ગામ

ગામ એ સામુહીક માનવ વસાહત હોય છે.

સામુહીક માનવ વસાહતનો આ એકમ "નેસ કે નેસડો" જેવા એકમથી મોટો પણ "નગર" જેવા એકમથી નાનો ગણાય. વસતીની રીતે કેટલાંક સો કે કેટલાંક હજારની માનવ વસાહત ધરાવતું ગામ હોય છે. જો કે ગુજરાતી ભાષાનાં શબ્દકોશમાં "ગામ" વિશે વિવિધ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જેમ કે, ‘શહેર કે નગરથી ઠીક ઠીક નાનું અને નેસથી મોટું બાંધેલા મકાનોવાળું વસાહતી સ્થાન.’; ‘વતન; રહેઠાણ’; ‘સો કુટુંબનો સમૂહ’ વગેરે. ગુજરાતી ભાષામાં "ગામ" અને "ગામડું" વચ્ચે થોડો પ્રમાણભેદ પણ રહે છે. જ્યાં ઘણાં થોડાં ઘર અને થોડાં માણસની વસતી હોય તે ગામડું કહેવાય છે. જ્યારે જરા વધારે વસતી હોય તે જગ્યાને ગામ કહે છે. ગામડાંમાં જોઇતી ચીજો મળે અથવા ન મળે, પણ ગામમાં તો બે ચાર વેપારી અને કારીગરનાં ઘર હોય છે, તેથી જરૂરની ચીજો મળી રહે છે.. આમ "ગામ" એટલે જ્યાં કેટલાંક ઘર અને થોડીક વસતી હોય એવું ઠેકાણું.

ગામ
ભારતનું એક ગામ, રાજસ્થાન, ભારત
ગામ
બેનિનનું એક દૂરનું ગામ

"ભારતનો આત્મા ગામડાંઓમાં વસે છે", મહાત્મા ગાંધીએ ૨૦મી સદીની શરૂઆતના સમયે કરેલું આ એક પ્રસિદ્ધ અવતરણ છે. ભારતની વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે, ૬૮.૮૪% ભારતીય લોકો (આશરે ૮૩.૩૧ કરોડ લોકો ) વિવિધ ૬,૪૦,૮૬૭ ગામોમાં વસવાટ કરે છે. આ ગામોનું કદ સારી પેઠે અલગ અલગ છે. ૨,૩૬,૦૦૪ ભારતીય ગામોની વસતી ૫૦૦ કરતાં ઓછી છે, જ્યારે ૩,૯૭૬ ગામોની વસતી ૧૦,૦૦૦ કરતાં વધારે છે. મોટાભાગનાં ગામોમાં એકાદું મંદિર કે અન્ય ધાર્મિક સ્થાન, જે ગામની સ્થાનિક વસતીનાં ધર્મ પર આધારીત છે, હોય જ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભો

Tags:

ગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સાંખ્ય યોગહિમાલયઉપરકોટ કિલ્લોવિધાન સભાગાયકવાડ રાજવંશઅમદાવાદદેવભૂમિ દ્વારકા જિલ્લોતકમરિયાંહવામાનસિંહ રાશીઅકબરકમ્પ્યુટર હાર્ડવેરદિલ્હીભાવનગર રજવાડુંબારોટ (જ્ઞાતિ)સાબરમતી નદીપાટણપાટીદાર અનામત આંદોલનમોહમ્મદ રફીમીરાંબાઈપૂર્ણ વિરામબહુચર માતાપક્ષીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનેપાળવિયેતનામગુજરાતના રાજ્યપાલોવીર્ય સ્ખલનમૂળરાજ સોલંકીમહેસાણા જિલ્લોજાપાનનો ઇતિહાસકર્મ યોગઉમાશંકર જોશીગુજરાતી વિશ્વકોશપ્રાણીચણોઠીભારતના રાજ્ય વૃક્ષોની યાદીઅરવિંદ ઘોષમુઘલ સામ્રાજ્યભારત રત્નરાજસ્થાનભારતીય નાગરિકત્વમહેન્દ્ર સિંઘ ધોનીરમેશ પારેખભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓSay it in Gujaratiકાંકરિયા તળાવજાહેરાતરસાયણ શાસ્ત્રગુજરાતના જિલ્લાઓઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમાધ્યમિક શાળારણરશિયા૨૦૦૧ ગુજરાત ધરતીકંપસપ્તર્ષિશ્રીનાથજી મંદિરસિદ્ધરાજ જયસિંહવૈશ્વિક આબોહવા પરિવર્તનલતા મંગેશકરરાણી સિપ્રીની મસ્જીદરામનવમીકન્યા રાશીહિંદુ અવિભક્ત પરિવારગોંડલસૂર્યમંડળગુજરાતી સિનેમાદક્ષિણ ગુજરાતયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાભરૂચ જિલ્લોઘોડોપન્નાલાલ પટેલમરાઠીઆખ્યાનગુજરાત સરકારરંગપુર (તા. ધંધુકા)વેણીભાઈ પુરોહિતરાજપૂત🡆 More