કરાચી: પાકિસ્તાનનું એક શહેર

કરાચી પાકિસ્તાનનુ સૌથી મોટુ શહેર છે અને તે સિન્ધ પ્રાન્તનું પાટનગર છે.

તે અરબી સમુદ્રના કિનરા પર વસ્યું છે અને પાકિસ્તાનનુ સૌથી મોટુ બંદર પણ છે. એના ઉપનગરો મેળવીને તે વિશ્વનુ બીજુ સૌથી મોટુ શહેર છે. કરાચી ૩૫૨૭ ચો. કિલોમીટરમાં ફેલાયેલું છે. લગભગ ૧.૪૫ કરોડની વસ્તી ધરાવે છે. અહીંના નિવાસીઓ આ શહેરની જીન્દાદિલીને લીધે તેને રોશનીનું શહેર અને કાયદ-એ-આઝમ મહમદ અલી ઝીણાનું નિવાસ સ્થાન હોવાને લીધે એને શહર-એ-કૈદ કહી ને પણ ઓળખે છે. આ શહેર પાકિસ્તાન આવતાં પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે, જેમને માટે મુખ્ય આકર્ષણો તરીકે અહીંના સમુદ્ર કિનારા, સંગ્રહાલયો અને મસ્જિદ, વગેરેને ગણાવી શકાય.

ઇતિહાસ

પ્રાચીન કાળ માં યહુદીઓ તેને કોરાકોલા ના નામથી ઓળખતા હતા. અહીંથી જ વિશ્વ વિજેતા સિકંદરે ભારતથી બેબીલોનિયા તરફ પ્રસ્‍થાન કરતા પહેલા પોતાનો પડાવ અંહી નાખ્યો હતો. કહેવાય છે કે, ઇ.સ. ૭૧૨માં આરબ આક્રમણકારી મુહમ્‍મદ બિન કાસિમે અહીથી ભારત પર આક્રમણ કર્યુ હતુ. વર્તમાન શહેરનો વિકાસ માછીમારો ની વસ્તીથી થયો હતો. તે સમયે તેને કોલાચી નાં નામથી ઓળખવામા આવતુ હતુ. કાળક્રમે તેનું નામ કોલાચી થી કરાચી થઇ ગયું.

હવામાન અને ભૌગોલીક પરીસ્થીતી

શહેરનું કુલ ક્ષેત્રફળ ૩,૫૨૭ વર્ગ કિલોમીટર છે. આ એક મેદાની વિસ્તાર છે જેના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં પહાડો આવેલા છે. શહેરનાં મધ્યભાગ માથી બે મોટી નદીઓ મલીર નદી અને લિયા રી નદી પસાર થાય છે. આ ઉપરાંત શહેરમાંથી બીજી ઘણી નાની નદીઓ વહે છે. કરાચીનું બંદર શહેરનાં પશ્ચિમ ભાગમાં આવેલું છે. શહેરના ઉત્તર તેમજ પશ્ચિમભાગનાં બંદરને સુંદર કુદરતી બંદર માનવામાં આવે છે.

કરાચી શહેરમાં ઓછો વરસાદ પડે છે. વાર્ષિક વરસાદ આશરે ૨૫૦ મિલિમીટર પડે છે જેનો મોટો ભાગ ચોમાસામાં જ હોય છે. કરાચીમાં ઉનાળો એપ્રિલ થી ઓગસ્ટ સુધી હોય છે અને આ દરમ્યાન હવામાં ભેજ વધુ રહે છે.શહેરમાં નવેમ્બર થી ફેબ્રુઆરી શિયાળાની ઋતુ રહે છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શહેરમાં સૌથી ખુશનુમાં વાતાવરણ રહે છે અને આ જ કારણે શહેરમાં આ સમય દરમ્યાન સૌથી વધુ પર્યટકો આવે છે.

