈકી 90 ટકા ધુમ્રપાનને કારણે થાય છે. લાંબા સમય સુધી એસ્બેસ્ટોસ જેવાં રેસાવાળા પદાર્થોના સંપર્કમાં રહેવા સાથે મેસોથેલિયોમા નામના કેન્સરનો પ્રકાર સંકળાયેલો છે.

ઘણા મ્યુટાજિન્સ કર્કરોગ પેદા કરનારા હોય છે પરંતુ કર્કરોગ પેદા કરનારાં તમામ તત્વો મ્યુટાજિન્સ નથી હોતા દારૂ એ કર્કરોગ કરનારાં રાસાયણિક તત્વનું ઉદાહરણ છે તે મ્યુટાજિન નથી. આ પ્રકારનાં રસાયણો કર્કરોગનો પ્રસાર કોશિકાના વિભાજનની પ્રક્રિયામાં ઝડપી વધારો કરીને કરતા હોય છે. પ્રતિકૃતિઓમાં થતાં ઝડપી વધારાને કારણે પાચકરસોને રંગસૂત્રોની પ્રતિકૃતિના નિર્માણ દરમિયાન રંગસૂત્રોને થાનારાં નુક્શાનનું સમારકામ કરવાનો ઓછો સમય મળે છે. જેના કારણે પરિવર્તન સર્જાવાની શક્યતાઓ વધી જાય છે.

દાયકાઓ સુધી થયેલાં સંશોધનને આધારે જાણવા મળ્યું છે કે તમાકુના ઉપયોગને ફેફસાં, સ્વરપેટી, મસ્તિષ્ક, ગળું, પેટ, મૂત્રાશય, મૂત્રપિંડ, અન્નનળી અને સ્વાદુપિંડના કર્કરોગ સાથે સંબંધ છે.[31] ધુમ્રપાનમાં કેન્સર ફેલાવી શકે તેવા 50 જાતનાં રસાયણો રહેલાં છે જેમાં નાઇટ્રોસેમાઇન્સ અને પોલિસાઇક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન્સનો સમાવેશ થાય છે. તમાકુનાં સેવનને કારણે થયેલાં કર્કરોગથી વિકસિત દેશોમાં દર ત્રણમાંથી એક વ્યક્તિ અને વિશ્વભરમાં દર પાંચમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેફસાંનાં કેન્સરનાં પ્રમાણે ધુમ્રપાનના પ્રમાણને પ્રતિબિંબત કર્યું હતું. દેશમાં ધુમર્પાનનું પ્રમાણ વધવાને કારણે ફેફસાંના કેન્સરથી થતાં મૃત્યુનું પ્રમાણ નાટકીય ઢબે વધી ગયું હતું અને તાજેતરમાં જ પુરુષોમાં ધુમ્રપાનના ઘટતાં જતાં પ્રમાણને કારણે ફેફસાંનાં કેન્સરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જોકે હજી પણ વિશ્વભરમાં ધુમ્રપાન કરાના લોકોની સંખ્યામાં ઉત્તોત્તર વધારો થઇ રહ્યો છે જેના કારણે કેટલાક સંગઠન મંડળોએ તેને તમાકુનો વ્યાપક રોગચાળો એવું બિરુદ આપ્યું છે.

કિરણોત્સર્ગના કારણે પરિવર્તન

રેડોન ગેસ જેવા કિરણોત્સર્ગનાં રૂપાંતરણના સ્રોતોને કારણે કેન્સર થઇ શકે છે. સૂર્યમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાને કારણે મેલાનોમા અને ચામડીનાં અન્ય પ્રકારના કર્કરોગ થઇ શકે છે.

મોબાઇલ ફોન અને આરએફ સ્રોતોમાંથી નીકળતા બિન રૂપાંતરણીય રેડિયોફ્રિક્વન્સીમાંથી થતાં કિરણોત્સર્ગને કારણે પણ કેન્સર થઇ શકે છે પરંતુ તેના વિશેનાપુરાવાઓ હાલમાં ખૂબ જ ઓછી માત્રામાં છે.

સૂક્ષ્મજંતુઓનો ચેપ

પેથોજેન્સ સાથેનો ચેપ લાગવાને કારણે કેટલાંક પ્રકારનાં કેન્સર થઇ શકે છે. ઘણાં પ્રકારના કર્કરોગ સૂક્ષ્મજંતુઓને કારણે લાગતા ચેપથી ફેલાય છે. પ્રાણીઓની બાબતમાં આ વાત બિલકુલ સાચી છે જેમ કે પક્ષીઓ પરંતુ વિશ્વભરમાં મનુષ્યોને થનારાં કેન્સર પૈકી 15 ટકા સૂક્ષ્મજંતુઓના ચેપને કારણે થતાં હોય છે. માનવશરીરમાં થતાં કર્કરોગ સાથે સંકળાયેલા સૂક્ષ્મજંતુ (વાઇરસ)માં હ્યુમન પેપિલોમા વાઇરસ, હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી વાઇરસ, ઇપ્સ્ટેઇન બાર વાઇરસ અને હ્યુમન ટી લિમ્ફોટ્રોપિક વાઇરસ ગણાવી શકાય. પ્રયોગો અને રોગશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત માહિતી સૂચિત કરે છે કે કેન્સર થવામાં વાઇરસની ભૂમિકા મહત્વની છે. માત્ર તમાકુના ઉપયોગને કારણે માનવશરીરમાં કેન્સર વધારે માત્રામાં ફેલાવાના કારણોમાં વાઇરસ બીજા ક્રમનું સૌથી મોટું જોખમ ગણાવી શકાય. સૂક્ષ્મજંતુ દ્વારા પ્રેરિત ગાંઠને બે ભાગમાં વહેંચી શકાય વેધક રીતે રૂપાંતરિત અથવા ધીમી ગતિએ રૂપાંતરિત થતી વેધક ઝડપે થનારાં રૂપાંતરણમાં વાઇરસ વધુ પડતા સક્રિય ઓન્કોજિનનું વહન કરે છે જેને વાઇરલ ઓન્કોજિન (વી-વન) કહેવામાં આવે છે. તે બીજા કોશિકાને પણ અસરગ્રસ્ત કરીને તેમનું રૂપાંતરણ પણ ઝડપથી વી-વનમાં કરે છે. તેથી વિપરીત ધીમી રૂપાંતરણ પ્રક્રિયામાં વાઇરસ જિનોમ નજીકમાં આવેલા જિનોમમાં પ્રોટો ઓન્કોજિન દાખલ કરે છે ત્યારબાદ વાઇરસના પ્રયોજક અથવા તો તેને વહન કરીને ફેવાવાનું નિયમન કરનારાં અન્ય તત્વો પ્રોટો ઓન્કોજિનનું વધારે માત્રામાં વહન કરે છે. જેના કારણે કોશિકાનું વિભાજન બેકાબૂભરી રીતે થવા માંડે છે. પ્રોટો ઓન્કોજિન કયા સ્થળેથી દાખલ થશે તે નિશ્ચિત નહીં હોવાથી અને નજીકમાં પ્રોટો ઓન્કોજિનના દાખલ થવાની શક્યતાઓ ઓછી હોવાને કારણે ધીમી ગતિએ રૂપાંતરિત થનારા વાઇરસ ચેપ લાગ્યા બાદ વેધક ગતિએ રૂપાંતરણ કરનારા વાઇરસની સરખામણીએ ઘણા લાંબા સમયે ગાંઠનું નિર્માણ કરે છે.

હિપેટાઇટિસ વાઇરસમાં હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી વાઇરસનો સમાવેશ થાય છે. આ સૂક્ષ્મજંતુઓ ક્રોનિક વાઇરલચેપને પ્રેરિત કરે છે. જે યકૃતના કર્કરોગનું કારણ બને છે. દર વર્ષે 0.47 ટકા જેટલા દર્દીઓને (ખાસ કરીને એશિયામાં સૌથી વધારે અને ઉત્તર અમેરિકામાં સૌથી ઓછા લોકોમાં) હિપેટાઇટિસ બી તેમજ 1.47 ટકા લોકોને હિપેટાઇટિસ સીનો ચેપ લાગે છે. લિવર સિરોસિસ નામનો રોગ ચાહે તે ક્રોનિક વાઇરલ હિપેટાઇટિસથી લાગુ પડ્યો હોય કે પછી દારૂની લતને કારણે તેને યકૃતના કેન્સર સાથે સંબંધ છે. સિરોસિસ અને વાઇરલહિપેટાઇટિસના મિશ્રણને કારણે યકૃતના કર્કરોગનો વિકાસ થવાની શક્યતાઓ વધુને વધુ પ્રબળ બનતી જાય છે. વિશ્વભરમાં યકૃતના કર્કરોગને સામાન્ય અને સૌથી વધુ પ્રાણઘાતક માનવામાં આવે છે. જેની પાછળ ભારે માત્રામાં વાઇરલ હિપેટાઇટિસનું રૂપાંતરણ અને રોગને જવાબદાર ગણાવી શકાય.

કેન્સર વિશે થયેલા આધુનિક સંશોધનમાં કર્કરોગને રોકવા માટેની રસીનું સંશોધન કરવામાં આવ્યું છે. વર્ષ 2006માં યુએસ ખાદ્ય અને ઔષધ પ્રશાસને હ્યુમન પેપિલોમા વાઇરસની રસીને મંજૂરી આપી હતી જેને ગાર્ડાસિલના નામે ઓળખવામાં આવે છે. આ રસી એચપીવી ટાઇપનાં કેન્સર સામે રક્ષણ આપે છે. ગર્ભાશયનાં મુખનાં કેન્સર માટે એચપીવી 70 ટકા અને જીની મસાઓ માટે તે 90 ટકા જવાબદાર હોય છે. માર્ચ 2007માં યુએસ રોગ નિયંત્રણ અને પ્રતરોધ કેન્દ્રની રોગમુક્ત સલાહકાર સમિતિએ 11થી 12 વર્ષની કિશોરીઓને આ રસી લેવાની અધિકૃત રીતે ભલામણ કરી હતી. તેમજ એવો પણ સંકેત આપ્યો હતો કે 9થી 26 વર્ષની સ્ત્રીઓએ પણ આ રસી લેવી જોઇએ

સંશોધનકર્તાઓએ એવું તારણ કાઢ્યું છે કે સૂક્ષ્મજંતુઓ ઉપરાંત જીવાણુઓ (બેક્ટેરિયા)ને પણ કેટલાંક પ્રકારના કેન્સર સાથે સંબંધ છે. જેનાં સચોટ ઉદાહરણ તરીકે પેટની દિવાલ ઉપર આવેલા હેલિકોબેક્ટર પાઇલોરી માં લાગેલો ક્રોનિક ચેપ તેમજ હોજરીના કર્કરોગને ગણાવી શકાય. હેલિકોબેક્ટર ખૂબ જ સામાન્ય અને લગભગ તમામ પ્રકારનાં કેન્સર માટે જવાબદાર હોવા છતાં પણ ખૂબ જ ઓછા લોકોને તેનો ચેપ લાગતો હોય છે.

આંતરસ્ત્રાવીય અસંતુલન

કેટલાક અંતઃસ્ત્રાવો બિન મ્યુટાજિનિક કર્કરોગના વાહક જેવું કામ કરતાં હોય છે. જેના કારણે કોશિકાનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. તેના ખૂબ જ પ્રસ્થાપિત ઉદાહરણ તરીકે હાઇપરએસ્ટ્રોજેનિકની ક્ષુબ્ધાવસ્થાને જવાબદાર ગણાવી શકાય કે જે એન્ડોમેટ્રાયલ કર્કરોગ માટે જવાબદાર છે.

