તલ

તલ (અંગ્રેજી: Sesame; વૈજ્ઞાનિક નામ: Sesamum indicum) એક તેલીબિયાં વર્ગની વનસ્પતિ છે.

વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે તે સપુષ્પી વનસ્પતિના સિસેમમ ગોત્રમાં આવે છે. ભારતમાં અને આફ્રિકામાં તેની અસંખ્ય જંગલી જાતો મળી આવે છે. ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં તે સારી રીતે કેળવાય છે.

તલ
તલ
તલ
તલના છોડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
(unranked): એસ્ટરીડ્સ
Order: લેમિએલ્સ
Family: પેડાલિયેસી
Genus: સિસેમમ (Sesamum)
Species: ઇન્ડિકમ (S. indicum)
દ્વિનામી નામ
સિસેમમ ઇન્ડિકમ (Sesamum indicum)
લિનિયસ (Carolus Linnaeus) L.

તલને સૌથી જૂના ખેતી કરીને પકવવામાં આવતા તેલીબિયાં તરીકે ગણવામાં આવે છે અને ૩,૦૦૦ વર્ષથી પણ વધુ સમયથી તેની માવજત થતી હોવાનું જાણમાં છે. તલ સુષ્કતા પ્રત્યે ખૂબ સારી સહિષ્ણુતા ધરાવે છે, એટલે કે સુકા વિસ્તારમાં તે સારી રીતે ઉગી શકે છે. જ્યાં બીજો કોઈ પાક થઈ ન શકતો તેવા વિસ્તારમાં તે સરળતાથી ઉગી શકે છે અને માટે અંગ્રેજીમાં તેને સર્વાઇવર ક્રોપ (survivor crop) તરીકે પણ ઓળખવામાં આવે છે.

બધાં તેલીબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે. તલનું તેલ મીઠું હોય છે અને તે કારણે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાધ્યતેલ તરીકે વપરાય છે.

અન્ય સુકામેવા (નટ્સ-Nuts) અને ખાધ્ય પદાર્થોની જેમજ તલ પણ અમુક માણસોમાં એલર્જી પેદા કરી શકે છે.

૨૦૧૦ની સાલમાં વિશ્વમાં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન થયું હતું અને મ્યાનમાર (બર્મા) સૌથી મોટો ઉત્પાદક દેશ હતો. ભારત સૌથી મોટો નિકાસકર્તા અને જાપાન સૌથી મોટો આયાતકર્તા દેશ હતો.

ઉદ્ભવ

તલ 
નેપાળમાં તલનું ખેતર
તલ 
તલની શીંગો
તલ 
ખૂલેલી શીંગ
તલ 
સફેદ તલના દાણા

તલને માનવજાતને જાણીતું સૌથી જૂનું તેલીબિયું ગણવામાં આવે છે. તલની ઘણી જાતિઓ છે, જે પૈકીની મોટા ભાગની જંગલી છે અને તે પૈકીની મોટાભાગની સબ-સહારન આફ્રિકાની વતની છે. સિસેમમ ઇન્ડિકમ (Sesame Indicum) કે જેની ખેતી કરવામાં આવે છે, તેનો ઉદ્ભવ ભારતમાં થયો હતો.

ઉત્ખનન દ્વારા મળી આવેલા તલના બળેલા અવશેષો ઇ.પૂ. ૩૫૦૦-૩૦૫૦ના ગાળાના હોવાનું સિદ્ધ થયું છે. ફુલરનો એમ નોંધે છે કે તલનો વેપાર મેસોપોટેમિયા અને ભારત (તથા આજના પાકિસ્તાન) વચ્ચે ઇ.પૂ. ૨૦૦૦ પહેલા શરૂ થઈ ચુક્યો હતો. કેટલાક એવો દાવો પણ કરે છે કે ઇજીપ્તમાં ટોલેમિયાક કાળ દરમ્યાન તલની ખેતી થતી હતી, જ્યારે અન્યોનું કહેવું છે કે નવા રાજ્યના કાળમાં સૌપ્રથમ ખેતી થઈ હતી.

આશરે ૪,૦૦૦ વર્ષ પુરાણા બેબીલોન અને એસ્સિરિયાના સંદર્ભોમાં પણ તલનો ઉલ્લેખ છે. ઇજીપ્તના લોકો તેને સેસેમ્ટ કહેતા અને ૩૬૦૦ કરતા પણ વધુ વર્ષો જૂના એબર્સ પેપીરસની હસ્તપ્રતમાં તેનો ઔષધિય વનસ્પતિ તરીકે સમાવેષ થયેલો છે. તુર્કીમાં થયેલા ઉત્ખનનના પુરાવાઓથી એમ સ્પષ્ટ થયું છે કે આજથી ઓછામાં ઓછા ૨૭૫૦ વર્ષ પૂર્વે ઉરર્તુના સામ્રાજ્યમાં તલ ઉગાડવામાં આવતા અને તેને પીલીને તેનું તેલ પણ કાઢવામાં આવતું.