તાપમાન (૧૯૩૧-૨૦૦૨) જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અપ્રિલ મે જુન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેંબર દિસેંબર વાર્ષિક
સૌથી અધિકતમ (°સે.) ૩૨.૮ ૩૩.૫ ૩૪.૦ ૩૪.૪ ૪૦.૮ ૩૯.૦ ૩૩.૨ ૩૩.૭ ૩૬.૮ ૪૦.૧ ૩૨.૫ ૩૧.૫ ૩૪.૧
સૌથી ન્યુનતમ (°સે.) ૫.૦ ૬.૩ ૭.૦ ૧૨.૨ ૧૭.૭ ૨૨.૧ ૨૨.૨ ૨૦.૦ ૧૮.૦ ૧૦.૦ ૬.૧ ૫.૩ ૧૨.૭

ફરવા લાયક સ્થળો

બીચ - સમુદ્રતટ પર હોવાને કારણે કરાચી તેમજ તેના આસપાસ ઘણાં બીચ આવેલાં છે. એમાં હવાકસ્‍બ, સૈંડસ્‍પીડ, માઉંટકેભ, સૂમ્‍યાની, ફ્રેંચ બીચ, ગડાની, ક્લિફ્ટન અને ટરટલ બીચ મુખ્ય છે. આ બધા જ બીચ તરવા તેમજ રાત્રીના સમયે ફરવા માટે સારા ગણવામાં આવે છે. રાત્રી રોકાણ માટે અહિં ઘણા કૉટેજ છે. જોકે તે માટે પહેલાંથી બુકિંગ કરાવું જરૂરી છે. સી-વ્‍યૂ અહીંનો એક અન્‍ય બીચ હૈ, જે ખુબજ સુંદર છે. અહિં દિવસે મોટેભાગે છોકરા અને છોકરીઓ આવે છે.

એર ફોર્સ મ્યુઝિયમ: આ મ્યુઝિયમ શેર-ઐ-ફૈજલ રોડ઼ પર આવેલ છે. આ મ્યુઝિયમની સામેના પાર્કમાં વિમાનોનો સુંદર સંગ્રહ છે. જુદાજુદા પ્રકારનાં વિમાનોનાં મોડલ, ફોટો અને એક નાનું વિમાન આ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે.

મેરી ટાઇમ મ્યુઝિયમ: મેરી ટાઇમ મ્‍મ્યુઝિયમ પણ શેર-ઐ-ફૈજલ રોડ઼ પર આવેલ છે. આ મ્યુઝિયમના સામેનાં પાર્કમાં દરીયાનાં જુનાં યુધ્ધ જહાજો, જુનાં વ્‍યાપારી જહાજો તેમજ વિશાળ બંદૂકોનો સંગ્રહ છે. આ સંગ્રહાલયમાં એક વિશાળ વ્હેલનું ચામડું પણ જોઇ શકાય છે. પ્રવેશ ફી : ૨૦ રુપિયા છે.

નેશનલ મ્યુઝિયમ ઑફ પાકિસ્‍તાન: પાકિસ્‍તાનનું નેશનલ મ્યુઝિયમ કરાચીમાં છે. આ મ્યુઝિયમની સ્‍થાપના ૧૭ એપ્રિલ ૧૯૫૦માં ફેરર ભવનમાં થઇ હતી. જોકે આ મ્યુઝિયમને ઇ.સ. ૧૯૭૦માં જિયા-ઉદ્દીન રોડ઼ સ્થિત નવી ઇમારતમાં સ્થળાંતરીત કરવામાં આવ્યું હતું. તે સમયે આ મ્યુઝિયમમાં માત્ર ચાર ગેલેરીયો હતી. પરંતુ વર્તમાનમાં આ મ્યુઝિયમમાં ૧૧ ગેલેરીયો છે.આ ઉપરાંત અહીં એક કુરાનની ગેલેરી પણ છે. આ મ્યુઝિયમમાં પવિત્ર કુરાનની ૩૦૦ પ્રતિયો છે. જેમાં ૫૨ પ્રતિઓ હસ્‍તલિખિત છે. આ મ્યુઝિયમમાં પાકિસ્‍તાનની કલા સંસ્‍કૃતિ સંબંધિત વસ્તુઓનો સંગ્રહ પણ છે. અહિં સિંધુ સભ્‍યતા, ગાંધાર સભ્‍યતા, ઇસ્‍લામિક કલા, પ્રાચીન સિક્કા તેમજ દુર્લભ હસ્‍તશિલ્‍પોનો સુંદર સંગ્રહ છે.