રોગપ્રતિકારક શક્તિની અપક્રિયા

એચઆઇવી ઘણા પ્રકારનાં કેન્સર સાથે સંકળાયેલો છે. જેમાં કાપોસિસ સારકોમા, નોન હોજકિન્સ લિમ્ફોમા તેમજ એચપીવી પ્રકારનાં કર્કરોગ જેવા કે ગુદાનું કેન્સર અને ગર્ભાશયનાં મુખના કેન્સરનો સમાવેશ થાય છે. એઇડ્સ વ્યાખ્યાયિત બીમારીઓમાં આ તમામ નિદાન કાઢવામાં આવે છે. એચઆઇવીના દર્દીઓમાં કેન્સરનાં વધતાં જતાં બનાવો એ બાબતનો નિર્દેશ કરે છે કે તેમની રોગપ્રતિકારક શક્તિમાં ખામી સર્જાવાને કેન્સર અંગેના એક અભ્યાસ તરીકે ગણવામાં આવવો જોઇએ.[53] કોમન વેરિયેબલ ઇમ્યુનો ડેફિસિયન્સી અને આઇજીએ ડેફિસિયન્સી જેવી રોગપ્રતિકારક શક્તિની ખામીનો સંકેત એ છે કે કર્કરોગનું જોખમ વધી રહ્યું છે.[55]

આનુવંશિકતા

કર્કરોગના કેટલાક પ્રકારો છૂટા છવાયા હોય છે તેનો મતલબ છે કે તે પ્રકારના કેન્સર આનુવંશિકતાને લીધે નથી થતા. જોકે કેટલાક રોગના લક્ષણો એવા પણ છે કે જેમાં કેન્સરનું વલણ અગાઉથી રહેલું હોય છે. જેની પાછળ ગાંઠોના નિર્માણની પ્રક્રિયા સામે લડવાની શક્તિમાં જીનમાં ખામી હોવાના કારણને જવાબદાર ગણાવી શકાય. તેનાં જાણીતાં ઉદાહરણોઃ

  • BRCA1 અને BRCA2 તરીકે ઓળખાતા જીનોમાં થતાં કેટલાંક આનુવંશિય ફેરફારોને કારણે સ્તન કેન્સર અને અંડાશયના કર્કરોગનું જોખમ વધી જાય છે.
  • મલ્ટીપલ એન્ડોક્રાઇન નેપોલેશિયામાં રહેલી શરીરની અંદર રહેલા વિવિધ અંગોની ગાંઠો (એમઇએન ટાઇપ્સ 1, 2એ અને 2બી)
  • લિ-ફ્રાઉમેની સિન્ડ્રોમ (ઓસ્ટિઓસારકોમા, સ્તન કેન્સર, સોફ્ટ પેશી સારકોમા, મગજની ગાંઠો વગેરે જેવી વિવિધ પ્રકારની ગાંઠો) પી53માં ખામી કે પરિવર્તન સર્જાવાને કારણે થાય છે.
  • ટર્કોટ સિન્ડ્રોમ (મગજની ગાંઠો અને કોલોનિક પોલિપોસિસ)
  • કૌટુંબિક એડિનોમેટાઉસ પોલિપોસિસ એપીસી જીનમાં સર્જાતી વારસાગત ખામી છે. જે મોટાં આંતરડાનાં કર્કરોગની જોરદાર શરૂઆત તરફ દોરી જાય છે.
  • આનુવંશિક નોનપોલિપોસિસ કોલોરેક્ટલ કેન્સર (એચએનપીસીસી જેને લિન્ચ સિન્ડ્રોમના નામે પણ ઓળખવામાં આવે છે.) જેમાં મોટાં આંતરડાંનો કર્કરોગ, ગર્ભાશયના કર્કરોગ, હોજરીનો કર્કરોગ અને અંડાશયના કર્કરોગ જેવા કૌટુંબિક કિસ્સાઓનો સમાવેશ થાય છે. જેમાં કોલોન પોલિપ્સનું પ્રમાણ વધારે નથી હોતું
  • જ્યારે નાનાં બાળકોમાં રેટિનો બ્લાસ્ટોમાં જોવા મળે છે તે રેટિનો બ્લાસ્ટોમા નામના જીનમાં સર્જાયેલી આનુવંશિક ખામીને કારણે થતો હોય છે.
  • ડાઉન સિન્ડ્રોમ જે દર્દીમાં રંગસૂત્ર 21નું પ્રમાણ વધારે માત્રામાં હોય તેના કારણે લ્યુકેમિયા અને વૃષ્ણના કર્કરોગનો વિકાસ શરીરમાં થતો હોવાનું માનવામાં આવે છે. જોકે આ બદલાવનાં કારણો હજી સુધી સારી રીતે સમજી શકાયા નથી.

અન્ય કારણો

ગર્ભાવસ્થા દરમિયાન લાગતા ચેપ અને અંગોનું દાન કરતી વખતે લાગતા ચેપના ખૂબ જ નગણ્ય કિસ્સાઓને બાદ કરતાં કેન્સર એ ચેપથી ફેલાતો રોગ નથી. આની પાછળ એમએચસીની અસંગતતાના કારણે પેશીઓ દ્વારા એકજીવિત થવાની ક્રિયાને નકારી કાઢવામાં આવે છે. તેને કારણભૂત ગણાવી શકાય. માનવી તેમજ અન્ય પૃષ્ઠવંશ વાળાં પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ એમએચસી નામના રોગ ઉત્પાદિત કરનાર પદાર્થનો ઉપયોગ કરીને પોતીકાં તેમજ બિન પોતિકાં કોશિકાઓ વચ્ચેનો ભેદ પારખે છે કારણ કે ઉપરોક્ત રોગ પેદા કરાના પદાર્થો દરેક લોકોમાં અલગ-અલગ હોય છે. જ્યારે બિન પોતિકાં પદાર્થોનો અચાનક સામનો થાય છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ જે-તે કોશિકા સામે પ્રતિક્રિયા કરવાની શરૂ કરે છે. આવી પ્રતિક્રિયાના કારણે ગાંઠોના કોશિકાઓ દ્વારા રોગગ્રસ્ત કોશિકાનાં પ્રત્યારોપણથી રક્ષણ મળી શકે છે. યુએસમાં વાર્ષિક અંદાજે 3500 જેટલી ગર્ભવતી મહિલાઓને કર્કરોગ લાગુ પડે છે, જેના કારણે ગર્ભસ્થ શીશુઓમાં એક્યુટ લ્યુકેમિયા, લિમ્ફોમા, મેલાનોમા અને કાર્સિનોમાં માતા દ્વારા પ્રસરે છે તેવું અવલોકન થયું છે. અંગદાતા દ્વારા અંગના પ્રત્યારોપણ મારફતે ગાંઠોનો વિકાસ થયો હોવાના કિસ્સાઓ જવલ્લે જ જોવા મળે છે. અંગ પ્રત્યારોપણ મારફતે થનારી ગાંઠો પાછળનાં મુખ્ય કારણમાં મેલિગનન્ટ મેલાનોમા જેવા દેખાતા હોય છે. શરીરમાં રહેલું હોવા છતાં પણ અંગનું છેદન થાય ત્યાં સુધી તેને પામી શકાતું નથી. હકીકતમાં જો બે એક જ પ્રકારના જીન ધરાવતા જીવો હિસ્ટો કોમ્પેટિબિલિટી જીન ધરાવતા હોય તો એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં સામાન્યતઃ કેન્સરનો વિકાસ થઇ શકે છે. ઉંદરો ઉપર આ પ્રયોગ કરવામાં પણ આવ્યો છે જોકે હકીકતની દુનિયામાં આવો કોઇ જ કિસ્સો નોંધાયો નથી એટલે ઉપરોક્ત વર્ણવેલી ઘટના એ અપવાદ છે.

માનવી સિવાયના પ્રાણીઓમાં કેટલાંક પ્રકારના કર્કરોગ એવા જોવા મળે છે કે જે ગાંઠોના કોશિકાઓના પોતાના પ્રસારથી ફેલાય છે. સ્ટિકર્સ સારકોમા જેને કૂતરાઓમાં મૈથુન મારફતે ફેલાતી ગાંઠ પણ કહેવામાં આવે છે. ઉપરાંત ડેવિલ ફેસિયલ ગાંઠનો રોગ તસ્માનિયન ડેવિલ નામના કૂતરાઓમાં તેમ જ સામાન્ય કૂતરાઓમાં જોવા મળતો રોગ છે.

પેથોફિઝિયોલોજી

ઢાંચો:See main

કેન્સર કર્કરોગ 
શરીરમાં થતાં શ્રેણીબદ્ધ પરિવર્તનોને કારણે કર્કરોગ થાય છે.દરેક પરિવર્તન કેટલાક અંશે કોશિકાના વર્તનને સજાગ કરે છે. કે ચેતવણી આપે છે.

પાયાની રીતે જોઇએ તો કર્કરોગ એ પેશીઓના વિકાસના નિયમનને લગતો રોગ છે. સામાન્ય કોશિકામાંથી કેન્સરના કોશિકામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા છે. જીનો કોશિકાના વિકાસનું નિયમન કરે છે અને ભેદરેખા પાડવાનું પરિવર્તન ખૂબ જ જરૂરી છે. આનુવંશિક ફેરફારો કોઇપણ તબક્કે જોવા મળી શકે છે.તમામ રગસૂત્રોના વધારા ઘટાડાથી માંડીને એક પણ ડીએનએ ન્યુક્લિઓટાઇડ પરિવર્તનથી અસરગ્રસ્ત થાય છે ત્યાં સુધી આ પરિવર્તનથી અસરગ્રસ્ત થતા જીનોના બે પ્રકાર છે. ઓન્કોજિન્સને કદાચ સામાન્ય જીનો જ ગણાવી શકાય તે ઊંચા સ્તરે વિસંગતતા ધરાવતા હોય છે અથવા તો એવાં પરિવર્તિત જનીનો હોય છે કે જેમનું તત્વ નવીન હોય છે. કેટલાક કિસ્સાઓમાં આ જીનોની વાહકતા મેલિગ્નન્ટ ફેનોટાઇપ નામના કેન્સરની કોશિકાઓને વૃદ્ધિ આપે છે. ગાંઠોને દાબી દેનારા જીનો એવા પ્રકારના જનીનો છે કે જેઓ કેન્સરના કોશિકાનાં વિભાજન અને તેમની ટકી રહેવાની ક્ષમતા ઉપરાંત અન્ય કાયર્ક્ષમતાને ખતમ કરી નાખે છે. ગાંઠોને દાબી દેનારા કોશિકા કેન્સરને વૃદ્ધિ આપનારાં આનુવંશિક ફેરફારો થકી વારંવાર નુક્શાન પામે છે. સામાન્ય કોશિકામાંથી કેન્સરના કોશિકામાં રૂપાંતરિત થવા માટે જીનોમાં અમુક ચોક્કસ પ્રકારના ફેરફાર થાય તે જરૂરી છે.

વિવિધ પ્રકારના જીની ફેરફારોની વિવિધ પ્રકારની વર્ગીકરણ યોજના હોય છે જે કેન્સરની કોશિકાઓનાં ઉત્પાદન માટે યોગદાન આપી શકે છે. મોટા ભાગના બદલાવો પરિવર્તન કે પછી વંશસૂત્રોની ન્યુક્લિયોટાઇડ શ્રેણીમાં આવેલા બદલાવો હોય છે. એન્યુપ્લોઇડી એટલે કે અસાધારણ સંખ્યામાં રંગસૂત્રો હોવા એ એક જાતનો જીની બદલાવ છે. તે પરિવર્તન નથી. સૂત્ર વિભાજનમાં સર્જાયેલી ખામીને કારણે તેમાં એક અથવા તો એક કરતાં વધારે રંગસૂત્રોના વધારા કે ઘટાડાની શક્યતા રહેલી છે.

મોટે પાયે પરિવર્તનોને કારણે રંગસૂત્રોના ભાગોનો નાશ થાય છે અથવા તો તેમાં વૃદ્ધિ થાય છે. આનુવંશિક વૃદ્ધિ ત્યારે દેખાય છે જ્યારે કોશિકા તેમની વધારે માત્રામાં રંગસૂત્રોના નાના રેખાપથની પ્રતિકૃતિઓ બનાવે છે (વારંવાર 20 કરતાં પણ વધારે વખત) તેમાં એક કરતાં પણ વધારે ઓન્કોજિન અને જોડેનાં વંશસૂત્રનું ઘટક રહેલું હોય છે. ટ્રાન્સલોકેશન ત્યારે ધ્યાન ઉપર આવે છે જ્યારે બે અલગ રંગસૂત્રીય પ્રદેશો અસાધારણ રીતે સંગલિત થાય છે. મોટા ભાગે આ પ્રક્રિયા લાક્ષણિકતા ધરાવતા અંગમાં થતી હોય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ફિલાડેલ્ફિયા રંગસૂત્ર અથવા તો રંગસૂત્ર 9 અને 22નું ટ્રાન્સલોકેશન જે ક્રોનિક માઇલોજિનોસ લ્યુકેમિયામાં જોવા મળે છે. જેનાં પરિણામે બીસીઆર-એબીએલ મિશ્રિત પ્રોટિન નામના ઔસજદ્રવ્યનું ઉત્પાદન શરૂ થાય છે જેને ઓન્કોજેનિક ટાયરોસિન કિનાસે તરીકે ઓળખવામાં આવે છે.

નાના પાયાના પરિવર્તનોમાં ચોક્કસ જગ્યાએ આવતાં પરિવર્તનો, નાશ પામવાની પ્રક્રિયા અને દાખલ થવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જે વંશસૂત્રના પ્રયોજકમાં જોવા મળી શકે છે જે તેની વાહકતા ઉપર અસર કરે છે. અથવા તો તેની અસર જીનની વિભાજન ઘટના ઉપર પણ પડી શકે છે અને તેની પ્રોટિનનું ઉત્પાદન કરવાની કાર્યક્ષમતા અથવા તો સ્થિરતામાં ફેરફાર કરી નાખે છે. એક પણ જીનમાં વિક્ષેપ પડવાને કારણે ડીએનએ વાઇરસ કે રિટ્રોવાઇરસ દ્વારા જીની ઘટક તત્વોનું એકત્રિકરણ થવા લાગે છે. જેના કારણે અસરગ્રસ્ત કોશિકા અને તેના અનુગામીઓ ઉપર વાઇરલ ઓન્કોજિન્સની વાહકતા છવા માંડે છે.

