દ્રૌપદી મુર્મૂ: ભારતીય રાજકારણી

દ્રૌપદી મુર્મૂ (જન્મ ૨૦ જૂન ૧૯૫૮) એ એક ભારતીય રાજકારણી છે, જે ૨૫ જુલાઈ ૨૦૨૨થી ભારતના ૧૫મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે.

તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે. તેઓ અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમણે અગાઉ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે. તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે.

દ્રૌપદી મુર્મૂ
દ્રૌપદી મુર્મૂ: પ્રારંભિક જીવન, અંગત જીવન, કારકિર્દી
૧૫મા ભારતના રાષ્ટ્રપતિ
પદ પર
Assumed office
૨૫ જુલાઈ ૨૦૨૨
પ્રધાન મંત્રીનરેન્દ્ર મોદી
ઉપ રાષ્ટ્રપતિજગદીપ ધનખર
પુરોગામીરામનાથ કોવિંદ
ઝારખંડના ૯મા રાજ્યપાલ
પદ પર
૧૮ મે ૨૦૧૫ – ૧૨ જુલાઈ ૨૦૨૧
મુખ્યમંત્રી (ઝારખંડ)રઘુબર દાસ
હેમન્ત સોરેન
પુરોગામીસૈયદ અહેમદ
અનુગામીરમેશ બૈસ
ઓડિશા, રાજ્ય મંત્રી
સ્વતંત્ર હવાલો
પદ પર
૬ ઓગસ્ટ ૨૦૦૨ – ૧૬ મે ૨૦૦૪
મુખ્યમંત્રી (ઑડિશા)નવીન પટનાયક
મંત્રાલયમત્સ્યપાલન અને પશુ સંસાધન વિકાસ
પદ પર
૬ માર્ચ ૨૦૦૦ – ૬ ઓગસ્ટ ૨૦૦૨
મુખ્યમંત્રી (ઑડિશા)નવીન પટનાયક
મંત્રાલયવાણિજ્ય અને પરિવહન
ધારાસભ્ય (ઑડિશા વિધાનસભા)
પદ પર
૫ માર્ચ ૨૦૦૦ – ૨૧ મે ૨૦૦૯
પુરોગામીલક્ષ્મણ માઝી
અનુગામીશ્યામચરણ હંસદાહ
બેઠકરાયરંગપુર (વિધાનસભા મતવિસ્તાર)
અંગત વિગતો
જન્મ
પુટી બિરાન્ચી ટુડુ

(1958-06-20) 20 June 1958 (ઉંમર 65)
ઉપરબેડા, મયુરભંજ, ઑડિશા, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીશ્યામચરણ મુર્મૂ (સ્વર્ગસ્થ)
સંતાનો૨ પુત્રો (સ્વર્ગસ્થ), ૧ પુત્રી
નિવાસસ્થાનરાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી
માતૃ શિક્ષણસંસ્થારમાદેવી મહિલા વિશ્વવિદ્યાલય
વ્યવસાયરાજકારણી
ક્ષેત્રરાજનેત્રી, શિક્ષિકા

રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે ૧૯૭૯ થી ૧૯૮૩ સુધી રાજ્યના સિંચાઇ અને ઊર્જા વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું, અને ત્યારબાદ ૧૯૯૭ સુધી રાયરંગપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.

પ્રારંભિક જીવન

દ્રૌપદી મુર્મૂનો જન્મ ૨૦ જૂન ૧૯૫૮ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો. બિરાંચી નારાયણ અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના સરપંચ હતા.

અંગત જીવન

દ્રૌપદી મુર્મૂએ શ્યામ ચરણ મુર્મૂ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે પુત્રો (બંને મૃત્યુ પામ્યા છે) અને એક પુત્રી છે.

કારકિર્દી

દ્રૌપદી મુર્મૂએ રાજ્યના રાજકારણમાં પ્રવેશતા પહેલા શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

રાજ્યની રાજનીતિ

દ્રૌપદી મુર્મૂ ૧૯૯૭માં રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

ઑડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન તેઓ ૬ માર્ચ ૨૦૦૦થી ૬ ઓગસ્ટ ૨૦૦૨ સુધી વાણિજ્ય અને વાહનવ્યવહાર અને ૬ ઓગસ્ટ ૨૦૦૨થી ૧૬ મે ૨૦૦૪ સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ માટે સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી હતા. તેઓ ઑડિશાના ભૂતપૂર્વ પ્રધાન અને વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૪માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા. તેમને ૨૦૦૭માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રાજ્યપાલ

તેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. તેઓ ઓડિશાના પ્રથમ મહિલા આદિવાસી નેતા હતા, જેમને ભારતીય રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક મળી હતી.

સંદર્ભ

Political offices
પુરોગામી
સૈયદ અહેમદ
ઝારખંડના રાજ્યપાલ
૨૦૧૫–૨૦૨૧
અનુગામી
રમેશ બૈસ
પુરોગામી ભારતના રાષ્ટ્રપતિ
૨૦૨૨–વર્તમાન

Tags:

દ્રૌપદી મુર્મૂ પ્રારંભિક જીવનદ્રૌપદી મુર્મૂ અંગત જીવનદ્રૌપદી મુર્મૂ કારકિર્દીદ્રૌપદી મુર્મૂ સંદર્ભદ્રૌપદી મુર્મૂ બાહ્ય કડીઓદ્રૌપદી મુર્મૂઑડિશાજૂન ૨૦ઝારખંડભારતના રાષ્ટ્રપતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કલાઠાકોરગુજરાતના લોકસભા મતવિસ્તારોગંગા નદીકલ્પના ચાવલાનર્મદપર્યાવરણીય શિક્ષણરામાયણમહાવીર જન્મ કલ્યાણકચીનનો ઇતિહાસવાઘરીઆંગણવાડીદાસી જીવણરાણકી વાવધીરુબેન પટેલસ્વામી વિવેકાનંદચરોતરશિવાજીરમેશ પારેખબીજું વિશ્વ યુદ્ધઉપનિષદઆસનઆત્મહત્યાચંદ્રકાન્ત શેઠભારતીય રેલલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગુજરાતના મુખ્યમંત્રીઓરાજ્ય સભાગુજરાત વિદ્યાપીઠકેન્સરગુજરાતીકુંભ રાશીગ્રીન હાઉસ (ખેતી)ભારતીય તત્વજ્ઞાનનવસારીમહેન્દ્ર સિંઘ ધોનીસંયુક્ત રાષ્ટ્રસંઘગંગાસતીપક્ષીઅસહયોગ આંદોલનશિક્ષકહિંદી ભાષાચેસનાઝીવાદકુમારપાળપ્રાણાયામમાહિતીનો અધિકારદિલ્હી સલ્તનતલોક સભાભારતના વડાપ્રધાનઉશનસ્અંકિત ત્રિવેદીબારીયા રજવાડુંઅદ્વૈત વેદાંતભારતીય ભૂમિસેનાકારડીયાડાકોરવલ્લભભાઈ પટેલગીર સોમનાથ જિલ્લોજાડેજા વંશવિષ્ણુ સહસ્રનામરાણકદેવીપન્નાલાલ પટેલરાવજી પટેલસાબરમતી નદીભારતીય સ્વતંત્રતા ચળવળપોરબંદરશિવાજી જયંતિઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઆશાપુરા માતામોટરગાડીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)હાઈડ્રોજનસરદાર સરોવર બંધઉંઝાસુઝલોનરાહુલ ગાંધી🡆 More