આ ઉપરાંત કરાચીમાં મજાર-એ-કાયદ, મોહાતા પૈલેસ અને મ્યુઝિયમ, આગા ખાં યુનિવર્સિટી વિગેરે પણ જોઇ શકાય છે.

કેવી રીતે પહોંચાય

કરાચી આવવા માટે સૌથી સારો વાહનવ્યવહાર હવાઇમાર્ગ છે. અહિં જિન્‍ના આંતરરાષ્‍ટ્રીય હવાઈ મથક છે. આ હવાઈ મથક જુદા જુદા દેશોથી નિયમિત ફ્લાઇટોનાં માધ્‍યમથી જોડાયેલ છે.

ચિત્ર ગેલેરી

જોડીયા શહેરો

સંદર્ભ

બાહ્ય કડીઓ

કરાચી: ઇતિહાસ, હવામાન અને ભૌગોલીક પરીસ્થીતી, ફરવા લાયક સ્થળો 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

Tags:

કરાચી ઇતિહાસકરાચી હવામાન અને ભૌગોલીક પરીસ્થીતીકરાચી ફરવા લાયક સ્થળોકરાચી ચિત્ર ગેલેરીકરાચી જોડીયા શહેરોકરાચી સંદર્ભકરાચી બાહ્ય કડીઓકરાચીઅરબી સમુદ્રપાકિસ્તાનશહેરસિન્ધ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મહેન્દ્ર સિંઘ ધોનીકચ્છનું રણવિરાટ કોહલીગુજરાતી રંગભૂમિભારતના ભાગલાકમ્પ્યુટર હાર્ડવેરડોંગરેજી મહારાજઉદ્યોગ સાહસિકતાગણિતગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)વેણીભાઈ પુરોહિતદિલ્હી સલ્તનતભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪દસ્ક્રોઇ તાલુકોગુજરાતમાં વાવનો ઇતિહાસગુજરાત ટાઇટન્સકાલ ભૈરવકાદુ મકરાણીબોરસદ સત્યાગ્રહશિવક્ષત્રિયમગજભારતીય બંધારણ સભાકુદરતી આફતોબાળકધનુ રાશીચરક સંહિતાદુનિયાની પ્રાચીન સાત અજાયબીઓમહિનોઅરવલ્લીફણસઅદ્વૈત વેદાંતસ્વામી સચ્ચિદાનંદરબારીવાઘેલા વંશગુજરાત મેટ્રોપત્તાગોગા મહારાજભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલસામવેદપત્રકારત્વભજનસીદીસૈયદની જાળીઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારઆનંદીબેન પટેલગુજરાત યુનિવર્સિટીગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)અવયવસમાજસમાજશાસ્ત્રઆંગણવાડીકુન્દનિકા કાપડિયામનમોહન સિંહગાંઠિયો વાઅશ્વમેધપ્રજાસત્તાક દિન (ભારત)ગુજરાત દિનઅસહયોગ આંદોલનરસાયણ શાસ્ત્રતારક મેહતા કા ઉલ્ટા ચશ્માતાપમાનભારતમાં આવક વેરોચુડાસમાકચ્છ ઘોરાડ અભયારણ્યકપાસબોડેલીસંગણકપૃથ્વીહોમરુલ આંદોલનસચિન તેંડુલકરસંઘર્ષવિશ્વ પર્યાવરણ દિવસમંગળ (ગ્રહ)મીરાંબાઈશનિદેવનવોદય વિદ્યાલય🡆 More