અવરોધકતા

કર્કરોગને નાથવા માટેના પ્રયાસોને કેન્સરના બનાવોને ઘટાડવા માટે લીધેલાં સક્રિય પગલાંઓ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અંદાજે 30 ટકા કરતાં પણ વધારે કેન્સરને તમાકુ, જાડાપણું કે સ્થૂળતા, ખાવામાં ફળો અને શાકભાજીનું ઓછું પ્રમાણ, શારીરિક નિષ્ક્રિયતા, દારૂ, જાતીય પ્રવૃત્તિથી ફેલાતો ચેપ, હવાનું પ્રદૂષણ વગેરે જેવાં જોખમી તત્વોને અવગણીને દૂર રાખી શકાય છે. કર્કરોગ ફેલાવનારાં તત્વો અથવા તો ચયાપચયની ક્રિયાને અસરગ્રસ્ત કરે તેવાં તત્વો, કેન્સર કરનારાં તત્વોને દૂર રાખે તેવી ખાવા-પીવાની જીવનશૈલી, અથવા તો તબીબી અવરોધકતા જેવી કે કિમોઅવરોધકતા, કર્કરોગ પૂર્વેની સારવાર વગેરેથી પણ કેન્સરને દૂર રાખી શકાય છે. રોગશાસ્ત્રમાં અવરોધકતાનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે જેમાં બે પ્રકારની અવરોધકતા બતાવવામાં આવી છે. એક તો પ્રાથમિક અવરોધકતા એટલે કે જેને રોગ લાગુ નથી પડ્યો અને તે લાગુ ન પડે તેની દરકાર રાખવી અને દ્વિતિય અરોધકતા એટલે કે રોગનું નિદાન થઇ ગયા બાદ તેને ફેલાતો તેમજ તેનાથી થતાં નુક્શાનને અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી અવરોધકતા.

ફેરફાર કરી શકાય તેવાં (જીવનશૈલી) જોખમી તત્વો

કેન્સર કર્કરોગ 
ફેફસાંનાં નમૂનાનાં ટૂકડામાં શ્વાસનળીની નજીક સ્ક્વામોસ સેલ કાર્સિનોમા (સફેદ ગાંઠ) છે.

કેન્સર કરનારાં બહુમતી જોખમો પર્યાવરણીય અને જીવનશૈલી સાથે વણાયેલા હોય છે જેના કારણે એવો દાવો થઇ શકે કે કેન્સર એ મોટાપાયે રોકી શકાય તેવો રોગ છે. કર્કરોગના જોખમી તત્વોને નિવારી શકાય તેનાં ઉદાહરણમાં દારૂ, (જેને મોઢાં, અન્નનળી, સ્તન તેમજ અન્ય કર્કરોગોને સંબંધ છે.)ધુમ્રપાન, (જોકે ફેફસાંનાં કેન્સરથી પીડાતી 20 ટકા મહિલાઓએ ક્યારેય ધુમ્રપાન નથી કર્યું જ્યારે પુરુષોમાં આ પ્રમાણ 10 ટકાનું છે), શારીરિક નિષ્ક્રિયતા (જેને મોટાં આંતરડાં, સ્તન અને સંભવતઃ અન્ય કર્કરોગો સાથે સંબંધ છે. તેમજ જાડાંપણું, સ્થૂળતા (કે જેને મોટાં આંતરડાં, સ્તન, એન્ડોમેટ્રિયલ અને સંભવતઃ અન્ય કેન્સર સાથે સંબંધ છે.) વગેરેનો સમાવેશ કરી શકાય. રોગશાસ્ત્ર દ્વારા આપવામાં આવેલા પુરાવાઓ ઉપરથી માલુમ પડ્યું છે કે વધારે પડતાં દારૂનાં સેવનનો ત્યાગ કરવાથી કેટલાંક ચોક્કસ પ્રકારના કર્કરોગનું જોખમ ઘટાડી શકાય છે. જોકે તેની તુલના તમાકુનાં સેવન સાથે કરવામાં આવે તો તેની અસર ખૂબ જ નાની છે પરંતુ તેના પુરાવા પણ ખૂબ જ નબળા છે. કેન્સરનું જોખમ વધારતાં અન્ય જીવનશૈલી અને પર્યાવરણને લગતાં તત્વોમાં (ફાયદાકારક અથવા નુક્શાન કારક) કેટલાક જાતીય વૃત્તિથી ફેલાતા રોગો જેવા કે હ્યુમન પેપિલોમા વાઇરસથી પીડાતા લોકો, કૃત્રિમ આંતઃસ્ત્રાવોનો વધુ પડતો ઉપયોગ કરવાથી, આયોનાઇઝિંગ કિરણોત્સર્ગ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગના સંપર્કમાં લાંબો સમય રહેવાથી, તેમજ કેટલાક રસાયણોનાં સંપર્કમાં લાંબા સમય સુધી રહેવાથી વગેરેનો સમાવેશ થાય છે.

પોતાના કામના સ્થળે ઉપરોક્ત તત્વો સાથે સંપર્કમાં આવીને દર વર્ષે વિશ્વમાં અંદાજે 2 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. પોતાના કામના સ્થળે રહેલા આ તત્વોથી લાખો લોકો ઉપર કેન્સર થવાનો ભય તોળાઇ રહ્યો છે. જેમ કે એસ્બેસ્ટોસ, તાંતણાઓ અને તમાકુનો ધુમાડો શ્વાસમાં જવાને કારણે ફેફસાંના કર્કરોગ અને મેસોથેલિયોમા થવાનો ભય રહેલો છે. અથવા તો કામના સ્થળે ડામરની આડપેદાશોના સતત સંપર્કમાં રહેવાથી લ્યુકેમિયાનું જોખમ રહેલું છે. તાજેતરમાં મટાભાગના કેન્સરથી થયેલા મૃત્યુ પાછળ કામના સ્થળે રહેલા જોખમો જવાબદાર છે જે વિકસીત દેશોમાં નજરે પડી રહ્યાં છે. એવો અંદાજ છે કે યુએસમાં કામના સ્થળ ઉપર રહેલા કેન્સર કરનારાં તત્વોને કારણે દર વર્ષે 20,000 લોકો મૃત્યુ પામે છે અને 40,000 કેન્સરના નવા કેસો નોંધાય છે.

ખોરાક

ખોરાક અને કેન્સર સાથેનો સંબંધ એ છે કે જાડાપણાંને કારણે કેન્સર થવાનું જોખમ વધી જાય છે. દરેક દેશના ખોરાક અનુસાર ત્યાંના કર્કરોગ પણ વિવિધ પ્રકારના હોય છે. દા. ત. જાપાનમાં હોજરીનું કેન્સર વધારે માત્રામાં જોવા મળે છે જ્યારે યુએસમાં મોટાં આંતરડાંનું કેન્સર વધારે માત્રામાં જોવા મળે છે. આ ઉદાહરણમાં અગાઉકરવામાં આવેલાં હેપ્લોગ્રુપ્સના વિચારને બાકાત રાખવામાં આવ્યો છે. અભ્યાસ ઉપરથી જાણવા મળ્યું છે કે એક દેશમાંથી બીજા દેશમાં સ્થાયી થયેલા લોકો તેમના નવા દેશ ઉપર કેન્સરનું જોખમ વધારી રહ્યાં છે. ઘણા કિસ્સામાં એક પેઢી સુધી આ જોખમ વધી જતું હોય છે. આ એ બાબતનું સૂચન કરે છે કે ખોરાક અને કેન્સર વચ્ચે સંબંધ છે. લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ ઘટાડવાથી કેન્સરની ઘટનાઓ ઘટશે કે કેમ તે જાણી શકાયું નથી.

ખોરાક સહિત વિવિધ પદાર્થો લેવાથી કેન્સરમાં લાભદાયક કે નુક્શાનદાયક અસર થઇ શકે છે તેવા અહેવાલો અનેક વખત પ્રસિદ્ધ થતા હોવા છતાં પણ ખૂબ જ ઓછાં તત્વો એવાં જોવાં મળ્યાં છે કે જેમને કેન્સર સાથે સંબંધ હોય. આ તમામ અહેવાલો પ્રાણીઓ કે કોશિકા ઉપર કરેલાં પરિક્ષણ આધારિત હોય છે. જ્યાં સુધી આ પ્રયોગો અવલોકનમૂલક ન બને (અથવા તો પ્રસંગોપાત તેનો ભવિષ્યમાં અમલ કરી શકાય તેનું સમર્થન ન મળે) માનવી ઉપર સફળતાપૂર્વક કરવામાં ન આવે ત્યાં સુધી તેનો ઉપયોગ જાહેર આરોગ્ય ભલામણોમાં ન કરી શકાય.

કેન્સર કર્કરોગ 
આક્રમણ કરનારું મોટાં આંતરડાંનું કેન્સર (ઉપર કેન્દ્રમાં) મોટાં આંતરડાંના ટૂકડામાં દેખાય છે.

પ્રાથમિક કેન્સરનાં જોખમને ડામવા માટે જે ખોરાક લેવાની દરખાસ્ત કરવામાં આવી છે તેને રોગશાસ્ત્ર મંડળો દ્વારા થઇ રહેલા અભ્યાસોનો ટેકો મળવા માંડ્યો છે. આ પ્રકારના અભ્યાસનાં ઉદાહરણોમાં એવા અહેવાલોનો પણ સમાવેશ થાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે માંસ ઓછું લેવાને કારણે મોટાં આંતરડાંનાં કેન્સરનું જોખમ ઘટી જાય છે. અને કોફીનાં સેવનને કારણે યકૃતના કર્કરોગ થવાનું જોખમ ઘટી જાય છે. અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શેકેલા માંસનો ઉપયોગ કરવાને કારણે પેટના કેન્સર, મોટાં આંતરડાંનાં કેન્સર, સ્તન કેન્સર, અને સ્વાદુપિંડનાં કેન્સર,નાં જોખમમાં વધારો થાય છે. આ તારણ કદાચ એટલા માટે હોઇ શકે કારણ કે ખાદ્યપદાર્થોને ઊંચાં તાપમાને ગરમ કરવાથી તેમાં બેન્ઝોપાયરિન નામનાં કર્કરોગ પેદા કરનારાં તત્વની હાજરી હોય છે.

વર્ષ 2005 દરમિયાન કરવામાં આવેલા દ્વિતિય અવરોધકતા સંશોધન અનુસાર છોડ આધારિત ખોરાક અને જીવનશૈલીનાં કારણે પુરસ્થગ્રંથીનું કેન્સર ધરાવતા પુરુષોનાં એક જૂથમાં કેન્સરનાં તત્વોમાં ઘટાડો નોંધાયો હતો. આ પુરુષો તે સમયે કેન્સરની પરંપરાગત સારવાર લેતા નહોતા. વર્ષ 2006 દરમિયાન કરવામાં આવેલાં પરીક્ષણના પરિણામોમાં વૃદ્ધિ નોંધાઇ હતી. આ અભ્યાસમાં 2,400 મહિલાઓ ઉપર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અડધી સ્ત્રીઓને સામાન્ય ખોરાક લેવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે અડધી સ્ત્રીઓને એવો ખોરાક લેવાનું જણાવવામાં આવ્યું હતું કે જેમાં ચરબી મારફતે મળતી કેલરી 20 ટકા કરતાં ઓછી હોય. ડિસેમ્બર 2006 દરમિયન જાહેર કરવામાં આવેલા મધ્યગાળાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જે મહિલાઓ ઓછી ચરબીવાળો ખોરાક લેતી હતી તેમને સ્તન કેન્સરનું પુનરાવર્તન થવાનું જોખમ ઓછી માત્રામાં હતું.

તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનો ઉપરથી એ પણ માલુમ પડ્યું છે કે વધુ માત્રામાં લેવાતી શુદ્ધ ખાંડ અને કેટલાક સાદા ઊર્જા ઉત્પાદક સમાસ લેવાને પણ અમુક પ્રકારનાં કર્કરોગ સાથે સંબંધ છે. જોકે એકબીજા સાથે સંબંધ અને કારણદર્શકતાનું પ્રમાણ હજી પણ ચર્ચાઇ રહ્યું છે. હકીકતમાં કેટલાંક સંગઠન મંડળોએ તો કર્કરોગને રોકવાનાં પથ્યાપથ્ય તરીકે શુદ્ધ ખાંડ અને કેટલાક સ્ટાર્ચ ઓછી માત્રામાં લેવાની ભલામણો પણ કરી છે.

