જ્યોતિબા ફુલે: ભારતીય સમાજસુધારક, દાર્શનિક

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી: जोतीबा गोविंदराव फुले) (૧૧ એપ્રિલ ૧૮૨૭ — ૨૮ નવેમ્બર ૧૮૯૦) એક વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા.

તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી. તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.

જ્યોતિબા ફુલે
જ્યોતિબા ફુલે: પ્રારંભિક જીવન, સામાજીક સક્રીયતા, સન્માન
જન્મ૧૧ એપ્રિલ ૧૮૨૭ Edit this on Wikidata
સાતારા Edit this on Wikidata
મૃત્યુ૨૮ નવેમ્બર ૧૮૯૦ Edit this on Wikidata
પુના Edit this on Wikidata
વ્યવસાયક્રાંતિકારી Edit this on Wikidata
જીવન સાથીસાવિત્રીબાઈ ફુલે Edit this on Wikidata

પ્રારંભિક જીવન

જ્યોતિરાવ ફુલેનો જન્મ ૧૮૨૭માં પુણેમાં થયો હતો. તેઓ પિતા ગોવિંદરાવ અને માતા ચિમનાબાઈના બે સંતાનો પૈકી નાના પુત્ર હતા. તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું. તેમનો પરીવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો. આથી માળી કામ કરતો તેમનો પરીવાર ફુલે તરીકે ઓળખાતો હતો. જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન–વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા. માળીમાંથી ઇસાઇ ધર્મ અંગિકાર કરેલ એક વ્યક્તિએ ફુલેની બુદ્ધિમતા જોઈને ફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી ફુલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે ૧૮૪૭માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો. સામાજીક પરંપરા અનુસાર માત્ર ૧૩ વર્ષની ઉંમરે ૧૮૪૦માં તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા સાથે કરવામાં આવ્યા.

૧૮૪૮નો એક બનાવ તેમના જીવનમાં સીમાચિહ્નરૂપ રહ્યો જ્યારે તેઓ તેમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા. તેમણે લગ્ન સમારોહ દરમિયાન વિવાહ સરઘસમાં ભાગ લીધો. પાછળથી આ સંદર્ભે તેના મિત્રના માતાપિતા દ્વારા ઠપકો મળ્યો અને તેમનું અપમાન કરવામાં આવ્યું. તેમને કહેવામાં આવ્યું કે તેઓ નીચી જાતિના હોવાથી તેમણે આ સમારોહથી દૂર રહેવું જોઈતું હતું. આ ઘટનાથી ફુલે ખૂબ જ વ્યથિત થયા અને જાતિવ્યવસ્થાના અન્યાયની તેમના પર ખૂબ ઊંડી અસર પડી.

સામાજીક સક્રીયતા

૧૮૪૮માં, ૨૩ વર્ષની ઉંમરે તેમણે ઇસાઇ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યા શાળાની મુલાકાત લીધી. આ જ વર્ષે તેમણે થોમસ પેઇનેનું પુસ્તક મનુષ્યના અધિકાર (રાઇટ્સ ઓફ મેન) વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજીક ન્યાયની ભાવના વિકસીત થઈ. તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ માટે સૌપ્રથમ તેમણે તેમની પત્ની સાવિત્રીબાઈને લખતાં–વાંચતાં શીખવ્યું. ત્યારબાદ આ દંપતીએ પુણેમાં કન્યાશાળા શરૂ કરી. તેમના પુસ્તક ગુલામગીરીમાં ફુલે જણાવે છે કે આ પ્રથમ શાળા બ્રાહ્મણ અને ઉચ્ચ જાતિઓ માટે હતી પરંતુ તેમના જીવનીકારના મત પ્રમાણે આ શાળા નીચલી જાતિની કન્યાઓ માટે હતી. તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને ૧૮૬૩માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરી. ફુલેએ નીચલી જાતિઓની સામાજીક અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા માટે પ્રયત્નો કર્યા.

