ઓગસ્ટ ૧૦: તારીખ

૧૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૨૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૬૭૫ – લંડન ખાતે રોયલ ગ્રીનવિચ વેધશાળાનું ખાતમુહૂર્ત કરાયું.
  • ૧૭૪૧ – ત્રાવણકોરના રાજા માર્થાન્ડા વર્માએ કોલાચેલના યુદ્ધમાં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી ભારતમાં ડચ સંસ્થાનવાદી શાસનનો અસરકારક રીતે અંત આણ્યો.
  • ૧૮૪૬ – વૈજ્ઞાનિક "જેમ્સ સ્મિથસન" દ્વારા પાંચ લાખ ડોલરનું દાન મળ્યા પછી, અમેરિકન કોંગ્રેસ દ્વારા "સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'ની સ્થાપનાની ઘોષણા કરાઇ.
  • ૧૮૯૭ – જર્મન રસાયણશાસ્ત્રી ફેલિક્સ હોફમેન એસ્પિરિનના સંશ્લેષણની સુધારેલી રીત શોધી કાઢી.
  • ૨૦૦૩ – યુનાઇટેડ કિંગડમનાં "કેન્ટ" પરગણામાં અત્યાર સુધીનું યુનાઇટેડ કિંગડમનું ઉંચામાં ઉંચું તાપમાન, ૩૮.૫°સે.(૧૦૧.૩°ફે.) નોંધાયું. યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત ૧૦૦°ફે. કરતાં ઉંચું તાપમાન નોંધાયું.

જન્મ

  • ૧૭૫૫ – નારાયણ રાવ, મરાઠા સામ્રાજ્યના પાંચમા પેશવા (અ. ૧૭૭૩)
  • ૧૮૫૩ – ઇચ્છારામ દેસાઈ, ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક અને પત્રકાર (અ. ૧૯૧૨)
  • ૧૮૬૦ – વિષ્ણુ નારાયણ ભાટખંડે, ભારતીય ગાયક અને સંગીતશાસ્ત્રી (અ. ૧૯૩૬)
  • ૧૮૯૪ – વી. વી. ગીરી, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૪થા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૦)
  • ૧૯૩૮ – જયંત મેઘાણી, સંપાદક, અનુવાદક અને પુસ્તક વિક્રેતા, ઝવેરચંદ મેઘાણીના દ્વિતીય પુત્ર (અ. ૨૦૨૦)
  • ૧૯૪૫ – વિજય શાસ્ત્રી, ગુજરાતીના ટૂંકી વાર્તા લેખક, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક
  • ૧૯૬૨ – દેવાંગ મહેતા, માહિતી તકનીકીના સલાહકાર (અ. ૨૦૦૧)
  • ૧૯૬૩ – ફૂલનદેવી, ભારતની ચંબલખીણની ડાકુરાણી. (અ. ૨૦૦૧)

અવસાન

  • ૧૯૬૮ – રાવજી પટેલ, આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર (જ. ૧૯૩૯)
  • ૨૦૧૨ – સુરેશ દલાલ, ગુજરાતી ભાષાના કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર અને સંપાદક (જ. ૧૯૩૨)
  • ૨૦૧૭ – રૂથ ફાઉ, પાકિસ્તાનની મધર ટેરેસા તરીકે ઓળખાતા જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર. (જ.૧૯૨૯)

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરાષ્ટ્રીય બાયોડિઝલ દિવસ

બાહ્ય કડીઓ


Tags:

ઓગસ્ટ ૧૦ મહત્વની ઘટનાઓઓગસ્ટ ૧૦ જન્મઓગસ્ટ ૧૦ અવસાનઓગસ્ટ ૧૦ તહેવારો અને ઉજવણીઓઓગસ્ટ ૧૦ બાહ્ય કડીઓઓગસ્ટ ૧૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કૃષ્ણકુમારસિંહ ગોહીલજગન્નાથપુરીજાપાનસૂર્યમંદિર, મોઢેરાખજુરાહોબાળાજી બાજીરાવબ્રાઝિલમરીઝપટેલયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાસંસ્થાહિંદુસ્વચ્છતાપૂજ્ય શ્રી મોટાહિંદુ ધર્મભારતીય બંધારણ સભાદલપતરામધ્રાંગધ્રારક્તના પ્રકારસૌરાષ્ટ્રઅરવલ્લી જિલ્લોમલેરિયાઉપગ્રહ પ્રક્ષેપણ યાનચિનુ મોદીબજરંગદાસબાપાજોગીદાસ ખુમાણએશિયામાતાનો મઢ (તા. લખપત)રાજા રામમોહનરાયરવિ પાકતાપી જિલ્લોજિલ્લા કલેક્ટરકલાપીવારાણસીઆસામબાંગ્લાદેશરતિલાલ બોરીસાગરચૈત્ર સુદ ૭ગ્રહગબ્બરમાહિતીનો અધિકારબાબરગુજરાતી અંકરાશીઅશ્વગંધા (વનસ્પતિ)નાયકી દેવીખંડસુરતતાલુકા પંચાયતઉશનસ્કવિશ્વર દલપતરામ એવોર્ડજય શ્રી રામનર્મદા નદીશરદ ઠાકરવિક્રમ સંવતખજૂરકલિંગનું યુદ્ધકથકલીપોરબંદર જિલ્લોઆત્મહત્યાસાપહરીન્દ્ર દવેકોચરબ આશ્રમફ્રાન્સની ક્રાંતિચૈત્રઆરઝી હકૂમતભારતનો રાષ્ટ્રધ્વજગુજરાત વિદ્યા સભાવિરામચિહ્નોસરસ્વતીચંદ્રભારતનું સર્વોચ્ચ ન્યાયાલયરુદ્રમહાલય (સિદ્ધપુર)પશ્ચિમ ઘાટજ્યોતિષવિદ્યાભારતીય ધર્મોક્ષેત્રફળભાવનગર🡆 More