નવેમ્બર 2007માં અમેરિકી કેન્સર સંશોધન સંસ્થા(AICR)એ વિશ્વ કેન્સર સંશોધન ભંડોળ (WCRF),Food, Nutrition, Physical Activity and the Prevention of Cancer: a Global Perspective સાથે મળીને "તાજેતરનું ખોરાક તેમજ શારીરિક પ્રવૃત્તિ અંગેનું બહોળા વિશ્લેષણ વાળું સાહિત્ય" પ્રકાશિત કર્યું છે. ડબલ્યુસીઆરએફ અને એઆઇસીઆરના નિષ્ણાતોએ તેમના અહેવાલમાં નીચે જણાવેલી 10 ખોરાક માર્ગદર્શિકાની ભલામણ કરી છે કે જેને અનુસરીને લોકો તેમના શરીરમાં વિકાસ પામી રહેલા કેન્સરને અટકાવી શકે છે આ ભલામણોમાં (1) વજન વધે તેવા એટલે કે વધારે માત્રામાં ઊર્જા ધરાવતા ખોરાક અને ખાંડયુક્ત પીણાંનો ઉપયોગ ઘટાડવો, (2) વનસ્પતિજન્ય ખોરાક લેવો, (3) લાલ માંસનો ઉપયોગ મર્યાદિત કરવો અને પ્રક્રિયા કરેલાં (પ્રોસેસ્ડ) માંસનો ઉપયોગ ટાળવો, (4) દારૂ કે દારૂ મિશ્રિત પીણાંઓનો ઉપયોગ મર્યાદિત કરવો, અને (5) મીઠાં (નમક)નો ઉપયોગ ઓછી માત્રામાં કરવો તેમજ ફૂગવાળા અનાજ કઠોળનો ઉપયોગ ટાળવો વગેરે જેવી ભલામણોનો સમાવેશ થાય છે.

કેટલાક બિલાડીના ટોપ (મશરૂમ) પણ કેન્સર પ્રતિરોધી પ્રક્રિયા કરતા હોય છે. આ બિલાડીના ટોપ રોગપ્રતિકારક શક્તિનું નિયમન પણ વધારતા હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારના બિલાડીના ટોમાં રેઇશી, અગારિકસ બ્લેઝેઇ ,[૨][હંમેશ માટે મૃત કડી] માઇટેક,[૩] અને ટ્રેમેટિઝ વર્સિકોલર [૪]નો સમાવેશ થાય છે. સંશોધનો સૂચન કરે છે કે ઔષધયુક્ત બિલાડીના ટોપમાં રહેલા તત્વો રોગપ્રતિકારક શક્તિનું નિયમન વધારીને કેન્સર પ્રતિરોધી પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. આ પ્રકારના બિલાડીના ટોપમાં પોલિસેક્રાઇડ નામનું તત્વ વિવધ માત્રામાં રહેલું હોય છે અને તેમાં પણ ખાસ કરીને બિટા ગ્લુકેન્સનું તત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બિટા ગ્લુકેનને જૈવિક પ્રતિક્રિયાનો પ્રતિરોધ કરનારા માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરવાની તેમની ક્ષમતા સારી રીતે પુરવાર થયેલી છે. બિટા ગ્લુકેન ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિની ઇન્નેટ શાખાને ઉદ્દીપ્ત કરવાનું કામ કરે છે. સંશોધનો દર્શાવે છે કે બિટા ગ્લુકેનમાં મેક્રોફેજ, એનકે કોશિકાઓ, ટી કોશિકા, રોગપ્રતિકારક શક્તિના સાઇટોકાઇન્સને ઉદ્દીપ્ત કરવાની ક્ષમતા રહેલી છે. બિટા ગ્લુકેન રોગપ્રતિકારક શક્તિને કઇ રીતે ઉદ્દીપ્ત કરે છે તે રચનાને માત્ર આંશિક રીતે જ સમજી શકાઇ છે. બિટા ગ્લુકેન રોગપ્રતિકારક શક્તિને ઉદ્દીપ્ત કરે છે તે પૈકીની એક રચના એ છે કે તે મેક્રોફેજ 1 નામના રોગ કરનારા તત્વ (સીડી 18) મેળવનારા ઉપર રોગપ્રતિકારક કોશિકાઓ મારફતે પ્રતિક્રિયા કરે છે.

ડૉ.મરકોલા કહે છે કે ૨૧મી સદીની મોજ માણવી હોય તો મસાલેદાર અને સ્વાદિષ્ટ ભોજનને બદલે ઊજળી કારકિર્દીમાં અને કુદરતને માણવામાં મોજ માણો. આધુનિક તમામ ખાદ્યો પેસ્ટિસાઈડઝથી ભરેલા હોય છે. ડૉ.પંકજ નરમ બહુ જ સરળ ઉપાય કહે છે. તેને કાંઈ કેન્સરની રામબાણ દવા ન કહેવાય પણ એક નિર્દોષ ઉપચાર કહેવાય. સૌપ્રથમ તો યુવરાજસિંહે આહારમાં એક ઋષિ જેવું જીવન છ મહિના જીવવું જોઈએ. છ મહિનાથી વરસ સુધી આહારમાં માત્ર દેશી મગનો સ્વાદિષ્ટ સૂપ કે બીજી મગની જ બનાવેલી વાનગી, લીલાં શાકભાજી, મેથીની ભાજી અને ઔષધમાં હળદર અડધી ચમચી, તુલસીનો રસ બે ચમચી, આદુનો રસ ૧ ચમચી રોજ મધમાં ચાટવો જોઈએ. ઔષધમાં ત્રિદોષહર ફોમ્યુંલા નામની આયુર્વેદની દવા લેવી જોઈએ. 

પ્રજીવકો (વિટામિન્સ)

પ્રજીવકોની પૂરવણીના લીધે કેન્સરને રોકી શકાય છે. એવો વિચાર શરૂઆતમાં કરવામાં આવેલા સંશોધન ઉપરથી માલુમ પડ્યું હતું કે પ્રજીવકોની ઉણપને અને માનવ શરીરમાં ફેલાતા કેન્સર વચ્ચે સીધો સંબંધ રહેલો છે. જેમ કે પ્રજીવક બી 12ની ઉણપથી વિનાશક અનેમિયા થાય છે અને પ્રજીવક સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. કેન્સરના કિસ્સાઓમાં એ બાબત વિશાળ પાયે પુરવાર નથી થઇ કે પ્રજીવકોની પૂરવણી કર્કરોગને રોકવામાં મોટાપાયે અસરકારક સાબિત નથી થઇ. કેન્સર સામે લડનારાં ખોરાકમાં રહેલાં તત્વો પહેલાં સમજાયાં હતાં તેના કરતાં પણ વધારે અને વિવિધ માત્રામાં સાબિત થઇ રહ્યાં છે. તેથી તંદુર્સતીના લાભો વધારે પ્રમાણમાં લેવા માટે દર્દીઓને તાજાં અને પ્રક્રિયા કર્યાં વિનાના ફળો તેમજ શાકભાજી ખોરાકમાં લેવાની સલાહ આપવાનું પ્રમાણ વધી રહ્યું છે.

રોગશાસ્ત્રના અભ્યાસો દર્શાવે છે કે પ્રજીવક ડીનાં નીચાં પ્રમાણને કેન્સરના વધતાં જતાં જોખમ સાથે સંબંધ છે. જોકે આ પ્રકારના અભ્યાસોના પરિણામોને જરા સાવધાનીથી લેવાની જરૂર છે કારણ કે તેમાં દર્શાવવામાં નથી આવ્યું કે બે તત્વો વચ્ચેના સંબંધનો મતલબ એવો નથી થતો કે એકનાં કારણે જ બીજું થાય છે. જેમ કે સંબંધ કાર્યકારણના સંબંધને સૂચિત નથી કરતો. સંભવતઃ પ્રજીવક ડી કેન્સરને રોકી શકતું હશે પરંતુ સૂર્યના તાપમાં રહેવાને કારણે પણ કેન્સરનું જોખમ વધી જાય છે તે બાબત જરા વિપરીત જણાય છે. સૂર્યના તાપમાં રહેવાથી માનવ શરીરમાં કુદરતી રીતે પ્રજીવક ડીનું નિર્માણ થાય છે. કેટલાક કેન્સર સંશોધનકર્તાઓએ એવી દલીલ કરી છે કે સૂર્યના સંસર્ગમાં રહેવાને કારણે કર્કરોગની થનારી નુક્શાનકારક અસરો કેન્સરને રોકવાના અધિક પ્રજીવક ડીના ઘટકો કરતાં ચડિયાતી છે. વર્ષ 2002માં ડો. વિલિયમ. બી. ગ્રાન્ટે એવો દાવો કર્યો હતો કે યુએસમાં પ્રતિ વર્ષ 23,800 અપરિપક્વ કેન્સરના દર્દીઓ યુવીબીના સંસર્ગના અભાવે મૃત્યુ પામ્યા હતા (પ્રજીવક ડીની ઉણપને કારણે). મૃત્યુનું આ પ્રમાણ મેલેનોમા અથવા તો સ્કવામોસ સેલ કાર્સિનોમા દ્વારા થતા 8,800 મૃત્યુ કરતા વધારે છે. તેથી સૂર્યનાં સંસર્ગમાં રહેવું કદાચ લાભદાયી હોઇ શકે છે. અન્ય એક સંશોધન જૂથને અંદાજ છે કે યુએસમાં દર વર્ષે 50,000થી 63,000 વ્યક્તિ અને યુકેમાં દર વર્ષે 19,000થી 25,000 વ્યક્તિ પ્રજીવક ડીની ઉણપના કારણે થયેલાં કેન્સરથી અકાળે મૃત્યુ પામે છે.

બિટા કેરોટિનનો કિસ્સો અવ્યવસ્થિત તબીબી પરીક્ષણોનું ઉદાહરણ પૂરૂં પાડે છે. ખોરાક તેમજ શારીરિક બંને પ્રકારનાં સ્તરનો અભ્યાસ કરી રહેલા રોગશાસ્ત્રીઓએ અવલોકન કર્યું છે કે બિટા કેરોટિનનું ઊંચું પ્રમાણ એ પ્રજીવક એનું પૂર્વલક્ષણ છે. તે રક્ષણાત્મક અસર સાથે સંલગ્ન છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે. ખાસ કરીને આ અસર ફેફસાંનાં કેન્સરમાં મજબૂત રીતે થાય છે. ઇ. સ. 1980થી 1990ના દાયકા દરમિયાન ફિનલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ (સીએઆરઇટી અભ્યાસ)માં આ પૂર્વધારણા અંગે શ્રેણીબદ્ધ અવ્યવસ્થિત તબીબી પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. આ અભ્યાસમાં 80,000 જેટલા ધુમ્રપાન કરનારા અને છોડી દીધેલા લોકોને રોજ બિટા કેરોટિન અથવા તો પ્લેસિબોસનું પૂરક તત્વ આપવામાં આવ્યું. અપેક્ષાઓથી વિપરીત આ પરીક્ષણમાં ફેફસાંનાં કેન્સરની ઘટનાઓ અને તેના થકી થતાં મૃત્યુદરને ઘટાડવામાં બિટા કેરોટિનનાં પૂરક તત્વોનો કોઇ જ લાભ ન થયો. હકીકતે તો બિટા કેરોટિનને કારણે ફેફસાંનાં કર્કરોગનું જોખમ વધવા પામ્યું જોકે સાધારણ માત્રામાં પરંતુ નોંધપાત્ર માત્રામાં નહીં.જેના પરિણામે આ અભ્યાસ રદબાતલ થયો.

વર્ષ 2007માં જરનલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશન (જામા)ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ફોલિક એસિડનાં પૂરક તત્વોનાં કારણે મોટાં આંતરડાંનાં કર્કરોગ સામે રક્ષણ મળતું નથી અને ફોલેટ લેનારા લોકોમાં આંતરડાની ગાંઠો થવાનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે.

કિમો અવરોધક

કર્કરોગને રોકવા માટે તબીબી સારવાર એ આકર્ષક ઉપાય છે અને ઉચ્ચ ગુણવત્તાવાળાં તબીબી પરીક્ષણો વ્યાખ્યાયિત સ્થિતિમાં કિમો અવરોધકોને ટેકો આપે છે.

પરિવર્તનોને ખાળનાર ટેમોક્સિફેન નામનાં સ્ત્રીઓના શરીરમાં પેદા થતાં અંતઃ સ્ત્રાવનું 5 વર્ષ સુધી સતત સેવન કરવાને કારણે સ્તન કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આશરે 50 ટકા સ્ત્રીઓને સ્તન કેન્સરનું જોખમ રહેલું છે. તાજેતરમાં કરવામાં આવેલાં એક સંશોધન ઉપરથી એમ પણ જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં રહેલો અન્ય એક અંતઃ સ્ત્રાવ કે જેને રેલોક્સિફિનના નામે ઓળખવામાં આવે છે તે પણ ટેમોક્સિફેન જેવી જ અસર કરીને સ્તન કેન્સરનું ઊંચું જોખમ ધરાવતી મહિલાઓને સ્તન કેન્સર સામે રક્ષણ આપે છે.રેલોક્સિફેનની અસર ટેમોક્સિફેન કરતાં વધારે સારી હોય છે.

રેલોક્સિફિન એ ટેમોક્સિફેન જેવો જ સ્ત્રીઓનાં શરીરમાં રહેલો એક અંતઃ સ્ત્રાવ છે. એક અભ્યાસ (એસટીએઆર પરીક્ષણ)માં એવું જાણવા મળ્યું છે કે તે ટેમોક્સિફેનની જેમ જ સ્તન કેન્સરનું ઊંચું જોખમ ધરાવતી સ્ત્રાઓમાં કેન્સરનું જોખમ ઘટાડે છે. આશરે 20,000 જેટલી સ્ત્રીઓ ઉપર કરવામાં આવેલાં આ પરીક્ષણ ઉપરથી જાણવા મળ્યું હતું કે રેલોક્સિફિન વધારે માત્રામાં ડીસીટીએસનું ઉત્પાદન કરતું હોવા છતાં પણ ટેમોક્સિફેનની સરખામણીએ તેની આડઅસરો ઓછી થાય છે.

