ગ્રહ યુરેનસ

યુરેનસ (પ્રજાપતિ) સૂર્યમંડળનો સાતમો ગ્રહ છે.

યુરેનસ ⛢
ગ્રહ યુરેનસ
વૉયેજર ૨ એ લીધેલી છબીઓ ભેગી કરીને બનાવેલ યુરેનસનું ચિત્ર

તે વિલિયમ હર્શલે શોધ્યો હતો. તે ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહનુ નામ ગ્રીક સંસ્કૃતિના આકાશના દેવતા યુરેનસ કે જેઓ ક્રોનસ(શનિ) ના પિતા અને ઝિયસ(ગુરુ)ના દાદા હતાં, તેમના નામ પર થી રાખવામાં આવેલ છે. પાંચ જાણીતા ગ્રહ સમાન આને પણ નરી આંખે જોઈ શકાય છે ખૂબ જ ઝાંખા પ્રકાશ અને અત્યંત ધીમી ગતિને કારણે પ્રાચીન ખગોળ વિદોએ આને ગ્રહ તરીકે ઓળખ્યો નહીં. સર વિલિયમ હર્શલ નામના ખગોળ શાસ્ત્રીએ ૧૩ માર્છ ૧૭૮૧ના દિવસે આ ગ્રહની શોધની જાહેરાત કરી અને આધુનિક ઇતિહાસમાં ખગોળ વિધ્યામાં સર્વ પ્રથમ વખત સૌર મંડળની સેમા વિસ્તરી. યુરેનસ ટેલિસ્કોપની મદદથી શોધાયેલ પ્રથમ ગ્રહ બન્યો.

યુરેનસની સંરચના નેપ્ચ્યુન જેવી જ છે, જોએ કે આ બંનેની સંરચના ગુરુ અને શનિ જેવા વાયુમય ગોળાની અપેક્ષાએ જુદી છે. ખગોળ શાસ્ત્રીઓ આ ગ્રહોને (નેપ્ચ્યુન અને યુરેનસ) "વિશાળ હિમ ગોળા" (આઈસ જાયન્ટ્સ)ની શ્રેણીમાં મુકે છે. યુરેનસનું વાતાવરણ મૂળ રીતે ગુરુ અને શનિના હાયડ્રોજન અને હિલિયમ ધરાવતા વાતાવરણ સમાન છે, પરંતુ અહીં તેમની સરખામણી એ પાણી, અમોનિયા અને મિથેનના બરફો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સૌર મંડળનો આ સૌથી ઠંડો ગ્રહ છે જેનું લઘુત્તમ તાપમાન ૪૩ કે. (–૨૨૪°સે.)છે. અહીંના વાતાવરણમાં વાદળોની જટીલ સંરચના છે જેમાં પાણીના વાદળ સૌથી નીચે અને મિથેનના વાદળ સૌથી ઉપરના સ્તરે હોય છે. યુરેનસનું અંતરિયાળ બરફ અને ખડકોનું બનેલું છે. અન્ય મોટા ગ્રહોની જેમ યુરેનસ પણ કંકણોની સંરચના(વલયો) ,ચુંબકાવરણ અને ઘણાં ચંદ્રો ધરાવે છે. અન્ય ગ્રહોને સરખામણેએમાં યુરેનસની એક ખાસ બાબત તેની પરિભ્રમણ ધરીની છે. તેની ધરી આડી છે. જે લગભગ તેના સૂર્યની પ્રદક્ષિણા પથના ફલક પર જ છે. આને પરિણામે જ્યાં અન્ય ગ્રહોના વિષુવવૃત્ત હોય છે ત્યાં આ ગ્રહના ધ્રુવો આવેલાં છે. પૃથ્વી પરથી આ ગ્રહને જોતાં તે તીરંદાજીના ખેલમાં વપરાતા લક્ષ્ય પાટિયાના ચક્રો સમાન લાગે છે. અને આના ચંદ્રો ઘડિયાળના કાંટા સમના ગતિ કરતાં લાગે છે. ૨૦૦૭-૦૮માં આના વલયો કિનારે દેખાયેલા હતાં.

૧૯૮૬માં વોયેજર ૨ નામના ઉપગ્રહ એ યુરેનસની લીધેલી તસવીરોમાં યુરેનસ કોઈ પણ સંરચના કે વાદળ પટ્ટા કે તોફાન વિનાના વિનાનો નિષ્ક્રિય ગોળો દેખાયો હતો. ખગોળ વેત્તાઓએ અહીં મોસમી ફેરફારો નોંધ્યાં છે અને હલના વર્ષોમાં સમપાતિ દિવસ કાળ આવેલ હોવાથી અહીં વધુ વતાવરણીય હલન ચલન જોવાયું છે. અહીં પવનો ૯૦૦ કિમી પ્રતિ કલાકે (૨૫૦ મી/સે) ફૂંકાય છે.



Tags:

સૂર્યમંડળ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પરમારમીન રાશીગૂગલવિશ્વની અજાયબીઓભારતનું સ્થાપત્યશ્રીમદ્ ભાગવતમ્શાહજહાંકોબાલ્ટબહુકોણભારતના રાષ્ટ્રપતિગુજરાતના લોકસભા મતવિસ્તારોસિદ્ધરાજ જયસિંહભાષાઆરઝી હકૂમતજય જય ગરવી ગુજરાતલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ઑસ્ટ્રેલિયાનવકાર મંત્રકલ્પના ચાવલાચિત્તોસૂર્યમંડળમહેન્દ્ર સિંઘ ધોનીસંચળઉમાશંકર જોશીઅડાલજની વાવઆખ્યાનમલેરિયારાની રામપાલવૃંદાવનચાણક્યઅમૂલઅભિમન્યુઅમદાવાદ જિલ્લોમહારાષ્ટ્રકૃષ્ણકાકાસાહેબ કાલેલકરભાવનગર જિલ્લોશેર શાહ સૂરિગણિતવિજય રૂપાણીમાનવ શરીરનવસારી લોક સભા મતવિસ્તારભારતનાં વિશ્વ ધરોહર સ્થળોમિથુન રાશીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘકચ્છનો ઇતિહાસહિંદુ ધર્મજશોદાબેનલોખંડસોમનાથમેઘધનુષગુજરાતના શક્તિપીઠોલક્ષ્મણકૃત્રિમ વરસાદતત્વમસિસિંહ રાશીસ્નેહલતાસમાજમુંબઈનેહા મેહતાસુરેશ જોષીશામળ ભટ્ટગુજરાતના તાલુકાઓચામાચિડિયુંવિષ્ણુચૈત્ર સુદ ૧૫ગુજરાતના જિલ્લાઓસંસ્કારઝવેરચંદ મેઘાણીઅળવીહનુમાન જયંતીશિરડીના સાંઇબાબાજ્ઞાનકોશ૧૮૫૭ની ભારતીય ક્રાંતિગોવર્ધનરામ ત્રિપાઠીમેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરઅથર્વવેદ🡆 More