બંધ અથવા જળબંધ વહેતા અથવા ભૂગર્ભના પાણીને રોકતી આડશ છે.
બંધની પાછળ સામાન્ય રીતે સરોવર સર્જાય છે, જે પૂરને રોકે છે તેમજ સિંચાઇ, માનવ વપરાશ, ઉદ્યોગો, મત્સ્યઉછેર અને પરિવહન માટે વપરાય છે. બંધ દ્વારા ઘણીવખત જળવિદ્યુત પેદા થાય છે. બંધ દ્વારા પાણીને નહેર વડે વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. બંધ મોટાભાગે પાણીનો સંગ્રહ કરવા માટે વપરાય છે.
જળબંધનો અંગ્રેજી શબ્દ ડેમ (Dam) મધ્યકાલીન અંગ્રેજીમાં જોવા મળે છે, અને તે પહેલાં તે મધ્યકાલીન ડચ ભાષામાં જોવા મળ્યો છે અને અનેક જૂના શહેરોના નામ તેનાં પરથી પડ્યા છે.
This article uses material from the Wikipedia ગુજરાતી article જળબંધ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.