ફિનાસ્ટેરાઇડ કે જે 5 આલ્ફા રિડક્ટાસનું અવરોધક છે તેમાં નાના ક્રમની ગાંઠોને ઘટાડવાનું તત્વ હોવા છતાં પણ તે પુરસ્થગ્રંથીનાં કેન્સરનું જોખમ ઘટે છે. મોટાં આંતરડાંના કર્કરોગ ઉપર જોખમી એવા રોફેકોક્સિબ અને સેલેકોક્સિબ જેવા સીઓએક્સ 2 અવરોધકો ફેમિલિયલ એડેનોમેટસ પોલિપોસિસના દર્દીઓ ઉપર કરવામાં આવેલા અભ્યાસમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત સામાન્ય દર્દીમાં પણ જોવા મળે છે. બંને જૂથોમાં મોટાં આંતરડાની ગાંઠોના બનાવોનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં ઘટતું જોવા મળ્યું છે. પરંતુ રક્તવાહિનીઓમાં ફેલાતાં ઝેરનાં ભોગે આ સિદ્ધ થાય છે.

આનુવંશિક પરિક્ષણ

કેટલાંક આનુવંશિક ફેરફારને કારણે થનારા કર્કરોગનું ઊંચું જોખમ ધરાવનારા લોકો માટે આનુવંશિક પરીક્ષણ ઉપલબ્ધ છે. કેન્સરનું જોખમ વધારતા આનુવંશિક ફેરફારનાં વાહકો કિમો અવરોધકો કે જોખમ ઘટાડતી શસ્ત્રક્રિયા મારફતે નાથી શકાય છે. શસ્ત્રક્રિયા તેમજ રોગ ઉપરના કડક જાપ્તા સાથે જો આનુવંશિક કેન્સરનાં જોખમનું વહેલું નિદાન કરવામાં આવે તો તે કેન્સરનું ઊંચું જોખમ ધરાવનારી વ્યક્તિ માટે જીવતદાન બની રહે છે.

જીન કર્કરોગના પ્રકારો ઉપલબ્ધતા
બીઆરસીએ 1, બીઆરસીએ 2 સ્તન, અંડાશય, સ્વાદુપિંડ વિશિષ્ટ પ્રકારની તબીબી સારવાર માટે વ્યાપારિક ધોરણે ઉપલબ્ધ
એમએલએચ1, એમએસએચ2, એમએસએચ6, પીએમએસ1, પીએમએસ2 મોટું આંતરડું, ગર્ભાશય, નાનું આંતરડું, પેટ, પેશાબની નળીઓનો વિસ્તાર વિશિષ્ટ પ્રકારની તબીબી સારવાર માટે વ્યાપારિક ધોરણે ઉપલબ્ધ

રસીકરણ

સૂક્ષ્મજંતુઓ (વાઇરસ) જેવા કેન્સરનો ચેપ લગાડનારાં તત્વોથી રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક રસીઓ વિકસાવવામાં આવી છે. તેમજ કેન્સર આધારિત એપિટોપ સામે રોગપ્રતિકારક શક્તિને લડવા માટે બળ મળે તે માટે રોગનિવારક રસીઓ વિકસાવવામાં આવી છે.

ઉપર જણાવ્યા મુજબની હ્યુમન પેપિલોમા વાઇરસથી રક્ષણ આપતી રસી અસ્તિત્વમાં છે. આ રસી જાતિય પ્રવૃત્તિથી ફેલાતા હ્યુમન પેપિલોમા વાઇરસથી રક્ષણ આપે છે. આ વાઇરસ ગર્ભાશયનાં મુખના કેન્સર અને જીની ગાંઠો માટે જવાબદાર હોય છે. ઓક્ટોબર 2007 સુધીમાં બે જ પ્રકારની એચપીવી રસી બજારમાં રજૂ કરવામાં આવી છે તેમાં ગાર્ડાસિલ અને સર્વેરિક્સનો સમાવેશ થાય છે. હિપેટાઇટિસ બી સામે રક્ષણ આપતી રસી પણ બજારમાં ઉપલબ્ધ છે. આ રસી યકૃતનાં કેન્સર માટે જવાબદાર એવા હિપેટાઇટિસ બી વાઇરસ સામે રક્ષણ આપે છે. કેનાઇન મેલાનોમા રસી પણ વિકસાવવામાં આવી છે.

સ્ક્રિનિંગ

કેન્સર સ્ક્રિનિંગ એ લાખો લોકોમાં છૂપાયેલાં વિનશંકાસ્પદ કેન્સરને શોધવાનો પ્રયાસ છે. મોટાભાગના તંદુરસ્ત લોકો માટે સ્ક્રિનિંગ તપાસ અનુકૂળ છે અને નાણાકીય રીતે પણ વાજબી, સલામત, અતિક્રમણ નહીં કરનારી પ્રક્રિયા મારફતે થનારી અને ઓછી માત્રામાં ભૂલભરેલાં સકારાત્મક પરિણામો આપનારી છે. જો કેન્સરનાં લક્ષણો વધારે આક્રમણ કરનારા અને નિર્ણયાત્મક રીતે દેખાય તો તેની ચોક્કસાઇની ખાતરી કરવા માટે નીચે જણાવેલી તપાસ કરવામાં આવે છે.

સ્ક્રિનિંગના કારણે અમુક કર્કરોગનું નિદાન ખૂબ જ વહેલું થઇ જાય છે. વહેલું નિદાન થવાને કારણે જીવન લંબાય છે પરંતુ તેમાં વિલંબ કરવામાં આવે તો તે મૃચ્યુ તરફ દોરી જાય છે જેને લિડ ટાઇમ બાયસ અથવા તો લેન્થ ટાઇમ બાયસ કહેવામાં આવે છે.

વિવિધ પ્રકારના કર્કરોગ માટે વિવિધ પ્રકારના સ્ક્રિનિંગ ટેસ્ટ વિકસાવવામાં આવ્યા છે. સ્તન કેન્સરનું સ્ક્રિનિંગ સ્તનનાં સ્વપરીક્ષણ મારફતે કરી શકાય છે જોકે વર્ષ 2005માં 3,00,000 ચીની મહિલાઓ ઉપર કરવામાં આવેલાં એક પ્રયોગમાં આ અભિગમને ફગાવી દેવામાં આવ્યો હતો મેમોગ્રામ મારફતે કરવામાં આવતાં સ્તન કેન્સરનાં સ્ક્રિનિંગને કારમે લોકોમાં સ્તન કેન્સરનાં નિદાન માટે થતાં સરેરાશ તબક્કાઓમાં ઘટાડો થતો હોવાનું માલુમ પડ્યું છે. મેમોગ્રાફિક સ્ક્રિનિંગ કાર્યક્રમની રજૂઆતને કારણે છેલ્લાં 10 વર્ષમાં દેશમાં નિદાનના તબક્કાઓનું પ્રમાણ ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફેકલ ઓક્યુલ્ટ લોહીની તપાસ અને કોલોનોસ્કોપી દ્વારા મોટાં આંતરડાંનાં કેન્સરનું નિદાન કરી શકાય છે. આ તપાસને કારણે મોટાં આંતરડાંનાં કેન્સરની ઘટનાઓ તેમજ તેના થકી થનારાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય છે. આ તપાસથી કેન્સરને અગાઉથી કળી શકાય છે અને કેન્સર પૂર્વેની ગાંઠોનો નિકાલ કરી શકાય છે. તેવી જ રીતે ગર્ભાશયનાં મુખનું સાયટોલોજી પરીક્ષણને કારણે (યોનિમાંથી નીકળતાં ચીકણા પ્રવાહીના ઉપયોગ દ્વારા) કેન્સરનું નિદાન થઇ શકે છે અને કેન્સર પૂર્વે થયેલાં નુક્શાનને કાપકૂપ કરીને શરીરમાંથી દૂર કરી શકાય છે. આ પ્રકારનાં પરીક્ષણોને કારણે ગર્ભાશયનાં મુખનું કેન્સરનાં પ્રમાણમાં અને તેનાંથી થતાં મૃત્યુના કિસ્સાઓમાં નાટકીય ઢબે ઘટાડો નોંધાયો હોવાનું માલુમ પડ્યું છે. વૃષ્ણોનાં કર્કરોગની તપાસ માટે 15 વર્ષની ઉંમરથી શરૂ થતા પુરુષો માટે વૃષ્ણોનાં સ્વપરીક્ષણની ભલામણ કરવામાં આવી છે. ગુદા મારફતે થતી ડિજિટલ તપાસથી પુરસ્થ ગ્રંથીના કર્કરોગ, અને પુરસ્થ ગ્રંથીના રોગ ફેલાવનારાં તત્વો માટે પીએસએ પ્રકારની લોહીની તપાસ દ્વારા નિદાન કરી શકાય છે. કેટલીક સત્તાવાર સંસ્થાઓ (જેવી કે યુએસ પ્રિવેન્ટિવ સર્વિસિઝ ટાસ્ક ફોર્સ)એ તમામ પુરુષોને આ તપાસ નિત્યક્રમમાં કરાવવાની ભલામણ કરી છે.

કેન્સરનું સ્ક્રિનિંગ એ હજી વિવાદાસ્પદ છે કારણ કે તેના થકી દર્દીનું જીવન ખરેખર બચી શકે છે કે નહીં તે જાણી શકાયું નથી. સ્ક્રિનિંગ કર્યા બાદ કરવામાં આવતાં નિદાન પરીક્ષણ અને કેન્સરની સારવાર થકી રોગમાં લાભ મળે છે કે નહીં તે હજી સ્પષ્ટ નથી જેના કારણે આ વિવાદ ઊભો થયો છે. દા. ત. પુરસ્થ ગ્રંથીનાં કર્કરોગની તપાસ માટે કરવામાં આવતા પીએસએ પરીક્ષણમાં એવું માલુમ પડે છે કે કેન્સર ખૂબ જ ઓછી માત્રામાં છે અને તેના કારણે જીવનનું જોખમ નથી પરંતુ પૂરાં નિદાન પછી તેની ગહન સારવાર કરવી પડે છે. આવી પરિસ્થિતિને નિદાનની અતિશયોક્તિ કહેવામાં આવે છે જેના કારણે દર્દીએ બિનજરૂરી શસ્ત્રક્રિયા અને કિરણોત્સર્ગ ચિકિત્સાને કારણે ગૂંચવણ ભરેલી સ્થિતિનાં જોખમમાં મૂકાવું પડે છે. નીચે જણાવેલ પરીક્ષણ મારફતે પુરસ્થ ગ્રંથીના કર્કરોગનું નિદાન કરવામાં આવે છે. પુરસ્થ ગ્રંથીની બાયોપ્સી જેના કારણે રક્તસ્ત્રાવ અને ચેપ લાગવા જેવી આડઅસરો થઇ શકે છે. પુરસ્થ ગ્રંથીનાં કેન્સરની સારવારને કારણે ઇન્કોન્ટિનન્સ (પેશાબને રોકવાની અસમર્થતા) અને ઇરેક્ટલ ડાઇસફંક્શન (શિશ્નોત્થાન- સંભોગ કરવા માટે શિશ્નનું પર્યાપ્ત માત્રામાં ઉત્થાન ન થવું) જેવી સમસ્યાઓ સર્જાઇ શકે છે. તેવી જ રીતે સ્તન કેન્સરના સ્ક્રિનિંગ અંગે પણ તાજેતરમાં એવી ટીકાઓ કરવામાં આવી રહી છે કે કેટલાંક રાષ્ટ્રોમાં સ્તનનું સ્ક્રિનિંગ સમસ્યાઓને સુધારવા કરતાં નવી સમસ્યાઓ વધારે ઊભી કરે છે. આનું કારણ એ છે કે સામાન્ય મહિલાઓમાં સ્તનનું સ્ક્રિનિંગ કરવામાં આવતાં મોટા ભાગની મહિલાઓને ખોટાં સકારાત્મક પરિણામો મળે છે જેના માટે કેન્સરને દૂર કરવા માટેની તપાસ પ્રક્રિયા ખૂબ જ લાંબી ચાલે છે. જે પુષ્કળ સારવાર અથવાતો સ્ક્રિનિંગમાં પરિણમે છે. જેથી સ્તન કેન્સરના એક કિસ્સા વહેલી તકે મુશ્કેલીથી કળી શકાય છે.

જાહેર આરોગ્યના દૃષ્ટિકોણથી જોઇએ તો ગર્ભાશયનાં મુખનું કેન્સરની યોનિમાંથી નીકળતાં ચીકણા પ્રવાહી મારફતે થતું સ્ક્રિનિંગ એ નાણાકીય દૃષ્ટિએ અને તમામ સ્ક્રિનિંગમાં શ્રેષ્ઠ છે. તેનું કારણ એ છે કે તેનો ફેલાવો મોટે ભાગે વાઇરસ (સૂક્ષ્મજંતુઓ)ના કારણે થતો હોય છે અને તેનાં જોખમનું કારણ પણ નક્કી છે (જાતીય સંબંધો). આ કેન્સરનો ફેલાવો પણ ખૂબ જ ધીમે અને વર્ષો બાદ થતો હોય છે. જેના કારણે તેના સ્ક્રિનિંગ માટે પૂરતો સમય મળે છે અને તેનું નિદાન વહેલું થઇ શકે છે. વધુમાં આ તપાસ કરાવવી સસ્તી અને સરળ પણ છે.