સત્યશોધક સમાજ

૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ ફુલેએ સ્ત્રીઓ, દલિતો અને ક્ષુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી. તેના માધ્યમથી તેમણે મૂર્તિપૂજા અને જાતિવ્યવસ્થાનો વિરોધ કર્યો. સત્યશોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું તેમજ પૂજારીઓની જરુરીયાતને નકારી દીધી. તેમણે સત્યશોધક સમાજની સ્થાપના માનવતા, સુખ, એકતા, સમાનતા અને સહજ ધાર્મિક સિદ્ધાંતોના આદર્શો સાથે કરી હતી.

સન્માન

૧૧ મે ૧૮૮૮ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા. ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે ફુલેને તેમના ત્રણ ગુરુઓ પૈકી એક તરીકે સ્વીકાર્યા હતા.

ફુલેના સન્માનમાં ઘણા સ્થાનો અને સ્મારકો આવેલા છે.

  • મહારાષ્ટ્ર વિધાનસભા ભવનના પરિસરમાં પૂર્ણ કદની પ્રતિમા.
  • મુંબઈમાં મહાત્મા જ્યોતિબા ફુલે બજાર
  • મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાહુરીમાં મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ (કૃષિ યુનિવર્સિટી)
  • મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલખંડ યુનિવર્સિટી

સંદર્ભ

સંદર્ભસૂચિ

બાહ્ય કડીઓ

Tags:

જ્યોતિબા ફુલે પ્રારંભિક જીવનજ્યોતિબા ફુલે સામાજીક સક્રીયતાજ્યોતિબા ફુલે સન્માનજ્યોતિબા ફુલે સંદર્ભજ્યોતિબા ફુલે સંદર્ભસૂચિજ્યોતિબા ફુલે બાહ્ય કડીઓજ્યોતિબા ફુલેએપ્રિલ ૧૧નવેમ્બર ૨૮પુના

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કાલિદાસરાશીભારતનો ઇતિહાસસાંચીનો સ્તૂપવાઘછત્તીસગઢવસ્તીજામા મસ્જિદ, અમદાવાદભારતીય ધર્મોનરેશ કનોડિયાશાસ્ત્રીજી મહારાજસમય માપવાનાં સાધનોનો ઇતિહાસપ્લેટોવિરામચિહ્નોખોડિયારસમાનતાની મૂર્તિશિક્ષકપાટણ જિલ્લોપર્યટનયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાકૃષ્ણકુમારસિંહ ગોહીલસત્યના પ્રયોગો અથવા આત્મકથાકલ્કિગાંધીનગર જિલ્લોઆર્યભટ્ટશ્રીમદ્ ભાગવતમ્ઐશ્વર્યા રાયઅમિત શાહદર્શનવિશ્વ વેપાર સંગઠનઘોડોમાનવ શરીરગણેશખાંટ રાજપૂતનાથ સંપ્રદાયરબારીદ્રૌપદીશ્રીમદ્ ભગવદ્ ગીતામાર્ચક્રિકેટપરેશ ધાનાણીઇઝરાયલનવદુર્ગાગણિતરાધાધીરૂભાઈ અંબાણીપાલીતાણાના જૈન મંદિરોરામનારાયણ પાઠકભારતના રજવાડાઓની યાદીમોરબી જિલ્લોનિતા અંબાણીકર્ક રાશીવશમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ગેની ઠાકોરઆયંબિલ ઓળીચિનુ મોદીહમીરજી ગોહિલમોઢેરાવાઘેલા વંશકનૈયાલાલ મુનશીકુંવારપાઠુંગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોઅખા ભગતલક્ષ્મણમૂડીવાદલતા મંગેશકરવન લલેડુકલમ ૩૭૦પશ્ચિમ ઘાટઉદ્યોગ સાહસિકતાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાકલાહિંદુબીજોરાયોગ (મનોશારીરીક જીવનશૈલી)🡆 More