મહાગુજરાત આંદોલન

મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું.

તે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.

મહાગુજરાત આંદોલન
મહાગુજરાત આંદોલન
જૂના કૉંગ્રેસ ભવન, અમદાવાદ ખાતે આવેલું મહાગુજરાત સ્મારક
તારીખ૮ ઓગસ્ટ ૧૯૫૬ - ૧ મે ૧૯૬૦
સ્થળમુંબઈ રાજ્ય, ભારત
ધ્યેયોદ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય
વિરોધની રીતોદેખાવો, શેરી દેખાવો, ભૂખ હડતાલ, હડતાલ, તોફાનો
પરિણામ૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજ્યોની સ્થાપના
આંદોલનમાં સામેલ પક્ષો
મહાગુજરાત જનતા પરિષદ
મુખ્ય વ્યક્તિઓ

નામ

મહાગુજરાત નામ ગુજરાતી ભાષા બોલતા ગુજરાત (તળ ગુજરાત), સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરે છે.

કનૈયાલાલ મુનશીએ ૧૯૩૭માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં આ શબ્દ વાપર્યો હતો.

પાશ્વભૂમિ

મહાગુજરાત આંદોલન 
બોમ્બે પ્રેસિડેન્સી, ઉત્તર વિભાગ, ૧૯૦૯
મહાગુજરાત આંદોલન 
બોમ્બે પ્રેસિડેન્સી, દક્ષિણ વિભાગ, ૧૯૦૯
મહાગુજરાત આંદોલન 
૧૯૫૧માં રાજ્યોના પુન:ગઠન પહેલાના સંચાલન વિભાગો.
મહાગુજરાત આંદોલન 
બોમ્બે સ્ટેટ, ૧૯૫૬-૧૯૬૦

બ્રિટિશ શાસન દરમિયાન ભારતનો પશ્ચિમ તટનો મોટો ભાગ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. ૧૯૩૭માં બોમ્બે પ્રેસિડેન્સી બ્રિટિશ ભારતના ભાગ તરીકે ઉમેરવામાં આવ્યું. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી ભાષાવાર રાજ્યોની માંગણી સામે આવી. ૧૭ જુન ૧૯૪૮ના દિવસે, રાજેન્દ્ર પ્રસાદે રાજ્યોની પુન:રચના ભાષા પ્રમાણે કરવી જોઇએ કે નહી તે નક્કી કરવા માટેની સમિતિ રચી. આ સમિતિમાં એસ.કે. દાર (અલ્હાબાદ હાઇ કોર્ટના નિવૃત ન્યાયાધીશ), જે.એન. લાલ (વકીલ) અને પન્ના લાલ (નિવૃત ભારતીય સનદી અધિકારી) હતા, એટલે તેને દાર કમિશન કહેવાયું. તેના ૧૦ ડિસેમ્બર ૧૯૪૮ના અહેવાલમાં સમિતિએ સૂચન આપ્યું કે "ભાષાવાર રાજ્યોની પુન:રચના ભારત દેશના હિતમાં નથી".

૧૯૪૮માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું.

ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા મુજબ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બી.જી ખેર અને ગૃહમંત્રી મોરારજી દેસાઈએ મે ૧૯૪૯માં ડાંગની મુલાકાત લીધી હતી. બી. જી. ખેરે કહ્યું કે ડાંગના આદિવાસીઓ મરાઠી ભાષા બોલે છે અને તેમનું ધ્યેય એ જ હોવું જોઇએ. ઇન્દુલાલ યાજ્ઞિક અને અન્ય લોકોએ આ ચકાસવા માટે ડાંગની મુલાકાત લીધી. ગુજરાતી સભાએ ચકાસણી માટે સમિતિ રચી અને સરકારની આલોચના કરી.

૧૯૫૨ સુધીમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષાની બહુમતી ધરાવતા પ્રદેશોનું અલગ આંધ્ર રાજ્ય અલગ કરવાની માંગણી આવી. ૧૬ ડિસેમ્બર ૧૯૫૨ના દિવસે આંધ્ર રાજ્યની માંગણી કરતા ચળવળકારોમાંનો એક વ્યક્તિ પોટ્ટી શ્રેરામુલુ આમરણાંત ઉપવાસ દરમિયાન મૃત્યુ પામ્યો. ૧૯૫૩માં આંધ્ર પ્રદેશની સ્થાપના કરવામાં આવી. આને લીધો સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીનો તણખો ઝર્યો.

ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન (SRC)ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના વડપણ હેઠળ હતી એટલે તેને ફઝલ અલી કમિશન કહેવાયું. ૧૯૫૬ માં આ સમિતિએ ભારતના રાજ્યોની પુન:રચના માટેનો તેનો અહેવાલ રજૂ કર્યો.

આંદોલન

SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમાં અને મરાઠી ભાષા બોલતા લોકો દક્ષિણમાં હતા.

ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી. સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા મુંબઈ (તે વખતે બોમ્બે)નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો. જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.

મહાગુજરાત આંદોલન 
મોરારજી દેસાઈ

મુંબઈ અને અન્ય મરાઠી બોલતા જિલ્લાઓમાં અલગ મરાઠી રાજ્ય માટેની માગણી સાથે વિરોધ ફાટી નીકળ્યો જે પછીથી સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન તરીકે ઓળખાયો. ત્યારના મુંબઈના મુખ્યમંત્રી તેના વિરોધમાં હતા. ૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે જ્યારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈએ તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. તેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ. ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ અને તેમને અમદાવાદમાં ગાયકવાડ હવેલી ખાતે રાખવામાં આવ્યા અને પછીથી સાડા ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં બંધ રાખવામાં આવ્યા. દેખાવો ગુજરાતના ઘણાં ભાગોમાં પ્રસર્યા અને મોરારજી દેસાઈ અઠવાડિયાના ઉપવાસ પર ઉતરી ગયા. લોકો તેમને સમર્થન આપવા માટે આગળ ન આવ્યા અને સ્વંયભૂ સંચારબંધીનો અમલ કર્યો જેને જનતા સંચારબંધી કહેવાઇ. નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્રિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું. મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાઇ. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી. છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું.