આ કારણોસર એ જરૂરી છે કેન્સરની તપાસ માટે સ્ક્રિનિંગ કરાવતાં પહેલાં કે કેન્સરની તપાસ પ્રક્રિયાનાં લાભો તેમજ જોખમોને ધ્યાનમાં લેવામાં આવે

જે વ્યક્તઓમાં કેન્સરનાં લક્ષણો સ્પષ્ટપણે દેખાતાં નથી તેને જાણવા માટે ઉપયોગમાં લેવાતી તબીબી રૂપક પદ્ધતિઓ પણ એવી જ નુક્શાનીભરી સમસ્યાઓ વાળી છે. કેન્સરનાં પરીક્ષણોને કારણે પણ નુક્શાન થઇ શકે છે જેમાં ઇન્સિડેન્ટાલોમા નો સમાવેશ થાય છે. આ એક પ્રકારનું કેન્સર છે જે સૌમ્ય કોશિકાને નુક્શાન કરે છે. અને તે અમુક પ્રકારનાં કેન્સર આધારિત સંશોધનોને કારણે થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં ધુમ્રપાન કરનારા લોકોમાં ફેફસાંનાં કેન્સરની તપાસ સીટી સ્કેન મારફતે કરવામાં આવતાં તેનાં શંકાસ્પદ પરિણામો મળી આવ્યાં હતાં. જુલાઇ 2007 સુધી સુવ્યવસ્થિત સ્ક્રિનિંગની ભલામણ કરવામાં આવી નથી. ધુમ્રપાન કરનારા લોકોમાં ફેફસાંનાં કર્કરોગની તપાસ માટે સાદો છાતીનો એક્સ રે પાડીને કરવામાં આવતું અવ્યવસ્થિત તબીબી પરીક્ષણ કોઇ જ પ્રકારે લાભદાયી નીવડ્યું નથી.

કેનાઇન કેન્સરનું નિદાન ખૂબ જ સચોટ જણાઇ રહ્યું છે પરંતુ હજી તે તેનાં સંશોધનના પ્રારંભિક તબક્કામાં છે.

નિદાન

મોટાં ભાગનાં કેન્સર શરૂઆતમાં તેનાં લક્ષણો અથવા તો સ્ક્રિનિંગને આધારે ઓળખાતાં હોય છે. આમાંથી કોઇ પણ ચોક્ક્સ નિદાન ઉપર જઇ શકાયું નથી કે જેના માટે રોગવિજ્ઞાની (એટલે કે એવા પ્રકારનો ડોક્ટર કે જે કેન્સર અને અન્ય રોગો પારખવામાં નિપુણ હોય છે.) તેની સલાહ લેવાની જરૂર પડે.

તપાસ

કેન્સર કર્કરોગ 
છાતીના એક્સ રેમાં ડાબાં ફેફસાંમાં ફેફસાનું કેન્સર દેખાય છે.

જે લોકોને કર્કરોગ થયાની આશંકા છે તેમની તપાસ તબીબી પરીક્ષણ મારફતે કરવામાં આવે છે. આ તપાસમાં સામાન્યતઃ લોહીની તપાસ, એક્સ રે, સીટી સ્કેન અને એન્ડોસ્કોપીનો સમાવેશ થાય છે.

બાયોપ્સી

કેન્સરની આશંકા વિવિધ પ્રકારનાં પરીક્ષણોને કારણે વ્યક્ત કરી શકાય છે. પરંતુ મોટા ભાગનાં કેન્સરનું સચોટ નિદાન કર્કરોગની કોશિકાઓની રોગવિજ્ઞાની દ્વારા થતી હિસ્ટોલોજિકલ તપાસ મારફતે થઇ શકે છે. પેશીઓ બાયોપ્સી અથવા તો શસ્ત્રક્રિયા મારફતે મેળવી શકાય છે. ઘણાં પ્રકારની બાયોપ્સી (જેમ કે ચામડી, સ્તન અને યકૃત) ડોક્ટરનાં દવાખાનામાં કરવામાં આવે છે. અન્ય અંગોની બાયોપ્સી દર્દીને તબીબી રીતે બેહોશ કરીને કરવામાં આવે છે. જેમાં શસ્ત્રક્રિયા ખંડ (ઓપરેશન રૂમ)માં શસ્ત્રક્રિયા કરવાની જરૂર રહે છે.

રોગવિજ્ઞાની દ્વારા આપવામાં આવેલી પેશીઓના નમૂનાઓનું નિદાન જે કોશિકા વિપુલ માત્રામાં વૃદ્ધિ પામતા હોય તેનો પ્રકાર, તેનો હિસ્ટોલોજિકલ ક્રમ, આનુવંશિક અસાધારણતા અને ગાંઠોનાં અન્ય લક્ષણો વિશેના સંકેતો આપે છે. આ પ્રકારની માહિતીને કારણે રોગપૂર્વેનાં નિદાનનું મૂલ્યાંકન સારી રીતે થઇ શકે છે અને દર્દીને શ્રેષ્ઠ સારવારની પસંદગી કરવાનો અવકાશ મળે છે. સાઇટોજિનેટિક્સ અને ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી અન્ય એવાં પરીક્ષણો છે કે જે રોગવિજ્ઞાની પેશીઓના ટુકડાઓ ઉપર કરી શકે છે. આ પ્રકારનાં પરીક્ષણોને કારણે વિભાજનની પ્રક્રિયામાં થતાં ફેરફારો (જેવાં કે પરિવર્તનો, મિશ્રિત જીનો અને સંખ્યાબંધ રંગસૂત્રના ફેરફારો) કે જે કેન્સરની કોશિકાઓમાં આવતાં હોય છે તેની માહિતી મેળવી શકાય છે. તેના કારણે કર્કરોગનું ભાવિ વર્તન કેવું રહેશે તેમજ તેના માટેની શ્રેષ્ઠ સારવાર કઇ લેવી તેનો નિર્દેશ પણ મેળવી શકાય છે.

સંચાલન

કર્કરોગની સારવાર શસ્ત્રક્રિયા, કિમોચિકિત્સા, કિરણોત્સર્ગ ચિકિત્સા, ઇમ્યુનોચિકિત્સા, મોનોક્લોનલ એન્ટિબોડી ચિકિત્સા અને અન્ય પદ્ધતિ મારફતે કરવામાં આવે છે. સારવારની પસંદગી શરીરના કયા ભાગમાં કર્કરોગ છે તેના ઉપર, ગાંઠોનો ક્રમ અને તેના તબક્કા ઉપર આધાર રાખે છે. ઉપરાંત દર્દીનો દેખાવ કરવાની સ્થિતિ ઉપર પણ આધાર રાખે છે. કેન્સરની સંખ્યાબંધ પ્રયોગાત્મક સારવાર વિકાસના તબક્કામાં છે.

સારવારનું ધ્યેય એ છે કે શરીરનાં અન્ય અંગોને નુક્શાન ન પહોંચે તે રીતે કર્કરોગનો શરીરમાંથી સંપૂર્ણપણે નિકાલ કરવો કેટલીક વખત શસ્ત્રક્રિયાને કારણે આ બાબત શક્ય બને છે પરંતુ કેન્સરનું માઇક્રોસ્કોપિક મેટાસ્ટેસિસ દ્વારા આજુબાજુની પેશીઓમાં કે દૂરનાં અંગો સુધી પ્રસરવાનાં વલણને કારણે તેની અસરકારકતામાં મર્યાદા આવી જાય છે. શરીરના અન્ય ભાગોની પેશીઓમાં ઝેરીલા પદાર્થો પ્રસરતા હોવાને કારણે કિમોચિકિત્સાની અસરકારકતામાં પણ મર્યાદા આવી જાય છે. કિરણોત્સર્ગચિકિત્સાને કારણે સામાન્ય પેશીઓને નુક્શાન થઇ શકે છે.

"કર્કરોગ"નો ઉલ્લેખ રોગના એક વર્ગ તરીકે થતો હોવાને કારણે, એટલે એક જ પ્રકારની કેન્સર સારવાર શક્ય બનશે નહીં. અન્ય ચેપીરોગો માટે એક જ પ્રકારની સારવાર શક્ય બનશે. એન્જિઓજિનિસિસ ઇન્હિબિટર્સને કેન્સરના ઘણા પ્રકાર માટેના "રામબાણ" ઇલાજ તરીકે માનવામાં આવતી હતી પરંતુ તે ચલણમાં નથી.

પ્રોગ્નોસીસ

કર્કરોગની છાપ પ્રાણઘાતક કે જીવલેણ રોગ તરીકેની છે. કેન્સર અમુક ચોક્કસ રીતે લાગુ પડતું હોવાથી અને તેના અમુક ચોક્કસ પ્રકારો હોવાને કારણે તેના અંગેના ઐતિહાસિક સૂચિતાર્થો આધુનિક તબીબી સારવારને કારણે ઘટી રહ્યા હોવાનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક પ્રકારના કર્કરોગ વિશે એમ માનવામાં આવે છે કે તે કેન્સર સિવાયના સાદા રોગો જેવા કે હાર્ટ ફેઇલ્યોર અને સ્ટ્રોક કરતાં નોંધપાત્ર રીતે વધારે સારાં છે.

વિકાસશીલ અને પ્રસરતાં કેન્સરની અસર દર્દીનાં જીવનની ગુણવત્તા ઉપર નોંધપાત્ર રીતે થાય છે અને કેટલીક સારવાર (જેવી કે કિમોચિકિત્સા)ની આડઅસર ખૂબ જ ઘેરી હોય છે. કેન્સરના પ્રરંભિક તબક્કામાં દર્દીની ખાસ સંભાળ લેવાની જરૂર રહે છે. આ બાબત તેના કૌટુંબિક સભ્યો અને મિત્રોની લાગણી ઉપર અસર કરતી હોય છે. ઉપશામક સંભાળમાં કાયમી અથવા તો રાહત આપે તેવી ચાકરીનો સમાવેશ કરી શકાય.

લાગણીઓ સંબંધી અસર

ઘણા સ્થાનિક મંડળો કેન્સરના દર્દીઓને વ્યાવહારિક અને ટેકો આપવાની સેવાઓ પૂરી પાડે છે. આ ટેકો ટેકો આપનારાં જૂથો, માર્ગદર્શન, સલાહ, નાણાકીય સહાય, પરિવહન, કેન્સરની માહિતી આપતી ફિલ્મોનાં રૂપમાં હોઇ શકે છે. પડોશનાં સંગઠન મંડળો, સ્થાનિક તબીબી સારવાર આપનારા અને વિસ્તારની હોસ્પિટલ્સમાં આ પ્રકારની સેવા આપવાના સ્રોતો હોઇ શકે છે.

માર્ગદર્શનને કારણે કર્કરોગના દર્દીઓને માનસિક ટેકો મળી રહે છે અને તેમને તેમના રોગ વિશે સારી રીતે જાણકારી મેળવવામાં મદદ મળે છે. વિવિધ પ્રકારનાં માર્ગદર્શનોમાં વ્યક્તિગત, જૂથ, કૌટુંબિક, ઝીણવટભર્યું માર્ગદર્શન, દર્દી બચી શકે તેમ ન હોય તો મૃત્યુ અંગેનું, દર્દીથી દર્દી સુધીનું અને જાતિયતા અંગેનાં માર્ગદર્શનનો સમાવેશ થાય છે.

કેન્સરના રોગીએ કેન્સર સાથે તાલ મિલાવીને કેવી રીતે ચાલું તે અંગે મદદ કરવા માટે ઘણી સરકારી અને ધર્માદા સંસ્થાઓ બનાવવામાં આવી છે. ઘણી વખત આ સંસ્થાઓ કેન્સરને રોકવા, તેની સારવારમાં અને કેન્સરનાં સંશોધનમાં પણ સંકળાયેલી હોય છે.

રોગચાળાનું શાસ્ત્ર

કેન્સર કર્કરોગ 
કેન્સરના કારણે વર્ષ 2004 દરમિયાન રોગીઓમાં દર 1,00,000 વ્યક્તિએ મૃત્યુનું પ્રમાણ .[182][183][184][185][186][187][188][189][190][191][192][193][194]

વર્ષ 2004 સુધીના આંકડાઓ અનુસાર વિશ્વમાં થતાં કુલ મૃત્યુ પૈકી 13 ટકા (74 લાખ) કેન્સરનાં કારણે થાય છે. જે કેન્સરથી સૌથી વધારે દર્દીઓ મૃત્યુ પામે છે તેમાં ફેફસાંનાં કેન્સર[[]] (વર્ષે 13 લાખ મૃત્યુ), પેટનાં કેન્સર (વર્ષે 8,03,000 મૃત્યુ), કોલોરેક્ટલ કેન્સર (વર્ષે 6,39,000 મૃત્યુ), યકૃતનાં કેન્સર (વર્ષે 6,10,000 મૃત્યુ) અને સ્તન કેન્સર (વર્ષે 5,19,000 મૃત્યુ)નો સમાવેશ થાય છે.