તલ એક ખડતલ પાક છે જેને ખૂબ ઓછી માવજતની જરૂર પડે છે અને તે દુકાળમાં, ઊંચા તાપમાનમાં, ચોમાસા પછી જમીનમાં બચી ગયેલા ભેજના સહારે કે જ્યારે ચોમાસું આવ્યું જ ન હોય ત્યારે પણ ઉગી શકે છે અને એટલું જ નહિ, અત્યાધિક વરસાદમાં પણ તે ટકી જાય છે. એ એક એવો પાક હતો જેની ખેતી એવા ખેડૂતો કરતા જેમની પાસે ગુજરાનનું બીજું કોઈ સાધન ન હોય, જેઓ રણની કિનારે રહેતા હોય અને તેમના વિસ્તારમાં અન્ય કોઈ પાક થતા નહી હોય.

ઉત્પાદન

૨૦૧૦ના સૌથી વધુ તલ ઉત્પાદક દસ દેશો
દેશ ઉત્પાદન
(લાખ ટન)
ઉપજ
(ટન/હેક્ટર)
તલ  મ્યાનમાર ૭.૨ ૦.૪૬
તલ  ભારત ૬.૨ ૦.૩૪
તલ  ચીન ૫.૯ ૧.૨૨
તલ  ઈથિયોપિયા ૩.૧ ૦.૯૯
તલ  સુદાન ૨.૫ ૦.૧૯
તલ  યુગાન્ડા ૧.૭ ૦.૬૧
તલ  નાઈજેરિયા ૧.૨ ૦.૩૮
તલ  બુર્કીના ફાસો ૦.૯ ૦.૭૨
તલ  નાઈજર ૦.૯ ૦.૫૦
તલ  સોમાલીયા ૦.૭ ૦.૯૬
વિશ્વનું કુલ ઉત્પાદન ૩૮.૪ ૦.૪૯

૨૦૧૦માં તલનું કુલ ઉત્પાદન ૩૮.૪ લાખ ટન હતું. મ્યાનમાર સૌથી મોટો ઉત્પાદક હતો અને મ્યાનમાર, ભારત અને ચીન ટોચના ત્રણ ઉત્પાદક દેશો હતા જેમણે ભેગા મળીને કુલ ઉત્પાદનનું અડધું ઉત્પાદન કર્યું હતું.

૭૮ લાખ હેક્ટરથી પણ વધુ જમીન પર તલનું વાવેતર ૨૦૧૦માં થયું હતું.

ચિત્રદર્શન

સંદર્ભ

Tags:

તલ ઉદ્ભવતલ ઉત્પાદનતલ ચિત્રદર્શનતલ સંદર્ભતલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગોળમેજી પરિષદગાંધીનગર લોક સભા મતવિસ્તારઅશ્વગંધા (વનસ્પતિ)સચિન તેંડુલકરનવલખા મંદિર, ઘુમલીનિતા અંબાણીગરુડકુદરતી સંપત્તિરાજા રામમોહનરાયનરેન્દ્ર મોદીઆંબેડકર જયંતિપુરાણવારલી ચિત્રકળાC (પ્રોગ્રામિંગ ભાષા)નરેન્દ્ર મોદી સ્ટેડિયમશાકભાજીલગ્નમુખ મૈથુનઅર્જુનમોગલ માસીદીસંજુ વાળાઅમૂલબહુચર માતાધરતીકંપકલમ ૩૭૦ભારતના ચારધામગુજરાતના લોકમેળાઓગીર કેસર કેરીઆઇઝેક ન્યૂટનગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયપ્રિયંકા ચોપરાહિંદુ ધર્મના ઉત્સવોગુજરાત વડી અદાલતઅમદાવાદ બીઆરટીએસકચ્છ જિલ્લોઅમરેલીજળ શુદ્ધિકરણદુબઇગુજરાતી થાળીચોરસપોલિયોઝૂલતા મિનારાન્યાયશાસ્ત્રભારતીય સ્વતંત્રતા ચળવળક્રિકેટદાંડી સત્યાગ્રહસ્વામી વિવેકાનંદઅક્ષય કુમારહોલોગુજરાતના મુખ્યમંત્રીઓભરતચોટીલાસૂર્યવંશીનાગેશ્વરરાશીપ્રજાસત્તાક દિન (ભારત)પુષ્પાબેન મહેતાબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાભગત સિંહદિવ્ય ભાસ્કરમદ્યપાનપવનચક્કીપ્રિયામણિઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારફણસમોઢેરાદીપિકા પદુકોણપુ્ષ્ટિમાર્ગ બેઠકમલ્લિકાર્જુનકચ્છનો ઇતિહાસપાંડુરંગ શાસ્ત્રી આઠવલેસાંચીનો સ્તૂપવિશ્વ વેપાર સંગઠનરામલીલાદશરથમાનવીની ભવાઇ🡆 More