પરિણામ

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. ૧ મે, ૧૯૬૦ના રોજ નવા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા. આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી. નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.

સ્મારકો

મહાગુજરાત આંદોલન 
ઇન્દુલાલ યાજ્ઞિકની મૂર્તિ, અમદાવાદ
  • શહીદ સ્મારક અથવા ખાંભી (શહીદ સ્મારક) લાલ દરવાજા, ભદ્ર, અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યું; આ સ્મારક કોંગ્રેસ હાઉસ નજીક અલગ રાજ્યની માંગણી કરતા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું. આ સ્મારક યુવકના હાથમાં બત્તી ધરાવતી મૂર્તિ ધરાવે છે.
  • ઇન્દુલાલ યાજ્ઞિકની મૂર્તિ નહેરુ બ્રિજના અંતમાં પૂર્વમાં એક નાના બગીચામાં ઊભી કરવામાં આવી અને બગીચાને તેમનું નામ આપવામાં આવ્યું હતું.

આંદોલનકારીઓ

આ આંદોલનમાં ભાગ લેનારા મહત્વના વ્યક્તિઓ નીચે પ્રમાણે હતા:

પ્રભાવ

આંદોલનના ઘણા નેતાઓ લેખકો, કવિઓ અને ચિત્રપટ નિર્માતાઓ પણ હતા. ઇન્દુલાલ યાજ્ઞિકની નવલકથા માયા આંદોલનની પાશ્વભૂમિકા ધરાવે છે. જયંતિ દલાલ, યશવંત શુક્લા, વિનોદિની નીલકંઠ, ઇશ્વર પેટલીકર, ઉશનસ્ વગેરેએ પણ આંદોલન પરથી પ્રેરણા લઇને સર્જન કર્યું હતું.

સલમાન રશ્દીની નવલકથા, મિડનાઇટ્સ ચિલ્ડ્રન, જેને બૂકર પુરસ્કાર મળ્યો હતો, મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન બંનેની પાશ્વભૂમિકા ધરાવે છે.

આ પણ જુઓ

સંદર્ભ

પૂરક વાચન

Tags:

મહાગુજરાત આંદોલન નામમહાગુજરાત આંદોલન પાશ્વભૂમિમહાગુજરાત આંદોલન આંદોલનમહાગુજરાત આંદોલન પરિણામમહાગુજરાત આંદોલન સ્મારકોમહાગુજરાત આંદોલન આંદોલનકારીઓમહાગુજરાત આંદોલન પ્રભાવમહાગુજરાત આંદોલન આ પણ જુઓમહાગુજરાત આંદોલન સંદર્ભમહાગુજરાત આંદોલન પૂરક વાચનમહાગુજરાત આંદોલનગુજરાતગુજરાતી ભાષાબૃહદ મુંબઇ રાજ્યમરાઠી ભાષામહારાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વાદુપિંડઅમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળશ્રીમદ્ ભાગવતમ્મિથુન રાશીએપ્રિલ ૨૪રાઈનો પર્વતજીસ્વાનપુ્ષ્ટિમાર્ગ બેઠકહનુમાન જયંતીભારત છોડો આંદોલનગોપાળાનંદ સ્વામીહિંમતનગરમોરારીબાપુરાષ્ટ્રીય મતદાતા દિવસમેઘધનુષસ્વપ્નવાસવદત્તામોરબી જિલ્લોગામભાષાગુજરાતની વસતીગણતરી ૨૦૧૧કુન્દનિકા કાપડિયાભગવદ્ગોમંડલગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'માંડવી (કચ્છ)કેરીસ્વામિનારાયણ સંપ્રદાયપ્રત્યાયનકચ્છનો ઇતિહાસઆંતરરાષ્ટ્રીય યોગ દિવસહિમાલયઅરુણ જેટલી સ્ટેડિયમઅભિમન્યુઅનિલ અંબાણીઅવિભાજ્ય સંખ્યાબાણભટ્ટઝઘડીયા તાલુકોરેવા (ચલચિત્ર)સમાજહર્ષ સંઘવીગરબામાધવપુર ઘેડબનારસ હિંદુ યુનિવર્સિટીપૃથ્વીગુજરાતના લોકસભા મતવિસ્તારોસત્યના પ્રયોગો અથવા આત્મકથાસીતાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનરેન્દ્ર મોદીઆણંદ જિલ્લોસંજ્ઞાભારતના વડાપ્રધાનઆયંબિલ ઓળીમાહિતીનો અધિકારનર્મદા નદીતરબૂચસ્વામીનારાયણ મંદિર, ગઢડાપક્ષીચામુંડાબ્રહ્માંડનવલકથાદિવેલહનુમાનસુઝલોનદેવભૂમિ દ્વારકા જિલ્લોબર્બરિકમાઉન્ટ આબુવાઘરીવિકિમીડિયા ફાઉન્ડેશનજય વસાવડાવિક્રમ સંવતઅમરેલી જિલ્લોચોઘડિયાંઅંબાજીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારપાંડવસિતાંશુ યશશ્ચન્દ્રએઇડ્સભારતીય ચૂંટણી પંચ🡆 More