યુએસમાં થતાં કુલ મૃત્યુ પૈકી 25 ટકા કેન્સરનાં કારણે થાય છે અને વિશ્વના ઘણા ભાગોમાં જાહેર આરોગ્યની આ મોટી સમસ્યા છે. યુએસમાં કેન્સર થકી થનારાં મૃત્યુ પૈકી 30 ટકા ફેફસાંનાં કર્કરોગને કારણે થાય છે પરંતુ નવા કિસ્સાઓ કે કેસ 15 ટકા નોંધાય છે; સામાન્યતઃ પુરુષોમાં પુરસ્થ ગ્રંથીનું કેન્સર સૌથી વધારે પ્રમાણમાં (અંદાજે 25 ટકા નવા કેસ) જોવા મળે છે અને સ્ત્રીઓમાં સ્તન કેન્સર ( તે પણ અંદાજે 25 ટકા નવા કેસ) જોવા મળે છે. નાનાં બાળકો અને કિશોરોમાં પણ કેન્સર જોવા મળે છે પરંતુ તેના કિસ્સાઓ ખૂબ જ ઓછા છે (યુએસમાં દર 10 લાખે 150 કેસ) આ પ્રકારના કિસ્સામાં લ્યુકેમિયા સૌથી વધારે જોવા મળે છે. જીવનનાં પ્રથમ વર્ષે કેન્સરની ઘટનાઓ દર 10 લાખે 250ની છે. જેમાં સૌથી વધારે કિસ્સાઓ ન્યુરોબ્લાસ્ટોમાના જોવા મળે છે.

વિશ્વમાં થતાં કર્કરોગો પૈકીના ત્રીજા ભાગના જોખમી તત્વોનાં સેવન દ્વારા થાય છે જે ધુમ્રપાન, દારૂનું સેવન અને ખોરાકમાં ફળો તેમજ શાકભાજીના ઓછા ઉપયોગને કારણે થાય છે. વિકસીત દેશોમાં વધારે વજન અને સ્થૂળતાના કારણે કેન્સર થતું હોવાનું માલુમ પડ્યું છે અને ઓછી તેમજ મધ્યમ આવક ધરાવતા દેશોમાં જાતિય વૃત્તિ મારફતે ફેલાતા હ્યુમન પેપિલોમાવાઇરસને કારણે ગર્ભાશયનાં મુખનું કેન્સરનું જોખમ રહેલું છે.

વિકસીત દેશોમાં ત્રણમાંથી એક વ્યક્તિના શરીરમાં જીવનકાળ દરમિયાન કેન્સરનો વિકાસ થાય છે. જો કેન્સરના તમામ દર્દીઓ બચી જાય અને કેન્સર અવ્યવસ્થિત ધોરણે નજરે પડવા માંડે તો બીજી વખત પ્રાથમિક કેન્સર થવાની શક્યતા 9માંથી 1ની રહે છે. જોકે કેન્સરના દર્દીઓમાં બીજું પ્રાથમિક કેન્સર થવાનું જોખમ પ્રબળ માત્રામાં રહેલું છે. 9માંથી 2 વ્યક્તિને તે થઇ શકે છે. બીજું પ્રાથમિક કેન્સર થવાની શક્યતા ધરાવનાર પૈકી અડધા ઉપરાંતના લોકો 9માંથી 1વાળા લોકો સાથે સંલગ્ન છે. આ લોકોને કેન્સર થવાની શક્યતાઓ અવ્યવસ્થિત છે. બીજું કેન્સર થવાનાં વધતાં જોખમો માટે પહેલાં થયેલાં કેન્સર માટેનાં કારણો જ જવાબદાર ગણાવી શકાય. જેવાં કે વ્યક્તિનું આનુવંશિક ચિત્ર, દારૂ અને તમાકુનું સેવન, સ્થૂળતા અને પર્યાવરણીય સંસર્ગ. કેટલીક વખત અમુક કિસ્સાઓમાં પ્રથમ કેન્સર દરમિયાન આપવામાં આવેલી સારવાર જેમાં પરિવર્તનને ખાળવા માટે કિમોચિકિત્સા માટે આપવામાં આવેલી દવાઓ અને કિરણોત્સર્ગનો પણ સમાવેશ થઇ શકે છે. કેન્સરના દર્દીઓને ભલામણ કરવામાં આવેલી સ્ક્રિનિંગ તપાસ કરાવવી પડે છે આમ, સરેરાશ કિસ્સાઓમાં કેન્સરનું નિદાન થઇ શકે છે.

ઇતિહાસ

કેન્સર કર્કરોગ 
સૂક્ષ્મદર્શક યંત્ર મારફતે દેખાતો કેન્સરનો દેખાવસ્તનની નળીઓમાં દેખાતું આક્રમક કેન્સર (કેન્દ્રની હદના વિસ્તારમાં દેખાતી) દર્શાવે છે કે ચરબીના પીળાશ પડતી પેશીઓની આજુબાજુ ઇંડા આકારની સફેદ ગાંઠ દેખાઇ રહી છે.સપાટી ઉપર દેખાતાં ઘેરાં કાળા રંગના ડાઘ કરચલા જેવા દેખાય છે.

આજે ઉપકલા કોશિકાઓમાંથી થતી કેન્સરની ગાંઠ માટે તબીબી પરિભાષામાં ગ્રીક શબ્દ કાર્સિનોમાનો પ્રયોગ કરવામાં આવે છે. આ એક પ્રકારના સેલ્સસ હોય છે જે કાર્સિનો માં રૂપાંતરિત થતા હોય છે. લેટિન ભાષામાં કેન્સર નો મતલબ કરચલો પણ થાય છે. ગેલેને તમામ પ્રકારની ગાંઠો માટે "ઓન્કોસ " શબ્દનો પ્રયોગ કર્યો હતો જે આધુનિક શબ્દ ઓન્કોલોજીનું મૂળ છે.

હિપ્પોક્રેટ્સે (ગ્રીસનો મહાન વૈદ્ય) પણ કેટલાક પ્રકારના કર્કરોગનું વર્ણન કર્યું છે. તેણે સૌમ્ય ગાંઠોને ઓન્કોસ તરીકે વર્ણવી છે જેને ગ્રીક ભાષામાં સોજો કહેવામાં આવે છે. અને કેન્સરયુક્ત ગાંઠોનો કાર્સિનોસ તરીકે વર્ણવી હતી જેને ગ્રીક ભાષામાં કરચલો કે મોટા કાંટાળા લેવટા તરીકે ઓળખવામાં આવે છે. આ નામો સખ્ત કેન્સરયુક્ત ગાંઠો એ રીતે પોતાનો ફેલાવો શરીરનાં તમામ અંગોમાં અને નસોમાં કરે છે કે જેમ કરચલો પોતાના પગો ફેલાવતો હોય આ શબ્દ તેનાં નામ ઉપરથી પ્રયોજવામાં આવ્યો છે (જુઓ ચિત્ર) ત્યારબાદ તેણે પાછળ -ઓમા પ્રત્યેય ઉમેર્યો હતો જેનો ગ્રીક ભાષામાં મતલબ સોજો થાય છે અને તેને કાર્સિનોમા નામ આપ્યું હતું. મૃતદેહને ખોલીને તેનું સંશોધન કરવું ગ્રીકની સંસ્કૃતિના વિરુદ્ધમાં હોવાથી હિપ્પોક્રેટેસે શરીરની બહાર દેખાતી નાક ઉપર અને સ્તન ઉપરની ગાંઠોનાં જ ચિત્રો બનાવ્યા છે અને તેનું વર્ણન કર્યું છે. તેની સારવાર શરીરનાં ચાર દ્રવ્યો (કાળો અને પીળો પિત્ત, રુધિર, અને કફ) એટલે કે હ્યુમર સિદ્ધાંતને આધારે કરવામાં આવતી હતી. દર્દીના હ્યુમરને આધારે તેની સારવારમાં ખોરાક, બ્લડ લેટિંગ અથવા તો દવાઓનો સમાવેશ કરવામાં આવતો હતો. શતાબ્દી સુધી કરવામાં આવેલાં સંશોધનો ઉપરથી માલુમ પડ્યું છે કે કેન્સર શરીરનાં કોઇ પણ અંગમાં થઇ શકે છે. પરંતુ કોશિકાઓની શોધ સાથે 19મી સદી સુધીમાં હ્યુમર સિદ્ધાંત ખૂબ જ પ્રખ્યાત રહ્યો હતો.

કર્કરોગનું સૌથી જૂનું વર્ણન અને શસ્ત્રક્રિયા આધારિત સારવારની શોધ ઇજિપ્તમાં થઇ હતી. સદીઓ પૂર્વે ઇસવિસન પૂર્વે 1600માં પેપાઇરસે સ્તનોમાં ચાંદા હોવાના 8 કિસ્સાઓનિં વર્ણન કર્યું હતું અને તેની સારવાર તેણે "ધ ફાયર ડ્રિલ" નામનાં સાધનથી ચાંદાંઓને બાળીને કરી હતી. આ રોગ વિષે ગ્રંથોમાં લખ્યું છે કે તેની કોઇ જ સારવાર નથી.

કેન્સરની અન્ય એક શસ્ત્રક્રિયા આધારિત સારવારનું જૂનું વર્ણન એવિસેના (ઇબન સિના) દ્વારા ધ કેનન ઓફ મેડિસિન નામના ગ્રંથમાં 1020ની સાલમાં કરવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે રોગગ્રસ્ત પેશીઓનું છેદન કરીને તેને જડમૂળથી કાઢી નાખવું જોઇએ અને તેમાં ગાંઠોની દિશામાં જિ રહેલી નસોનો સંપૂર્ણપણે નિકાલ કરવાનો સમાવેશ થતો હતો. જો જરૂર જણાય તો રોગગ્રસ્ત અંગને ડામ દઇને કે તેને બાળી નાંખવાની ભલામણ પણ તેણે કરી હતી.

16મી અને 17મી સદીમાં તબીબો માટે મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહની ચીરફાડ કરવાનું વધારે સ્વીકાર્ય બન્યું હતું. જર્મન પ્રાધ્યાપક વિલહેલ્મ ફેબ્રીનું માનવું છે કે સ્તનોની નસોમાં દૂધ ગંઠાઇ જવાને કારણે સ્તન કેન્સર થાય છે. ડચ પ્રાધ્યાપક ફ્રાન્કોઇસ દ લા બો સિવ્લિયસ કે જેઓ ડિસ્કાર્ટિસના સિદ્ધાંતોમાં માને છે તેમના દણાવ્યા અનુસાર આ રોગ રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે અને કેન્સર માટે એસિડિક લિમ્ફ નામનું રસાયણ જવાબદાર છે. તેના સમકાલિન નિકોલસ તુલ્પનું માનવું છે કે કેન્સર એક એવા પ્રકારનું ઝેર છે કે જે ધીરે-ધીરે પ્રસરે છે અને તે ખૂબ જ માઠી અસર કરનારું છે.

ઇ. સ. 1775માં બ્રિટીશ શસ્ત્ર વૈદ્ય પર્સિવાલ પોટે કેન્સરનું કારણ સૌપ્રથમ વખત શોધી કાઢ્યું હતું. તેણે અવલોકન કર્યું હતું કે ચિમનીની સફાઇ કરનારા લોકોમાં વૃષ્ણનું કેન્સર સામાન્યતઃ વધારે માત્રામાં જોવા મળે છે. વ્યક્તિગત દાક્તરોએ પણ કેન્સર વિશેની વિવિધ પ્રકારની ઊંડી સમજ આપી છે પરંતુ જ્યારે દાક્તરોએ સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે મક્કમ પરિણામો મેળવવાનું શરૂ કર્યું હતું.

18મી સદીમાં સૂક્ષ્મદર્શક યંત્ર ઉપયોગ બહોળી માત્રામાં થવાને કારણે એવું સંશોધન થયું હતું કે "કેન્સરનું ઝેર" પ્રાથમિક ગાંઠોમાં પેશીઓમાં થયેલા ગઠ્ઠા મારફતે અન્ય ભાગો (મેટાસ્ટેસિસ)માં પ્રસરે છે. ઇ. સ. 1871થી 1874ની વચ્ચે અંગ્રેજી શસ્ત્ર વૈદ્ય કેમ્પબેલ દ મોર્ગને આ રોગને પ્રથમ વખત જોઇને તેની રચના તૈયાર કરી હતી. સ્વચ્છતાની સમસ્યાઓના કારણે શસ્ત્રક્રિયા મારફતે કેન્સરની સારવારનાં ખૂબ જ નબળાં પરિણામો મળ્યાં હતાં. સ્કોટલેન્ડના જાણીતા શસ્ત્ર વૈદ્ય એલેક્ઝાન્ડર મોનરોએ એવું નોંધ્યું હતું કે સ્તન કેન્સરના 60 દર્દીઓ ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવતાં તે પૈકીના માત્ર 2 દર્દીઓ જ બે વર્ષ સુધી જીવી શકે છે. 19મી સદીમાં જંતુનાશકોની શોધ થવાને કારણે શસ્ત્રક્રિયાને લગતી ચોખ્ખાઇ સુધરી અને કેન્સરથી બચી જનારાં દર્દીઓના આંકડાઓમાં વધારો થયો. ગાંઠોનનો નિકાલ શસ્ત્રક્રિયા મારફતે કરવો તે કેન્સરની પ્રાથમિક સારવાર બની. ઇ. સ. 1800ના અંતભાગમાં વિલિયમ કોલીએ એવું અનુભવ્યું હતું કે જંતુનાશકોની શોધ પહેલાં પણ કેન્સરની શસ્ત્રક્રિયા બાદ દર્દીઓનાં સાજાં થવાનું પ્રમાણ વધારે હતું તે અપવાદ સાથે (તેણે મિશ્રિત પરિણામો સાથેનાં જીવાણુંઓ ગાંઠોમાં દાખલ કર્યા હતાં) કેન્સરની ગાંઠો શસ્ત્રક્રિયા મારફતે દૂર કરવાની સારવાર દરેક શસ્ત્ર વૈદ્યની આગવી આવડત કે કળા આધારિત બની ગઇ હતી. આ જ સમયગાળા દરમિયાન એવો પણ વિચાર રજૂ કરવામાં આવ્યો કે માનવશરીર વિવિધ પેશીઓનું બનેલું છે કે જે કરોડો કોશિકાઓનું નિર્માણ કરે છે. જેના કારણે શરીરમાં રાસાયણિક અસંતુલન અંગેનો હ્યુમરનો સિદ્ધાંત સુવ્યવસ્થિત રીતે સમજી શકાયો હતો. કોશિકાનાં રોગવિજ્ઞાનનો જમાનો શરૂ થયો

19મી સદીના અંતે જ્યારે મેરી ક્યુરી અને પિઅર ક્યુરીએ કિરણોત્સર્ગની શોધ કરી ત્યારે કેન્સરની સારવાર શસ્ત્રક્રિયા વિના અસરકારક રીતે કરીને તબીબી જગતને ગોથું ખવડાવી દીધું હતું. કિરણોત્સર્ગને કારણે કેન્સરની સારવાર અનેકવિધ રીતે થઇ શકે છે તેવા અભિગમને પુષ્ટિ મળી હતી દર્દીઓને મદદ કરવા માટે શસ્ત્ર વૈદ્યો એકલા શસ્ત્રક્રિયા નહોતા કરતાં પરંતુ હોસ્પિટલના વિકિરણ ચિકિત્સકોની સાથે રહીને કામ કરતા હતા. દર્દીઓ સાથેનાં સંચારમાધ્યમોના અભાવે એવી જરૂરીયાત ઊબી થઇ કે દર્દીઓની સારવાર ઘર કરતાં હોસ્પિટલોમાં કરવી બહેતર છે. જેના કારણે દર્દીઓની આંકડાકીય માહિતી હોસ્પિટલ્સની ફાઇલ્સમાં રાખવાની શરૂઆત કરવામાં આવી. જેના કારણે દર્દીઓના પ્રથમ આંકડાકીય અભ્યાસની શરૂઆત થઇ.

કેન્સરના રોગ અંગેનું પ્રથમ ચર્ચાપત્ર જેનેટ લેન ક્લેપોન દ્વારા તૈયયાર કરવામાં આવ્યું હતું. તેણે ઇ. સ. 1926માં સ્તન કેન્સરના 500 કિસ્સાઓ અંગેનો અભ્યાસ બ્રિટનનાં આરોગ્ય ખાતાં માટે પ્રકાશિત કર્યો અને આ રોગ ઉપર કાબૂ મેળવી ચૂકેલા 500 લોકોની જીવનશૈલી અંગેનો અભ્યાસ પણ કર્યો. તેણીની દ્વારા કરવામાં આવેલા કર્કરોગના સઘન અભ્યાસને રિચાર્ડ ડોલ તેમજ ઓસ્ટિનન બ્રાડફોર્ડો હિલ દ્વાાર આગળ ધપાવવામાં આવ્યો તેમણે "લંગ કેન્સર એન્ડ અધર કોઝિસ ઓફ ડેથ ઇન રિલેશન ટુ સ્મોકિંગ" નામનો અભ્યાસ પ્રકાશિત કર્યો. બ્રિટનના તબીબો દ્વારા કેન્સરથી થતાં મૃત્યુ અંગેનો બીજો અહેવાલ 1956માં તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસને બ્રિટીશ ડોક્ટર્સ સ્ટડીના નામથી પણ ઓળખવામાં આવે છે. ઇ. સ. 1968માં ઓક્સફર્ડ ખાતે કર્કરોગ કેન્દ્ર શરૂ કરવાના આશયથી રિચાર્ડ ડોલે લંડન તબીબી સંશોધન કેન્દ્ર (એમઆરસી) છોડી દીધું સ્વયંસંચાલિત વીજાણવીય ઉપકરણ (કમ્પ્યૂટર)ના ઉપયોગ મારફતે આ કેન્ર્દએ મોટી માત્રામાં પ્રથમ વખત કેન્સરને લગતા રોગની માહિતી સંકલિત કરી આધુનિક રોગશાશ્ત્રની પદ્ધતિઓ રોગને લગતા તાજેતરના વિચારો અને જાહેર આરોગ્ય નીતિની વધારે નજીકથી સંકળાયેલી છે. છેલ્લાં 50 વર્ષો દરમિયાન હોસ્પિટલ્સ, રાજ્યો, દેશ અને વિદેશમાંથી પણ કેન્સરની ઘટનાઓ સાથે સંલગ્ન સાંસ્કૃતિક અને પર્યાવરણીય કારણોની માહિત એકઠી કરવા માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બીજાં વિશ્વયુદ્ધ સુધી જ્યારે તબીબી સંશોધન કેન્દ્રોએ એવું સંશોધન કર્યું કે રોગની ઘટનાઓમાં આંતરરાષ્ટ્રીય ધોરણે મોટા પાયે તફાવતો રહેલાં છે ત્યાં સુધી કેન્સરના દર્દીઓની સારવાર અને તેને લગતા અભ્યાસો માત્ર તબીબોના અભ્યાસ પૂરતાં જ સિમિત રાખવામાં આવતા હતા. આના કારણે રાષ્ટ્રીય જાહેર આરોગ્ય મંડળોએ વિશ્વભરમાંથી અને હોસ્પિટલ્સમાંથી કર્કરોગને લગતાં અભ્યાસોને સંકલિત કરવાનું શક્ય બનાવ્યું જે પ્રક્રિયા આજે અમુક દેશોમાં ચાલી રહી છે. જાપાનના તબીબી જગતે એ બાબતનું અવલોકન કર્યું કે હિરોશિમા અને નાગાસાકી ઉપર થયેલા વિનાશક બોમ્બમારાનો ભોગ બનેલા લોકોના અસ્થિમજ્જા સંપૂર્ણપણે નાશ પામ્યું છે. તેમણે નોંધ્યું કે રોગગ્રસ્ત અસ્થિમજ્જાનો કિરણોત્સર્ગ દ્વારા નાશ કરી શકાય છે. આના કારણે લ્યુકેમિયા માટે અસ્થિમજ્જાનાં પ્રત્યારોપણની શરૂઆત થઇ બીજાં વિશ્વયુદ્ધથી અત્યાર સુધી કેનસરની સારવાર તલસ્પર્શી રીતે બદલાઇને હાલની ચિકિત્સા પદ્ધતિ સુધી પહોંચી છે. રોગશાસ્ત્રની મદદથી અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી મારફતે તેને પ્રમાણસરની અને વૈશ્વિક બનાવી છે.

સંશોધનના નિર્દેશો

કેન્સરનાં સંશોધનનો આશય રોગની પ્રક્રિયાને વૈજ્ઞાનિક અભિગમથી સમજવાનો અને તેના માટે સંભવિત સારવારોની શોધ કરવાનો પ્રયાસ કરવાનો છે. રાષ્ટ્રપ્રમુખ નિક્સને ઇ. સ. 1971માં કેન્સર ઉપરનાં યુદ્ધ જાહેર કર્યું ત્યારથી કેન્સરનાં સંશોધનને કારણે વિભાજનના જીવવિજ્ઞાન અને કોશિકાનાં જીવવિજ્ઞાનની સમજણમાં આવેલો સુધારાના કારણે સંખ્યાબંધ કેન્સરની સારવાર અસ્તિત્વમાં આવી છે. 1971થી અત્યાર સુધી યુનાઇટેડસ્ટેટ્સે કેન્સરનાં સંશોધન પાછળ 200 અબજ કરતાં પણ વધારે રકમનું રોકાણ કર્યું છે. આ તમામ રોકાણ જાહેર તેમજ ખાનગી ક્ષેત્રો ઉપરાંત સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આટલું નોંધપાત્ર રોકાણ કરવામાં આવ્યું હોવા છતાં પણ દેશમાં વર્ષ 1950થી 2005 દરિમયાન કેન્સરથી થનારાં મૃત્યુના કિસ્સામાં માત્ર 5 ટકાનો જ ઘટાડો નોંધાયો છે (વસ્તીનાં કદ અને ઉંમરની સંખ્યામાં ગોઠવેલાં).

કર્કરોગનાં સંશોધન માટે જાણીતી સંસ્થાઓ અને યોજનાઓમાં અમેરિકન એસોસિયેશન ફોર કેન્સર રિસર્ચ, ધ અમેરિકન કેન્સર સોસાયટી (એસીએસ), ધ અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી, ધ યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર રિસર્ચ એન્ડ ટ્રિટમેન્ટ ઓફ કેન્સર, ધ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટ, ધ નેશનલ કોમ્પ્રિહેન્સિવ કેન્સર નેટવર્ક અને એનસીએલ ખાતે ચાલી રહેલા ધ કેન્સર જિનોમ એટલાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

સંદર્ભો

ઢાંચો:Tumors ઢાંચો:Carcinogen

Tags:

કેન્સર કર્કરોગ પારિભાષિક શબ્દોનો કોશકેન્સર કર્કરોગ વર્ગીકરણકેન્સર કર્કરોગ ચિન્હો અને લક્ષણોકેન્સર કર્કરોગ કારણોકેન્સર કર્કરોગ પેથોફિઝિયોલોજીકેન્સર કર્કરોગ અવરોધકતાકેન્સર કર્કરોગ નિદાનકેન્સર કર્કરોગ સંચાલનકેન્સર કર્કરોગ પ્રોગ્નોસીસકેન્સર કર્કરોગ રોગચાળાનું શાસ્ત્રકેન્સર કર્કરોગ ઇતિહાસકેન્સર કર્કરોગ સંશોધનના નિર્દેશોકેન્સર કર્કરોગ સંદર્ભોકેન્સર કર્કરોગ બાહ્ય લિંક્સકેન્સર કર્કરોગરોગ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સુરેશ જોષીઆવળ (વનસ્પતિ)મધુ રાયરાજસ્થાનીપ્રાચીન ઇજિપ્તકબૂતરચંદ્રગુપ્ત મૌર્યઅક્ષરધામ (દિલ્હી)ગોધરાસ્નેહલતાવિજ્ઞાનક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭ભેંસસંત કબીરભવનાથનો મેળોવૃષભ રાશીગુજરાતી વિશ્વકોશતાલુકા મામલતદારબ્રાઝિલરથયાત્રાહિમાલયકાશ્મીરમહાભારતમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કૃષ્ણકુમારસિંહ ગોહીલતુર્કસ્તાનહોમિયોપેથીભાવનગરકામસૂત્રમુકેશ અંબાણીકુદરતી આફતોભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓલોથલભારતીય સંસદનગરપાલિકાસુરત જિલ્લોઇન્ટરનેટજયપ્રકાશ નારાયણનેહા મેહતાખેડા જિલ્લોતાનસેનભોંયરીંગણીમૂળરાજ સોલંકીરામનવમીવિશ્વકર્માતિથિકેરમનર્મદા નદીમતદાનબનાસકાંઠા જિલ્લોસ્વામિનારાયણ મંદિર, અમદાવાદરુદ્રાક્ષ૨૦૦૧ ગુજરાત ધરતીકંપકન્યા રાશીભારતીય સ્વતંત્રતા ચળવળમનાલીકૃષ્ણરઘુવીર ચૌધરીમહી નદીગુજરાતી રંગભૂમિગૌતમ અદાણીભજનપ્રથમ વિશ્વ યુદ્ધગરમાળો (વૃક્ષ)ભૂપેન્દ્ર પટેલમહાવીર સ્વામીશિક્ષણનું સમાજશાસ્ત્રચીપકો આંદોલનસાતવાહન વંશસમ્રાટ મિહિરભોજવલસાડ જિલ્લોઑસ્ટ્રેલિયામાનવીની ભવાઇનવસારીઅડાલજની વાવકેન્દ્રશાસિત પ્રદેશઝંડા (તા. કપડવંજ)મોહેં-જો-દડો🡆 More